________________
૯૦
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭
-
1768
ધર્મ પમાડ્યો તો તેનું સદાનું દુઃખ જવાનું અને પરિણામે અનંત સુખ થવાનું. ભૂખ્યાને રોટલો આપ્યો તો તેનું તે વખત પૂરતું દુઃખ ગયું. અને દુઃખ દૂર કરવા માટે એને આરંભ શીખવાડ્યો તો ? ધર્મ આપ્યો તો ભવની પરંપરા સુધારી, ભૂખ્યાને રોટલાનો ટુકડો આપ્યો તો તે વખતે ‘ભૂખ ટળી ગઈ. ‘ભૂખ ટાળનાર આરંભ સમારંભ છે' એવું શિક્ષણ આપ્યું અને એ માર્ગે ચડાવી દીધો તો સુખી થાય કે નહિ એ ભજના. પણ જો એ ધર્મ કરણીય છે એમ માનતો થઈ જાય તો પરિણામ કેવું સુંદર આવે ?
સાચી વાત એ છે કે દર્દી કોઈ ઊંટવૈદ્યથી મરે એ કલંક નહિ પણ સારા વૈઘથી મરે તો એ કલંક છે. દયા કરનાર શ્રાવક પણ સારો વૈદ્ય છે. શ્રી જિનેશ્વરદેવોએ શાસન કેમ સ્થાપ્યું એ તમારા હૈયામાં બરાબર ઠસાવો. વેષ અને ચાંદલામાં રહીને આસ્તિકના નામે નાસ્તિકની કાર્યવાહી કરે છે તે પ્રગટ નાસ્તિક કરતાં વધારે ભયંકર છે, કારણ કે પહેલામાં મૂર્ખાઓ ફસાય છે અને આમાં સારા પણ ફસાય છે. માટે સૌથી પહેલાં એ નિર્ણય કરો કે વીતરાગ થઈને જ શાસન સ્થાપવાનું પ્રયોજન શું? આ સૂત્રની વિચારણા ચાલે છે. એકેક સૂત્રના અનંતા અર્થ કહ્યા છે. જેટલા કાઢી શકીએ એટલા તો આપણે કાઢવા ને ? ભેળો કરેલો કરૂણાનો ભંડાર તીર્થકરના આત્મામાંથી વગર પ્રયોજને વહે છે. ગુરુનાં સામૈયા શા માટે ?
બદલાની આશા વિના કોઈ જાતવાનને સારામાં સારો ઉપકાર કરો તો બદલો ન માગો તો પણ એ આપ્યા વિના ન રહે. એનો સમય આવે ત્યારે એ પોતાના માથા પર બેસાડે. કહે કે આપને ક્યાં બેસવું છે ? આ તો હું આપને બેસાડું છું, માટે સંકોચ ન રાખો.
શ્રી જિનેશ્વરદેવના વરઘોડા અને સાધુના પ્રવેશ મહોત્સવ એ શ્રાવકોના જાતવાનપણાનું પ્રતિપાદન કરનારા છે. લાખોની કિંમતથી શ્રી જિનેશ્વરદેવની પૂજા-અર્ચા કરે એ શ્રાવકના જાતવાનપણાને ઓળખાવે છે. ઉપકારનો બદલાને વાળવા એ સર્વસ્વ હોમી દેવા તૈયાર છે. જેને એ મહોત્સવો નથી ગમતા એ એમની જાતને ભૂલી ગયા છે. જો સાધુ પોતાના સ્વાગત માટે સૂચન કરે તો તે સાધુ નથી, પણ જો તમે સ્વાગત કરવા ન જાઓ તો કહેવું પડે કે તમે કૃતજ્ઞ છો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org