________________
સેવા કરવાની પણ કોની ? ૧૨૫
વિષયાધીન જીવોને વિષયવાસનાને લઈને દુઃખ નથી દેખાતાં. બંગલા મોટ મેળવવાની ભાવનામાં અનેકની ગુલામી કરતાં આંચકો આવતો નથી. ત્યાં સ્વતંત્રતા હણાતી નથી. પણ સાધુની વાત આવે ત્યાં કહે કે ‘અમે એ ન માનીએ.' અમે ગુલામ નથી કે ત્યાં માથાં નમાવીએ. પણ એ મોટર અને બંગલાના જાપે બધું ભુલાવ્યું. અનેકની ગુલામી કરે, અનેકને સલામો ભરે અને અનેકના ધપ્પા પણ ખાય, છતાં દુઃખ ન માને.
- તો લોકો ધર્મ તો માગતા આવે :
‘સંસારમાં બહુ દુઃખ છે’-એ જ્ઞાનીની વાત બરાબર ઠસી જાય તો લોકો ધર્મ તો માગતા આવે. નિયમો લો, સાધુપણું લો, એવું અમારે કહેવું ન પડે. તમે સંયમ કેમ નથી લેતા ? સાધુ બરાબર સમજાવતા નથી માટે ? ના, કોઈ પૂછે તો કહેજો કે જ્ઞાનીએ સંસારને જે રીતે દુ:ખમય કહ્યો છે, તે રીતે હૃદયમાં હજી ઊતર્યો નથી માટે. અત્યારે તો જેવી હાલત અશ્રદ્ધાળુઓની છે તેવી જ હાલત લગભગ વિષયાધીન શ્રદ્ધાળુઓની છે. શ્રદ્ધાળુ છે ઊંચા પણ સ્થિતિ લગભગ એવી છે. અશ્રદ્ધાળુ તો જાણતો નથી, જાણવાની બુદ્ધિ નથી માટે એવો છે, પણ શ્રદ્ધાળુ તો વિષયાસક્તિને લઈને એ દશાને ભોગવે છે. અશ્રદ્ધાળુ તો શાસ્ત્રને માનતો જ નથી પણ શ્રદ્ધાળુ તો માને છે ખરો, છતાં શાસ્ત્રની એટલી વાત એણે યાદ રાખી કે સંયમ ખાંડાની ધાર જેવું, લોઢાના ચણા ચાવવા જેવું અને રેતીના કોળિયા કરવા જેવું છે. ખાંડાની ધાર પર ચાલવું સારું, લોઢાના ચણા ચાવવા સારા, રેતીના કોળિયા ક૨વા સારા પણ સંયમને તો હાથ જોડીએ. સંસારમાં પણ એવાં દુઃખ તો આવે છે :
1851
e
આમ કહેનારને મારે પૂછવું છે કે સંયમમાં બહુ બહુ તો દુ:ખ કેટલું ? ભગવાન મહાવીરદેવ જેવા ઉપસર્ગ તો હાલ નથી આવતા ને ? એમના કાનમાંથી ખીલા ખેંચાયા એ ભયંકર ઉપસર્ગ. આવો ઉપસર્ગ અત્યારે નથી આવતો, છતાં માનો કે આવે તો એ જ દુઃખ ને ?
Jain Education International
૧૪૩
સભા : સંસારમાં પણ એવાં દુ:ખ તો આવે છે.
- તો પણ સંસારને તલવારની ધાર માની કદી હાથ જોડ્યા ? ભગવાનને કાનમાંથી ખીલા ખેંચાયા એ દુઃખ, પણ પહેલી નારકીના પહેલા પાટડામાં જઘન્ય આયુષ્યવાળા નારકીના જીવના દુઃખથી એ દુ:ખ અનંતમાં ભાગે છે. નાકીમાં કોણ જાય ? બહુ આરંભી, બહુ પરિગ્રહી, માંસાહારી, પંચેંદ્રિય
For Private & Personal Use Only
www.jainelibrary.org