________________
૨૭
--
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭
- -
1
પણ મંગાય છે. દુઃખનો ક્ષય એટલા માટે કે પ્રભુમાર્ગમાં લીનતા આવે. મુક્તિના ધ્યેયવાળાને દુનિયાની વસ્તુ કિંમત વિનાની થઈ જાય છે. તીર્થકર જે ભવમાં મુક્તિએ જવાના હોય છે એ ભવમાં જે સામગ્રી અને રિદ્ધિ તેઓ પામે છે તે ચક્રવર્તીને પણ હોતી નથી. મુક્તિના અભિલાષી પાસેથી પીગલિક સુખ ખસતું નથી. પૌદ્ગલિક સામગ્રી તેનાથી વેગળી જાય જ નહિ. આપણે શરીરને ગમે તેટલું સાચવીએ પણ એક પથરો પડે તો હાડકું ભાંગતાં વાર નહિ અને તીર્થંકર પર વજ પડે તોય હાડકું હાલે પણ નહિ. માગવું એ જ પાપ ?
શ્રી તીર્થંકરદેવો દેવલોકમાંથી આવે, માતાના ઉદરથી જન્મ લે ત્યાં ઇદ્રોનાં સિંહાસન કંપે, દેવલોકમાં હલચલ મચી જાય, ઇંદ્ર પ્રભુને નમસ્કાર કરે, નમુત્થણના પાઠ ભણે, ભગવાનને મેરુ પર્વત પર લઈ જાય, એકરૂપે છત્ર ધરે, બે બાજુ બે રૂપે ચામર ઢાળે, એક રૂપે આગળ ચાલી જ ઉલાળે, ખોળામાં બેસાડી સ્નાન કરાવે, ચોસઠ ઇંદ્રો ત્યાં ભેગા થઈ જાય, વસ્ત્રાભરણ પહેરાવે, પૂજા, આરતી વગેરે થાય તેટલી ભક્તિ કરે અને ભગવાન કે ભગવાનની માતા વિરુદ્ધ કોઈ વિચાર સરખો પણ ન કરે એવો મનુષ્યલોક અને દેવલોકમાં હુકમ કાઢે. ભગવાનની ખાવા-પીવાની, બેસવા-ઊઠવાની બધી ખબર ઇંદ્રો રાખે. આ સાહ્યબી માગવાથી નહિ પ્રાપ્ત થયેલી. માગે એનાથી તો આવું ભાગે. માગવું એ જ પાપ. ચક્રવર્તીપણું, વાસુદેવપણું, બળદેવપણું માગ્યું મળે પણ તીર્થંકરપણું માગ્યું ન મળે. “સવિજીવ કરું શાસનરસી' એ ભાવનાથી તીર્થકર નામકર્મ નિકાચિત થાય, ત્રણ ગઢમાં બેસું અને ઇંદ્રો પૂજે' એ ભાવનાથી ન થાય. શ્રી તીર્થંકરદેવો પાસે દુનિયાના ચક્રવર્તીઓ પણ કંગાળ દેખાય તો તમારા જેવાની તો વિસાત શી ? ધ્યેય, ઉદ્દેશ અને આદર્શ ક્યો ?
તમારા જેવાની તો એમને દયા જ આવે. સાધુ તમારી સાહ્યબી દેખી ખુશ થાય કે તમારી દયા ચિંતવે ? શ્રી તીર્થંકરદેવોએ જ્યારે એમ જોયું કે બધા જીવો શાસનના અભાવે દુઃખી છે, શાસન પામશે તો જ સુખી થશે, મારામાં શક્તિ આવે તો જગતના સર્વ જીવોને શાસન રસિક બનાવું - એવી ભાવના કરી અને એ ભાવનાના યોગે તે તારકના આત્માઓએ તીર્થંકર નામકર્મની નિકાચના કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org