________________
a
– ૪ - આગમનો અરીસો – ૧૨૦ –
કપ
ઉ૫
પછી દૂધ માટે છોકરાઓ બાપને કે વસ્ત્રાલંકાર માટે પત્ની પતિને કનડશે નહિ. આજે તો દીકરાની વહુ મંદિર કે ઉપાશ્રયે જવા માગે તો સાસુ ન જવા દે. ડોશી થઈ ત્યાં સુધી જે સાસુ રસોડામાં ચૂલા પાસે જ રહી, તેની પાસે ધર્મ ફેલાવવાની ઇચ્છા રાખવી વ્યર્થ છે. શ્રાવકના ઘરમાં સૂર્યોદય પછી જ ચૂલો સળગે અને સૂર્યાસ્ત પહેલા એ ઠરી જાય. પણ તમે જ ઊઠતાંની સાથે ચા માગો ત્યાં એ શું કરે ? સૂર્યોદય સુધી તો શ્રાવકોના ઘરમાં આવશ્યક સૂત્રોના પાઠ, સામાયિક અને સ્તવનોની ધૂન એ બધું ચાલતું હોય. સૂર્યોદય થાય ત્યારે કોઈને પોરસી ને કોઈને સાઢ પોરસી, કોઈને અમુક વિગઈનો ત્યાગ તો કોઈને બીજો કાંઈ ત્યાગ હોય. ઊઠીને પોતાના ઘરમંદિરમાં જાય. શ્રાવકના ઘરમાં શક્તિ પ્રમાણે ગૃહમંદિર હોય જ. છેવટે એક સિદ્ધચક્રજી પણ ઘરમાં પધરાવ્યા હોય તો ઘરનાં નાનાં મોટાં સૌ પૂજાભક્તિ કરતાં થઈ જાય. મૂર્તિઓ એ પાષાણ કે ધાતુનાં પુતળાં નહિ પણ સાક્ષાત શ્રી જિનેશ્વરદેવ છે. આ અનાદિ અનંત દુઃખની ખાણમાંથી ઉદ્ધાર કરનારું પરમ ઉપકારી તત્ત્વ છે. આ બધી વાતો બરાબર સમજો.
વિવેક ચક્ષુવિકલ અને મિથ્યાત્વાદિ અંધકારમાં અથડાતા જીવો પ્રત્યે કરુણાથી પ્રેરાઈને શાસ્ત્રકાર ભગવંત આ વિષયમાં વિશેષ શું ફરમાવે છે તે હવે પછી -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org