________________
1920 – ૭ઃ પાપને પાપ માને તે જ જૈનશાસનમાં - ૧૨૩ – ૧૨૧ શાસન સ્થાપનાનો હેતુ :
પ્રભુના શાસનની સ્થાપનાનો હેતુ જગતના જીવોને વિવેકચક્ષુ આપી મિથ્યાત્વાદિ અંધકારમાંથી બહાર કાઢવાનો છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને અશુભ યોગો ઘટાડવાનો હેતુ છે. જો એ વધે તો એ દોષ પ્રભુના માર્ગનો નથી પરંતુ આત્માની અવળચંડાઈનો છે. તમારે બહાર જઈને કહેવાનું એ કે, “અમે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગમાં ફસાયેલા છીએ. એમાંથી નીકળવા શ્રી જિનેશ્વર દેવે શાસન સ્થાપ્યું છે. એમના પ્રતિનિધિ સાધુને ઓઘો આપીને અમારી રક્ષા કરવા એમણે મોકલ્યા છે. એ સાધુઓને દુનિયાની કાર્યવાહીમાં જોડીને શ્રાવકપણાના કપાળ પર મશીનું તિલક અમારે કરવું નથી.”
આવું બહાર, ઘરમાં, બજારમાં, કુટુંબમાં બધે બોલો તો તરત નિખાર થાય. કેમકે, શ્રી જિનેશ્વર દેવને ઓળખ્યા. સાધુને ઓળખ્યા, માર્ગ સમજ્યા, કર્તવ્ય જાણ્યું. આ થાય તો પરિણામ થોડા દિવસમાં જરૂર આવે. હવે ટીકાકાર ધૂનનનો પ્રયત્ન કરવાના છે, તે વિષે હવે પછી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org