________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭
શ્રી જિનદાસ શ્રેષ્ઠીનું દૃષ્ટાંત ગઈ કાલે કહ્યું. એને પાંચમા વ્રતમાં ચતુષ્પદ નહિ રાખવાનો નિયમ હતો, તો એ શ્રાવક ખરો કે નહિ ? પેલો ભરવાડ, જે તેમને ત્યાં દૂધ આપતો હતો તે ખુશ થઈને પોતાના બે બળદ તેમને ત્યાં પરાણે છાનોમાનો આવીને બાંધી ગયો. શેઠની ના છતાં ન માન્યો, તો શેઠે એ બળદો પાસે કામ ન લીધું પણ તેમને સાધર્મિક બનાવ્યા. સૂકું ઘાસ પૂંજીપ્રમાર્જીને ખાવા માટે આપતા અને પ્રાસુક (ઊકાળેલું) પાણી પાતા. આજે તો છોકરો પણ ઊકાળેલું પાણી પીવા માંડે તો બાપને ધ્રાસકો પડે કે, ‘નક્કી કોઈ સાધુની પક્કડમાં આવી ગયો. કાંઈક છૂપું રંધાતું લાગે છે.' આનું નામ શ્રાવકપણાની દુર્દશા છે.
૧૧૦
એક વાત ધ્યાનમાં રાખવાની છે કે, શ્રી જિનેશ્વર દેવની આજ્ઞા મિથ્યાત્વાદિને વધા૨વાની નથી પણ ઘટાડવાની છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગ (મન, વચન, કાયાના મરજી મુજબના સ્વચ્છંદ વ્યાપારો) ન તજે તે શાસનમાં રહી શકે છે, પણ શાસન છે એ બધાને તજાવવા માટે, એમાં કોઈ ફેરફાર નથી. એ શેઠે પેલાં વાછરડાંને સાધર્મિક બનાવ્યા. શેઠ ધાર્મિક પુસ્તક મોટેથી પેલાં વાછરડાં સાંભળે એમ વાંચતા. પર્વ તિથિએ શેઠ ઉપવાસ કરે તો વાછરડાં પણ ઉપવાસ કરતાં, ઘાસ નીચે તો પણ ખાતા નહિ. એ રીતે વાછરડાં શેઠના સાધર્મિક બની ગયા. આજે જૈન શાસન પામ્યા છતાં શ્રાવકથી પોતાના સંતાનોને પણ સાધર્મિક બનાવાતા નથી ત્યાં શું થાય ? આ પણ એક સમય આવ્યો છે ને ? ઉત્તમ ક૨ણી પોતાની સંતતિ કરે એમાં માબાપ રાજી કે ન કરે એમાં ૨ાજી ? તમારો અનુભવ કહો !
1818
આત્માના ઉદય માટેની વસ્તુ ન્યારી છે ઃ
માન્યું કે પોતાનો દીકરો વેપાર ધંધામાં પારંગત થયો, સંસાર વ્યવહારમાં હોંશિયાર બન્યો, પણ તેથી એના આત્માને લાભ શો થયો ? બ્રહ્મદત્ત અને સુભૂમ છ ખંડના માલિક છતાં સાતમી નરકે ગયા. ચક્રવર્તીની સાહ્યબી પણ સાતમી ન૨કે ખેંચી ગઈ, કેમકે એ વસ્તુ આત્માના ઉદય માટેની ન હતી. આત્માના ઉદય માટેની વસ્તુ ન્યારી છે. ભગવાને જે વસ્તુને જે સ્વરૂપે કહી છે તેને તે સ્વરૂપે સમજવી જોઈએ. પાપ કરનારો પ્રભુના શાસનની બહાર નથી નીકળી જતો એ વાત નક્કી, પરંતુ પાપને પાપ નહિ માનનારો પ્રભુશાસનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org