________________
૧૨૦
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો -૭ – – રમતીયાળ નથી હોતા તો પણ “રમત એ અભ્યાસમાં વિઘ્નરૂપ છે' એમ બધા વિદ્યાર્થીને શિક્ષક કહે છે. ઘાતક વસ્તુના ત્યાગમાં પ્રતિજ્ઞા ન ભાંગે :
સ્થૂલિભદ્રજી વેશ્યાગામી હતા ત્યારે એમની કિંમત ન હતી. રાજાની આજ્ઞાથી શ્રીયક બોલાવવા આવ્યો ત્યારે જતા ન હતા પણ વેશ્યાએ મોકલ્યા કે, “રાજા બોલાવે તે ન જઈએ તે ઠીક નહીં; પણ પાછા આવવાનો કોલ લઈને મોકલ્યા. રાજસભામાં આવ્યા ત્યારે રાજાએ મંત્રી મુદ્રા આપી. પોતે સમજી ગયા કે, આ મુદ્રાથી જ પિતાનો જાન ગયો છે. વિચાર કરવાનું કહીને પોતે બગીચામાં ગયા. વિચાર્યું કે, જે મંત્રી મુદ્રાએ પિતાને વગર વાંકે મૃત્યુની શયામાં સૂવાડ્યા તે મુદ્રા મારે શું કામ લેવી ? એવી મુદ્રા જ ન લઉં કે જેથી આત્માનો નિસ્વાર થાય !
વેશ્યાને કોલ આપ્યો હતો એ કોલનું શું? વેશ્યા પણ કેવી ? સ્થૂલિભદ્રની ગેરહાજરીમાં રડી રડીને દુઃખી થઈ જનારી ! અહિંસક બનનાર માટે કોઈ રુએ એ એને પાલવે ? વેશ્યા રુએ એનું શું ? રત્નકંબલની દશીનું રજોહરણ બનાવી લોચ કરી ત્યાં જ સાધુ વેષ લીધો. રાજસભામાં આવ્યા અને રાજાને ધર્મલાભ” આપીને કહ્યું કે, “આ વિચાર્યું.” રાજાને વિશ્વાસ નથી બેસતો. મંત્રી મુદ્રા ન લેવા માટે આ પ્રપંચ તો નહીં કર્યો હોય ? એમ થાય છે. તપાસ કરવા પાછળ સેવક મોકલ્યા તો ખાતરી થઈ કે આ તો વેશ્યાના ઘરનો માર્ગ મૂકી બીજે જ ચાલ્યા. શ્રી સંભૂતિવિજયજી મહારાજા ચૌદ પૂર્વધર હતા ને ? વેશ્યા ચોધાર આંસુએ રોવાની, એવી એમને ખબર હતી ને ? રોવાની, એટલે આર્તધ્યાન કરવાની, એ પણ જાણતા હતા ને ? છતાં દીક્ષા આપી ને ? કોલ ભાંગ્યો, પ્રતિજ્ઞા તૂટી, વિશ્વાસઘાત થયો, એનું શું ? અહીં પ્રતિજ્ઞાના અને કોલના મર્મને સમજો. કારણસર ગળે બાંધેલી શીલા નદીમાં ઊતરતાં પણ ન છોડે એ ડાહ્યો કે મૂર્ખ ? જે સમયે આત્માના ઉદયની તૈયારી હોય
ત્યાં ઘાતક વસ્તુ ફેંકી દેવાય. તમને આ નહિ સમજાય. તમે તો ધાર્મિક નિયમમાં પણ પોલ રાખો ને ? સાજે માંદે, છૂટ, ગામ પરગામ છૂટ, અનુકૂળ વસ્તુ આવે ત્યાં પગ તૂટવા માંડે, માથું ભમવા માંડે અને છૂટ લઈ લો, એવા તમારા નિયમ ! જ્યાં પોલ નહિ ઘાલવાની ત્યાં ઘાલો, એવી તમારી પ્રતિજ્ઞા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org