________________
૧૦ઃ સંસાર દુઃખમય લાગે તો બસાયઃ
126,
J-i23 વિ. સં. ૧૯૮૬ માગસર સુદ-૪ ગુરુવાર, તા. પ-૧૨-૧૯૨૯ • વિષયાક્તોનો દુર્ગુણ :
તમારો ધર્મ કાંઈ અસ્થિમજ્જા નથી બન્યો : • નરકાયું એ પાપ-આયુ છે :
• સાધુપદ એ સુરક્ષિત સ્થાન છે : • ઓદારિક શરીરથી જ મુક્તિ મળે :
• જૈનશાસનની શૈલી અનુપમ છે : • વિષયો પાછળ જીવો ખુવાર થાય છેઃ
• આ શાસનમાં પદની પૂજા છે, વ્યક્તિની નથી : • ગુણવાન જ્યાં ત્યાં ન ભટકે :
૦ આજ્ઞા ક્યા મા બાપની મનાય? • ધર્મના મિત્રો પણ ધર્મી હોય :
• સોળ વર્ષની મર્યાદા શા માટે ?
• જતિ થાય તો દેખીને દઝાય કે પરમ શાંતિ થાય : વિષય : સંસારની દુઃખમયતાનું વર્ણન વારંવાર શા માટે ?
માતા-પિતાની સંવા અને આજ્ઞા. વિષયાધીન જીવો વિષયભોગમાં મસ્ત બનીને ભાવિ અપાયોનો વિચાર કરી શકતા નથી. પરિણામે નરકાદિ દુર્ગતિઓના કારમાં દુઃખોના ભોગ બને છે. એ જીવોને વિષયોથી વારવા કરુણાનિધિ જિનેશ્વર દેવો તેમજ તેમના અનુયાયી મહાપુરુષો રોણીયાની જેમ વારંવાર “જાગતા રહેજો” ની બૂમ પાડ્યા જ કરે છે. ધર્મ જેને અસ્થિમજ્જા બન્યો હોય તે વ્યક્તિ કોઈ એકાદ ધર્મ કરનાર વ્યક્તિના દુર્ગુણો જોઈ સમગ્ર ધર્મ-ધર્મને કલંક ન આપે. શ્રેણિક મહારાજાનો દાખલો આ બાબતનો આપી એ વિષય સુંદર રીતે સમજાવ્યો છે. સંસારથી બચવા માટે સુરક્ષિત સ્થળ સાધુપણું છે અને એ વાત રજૂ કર્યા બાદ અંતમાં કયા મા-બાપની આજ્ઞા મનાય - ન મનાય ? એ વિષયને વિસ્તારથી ખોલ્યો છે. મરુદેવા માતા, પુંડરિક - કંડરિકના દૃષ્ટાંતોનો સમ્યફ ઉપયોગ કર્યો છે.
મુવાક્યાત • ભવિષ્યનો વિચાર કર્યા વિના જ પ્રવૃત્તિ કરવી એ તો મૂખનું કામ છે, શાણાનું નહિ, • જેમ આહાર વધે તેમ પ્રમાદ વધે, ઇચ્છાઓ વધે, દુઃખ વધે. આહાર પરિમિત હોય, રસ વિનાનો
અને શુષ્ક હોય તો ઇચ્છાઓ ઘટે. તમને ખોટી જગ્યાએ ઘસડી જાય એવાની મૈત્રી શા માટે ? તમારી પાછળ ખેંચાઈને સારા
સ્થાનમાં આવે એવા મિત્ર બનાવો. • સિદ્ધાંતની રચના તો નબળાને સબળા બનાવવા, પાપીને પુણ્યવાન બનાવવા, અધર્મીને ધર્મ
બનાવવા માટે છે. • તારે છે કે જે તરવાના માર્ગમાં સ્થિર રહે. • પાપોદયે ધમ પણ અધર્મ કરે તો ડાહ્યો માણસ તેથી સિદ્ધાંત પર પ્રહાર ન કરે. • સાચો ગુણ, સાચો ધર્મ હાથમાં આવે એટલે એક પદની આરાધનામાં બધાની આરાધના થાય છે.
વ્યક્તિ પૂજાની આ શાસનમાં ના પાડી છે. વ્યક્તિનો પૂજારી તો ભગવાનને પણ ભૂલે. ગુણને લઈને વ્યક્તિની પૂજા થાય તો એમાં વાંધો નથી. • હાથ ક્યાં જોડાય ? ઔચિત્ય હોય, ધર્મપ્રાપ્તિ એમનાથી દેખાય, આત્મકલ્યાણ દેખાય ત્યાં.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org