________________
11 - ૩ઃ અજ્ઞાનીઓની અવદશા અને શાનીઓની દયા - 119 –
૩૩
આમ ત્યાં પણ દુઃખ સિવાય બીજું છે જ નહિ. કેવળ સુખાભાસ અને સુખનું અભિમાન જ છે. અનેક પીડાઓથી પીડાતા એવા દેવતાઓને દેવગતિમાં પણ દુ:ખ જ બેઠું છે. નારકી અને તિર્યંચ ગતિમાં સુખ નથી એ તો નક્કી છે. આ રીતે ચારે ગતિમાંથી કોઈ પણ ગતિમાં સુખ નથી. હોય તો બતાવો એમ આ ગ્રંથકાર કહે છે. ચારે ય ગતિ દુઃખમય છે :
અહીં ગ્રંથકાર ફરમાવે છે કે, ચાર ગતિમય આ સંસારમાં કોઈ ગતિ એવી નથી કે જ્યાં દુઃખ ન હોય. નરકગતિનાં દુઃખોનાં વર્ણન સાંભળતાં આપણાં હૈયાં કંપી ઊઠ્યા વિના રહે નહિ. ભલે આજના સુધારકો નરકને હંબગ માને, પણ તેથી નરકનું અસ્તિત્વ કાંઈ મટી જતું નથી. એ લોકો તો કહે છે કે – “નરક કોણે જોઈ છે ? આ તો બધી ઉપજાવી કાઢેલી વાતો છે. નરકનો ભય બતાવી, પાપ-પાપ કરી લોકોને બાયેલા બનાવી દીધા. દુનિયા જ્યારે ઝડપભેર આગળ વધી રહી છે, ત્યારે જેની પાછળ પડતા જાય છે, તે આ સાધુઓના જ પાપે. અરે ભાઈ! નરકમાં તો જઈશું ત્યારે જઈશું, પણ તેની અત્યારથી આટલી ગભરામણ શું? દુનિયા આખી પાપ કરે છે તો શું બધા નરકમાં જ જવાના? નરકના પાસ ફાડવાનો ઈજારો આ સાધુઓને કોણે આપ્યો ?” – આવાને અમારે કહેવું છે કે - “આ ઉપદેશ અમે તમને આપતા જ નથી. ઉપદેશ તો જેમને સાંભળવો છે, તેમને જ અમે આપીએ છીએ. નરકના પાસ ફાડવાનો ઈજારો અમે રાખ્યો નથી અને અમારે રાખવો પણ નથી; પણ યાદ રાખજો! કે કર્મસત્તા બળવાન છે. તેને મોટા ચમરબંધીની પણ શરમ નથી. ત્યારે આ બધી તમારી બહાદુરી બહુ ભારે પડી જશે. રાડો પાડીને દમ નીકળી જશે ત્યારે કોઈ ખબર પૂછનાર પણ નહિ હોય.” પરંત, જ્ઞાનીઓની આ બધી વાતો જેમને માનવી હોય તેમના માટે છે, ન માનવી હોય તેમના ઉપર કોઈ બળાત્કાર નથી. તિર્યંચગતિનાં દુઃખ પ્રત્યક્ષ છે :
નરક ગતિ ભલે પ્રત્યક્ષ નથી પણ તિર્યંચ ગતિનાં દુઃખો તો આજે આંખ સામે છે ને ? હજારો ને લાખો જનાવરો અને પશુ-પંખીઓની નિર્દય કતલ થઈ રહી છે. માનવતાની મોટી મોટી વાતો કરનારાઓ જ આ બધું કાયદેસરતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org