________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭
લાવનારા એ સુધર્મા સ્વામીની કેવી દયા ? હૈયું કેવું કઠણ ! જંબુસ્વામીની ક વય ! ચડતી યુવાની, સુકોમળ શરીર, દેવાંગના જેવી આઠ સ્ત્રીઓ અને નવાણું ક્રોડ નગદ સોનૈયા, એ બધાથી એના માલિકને રખડતો અને ભિક્ષા માગતો કરતાં એમને દયા ન આવી ? જો દયા આવી હોત તો તો કહેત કે ‘હમણાં રહેવા દે, હજી તારે વાર છે.’ આવા કરુણાના સાગરનું સ્વરૂપ સમજવું પડશે અને હૈયું ઓળખવું પડશે. એ કરુણાસાગરે કામ તો આવાં જ કર્યાં છે.
૭૦
ભગવાનની કરુણા એ રૂપે દેખાતી નથી, સમજાતી નથી એનો જ આજનો ઘોંઘાટ છે. ભગવાને ઝીણામાં ઝીણું જંતુનું સ્વરૂપ બતાવ્યું. જીવો કેમ જન્મે, કેમ જીવે અને કેમ મરે, એ બધું બતાવવામાં એમની અપાર કરુણા છે. એ દયાળુ દેખી રહ્યા છે કે સુખમાં મહાલતા આ જીવો પાછા દુઃખમાં રીબાવાના છે. માનો કે પાંચ પચાસ, સો બસો, હજાર બે હજાર કે લાખ બે લાખ વર્ષનું આયુષ્ય છે, એમાં પુણ્યોદયે સુખ સામગ્રી મળી અને એમાં રાચ્યા માચ્યા રહીને બધું ભોગવી લીધું પણ પછી શું ? જ્ઞાનીના હૃદયમાં આ મોટી દયા છે. શાસ્ત્રકારો કહે છે કે પુષ્પની શૈય્યામાં પોતાના બાળકને સુવાડતાં પહેલાં હિતેષી માતાપિતા વિચારે કે આમાં એનું હિત છે કે અહિત ? જો માતાપિતા આ રીતે વિચારે તો સમજવું કે ત્યાં શ્રી જિનેશ્વરદેવની કરુણાની છાયા પડી છે. ભલે પુષ્પશૈય્યામાં સુવાડે પણ સાથે જ કહી દે કે આમાં રાચવા જેવું નથી. પણ એ ભગવાનની કરુણા સમજાય તો બને.
દયા અને નિર્દયતાનો ભેદ સમજો :
1776
ભિક્ષા માગીને પેટ ભરવાનો ઉપદેશ અનંતજ્ઞાનીએ કારણ વગર આપ્યો હશે ? જાતે ભેળું કરી પાટલે બેસી જમવું સારું કે ભિક્ષાથી નિર્વાહ કરવો સારો ? બંગલામાં રહેવું સારું કે અટવી વગેરેમાં ભટકવું સારું ? વાહનમાં ફરવામાં ઉદય કે ઊઘાડા પગે ચાલવામાં ઉદય ? ભગવાન પણ જન્મ્યા ત્યારે ત્યાગી ન હતા પણ આ બધું એમણે જીવનમાં ઉતાર્યું અને જીવી બતાવ્યું. ઉત્તમ સામગ્રી પામેલાને આવી તકલીફોમાં મુકવામાં દયા કે નિર્દયતા ? આ દયા સમજવામાં આવે તો ભગવાનને ચાંલ્લા કરતાં પ્રેમના ઉછાળા સાથે. પ્રભુના ચરણે તિલક કરતાં એ ભાવ થાય કે ધન્ય છે આ ચરણોને કે જેમણે દુનિયાભરમાં ઘુમી ઘુમીને જગતને ત્યાગનો માર્ગ બતાવ્યો. પ્રભુના એક એક અંગને સ્પર્શતા રોમરાજી વિકસિત થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org