________________
17 –– ૭ : પાપને પાપ માને તે જ જૈનશાસનમાં – ૧૨૩ – ૧૧૯ ફરે નહિ. માલમાં એવી ફેરફારી કરી નાંખે કે પોલીસ આવે તોય મુદ્દો હાથ ન આવવા દે. શાહુકાર તો ચોરીનો માલ રાખતો જ નથી. પચાસનો માલ પાંચમાં મળતો હોય તો એ સમજી જાય કે એમ શું કામ આપે ? કાઢી નાખવાનો હોય તો પણ બજારમાં લીલામ કરે પણ મારે ત્યાં શું કામ આવે ? ચોરીનો માલ લેનાર પણ ચોરનો સાથી ગણાય છે. એ જ રીતે છ-કાયની વિરાધનાનું કહેનાર મુનિ પણ વિરાધના કરનારના સાથી ખરા ને ? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ શા માટે જોવાના ?
તાલીમબાજ વેપારી આજે હોંશિયાર મનાય છે. તાલીમબાજ એટલે જૂઠું બોલે પણ ખબર પડવા ન દે. પાંચના પચીસ કરે પણ ગ્રાહકને વ્યાજબી જ લાગે. ભારતીયમાં પણ કમીના ન રાખે અને એટલી ચાલાકી કર્યા પછી મૂછે હાથ દઈને કહે કે “વેપાર આમ થાય !” એવાને સાધુ પણ કાંઈ સમજાવવા જાય તો સાધુને કહે કે : “મહારાજ ! જમાનો જુઓ ! દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને ઓળખો.” શાસ્ત્રકારે જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, સર્વસ્તુના પ્રચાર માટે નિયત કર્યા છે, તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આજે ધર્મના નાશ માટે યોજાય છે. માર્ગમાં સ્થાન કોને ?
વેપારી ભલે ગ્રાહકની બધી ચેષ્ટા જુએ. પણ તેમાં ખાસ મુદ્દો એ હોય કે એના ખીસામાં પૈસા છે કે નહિ ! ઘરાક કાણો છે કે કુબડો છે તે સામે એ જોતો નથી. આજનો વેપાર વેપાર નથી અને આજના વેપારી વેપારી નથી, એમ એક આજનો બહુ શાણો વેપારી કહે છે. અપવાદ તેમાં હોય. શ્રી જિનેશ્વર દેવનો માર્ગ તો એવો ઉત્તમ છે કે ન પૂછો વાત. અનીતિખોરને પણ સ્થાન આપવા એ તૈયાર છે. પણ અનીતિમાન નીતિવાનમાં ખપવા માગે એને અહીં સ્થાન નથી. આરંભ સમારંભ સેવે એને સ્થાન છે, પણ સેવવા યોગ્ય માને એને સ્થાન નથી. અનાદિકાળથી પાપનો અભ્યાસ છે તે એકદમ જાય નહિ એમ જ્ઞાની પણ માને છે. પણ પાપને પાપ માનનાર માટે સ્થાન છે. પાપને પાપ માનશે તે ઊંચો આવશે એમ જ્ઞાની કહે છે. શાસ્ત્ર કહ્યું કે, પોતાની પાસે આવનારમાં દોષ ન પણ હોય. પરંતુ, દોષની સંભાવના પણ હોય તો દોષ આવવાની કલ્પના કરીને પણ ચેતવણી આપવી. ઘણાં વિદ્યાર્થી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org