________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - 9
તો તે શાસનને અનુસરે. શિક્ષકને વિદ્યાર્થી અનુસરે એ વાજબી પણ શિક્ષક વિદ્યાર્થીને અનુસરે તો એ પતનની નિશાની.
૮.
સભા : શાસનને વિશ્વવ્યાપી બનાવવું હોય તો કાંઈ કરવું પડે ને ?
શાસનને દિગંતવ્યાપી તો અમારે પણ બનાવવું છે, એમાં જરા પણ મતભેદ નથી. દુનિયાના સઘળા પ્રાણીઓ પ્રભુનું શાસન પામે એ તો અમારો ખાસ ઇરાદો છે. એ શાસનથી કોઈ પણ વંચિત રહે એવી અમારી લેશ પણ ઇચ્છા નથી. અમને તો ઉલટો આનંદ થાય કે અમારી સર્વોત્તમ વસ્તુનો જનતાએ આદર કર્યો, એની સેવા કરી. પરંતુ શાસનને દિગંતવ્યાપી બનાવી દુનિયાનો ઉદ્ધાર કરવો હોય તો એવું કરો કે શાસન એવું ને એવું રહે ને દુનિયામાં સુધારો થાય. એ લોકો તો કહે છે કે દુનિયા તો એવી ને એવી જ રહે પણ તમે શાસનમાં સુધારો કરો. અમે શાસ્ત્રોની વાત કરીએ છીએ તેથી તેઓ અમને પુરાણપાઠી કહે છે. એ સુધારકો અને અમે પુરાણપાઠી, એમ બે વચ્ચે એક મોટી ખાઈ ઊભી થઈ ગઈ છે. અમે કહીએ છીએ કે શાસનમાં ખામી હોય તો બતાવો, સુધારવા તૈયાર છીએ. પણ એમાં ખામી શી શોધી શકે ? શાસન તો ખામીવાળી દુનિયાને સુધારવા માટે સરજાયું છે, માટે દુનિયામાં સુધારો કરો. શાસનને સુધારવાનું કહેનારાઓએ શાસનની ખામી બતાવવી જોઈએ ને ? હું દુનિયાને સુધારવા કહું છું તો દુનિયાની ખામી બતાવવા હું તૈયાર છું, શાંતિથી સાંભળવાની તૈયારી એમણે બતાવવી જોઈએ, પણ એ તૈયારી ક્યાં છે ?
1796
દુનિયામાં ક્યાંય આવો ન્યાય નથી :
પૂર્વે વાદી સાથે વાદ થતા કેમ કે એ આવા ન હતા. આ તો બોલે પોતે ને સાબિત ક૨વાનું સભાના માથે નાંખે. પેલા વાદી તો પોતાનો પક્ષ પોતે જ સાબિત કરતા. આ તો કહે કે આગમો ખોટા. આપણે કહીએ કે એનો પુરાવો લાવો તો સામેથી આપણને કહે કે સાચા હોય તો તમે સાબિત કરી આપો. દુનિયામાં, આજની વીસમી સદીમાં પણ આ ન્યાય નથી, આવો કાયદો નથી. રાજ્યોમાં કે કોર્ટોમાં પણ આવું ક્યાંય નથી. આરોપ મૂકનારે આરોપ સાબિત ક૨વો જ જોઈએ, એવો કાયદો છે. આજના વિરોધીઓ માને છે તેવા કોઈ કાયદા નથી, કોઈ ધારાપોથી નથી કે સજ્જન સંપ્રદાયનો એવો નિયમ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org