________________
૯ સેવા કરવાની પણ કોની ? - ૧૨૫
તો તન-મન-ધન એ ત્રણે ખરચવાં જોઈએ. ત્રણે અપાય તો ઉત્તમ પણ એક પણ ન આપે તેને શાસનસેવક કેમ મનાય ? કૂચકદમ હવે ચાલુ થઈ જવી જોઈએ. ‘પછી જોઈશું’ એમ ન રખાય. પછી શું જોશો ? આગ લાગ્યા પછી કૂવો ખોદવા બેસશો એ ડહાપણ નહિ કહેવાય. જેમ જેમ શાંતિ ધારણ કરી, જેમ જેમ પ્રવૃત્તિ મંદ પાડી તેમ તેમ સામું જોર વધ્યું. દસ વરસ પહેલાં પણ આવી ચેતવણી અપાતી હતી, ધ્યાન ન અપાયું તો આ પરિણામ આવ્યું. સુંદર આંગળીને પણ સર્પદંશ થાય તો તરત ચપ્પુ લઈને આંગળી કાપવી પડે. મારી આંગળી કેમ કપાય ! એમ વિચાર કરવા ૨હે તે મરે.
1853
સભા : ત્યાં તો નાકે કરડે તો નાક પણ કાપવું પડે.
હવે સમજ્યા. એ ન કાપો તો આખા શરીરમાં ઝેર વ્યાપે. પછી તો ગારુડી આવે અને ઝેર ઉતારે ત્યારે બચે. સડો પેસે કે તરત કાપવો જોઈએ. ધર્મના નાશ વખતે ધર્મીએ બચાવ માટે સઘળા પ્રયત્ન કરવા જોઈએ.
૧૪૫
કીમતી વસ્તુના રક્ષણ માટે વાડ-વાડા જોઈએ :
પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજા કહે છે કે સમ્યક્ત્વ એ તો સમસ્ત ગુણોનું નિધાન છે. એ નહિ સચવાય તો મૂળ ગુણો અને ઉત્તર ગુણોના ચોટ્ટાઓ ચારે ત૨ફ ફરે છે. એક ગુણને પણ એ નહિ ટકવા દે માટે નાશ થાય તે પહેલાં ચેતો. એવા સાવધ બનો કે તમારા કિલ્લામાં કોઈ પ્રવેશી જ ન શકે. લોક ભલે એને વાડો કહે. સિંહ પણ પોતાના વસવાટ માટે ગુફા રાખે છે. એમાં કાંઈ શરમ નથી. મેદાનમાં તો પ્રસંગે જવાય. કિલ્લા વગરની રાજધાની કોઈ રાજાએ વસાવી સાંભળી ? પોતે બલે બળવાન હોય પણ પેલો ઊંઘતાં ઝડપે તો ? કિલ્લામાં મહેલ ફરતે પણ પાછું કમ્પાઉન્ડ હોય. ફ૨તા ચારે તરફ ઊઘાડી તલવારવાળા પહેરગીરો હોય એવા મહેલમાં એ સૂએ છે. બળવાન પણ ઊંઘમાં હોય ને કોઈ ઘુસે તો ?માટે ચોકસાઈ પૂરી રાખે. કોઈ કહે કે સા૨ી ચીજને વળી કિલ્લા શા ? હું કહું છું કે સારી ચીજો માટે જ કિલ્લા જોઈએ. ફેંકી દેવા જેવી ચીજો કિલ્લામાં રાખવાની જરુર નથી. ધર્મ સારો અને કીમતી માનતા હો તો એની ફરતે વાડ, કિલ્લો બધું જોઈએ. ફેંકી દેવા જેવી ચીજો કિલ્લામાં રાખવાની જરુર નથી. ધર્મ સારો અને કીમતી માનતા હો તો એની ફરતે વાડ, કિલ્લો બધું જોઈએ. ધર્મ સારો છે તો એને શી આંચ આવવાની છે ? એમ માની એનું રક્ષણ ન કરે તે લુંટાય. માટે ધર્મના રક્ષણ માટે એની ફરતે કિલ્લો-વાડ બધું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org