________________
૧૪૭ --
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭
- 18ા
વસ્તુ ઊંચી તેમ પ્રતિબંધ વધારે ?
બધું છોડીને આવ્યા છતાં શાસ્ત્રકારોએ અમારા પર બહુ અંકુશ મૂક્યા છે. જેમ વસ્તુ ઊંચી તેમ પ્રતિબંધ વધારે. કોઈ કહે કે ધર્મમાં વાડા શા? તો એવાની વાત સાંભળતા નહિ. ધર્મમાં ક્ષુદ્રતા ન હોય એ સાચું. ઉદારતા એ ગુણ છે, ઉડાઉપણું એ દુર્ગુણ છે. ઉદાર ગુણવાનમાં ખપે, ઉડાઉ તો ભીખ માગે. દુનિયામાં ગૃહસ્થ પ્રસંગે લાખો ખર્ચ. વગર પ્રસંગે પાઈ ન ખ. હજારોની સખાવત કરનારો હિસાબમાં આઠ આનાનો ફરક ન ચલાવે. નોકર પણ સમજે કે શેઠ પૂછ્યા વિના નહિ રહે. ઉદારતા પૂરી જોઈએ. કોઈ આવેલો ખાલી પાછો ન જાય. પણ એવા ભોળા ન થવાય કે ત્યાં લૂંટારા પણ ઘૂસી જાય. અધર્મીને ધર્મી બનાવાય, અયોગ્યને યોગ્ય બનાવાય પણ ઉઠાઉગીર આવીને ઉઠાવી ન જાય તેની કાળજી તો રાખવી જોઈએ. આપણી ઉદારતાથી ઉઠાઉગીર ફાવે છે. આપણી શાંતિમાં શેતાનો કામ કરી જાય છે. સમતા એટલે આ પણ ઠીક અને તે પણ ઠીક, એવું નથી.
સભા: આ વિચારોવાળાના નામોનું લિસ્ટ બનાવવું જરૂરી છે.
આજે તો પોતાના અને પારકાને ઓળખવાની ભાંજગડ મોટી છે. ઘરના કોણ, અને બહારના કોણ એ ન જણાય ત્યાં હાલત શી થાય ? નામો નોંધાવ્યા પછી એ નામ નોંધાવનારનો પણ પત્તો ન લાગે એવી હાલત છે. ઘેર પ્રસંગ આવે ત્યારે રસોડાની ચાવી અમુકને, અમુક કામ અમુકને એમ બધું નક્કી કરાય છે, પરંતુ તેમાંય બધું સોંપાય તો જે પોતાના હોય તેને જ. દુનિયાની નાનીશી કાર્યવાહીમાં પણ બધું આટલું ચોક્કસ કરાય છે, તો અહીં પણ હવે પોતાના કોણ એ નિશ્ચિત કર્યા વિના છૂટકો નથી. પાપને સારું માને તેને અહીં સ્થાન નથી :
પૂર્વે નામધારી જૈનોને પણ જૈનત્વની દાઝ હતી, ભગવાન મહાવીરદેવની આજ્ઞા તરફ વફાદારી હતી, એમાં બહુ મહેનત નહોતી કરવી પડતી. રામાયણમાં આવે છે કે સાતેય વ્યસનમાં પૂરા, બધા પાપ સેવનારને કામ પડે તો જૈનશાસનમાં નિભાવાય, કેમ કે એ બિચારા વિષયાસક્ત છે પણ પાપને સારું નથી માનતા. પાપને સારું માને તેને અહીં સ્થાન નથી. પહેલાં તો પાણીમાં જીવ છે એમ કહો તો તરત કબૂલ કરે. આજે કોઈ પાણી ઢોળતો હોય ને કહો તો કહેશે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org