________________
૧૦ : સંસાર દુઃખમય લાગે તો બયાય :
સંસારના દુઃખની વાત વારંવાર કેમ?
અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્મા સ્વામીજી મહારાજા ફરમાવે છે કે આ સંસાર દુઃખમય છે. જીવોને કર્મના વિપાકથી આવી પડતાં અનેક દુઃખો સંસારમાં ભોગવવાં પડે છે. સંસાર દુઃખથી ભરેલો છે માટે જ્ઞાની કહે છે કે સંસારના જીવોએ જરા પણ પ્રમાદ કરવો વાજબી નથી. અહીં ટીકાકાર મહર્ષિ પ્રશ્ન ઉઠાવે છે કે વારંવાર દુઃખની વાત કેમ યાદ કરવામાં આવે છે? તો સૂત્રકાર કહે છે કે સંસારનાં પ્રાણીઓને જાગ્રત કરવા માટે. અનાદિકાળના અભ્યાસથી કામાસક્ત પુરુષો ભવિષ્યના પરિણામની દરકાર રાખ્યા વિના એવી એવી પ્રવૃત્તિ કરે છે કે જેથી સંસારમાં રવડ્યા કરે. વિષયસેવામાં પડેલાઓ ભવિષ્યના પરિણામનો બિલકુલ વિચાર કરતા નથી, તેથી એવા જીવોને વારંવાર સંસારનાં દુઃખોને જણાવી તે દુઃખો તેમના ધ્યાનમાં લાવવાની જરૂર છે. પરિણામને વિચારીને કાર્યને અમલમાં મૂકવાની ટેવ પડી હોત, યથેચ્છ પ્રવૃત્તિ કરવાની ટેવ ન પડી હોત તો આ દશા ન હોત. અનાદિ કાળના ભવના અભ્યાસથી જીવોને ભવિષ્યના પરિણામનો વિચાર કરવાની ટેવ ન પડી હોવાના કારણે જ સંસાર દુઃખમય, દુઃખફલક અને દુઃખાનુબંધી એટલે કે દુ:ખની પરંપરાવાળો છે, એવી ઉદ્દઘોષણા વારંવાર કરવાની જરૂર પડે છે. વિષયાસકોનો દુર્ગુણ :
ઇંદ્રિયાધીન આત્માઓ ભવિષ્યના પરિણામનો વિચાર કરતા નથી એ તો અનુભવસિદ્ધ વાત છે. વિષયાસક્તમાં એ દુર્ગુણ છે કે ભવિષ્યની ફિકર ન કરવી. અમુક દર્શનવાળાનો એ મત છે કે મળેલું કેમ ન ભોગવવું ? ભવિષ્યનો વિચાર કરી મળેલાને છોડી દે એ તો મૂર્ખ છે. વિષયાસક્તિના કારણે કે એવાઓના સહવાસના કારણે આ દુર્ગુણ કેળવાય છે કે, “ભવિષ્યની ચિંતા ન કરવી !” એને લીધે જ્યાં બેઠા છે તે સ્થાન દુઃખરૂપ છે એવું બળપૂર્વક ન સમજાવાય, એ બતાવવામાં પ્રમાદ કરાય તો પેલો પ્રમાદી તો છે જ, પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org