________________
1091
– ૬ – દષ્ટાંતના દુરુપયોગથી બચો! - ૧૨૨
–
૯૩
સંસારને જળોની જેમ વળગી રહ્યા છો. સંસાર ભાવનાને પોષવા આજના લોકોના જીવનમાંથી જે દૃષ્ટાંતો મળે તે એ પૂર્વપુરુષોના જીવનમાંથી નહિ મળે. આજના લોકો એમની કથાઓમાંથી મહત્ત્વની વસ્તુઓ કાઢી કેવળ ખોખાં રાખવાનું કહે છે. જૈનશાસનનો હેતુ નિશ્ચિત કરો તો આ બધું બરાબર સમજાય તેવું છે.
વિવેકહીને એ આંધળા છે. મિથ્યાત્વ, અવિરતિ આદિ ભયંકર અંધકાર છે. એમાંથી જીવોને બહાર કાઢવા શ્રી જિનેશ્વરદેવોઓ ઉપસર્ગ-પરીષહસહી કેવળજ્ઞાન મેળવી આશાસન સ્થાપ્યું છે.જગત જે માર્ગદોડી રહ્યું હતું, એના કરતાં સાવ જૂદી વાત ભગવાને કરી છે. કારણ કે, જગત જે માર્ગે દોડતું હતું, તે માર્ગ ખોટો હતો.
સભા: તો એ રીતે તો ભગવાન પણ સુધારક જ કહેવાય ને ?
ના, આપણે ત્યાં એ શબ્દ જ નથી. શાસન એ જ આપણો શબ્દ. જે શબ્દમાંથી પોતાની ચાલુ અસર કરવાની તાકાત ઊડી જાય તે શબ્દ ફેરવવો પડે. અહીં તો એવું છે જ નહિ. શ્રી જિનેશ્વરદેવ આપણા નાયક, તેમનું સ્થાપેલું શાસન એ આપણી સ્ટીમર અને સંઘ એટલે સાધુ અને શ્રાવક એ સ્ટીમરમાં બેસનારા. એ સિવાય કોઈ ત્રીજા એમાં ન પાલવે. આવા સાક્ષરો ! આજે પાક્યા છે ?
નવકાર અનાદિકાળથી અનંતકાળ સુધી એનો એ જ, કેમ કે પંચ પરમેષ્ઠિ સદાય એ જ છે. છઠ્ઠો કોઈ પરમેષ્ઠિ છે જ નહિ. એ પાંચે શાશ્વત છે. “નમો અરિહંતાણં' એટલે અરિહંત ભગવાનને નમસ્કાર થાઓ. અરિહંત તે કે જે કર્મરૂપી શત્રુને હણે. કર્મઅરિને સંપૂર્ણ હણી સર્વસિદ્ધિને પામે તે સિદ્ધ. શુદ્ધ આચાર પાળે પળાવે તે આચાર્ય. શાસ્ત્રનાં રહસ્ય સમજાવે તે ઉપાધ્યાય. આત્માનું કલ્યાણ સાધે અને બીજાને સાધવામાં સહાય કરે તે સાધુ. કોઈ પંડિતે તો એમ પણ કહ્યું હતું કે “અરિહંતે પણ શત્રુને હણ્યા હતા માટે જૈનદર્શનની ઉત્પત્તિ હિંસાથી છે. આવા સાક્ષરો ! આજે પાક્યા છે. શાસનના સાચા શ્રાવકો :
જ્ઞાની કહે છે કે આવાઓએ તો હજી ભણવું પડશે. આ શાસનમાં તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org