________________
૮ : પડવાનો ભય, છતાં ચડવું અનિવાર્ય
J-121 વિ.સં. ૧૯૮૬ માગસર સુદ-૨ મંગળવાર તા. ૩-૧૨-૧૯૨૯
અવિવેકી વિવેકી બની શકે છે
:
વિવેક આવે તો બધું સફળ :
વેપારી જેટલી અક્કલ અહીં પણ ચલાવો ! અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર : બપ્પભટ્ટિસૂરિજી અને આમરાજા :
♦ વિવેકી રુએ તે પણ જુદું :
♦
પડેલાને પાટુ ન મરાય ઃ
♦ વિષયાધીનની હાલત કૂતરા જેવી છે : ♦ સિંહનો અને કૂતરાનો સ્વભાવ :
♦
પુંડરિક અને કંડરિક :
♦ વિવેકીને શિખામણના શબ્દો કડવા ન લાગે : ♦ લોભ આવે ત્યાં નીતિ જાય :
નિસરણી શા માટે છે ?
124
હાલના આક્ષેપો નિંદકવૃત્તિને આભારી છે :
વિષય : ધૂનન માટે વિવેક આવશ્યક, ચડવાની અનિવાર્યતા.
વિવેકહીન એ અંધ સમાન છે. એ દુઃખી થવા જ સર્જાયા છે. આવા અવિવેકી પણ સારી સામગ્રીના યોગે વિવેકી બને તો પામી જાય. વિવેક આવે તો સંસારની સામગ્રી પણ સફળ બની જાય. વિવેકી ગમે તેમ બોલે નહિ. એની બધી કરણી ન્યારી, લાભદાયક. જ્યારે અવિવેકી તો વિષયાધીન બની કૂતરાની ઉપમાને સાર્થક કરે. ધર્મ પર ઘા પડ્યો ત્યારથી જ દુઃખની શરૂઆત થઈ. વિવેકીને હિતશિક્ષા ગમે, ભલે શબ્દ કડવા હોય છતાં એને એ મીઠા લાગે. આ બધી વાતોનો સુંદર સ્ફોટ કર્યા બાદ મોક્ષમાર્ગે ચાલતા પડી જાય એવા જીવોના દાખલા જોઈ એમના પર પાટુ મારનાર જીવોની કુવૃત્તિની બરાબર ખબર લીધી છે. વેપારી, નાના બાળકની મા અને પક્ષીના દાખલા પણ આપ્યા. પ્રાંતે પૂ. આ. શ્રી બપ્પભટ્ટીસૂરિજી મ. અને આમરાજા તેમજ કંડરિક-પુંડરિકનાં દૃષ્ટાંતો દ્વારા પૂરવાર કર્યું કે - પડેલાનો તિરસ્કાર ન કરાય પણ સુયોગ્ય ઉપાયે માર્ગે લવાય.
સુવાક્યાત
વિવેકહીનની સાહ્યબી બીજાના દુઃખ માટે અને પોતાની દુર્ગતિ માટે છે.
♦ ગમે તેમ બોલી નાખે તે બળવાન નથી.
♦ વાતવાતમાં રુએ, બૂમાબૂમ કરે એ અવિવેકી.
♦ સમ્યગ્દષ્ટિના રોવામાં, હસવામાં, બધી ક્રિયામાં સગુણ સિવાય કાંઈ નીકળે જ નહિ.
૦ પેટના ખાડાની વાત કરી ધર્મની અવગણના કરશો તો એ ખાડો વધારે મોટો થશે.
♦ જ્યારથી ધર્મ પર ઘા પડવા શરુ થયા ત્યારથી દુઃખ આવવા લાગ્યાં.
♦ દોષો સાંભળીને તજ્યા વિના ગુણો આવશે પણ નહિ, કદાચ હશે તો વધશે તો નહિ પણ દીપશે પણ નહિ અને હશે તે પણ નાશ પામશે.
Jain Education International
• તોડવાની બુદ્ધિથી નિયમ લે અને તોડે, એ તો પ્રપંચી અને મહાપાપી છે.
♦ એકને બદલે અનેકનો ઉદ્ધાર કરવાની વૃત્તિ એ શિષ્યલોભ નથી, પણ ‘હું અનેકનો ગુરુ કહેવાઉં’ એ ભાવનામાં શિષ્યલોભ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org