________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭
હણાય ને હિંસા ન થાય, ધોલ મરાય ને ગુનો ન થાય, તિરસ્કાર કરાય, કઠોર શબ્દો બોલાય તોય ક્રૂરતા ન કહેવાય, એ આ જૈનશાસન છે. આ બધું સમજ્યા વગર બોલનારા એ બોલનારા નથી પણ ખાલી બફાટ કરનારા છે. જિનેશ્વરદેવના શાસનને પામેલો વેપા૨ી દુકાને વેપાર કરતાં અને શ્રાવિકા ચૂલામાં લાકડાં સંકોરતાં કર્મનો ક્ષય કરે. કેમ કે એ શ્રાવક અને શ્રાવિકા પેઢીને અને ઘરને પોતાનાં માને જ નહિ ને ? એ તો એને ઉપાધિ માને, એને છોડવાની તૈયારીમાં હોય. જેમ દિવસ જાય તેમ પરસ્પર છોડવાની જ ચિંતા કરતા હોય અને એકબીજાને ‘હવે ક્યારે છૂટવું છે ?' એમ જ પૂછતાં હોય. શ્રાવક શ્રાવિકા પરસ્પર વાત કરે તો શી વાત કરે ?
૯૪
સભા : દીક્ષાની.
તમે દીક્ષા શબ્દ ન બોલો. કોઈ નવા આવેલાને એ ખટકશે. મારી તો શ્રાવક-શ્રાવિકાની વ્યાખ્યા પણ જુદી છે. શ્રાવક શ્રાવિકા સંસારમાં રાચેલા માયેલા ન હોય, મોહમાં મૂંઝાયેલા ન હોય, વિષય કષાયમાં રંગાયેલાં રમકડાં જેવાં એ ન હોય, ‘મારું ઘર ને મારી પેઢી'માં જ જંગલમાં અથડાતા રોઝની જેમ એ અટવાતા ન હોય. એ તો કોઈ ઓર જ આત્મા હોય.
1802
જેને શ્રી જિનેશ્વ૨દેવની સેવા મળે, નિગ્રંથ ગુરુની નિશ્રા મળે, આગમરૂપી અરીસો જોવા મળે, તે શ્રાવક શ્રાવિકા ‘મારું ઘર ને મારી પેઢી' એમ કર્યા કરે ? શ્રાવક શ્રાવિકાનાં તો ઘર પેઢી, વેપાર ધંધા, માલ મિલકત આવક જાવક બધું જુદું જ હોય. આ તત્ત્વ તમને હૃદયમાં પરિણામ પામે તે દિવસે
આ બધા ઊંધા વાયરા તમને નહિ વાય, વિષમકાળના વિષમ વાયરાની ઝાપટમાં તમે નહિ આવો, એ વા૨ા તમને કનડગત નહિ કરે પણ આજે કનડે છે કા૨ણ કે તમારો ખીલો પોલો થયો છે. વડના વૃક્ષને ઝંઝાવાતી પવન પણ અસર ન કરે કારણકે એનું મૂળિયું એક પણ તેના ફાંટા અનેક. વાવો એક જગ્યાએ પણ ફેલાઈ જાય ચારે તરફ. એને કાપો તોય મૂળમાંથી ન કપાય. કપાયેલાં વડને પણ ફરી ઊગતાં વાર ન લાગે કેમ કે એનાં મૂળ ઊંડાં. તેમ શ્રાવકનાં મૂળ પણ ઊંડાં હોય. ભલે માથાં કપાય પણ શાસન હૈયામાંથી ન જાય. માથું કપાતું હોય ત્યારે ય મોઢામાંથી ‘જૈનં જયતિ શાસનં’ નીકળે, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org