________________
૧૧૪
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ –
–
192
થયા ને ? માટે વેશ્યાગમન એ કાંઈ ખરાબ વસ્તુ નથી. જેના યોગે અને જેનો સહવાસ સેવ્યા છતાં સારી વસ્તુ પામ્યા તો તેને ખોટી કેમ કહેવાય ?' આ કેવો કુતર્ક છે? એમ તો જેટલાં સમ્યગ્દષ્ટિ તે બધાં પહેલા તો મિથ્યાદૃષ્ટિ જ હતા. સમ્યગ્દર્શનની ખાણ તો મિથ્યાદર્શન છે. સર્વવિરતિ તથા દેશવિરતિ એ બધા પહેલા અવિરતિ હતા. આ કારણે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદને સારા કહેવાય ? શ્રી સ્થૂલિભદ્રજી શ્રુતકેવલી ક્યારે બન્યા ? આત્માના ગુણો પામ્યા ત્યારે ને ? આત્માના ગુણોનું વર્ણન કર્યું તેને ગૌણ કરી જો બીજી વાતને મહત્તા આપે તો એ ધર્મકથા નહિ પણ પાપકથા છે. પાપકથાનું એ રૂપક બની જાય છે. હળ ફેરવવાથી શ્રાવક નથી બનાતું !
આણંદ-કામદેવ કાંઈ પાંચસો હળ હોવાને કારણે પ્રભુના શ્રાવક નથી બન્યા કે એકાવતારી નથી થયા. એ પ્રભુના શ્રાવક કેમ કહેવાયા ? એમણે મમત્વનો ત્યાગ કર્યો, પૌષધમાં દેવોના ઉપસર્ગથી ન ચળ્યા, ભયંકર આપત્તિમાં પણ ન મૂંઝાયા માટે એકાવતારી બન્યા અને એ માટે જ મહાપુરુષોએ એમનાં જીવન લખ્યાં આજે કહેવામાં આવે છે કે, “ભગવાનના શ્રાવકને જો આટલા હળ હોય તો આજના શ્રાવકોને રાખવામાં શો વાંધો ? આપણા શાસનમાં હળ ફેરવવાનું તો સનાતન કાળથી ચાલ્યું આવ્યું છે. એમણે પાંચસો ફેરવ્યા તોય વાંધો ન આવ્યો તો આપણે પાંચ ફેરવીએ એમાં વાંધો શો ?” પરંતુ જો પાંચસો હળ ફેરવવાથી શ્રાવક બનાતું હોત તો હું તમને પાંચ હજાર હળ ફેરવવાની આજ્ઞા કરું. જો બાર વર્ષ વેશ્યાને ત્યાં રહેવાથી જ શ્રુતકેવળી થવાતું હોત તો હું તમને બાવીસ વર્ષ રહેવા ઉપદેશ આપત. પાપની પ્રશંસા ન જ થાય ?
આણંદ-કામદેવના હળની,દઢપ્રહારીની હિંસાની, સ્થૂલિભદ્રજીના વેશ્યાગમનની, રોહિણીયા ચોરની ચોરીની જો પ્રશંસા થાય તો તો સત્યાનાશ વળે. હા, એમ કહેવાય કે ભયંકર ચોર પણ સદ્ગુરુના યોગે શાહુકાર બન્યા, વિષયમાં લીન પણ ઉત્તમ નિમિત્ત પામીને વિરાગી બન્યા, મહારંભી અને મહાપરિગ્રહ પણ ત્યાગીના યોગે આરંભ-સમારંભની મર્યાદા બાંધી શ્રાવક બન્યા, આ રીતે આરંભ-સમારંભપરિગ્રહ વગેરે પાપોની કિંમત ઘટી ગઈ. શ્રી જિનેશ્વર દેવના શાસનનો ઉપદેશ દેતાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org