________________
૩ઃ અજ્ઞાનીઓની અવદશા અને જ્ઞાનીઓની દયા ?
ઉપકારીઓની વાત પાત્રતા વિના સ્થતી નથી :
અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિશ્રી સુધર્માસ્વામીજી મહારાજા શ્રી આચારાંગ સૂત્રના છઠ્ઠા ધૂતાધ્યયનના પ્રથમ ઉદ્દેશામાં ભવનિર્વેદને મુક્તિના અનન્ય કારણ તરીકે ફરમાવે છે. એ ભવનિર્વેદનું વિશેષ વર્ણન કરતાં ટીકાકારશ્રી શીલાંકસૂરિજી મહારાજા અહીં ચારે ય ગતિમાં કેવાં કેવાં દુ:ખો છે, તે સમજાવી રહ્યા છે. આ મહાપુરુષોના હૈયામાં સંસારના જીવો પ્રત્યે અપાર કરુણા હતી, તેથી જ આ દુઃખમય સંસારમાં પણ સુખની લાલસાથી અથડાતા, કૂટાતા, રઝળતા જીવોને વાસ્તવિકતાનું ભાન કરાવી, તેમને દુઃખથી ઉગારી લેવા તેઓ ઇચ્છે છે; પરંતુ ઉપકારીઓની આ વાત પણ પાત્રતા પેદા ન થાય ત્યાં સુધી જીવોને જચતી નથી. આજે તો ઘણા સંસારરસિક જીવો એવા છે કે, જેઓ સંસારના વાસ્તવિક દુઃખોનું વર્ણન કરનારા એવા આ જ્ઞાનીઓની મશ્કરી કરે છે. એ મોહમૂઢ જીવો કહે છે કે – “લો સાંભળો ! આ સાધુઓને સંસારમાં બધું અસાર જ દેખાય છે. આટઆટલાં સંસારનાં સુખો તેમની નજરે ચડતાં નથી. તેમને તો બધે કાળું જ દેખાય છે. અમને મળ્યું છે ને ભોગવીએ છીએ તે પણ એમનાથી સહન થતું. નથી. ત્યાગ ત્યાગની વાતો કરીને લોકોને બાવા બનાવી દેવા નીકળ્યા છે, વગેરે.” આ રીતે પોતાની અવહેલના કરનારા અજ્ઞાન જીવો પ્રત્યે પણ, પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા અને સઘળાયે જીવો પ્રત્યે એકાંતે કરુણાબુદ્ધિને ધરનારા એ મહાપુરુષો, પોતાના માનાપમાનની પરવા છોડીને સઘળાયે જીવોનું સાચું હિત કેમ સધાય તે માટે નિરંતર પ્રયત્નશીલ રહે છે. ચારે ગતિમાં સુખ નથી :
દેવગતિમાં યોનિ ચાર લાખ, કુલકોટિ વચ્ચે છવ્વીસ લાખ, ત્યાં પણ ઇર્ષા વિષાદ, મત્સર, ભય અને કામની વાસનાઓ એ બધાથી તેઓ પીડાઈ રહ્યા છે. એની પાસે છે ને મારી પાસે નહિ, એ ઇર્ષ્યા છે. મત્સરમાં રોષ છે. એ મહા દુર્ગુણ છે. ભય મોટાથી નાનાને છે. ચ્યવન પણ દેવાનું નક્કી જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org