________________
૨ : ધ્યેય અને સિદ્ધાંત એક જ જોઈએ ?
સંસારમાં સુખ નથી :
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા શ્રી “આચારાંગ સૂત્રના છઠ્ઠા ધૂતાધ્યયનના પહેલા ઉદ્દેશાના બીજા સૂત્રમાં અને ટીકાકાર પરમર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા તેની વૃત્તિમાં સંસારવર્તી જીવોનું સ્વરૂપ જણાવીને યોગ્ય જીવોને સંસાર પ્રત્યે વૈરાગ્યભાવ પેદા થાય તે માટે ઉપદેશ આપતાં ફરમાવે છે કે, આ સંસારમાં કયાંય સુખ નથી ! જેમ નરક કે તિર્યંચગતિમાં સુખ નથી તેમ મનુષ્ય કે દેવગતિમાં પણ સુખ નથી. સર્વત્ર દુઃખ, દુઃખ અને દુઃખ જ છે. સંસારમાં જ્યાં ક્યાંય પણ ક્ષણિક સુખ દેખાય છે, તે પણ આભાસિક છે અને પરિણામે દુઃખની પરંપરાનું જ સર્જન કરે છે માટે જ શ્રી પંચસૂત્રના પહેલા સૂત્રમાં સંસારના સ્વરૂપનું વર્ણન કરતાં જણાવ્યું છે કે –
'दुक्खरूवे दुक्खफले दुक्खाणुबन्धि' - આ સંસાર દુઃખરૂપ છે, દુઃખફલક છે અને દુઃખપરંપરક છે.” જે કોઈ વિચારક બને, વિવેકી બને, તેને આ વાત સમજાયા વિના નહિ રહે. સંસાર રોગ છે, મોક્ષ આરોગ્ય છે અને ધર્મ ઔષધ છે:
જેમ રોગી અવસ્થા જ્યાં સુધી હોય ત્યાં સુધી સુખ ન હોય, તેમ જીવની જ્યાં સુધી સંસારી અવસ્થા હોય ત્યાં સુધી સુખ શી રીતે હોય ? માટે જ શાસ્ત્રકાર મહર્ષિઓએ કહ્યું છે કે –
“સંસાઝ પતિ રોકાદ '
“સંસારરોગથી અધિક કોઈ રોગ નથી.' જો સંસાર એ આત્માનો સ્વભાવ હોત અને વિભાવ કે રોગ ન હોત તો લોગસ્સ સૂત્રમાં ‘ગા-લોદિત્રામની માગણી ન હોત.
મારા-વોદિતામ પદની વ્યાખ્યા કરતાં લલિત વિસ્તરામાં લખ્યું કે – “અરોચ માવ: મારોથં-મોક્ષ:' - તર્થ વધત્ની:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org