________________
18૩૭
– – ૮ – પડવાનો ભય, છતાં ચડવું અનિવાર્ય - ૧૨૪ ––
૧૩૧
ફસાવ્યો ક્યારે કહેવાય?
સભા: એ તો ફસાવ્યો કહેવાય.
ધર્મ એ ખરાબ પરિણામવાળી ચીજ હોત તો જરુર એમ કહેવાત. દુશ્મન મહેમાનગતિ કરવાના બહાને ઘરમાં લઈ જઈ ખાડામાં ઉતારે તો ફસાવ્યો એમ કહેવાય. બાળકના હાથમાં પતાસું આવે, મીઠું લાગે પછી એ મૂકે ? નાના બાળકને ‘ભણ્યા વિના ન ચાલે' એમ સમજાવવા ન બેસાય. એ તો સામું કહે કે રમ્યા વિના ન ચાલે.' બાળકને તો કહેવાય કે આ પતાસું લે અને ભણવા જા, નહિ જાય તો માર ખાવો પડશે. એ બાળક ત્યારે પરાણે ભણવા જાય પણ થોડા દિવસ પછી એ એવો બને કે ટાઇમસર જાય, જરા મોડું થાય તો એને ન પાલવે. પછી એને સમજાવાય કે ભણવાથી તો બહુ લાભ. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર :
કઠિન ચીજો એક વાર તો હાથમાં મૂકવી જ પડે, પછી એની કઠિનતા બતાવાય. પહેલાં જ કઠિનતા બતાવવા જાય તો પેલો લેતાં જ અટકે. તોડવાની બુદ્ધિથી નિયમ લે અને તોડે, એ તો પ્રપંચી અને મહાપાપી છે, પણ નિયમ લેતી વખતે ઉત્તમ ભાવના હોય, સાચવવાની કાળજી હોય છતાં ખસી જવાય, તેને શાસ્ત્રકાર મહાપાપી નથી કહેતાં. તદ્દન નિયમ નહિ લેનારમાં તો અવિરતિનું મહાપાપ બેઠેલું જ છે. છોડેલી વસ્તુ ભોગવવાની ઇચ્છા માત્રથી શાસ્ત્ર નિયમભંગ નથી કહેતું. જે વસ્તુ ખાવાનો નિષેધ કર્યો, તે ખાવાની ઇચ્છા એ અતિક્રમ, એ ચીજ લેવા જાય તે વ્યતિક્રમ, હાથમાં લે ને મોંમાં મૂકવા જાય ત્યાં સુધી અતિચાર, મોંમાં નાંખતાં ત્રાસ છૂટે અને ઘૂંકી નાંખે તો પણ અતિચાર અને આનંદથી ખાય તો અનાચાર અને ત્યાં વ્રતનો ભંગ. વિવેક વિના સર્વ આવતું નથી :
શાસ્ત્રકારો જાણતા હતા કે વિચાર માત્રથી નિયમભંગ થાય તો નિયમ પાળે કોણ ? વસ્તુ છોડવાનો જેમ જેમ અભ્યાસ થશે તેમ તેમ વિચારો બંધ થશે. વિચાર કાંઈ એમ ને એમ રોકાવાના છે ? જૈનશાસનનાં પ્રાયશ્ચિત્ત જુદાં, વિધિ જુદી, અતિચાર જુદા - એ બધું લોકોત્તર છે. બધા એકદમ નિયમ પાળે એમ જ્ઞાની નથી માનતા. શ્રીમંતાઈ ગયા પછી પણ માણસ ગર્ભશ્રીમંત કહેવાય છે. એ ખાનદાન રહ્યો હોય તો શ્રીમંતાઈના અભાવમાં પણ લોક એને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org