________________
1797
–
– ૭ - દાંતના દુરુપયોગથી બચો ! - ૧૨૨ –
-
૮૯
નથી. માટે આજના મતો મોટા ભાગે બનાવટી છે. સારામાં સારા માણસને કે સારામાં સારી વસ્તુને ખોટી કહેતાં તેમને જરાયે વાર ન લાગે. વર્ષો સુધી મહેનત કરી કલાકારીગીરીથી પીંછી વડે સુંદર રંગ પૂરીને ચિત્રકારે ચિતરેલા સુંદર ચિત્રોને બગાડતાં કેટલી વાર ? શાહીનો ખડીયો એના પર ટોળી દો એટલી જ. ઘોર ઉપસર્ગો અને પરીષહ સહીને કેવળજ્ઞાન મેળવી પરમાત્મા તીર્થંકરદેવોએ સારીયે દુનિયાનું સ્વરૂપ જોયું અને વર્ણવ્યું, ગણધર દેવોએ એ આગમોમાં ગુંથ્ય, એ આગમને આવા બેજવાબદારો ખોટા કહી દે એટલે પત્યું, એમ? પાપને પાપ માનો તો શાસનમાં રહી શકો :
જ્ઞાનીએ જોયેલ, ગણધરે ગુંથેલ અને મહાપુરુષોએ સાચવેલ આગમોને ખોટાં કહી દેવા અને તેને માટે કોઈ દલીલ, યુક્તિ કે પ્રમાણ પણ ન આપવાં અને કોઈ પૂછે તો કહી દેવું કે “બસ ! અમે નથી માનતા,” તો આવાઓને કેમ પહોંચાય ? ભગવાનનું શાસન સર્વત્ર વ્યાપે ને બધા સુખી થાય એ ભાવના તો અમારી છે જ, પરંતુ દિગંતવ્યાપી બનાવવા એ શાસનને લોકને અનુકૂળ ન બનાવાય. લોક શાસનને અનુકૂળ થવા આવે તો છૂટ છે. આ શાસને છૂટ કાંઈ થોડી નથી આપી, ઘણી છૂટ આપી છે. બધા સાધુ જ થાય અથવા બધા જ શ્રાવક થાય અથવા બધા પાપના ત્યાગી જ થાય એવું શાસ્ત્રકારોએ ન કહ્યું, કારણ કે સમજતા હતા કે બધા એવા થાય એ અશક્ય છે પણ એવા થવું જોઈએ, પાપને ત્યાજ્ય માનવા જોઈએ, એ મુદ્દો છે. એની સામે દલીલ કરે એ ન ચાલે. મહાવ્રતો અથવા અણુવ્રતો કે સામાન્ય રીતે લઈ શકાય એવા નિયમો લેવા જોઈએ એમ માને અને અઢાર પાપસ્થાનકને છોડવા જેવા માને, એ ખુશીથી આ શાસનમાં આવે. બોલો ! આ છૂટમાં કાંઈ કમીના છે ? પણ આટલુંયે ન હોય ત્યાં શાસનમાં ઘલાય કઈ રીતે ? પાપને પાપ માનો તોય આ શાસનમાં રહી શકો છો. શંભુમેળો કાંઈ ન ઉકાળે ?
પરંતુ, ધર્મને અધર્મ માને અને મહાવીરનું નામ દે તોય ચાલે એમ કહું ? એવો શંભુમેળો ઉકાળે પણ શું? એવા પાંચ પચાસ હજારથી પણ કલ્યાણ શું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org