________________
૧૧૨ - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ - - - 10 જેને પોતાના આત્માની સાચી દયા નથી એ પરની સાચી દયા કરી શકતો નથી. વાસ્તવિક સ્વ-પર દયા બતાવનાર જૈન દર્શન છે.
ભૂખ લાગે ત્યારે કયો વિચાર આવે તો આત્માની દયા કહેવાય ? ગરમી લાગે ત્યારે કઈ રીતે રહેવાય તો આત્માની દયા કહેવાય ? કોઈ પણ પદાર્થની તીવ્ર ઇચ્છા જાગે ત્યારે શું કરીએ તો આત્માની દયા કહેવાય ? આ બધું સમજવું પડશે. ભૂખ લાગે ત્યારે ખાવું, ગરમી લાગે કે તરત પંખા ચાલુ કરવા, જરા ચાલવાની જરૂર પડી ત્યાં મોટર તૈયાર, જ્યારે જે ઇચ્છા થઈ તેનો તરત અમલ, આથી આત્માને સુખ થયું ને ? આ બધી વાતને આત્માની દયા માનનારો આ દુનિયામાં બહુ મોટો વર્ગ પડ્યો છે. જગતની આ જ સ્થિતિ છે, પરંતુ જગત ક્યાં કૂચ કરે છે અને જૈન દર્શન શું કહે છે ? જૈન દર્શનને પામેલા આપણી કઈ દશા છે ? એ બધું જરા ઊંડા ઊતરીને વિચારવાની જરૂર છે. મોક્ષાર્થે ક્ષમા કેળવો !
જ્ઞાની કહે છે કે, આંખ વિનાના કરતા વિવેક વિનાના ભંડા. પેલા તો બીજાની આંગળી પણ પકડે પણ વિવેકહીન કોઈની આંગળી ન પકડે. આંગળી આપવા આવે તેનો તિરસ્કાર કરે, તેને ગાળ પણ દે, વિવેકહીનને વિવેકી બનાવી મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને અશુભ યોગના અંધકારથી બહાર કાઢવા અને સિદ્ધિપદે લઈ જવા માટે શ્રી જિનેશ્વર દેવોએ શાસનની સ્થાપના કરી છે. સ્વ-પરનો, સાચા-ખોટાનો, હિતકર-અહિતકરનો ભેદ પાડી શકાય તેનું નામ વિવેક. મિથ્યાત્વ ન ગયું હોય ત્યાં સુધી અવિરતિ છે જ અને કષાયો પણ છે.
ગ્રાહકની ગાળ વેપારી ખાઈ લે એ ક્ષમા નથી, ક્રોધનો અભાવ નથી પણ લોભનો તીવ્ર આવિર્ભાવ છે. ત્યાં ક્રોધ છૂપાઈને બેઠો છે. લોભની લાલસા પૂરી કરવા એણે ક્રોધને કાબૂમાં રાખ્યો છે. એ જાણે છે કે ગ્રાહક ઊઠી જાય તો ગલ્લો ખાલી રહે. ગલ્લો ભરવાનું એનું ધ્યેય છે. આ એક પ્રકારની દુર્દશા છે. આ દુર્દશામાંથી જનતાને ખસેડવી છે. ગુણના નામ પર મૂંઝાવાનો સમ્યગ્દષ્ટિ માટે નિષેધ છે. મોક્ષાર્થીને જેમ ગુણ કેળવવા પડે તેમ દુનિયાના સ્વાર્થીને પણ ગુણ કેળવવા પડે. ભિખારીને ટૂકડા રોટલા માટે કેટલી નમ્રતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org