________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો
ઉન્માદીઓ કરે. પેલા તો બાલ્યવય અને અજ્ઞાનતાને કારણે લઘુશંકામાં હાથ ઘાલે પણ, આ તો યુવાન, ભણેલાગણેલા, લાખોનો વહીવટ કરનારા પણ વિષયાધીન થઈ ઉન્માદી બને છે ત્યારે સઘળું ભાન ભૂલે છે અને ન ક૨વાનું કરે છે, જેનું વર્ણન ન થાય.
વિષયાધીનોની પરાધીનતા :
વિષયાધીન પરાધીન કેટલો બને છે ? બાળક તો મરજી મુજબ હરે ફરે. એને કોઈનું આકર્ષણ ન હતું. પણ આ યુવાન તો એટલો પરાધીન બન્યો કે પૂજ્ય એવાં માબાપને ન ગણે અને પા૨કા ઘરની આવેલીને એટલો આધીન થાય કે માબાપ કરતાં સાતગણી નમ્રતા ત્યાં બતાવે. દેવગુરુ પાસે સીધો ન નમે અને ત્યાં નમે. ગુરુ જરા આંખ લાલ કરે તો ગુરુને કષાયી કહે એવો બહાદુર યુવાન પણ સ્ત્રી પાસે લાચાર ગુલામ જેવો બની જાય છે. તમે તમારી આ દશા કબૂલ નહિ કરવાના. આ દશા શાથી છે ? સ્ત્રી બહુ બળવાન છે માટે ? ના, પણ એનામાં તમારી ઉન્માદાવસ્થાને પોષવાનું સાધન છે માટે.
આજનો સ્વાતંત્ર્યવાદી ગુલામ છે ઃ
બહાર શેઠ કહેવડાવવા કરતાં ભીતરની શેઠાઈ પેદા કરો કે જેથી દેવાળું કાઢવાનો વખત ન આવે. ડબલ ઠાઠ કરીને નીકળવાથી લોક સારા તો કહેશે પણ ભીખ તમારે જ માગવી પડશે. તમારા સ્નેહી તમને ડાહ્યા કે સ્વતંત્ર ભલે કહે પણ હું તો દુનિયાના સુખમાં લીન એવા એ પણ આદમીને સ્વતંત્ર માનતો નથી. ક્ષણિક અને નાશવંત સુખોમાં લીન બનેલા જેવા ગુલામ દુનિયામાં કોઈ જન્મ્યા નથી, એવો મારો મત છે. પ્રભુની સામે, પ્રભુના આગમોની સામે સ્વાતંત્ર્યવાદની હિમાયત કરનારા જેવા જગતમાં બીજા કોઈ ગુલામ નથી.
૪૪
の
Jain Education International
આજનો સ્વાંતત્ર્યવાદી સ્વતંત્ર નથી પણ ગુલામ છે. એ બિચારાની પરાધીનતા તો જુઓ ? એની પથારી પાસે સ્ટવ પડ્યો હોય, એના ઓશીકે સિગારેટનું બોક્સ અને દીવાસળીની પેટી પડી હોય, ટોપી માટે બ્રશ અને બૂટ માટે પોલિશની ડબી એને જોઈએ, તેલ કાંસકો અને દર્પણ વિના એને ચાલે નહીં. હવે તો આ બધાં તોફાન મંદિરોમાં પણ પેસવા માંડ્યાં છે. આ બધા સ્વતંત્રતાનાં લક્ષણ કે ગુલામીનાં ? તમે બધા હવે સાવધ થાઓ. પૂર્વના શ્રાવકો માત્ર અઢી શે૨ પાણીથી સ્નાન કરતા. પ્રભુની પૂજા કરવી છે માટે અંગશુદ્ધિ કરતા. ગૃહસ્થપણામાં મેં સારા શ્રાવકોને આ રીતે વર્તતા અનુભવ્યા છે. એમની કાયા
1752
For Private & Personal Use Only
www.jainelibrary.org