________________
૧૨૮
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો
નહિ, અને હશે તે પણ નાશ પામશે. નિર્વિવેકી બધા અભવી કે દુર્ભવી છે એમ ન કહી શકાય. મોહના તીવ્ર ઉદયથી પણ વિવેકવિકલતા આવે. મોહનો તીવ્ર ઉદય ખસે કે વિવેક જાગ્રત થાય. ગોશાળાનો અવિવેક ગયો કે એ તે જ ભવમાં પામી ગયો. તીર્થંકરદેવ પાસે રહેવા છતાં તીર્થંકર દેવને જ કનડે એના જેવો બીજો અવિવેક કર્યો ? અમુક કર્મનો ઉદય કાયમ જ રહે એમ માનવાને કા૨ણ નથી. મનુષ્યલોક તેમાં આર્યદેશ, આર્યકુળ, આર્યજાતિ, તેમાંય શ્રાવકકુળ અને તેમાં પણ શ્રી જિનેશ્વરદેવના ધર્મના સંસ્કાર હોય ત્યાં તો વિવેક સહજ હોય. એ વિવેકીને શિખામણના શબ્દો કડવા ન લાગે માટે જ પંડિત શ્રી વીરવિજયજી મહારાજાએ કહ્યું કે -
-
૭
66
“રીસ કરે દેતાં શિખામણ, તસ ભાગ્યદશા પરવારી જી”
બીજાને કદાચ રીસ ચડે પણ વિવેકીને ન ચડે. હું તો કહું છું કે તમને રીસ ચડે તો પણ સારું પણ એય ચડતી નથી. બાપ ઠપકો આપે ને છોકરાને રીસ ચડે ને એ કામ ફરી ન કરે, તો એવી રીસ ખોટી નથી. સાચી રીસ તે કે જે કામ માટે સાંભળવું પડે તે કામ ફરી કરે જ નહિ. આજે તો આવી રીસ પણ ક્યાં છે ? આજ તો કહે કે અમને કહે જ કેમ ? એ રીસ નહિ પણ ગુસ્સો છે. તમારી રીસ, તમારો ગુસ્સો એ બધું જુદું. જ્યાં અવિવેકનું સામ્રાજ્ય ત્યાં સુખનો છાંટો પણ નહિ. અવિવેક જ સંસારમાં રખડાવનાર છે. વિવેક વિનાના આંધળા ઘણા ભયંકર છે. ચક્ષુ વિનાના આંધળા તો કોઈના ટેકા વિના ન ચાલે. વિવેક વિનાના આંધળા તો અંધકારને પ્રકાશ માની આગળ ને આગળ દોડ્યા જાય. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગની એ ચિંતા ન કરે. એને અવિરતિમાં બહુ લહેજત આવે.
Jain Education International
1838
આજે અમુક ચીજોનો ઉપભોગ નથી થવાનો છતાં એની પ્રતિજ્ઞા ન કરે. કહે છે કે, નિયમ કરીએ ને ભાંગે તો ? મરવાનું નિશ્ચિત છતાં જન્મ્યા ખરા ને ? જવાનું નિશ્ચિત છતાં મેળવો ખરા ને ?
નિસરણી શા માટે છે ?
‘નિયમ ભાંગે તો !' એવી શંકાથી નિયમ ન લે એ કઈ દશા ? લક્ષ્મી જવાની છતાં કેમ લો છો ? નિયમ ભાંગે એ શંકા છતાં ન લે અને લક્ષ્મી જવાની નિશ્ચિત છતાં એ લે. લક્ષ્મી રોવરાવવાની નક્કી તોય લે. ધર્મના નિયમ માટે
For Private & Personal Use Only
www.jainelibrary.org