________________
૫ ભાવ કરૂણાની ભવ્યતા - ૧૨૧
મોજશોખમાં દુઃખ છે એમ મારે એમને સમજાવવું છે. એમની ગાળની પરવા કર્યા વિના સમજાવવું છે. ભલે બધા ન સમજે પણ જેના કાનમાં સૂર પહોંચે અને હૈયામાં ધડાકો થશે તે આવશે. ચાર જણા પણ આવશે તો ચારના ચાલીસ, ચારસો અને પછી ચાર હજાર પણ થશે એમ ગાડી આગળ ચાલશે.
1785
સભા : એ લોકો કહે છે કે કેળવણીમાં અગ્નિ મુકાય છે.
જૈનત્વ ઊડી ગયું છે માટે એમ કહે છે. તેઓ દયાપાત્ર છે. મારે એમનામાં જૈનત્વ રેડવું છે. જિનમંદિરે તો ઘણા જાય છે, હાથ જોડી પગે પણ લાગે છે પણ પરમાત્માને ઓળખતા નથી. માત્ર રૂઢિ છે માટે જવું, સાથીયા ક૨વા, ગ્રામોફોનની રેકોર્ડ માફક સૂત્રો બોલી જવાં, વ્યાખ્યાનમાં જવું, મહારાજ પાટેથી જીવ વગેરેનું વર્ણન કરે તે સમજાય તો સમજવું નહિ તો ‘હાજી’, ‘હાજી’ ક૨વું, વચ્ચે ઝોકાં પણ ખાઈ લેવાં, સામાયિક, નવકારવાળી ને વ્યાખ્યાન શ્રવણ ત્રણે કામ એક સાથે પતાવી લેવા, બાઈઓ બેનપણીને મળી લે, ભાઈઓ મિત્રોને મળી લે, આમ બધાં કામ થઈ જાય. આ એક ટેવ પડી ગઈ, રૂઢિ થઈ ગઈ. હવે મારા જેવો આવી ગતાનુગતિક રૂઢિની ટીકા કરે એટલે કહે કે, “મહારાજ અમારી નિંદા કરે છે, અમને ગાળો દે છે.'
૭૭
દેવ ગુરુને નમો છો શા માટે ?
મંદિર ઉપાશ્રયમાં જવાનું શા માટે, એ સમજો. મંદિરમાં ફળ શું કામ મૂકો છો ? ભગવાન ફળના ભૂખ્યા છે ? વ્યાખ્યાનમાં જવાનું કામ શું ? આ બધી ક્રિયાના હેતુ વિચારો. તમે મંદિરમાં નહિ જાઓ તો વીતરાગ નારાજ નહિ થાય અને જશો તો રાજી નહિ થાય, એવા આ દેવ છે. એમને ભક્તિની ૫૨વા નથી અને ગાળ દે એનીયે પરવા નથી. દેવ વીતરાગ અને ગુરુ નિગ્રંથ, બેય પરવા વિનાના છે, એવો આ માર્ગ છે. આવો તોયે ઠીક અને જાઓ તોયે ઠીક, નમો તોયે ઠીક અને ન નમો તોયે ઠીક, એવી માન્યતાવાળા આ દેવગુરુ છે. છતાં તમે એમને નમો છો તો એમને નમવાનું કારણ કહો.
સભા : કલ્યાણ માટે,
એમ ગોળગોળ વાત ન કરો, ચોખ્ખું કહો કે ઘર, બંગલા, બગીચા, સાહ્યબી વગેરે નથી છૂટતું એ છોડવા માટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org