________________
ભાવ કરુણાની ભવ્યતા
૭૫
કેળવણીની એવી યોજના કરી કે ભણેલા લાખ્ખો એની જ નોકરીમાં લાગી જાય. કોઈ બે પાંચ અપવાદરૂપે નીકળે એની કિંમત નહિ. ઠેક-ઠેકાણે વાતાવરણ જ એવું ઊભું કર્યું કે સૌ એ ત૨ફ જ ખેંચાય. કેમ કે પોતાનું ધાર્યું કેમ ફળે એની જ ધૂન. આપણે પણ જૈનદર્શનના વાતાવરણને તે સ્વરૂપમાં પ્રચારવું જોઈએ. સલાહકારોનું કપોળ પુરાણ ઃ
‘દુનિયાને ગમે નહિ એવું બોલવાનું પ્રયોજન શું ?’ એમ ઘણા મને પૂછે છે. એ કહે છે કે, ‘શાસ્ત્રમાં દેશકાલ જોવાનું કહ્યું છે ને.’ આગળ વધીને કહે છે કે, ‘આજના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ધર્મને યોગ્ય ક્યાં છે ? ત્યાગ ધર્મ લોકોને ગમતો જ નથી તો પછી ઠાલા ઝઘડા શા સારું કરવા ? ચૂપ રહો તો શો વાંધો ?' આવી સલાહ આપનારા પાછા મા૨ા થઈને સલાહ આપવા આવે છે. એ આગમના દરિયાઓને (!) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવનાં બીંટની પણ ખબર નથી. પાછો કુવૃષ્ટિ ન્યાયનો દાખલો આપી સમજાવે કે ‘બધા ગાંડાના ટોળામાં રાજા અને મંત્રી પણ ગાંડા બન્યા હતા ને ? બધા ગાંડા થયા હોય ત્યારે આપણે એકલા ડાહ્યા ન બનાય.’ શાસ્ત્રના નામે જ આવી વાતો કરે પછી ભલેને એ કપોળ પુરાણ હોય !
1783
૫
-
Jain Education International
૧૨૧
બોલવાની જરૂર ક્યારે ?
જે જમાનામાં લોકોને આ તરફની રુચિ નાશ પામતી હોય ત્યારે જ વધારે બોલવાની ખાસ જરૂર કે રુચિનો સંપૂર્ણ નાશ થયા બાદ ? એક ઘરને લાહ્ય લાગે ત્યારે બંબા બોલાવવાના કે આખા ગામને લાઘ લાગ્યા બાદ બોલાવવાના ? શેઠ પાસે નોક૨ મદદ માટે આવે ત્યારે શેઠ કહે કે, ‘ચાર દિવસ પછી આવજે, હમણાં નહિ.' પેલો કહે કે, ‘શેઠ ! લેણદાર તગાદો કરે છે, ચોવીસ કલાકમાં તો ઇજ્જત જાય એવું છે, ચાર દિવસ પછી જો મદદ ક૨વી છે તો મહેરબાની કરીને હમણાં જ કરો તો મારી આબરૂ રહી જાય.' તોયે શેઠ ઠંડે કલેજે કહે કે, ‘માટે જ કહું છું કે હમણાં ધીરજ ધર, પછી જોઈશું !' ત્યારે પેલો નિસાસો નાખીને કહે કે, ‘હે ભગવાન ! આવો કમઅક્કલ માણસ ક્યાંથી મળ્યો ?’ સામા પૂરે તરવા જ જૈનશાસન છે :
મનુષ્યના હૈયારૂપી ભૂમિમાં દવ નથી લાગ્યો ત્યાં સુધીમાં આજુબાજુમાં પડેલો કચરો વાળી ચોળીને સાફ કરવો જોઈએ. ખેડૂત પણ પાક તૈયાર થતાં
For Private & Personal Use Only
www.jainelibrary.org