________________
1911 –
- ૬ - દષ્ટાંતના દુરુપયોગથી બચો ! - ૧૨૨
-
૧૦૩
ધર્મી શ્રાવક-શ્રાવિકા કેવાં હોય?
શ્રી જિનેશ્વરદેવ આપણા નાયક છે, શાસન એ તેમણે આપણા માટે બનાવેલી સ્ટીમર છે, તેમાં બેસનારા આપણે સાધુ તથા શ્રાવક છીએ. શ્રી જિનેશ્વરદવના શાસનને પામેલો શ્રાવક પેઢી પર વેપાર કરતાં અને શ્રાવિકા રસોડામાં ચૂલો ફૂંકતા પણ કર્મક્ષય કરે એવું આ શાસન કહે છે. આ રીતે કર્મક્ષય કરનારની ભાવના કઈ હોય ? જીવન કેવું હોય ? આચાર વિચાર કેવા હોય ? બાળકને દૂધપાન કરાવતી માતા તે વખતે કોઈ અયોગ્ય વચન ન બોલે, દુઃખનાં રોદણા ન રુએ, વિલાપનાં ગીત ન ગાય, ઉત્તમ પુરુષોના ગુણગાનવાળા ઉત્તમ શબ્દો બોલે. ઘરની સ્થિતિ પ્રમાણે રહે. મોંઘુ મળે તો મોંઘુ પહેરે ને સોંઘુ મળે તો સોંઘાથી નિભાવે એવી શ્રાવિકા હોય.
શ્રાવક પણ એવો હોય કે લાખો મળે તો તેને અનુરૂપ જીવન જીવે અને સો મળે તો સોમાં પણ મજેથી ચલાવે. ન મળે તો ય માને કે “વાંધો નહિ, પ્રભુનું શાસન તો મળ્યું છે ને ? પછી શી ચિંતા છે ?' શાસ્ત્રમાં દર્શાવેલી આ બધી વાતો છે. તમે એક વાર આ પ્રમાણે અનુભવ કરો. છ બાર મહિના આ અનુભવ કરવાનો નિયમ કરો. જીવનમાં ઘણી શાંતિ અનુભવાશે. આટલા વર્ષો સંસાર માટે આપ્યાં, સ્ત્રી પુત્રાદિ પરિવાર માટે આપ્યાં તો હવે ચાર છ મહિના તો શાસન માટે આપો! આ ભાવના ચાર છ મહિના માટે પણ હૈયામાં કેળવી જુઓ તો હાલ છતે પૈસે હૈયામાં જે સગડી સળગે છે તે શમી જશે. આજે તો એવી દશા છે કે પત્નીએ ચાર શાક બનાવ્યાં હોય પણ ચટણી ભૂલી ગઈ હોય તો પતિ થાળી પછાડે અને પતિ ગમે તેટલી ચીજ લાવ્યો હોય પણ પોતાને મનપસંદ એક ચીજ ન આવી હોય તો પત્ની પતિના આનંદમાં આગ લગાડે. પતિ પાટલે બેસે એટલે બધી રામાયણ માંડે. પતિને થાય કે બહાર બીજાની લાતો ખાવાની અને ઘરમાં ઘરનાની લાતો ખાવાની, પછી ભાઈનો પિત્તો જાય એટલે મા બેન કે પત્ની જે સામે આવ્યું તેનો વારો લઈ નાંખે. આજનો સંસાર આવી છે. તમારો એવો ન હોય તો સારી વાત. બાકી આજે તો નોકરો શેઠને ખાઈ જવા ઇચ્છે છે, તો શેઠ નોકરનું તેલ કાઢવા ઇચ્છે. સાસુ વહુને તો ઉંદર બિલાડી જેવા સંબંધ હોય છે. રોજ વહુને બે પાંચ વાર રોવડાવે તો જ સાસુને શાંતિ મળે. વહુ પાછી સાસુ બને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org