________________
૧૬૦
–
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭
-------
સભા : એ અવિનય ન કહેવાય ?
એવા અવિનયની શાસ્ત્ર છૂટ આપી છે, એમ તમારે કહેવાનું. તમારો અમારો સંબંધ દઢ શાથી?
તમે સાધુનો વિનય શા માટે કરો છો ? ભગવાન મહાવીરદેવની આજ્ઞા તમારાથી વધુ નથી પળાતી અને તમારા કરતાં સાધુ કાંઈક અંશે વધારે પાળે છે માટે તમે એમનો વિનય કરો છો. પણ વિપરીત જણાય તો વિનય કરવાની, હાથ જોડવાની શાસ્ત્ર ના પાડી. હાથ કયાં જોડાય ? ઔચિત્ય હોય, ધર્મપ્રાપ્તિ એમનાથી દેખાય, આત્મકલ્યાણ દેખાય ત્યાં. તમારું તથા અમારું અંતર ભગવાન મહાવીરદેવ તરફ જ ઢળેલું હોય, અને એથી જ તમારો અમારો સંબંધ દૃઢ હોય, એ વાત નિશ્ચિત સમજવી. આજ્ઞા કયા માબાપની મનાય ?
અનાદિ ભવના અભ્યાસથી વિષયાધીને વિષયમાં સુખ માની ભવિષ્યના પરિણામનો વિચાર કરતા નથી. માટે જ્ઞાની કહે છે કે “સંસાર દુઃખરૂપ છે' એવો જાપ એમની પાસે જપાવો. સંસાર એકાંતે દુઃખરૂપ નહિ લાગે ત્યાં સુધી શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા નહિ રુચે. રાગદ્વેષ સર્વથા જીતનાર તે શ્રી જિનેશ્વર દેવ. ક્રોધ, માન, માયા, લોભ જેમના નાશ પામ્યા છે, જેમની લેવડદેવડ સંસાર સાથે નથી તે શ્રી જિનેશ્વર દેવ.પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાએ કહ્યું કે
“શ્રી જિન ને જિનમત વિના, જૂઠ સકળ એ બુદ્ધિ રે, આ સમ્યક્ત્વની મનઃશુદ્ધિ છે. સકળમાં માબાપ પણ આવે ને ? શ્રી જિન, જિનમત, જિને કહેલા અનુષ્ઠાનો સિવાય બધું જુઠું, તો હવે એની વિરુદ્ધ જે જાય તેની સાથે મેળ મળે ? કે એનાથી અલગ થવું પડે ? લૂંટારા પીઠમાં છરી ક્યારે ખોસી દે તે કહેવાય નહિ. હવે માબાપની આજ્ઞા કઈ માનવી તે સમજાવવું પડશે ? આગળની વાત તો દૂર રહી, સાદી ભાષામાં પણ મહાપુરુષોએ સ્પષ્ટ સમજાવ્યું છે. ભગવાનની આજ્ઞાને અનુસરનાર માબાપની આજ્ઞા મનાય. જૈનકુળનું નાનું બાળક પણ બોલે કે જે બાપ ભગવાનને ન માને તેને અમે ન માનીએ. ભગવાનને ન માનનાર બાપને ન માનવો એ ગુણ કે ગુનો ? આપણે જેને તારક માનીએ તેની આજ્ઞા ન માને એને માનવાનું કારણ શું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org