________________
૧૩૮
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭
-
1845
ધંધા આ સંસારમાં સર્વ જીવોના ચાલુ જ છે. જેમ માછલાંઓ એકબીજાને ખાય છે, તેમ ઊડતાં પક્ષીઓમાં પણ મોટું નાનાને પકડે છે. માંસાહારી મનુષ્યો પશુપક્ષીઓને મારીને ખાય છે. સંસારમાં પ્રાણીઓ સુખી દેખાતાં નથી. શાથી? કર્મોદયે. જે જીવોનો ઘાત થાય છે તેના કર્મનો ઉદય છે. ઘાત કરવાની તૈયારી કરે છે તેની અશુભ ભાવના છે. એનો અશુભોદય પાપના માર્ગે જવા પૂરતો છે. જે ઘા સહે છે તે અશુભોદયને ભોગવે છે. દુષ્ટ વાસનામાં પડેલા જીવો બીજાને તકલીફ આપી પોતાની જાતને તકલીફમાં મૂકે છે. અનાદિ કાળથી જીવોની આ કાર્યવાહી ચાલુ છે અને અનંતકાળ સુધી ચાલુ રહેવાની છે. એ કદી મટવાની નથી. તમારે એમાંથી બચવું હોય તો બચો. એ સમજાવવા જ્ઞાનીઓની આ મહેનત છે. જ્ઞાની આ રીતે સંસારનું સ્વરુપ કહે તેથી દુનિયા બધી આ કાર્યવાહીથી અટકી જાય તેમ નથી. તીર્થકર દેવોએ કોઈને દુઃખી ન જ થવા દેવાનો ઇજારો નથી રાખ્યો. એ કહે છે કે બચવું હોય તો કર્મના ઉદય વખતે સાવધ થાઓ. ઉદયને આધીન ન થાઓ. આધીન થનાર ગબડે, સ્વાધીન રહેનાર બચે. વારંવાર દુઃખની વાત કેમ ? ત્રીજા સૂત્રની શરૂઆત કરતાં પણ સૂત્રકાર મહર્ષિ કહે છે કે,
बहुदुक्खा हु जन्तवो सत्ता कामेसु माणवा अबलेण वहं गच्छंति सरीरेणं पभंगुरेण ભાવાર્થ (આ સંસારમાં) પ્રાણીઓ નિશ્ચયથી ઘણા દુઃખી છે.
મનુષ્યો કામભોગમાં આસક્ત છે. તે ક્ષણભંગુર (નશ્વર)
એવા શરીરને કારણે (જીવોનો) વધ કરે છે. बहूनि दुःखानि कर्मविपाकापादितानि येषां जन्तूनां ते तथा, हुर्यस्मादेव तस्मात्तत्राप्रमादवता भाव्यम् ।
किमित्येवं भूयो भूयोऽपदिश्यत इत्यत आह
यस्मादनादिभवाभ्यासेनागणितोत्तरपरिणामाः 'सक्ता' गृद्धाः 'कामेषु' इच्छामदनरूपेषु 'मानवा' पुरुषा इत्यतो न पुनरुक्तदोषानुषङ्गः ।
જે કારણથી પ્રાણીઓને કર્મના વિપાકથી પ્રાપ્ત થયેલા અનેક દુઃખો હોય છે તે કારણથી અપ્રમાદી બની કોઈ પણ જીવોની હિંસા ન કરવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org