________________
૧૮૨
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭
1
કર્મનો બંધ થાય તે વખતે આઠે કર્મોનો બંધ, નહિ તો સાત કર્મનો બંધ તો છે જ. આવા કર્મથી વિટાયેલો આત્મા અપાર સંસારસાગરનો પાર પામી શકતો નથી. આત્માઓને જીવઘાતથી બચાવવા માટે આ ત્યાગમાર્ગ છે. ગૃહસ્થ ગમે તેવો ધર્મી તોયે એના કપાળમાં છ કાયની વિરાધના તો લખાયેલી જ, ચોંટેલી જ છે. ત્રિકાળપૂજન, ઉભય ટંક આવશ્યક, બાર વ્રત વગેરે બધું કરનાર શ્રાવકના ધર્મને શાસ્ત્ર સરસવ જેટલો કહ્યો છે. ગમે તેવો ઊંચો ધર્મ શ્રાવક પણ છે કાય જીવની વિરાધના કરે, કરે નહિ તો કરાવે; ન કરે, ન કરાવે તોયે અનુમોદના તો બેઠી જ છે. ઘરમાં રહ્યો કાંઈ ન કરે પણ ઘરની ભીંત પડે ત્યાં મનમાં અરેરાટી થાય. ઘર મારુ, એ ભાવ તો બેઠો જ છે ને ? હિંસામાં ધર્મ શાનો ? હિંસામાં પડેલો હિંસાથી બચી શકે તે માટે જિનપૂજાદિ વિધાન છે, જેથી આત્મા જાગ્રત થાય અને અશુભ ક્રિયાના વિપાકથી બચે. મરિચીને આટલું બધું પાપ શા માટે ?
સભાઃ એક જીવ બીજાને માટે અને પછી બીજો એને મારે, તો વાત પતી જાય ને ?
- એમ પતતું હોત તો ધૂળ નાંખી, પણ આ તો લાંબું ચાલે છે. આત્મામાં ભયંકર ક્રરતા પેદા થાય, ધર્મવિમુખ બને, દરેક ગુણો દબાઈ જાય ત્યારે જ વ્યક્તિ હિંસા કરી શકે છે. “કપિલ ! અહીં પણ ધર્મ અને ત્યાં પણ ધર્મ' એટલું બોલવામાં મરિચીને આટલું બધું પાપ શા માટે ? કારણ કે આટલા વાક્યમાં તો શ્રી જિનેશ્વરદેવના આખા માર્ગની અરુચિ છે. હિંસામાં ધર્મ કહેવાય ક્યારે ? અનંતજ્ઞાનીએ કહેલી વાતને ઠોકરે મરાય ત્યારે. અકસ્માત થયેલું પાપ મોટું હોય તોય બંધ અલ્પ થાય. વગર ઇચ્છાએ પાપ થાય તે પણ જુદી કોટિનું નાનામાં નાનું પાપ પણ ઇરાદાપૂર્વક કઠોર હેયે થાય તો કર્મબંધ વધારે થાય. જેનશાસન કહે છે કે “પાપ માત્ર ખોટું’ એ વાત ખરી પરંતુ પાપ માત્ર ખોટું' એ માન્યતાનો નાશ એ સૌથી મોટું પાપ. પાપ કરનારા ઘણા છે તો એમને માટે નિગોદ નરકાદિ સ્થળ પણ ઘણાં છે. ઉસૂત્રભાષી માહિસક છે :
દુનિયામાં સુખી થોડા દેખાય છે એનું કારણ પાપી ઘણા અને પુણ્યવાન થોડા માટે જ ને ? સાચું બોલવું જોઈએ એમ બધા કહે પણ સાચું બોલનારા કેટલા? તમે ગૃહસ્થ છો, છકાયની વિરાધનામાં બેઠા છો, વિરાધના કરો છો પણ એ ખોટી છે, ન છૂટકે કરવી પડે છે એમ માનો, અને અનિવેષમાં રહેલો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org