Book Title: Rajchandra Nirvan Shatabdi Smaranika
Author(s): Sahaj Shrut Parab Rajkot
Publisher: Sahaj Shrut Parab Rajkot
Catalog link: https://jainqq.org/explore/001330/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ABO શ્રીમદ્ જ ચં ન ા ણ શતા ઠ્ઠી મ ૨ ર સ્મ fel કા fel શ્રી સહજ શ્રુત પરબ શ્રી રાજકોટ તીર્થ એપ્રિલ ૨૦૦૧ નાન Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૦ 10. ૨૮/૧૦૨ જય પ્રભુ Jan Education Internal cat barbed Page #3 -------------------------------------------------------------------------- ________________ 2000000 શ્રીમદ્ રાજચંદ્ર નિર્વાણ શતાબ્દી સ્મ 2 મ ૨ ણિ હ્યુ છ ત્રિ શ્રી સહજ શ્રૂત પરબ શ્રી રાજકોટ તીર્થ એપ્રિલ ૨૦૦૧ GGG G 5000 0 0 Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રત જ સહજ પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન : શ્રી સહજ શ્રત પરબ શ્રી નિરંજનભાઇ શેઠ -શ્રી સુધાબેન શેઠ ૧૧૧, સિલ્વર શાઇન પંચાયત ચોક યુનિવર્સિટી રોડ રાજકોટ ૩૬૦૦૦૫ ગુજરાત પરબ v પ્રકાશન તારીખ : નિર્વાણ શતાબ્દી દિન ૧૨-૦૪-૨૦૦૧ ચૈત્ર વદ ૫: વિ.સં. ૨૦૫૭ a પ્રથમવૃત્તિ પ્રત પ000 v મૂલ્ય : અમૂલ્ય સ્વાધ્યાય ઇ ટાઇપસેટીંગ : અક્ષર ફોટોટાઇપોગ્રાફી રાજકોટ ફોન : ૪૬૧૫૭૫ મુદ્રક : ગેલેક્સી પ્રિન્ટર્સ રાજકોટ ફોન : (0.) ૨૨૭૩૩૪, (E) ૩૮૯૩૯૧ ખાસ નોંધ : પુસ્તક પ્રાપ્તિ માટે પત્રથી, ફેક્સથી કે ફોનથી અગાઉથી જાણ કરવા વિનંતિ ફેક્સ : ૦૨૮૧-૫૭૩૨૬ ૨ ફોન : ૦૨૮૧-૫૭૫૧૮૪ (બપોરે ૧-૦૦ થી ૪-00) Page #5 -------------------------------------------------------------------------- ________________ આમુખ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુની નિર્વાણ શતાબ્દી નિમિત્તે આ નાની-શી સ્મરણિકા આપના કરકમળમાં મૂકતાં સપ્રેમ જય પ્રભુ. શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા, શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતજી, ઉપદેશામૃતજી, બોધામૃતજી ત્રણે ભાગ, પ્રજ્ઞાવબોધ વગેરે સદ્ભુતનાં વાંચનની આપને આ તકે વિનંતિ કરું છું. શૈક્ષણિક કારકિર્દી દરમ્યાન અર્થશાસ્ત્ર- Entire Economics સાથે M.A. કર્યું હોવાથી સંસ્કૃત-ગુજરાતી ભાષાકીય ભૂલ જણાય તો ક્ષમ્ય ગણશોજી. ક્યાંયે ઉસૂત્ર પ્રરૂપણા ન થાય તેનો લક્ષ રાખ્યા છતાં ઉપયોગ ચૂકાયો હોય તો, સર્વજ્ઞ પ્રભુ રાજની સાખે, તારક ત્રિપુટી ભગવંતની પાસે, આપ સહુ સુજનોની સમક્ષ ક્ષમા યાચું છું. - પ.પૂ.બ્રહ્મચારીજીની બાર-બાર વર્ષની સંનિધિ પ્રાપ્ત અને તેઓશ્રીની આજ્ઞાવશાત પરમ | કુપાળુદેવ વિષે સૌ પ્રથમ Ph.D. કરનાર,Philosophy of Srimad Rajchandra (English) બા.બ્ર. પ.પૂ.શ્રી શાન્તિભાઇ પટેલે એંસી વર્ષની વયે છેક અમેરિકાથી તેમની લેખિનીનો લાભ એક લેખ પૂરતો પણ આપીને મહતી કૃપા કરી છે. CALIFORNIA-USA ની ભૂમિ પર પણ મને - અમને કૃપાળુદેવ, પ્રભુશ્રીજી, બ્રહ્મચારીજીનું ઓળખાણ કરાવીને અત્યુત્કૃષ્ટ ઉપકાર કર્યો છે. “મોક્ષમાળા’ સર્જનશતાબ્દી ૧૯૮૪માં ગઇ અને “આત્મસિદ્ધિ' રચના શતાબ્દી ૧૯૯૬માં ઊજવાઇ ગઇ અને ચાલુ સાલે ૨૦૦૧માં નિર્વાણ શતાબ્દી ઊજવાઇ રહી છે. એવાં | ઉત્કૃષ્ટ નિમિત્તે થયેલા સ્વાધ્યાયના અર્થ દ્વારા પરમ કૃપાળુદેવને અંજલિ આપવાનો નમ્ર પ્રયાસ ! આ પુસ્તક રૂપે રજૂઆત પામે છે. | પ્રસ્તુત પુસ્તક પ્રકાશનના અર્થસૌજન્ય જેવા સુકૃતના સહભાગી દાતા-દાત્રીઓનો સહૃદયતાપૂર્વક આભાર વેદું , જેમણે નામનાની નામ માત્ર કામના કર્યા વિના કીર્તિની લાલસાની વાસનાને નામશેષ કરી છે, તેમને અંતરથી વંદું છું. | ગેલેક્સી પ્રિન્ટનો આભાર માનવા સાથે અક્ષર ફોટોટાઇપોગ્રાફીવાળા ભાઇશ્રી ભાવિનભાઇ, શ્રી પ્રફુલ્લભાઇ, શ્રી ભુપેનભાઇ, ડૉ.અરુણભાઇ પાઠકનો હાર્દિક ઋણ સ્વીકાર કરું છું જેમણે જરા પણ કંટ ભાવ બતાવ્યા વિના મારા વારંવારના સુધારાવધારા સહન કર્યું જ રાખ્યા છે અને લિપિ અંગે પણ માગ્યા એવા મરોડના ટાઇપ નવા ઉમેરીને કે બદલીને પણ મારી અપેક્ષા સંતોષીને અવિસ્મરણીય સહકાર આપ્યો છે. - જે સાહજિકતાથી કૃપાળુદેવે કોટ ટીંગાડવા આપ્યો હતો તેવી કે તેથી યે વિશેષ સાહજિકતાથી, સ્વસ્થતાથી, પાંચ પાંચ કલાકની પરમ સમાધિસ્થ દશા દાખવીને, શ્રી રાજકોટની ભૂમિને ૩૩ વર્ષ, ૫ માસ ને પ દિનનો દેહનો કોટ અર્પણ કરીને, રવિવારની રાત્રે બે વાગ્યે જન્મેલા રાજપ્રભુએ મંગળવારની બપોરના બે વાગ્યે તા.૯-૪-૧૯૦૧ના રોજ પરમ પંથે સિધાવીને પરમ પુનિત નિર્વાણભૂમિ લેખાવી. “નમસ્કાર હો ! હે પ્રભુ! રાજચંદ્ર ભગવંત; આત્મહિત હું સાધવા, કરું યત્ન ધરી ખંત.” સુધાના વાકઇ, વિનમ્રતાથી વારંવાર વંદું છું. સવિનય આત્મસ્મરણ ... Page #6 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણી ક્રમા વિષય પાન નંબર છત્રપ્રબંધસ્થ પ્રેમપ્રાર્થના ૧-૨૬ મોક્ષમાળામાં મોક્ષમાર્ગ ૨૭-પપ ભાઇ, આટલું તારે અવશ્ય કરવા જેવું છે. ૫૬-૭૨ અમૃતની સચોડી નાળિયેરી ૭૩-૮૮ મોક્ષમૂર્તિ શ્રી પરમ કૃપાળુદેવ ૮૯-૧૦૮ જે સ્વરૂપ સમજ્યા વિના ૧૦૯-૧ ૩૦ ઇચ્છે છે જે જોગીજન ૧ ૩૧-૧૪૬ ૧ ઠ૭-૧પ૯ આવ્યું તેમ સ્વભાવમાં સુખધામ અનંત સુસંત અહી ૧૬૦-૧૬૯ ૧૦) રાજસ્તુતિ શતસમુચ્ચય. ૧૭O-૨૧ ર Page #7 -------------------------------------------------------------------------- ________________ તમે કોઇ પ્રકારે આ પુસ્તકની આશાતના કરશો નહીં તેને ડાઘ પાડશો નહીં ફાડશો નહીં બગાડશો નહીં તેમજ નીચે જમીન ઉપર મૂકશો નહીં Jant Education international For private Personal use only www.jaimelfibrenerg Page #8 -------------------------------------------------------------------------- ________________ Page #9 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * * * શ્રીમદ્ રાજચંદ્ર નિર્વાણ શતાબ્દી રૂમ ર ણિ કા શ્રીમદ્ રાજચંદ નિર્વાણ ભવના નર્મદા BE Page #10 -------------------------------------------------------------------------- ________________ Page #11 -------------------------------------------------------------------------- ________________ A 24 25 26 ૬ ટ , <3 <3 <3 <3 <3 <3 <3 <3 શ્રીમદ્ રાજચંદ્રજી શ્રી મહાવીર સ્વામી international www.jar Page #12 -------------------------------------------------------------------------- ________________ Page #13 -------------------------------------------------------------------------- ________________ પરમકૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજી પ.પૂ. પ્રભુશ્રીજી પ. પૂ.બ્રહ્મચારીજી Page #14 -------------------------------------------------------------------------- ________________ Page #15 -------------------------------------------------------------------------- ________________ છત્રપ્રબંધસ્થ પ્રેમ-પ્રાર્થના ૫ત્રક ૧૪ જેતપુર, કાર્તિક સુદ ૧૫, વિ.સં. ૧૯૪૧ cochod સ | | ર 8. / | 8 8 HTમોએ કા આ | 8:s | 8 તતાદા૫ સમોએ | / ૧/૨/૬/૪/૫/૬/૬/ /૫/૬/૬/૧/૬/c/ ક થાત તાદા' સમો દ રિહંત આને ના એ ૨/ ૯ત આ નં દ | ર//ત આનદ ને કા થા Reત આનંદ 'કાન R/Valanya Ve Sa અ kelahilole પા કા | | | ૪ | / / અ Y રિy Kત.. નY) Kવ્ય, દિ) IHNEI Vરિહંત આVનVદ Wકારી/અ | કાવ્ય, દિપેથાપત તાપેદા ક્ષ મોટા * * * * * * * * * * P | Ireઈ અંતર્ગત-ભુજંગી છંદ અરિહંત આનંદકારી અપારી, સદા મોક્ષદાતા તથા દિવ્યકારી; વિનંતિ વણિકે વિવેકે વિચારી, વડી વંદના સાથ હે! દુઃખહારી: કે વિ છે કે વિ તિ વણિ વ | ડી નં દ ના સા થ હે! દુઃ ખા કર્તા ઉપજાતિ વિવાણિયાવાસી વણિક જ્ઞાતિ, રચેલ તેણે શુભ હિત કાંતિ; સુબોધ દાખ્યો રવજી તનુજે, આ રાયચંદે મનથી રમૂજે. ૪ 3 પ્રયોજન પ્રમાણિકા વણિક જેતપુરના, રિઝાવવા કસૂર ના; રચ્યો પ્રબંધ ચિત્તથી, ચતુરભંજ હિતથી. આ પ્રબંધમાં દષ્ટિદોષ, હસ્તદોષ કે મનદોષ દષ્ટિગોચર થાય તો તેને માટે ક્ષમા ચાહી વિનયપૂર્વક વંદના કરું છું. હું છું. -રાયચંદ્ર રવજી, penal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી ‘સહજ’ને નમોનમઃ છત્ર પ્રબંધસ્થ પ્રેમ-પ્રાર્થના પત્રાંક ૧૪ જેતપુર, કાર્તિક સુદ ૧૫, વિ.સં.૧૯૪૧ રાજલોક કે ભુવન ૧૪, એમાં જીવસમાસ પણ ૧૪, જેમાં સંમૂચ્છિમ મનુષ્યનાં ઉત્પત્તિસ્થાન પણ ૧૪, અધ્યયન કરે તે મહાવિદ્યા પણ ૧૪, બહુશ્રુત બને તે પૂર્વ પણ ૧૪, વિકાસની ભૂમિકા યાને ગુણસ્થાન પણ ૧૪, મનુ પણ ૧૪, તીર્થકર દેવના માતાનાં સ્વપ્ન પણ ૧૪, ચક્રવર્તીનાં રત્ન પણ ૧૪ તો સમુદ્ર મંથન સમયે પ્રાપ્ત રત્ન પણ ૧૪, શરીરની મુખ્ય નાડી ૧૪ તો સંગીતના મુખ્ય છંદ પણ ૧૪, ૧૪મું ગુણસ્થાન પણ અયોગી ગુણસ્થાનક અને અત્રે પ્રસ્તુત છે છેલ્લું ૧૪મું તે પરમકૃપાળુ દેવ પ્રણીત મોક્ષમાળાનો ૧૪મો પાઠ તે જિનેશ્વરની ભક્તિ. સમગ્ર વચનામૃતજી ગ્રંથમાં, પોતાના જન્મદિને લખાયેલી ચાર પત્રપ્રસાદી પૈકી પ્રથમ તે આ એકછત્રપ્રબંધસ્થ પ્રેમપ્રાર્થના. પત્રાંક ૮૯ સમુચ્ચયવયચર્યા જેમાં કૃપાળુ દેવે પોતે પોતાનો વૃત્તાંત લખી દેવાની કૃપા કરી છે. પત્રાંક ૫૪૨માં, ૫.પૂ.શ્રી સોભાગભાઇને ભવાંત વિષેની ચતુર્ભગી સમજાવી છે અને પત્રાંક ૯૦૨માં, ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીને અસંગતા અંગે અનંતી કરુણા કરીને લખ્યું છે. ગુજરાતી સાહિત્યના કાવ્યસ્વરૂપોમાં– મુક્તક, સુભાષિત, ઉખાણાં, સમસ્યા-પ્રહેલિકા, રાસ-રાસો, છંદ, પવાડો, શલોકો, આખ્યાન, પદ્યાત્મક લોકવાર્તા, ફાગુ, પતુ, બારમાસી, સંદેશ કાવ્ય, ભડલી વાક્ય, કક્કો-હિતશિક્ષા, ભજન, સંતવાણી, રાસ-ગરબો-ગરબી અને પ્રબંધ છે તથા મહાકાવ્ય, ખંડકાવ્ય, ઊર્મિકાવ્ય, સૉનેટ, ગઝલ, કરુણ પ્રશસ્તિ, બાલકાવ્ય, દેશભક્તિકાવ્ય વગેરે છે. પ્રબંધ એટલે? ગદ્યાત્મક અને પદ્યાત્મક બન્ને હોય. ગદ્યાત્મક પ્રબંધમાં ચરિત્ર અને કથા સાહિત્ય આવે. શ્રી ઋષભદેવથી મહાવીર દેવ સુધીનાં, ચક્રવર્તીથી શ્રી આર્યરક્ષિતસૂરિ સુધીનાં ચરિત્ર કહેવાય છે અને પછી થયેલાનાં વૃત્તાંત તે પ્રબંધ કહેવાય છે. પ્રબંધ ચિંતામણિ, પ્રબંધ કોશ, ભોજપ્રબંધ, ત્રિભુવન દીપક પ્રબંધ, પુરાતન પ્રબંધ સંગ્રહ, નળદમયંતી પ્રબંધ, શાંબ પ્રદ્યુમ્ન પ્રબંધ, નર્મદા સુંદરી પ્રબંધ, રંગરત્નાકર નેમિપ્રબંધ, શ્રીપાલ પ્રબંધ વગેરે વગેરે. બારમી-તેરમી સદીમાં શ્રી પાર્શ્વદેવ રચિત “સંગીત સમયસાર' મુજબ, ૪ ધાતુ અને ૬ અંગ વડે પ્રબદ્ધ તેથી પ્રબંધ કહેવાય છે. ( પદ્યાત્મક પ્રબંધ -કાવ્યરચના બે પ્રકારે છે. શબ્દ અક્ષર ચિત્ર અને અર્થચિત્ર જેમાં અર્થાલંકાર હોય છે. અષ્ટપદી પદ છે. રાગ-છંદમાં ગાઇ શકાય છે. ચિત્રકાવ્યમાં, ચિત્ર એટલે નવાઇ અથવા છબી. જે કવિતાની રચના જોતાં તેમાં કોઇ અસાધારણ ચમત્કારવાળી અક્ષરરચના અથવા કોઇ પદાર્થનાં ચિત્રમાં બરાબર ગોઠવાઇ રહે એવા શબ્દો કે અક્ષરોનું બંધારણ હોય તેને ચિત્રકાવ્ય કહે છે. in Education International Page #18 -------------------------------------------------------------------------- ________________ ચિત્રકાવ્ય કે પ્રબંધ કાવ્યની વાત આવે અને શ્રી સમંતભદ્રાચાર્યજીનું સ્મરણ ન થાય તો આપણું ભદ્ર-કલ્યાણ કેમ થાય ? બીજી સદીમાં તેમણે રચેલ “જિનશતક' કે “સ્તુતિવિદ્યા'માં મુરજબંધ, અર્ધબ્રમ, અનુલોમ-પ્રતિલોમ, ગોમૂત્રિકા બંધ વગેરે કેટલી ઉત્તમ રચનાઓ છે? મૃદંગના બંધન જેવી ચિત્રાકૃતિમાં અક્ષર બાંધે તે મુરજબંધ. વિ.સં.૧૩૬૫માં, શ્રી જિનપ્રભસૂરિ રચિત “ચિત્રસ્તવ’ કે ‘વીર જિનસ્તવમાં ૨૭ ચિત્રાત્મક પદ્યમાં શ્રી મહાવીર સ્તુતિ છે, જેમાં પણ અનુલોમ-પ્રતિલોમ, પ્રતિલોમ-અનુલોમ, અર્ધભ્રમ, મુરજ, મુશળ, ત્રિશૂળ, હાર, અષ્ટદળકમળ, ચામર વગેરે બંધ છે. વિ.સં. ૧૫૧૨માં, શ્રી ઉદય માણિક્ય ગણિ કૃત શ્રી ચંદ્રપ્રભસ્વામી સ્તવનમાં અષ્ટમંગલ ચિત્ર સ્તવ સહિત ૧૦ પદ્યમાં પ્રબંધ કાવ્ય છે. ૧૫મી સદીના ઉત્તરાર્ધમાં, દિગંબર આચાર્ય શ્રી ચારુકીર્તિજીએ “ગીતવીતરાગ પ્રબંધ’ રચ્યો છે જે શ્રી જયદેવ કવિ કૃત “ગીતગોવિંદ'ના અનુસરણ રૂપે લાગે. કોઇ દિગંબર મુનિ કે પંડિત શ્રી ગુણભદ્રજી રચિત ૨૪ તીર્થકરની સ્તુતિનાં ૨૯ પદ્ય પણ અનેકવિધ બંધથી વિભૂષિત છે. ૧૯મી સદીમાં પ્રકાશિત અને વચનામૃતજીમાં પત્રાંક ૨૯, ૫૨, ૬૨, ૮૯માં ઉલ્લેખિત ‘પ્રવીણસાગર'માં પણ અનેકવિધ ચિત્રકાવ્ય છે, જેવાં કે – ગોમૂત્રિકા, પર્વત, કમળ, ચક્ર, સોળ પાંખડી, જાળી, અષ્ટકોણ, ચોપટ (ચોપાટ), નાગ, નાગશિશુ, નાગગુચ્છ, નાગફણા, પદ્મ, નલિની, અષ્ટદલકમલ, કેતકી, નાળિયેરી, સ્વસ્તિક, દેવાલય, ત્રિશૂળચક્ર, મુકુટ, ગજ, અશ્વ, ગોખ અને વજન (વીંઝણો) પ્રબંધ. છેલ્લે, પ.પુ.શ્રી અંબાલાલભાઇએ પણ ચોકડી પ્રબંધ, ચોસલા પ્રબંધ, કુંડળી પ્રબંધ રચ્યા છે. જેમાં શ્રી રાજ પ્રભુની સ્તુતિ જ મુખ્ય છે. પ.પૂ.શ્રી રત્નરાજ સ્વામીએ પણ ચોપાટ પ્રબંધમાં પરમકૃપાળુ દેવની સ્તુતિ કરી છે. પૂ.શ્રી ભદ્રમુનિએ પણ બે કમળપ્રબંધ ર છે. વળી, પ્રબંધ એટલે બંદોબસ્ત, ગોઠવણ, આયોજન, વ્યવસ્થા. અરિહંત પ્રભુએ સિદ્ધ પ્રભુ થવાનો પ્રબંધ કરી લીધો છે, Booking... Reservation કરાવી લીધું છે તે છત્ર પ્રબંધી પ્રત્યેની પ્રાર્થના છે. | મસ્તક પર ત્રણ ત્રણ છત્રનો પ્રબંધ થઈ ચૂક્યો છે તેવા અરિહંત પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે. તીર્થંકર દેવ પણ અરિહંત તો ખરા જ ને? ભુજંગી છંદમાં રચિત આ પ્રબંધના બાર અક્ષર જાણે કે બારમા ગુણસ્થાનકના અંતે થતા ક્ષીણમોહી અરિહંત અને તેમાંયે તીર્થકર અરિહંતના બાર ગુણનું સૂચવન નથી કરતા? અર્થાત્ કરે છે. “વીતરાગ પરમાતમા રે, ક્ષીણમોહી અરિહંત સલૂણા.” અરિહંત આનંદકારી અપારી અરિહંત એટલે? હું કંઈ કહું તે કરતાં, મોક્ષમાળા શિક્ષાપાઠ ૭-૮ મુજબ, “પ્રત્યેક આત્મા તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ વિના સદૈવ અનાથ જ છે. સનાથ થવા સતુ, દેવ, સત્ ધર્મ અને સત્ ગુરુને જાણવા અવશ્વના છે. ત્રણ તત્ત્વ આપણે અવશ્ય જાણવા જોઇએ. જ્યાં સુધી એ તત્ત્વ સંબંધી અજ્ઞાનતા હોય છે ત્યાં સુધી આત્મહિત નથી. એ ત્રણ તત્ત્વ તે સત્ દેવ, સત્ ધર્મ અને સત્ ગુરુ છે. સંસારમાં મુખ્યતા ભોગવતાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ Page #19 -------------------------------------------------------------------------- ________________ ચાર કર્મ ભસ્મીભૂત કરીને જેઓ સ્વસ્વરૂપથી વિહાર કરે છે, ...અઢાર દૂષણથી રહિત, સચ્ચિદાનંદ સ્વરૂપથી વિરાજમાન અને મહાઉદ્યોતકર બાર ગુણ જેઓમાં પ્રગટે છે; જન્મ, મરણ અને અનંત સંસાર જેનો ગયો છે તે સત્ દેવ નિગ્રંથ આગમમાં કહ્યા છે. એ દોષ રહિત શુદ્ધ આત્મસ્વરૂપને પામેલ હોવાથી પૂજનીય પરમેશ્વર કહેવાય છે.” | ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ (વચનામૃતજી) પ્રારંભે આદિદેવ ઋષભજિનને વંદન કરીને અને અરિહંતને જયવંત કહીને જળહળ જયોતિસ્વરૂપ કેવળજ્ઞાની પ્રભુને પ્રાર્થના કરી તેમાં ગાથા ૭ અને ગાથા ૮માં પણ કેવું લખ્યું છે ? અવિનાશી અરિહંત તું, એક અખંડ અમાન; અજર અમર અણજન્મ તું, ભયભંજન ભગવાન. ૭. આનંદી અપવર્ગી તું, અકળ ગતિ અનુમાન, આશિષ અનુકૂળ આપજે, ભયભંજન ભગવાન. ૮. પ્રથમ નમસ્કાર અરિહંતને શા માટે? પંચ પરમેષ્ઠીમાં સર્વોત્કૃષ્ટ પદ જો કે સિદ્ધ ભગવંતનું છે છતાં, સર્વજ્ઞતા-વીતરાગતાઅનંત ચતુષ્ટય સંપન્નતા વગેરે આંતરિક વિકાસ તો બન્નેનો સમાન જ છે. - સિદ્ધ ભગવંતનો મહિમા કોણે બતાવ્યો ? કદાચ આપ કહેશો કે, સંતો-આચાર્યોઉપાધ્યાયો-ઋષિમુનિઓએ ગ્રંથોમાં ગાયો છે. એ ય ખરું કે, આપણે તેમના ગ્રંથો-શાસ્ત્રો જ વાંચીએ છીએ. પરંતુ આ પરંપરા બની તો અરિહંત પ્રભુની દેશના થકી. વીતરાગની વાણી ખરી ખરી, દિવ્યધ્વનિ પ્રગટી. આ પરમોપકારને કારણે પ્રથમ નમસ્કાર. સત્યનો પ્રથમ સાક્ષાત્કાર અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ અરિહંતને છે. પછી આચાર્ય, ઉપાધ્યાય, સાધુ ભગવંત જે જનસમૂહ સમક્ષ વ્યાખ્યાને છે. મૂળ અનુભૂત સત્યની પ્રતિમા તો અરિહંત છે. આધ્યાત્મિકતાનું સર્વોચ્ચ પવિત્રતમ રૂપ ત્યાં છે, તે છે. આ અ-લૌકિક કારણ કહ્યું. લૌકિક કારણ શું? અરિહંતનું ધ્યાન ધરતાં પુષ્કળ પુણ્યબંધ થાય અને સાંસારિક મુશ્કેલી સમાપ્ત થાય. જેટલા પણ ઋદ્ધિ મંત્ર છે તેના બીજમંત્રમાં અરિહંતનો અર્થ અનેકશઃ અંતર્નિહિત છે. ત્રિવિધ તાપથી પરેશાન થઇને કોના શરણે જઇશું? પરેશ યાને ભગવાનને શરણે. પરને પોતાનું માન્યું માટે આપણે પરેશાન છીએ ને? પર યાને શ્રેષ્ઠ પરમાત્માને પોતાના માટે અને પોતાને પણ શુદ્ધાત્મા યાને, શુદ્ધ ભાવમાં રહે, શુદ્ધ ઉપયોગમાં રાચે તો? ‘વાત છે માન્યાની' પ્રભુશ્રીજીના બોધમાં જવલંત રીતે ઝળકે છે. “પરેશાં રાત સારી હૈ... સિતારે તુમ તો સો જાઓ”શ્રી જગજિતસિંહની ગઝલ યાદ આવી ગઇ. ગ્રહવો હોય તો ત્યાં યે બોધ જ છે ! અરિહંત અને સિદ્ધ બન્ને દેવતત્ત્વ (દેવ-ગુરુ-ધર્મતત્ત્વમાં) પણ દર્શન તો અરિહંતનાં જ થાય ને ? સાકાર, યોગી, સદેહી, સશરીરી, સગુણ, સકલ, દેહધારી પરમાત્મા માટે દેવાધિદેવ ! - જો કે, અરિહંત બે પ્રકારે. સામાન્ય અરિહંત અને તીર્થકર અરિહંત. તીર્થંકર નામકર્મ પ્રકૃતિનો ઉદય વેદવો પડે છે તે તીર્થંકર પ્રભુ. બાકી કેવળજ્ઞાન તો બન્ને ધરાવે છે. પંચજ્ઞાનની પૂજામાં શ્રી રૂપવિજયજી મ.સા. કહે છે તેમ, “પૂજા શ્રી અરિહંતની, કરીએ ધરીએ એક તાન, મોહન! નાગકેતુ પરે નિર્મળી, પામો કેવળજ્ઞાન, મોહન.” Page #20 -------------------------------------------------------------------------- ________________ અને આપણે ગાઇએ કે, “પ્રથમ નમું ગુરુ રાજને, જેણે આપ્યું જ્ઞાન; જ્ઞાને વીરને ઓળખ્યા, ટળ્યું દેહઅભિમાન.” મંગલમય મંગલકરણ, વીતરાગ વિજ્ઞાન, નમો તાહિ જાતે ભયે, અરિહંતાદિ મહાન. - પંડિત શ્રી ટોડરમલજી અરિહંતનું સ્વરૂપ વીતરાગ વિજ્ઞાનમય છે. એ વડે જ અહંતાદિક સ્તુતિ યોગ્ય મહાન થયા છે. કારણ કે, જીવતત્ત્વથી તો સર્વ જીવો સમાન છે પણ રાગાદિ વિકાર વડે વા જ્ઞાનની હીનતા વડે જીવ નિંદાયોગ્ય થાય છે તથા રાગાદિની હીનતા વડે વા જ્ઞાનની વિશેષતા વડે સ્તુતિ યોગ્ય થાય છે. - જે વડે સુખ ઉપજે વા દુઃખ વિણસે એ કાર્યનું નામ પ્રયોજન છે. એ પ્રયોજનની જેનાથી સિદ્ધિ થાય તે જ આપણું ઇષ્ટ છે. અત્રે વીતરાગ વિશેષ જ્ઞાનનું હોવું એ પ્રયોજન છે, કારણ એનાથી નિરાકુલ સત્ય સુખની પ્રાપ્તિ થાય છે. એ પ્રયોજનની સિદ્ધિ શ્રી અરિહંતાદિક વડે થાય છે. આત્માના પરિણામ ત્રણ પ્રકારના છે : સંકલેશ, વિશુદ્ધ અને શુદ્ધ. તીવ્ર કષાયરૂપ સંકલેશ છે, મંદ કષાયરૂપ વિશુદ્ધ છે, કષાયરહિત શુદ્ધ છે. અરિહંતાદિ પ્રત્યે જે સ્તવનાદિ રૂપ ભાવ થાય છે તે કષાયની મંદતાપૂર્વક હોય છે. માટે તે વિશુદ્ધ પરિણામ છે. તથા સમસ્ત કષાયભાવ ઘટાડવાનું સાધન છે તેથી તે શુદ્ધ પરિણામનું કારણ પણ છે. એવા પરિણામ વડે પોતાના ઘાતક ઘાતી કર્મનું તીનપણું થવાથી સ્વાભાવિકતઃ જ વીતરાગ વિશેષ જ્ઞાન પ્રગટ થાય છે. એ પ્રમાણે શ્રી અરિહંતાદિ વડે પોતાનું પ્રયોજન સિદ્ધ થાય છે. અથવા શ્રી અરિહંતાદિકના આકારનું અવલોકન કે સ્વરૂપ વિચાર, તેમના વચનનું શ્રવણ, નિકટવર્તી હોવું અથવા તે અનુસાર પ્રવર્તવું વગેરે કાર્ય તત્કાલ જ નિમિત્તભૂત થઈ રાગાદિકને હીન કરે છે. જીવ-અજીવ આદિનું વિશેષ જ્ઞાન ઉપજાવે છે માટે એ રીતે પણ શ્રી અરિહંતાદિક વડે વીતરાગ વિશેષ જ્ઞાનરૂપ પ્રયોજનની સિદ્ધિ થાય છે. આ તો પ્રશ્ન થાય કે, તેમનાથી એવા પ્રયોજનની તો સિદ્ધિ થાય છે પણ ઇન્દ્રિયજનિત સુખ ઉપજે કે દુઃખ વિણસે એવાં પ્રયોજનની સિદ્ધિ થાય કે નહિ? તો થાય - - અહંતાદિકની સ્તવનાદિ રૂપ વિશુદ્ધ પરિણામ થાય છે. તેનાથી અઘાતી કર્મોની શાતાદિ પુરુષ પ્રકૃતિઓનો બંધ થાય છે. વળી જો તે પરિણામ તીવ્ર હોય તો જે પૂર્વે અશાતાદિ પાપ પ્રકૃતિ બાંધી હતી તેને પણ મંદ કરે છે અથવા નષ્ટ કરી પુણ્ય પ્રકૃતિરૂપે પરિણાવે છે, જે પુણ્યનો ઉદય થતાં ઇન્દ્રિય સુખના કારણભૂત સામગ્રી સ્વયં મળે છે તથા પાપનો ઉદય દૂર થતાં દુઃખના કારણભૂત સામગ્રી સ્વયં દૂર થાય છે. એ પ્રમાણે એ પ્રયોજનની સિદ્ધિ પણ તેમનાથી થાય છે. અથવા જૈન શાસનના ભક્ત દેવાદિક તે ભક્ત પુરુષને અનેક ઇન્દ્રિયસુખના કારણભૂત સામગ્રીનો સંયોગ કરાવે છે તથા દુઃખના કારણભૂત સામગ્રીને દૂર કરે છે. એ પ્રમાણે પણ એ પ્રયોજનની સિદ્ધિ શ્રી અરિહંતાદિક વડે થાય છે. પરંતુ એ પ્રયોજનથી કાંઇ પોતાનું હિત થતું નથી. કારણ કે, કષાય ભાવ વડે બાહ્ય સામગ્રીમાં ઇષ્ટ-અનિષ્ટતા માની આત્મા પોતે જ સુખદુઃખની કલ્પના કરે છે. કષાય વિના બાહ્ય સામગ્રી કંઇ સુખદુ:ખની દાતા નથી. વળી કષાયછે તે સર્વ આકુલતામય છે. માટે ઇન્દ્રિયજનિત સુખની ઇચ્છા કરવી વાદુઃખથી ડરવું એ બધો ભ્રમ છે. વળી એવાં પ્રયોજન અર્થે અરિહંતાદિની ભક્તિ કરવા છતાં તીવ્ર કષાય હોવાથી પાપબંધ જ થાય છે. માટે એ પ્રયોજનના અર્થી થવું યોગ્ય નથી. કારણ કે, એવાં પ્રયોજન તો અરિહંત ભક્તિથી સ્વયં સિદ્ધ થાય છે. જુઓને, મોક્ષમાળા શિક્ષાપાઠ ૧૫ (ત્રોટક છંદ) શું કહે છે? Page #21 -------------------------------------------------------------------------- ________________ ભક્તિનો ઉપદેશ શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી; જિનભક્તિ ગ્રહો, તકલ્પ અહો ! ભજીને ભગવંત, ભવંત લો. ૧ નિજ આત્મસ્વરૂપ મુદા પ્રગટે, મન તાપ ઉતાપ તમામ મટે; અતિ નિર્ભરતા વણ દામ ગ્રહો, ભજીને ભગવંત ભવંત લહો. ૨ માટે અરિહંત જ પરમ ઇષ્ટ છે, પરમ મંગળ છે. માં તાંતિ એટલે કે, સુખને લાવે છે તે મંગળ. (શુકનમાં મગ એટલે વપરાય છે?) મત, મામ્ 'Iનયતિ એટલે કે, પાપને, મળને, મમત્વને ગાળી-ઓગાળી નાખે તે મંગલ છે. જુઓને, મંગલ પાઠ પણ કેવો માંગલિક છે? चत्तारि मंगलं - अरिहंता मंगलं । सिद्धा मंगलं । साहू मंगलं । केवलीपन्नतो धम्मो मंगलं । चत्तारि लोगुत्तमा - अरिहंता लोगुत्तमा । सिद्धा लोगुत्तमा । साहू लोगुत्तमा । केवलीपन्नतो धम्मो लोगुत्तमो। चत्तारि सरणं पव्वज्जामिअरिहंते सरणं पव्वज्जामि । सिद्धे सरणं पव्वज्जामि । साहू सरणं पव्वज्जामि । केवलीपन्नतं धम्म सरणं पव्वज्जामि । લોકમાં ચાર ઉત્કૃષ્ટ મંગળ છે, ચાર ઉત્કૃષ્ટ પદાર્થ છે, ચારનું શરણ ગ્રહણ કરવા યોગ્ય છે. શ્રી અરિહંત, શ્રી સિદ્ધ, શ્રી સાધુ અને શ્રી કેવલી પ્રરૂપિત ધર્મ. પરમકૃપાળુદેવે પોતે પણ ગાયું...ગવરાવ્યું કે, વ્યવહારસે હે દેવ જિન, નિહસે હે આપ; એહિ બચનસે સમજ લે, જિન પ્રવચનકી છાપ. अरिहंत चेइआणं चैत्यस्तव अरिहंत चेइआणं करेमि काउसग्गं । वंदणवत्तिआए पूअणवत्तिआए सक्कारवत्तिआए सम्माणवत्तिआए। बोहिलाभवत्तिआए निरुवसग्गवत्तिआए, सद्धाए मेहाए धीइए धारणाए अणुप्पेहाए वद्धमाणिए ठामि काउसग्गं । દ્રવ્યમંગળ અને ભાવમંગળ દ્રવ્ય મંગળમાં કળશ, પુષ્પ, દહીં, શ્રીફળ, સુવર્ણ, રત્ન, કુમારિકા વગેરે તથા ૐ, શ્રી વગેરે અક્ષરો તથા સાથિયો (સ્વસ્તિક) વગેરે ચિત્ર આવે છે. www.jainelibrary Page #22 -------------------------------------------------------------------------- ________________ દ ભાવમંગળમાં ‘અરિહંત' પ્રભુની આપણે વાત કરીએ છીએ. સર્વશાસ્ત્ર-આગમની શોભારૂપ અરિહંત છે, વિઘ્નને દૂર કરનાર અરિહંત છે, કર્મ અરિ પર વિજય મેળવતા આનંદકારી અરિહંત છે, સંસાર સમુદ્રથી દૂર લઇ જનાર અરિહંતછે અને શાસ્ત્રનો પા૨ પમાડનાર પણ અરિહંત છે. અરિહંત બોલતાં જ સર્વમંગળમાં પ્રવેશ થાય છે. અરિહંત એટલે ? ૧. ૨. ૩. સઃ : 9. B અંઃ ત: .. મ 4 ← •he હૈં ત: 5 E હું : દ ain Education International : : ઞ ર્િ હૈં તે અક્ષરોને વિવિધ રીતે સમજવા યત્ન કરીએ. આત્મા, એકત્વ, શુદ્ધ, બુદ્ધ, જ્ઞાનરૂપ શક્તિનું ઘોતક. ૬+ રૂ। ૬: કાર્યસાધક, શક્તિનું પ્રસ્ફોટક અને વર્ધક ૐ : લક્ષ્મી પ્રાપ્તિનું સાધક, કોમલ કાર્યસાધક, કઠોર કાર્યનું બાધક, હ્રીઁ બીજનું જનક, હ્રીઁ સર્વશક્તિનું બીજ છે. શાન્તિ. માંગલિક અને પૌષ્ટિક કાર્યોનું ઉત્પાદક, લક્ષ્મી ઉત્પત્તિમાં સાધક. કર્મભાવ માટે પ્રયુક્ત, ધ્યાનમંત્રમાં પ્રમુખ, અનેક મૃદુલ શક્તિનો ઉદ્ઘાટક. સર્વબીજનો જનક. શાન્તિનું અવિષ્કારક, કાર્યસાધક, સારસ્વત બીજ સાથે સર્વ સિદ્ધિદાયક. મંત્ર વિજ્ઞાનની પરિભાષા પછી થોડું સરળ રીતે સમજીએ. વિષ્ણુ, જ્ઞાનવ્યાપક, કેવળી, અરિહંત. રાગ હણનાર શૂરવીરતા વાચક. અભયદાન દેનારા અરિહંત રત્નત્રય યુક્ત; રિક્ત એટલે ખાલી. અર્થાત્ કર્મસંબંધથી રહિત સિદ્ધ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા.કૃત નવપદજીની પૂજામાં, ચારિત્ર્યપદ વખતે ગાઇએ છીએ તે - ચય તે આઠ કરમનો સંચય, રિક્ત કરે જે તેહ; ચારિત્ર નામ નિરુત્તે ભાખ્યું, વંદું તે ગુણગેહ રે .... સિદ્ધચક્ર પદ વંદો રે ભવિકા કર્મ હણવા ઉદ્યમશીલ આચાર્ય-ઉપાધ્યાય-સાધુ. તપ-ત્યાગમય જિન ધર્મ. Page #23 -------------------------------------------------------------------------- ________________ અઃ : હૈંઃ ત: આઠ, અષ્ટ કર્મશત્રુ હણીને તારીને धम्मो मंगलमुक्किट्ठे अहिंसा संजमो तवो । देवा वि तं नमस्संति जस्स धम्मे सया मणो ॥ શ્રી દશવૈકાલિજી સૂત્ર અધ્યયન ૧, ગાથા ૧ વ્યાકરણથી મોક્ષ ? પાણિની વ્યાકરણકાર ‘અષ્ટાધ્યાયી'માં બતાવે છે કે, જગત કેવી રીતે વિસ્તરે છે અને કેવી રીતે સમેટાય છે એટલે તો, વ્યાકરણને મોક્ષ યા અપવર્ગનું દ્વાર કહે છે. વર્ણ શું ? અક્ષર. અ, ઇ, ક, ખ વગેરે. જે ક્ષય ન થાય તે અક્ષર. લિપિ બદલાય, ભાષા બદલાય, અક્ષર ન બદલાય. ધ્વનિરૂપે નિત્ય છે. બ્રહ્મા અક્ષમાળા રૂપે આ અક્ષરોને ધારણ કરે છે. (ધ્વનિ) નાદ જ્યારે નાભિકમળમાંથી ઊઠીને અનાહત ચક્રને અતિક્રમતો થકો કંઠમાં આવીને આહત થાય છે (વાગેછે, અવાજ આવેછે) ત્યારે અક્ષર બની જાય છે. જે પ્રથમ અક્ષર કે ધ્વનિ પ્રાપ્ત થાય છે તે ૐ છે. આદ્ય અક્ષર, સમસ્ત વર્ણોનું મૂળ, વેદાંતી જેને સગુણ બ્રહ્મ કહે છે. આ સગુણ બ્રહ્મથી જગત વિસ્તરે છે, વિસ્તૃત થાય છે. નાભિચક્રમાં નાદરૂપે જે ધ્વનિ સુપ્ત રહેલી છે તે પણ મૈં જ છે પણ તે નિર્ગુણ બ્રહ્મ છે. ઞ જગત્ કેવી રીતે રચે છે ? 9 કંઠમાંથી અ ને તાળવા સુધી લઇ જતાં રૂ થઇ જશે. રૂ ને શક્તિ માયા કે ચિત્ કલા કહે છે. આ માયા શક્તિનો આશ્રય કરીને સગુણ બ્રહ્મ જગત્ સર્જન કરે છે. હવે મૈં ને પ્રસારણ કરતાં કરતાં હોઠ સુધી લાવીએ તો ૩વિષ્ણુરૂપ બનશે. સંસાર ત્યારે જ બને છે જયારે રૂપ અને રસના માધ્યમ દ્વારા બ્રહ્મ પોતાને પ્રગટ કરે છે. તાળવાથી હોઠ સુધી આપણે સીધા નથી આવી શકતા. વચ્ચે છે મૂર્ધા અને દાંત, ૠ અને ભૃ. ૠ રૂપ છે. ભૃ રસ છે. પણ આપણે રૂપને ગળી જઇએ છીએ ? નહીં. તે રૂપ આપણા મનમાં રસનો સંચાર કરે છે. જે રસનું આસ્વાદન કરીએ છીએ તે રૃ. દ્રવ્ય-ગુણ-પર્યાયથી કોનું ઓળખાણ ? એ જ રીતે સંસાર સમેટવાનો છે. ઞ રૂ ૩ ગ્> ૬ ૩ વ્ > ૩મ્ અથવા ૐ ઞ રૂ ૩ થી જે ળ (જગત્) બન્યું હતું તેને મેં માં લય કરી દો એટલે શું થાય? ઓમ્ એ જ ૩, યોગદર્શન જેને પ્રણવ કહે છે. શ્રી કુંદકુંદાચાર્ય ભગવંત વિરચિત ‘પ્રવચનસાર'માં, www.jalnelibrary.org Page #24 -------------------------------------------------------------------------- ________________ जो जाणइ अरहंतं, दव्वत्त-गुणत्त-पज्जवत्तेहिं । सो जाणइ अप्पाणं, मोही खलु जाइ तस्स लयं ॥ (ાથી ૮૦) અર્થાત્ દ્રવ્ય-ગુણ-પર્યાયથી જે અરિહંતને જાણે છે તે આત્માને જાણે છે. નિશ્ચયથી તે આત્માનું સ્વરૂપ છે અને તેથી મિથ્યા મોહનો વિલય થાય છે. અરિહં પદ દ્રવ્ય-ગુણ-પર્યાયને જણાવે છે. અર્થાત્ આઠ કર્મ, દ્રવ્ય કર્મ, ભાવકર્મ, નોકર્મ, રાગ-દ્વેષ-કષાય-ઇન્દ્રિય, પરિષહઉપસર્ગને હણનારા અને તે એટલે સ્વરૂપમાં તપનારા તે અરિહંત. દ્રવ્ય વડે ઓળખાણ એટલે શું? અરિહંતનું અને આપણું આત્મદ્રવ્ય બન્ને સમાન જ છે, બન્ને અસંખ્યાત પ્રદેશી, સત્તારૂપે એક જ છે. તેમણે વ્યક્તિ-વ્યક્ત રૂપે આત્માને નિર્મળ કરેલો છે. આપણે તેમના પગલે ચાલીએ અને વર્તીએ તો આપણો આત્મા તેમના જેવો જ થઇ શકે છે. ગુણ વડે ઓળખાણ એટલે શું? અરિહંતના આત્મામાં પ્રત્યેક પ્રદેશે અનંત ગુણ રહેલા છે. આપણા આત્મામાં પણ રહેલા છે. તેમણે તે ગુણોનો વિકાસ કરી ગુણોની સાથે તન્મયતા પ્રાપ્ત કરી. આપણે વિભાવમાં રહ્યા થકી તે ગુણોની ઉપેક્ષા કરી છે. હવે તેમના પગલે ચાલીએ તો તેમના જેવા જ થઇ શકીએ. પર્યાય વડે ઓળખાણ એટલે શું? અરિહંતનું જ્ઞાન હંમેશા ઉપયોગમય હોય છે. ઘટાદિ વસ્તુઓ જુદે જુદે રૂપે પરિણમે છે. ઉપયોગ પલટાય છે. જ્ઞાનાદિ ગુણો અવિચ્છિન્ન રહે છે. આપણો આત્મા પણ જુદા જુદા ઉપયોગે જુદા જુદા સ્વરૂપનું પરિણમન પામે છે. દા.ત., ઘટાત્મા, પટાત્મા વગેરે. પરંતુ આત્માના ગુણો જુદા પડતા નથી. જેથી પર્યાય અનિત્ય છતાં આત્મા નિત્ય છે અને અરિહંત જેવા થઇ શકાય છે. ટૂંકમાં, જે આત્મા અરિહંત ભગવાનને દ્રવ્ય-ગુણ-પર્યાયથી જાણે તથા ઓળખે છે તે પોતાનાં સ્વરૂપને જાણે છે અને નિશ્ચયથી તેના મોહકર્મનો નાશ થાય છે. ઉપરોક્ત ગાથાને પૂ.શ્રી હિંમતલાલભાઇ જે.શાહ કૃત ગૂર્જર પદ્યાનુવાદમાં ગાઇએ તો, હરિગીત છંદમાં, જે જાણતો અરહંતને, દ્રવ્ય ગુણ ને પર્યાયથી, તે જાણતો નિજ આત્મને, તસુ મોહ પામે લય ખરે. પ્રવચનસાર ગાથા ૮૦. 4 થી ૮ સુધીમાં યાત્રા પૂરી થઈ જાય છે. અયથાર્થથી યથાર્થ સુધી લઇ જનાર અરિહંત પ્રભુને વંદના. નમું નમું રે દેવ અરિહંતા, શિવરમણીકે કંતા, Page #25 -------------------------------------------------------------------------- ________________ ઘનઘાતી કર્મ સબ હતા, સબ જાનત કેવલ વંતા, પ્રભુ અતિશય ચોત્રીસ સોહંતા, પ્રભુ તીન ભવનમેં મહંતા, એક યોજન વાણી વાગતા, ચાર તીર્થની સ્થાપના કરતા, હમ સબ તનમનસે નમંતા, શિવ દીજો શ્રી ભગવંતા રે... નમું નમું રે દેવ અરિહંતા. આનંદકારીઃ आनन्दमानन्दकरं प्रसन्नं ज्ञानस्वरूपं निजबोधरूपम् । योगीन्द्रमीडयं भवरोगवैद्यं, श्रीमद् गुरुं नित्यमहं नमामि । પરમોપકારી પ.પૂ.પ્રભુશ્રીજીની આજ્ઞાનુસાર પ્રતિદિન સાયંકાલીન દેવવંદને ગાઇએ છીએ કે, જે આનંદ સ્વરૂપ છે અને આનંદને આપનારા છે, રાગદ્વેષથી રહિત હોવાથી પ્રસન્ન છે, જ્ઞાનસ્વરૂપ જ્ઞાનની મૂર્તિ છે, આત્મજ્ઞાન સ્વરૂપ અનુભવસ્વરૂપ છે, મહાયોગીઓથી મીડ્ય એટલે વખાણવા યોગ્ય છે, સંસાર રૂપી રોગને મટાડનાર વૈદ્ય છે તે શ્રીમદ્ સદ્દગુરુને હું નિત્ય નમસ્કાર કરું છું. જેણે શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ કરી લીધું છે તેનામાં આનંદ છે, બીજું હોય પણ શું? અરિહંત પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. જગતના બીજા દ્રવ્યો પણ સત્ છે. પરંતુ આત્મદ્રવ્ય તો સાથે સાથે ચિત્ પણ છે, આનંદી પણ છે. જ્ઞાનચેતના અને દર્શનચેતના તેની સત્તાછે. જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ બીજાં સત્ દ્રવ્યોથી આત્માની ભિન્નતા પ્રગટ કરે છે. હું જો બીજા જડ, પુદ્ગલ દ્રવ્યમાં આનંદ શોધું તો એ ભૂલ છે, મારી ભૂલ છે. માટે સચ્ચિદાનંદ સ્થિતિની પ્રાપ્તિ અર્થે અરિહંત પરમાત્માની પ્રાર્થના કરવી જોઇએ. નવસ્મરણમાં, चउतीस अइसयजुआ, अटठमहापाडिहेर कव सोहा । तित्थयरा गयमोहा, झाएअव्वा पयत्तेणं ॥ ‘તિજયપહત્ત' - શ્રી માનદેવસૂરિજી અર્થાત્ અરિહંત પરમાત્મા ૩૪ અતિશયયુક્ત છે, ૮ મહાપ્રાતિહાર્ય એની શોભા વધારે છે. એવા ગતમોહ તીર્થંકર પરમાત્માનું પ્રયત્નપૂર્વક ધ્યાન કરવું જોઇએ. મોહ જતાં મોક્ષસ્વરૂપ પરમાત્મા આનંદમય જ છે, આનંદકર જ છે. આત્મા અનંત સુખનો ધણી (ધની-ધનિક) છે, અનંત ચતુષ્ટય તો એનામાં જ પડેલા છે, આત્મા પરમાત્મા થઈ શકે છે એવી લોકશાહી છે, દ્રવ્ય-ગુણ-પર્યાયની નિજી સ્વતંત્રતા છે વગેરે વગેરે આપણી પાસે આવ્યું ક્યાંથી ? તો જ્યાં સર્વજ્ઞતા સાંપડી છે, અરિહંતતા આવિર્ભાવ પામી છે ત્યાંથી આવ્યું. શ્રી યશોવિજયજી ઉપાધ્યાય નવપદજીની પૂજાનો પ્રારંભ જ ક્યાંથી કરે છે એ વિચારીએ તો - उपजाति वृत्तम्। પ્રાકૃત उप्पन्नसन्नाण महोमयाणं, सप्पाडिहेरासणसंठियाणं । सद्देसणाणंदियसज्जणाणं, नमो नमो होउ सया जिणाणम् ॥ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સંસ્કૃત उत्पन्नसज्ज्ञानमहोमयेभ्यः सत्प्रातिहार्यासनसंस्थितेभ्यः । सद्देशनानंदित सज्जनेभ्यः नमो नमो भवतु सदा जिनेभ्यः ॥ અર્થાત્ પ્રગટ થયેલા સજ્ઞાન (કેવળજ્ઞાન) રૂપી તેજવાળા, પ્રત્યક્ષ દેખાતા પ્રાતિહાર્ય સાથે સિંહાસન પર બેઠેલા, ઉત્તમ દેશના વડે આનંદ પમાડ્યો છે જેમણે એવા અરિહંતને (જિનને) સદા નમસ્કાર હો. અરિહંત તો નંદનો નંદ આનંદનો કંદ સુખકંદ અમંદ જિણંદ आनन्दः नन्दनः प्रमोदनः । આનંદસ્વરૂપ જ છે, કારણ કે અંતરંગ શત્રુઓ પર સંપૂર્ણતઃ વિજય મેળવ્યો છે. નંદન રૂપ જ છે, આત્માએ પોતે સલા આવરણો (વિભાવ) હટી જતાં આનંદ (સ્વભાવ) સ્વરૂપ જ રહે ને ? પ્રમોદન એટલે આનંદ અને આનંદના કારક પરમાત્મા બન્નેનો નિર્દેશ છે. એનો આશ્રય લે છે એને પણ આનંદનો જ અનુભવ કરાવે. અનુરુપ ज्ञानलक्ष्मीधनाश्लेष प्रभवानंद नन्दितम् । निष्ठितार्थमजं नौमि परमात्मा तमव्ययम् ॥ ‘જ્ઞાનાર્ણવ’ : શ્રી શુભચંદ્રાચાર્યજી (કેવળ) જ્ઞાનરૂપી લક્ષ્મી અને (આત્મિક...અનંત) ધનનો આશ્લેષ (આલિંગન, ભેટો) હોવાથી એમાંથી આનંદ જ નિષ્પન્ન થાય ને? તેમાં જે નિષ્ઠિત છે તેવા અજન્મા...અવિનાશી પરમાત્માને નમન કરું ૩% અને કાર મળી ૩ ૨ શબ્દ બન્યો. ૩% એટલે જ સહજ, શુદ્ધ, સત્, ચિતુ, આનંદસ્વરૂપ. તેને કરનારા ૩જાર તેમ આનંદ અને કારી મળી આનંદકારી શબ્દ બન્યો. આનંદ સ્વરૂપ છે અને આનંદ કરાવનાર, પ્રગટાવનાર, ઓળખાવનાર..... તે આનંદકારી. જે જેનો અર્થી ગ્રાહક છે તે શોધી શોધીને ગમે ત્યાંથી તેનો પત્તો મેળવે જ છે. જ્ઞાનની રુચિ છે તે જ્ઞાની પાસે પહોંચશે તેમ વિશુદ્ધ આનંદની અભિલાષા છે (માત્ર મોક્ષાભિલાષ) તે વિશુદ્ધ આનંદ જયાં પૂર્ણપણે પ્રગટ છે ત્યાં અરિહંત પરમાત્મા પાસે જશે. खुश रहना, खुश रखना, जीना और जिलाना । નાથ ! મેરે નીવન | વસ યહી # હો TIના | . આનંદમાં રહેવું, બીજાને આનંદમાં રાખવા, જીવો અને જીવવા દો, સૂત્ર જીવનમાં અપનાવવું. આ જ મારા જીવનનું ગાન બની રહો એ જ પ્રાર્થના. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૧ અપારી : આનંદ જેવું સીમાહીન (નિઃસીમ) તત્ત્વ એક સીમાબદ્ધ મનુષ્ય શરીરમાં પ્રગટ થાય છે તે જ એક અદ્ભુત વસ્તુ છે. અરિહંતના અભુત સ્વરૂપને સીમા નથી તેથી જ તેનાં આનંદસ્વરૂપને પણ સીમા નથી. એટલે જ, અપારી કહેતાં અપરંપાર, અસીમ, પારાવારી, અનહદ, પાર વિનાના, બેસુમાર, પુષ્કળ. જેનો પાર ન પામી શકાય તે અપાર, જેનો તાગ ન લઇ શકાય તે અતાગ, જેનું ઊંડાણ-તળ જાણી ન શકાય તે અગાધ, તેવા આનંદની વાત છે. - પરમકૃપાળુ દેવ જેવા પરમાત્મા રચે અને માત્ર આટલો જ અર્થ થોડો હોય ? સાંખ્ય દર્શનમાં, ‘પાર' એટલે એક પ્રકારનો માનસિક સંતોષ, તટસ્થતા. વિષય પ્રત્યેના વૈરાગ્યને પરિણામે ઉદ્ભવતો સંતોષ કે તુષ્ટિ તે ‘પાર'. અરિહંત પ્રભુ જેવું કોઇ તટસ્થ ખરું ? અરહંત પરમાત્મા જેટલું કોઇ સંતોષી ખરું ? અધ્યાત્મની પરિભાષામાં સંતોષ એટલે રાગ-દ્વેષ વિનાની સ્થિતિ સંસાર સાગરમાં બૂડતા-ડૂબતા જીવોને સંસાર સાગરથી પાર કરાવી શકે છે તે અપારી. પ્રભુશ્રીજીના શબ્દોમાં, ‘સફરી જહાજ' જે મોક્ષનગરીની સફરે લઈ જાય છે. અર્થની આરપાર પણ જેનું અસ્તિત્વ છે તે અપારી. અરિહંત માત્ર શબ્દ કે વર્ણનો સમૂહ નથી. વ્યવહારમાં કહીએ છીએ ને કે, અનુભવ જેવો કોઇ શિક્ષક નથી. તો પરમાર્થમાં, આત્માનુભવ જેવો કોઇ મંત્ર નથી ! અર્થ (Earth-પૃથ્વી) ને પેલે પાર... આઠમી પૃથ્વી પર... સિદ્ધ શિલા પર બિરાજમાન પ્રત્યેક સિદ્ધાત્માનું અલગ અલગ અલગારુ/અલાયદું અસ્તિત્વ છે જ. તેવાં સિદ્ધત્વની પ્રરૂપણા કરનાર તો અરિહંત પ્રભુ જ ને ? | વળી અનંત (અપાર પણ કહેવાય) સિદ્ધાત્મા થયા છે એટલે કે અનંત અરિહંત પ્રભુ પણ ખરા જ. નવ પ્રકારના અનંતમાં સિદ્ધાત્મા પગે અનંતે છે. નિગોદનો અનંતમો ભાગ જ મોક્ષગામી થયો છે છતાં તે પણ અનંત...અપાર છે ! અહો, સર્વજ્ઞ પ્રભુનું જ્ઞાન ! સદા મોક્ષદાતા : જેનું સહજ જ્ઞાન સ્વરૂપ કેવલ બની ગયું, શુદ્ધ થઇ ગયું તે જિનેશ્વર. જે રાગ-દ્વેષ-મોહને જિતે તે જિન. જ્ઞાન અને આનંદનો અભિલાષી જ્ઞાનાનંદ મૂર્તિને વંદન કરે છે. સહજ જ્ઞાન સ્વભાવનો ભક્ત સહજ જ્ઞાન સ્વરૂપના પૂર્ણ વિકાસવાળાને જ પકડે છે. | મોક્ષની તદ્દન સાદી સચોટ વ્યાખ્યાછે, મોહનો ક્ષય. મુક્ત ભાવ તે મોક્ષ. નિજ શુદ્ધતા તે મોક્ષ. સમસ્ત કર્મોનો સંપૂર્ણ ક્ષય તે મોક્ષ. શુદ્ધ આત્મસ્વભાવની સંપૂર્ણ ઉપલબ્ધિ તે મોક્ષ. અન્વય પ્રધાનતાથી મોક્ષનું સ્વરૂપ કહીએ તો, દર્શન અને વીર્યાદિ ગુણ સહિત તથા સંસારના કલેશો રહિત ચિદાનંદમયી આત્યંતિક અવસ્થાને સાક્ષાત્ મોક્ષ કહે છે. (વચનામૃતજી પત્રાંક ૧૦૨) શ્રી એટલે? - જે આત્માનો આશ્રય કરે તેને શ્રી કહે છે. શ્રી આત્માનો આશ્રય કરે છે, પરંતુ મોહી જીવ ભ્રમમાં રહીને શ્રીનો આશ્રય કરવા જાય છે. શ્રી કહેતાં જ્ઞાનલક્ષ્મી, કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મી, જ્ઞાનશ્રી. આવી જ્ઞાનલક્ષ્મીથી વિભૂષિત Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ એટલે સર્વજ્ઞ વીતરાગ અરિહંત દેવ. જેની પાસે જે હોય તે આપે. અરિહંત પ્રભુ મોક્ષસ્વરૂપ.. મૂર્તિમાન મોક્ષસ્વરૂપ...દેહ છતાં દેહાતીત... જીવતાં છતાં મુક્ત હોવાથી સદા સર્વદા સર્વત્ર સમય સમય મોક્ષદાતા જ છે. પત્રાંક ૪૩૦ મુજબ, સમય માત્રના અનવકાશે આખો લોક સ્વસ્વરૂપ પ્રત્યે હો, અન્ય અવસ્થા પ્રત્યે ન હો, એવી તો સનાતન સંપ્રદાયના સપુરુષોની નિષ્કારણ કરુણા હોય છે. મોક્ષ દુર્લભ નથી, મોક્ષદાતા દુર્લભ છે. અરિહંત તો મોક્ષના કહેનારા અને દેનારા બન્ને છે. દેવો શું દેવાના? આપણને આ કાળમાં પણ મોક્ષમાર્ગના કહેનારા અને મર્મરૂપે મોક્ષમાર્ગના દેનારા દાતા...દાતાર પુરુષ પરમકૃપાળુ પરમાત્મા શ્રીમદ્ રાજચંદ્રજી સાંપડ્યા છે, હવે સંપદા લેવાની રહી. અને વળી, બાહ્ય લક્ષ્મીની વાત કરો કે જેનાથી જગત અંજાય છે તે પણ સર્વોત્કૃષ્ટપણે તો શ્રી અરિહંતપ્રભુની જ છે. તે સમવસરણની શોભા અખિલ બ્રહ્માંડમાં, સમસ્ત સૃષ્ટિમાં, સારી યે આલમમાં, પૃથ્વીના કોઇ પટ પર, જગતી તળમાં, આખા જહાંમાં, ભરી દુનિયામાં બીજે ક્યાંયછે ખરી? એ છે વિચારે, સુરો (દવા)નાં સર્જને સ્થાન પામેલી બાર...બાર પર્ષદા (પરિષદ)ની શોભા છે, શ્રી છે ! શ્રી રત્નાકર પચ્ચીસી'ના પ્રારંભે જ અરિહંત પ્રભુની કૈવલ્યશ્રીનો લક્ષ કરાવે છે. श्रेयः श्रियां मंगलकेलिसद्म, नरेन्द्रदेवेन्द्रनतांघ्रिपद्म । सर्वज्ञ सर्वातिशय प्रधान, चिरंजय ज्ञानकलानिधान ॥ | (૩૫નાતિ છંદ્ર) શ્રી અરિહંત દેવકો માન, ગુરુ નિર્ચન્થકો પહેચાન, કરતે જિનાગમ ફરમાન, વચનામૃતકો પ્યાલા, પી લે ઘોલ ઘોલ ઘોલ, ક્ય તૂ નરભવ ખોયે, હિરદે તોલ તોલ તોલ. અરિહંત પરમાત્માનાં ૪ વિશેષણ : શાસ્ત્રોમાં અનંત નામોએ કે એક હજારને આઠ ગુણોએ સ્તુતિ પામતા અરિહંત પ્રભુના મુખ્ય ૪ વિશેષણ તે મહામાહણ, મહાનિર્યામક, મહાસાર્થવાહ અને મહાગોપ. ૧. મહામાહણ : મા હણ' એટલે હણીશ નહિ, હિંસા ન કરવી. એનું જે પાલન કરે છે તે જ બ્રાહ્મણ છે. તેમાં મહાન છે. વળી બ્રહ્મનું-આત્માનું જ્ઞાન હોય તે બ્રાહ્મણ, આત્માને પોતાનાં કેવળજ્ઞાનથી ઓળખી લીધો છે અને કેવળ દર્શનથી જોઇ લીધો છે એથી મહા માહણ, શુદ્ધ, પરમ બ્રહ્મ છે. ૨. મહાનિર્ધામકઃ જેમ નાવિક પોતાની નાવના આધારે સમુદ્રથી પાર ઉતારે છે તેમ પોતાના ધર્મની નૌકા-નાવમાં જે બેઠા હોય તેને અપાર સંસાર સાગરથી પાર ઉતારે છે. ૩. મહાસાર્થવાહઃ પ્રાચીન કાળમાં લોકો જયારે વ્યાપાર માટે દુર દેશાવર જતા ત્યારે પોતાનો સાથે (Caravan-કારવાં) બનાવીને જતા. સાથે કહેતાં સંઘ. સાર્થનો મુખ્ય માણસ તે સાર્થવાહ, સાર્થના બધા માણસો સાર્થવાહના આદેશનું પાલન કરતા અને એના પર વિશ્વાસ રાખતા. સાર્થવાહ સાર્થની બધી મુશ્કેલી દૂર કરતા અને કુશળતાપૂર્વક ઇષ્ટ સ્થાન સુધી પહોંચાડતા. આ સંસાર અટવી મહાભયંકર છે, ભલભલાને અટવાવે છે, Page #29 -------------------------------------------------------------------------- ________________ ૪. મહાગોપ : ૧૩ ભૂલભૂલામણીથી ભરપૂર છે. પણ અરિહંત પ્રભુ મોક્ષ સુધીનો માર્ગ બરાબર જાણે છે એટલે એમના સાર્થમાં જે કોઇ જોડાય છે તેમને મોક્ષ સુધી સુરક્ષાપૂર્વક પહોંચાડે છે. હરિગીત પરમાત્મપદ અરિહંતનું સમજાય સદ્ગુરુસંગથી, દૂરબીનથી જેવી રીતે દેખાય હિમગિરિ ગંગથી; શાસ્ત્રો કહે વાતો બધી નકશા સમી ચિતારથી, ગુરુગમ વિના બીના ન હૃદયંગમ બન્ને વિચારથી. ‘પ્રજ્ઞાવબોધ’ પુષ્પ ૨ : પ.પૂ.બ્રહ્મચારીજી ગોપ ગાયોને પોતાના કબજામાં રાખે છે. આમતેમ રખડતી ગાયો ગોપના અવાજ સાંભળતાં જ નજર સામે આવી જાય છે. તેમજ ભગવાન પણ સંસારવનમાં રઝળતા જીવોને પોતાના કબજામાં રાખી એમની રક્ષા કરે છે. અરિહંતની વાણી સાંભળીને ભવ્ય જીવો માર્ગ ૫૨ આવી જાય છે. ગોપ જેમ સહી સલામત રીતે ગાયોને મુકામ તરફ લઇ જાય છે તેમ મોક્ષના મુકામ સુધી અરિહંત લઇ જાય છે. ગો એટલે ઇન્દ્રિય. ઇન્દ્રિયને કબજામાં રાખે તે ગોપ. અરિહંત ભગવંતે તો બધી ઇન્દ્રિયો તથા અનિન્દ્રિય એટલે મનને પૂર્ણપણે પોતાને વશ કરેલ છે તેથી મહાગોપ કહેવાય છે. આટલી વાત પછી મુખ્ય વાત કે, અરિહંત દેવ સિવાય કોઇ દેવનું સ્થાપન હૃદયમાં ન હોવું ઘટે. અરિહંત પ્રભુની શ્રેષ્ઠતા જાણતા હોવા છતાં આપણે અન્ય દેવને માનીએ તેનો મતલબ એ કે, હજુ સુધી આપણને અરિહંતનું યથાર્થ ઓળખાણ નથી અને પૂરો પ્રેમ નથી. શ્રી આવશ્યક સૂત્રમાં ફરમાવ્યું છે તેમ, अरिहंतो महदेवो, जावज्जीवं सुसाहुणो गुरुणो । जिण पण्णत्तं तत्तं, इअ सम्मत्तं मए गहियं ॥ અર્થાત્ જીવનપર્યંત અરિહંત જ મારા દેવ, સુસાધુ મારા ગુરુ, જિનેશ્વર કથિત તત્ત્વ મારો ધર્મ એવી દૃઢ શ્રદ્ધાને સમકિતને હું ગ્રહણ કરું છું. દિવ્યકારી : સંસ્કૃત ભાષામાં વિવ્ ધાતુ (ક્રિયાપદ, verb) છે. દૈવી, સ્વર્ગીય, અલૌકિક, દમકદાર, ચમકીલું, મનોહર, સુંદર, અલૌકિક તત્ત્વવેત્તા પુરુષ, તત્ત્વજ્ઞાન પમાડનારા, લોકોત્તર ગુણ બક્ષનારા અરિહંત પ્રભુ પોતે તો દિવ્યાતિદિવ્ય, ભવ્યાતિભવ્ય, રમ્યાતિરમ્ય તો છે જ પણ ભવિજનોને, મુમુક્ષુઓને યં દિવ્યતા બક્ષે છે. well, દિવ્યધ્વનિ પ્રકાશનાર દિવ્ય જ હોય ને ? વિવેકીનું વીતરાગ પ્રતિ આકર્ષણ છે, શા માટે? રાગદ્વેષરહિત જ્ઞાનપુંજછે. વિકારરહિત છે, માટે શુદ્ધ છે. આનંદ સ્વરૂપછે. લોકમાં મંગળ એ જ છે. મંગળો લાવે, પાપો ાતાવે, અવ તો ઉન્હીં સે लगाव लग जावे । Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વિનંતિ વણિકે વિવેકે વિચારી : મોટા પુરુષોનો કેવો વિનય છે ? આજ્ઞા, આદેશ, ઉપદેશ કે સંદેશ નહીં લખતાં વિનમ્ર ભાવે લખી જણાવવા પરમકૃપાળુદેવ વિનંતિ શબ્દ પ્રયોજે છે. વણિક પણ કેવા ? પત્રાંક ૮૯માં, તેઓશ્રીના જ શબ્દોમાં, કોઇને મેં ઓછો અધિકો ભાવ કહ્યો નથી, કે કોઇને મેં ઓછું અધિકું તોળી દીધું નથી, એ મને ચોક્કસ સાંભરે છે. ‘વણિક વિષે’ કાવ્યના છપ્પા (શ્રી શામળ ભટ્ટ કૃત)નું આપને સ્મરણ કરાવું. વણિક તેહનું નામ, જેહ જૂઠું નવ બોલે, વણિક તેહનું નામ, તોલ ઓછું નવ તોલે, વણિક તેહનું નામ, બોલ પોતાનો પાળે, વણિક તેહનું નામ, વ્યાજસોતું ધન આલે . વળી નામ વિવેકી વણિકનું, સુલતાન તુલે શાહ છે, વહેવાર ચૂકે જો વાણિયો, દુઃખ દાવાનળ થાય છે. હવે વિવેકની વાત. હેય-જ્ઞેય ઉપાદેયનો કહો કે હિત-અહિતનો કહો, દેહ-આત્માનો કહો કે જડ-ચેતનનો કહો, સત્ દેવ-અસત્ દેવ વચ્ચેનો કહો પણ વિવેક તે વિવેક. વ્યવહાર દૃષ્ટિએ જોતાં, બનેવી શ્રી ચત્રભૂજભાઇની વિનંતિને માન આપીને, વિવેકપૂર્વક વિચારીને આ પદ લખાયું છે. તેમના હિતાહિતનો પૂરો વિવેક જાળવીને લખ્યું છે. પોતે પોતાને વણિક..વ્યાપારી..વૈશ્ય કહીને જાણે કહે છે કે, સ૨વાળે ફાયદો શામાં છે, વધુ લાભ ક્યાં છે, કોને કેમ ભજતાં મહત્તમ કલ્યાણ લઘુતમ સમયમાં થાય વગેરેનો વિચાર કરેલો છે. ‘વિચાર’ શબ્દ પાસેથી કૃપાળુદેવે સમગ્ર વચનામૃતજીમાં ખરું કામ લીધું છે ! વડી વંદના સાથ હે દુઃખહારી : હે અમ દુઃખભંજક અરિહંત ભગવંત ! આ જગતમાં આપનાથી વડું કોઇ નથી. આપ જ મહાદેવછો. કારણ કે, વીતરાગ સમો કોઇ દેવ નથી. આપ તો મહાત્મા, ના...ના, ૫૨માત્મા જ, પ્રભુ જ, દેવાધિદેવ, જયવંત જિનેશ્વરને વંદના પણ વડી (મહતી) કરું છું. પરમાર્થથી અરિહંત પ્રભુને વંદના છે તો વ્યવહારથી મોટા...વડીલ બનેવી શ્રી ચત્રભૂજભાઇને વંદન પાઠવે છે. વળી, સ્થાનકવાસી આમ્નાયમાં, વિ.સં.૧૮૦૭માં ઝાલોર (રાજસ્થાન) મુકામે રચિત ‘મોટી સાધુવંદણા’નું પ્રસિદ્ધ કાવ્ય છે. જેમાં આદ્ય તીર્થંકર શ્રી ઋષભદેવથી માંડીને અનેકાનેક મોક્ષગામી મહાત્માઓને વંદના છે તેનો પણ લક્ષ કરાવતા લાગે છે. હરિગીત “આ મોહ ને અજ્ઞાનથી મુકાવનારા આપ છો, કરુણા કરી સદ્બોધ ખડગે, શત્રુ-શિરો કાપજો .’’ શ્રી પદ્મનંદિ આલોચના પદ્યાનુવાદ : પ.પૂ.શ્રી બ્રહ્મચારીજી વટવૃક્ષ (વડલો) તો આપે જોયું જ હોય. એક વડલાને વડવાઇઓ અનેક. કેટલું ફૂલેફાલે ? એક વડવાઇમાંથી સો વટવૃક્ષ બની જાય છે. મૂળ વટવૃક્ષ ક્યું છે તે ઓળખી યે શકાતું નથી ! એક અંશ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શાતાથી કરીને પૂર્ણકામતા સુધીની સર્વ સમાધિ, તેનું સપુરુષ જ કારણ છે. (પત્રાંક ૨૧૩) તેમ મૂળમાં અરિહંત પ્રભુ જ છે પણ તેમનો જ લક્ષ થતો નથી ! અંતરના અવાજ અને ઉમળકા સાથે કરેલી વીતરાગ વંદના વટવૃક્ષ જ બને જે મોક્ષ રૂપી વૃક્ષની છાયા આપે. મેરે અવગુણ ન ચિતારો, પ્રભુ અપનો બિરુદ નિહારી; સબ દોષ રહિત કરી સ્વામી, દુઃખ મેટલું અંતરજામી. આલોચના પાઠ : શ્રી માણિકચંદજી ધર્મનું મૂળ વિનય છે. વિનય વડે તત્ત્વની સિદ્ધિ છે, શિક્ષાપાઠ ૩૨. વિનય તો ગુણવાનની ભક્તિ છે. આ નાશવંત-નશ્વર દુનિયામાં અરિહંત-ઇશ્વરની ભક્તિ નહિ કરીએ તો કોની કરીશું? તે ભક્તિ, તે વિનય વિધિપૂર્વક વંદના કરવાથી થાય છે. વંદના ત્રણ પ્રકારે ગણીએ તો, નમસ્કાર કે નમોત્થણે તે જઘન્ય વંદના. દંડક અને સ્તુતિયુગલ કે બે-ત્રણ નમોત્થણે તે મધ્યમ વંદના. પાંચ દંડક, ચાર સ્તુતિ અને પ્રણિધાન અથવા ચાર-પાંચ નમોત્થણે તે ઉત્કૃષ્ટ વંદના. છત્ર પ્રાર્થનામાં કૃપાળુ દેવ “વડી વંદના' પ્રયોજે છે અર્થાત્ ઉત્કૃષ્ટવંદના કહેવાનો આશય હોય એમ સમજાય છે. જેને કરવાની છે તે પણ ઉત્કૃષ્ટ આત્મા, પરમ આત્મા, સો-સો ઇન્દ્ર વડે પૂજનિક એવા દેવાધિદેવ અરિહંત છે. કર્તા ઉપજાતિ વવાણિયા વાસી વણિક જ્ઞાતિ, રચેલ તેણે શુભ હિત કાંતિ; સુબોધ દાખ્યો રવજી તનુજે, આ રાયચંદે મનથી રમૂજે. ભુજંગી છંદમાંથી હવે આપણને કૃપાળુદેવ ઉપજાતિ છંદમાં લઈ જાય છે. પોતાનો સ્થૂળ પરિચય આપી દેતાં કહ્યું કે, સુરાષ્ટ્ર-સૌરાષ્ટ્રમાં (મોરબીથી ૩૫ કિ.મી. દૂર) વવાણિયા ગામમાં નિવાસ છે, જ્ઞાતિએ વૈશ્ય છે, વ્યવસાયે વ્યાપારી છે. પ.પૂ.શ્રી બ્રહ્મચારીજી રચિત પદ યાદ આવી જાય છે, દોહરા વવાણિયાના વાણિયા, ગણધર ગુણ ધરનાર; જાતિસ્મરણે જાણિયા, ભવ નવસેં નિરધાર. વવાણિયા ગ્રામના આ વાણિયા અને મહાવીર પ્રભુના ગણધર અને ગુણધરે આ પદમાં શુભ-મંગળમય, હિત-કલ્યાણ, કાંતિ-કરુણા-કોમળતા આદિથી કમનીય-સુંદર સદ્ધોધનું દાન આપ્યું છે, દર્શન કરાવ્યું છે. ૮૪ લક્ષ જીવયોનિમાં ૧૪ લાખ મનુષ્ય યોનિ, તેમાં ૮૪ ગચ્છ, ૮૪ જ્ઞાતિ, એક જ્ઞાતિ વાણિયાના મુખ્ય ૮૪ ભેદ ! શ્રી રવજીભાઇના સુ-પુત્રે (શ્રી રાજચંદ્ર) રમૂજભરી શૈલીમાં દિલ દઇને, પ્રાણ રેડીને, મન મૂકીને આ પદ રચ્યું છે, જ્ઞાન સાથે ગમ્મત કે ગમ્મત સાથે જ્ઞાન તે આનું નામ. ઘણી વાર કંઈ કેટલીય અજ્ઞાત કર્તાની કૃતિઓ મળે છે અને કોણે રચી છે એ અંગે અટકળ-અનુમાનમાં ચક્કર ચાલુ થઈ જાય છે તે ન થવા દેવાની જાણે કૃપા કરતા હોય તેમ કૃપાનાથે પોતાનું ‘રાયચંદ' નામ પણ લખી દીધું. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩. પ્રયોજન પ્રમાણિકા કપાળુ દેવે શ્રી ચત્રભૂજભાઇની વિનંતિને લક્ષમાં લઇને, આ અરિહંત સ્તુતિ આપતાં પહેલાં બીજી એક સ્તુતિ લખી આપેલી તે જાણે કે પોતે અત્રે અરિહંત પ્રભુને અને આપણને-પાઠકોને-વાચકોને વિદિત કરી દેતા હોય તેમ લાગે છે. આ પ્રબંધ રચવાનું પ્રયોજન શું હતું? વણિક જેતપુરના, રિઝાવવા કસૂર ના; રચ્યો પ્રબંધ ચિત્તથી, ચતુરભૂજ હિતથી. કૃપાળુ દેવનાં મોટાં બહેન શ્રી શિવકુંવરબેનના લગ્ન મોરબી-લજાઇ પાસેના જેતપરા ગામે શ્રી ચત્રભૂજભાઈ સાથે થયેલાં. અલબત્ત, કૃપાળુ દેવને તો સમસ્ત સૃષ્ટિ ‘નાત્મવત્ સર્વભૂતેષુ' ની દષ્ટિમય હતી એટલે આ લૌકિક સગપણ લખતાં યે હાથ-મન તંભી જાય છે. એ બનેવી શ્રી પણ નોંધે છે કે, કૃપાળુ દેવને ઘણો જ વૈરાગ્ય હતો. ગમે ત્યારે પુસ્તકો વાંચતા જ દેખાતા. હવે જાણે બન્યું એવું કે, શ્રી ચત્રભૂજભાઇએ રાત્રે ભવાઇમાં અને ભાટ-ચારણો પાસેથી બહુ સાંભળેલું કે, તુલસીદાસજીને રઘુવીરનાં દર્શન હનુમાનજીના આશ્રયથી થયા હતા. માટે હરિદર્શનની ઇચ્છા હોય તો, હનુમાનજી પર આસ્થા રાખવી. તેથી વિ.સં.૧૯૪૧ને કાર્તિક શુક્લા પૂર્ણિમાના પવિત્ર જન્મદિને પોતે જેતપર પધાર્યા ત્યારે શ્રી ચત્રભૂજભાઇએ પ.કૃ.દેવને હનુમાનજી વિષે સ્તુતિ લખવા વિનંતિ કરી, જેમાં પોતાનું નામ આવી જાય તથા પોતાની અપેક્ષા સંતોષવાની અરજ આવી જાય એમ સૂચવન પણ કર્યું. પરમકૃપાળુ દેવ પણ ખરા પરમકૃપાળુ કે, એ વિનંતિ ધ્યાનમાં લીધી અને આશુપ્રજ્ઞ (શીઘ્રકવિ...દિવ્યજ્ઞાની) રાજચંદ્રજીએ તે જ દિવસે, ત્યારે જ, ત્યાં જ ‘હનુમાન સ્તુતિ' રચીને આપી, જે હરિગીત છંદમાં છે. તે પહેલા દોહરા છંદમાં અંતર્લીપિકા છે તે લઇએ, જેમાં “ચ તુ ૨ ભુ જ વંદના કરે” આવી જાય છે. ચતુરતા ચિત્તમાં નથી, વંદન લાયક તાત, તુજ ગતિમાં મોહી રહું, દઈ દે એવી ખ્યાત. રહું સદા આનંદમાં, નામ લીધે દુ:ખ જાય, ભુજ વિષે દે જો રને, કષ્ટો દૂર કપાય. જગ સમરે છે આપને, રે’મ કરો તે દેવ, ધાર્યું મારું નીપજે, કરતાં રૂડી સેવ. હનુમાન સ્તુતિ હરિગીત : કાર્તિક સુદ ૧૫ વિ.સં.૧૯૪૧ સમરું સદા સ્મરણ કરીને, શાંતતામાં મન ધરી, ધરું ધ્યાન આઠે જામ ને, પરણામ પ્રેમથી કરી; તુજ સા'યથી મુજ કામ થાશે, હામ પુરો મન તણી. મહાવીર શ્રી હનુમાન તમને, વંદના મારી ઘણી. Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રીરામ કેરાં કામ કીધાં, નામ રાખ્યું જગતમાં, સમરણ કરી જગનાથનું, પ્રથમે પૂજાણા ભગતમાં; અતિ હેતથી આશિષ પામ્યા, બોલતાં જય રામની; મહાવીર શ્રી હનુમાન તમને, વંદના મારી ઘણી. મંગળકરણ મતિવાન થઇ, પ્રેમે કરી પ્રખ્યાત છો, સંસારતારણ, કર્મમારણ, ભક્ત કેરા ભ્રાત છો; વિશ્વાસથી આશા પૂરો છો, સર્વ જનના મન તણી, મહાવીર શ્રી હનુમાન તમને, વંદના મારી ઘણી. સીતા સતીને લાવિયા, નીતિ નિયમમાં મન ધર્યું, જગમાંહી કહેવાણા જતિ, એ ઠીક કારણ શોધિયું; આ રાયચંદ વણિક વિનવે, હામથી હર્ષિત બની, મહાવીર શ્રી હનુમાન, તમને વંદના મારી ઘણી. દોહરાઃ હેત ધરી હનુમાનજી, સમજું છું સુખકાર; આશા અંતરની કરો, પૂરણ ભક્તાધાર. કવિતા: હામ ધરી હનુમંત પ્રેમે પરણામ કરું, તોડો મારા તંત એની પૂરણ છે વિનંતિ; રામતણાં કામ કર્યા, કરોછો ભગત-કામ, જગત પૂજે છે વારંવાર, માગી સુમતિ; નિશદિન રટણ કરું છું આપ નામ તણું, માગું છું હું અલ્પમતિ આશા પૂરો હેતથી; ચરણકમળ તણી કરું નિત્ય નિત્ય પૂજા, દુઃખ ટાળનાર સ્વામી આપની ગતિ છતી. હનુમાનજી એટલે બાર કામદેવમાં આઠમા કામદેવ. વજદંગી માટે બજરંગબલિથી ઓળખાતા હનુમાન એ જ પવનપુત્ર, અંજનાચુત કે અંજનીસુત કે જેમની ધજામાં કપિ (વાનર)નું નિશાન છે. બ્રહ્મમય જીવન હોવાથી અધ્યાત્મ દૃષ્ટિએ બ્રહ્મચારી કહેવાયા. કામદેવ પણ નિષ્કામ આત્માને ઓળખનારા, ચરમ શરીરી, તદ્દભવ મોક્ષગામી, અરે, સિદ્ધ ભગવંત જ કહો તેમની સ્તુતિ કૃપાળુદેવે રચી છે. રામાયણમાં લંકાનગરીની અશોકવાટિકામાં સીતાજી રામનાં સ્મરણમાં રત હતાં ત્યાં હનુમાનજી ભાળ મેળવીને રામચંદ્રજીના હાલહવાલ અને ખબરઅંતર સુણાવીને પાછા જવાની તૈયારીમાં હતા ત્યાં રાવણે પુત્ર ઇન્દ્રજિતને મોકલ્યો. ઇન્દ્રજિતે બ્રહ્માસ્ત્ર છોડ્યું. જેને નાગપાશાસ્ત્ર પણ કહે છે. બ્રહ્મદેવના માન ખાતર મારુતિ બંધાયા. રાવણની હજૂરમાં લઈ જતાં હનુમાનજીએ તો સુંદરછટાદાર બોધ કર્યો. એ ભાષણથી તેઓ અસાધારણ લાગ્યા અને એટલે પૂંછડું સળગાવવામાં આવ્યું. સળગતે પૂંછડે ઠેકંઠેક કરવાથી ઠેકઠેકાણે લંકામાં આગ લાગી પણ કમળનાળથી બંધાયેલો હાથી કેટલીવાર બંધાયેલો રહે? તેમ હનુમાને નાગપાશ તોડી નાખીને, વિદ્યુતદ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૮ છળી, રાવણના મુકુટને પાદપ્રહાર કરી કણશઃ ચૂર્ણ કર્યો અને સમગ્ર નગરીમાં તોડફોડ કરી નાખી. આ ક્યારે કરી શક્યા? હું તો હનુમાન છું, મારા આત્માની અનંત શક્તિ છે, રામચંદ્રજી જેવા સપુરુષનો સેવક છું, પરમાત્મા જેવો જ મારો આત્મા છે, સપુરુષનો જ આ શિષ્ય છે, દીન દાસ છે. ચાલો, અતુલ બળનો પરચો (પરિચય) કરાવું. શ્રી ચત્રભુજભાઇને ‘હનુમાન સ્તુતિ'તો રચી આપી પણ કહી દીધું કે, એ પ્રમાણેની આસ્થા ઉપયોગી નથી. ખરી આસ્થા અરિહંત પ્રભુ પર રાખવી ઘટે. તે માટે એક પ્રબંધ કરી આપશું. તેની સ્તુતિ સ્મરણ રાખશો. તે જ આ છત્રપ્રબંધ. ખરું પૂછો તો, આજે પણ જન્મથી જિન ધર્મ...દર્શન મળ્યા છતાં મોટાભાગના વર્ગને અરિહંતમાં વિશ્વાસ નથી, પ્રેમ નથી, પ્રતીતિ નથી ! થોડું શરણું અરિહંત ભગવંતનું, થોડું શરણ અન્ય સહુનું એમ ચાલે ? એક મ્યાનમાં બે તરવાર રહી શકે ખરી ? મેં તો જોઇ નથી ! No man can serve two masters. મનુષ્ય એક સાથે બે સ્વામીની સેવા કરી શકતો નથી. વચનામૃતજીમાં હાથનોંધ ૧/૧૪ ચોખ્ખુંચણક કહી દે છે“એહિ દિશાકી મૂઢતા હૈ, નહિ જિન પે ભાવ; (જિન=જિનેશ્વર, અરિહંત) જિન મેં ભાવ વિના કબૂ, છૂટત નહિ દુઃખદાવ.” (દાવ=પ્રકાર). શ્રી રવીન્દ્રનાથ ટાગોરજીના શબ્દોમાં, એકટિ નમસ્કારે પ્રભુ એકટિ નમસ્કાર / સકલ પ્રાણ ઉડે ચલુક મહામરણ પારે //. મહામરણને જીવનમાં અપનાવ્યા વિના મહાજીવનનો લાભ મળતો નથી. થોડા જ સમયમાં ચત્રભુજભાઇની શ્રદ્ધા બદલાઇ ગઇ. પોતે જ નોંધે છે કે, “એ (કૃપાળુદેવ) બીજ વાવી ગયા ત્યારે.” “જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં છે.” અનાદિકાળથી જીવ નિજછંદે ચાલી પરિશ્રમ કરે તો કલ્યાણ થાય નહીં. કલ્યાણ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઇએ. હનુમાનજીએ પણ આખરે તો રામચંદ્રજીની પણ પહેલાં અરિહંત દેવનું શરણ અંગીકાર કરી જિન દીક્ષા લઇ મોક્ષ સાધ્યો. કંઇ કેટલીય વાર એવું બને છે કે, આપણા હાથમાં નિષ્પત્તિ (પરિણામ, conclusions) રહી જાય પણ પ્રક્રિયા (Process) ખોવાઇ જાય છે. મંઝિલ રહી જાય ને રસ્તા ખોવાઈ જાય. શિખર દેખાઇ જાય પણ પગદંડી દેખાય નહિ જે ત્યાં પહોંચાડે. નવકાર મંત્રા” સ્મરણમાં રહી જાય પણ એમાં આત્માનું સ્મરણ જ બાકી રહી જાય ! ‘સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ' મંત્ર રટણ ચાલુ હોય પરંતુ સહજ સ્વરૂપનો લક્ષ લક્ષમાં યે ન હોય ! અર્થનું ભાન પણ ન હોય. પ્રાર્થના શા માટે ? સ્તુતિ શા માટે? પ્રાર્થના તો મોક્ષમંઝિલે પહોંચવાની નિસરણી છે. પ્રાર્થનારૂપી નિઃશ્રેણી (નિસરણી) નિઃશ્રેયસ (મોક્ષ) પ્રત્યે લઇ જાય છે. પ્રાર્થના આત્મામાંથી પરમાત્મા બનાવનાર રસાયણ છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનજી સૂત્રમાં, સ્તુતિ કરવાથી શો લાભ? શું ફળ? थवथुइमंगलेण भंते ! जीवे किं जणयइ ? थवथुइमंगलेण णाणदंसणचरित्तबोहिलाभं जणयइ। णाणदंसणचरित्तबोहिलाभंसंपन्ने य णं जीवे अंतकिरियं कप्पविमाणोविवत्तियं आराहणं आराहेइ। અર્થાત, સ્તુતિ કરવાથી જીવ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ બોધિલાભ પામે છે. તેથી વૈમાનિક દેવ સુધી ઉચ્ચગતિગમન, અને રાગાદિક કષાય શાંત થાય છે. જૈન સાહિત્યના પ્રાણપ્રતિષ્ઠાપક શ્રી સમંતભદ્રાચાર્ય ભગવંતના શબ્દોમાં, સ્તુતિ એટલે ‘પ્રશસ્ત પરિણામ ઉત્પાદ્રિા ' તથા ‘શત પરિણામ' (સ્વયંભૂ સ્તોત્ર ૨૧-૧). શા માટે અરિહંતને પ્રાર્થના કરીએ છીએ? અરિહંત પ્રભુ ઉત્કૃષ્ટ નિમિત્ત છે. અરિહંત પ્રભુ સાક્ષાત્ કર્તા નથી. જેમ સૂર્યોદય થતાં ચોર ભાગી જાય, જેમ સૂર્યોદય થતાં કમળ વિકસી જાય તેમ પુરુષનું નામ લેતાં વિચાર પવિત્ર થઇ જાય છે. તેથી અસત્ સંકલ્પ ઉઠતા નથી. આત્મામાં બળ, શક્તિ, સાહસનો સંચાર થાય છે. સ્વરૂપનું ભાન પ્રગટે છે અને કર્મબંધ નાશ પામે છે. જેમ લંકામાં બ્રહ્મપાશમાં બંધાયેલા હનુમાનજીને ભાન થયું કે, હું હનુમાન છું, આ બંધનને તોડી શકું છું. અને હકીકતમાં તોડી નાખ્યા ! શ્રી દેવચંદ્રજી મહારાજ શ્રીધર જિન સ્તવનમાં સ્તુતિ કરે છે, ભવરોગના વૈદ્ય જિનેશ્વર, ભાવૌષધ તુજ ભક્તિ, નિણંદજી. દેવચંદ્રને શ્રી અરિહંતનો, છે આધાર એ વ્યક્તિ, નિણંદજી. પ્રાર્થના કરનાર જીવ (પ્રાર્થ)ના પ્રકાર : આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને ભક્ત. ૧. આર્નઃ સંસારનાં કે શરીરનાં દુઃખથી પીડાઇને પ્રભુને પોકાર કરી ઉઠે તેવા. ૨. અર્થાર્થી: “પૈસા વિના પગ પણ ન મૂકાય’માં માનનારા અને માત્ર અર્થ એટલે લક્ષ્મીનો જ જેને અર્થ એટલે પ્રયોજન છે તેવા ‘પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ’ ચરિતાર્થ કરનારા. આજના સમયમાં Fast Foodની જેમ Fast Money making માં જ માનનારા માટે તેની યાચના કરનારા. ૩. જિજ્ઞાસુ જ્ઞી એટલે જાણવું. આત્મતત્ત્વને જાણવાની ઇચ્છા તે જિજ્ઞાસા. સત્ય-અસત્યનો, હિત-અહિતનો, હેય-શૈય-ઉપાદેયનો વિવેક કરવા માટેની ઇચ્છાવાળા. “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અંતર દયા, એ કહીએ જિજ્ઞાસ. ૧૦૮ તે જિજ્ઞાસુ જીવને થાય સદ્ગુરુબોધ, તો પામે સમક્તિને, વર્તે અંતરશો.” ૧૦૯ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨) ૪. ભક્ત: પોતે ભગવદ્ સ્વરૂપમાં ભાગ પડાવી જાણ્યો છે તે ભક્ત. એક જ્ઞાનીની અન્ય જ્ઞાની પ્રત્યેની પુકારવાળા. અરિહંતની પૂજા ક્યાં? અરિહંતની પૂજા શા માટે ? પૂજા મંદિરમાં, મસ્જિદમાં, ગિરજાગૃહમાં, ગુરુદ્વારામાં? ભૌતિક સમૃદ્ધિ માટે? સંતાન પ્રાપ્તિ માટે ? પુત્ર કે પુત્રીરત્ન માટે ? નીરોગી કાયા માટે ? નહિ નહિ. અરિહંતની પૂજા અંતરંગ પૂજાની શ્રેણીમાં આવે છે. અંતરંગ આરાધના આત્માર્થીને જ હોય. સની સાધના સત્યાર્થીને જ સંભવે ખોજે એને જડે, એ તો પોતે જ છે ! અરિહંત કામનાપૂર્તિ માટે નથી કે ઇચ્છાપૂર્તિ માટે નથી પણ કામના કે ઇચ્છાને જ પૂરી કરી નાખે છે, સમાપ્ત કરી દે છે. “જબ ઇચ્છાકા નાશ, તબ મિટે અનાદિ ભૂલ” (હાથનોંધ ૧/૧૨) ભગવાન સાથે શરત ન હોય, Condition ન હોય, આપણા નકામના કામમાં અરિહંતને સંડોવવાના હોય? સવાલ જ નથી. ન જ કરાય. તો આ પ્રબંધ રચવાનું પ્રયોજન તો આપણે સમજી ગયાં. ચિત્તથી રચ્યો છે અર્થાત મનન કરીને, વિચાર કરીને, નિર્ધાર કરીને. ચત્રભુજભાઇ માટે એટલે આમ તો ચતુર્મુખ હિતાય ! ચારે બાજુના જીવોનાં કલ્યાણ કાજે, હિત અર્થે, માત્ર કરુણા કરવાનો જ ઉદ્દેશ્ય (ચિત્તથી) છે, માટે રચાયો છે. ચતુર્ભુજ કહેતાં વિષ્ણુ. વિષ્ણુ કહેતા જ્ઞાનસ્વરૂપ. જીવ માત્ર જ્ઞાન પામે એ આશયે આ પ્રબંધ છે. સિંદૂર ચડે છે તે હનુમાનજી પ્રત્યે પ્રાર્થના નથી પણ શ્વેતવર્ણી અરિહંત પ્રત્યે પ્રાર્થના છે. શ્રી અરિહંત અને શ્રી ચંદ્રપ્રભ સ્વામી (2મા તીર્થંકર) બન્નેનો વર્ણ શ્વેત છે. શ્વેત વર્ણ એટલે જ શાન્તિ, સમતા, શુદ્ધતા, સાત્ત્વિકતા, શુક્લતાનું પ્રતીક. સુપ્ત ચેતનને જાગૃત કરનાર અને મમત્વમાંથી સમ્યકત્વની મંઝિલે લઇ જનાર છે અરિહંત. ગૃહીત મિથ્યાત્વ તો પહેલું કાઢી મૂકવું પડશે. અરિહંત જ સુદેવ છે, સત્ દેવ છે, વીતરાગ દેવ છે. મંગળાચરણ રૂપે આપ કદાચ ગાતાં જ હશો કે, શાર્દૂલવિક્રીડિત છંદ अर्हन्तो भगवंत इन्द्र महिताः सिद्धाश्च सिद्धिस्थिताः । आचार्या जिनशासनोन्नतिकराः पूज्या उपाध्यायकाः ॥ श्री सिद्धान्तसुपाठका मुनिवराः रत्नत्रयाराधकाः । पंचै ते परमेष्ठीनः प्रतिदिनं कुर्वन्तु वो मंगलम् ॥ અરિહંતનું ધ્યાન: મોક્ષનાં સાધન સમ્યક દર્શન આદિ જેમાં ધ્યાન ગર્ભિત છે ત્યાં જ્ઞાનરૂપી સુધારસને પી અને ધ્યાનરૂપી વહાણનું અવલંબન કર. (પત્રાંક ૧૦૨) મામ્ થી સુધીની યાત્રા છે. એ સૃષ્ટિની આદિનો બોધક વર્ણ છે. ૨ સૃષ્ટિના અંતનો બોધક વર્ણ છે. એટલે અહં થી સૃષ્ટિનો આદિ-અંત-આદિ-અંત થયા જ કરે છે. વચ્ચે ? આવી જાય તો બધું બદલાઇ જાય. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ૬ અગ્નિશક્તિ, ક્રિયાશક્તિ અને સંકલ્પશક્તિનું બોધક છે. જેને લીધે વ્યક્તિની સંપૂર્ણ શક્તિ જાગી જાય છે અને સંસારચક્રનો અંત આવી જાય છે. અન્નમ્ માંથી ગર્દન બની જવાય છે, અયથાર્થમાંથી યથાર્થ બની શકાય છે. ‘બૃહદ્ દ્રવ્ય સંગ્રહ’માં શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતદેવ, ‘જ્ઞાનાર્ણવ’માં શ્રી શુભચંદ્રાચાર્ય, ‘યોગશાસ્ત્ર’માં શ્રી હેમચંદ્રાચાર્યજી જણાવે છે તેમ– ૩૫ અક્ષરનું ધ્યાન તે નવકાર મંત્રના ૩૫ અક્ષર, ૧૬ અક્ષરમાં ધ્યાન તે અર્હત્ સિદ્ધાષાર્ય ૩પાધ્યાય સર્વસાધુમ્મ:, ξ અક્ષરમાં ધ્યાન તે અર્હત્ સિદ્ધેભ્યઃ, ૫ અક્ષરમાં ધ્યાન તે ૬ સિ ઞ ૩ સા, ૪ અક્ષરમાં ધ્યાન તે ૬ સિ સાદ્, ૨ અક્ષરમાં ધ્યાન ૬ સિ, ૧ અક્ષરમાં કે નિરક્ષરમાં ધ્યાન તે મોં, ગોમ્, ૩ ઓમ્ (નવકારમંત્રમાં) કેવી રીતે થયો એ તો આપ જાણો છો. અરિહંતનો જ્ઞ, સિદ્ધ એટલે કે અશરીરીનો અ, આચાર્યનો આ, ઉપાધ્યાયનો ૩ અને સાધુ એટલે કે મુનિનો ર્ એમ અ+4+આ+3+મ્ =ોમ્ થાય. શક્રેન્દ્ર મહારાજે તીર્થંકર દેવની કરેલી સ્તુતિ - ‘નમોથ્થુણં અ૨હંતાણં ભગવંતાણં નમો જિણાણું, જિય ભયાણં'માં પણ આરંભ અરિહંત શબ્દથી જ છે ને ? આદિ જ ‘અ’થી છે ! શ્રી સમંતભદ્રાચાર્યજી કૃત સ્તુતિકાવ્યોમાં જેમ કવિત્વ, ગમિકત્વ, વાદિત્વ અને વાગ્મિત્વ ગુણો છે તેમ ૫૨મ કૃપાળુદેવનાં કાવ્યોમાં પણ છે. ગમકત્વ એટલે જે બીજાની કૃતિના મર્મને સમજવા-સમજાવવામાં પ્રવીણ હોય તે. વાગ્મિત્વ એટલે જે પોતાની વાક્પટુતા તથા શબ્દચાતુર્યથી બીજાને રંજાયમાન કરે અથવા પોતાના પ્રેમી બનાવી લેવામાં નિપુણ હોય. प्रस्तावे हेतुयुक्तानि यः पठत्यविशंकितः । स कविस्तानि काव्यानि काव्ये तस्य परिश्रमः ॥ અર્થાત્, પ્રસંગને શોભે તે રીતે હેતુ સહિત કાવ્યો જે કોઇ પણ પ્રકારની શંકા વિના બોલે છે તે જ કવિ, તે જ કાવ્યો અને કાવ્યમાં પરિશ્રમ પણ તેનો જ સફળ જાણવો. આ રસસિદ્ધ સિદ્ધહસ્ત કવિરાજ કરણ-કારણ પરમાત્મા રાજ રાજેશ્વરનાં ચરણ શરણ અને કાવ્યઝરણનાં સ્મરણમાં આમરણ રહી જઇએ તો તરણ તારણ જ છે. ૪. આ પ્રબંધમાં દૃષ્ટિદોષ, હસ્તદોષ કે મનદોષ દૃષ્ટિગોચર થાય તો, તેને માટે ક્ષમા ચાહી વિનયપૂર્વક વંદના કરું છું. Page #38 -------------------------------------------------------------------------- ________________ કૃપાળુ દેવનો કેવો વિનય છે કે, વ્યવહારથી સહુ વાચકોની ક્ષમા ચહી પરમાર્થથી અરિહંત પરમાત્માની ક્ષમા ચાહી વિનય સમેત વંદન કરે છે. જેમણે વિષય વિકારનું દમન કર્યું છે, અહમનું શમન કર્યું છે, સ્વયંનું સ્વયંમાં રમણ કર્યું છે, તેમને આપણાં વંદન છે, નમન છે. कभी न लौटने के लिए जो लोकाग्र तक पहुँचे, पहुँचनेको है, पहुँचनेकी तत्परतामें हैं, प्रणाम उन्हें । नमस्कार उन्हें । वंदना उन्हें। રી: છત્રપ્રબંધમાં center-piece તરીકે દેખાતો રી માત્ર પ્રાસ મેળવવા માટે નથી. કૃપાળુદેવનું એવું સીધું સાદું હોય જ નહીં. સંસ્કૃતમાં, રી ધાતુ...ક્રિયાપદ એટલે ચૂવું, ટપકવું કે ઝરવું. પરમાર્થ વર્ષાનાં બિન્દુ ટપકી રહ્યાં છે. સાત સ્વરમાં રી ઋષભ સ્વરની સંજ્ઞા છે જેને આપણે ‘રે’ કહીએ છીએ. અરિહંત કહેતાં જ કર્મશત્રુના હત્તા અને જ્ઞાન-દર્શન-ચારિત્ર્યના આદર્શ પ્રતીક એવા દેહધારી પરમાત્માના ગુણ...કર્મ...જ્ઞાન પ્રત્યે દષ્ટિ જાય છે અને તે ગુણોને પોતાનાં જીવનમાં પરિસ્યુટ કરવાની ભાવના જાગૃત થઈ ઉઠતાં ઉપાસક ઉદ્ઘોષિત કરે છે કે, વર્ને ત मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृताम् । ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये ॥ (તત્ત્વાર્થ સૂત્ર ટીકાનું મંગળાચરણ) ૧. અઃ પ્રત્યેક અક્ષરનું ધ્યાન. શ્વેત વર્ણ છે, જ્ઞાન કેન્દ્ર છે. બહારથી અંદર વળીએ, પિંડસ્થ ધ્યાન. ૨. રિઃ પૂરાં પદનું ધ્યાન. બીજાથી પોતા પ્રત્યે વળીએ, પદસ્થ ધ્યાન. ૩. હંઃ પૂરા પદના અર્થનું ધ્યાન એટલે કે, અહંતને નમસ્કાર (પૂર્ણાત્માને), રૂપસ્થ કે સાલંબન ધ્યાન. ૪. તઃ પોતે જ અહંત સ્વરૂપે, રૂપાતીત ધ્યાન અહો ! અહો ! હું મુજને કહું, નમો મુજ નમો મુજ રે. અમિત ફલ દાન દાતારની, જેહની ભેટ થઇ તુજ રે. શ્રી શાંતિનાથ જિન સ્તવન : શ્રી આનંદઘનજી મહારાજ. આ અરિહંત આપણને ક્યાંથી ઉપાડેછે? અરિહંતથી, અરિહંતની પ્રાર્થનાથી, અરિહંત આનંદકારી અપારી... પછી તો ઉત્કૃષ્ટ પાડ જ વેદાય ને? સિદ્ધશિલા સુધી ઉડાડે છે, ઉડ્ડયન કરાવે છે. સ્થિતિ આપણે કરવાની છે ! આજકાલ સિદ્ધશિલાના આકાર અંગે વિવાદ ચાલ્યો છે. - અર્ધચંદ્રાકારે છે કે ઊગતા સૂરજ આકારે ૧છે? પરમકૃપાળુદેવેછત્ર-ત્રી દ્વારા ચિતાર દર્શાવી દીધો છે. શાસ્ત્રો સિદ્ધશિલાને ઊંધા છત્રાકારે બતાવે છે, તે આકાર માન્ય કરતાં વિવાદને સ્થાન નથી. કેટલાક શાસ્ત્ર સીધાછત્રાકારે કહે છે તેથી મતાંતર થાય છે. મુમુક્ષુને તો ત્યાં નિરંજન નિરાકાર સ્વરૂપે બિરાજવામાં રસરુચિ છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની પૂજામાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા.ગાઇ ઉઠે છે કે, (વ્હાલા) અરિહંત પદ ધ્યાતો થકો, દન્વહ ગુણ પઝાય રે; (વ્હાલા) ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે; મારો વી૨ જિનેસર ઉપદિશે. ‘હું ની પામરતા’ અને ‘પ્રભુની પ્રભુતા’ વચ્ચે જે અખાત જેવો ભેદ છે તે ‘અહં બ્રહ્માડસ્મિ’ સ્વરૂપનું ચિંતન કરવાથી અને તે દ્વારા પ્રભુના જીવનનું અનુકરણ કરવાથી ક્રમે ક્રમે ભેદ ભુલાઇ જાય છે અને અભેદપણું અનુભવાય છે, અરિહંતરૂપ બની જવાય છે. ‘હું છું’ લખવામાં અભેદ ઉપાસના જ ઉપસી છે ને ? અ+૩+મ્ = ઓમ્ તેમ હૈં+૩+મ્ = હૅન્ હું જ થયું ને ? અ =અસ્તિત્વ, હ =હયાતી, વિદ્યમાનતા. આમ લગભગ સમાનાર્થી જ થયું. ઉ =જ્ઞાન સ્વરૂપ, જ્ઞાનસૂચક. આમ આત્માનાં અસ્તિત્વની Bare awareness ની Pure existence ની વાત કેવી રીતે વહેતી મૂકી દીધી છે આપણા રામે ? આપણા શ્યામે ? લક્ષ તો આત્માના જ્ઞાનસ્વભાવ પર જ કરાવવો છે. સ્વ સ્વરૂપ ભણી જ લઇ જવા છે, સર્વે મુળા: જાંચનમાશ્રયન્તે । વ્યવહારમાં હોંકારો ભણવામાં, હા જી હા કરવામાં, હં. .. .અ. . કરવામાં, કોઇ પૂછે તો દરવાજે કે ફોન પર એ તો હું, હુંછું વગેરેમાં ‘હુંછું’ કેટલું સ્વાભાવિક વણાઇ ગયું છે ? એ જ સહજ સ્વાભાવિક સ્વરૂપ પરમાર્થ દૃષ્ટિમાં પલોટવાનું છે. પ્રસ્તુત પ્રબંધમાં ‘હું છું’ લખીને હદ કરી છે, હે પરમકૃપાળુ દેવ ! હવે તો બસ, ભલા થઇને અરિહંત ભજતાં લાભ જ છે, ખરા દાસ થઇને કરીએ તો સદા મોક્ષદાતા જ છે, ખરેખર નમો કરીશું તો મૌન જ મળશે, મરા શબ્દ ધ્યાનમાં આવ્યો તો રામનું મહત્ત્વ સમજાશે. (સુરત બાજુ મરીશની બદલે મરા વાપરે ને ?) ટૂંકમાં, આત્માનો હુંકાર કરી, પર વસ્તુના હુંકારનો હુંકાર તોડીને, જાણે લખી દીધું, હું છું. કહેવારૂપ હું તેને નમસ્કાર હો. (પત્રાંક ૧૮૮) અંતમાં, અરિહંત-સિદ્ધ-સ્વરૂપ ભોગી, સદ્ગુરુ હૃદયે રમે, જેનાં વચનબળથી જીવો ભ્રાન્તિ અનાદિની વમે; યુક્તિ-પ્રયુક્તિ પ્રેમ ને દૃષ્ટાંત ચેષ્ટા સહજ જ્યાં, વ્યસની ભૂલે વ્યસનો બધાં, પ્રભુપ્રેમરસ રેલાય ત્યાં. ૨૩ પ્રજ્ઞાવબોધ પુષ્પ ૩ ગાથા ૨૪ : ૫.પૂ.શ્રીબ્રહ્મચારીજી. Page #40 -------------------------------------------------------------------------- ________________ | વંમિ પાન્ડે પ્રભુ રાગ . ૧. પ્રથમ નમું ગુરુરાજને, જેણે આપ્યું જ્ઞાન; જ્ઞાને વીરને ઓળખ્યા, ટળ્યું દેહ અભિમાન. દોહરા વંદો પાંચો પરમગુરુ, ચઉદિસે ગુરુરાજ; કહું શુદ્ધ આલોચના, શુદ્ધ કરનકે કાજ. દોહા વંદો વંદો વંદો રે ભવિકા, રાજચંદ્ર પ્રભુ વંદો રે; સિદ્ધચક્ર પદ વંદો રે, ભવિકા, જેમ ચિરકાળે નંદો રે. શ્રીપાળ રાસની પૂજાની ઢાળ વંદના વંદના વંદના રે, ગુરુ રાજકો સદા મેરી વંદના. વંદના વંદના વંદના રે, જિન રાજકું સદા મોરી વંદના. રાગ-કાફી પરમકૃપાળુને વંદના હું વારી લાલ ચોવીસ દંડક વારવા હું વારી લાલ કરકંડુને કરુ વંદના-દેશી વંદન કરીએ પ્રભુજી તુમને, તમને શીર્ષ નમાવીને હો ! વંદન કરીએ પ્રભુજી તમને. વંદન સમય સમયના હો, મારા લાડકવાયા રાજને, વિસરું એક ક્ષણ ના હો, મારા લાડકવાયા રાજને. વંદન હો સૌરાષ્ટ્ર ભૂમિ, વંદન રાજને હજાર, વંદન હો તુજ માતૃભોમ, વંદન વારંવાર. રાજ નમું, રજકણ થઇ, તરવા ભવસંસાર; એક આશ્રય આપનો, બાકી સૌ નિઃસાર. દોહરા ૧૦. અરિહંત નમો, ભગવંત નમો, પરમેશ્વર શ્રી ગુરુરાજ નમો, પ્રથમ જિનેશ્વર પ્રેમે પેખત, સિધ્યાં સઘળાં કાજ નમો. ૧૧. કૃપાળુદેવને વંદી, ખમાવું સર્વ જીવોને. નમન હો ! સ્વરૂપ સાધકને, સ્વરૂપસિદ્ધિ લહી જેણે, ઉરે રાજેશ વચનોથી, જીવન સાર્થક કર્યું જેણે. હું તો વંદુ કૃપાળુદેવને રે, તત્ત્વજ્ઞાની તીર્થકર દેવને રે. ૧૩. શ્રીમદ્ સદ્ગુરુ, કરું પ્રણામ, નમન કરું છું વારંવાર, પરમ પુરુષ પ્રભુ છો સાક્ષાત્, શ્રીમદ્ સંગુરુ કરું પ્રણામ. ૧૪. તિકખુત્તો આયોહિણે પયાહિણં વંદામિ નમસ્તામિ સક્કારેમિ સમ્માણેમિ કલ્યાણ મંગલ દેવયં ચેઇયં પજજુઆસામિ. ૯. ગઝલ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૫ પ.પૂ.બ્રહ્મચારીજી વિરચિત પ્રજ્ઞાવબોધ'માંથી શ્રી રાજપ્રભુને વંદના : ૧. વંદન ગુરુ-ચરણે થતાં, પ્રભુ પાર્શ્વ વંદાય; પુષ્પ ૧૭ અભેદ ધ્યાને પરિણમ્યા, તે રૂપ શ્રી ગુરુ રાય. દોહરા વંદન સદગુરુ પાદ-પમમાં પુનિત પ્રેમ સહ કર્યા કરું, ચકોર ચિત્ત સમ રાજચંદ્ર ગુરુ હું ય નિરંતર હૃદય ધરું; પુષ્પ ૨૦ વિષય વિરેચક વચનામૃત મુજ અંતર્ણોધ થવા ઉચ્ચરું, સદ્ગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પદ .. એ રાગ વારંવાર વિચારી આજ્ઞા ઉઠાવવા પુરુષાર્થ કરું. ૩. વિનવું સદગુરુ રાજચંદ્ર પ્રભુ સત્ય તપસ્વી-સ્વામીજી, પુષ્પ ૨૪ નમી નમી પ્રભુને પાયે લાગું, આપ અતિ નિષ્કામીજી. સેવો ભવિયાં વિમલ જિનેશ્વર એ રાગ ૪. લાયક-નાયક સદ્ગુરુ રે ભજતાં સર્વ ભજાય રે, ગુરુજીને વંદીએ રે. પુષ્પ ૨૬ રાજચંદ્ર ગુરુ-વચનને રે અનુસરી મોક્ષ જવાય રે, ગુરુજીને વંદીએ રે. દુર્લભ ભવ લહી દોહિલો રે, એ રાગ ૫. વંદું ગુરુપદ-પંકજે, જે ત્રણ જગનું તત્ત્વ, પુષ્પ ૩૪ નિજ પરમ પદ પામવા, જવા અનાદિ મમત્વ. દોહરા ૬. વિનય સહિત વંદુ સદ્ગુરુ શ્રી રાજચંદ્ર સદ્ગુણીજી, પુષ્પ ૩૬ | દુર્લભ આત્મગુણો પ્રગટાવ્યા, શક્તિ કોઇ ન ઊણીજી. વિમલ જિણંદ શું જ્ઞાન વિનોદી એ રાગ ૭. વિનય સહિત મુજ શીર્ષ શ્રી ગુરુ રાજનાં ચરણે નમે, સૌ કર્મ કાપે જે મહાવ્રત ત્યાં સદા વૃત્તિ રમે; પુષ્પ ૪૧ એ સફળ દિનને દેખવા, પરમેષ્ઠી પદને સ્પર્શવા, હરિગીત સદ્ગુરુ-ચરણ ઉપાસવા, ભાવો ઊઠે ઉર અવનવા. જે જગમાં લેપાયા નહિ, શૂરવીર બીજા શ્રી રામ સમા, ધૃતિ અચલ ધરી રાજચંદ્ર ગુરુ નિશદિન સેવે સ્વરૂપ મા; પુષ્પ ૪૨ મુજ મન તે શ્રી રાજચંદ્રના ચરણકમળમાં લીન રહો, સદ્ગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પદ..એ રાગ વારંવાર કરું હું વંદન, ગુરુ-ભક્તિ મુજ માંહિ વહો. ૯. વંદું પદ ગુરુ રાજચંદ્રના યોગ અવંચકકારી રે, પુષ્પ ૪૭ પરમ યોગ પ્રગટાવે હૃદયે, શાંત સુધારસ ધારી રે. વાસુપૂજ્ય જિન ત્રિભુવન સ્વામી. એ રાગ ૧૦. વક્રપણું વિભાવતણું રે, સદ્ગુરુમાં નહિ લેશ, શુદ્ધ સ્વભાવે શોભતા રે, સરળપણે પરમેશ. પુષ્પ ૪૮ - પરમ ગુરુ રાજચંદ્ર ભગવંત. દુઃખ દોહગ દૂરે ટળ્યાં રે..એ રાગ હું વંદુ વાર અનંત, પરમ ગુરુ રાજચંદ્ર ભગવંત. ૧૧. વંદું સદ્ગુરુ રાજ અતિ ઉલ્લાસથી રે, અતિ ઉલ્લાસથી રે; પુષ્પ ૫૧ રહું આજ્ઞાવશ રોજ, બચું ભવત્રાસથી રે, બચું ભવત્રાસથી રે. શ્રી નમિ જિનવર સેવ ધનાધન..એ રાગ ૧૨. શ્રીમદ્ સદ્ગુરુ રાજચંદ્ર-પદ, વંદુ સહજ સમાધિ ચહી, સદ્દગુરુ ચરણે ચિત્ત વસો મુજ, એ જ ભાવના હૃદય રહી. પુષ્પ પર દેહ છતાં જેની નિત્ય વર્તે દેહાતીત અપૂર્વ દશા, સદ્દગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પદ, એ રાગ તે ભગવંત નિરંતર ભજતાં, દોષ રહે કહો કેમ કશા ? Page #42 -------------------------------------------------------------------------- ________________ પુષ્પ ૬૨ લલિત છંદ પુષ્પ ૬૪ હરિણી છંદ પુષ્પ ૬૯ હરિની માયા મહાબળવંતી...એ રાગ પુષ્પ ૭૪ મંદાક્રાન્તા છંદ ૧૩. વિધિ સહિત હું રાજચંદ્રને, ગુરુ ગણી નમું ભાવવંદને; | ભ્રમણ આ મહામોહથી બને, ક્ષય તમે કીધો મોક્ષકારણે. ૧૪. પ્રશમ રસથી જેનો આત્મા સદા ભરપૂર છે, સ્વ પર હિતને સાધે જેની રસાલ સુવાણી એ; અતિ કૃશ તનુ તો યે વર્ષે સુપુણ્ય તણી પ્રભા, પરમ ગુરુ એ શ્રીમદ્ રાજપ્રભુ પદ વંદના. ૧૫. વંદું શ્રી ગુરુ રાજપ્રભુને, અહો ! અલૌકિક જ્ઞાન જો ને, તીવ્ર જ્ઞાન દશામાં ક્યાંથી અવિરતિ પામે સ્થાન જો ને ? ભાન ભૂલાવે તેવી ભીડ, જાગ્રત શ્રી ગુરુ રાજ જો ને, બીજા રામ સમા તે માનું, સારે સૌનાં કાજ જો ને. ૧૬. વંદું પ્રેમે પુનિત પદ હું, શ્રી ગુરુ રાજ કેરા, શોભે જેના મનહર ગુણો મોક્ષદાયી અનેરા; લેશો જેણે જગત જનના સત્ય શબ્દ નિવાર્યા, આત્મા સાચો સહજ કરતા શબ્દ તે ઉર ધાર્યા. ૧૭. વંદુ શ્રી ગુરુ રાજને, જેણે આપ્યો ધર્મ, શ્રત ધર્મ સમજી સ્વરૂપ, ચરણે કાપું કર્મ. ૧૮. શ્રી રાજચંદ્ર ભગવંત પદે હું કરું વંદન અગણિત અહો ! જેની ક્ષાયિક ભાવે થઇ ગઇ ઉન્મત્તતા વ્યતીત અહો ! ૧૯. શ્રી રાજચંદ્ર પ્રભુપાદે વંદું, - અનાથ (મુમુક્ષુ)ના જે પરમાર્થ બંધુ; આ યુગમાં જે પ્રગટાવનારા, યથાર્થ શુદ્ધાત્મ વિચાર ધારા. ૨૦. શ્રી રાજચંદ્ર ચરણે કરી વંદના હું, અલ્પજ્ઞ તો ય જિનભાવ ઉરે ધરું છું, જો કે કળા ન તરવા તણી જાણી તો યે, નૌકા તણી મદદથી જલધિ તરાયે. ૨૧. શ્રીમદ્ સદ્ગુરુ રાજજી, વિનય ઉરે ભરનારા રે, વંદન વાર અપાર હો, અમને ઉદ્ધરનારા રે, પ્રભુ પરમ ઉપકારી રે. ૨૨. શ્રીમદ્ સગુરુ રાજચંદ્ર-પદ, ચંદ્ર-ચંદ્રિકા સમ ચળકે, સૌ સંશય ટાળક બાળકના, વંદન કરું હું ઉમળકે; ત્રિવિધ તાપ બાળે કળિકાળે, મહામોહ મૂંઝવી મારે, સુરતરુ સમ સદ્ગુરુ જીવને ત્યાં, આશ્રય દઇને ઉગારે. પુષ્પ ૮૦ દોહરા પુષ્પ ૮૬ અરિહંત નમો, ભગવંત નમો..એ રાગ પુષ્પ ૯૭ છંદ આખ્યાનકી અથવા ભદ્રાવૃત્ત (ઉપજાતિનો ભેદ) પુખ ૯૮ વસંતતિલકા છંદ પુષ્પ ૯૯ શિવસુખ કારણ ઉપદિશી..એ રાગ પુષ્પ ૧૦૬ રાજ સમર તું, રાજ સમર તું..એ રાગ * * * Page #43 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૬ મું સમતાસરે હંસસમ મુનિ, મુકિત-હંસી પર રાગ રે; તે વિષય-જલ, વૈભવ-પંકજે, અલબ્ધ ધરે વૈરાગ્ય રે. શ્રી રાજચંદ્ર ગુરુ વર પદે, પ્રણમું હું ધરી ભાવ રે. મુનિપદની દેજો યોગ્યતા, જે છે ભવજલધિ નાવ રે. પ્રજ્ઞાવબોધ પુષ્પ ૮૪: ૫.૫ બ્રહ્મચારીજી વિ. સં. ૧૯૪૦ Page #44 -------------------------------------------------------------------------- ________________ Page #45 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાળામાં મોક્ષમાર્ગ મોક્ષમાર્ગ દાતા નમું, રાજચંદ્ર ગુરુ સાર; ઉર્વશી સમ ઉરે વસો, સદા પરમ આધાર. ૫.પૂ.બ્રહ્મચારીજી હે મોક્ષમાર્ગના દાતા પરમ ગુરુ રાજચંદ્ર ભગવંત ! આપનો મને પરમ આધાર છે અને સદા સદાને માટે ઉર્વશીની જેમ મારા ઉરમાં વસી રહો. ઉર્વશી એ પૌરાણિક કાળની એક અપ્સરા. બદરિકાશ્રમમાં કામવિજેતા નરનારાયણ ઋષિના ઉસ સમીપ સ્થિતા હોવાથી ઇન્દ્ર જેનું નામ ઉર્વશી પાડ્યું તે ઇન્દ્રનું અમોઘ શસ્ત્ર ગણાતી ઉર્વશીની જેમ આત્મા રૂપી ઇન્દ્રને પણ કૃપાળુ દેવનું અમોઘ શરણ સાંપડ્યું છે તેનો મને સદાય આશ્રય રહો. - ઉર્વશી ઋગ્વદની કેટલીક ઋચા રચનાર એક ઋષિ. તો કૃપાળુ દેવ જેવા પરમર્ષિ મારા ઉરમાં વસી રહો. ઉર્વશી એટલે આમ તો ગંગા. પ્રતીપ રાજા અરણ્યમાં તપ કરતા હતા ત્યારે ગંગા તેમના પર મોહિત થઇ હતી. તે મૂર્તિમાન બનીને એમની પાસે આવી સ્વેચ્છાએ એમના જમણા ખોળામાં સ્થાન લીધું. આથી એનું નામ પડ્યું ઉર્વશી. ગૃહાશ્રમના તપસ્વી પરમકૃપાળુ દેવની પરમાત્મ દશા પર મોહિત થઇને પ.પૂ.બ્રહ્મચારીજી ગાઇ જાય છે કે, ઉર્વશી સમ ઉર વસો...! કેવી પ્રીતિ-ભક્તિ છે કૃપાળુ દેવ પ્રતિ ? “મોક્ષ શાસ્ત્ર' જેનું અપર નામ છે “તત્ત્વાર્થાધિગમ સૂત્ર'. તેના પરથી શ્રી અમૃતચંદ્રાચાર્ય વિરચિત ‘તત્ત્વાર્થ સાર' સંસ્કૃત ભાષામાં છે. તેનો સુંદર પદ્યાનુવાદ ૫.પૂ.બ્રહ્મચારીજીએ કર્યો છે, જેમાં ઉપરની ગાથા દોહરા છંદમાં મંગળાચરણ રૂપે છે. ઉર્વશી ઉર વસી જાય તે તો લૌકિક વાત. આ તો અ-લૌકિક પુરુષ પ્રત્યેની ઉત્કટ અભિલાષા છે કે – શિવ બસિયા, મેરે દિલ બસિયા, મેરે મન બસિયા ગુરુરાજ, સાહેબ શિવ વસિયા....... માળા એટલે? માળા એટલે પંક્તિ, હાર. માળા એટલે જેમાં મોતી, મણિ, રત્ન કે પુષ્પ પરોવેલાં કે ગૂંથેલાં હોય છે. માળા એટલે તસબી, સ્મરણી કે જપમાળા કે બેરખો. વ્યુત્પત્તિની દૃષ્ટિએ જુઓ તો, મામ્ તાતિ ત માતા | અર્થાત્ જે આત્મલક્ષ્મીને લાવે છે – આપે છે તે માળા. માલંમાલ કરે તે માળા. મા કહેતાં લક્ષ્મી. અને લક્ષ્મી કહેતાં આત્મલક્ષ્મીની જ વાત હોય. માળા એટલે વિષય વસ્તુની સંકલના. Page #46 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાળા એટલે મોક્ષને લગતી બાબતની જ વાત. મોક્ષનું જ બીન વાગે. પોતાનું લક્ષ્મીનંદન' નામ પણ સાર્થક કરતા હોય તેમ ‘લઘુજિનનંદન’ની અદાએ મોક્ષલક્ષ્મી લટકાં કરે તેવી મોક્ષમાળાની રચના કરી દીધી. માળા સાહિત્યમાં મનનો મણકો પરોવીએ તો, શ્રી ઉદ્યોતનસૂરિ રચિત કુવલયમાલા નામે ચપૂકાવ્ય છે, શ્રી શંકરાચાર્ય કૃત મણિરત્નમાળા છે, શ્રી શંકરાચાર્ય કૃત પ્રશ્નોત્તર રત્નમાલિકા છે, શ્રી ચંદ્રકવિ કૃત વૈરાગ્ય મણિમાળા છે, શ્રી વિમલસૂરિ રચિત પ્રશ્નોત્તર માળા છે, શ્રી ચિદાનંદજી કૃત પ્રશ્નોત્તર રત્નમાળા છે, શ્રી ધર્મદાસગણિ કૃત ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા છે, શ્રી નેમિચંદ્ર ભટ્ટારક રચિત પણ હોઇ શકે. શ્રી અનંતવીર્ય લઘુ આચાર્ય કૃત પ્રમેય રત્નમાલિકા છે, શ્રી વિનયચંદ્ર આચાર્ય કૃત ઉપદેશમાળા છે, શ્રી સકલભૂષણ આચાર્ય કૃત ઉપદેશ રત્નમાળા છે, શ્રી રાજર્ષિ અમોઘવર્ષ કૃત પ્રશ્નોત્તર રત્નમાળા છે, શ્રી ધર્મદાસ ગણિ વિરચિત ઉપદેશ માળા છે, શ્રી જયકીર્તિ કૃત શીલોપદેશ માલા છે, શ્રી કવિરાજ નેમિદાસ શાહ કૃત ધ્યાનમાલા તથા અધ્યાત્મ સાર માલા છે, શ્રી દયારામ ભક્તકવિ કૃત પ્રશ્નોત્તરમાળા છે. શ્રી રત્નરાજ સ્વામી કૃત રત્નસંચય કાવ્યમાલા છે, વિવિધ સ્તોત્રોની સંકલિત કાવ્યમાલા છે, શ્રી રામચંદ્ર જૈન શાસ્ત્રમાળા છે, શ્રીમદ્ રાજચંદ્રજી રચિત પુષ્પમાળા છે અને અત્રે મોક્ષમાર્ગ પ્રસ્તુત મોક્ષમાળા છે. પ.પૂ.બ્રહ્મચારીજી વિરચિત પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા છે. આ કળિયુગના “ચંદ્રની વાત કરતી વેળાએ ત્રેતાયુગના ‘ચંદ્રની વાત કરું. બધી વિદ્યા ભણીને, તીર્થાટન કરીને શ્રી રામચંદ્રજી ઘરે આવે છે પણ ઘરે કંઇ ગમતું નથી, જામતું નથી. સોળ વર્ષ પૂરા નથી થયાં છતાં વૈરાગ્ય; - જાગ્યો ઉરમાં એકદમ, ધન્ય રામ મહાભાગ્ય. ચિત્રિત નરસમ શૂન્ય મન, મૌન રહે નિષ્કર્મ; સેવક વિનવે તો ય તે વિસરે દૈહિક ધર્મ. લઘુ યોગવાસિષ્ઠસાર પદ્યાનુવાદ : પ.પૂ.બ્રહ્મચારીજી ચિત્રમાં ચીતરેલા મનુષ્યની જેમ શૂન્યમનસ્ક થઇને વર્તતા રામચંદ્રજીને રાજસેવકો વિનવે તો યે દૈહિક ધર્મ વીસરી જાય તેટલો વૈરાગ્ય હતો. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૯ તો આ કળિયુગમાં આવી પડેલા શ્રીમદ્ રાજચંદ્રજીએ સ્વયં શ્રીમુખે પ્રકાડ્યું છે કે, અમારો વૈરાગ્ય ‘યોગવાસિષ્ઠ'ના વૈરાગ્ય પ્રકરણમાં વર્ણિત શ્રી રામચંદ્રજીના જેવો હતો, તે એટલા સુધી કે, અમે ખાધું છે કે નહીં તેની સ્મૃતિ રહેતી નહી. તમામ જિનાગમ અમે સવા વર્ષની અંદર અવલોક્યો હતો. વાહ પ્ર ત્યારથી જ દેહાતીત દશા હતી ! આમ ભૂતકાળના રામચંદ્રજીનો વર્તમાન કાળના રાજચંદ્રજીએ સત્યકાર કરાવ્યો છે. ‘રામાયણ'ની જેમ “રાજાયણ ભાવનાબોધ-મોક્ષમાળા'માં તેનું સહજ સ્મરણ થાય છે. જે જગમાં લેવાયા નહિ, શૂરવીર બીજા શ્રી રામ સમા, ધૃતિ અચલ ધરી રાજચંદ્ર ગુરુ નિશદિન સેવે સ્વરૂપ ૨મા; મુજ મન તે શ્રી રાજચંદ્રના ચરણકમળમાં લીન રહો, વારંવાર કરું હું વંદન, ગુરુ ભક્તિ મુજ માંહિ વહો. પ્રજ્ઞાવબોધ પુષ્પ ૪૨ : પ.પૂ.બ્રહ્મચારીજી મોક્ષમાર્ગનું સ્વરૂપ દર્શાવતો ગ્રંથ લખવાનો વિચાર તો ફૂર્યો જ હતો ત્યાં કૃપાળુ દેવને તેની પ્રેરણાનું નિમિત્ત શ્રી રેવાશંકરભાઇ ઝવેરી અને શ્રી પોપટભાઇ દતરીની વિનંતિ બન્યા. વળી કચ્છથી વવાણિયા પધારેલાં ત્રણ સ્થાનકવાસી સાધ્વીજી (પૂ.મોંઘીબાઇ, પૂ.જડાવબાઇ, પૂ.દિવાળીબાઇ મ.સ.)ની જિનાગમ સમજવાની જિજ્ઞાસા પણ જોર કરી ગઇ. મોરબીમાં દફતરી શેરીમાં આવેલ શ્રી વિનયચંદ્ર (વનેચંદભાઇ) પોપટલાલભાઈ દફતરીના મકાનમાં બીજે માળે ત્રણ જ દિવસમાં, ચૈત્ર માસમાં, ૧૬ વર્ષને ૫ માસની વયે, જગતના જીવોનાં કલ્યાણ કાજે શાસ્ત્ર સર્જી દીધું કે ગ્રંથ ગૂંથી દીધો તે મોક્ષમાળા. પછી કૃપાળુદેવ વવાણિયા પધારતાં, આ મોક્ષમાળાની હસ્તપ્રતનાં પ્રથમ દર્શન અને શ્રીમુખે સમજવાનું સૌભાગ્ય પણ ત્રણ સાધ્વીજીને સાંપડ્યું. - ચૈત્ર માસ એટલે ચિંતનનો માસ. વિ ધાતુ પરથી ચિદુ, ચૈતન્ય, ચિત્ત, ચૈત્ર, નિશ્ચય શબ્દ બન્યા. આ કાળના આદિ દેવ શ્રી ઋષભ પ્રભુના જન્મ અને દીક્ષા કલ્યાણક ચૈત્ર વદ ૮ છે, મારવાડી મિતિ મુજબ. આ કાળના અંતિમ તીર્થંકર શ્રી મહાવીર પ્રભુનું જન્મ કલ્યાણક ચૈત્ર સુદ ૧૩ છે, આ કાળના ચોવીસે જિનદેવનાં મળી કુલ ૧૭ કલ્યાણક પણ ચૈત્ર માસમાં છે. આ દુષમ કાળના તરણ તારણ શ્રી રાજચંદ્ર દેવનું નિર્વાણ કલ્યાણક પણ ચૈત્ર માસમાં છે. મહાવીર પ્રભુના જન્મને ૨૬૦૦ વર્ષ થયા ત્યારે રાજપ્રભુનાં નિર્વાણને ૧૦૦ વર્ષ થયાં, કેવો યોગાનુયોગ ? મોક્ષની મંગળ માળાનું સર્જન થઈ ગયું. માળાના મણકા ૧૦૮ તેમ મોક્ષમાળાના શિક્ષાપાઠ પણ ૧૦૮ છે. શા માટે ૧૦૮? પંચ પરમેષ્ઠીના ૧૦૮ ગુણના સ્મરણ માટે હોઇ શકે. સંરંભ, સમારંભ અને આરંભને મન-વચન-કાયાના યોગ વડે ગુણતાં ૯, તેને ક્રોધ-માન-માયા-લોભ એ ૪ કષાય વડે ગુણતાં ૩૬, તેને કરવું-કરાવવું અને અનુમોદવું એમ ૩ પ્રકારે ગુણતાં ૧૦૮ પ્રકારે રોજ પાપવૃત્તિ થતી હોવાથી તેની સ્મૃતિ રાખીને તે ન થવા દેવા માટે પણ ૧૦૮ની સંખ્યા હોઇ શકે. રોજના ૨૧,૬૦૦ શ્વાસ લઇએ છીએ. માત્ર દિવસના ગણીએ તો ૧૦,૮૦૦થાય. કળિયુગમાં ભાવપૂર્વક ૧ મણકો કે પુષ્પ લો તો ૧૦૦ ગણું ગણાય એટલે એ રીતે ૧૦૮ થાય. વળી ૧૨ રાશિ X ૯ ગ્રહ અથવા ૪ દિશા X ૨૭ નક્ષત્ર ગણતાં ચારે દિશામાં અને અખિલ બ્રહ્માંડમાં મોક્ષમાળાનું પ્રવર્તન તે રીતે પણ ૧૦૮ હોઇ શકે. ઋગ્વદના સૂક્ત પણ ૧૦૮છે. ઉપનિષદ્ પણ ૧૦૮ મુખ્ય છે. રવિની ૬ વર્ષની, ચંદ્રની ૧૫ વર્ષની, મંગળની ૮ વર્ષની, બુધની ૧૭ વર્ષની, ગુરુની ૧૯ વર્ષની, શુક્રની ૨૧ વર્ષની, શનિની ૧૦ વર્ષની અને રાહુની ૧૨ વર્ષની મહાદશા મળી કુલ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ૧૦૮ મહાદશાનાં સ્મરણ સાથે આત્માની ‘દશા” કરવા, ઉજજવળ કરવા પણ હોઈ શકે. અને છેલ્લે, દરિયો, નદી, પર્વત, કળશ, સ્વસ્તિક, કન્યા, શંખ, અક્ષત, આમ્ર, ગંગા, સરસ્વતી, બીજ, શ્રીફળ વગેરે ૧૦૮ મંગળ છે તેમ મોક્ષ સર્વોત્કૃષ્ટ મંગલ છે માટે રાજપ્રભુએ મોક્ષમાળા નામ આપ્યું, બધી “માળા'વાળા શાસ્ત્ર-પુસ્તક કરતાં અનેરું અને અનન્ય. ચાર ઉત્તમ મંગલ પણ જયાં વસે છે તે છે મોક્ષમંદિર, મોક્ષનગર, મુક્તિપુરી. त्वं माले सर्व देवानां प्रीतिदा शुभदा भव । शिवं कुरुष्व मे भद्रे यशोवीर्यं च सर्वदा ॥ હે માળા ! તું સહુને પ્રીતિ અને શુભ આપનારી છે; મને તું યશ અને બળ આપ તેમજ સર્વદા મારું કલ્યાણ કર. મોક્ષમાળા વિશે પરમકૃપાળુદેવના જ શબ્દોમાં – મોક્ષમાળા અમે સોળ વરસને પાંચ માસની ઉંમરે ત્રણ દિવસમાં રચી હતી. જૈન માર્ગને યથાર્થ સમજાવવા તેમાં પ્રયાસ કર્યો છે. જિનોક્ત માર્ગથી કંઇ પણ ન્યૂનાધિક તેમાં કહ્યું નથી. વીતરાગ માર્ગ પર આબાલવૃદ્ધની રુચિ થાય, તેનું સ્વરૂપ સમજાય, તેનું બીજ હૃદયમાં રોપાય તેવા હેતુએ તેની યોજના કરી છે. મોક્ષમાળાના પાઠ અમે માપી માપીને લખ્યા છે. મોક્ષમાળાના આમુખ કે ઉપોદ્દાત રૂપે પ્રકાશે છે, આ એક સ્યાદ્વાદ તત્ત્વાવબોધ વૃક્ષનું બીજ છે. આ ગ્રંથ તત્ત્વ પામવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરી શકે એવું એમાં કંઈ અંશે દેવત પણ રહ્યું છે, એ સમભાવથી કહું છું. પાઠક અને વાંચક વર્ગને મુખ્ય ભલામણ એ છે કે, શિક્ષાપાઠ પાઠ કરવા કરતાં જેમ બને તેમ મનન કરવા, તેના તાત્પર્ય અનુભવવાં, જેમની સમજણમાં ન આવતાં હોય તેમણે જ્ઞાતા શિક્ષક કે મુનિઓથી સમજવા, અને એ યોગવાઇ ન હોય તો પાંચ-સાત વખત તે પાઠો વાંચી જવા. એક પાઠ વાંચી ગયા પછી અર્ધ ઘડી તે પર વિચાર કરી અંતઃકરણને પૂછવું કે શું તાત્પર્ય મળ્યું? તે તાત્પર્યમાંથી હેય, શેય અને ઉપાદેય શું છે? એમ કરવાથી આખો ગ્રંથ સમજી શકાશે. આ પુસ્તક પ્રસિદ્ધ કરવાનો મુખ્ય હેતુ ઉછરતા બાળ યુવાનો અવિવેકી વિદ્યા પામી આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે તે ભ્રષ્ટતા અટકાવવાનો છે. કેવો ઉમદા આશય છે? કેવી ઉદાત્ત ભાવના છે? ૧લા પાઠ “વાંચનારને ભલામણમાં, - આ સપુરુષ કેટલા વિનયાન્વિત થઇને વાચકને લખેછે ‘તમારા હસ્તકમળમાં' ! ‘તમારા હાથમાં” લખી દેતા નથી ! ભવ-પરભવ બન્નેમાં હિત કરનારું એટલે કે આત્માને આત્મામાં ધારણ કરનારું બનશે, કારણ કે સંસ્કૃતમાં ધ ધાતુનો અર્થ ધારણ કરવું, તેના પરથી હિત શબ્દ આવ્યો છે. વળી જ્ઞાનની અને જ્ઞાનીની આશાતના કરવાથી જીવને જ્ઞાનાવરણીય કર્મ લાગેલાં છે તે હવે પુસ્તક લેતાં-મૂકતાં-વાંચતાં-વિચારતાં યત્ના રાખે, વિવેક દાખવે તો તેટલાં કર્મ ન લાગે તે માટેની રૂડી શિખામણ તે ભલી ભલામણ છે. અને વળી “મોક્ષમાળા’ શાસ્ત્રનું સર્જન હોવાથી આદ્ય મંગળ પ્રાર્થના રૂપે અહંત ભગવાનને માથા પર રાખ્યા છે. અત્રે વિવેક' શબ્દ પ્રયોજીને મોક્ષ કે ધર્મ ત્યાં જ છે તેમ કહીને મોક્ષમાર્ગ મૂકી દીધો તેમ લાગ્યા વિના ન રહે રજા પાઠ “સર્વમાન્ય ધર્મ'માં, સયોગી જિન અને તેમની દેશના (ભાષણ કહેતાં, મા = પ્રકાશવું, કેવળ જ્ઞાન રૂપી સુર્યથી પ્રકાશિત થયા બાદ ખરતી દિવ્ય વાણી) તથા પોતે જેમના છેલ્લા અંતેવાસી શિષ્યા હતા તે ચરમ તીર્થકર શ્રી Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૧ મહાવીર સ્વામીની શીખને યાદ કરીને દયા ધર્મની - અહિંસા ધર્મની ઉત્કૃષ્ટતા દર્શાવી છે. મોક્ષના શાશ્વત સુખને પ્રાપ્ત કરવા દયાનાં સ્વરૂપને ઓળખવાનું કહી દીધું અને જીવદયાના પાલન માટે શ્રી શાન્તિનાથ ભગવાનનું સુપ્રસિદ્ધ દૃષ્ટાંત લખી દીધું. अहिंसा परमो धर्मः। ધબ્બો પંપાન મુવિટું હિંસા સંગમો તવો | શ્રી શય્યભવસૂરિજી હંસા તુ મૂતાનાં નાતિ વિદ્રિત બ્રહ્મ પરમન્ | શ્રી સમંતભદ્રાચાર્યજી ૩જા પાઠ કર્મના ચમત્કાર'માં, | ધર્મનું સ્વરૂપ સમજાવ્યા પછી તેના પ્રતિપક્ષી કર્મની વાત લીધી. જગતની વિચિત્રતા વિષે વિચારતાં વિચારનાર આત્મા પ્રત્યે દૃષ્ટિ કરાવે છે. પોતાના બાંધેલાં શુભાશુભ કર્મ વડે આંખો સંસાર ભમવો પડે છે.' વચનમાં છ પદ આવી જાય છે. કોણ કર્મ બાંધે છે ? આત્મા. આમાં આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ અને કર્તુત્વ આવી ગયું. શુભાશુભ કર્મ વડે આખો સંસાર ભમવો પડે છે એ વાક્યમાં આત્માનું ભોસ્તૃત્વ આવી ગયું. સાથે સાથે શુભાશુભ કર્મ ન કરે તો સંસાર ભમવો પડે નહીં તેમ કહેતાં મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે એમ પણ આવી ગયું. બાળક પણ સમજી શકે તેવી સરળ છતાં સચોટ શૈલીમાં આ પાઠ મૂક્યો છે. કથા પાઠ “માનવદેહમાં, કર્મબંધનથી મુક્ત થવા માટે મનુષ્ય દેહ અનિવાર્ય છે. મનુષ્ય ભવે પૂર્ણ સદ્વિવેક થઇ શકે છે. અતિ પુણ્યના પ્રભાવથી એ દેહ સાંપડે છે. મનુષ્ય ભવ બહુ દુર્લભ છે પણ માનવપણું સમજે તે જ માનવ છે, બાકી વાનર છે, નર નથી. કરોડોનો ખજાનો થોડા રૂપિયાની ચાવીથી જ ખોલી શકાય છે તેમ મોક્ષના દરવાજા પણ માનવદેહની ચાવીથી જ ખુલી શકે છે. કૃપાળુદેવે અયમંતકુમાર, ગજસુકુમાર જેવા સમવયસ્ક પુરુષોની સ્મૃતિ કરાવી શીઘ્રમેવ આત્મસાર્થક કરી લેવા કહ્યું છે. પમાં પાઠ “અનાથી મુનિ ભાગ ૧'માં, | શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનાં ૨૦મા અધ્યયનમાં મૂકેલા અનાથી મુનિ શ્રેણિક રાજાના દષ્ટાંત દ્વારા યુવાનોને ય સ્પર્શી જાય તેવી શૈલીથી બોધ કરેલ છે. અનાથી મુનિને અપૂર્વ વસ્તુનો પ્રાપ્ત કરાવનાર કોઇ મિત્ર ન થવાથી અનાથતા હતી એટલે કે, મોક્ષનો માર્ગ બતાવે તેવા આત્મજ્ઞાની સગુરુ ન મળવાથી અનાથ પડ્યું હતું, એમ દર્શાવ્યું છે. ૬ઠ્ઠા પાઠ “અનાથી મુનિ ભાગ ૨'માં, “પહેલે ધાન, બીજે ધન, ત્રીજે સ્ત્રી, ચોથે તન; પાંચમે હોય પશુનો સંચ, લખાય કાગળમાં શ્રી પંચ.” એમ પાંચ પ્રકારની સંપત્તિ (શ્રી ૧) હોવા છતાં અનાથી મુનિ મુનિ થતાં પહેલાં અનાથ હતા અને પ્રપંચી સંસારથી ખેદ પામીને, નિરારંભી પ્રવ્રજયા લે છે. અહીં સંસારને પ્રપંચ કહ્યો, પાંચ ઇન્દ્રિયના વિષયુક્ત ભૌતિક પદાર્થોના સમૂહવાળો ગણ્યો. તેવા સંસારથી ખેદ પામતાં મોક્ષનો માર્ગ મળે. ૭મા પાઠ “અનાથી મુનિ ભાગ ૩'માં, જયાં સુધી ઉપાધિ છે ત્યાં સુધી અનાથતા છે. જે કંઇ કરે છે તે આત્મા જ કરે છે. આત્મા જ મિત્ર છે ને આત્મા જ વેરી છે એવો આત્મપ્રકાશક બોધ અનાથી મુનિએ શ્રેણિક મહારાજને આપ્યો. નરકગતિનું આયુષ્ય બાંધ્યું હતું તેવા શ્રેણિક રાજાને પણ અનાથી મુનિ જેવા સગુરુ દ્વારા આત્માને ઓળખાણ થયું (રાજપુરુષ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૨ કેસરી સ્વસ્થાનકે ગયો) અને શ્રી મહાવીર સ્વામીના યોગે ક્ષાયિક સમ્યકત્વના ધની-ણી થયા અને આવતી ચોવીસીમાં પ્રથમ તીર્થંકર થશે. તત્ત્વજ્ઞાન કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના જીવ સદા ય અનાથ જ છે. ૮મા પાઠ “સતુ દેવ તત્ત્વ'માં, મોક્ષનું મૂળ સમ્યફ દર્શન પ્રાપ્ત કરવા માટે સત્ દેવ, સત્ ધર્મ, સત્ ગુરુના સ્વરૂપ વિષે જાણવું જરૂરી છે તથા તેનું શ્રદ્ધાન પણ જરૂરી છે. અઢાર દૂષણ રહિત દેવને જ સાચા દેવ અને પરમેશ્વર કહ્યા છે. સંસારમાં મુખ્યતા ભોગવતાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર કર્મ ભસ્મીભૂત કરીને જેઓ સ્વસ્વરૂપથી વિહાર કરે છે, તેમ લખીને મોક્ષમાર્ગ મૂકી દીધો છે ! ૯મા પાઠ 'સતુ ધર્મ તત્ત્વમાં, ધર્મ જેવા ગહન વિષયમાં પ્રવેશ કરાવવા માટે સરળ ભાષામાં કહ્યું કે, અધોગતિમાં પડતા આત્માને ધરી રાખનાર વસ્તુનું નામ ધર્મ. વ્યવહાર ધર્મમાં દયાના આઠ પ્રકાર વર્ણવ્યા છે, પ્રધાન જિનાગમ ‘શ્રી ભગવતી સૂત્રનો સાર આપી દીધો. નિશ્ચય ધર્મમાં સ્વરૂપની ભ્રમણા ટાળવા અને આત્માને આત્મભાવે ઓળખવા કહ્યું. અહંતુ ભગવંતની સામે અહિંસા ધર્મની મહત્તા ગાઇ છે. ૧૦મા પાઠ ‘સદ્દગુરુ તત્ત્વ ભાગ ૧'માં, સદાચારી શિક્ષકથી જેમ ઉત્તમ વ્યવહાર નીતિ મળી શકે છે તેમ શ્રેયસ્કર ધર્મનીતિ ઉત્તમ ગુરુથી મળી શકે છે તેમ જણાવી વ્યવહાર શિક્ષકને બિલોરી કાચના કકડા સાથે અને આત્મધર્મ શિક્ષકને અમુલ્ય કૌસ્તુભ મણિ સાથે સરખાવ્યા છે. કેટલી સુંદર ઉપમા ? ૧૧મા પાઠ “સદગુરુ તત્ત્વ ભાગ ૨'માં, કાઇ સ્વરૂપ, કાગળ સ્વરૂપ અને પથ્થર સ્વરૂપ એમ ત્રણ પ્રકારે ગુરુ કહ્યા છે. કાઇ સ્વરૂપ ગુરુ જ આપણને તારી શકે અને પોતે પણ તરે છે. કાગળ સ્વરૂપ ગુરુ પોતે તરી શકે નહીં પણ કંઇક પુણ્ય ઉપાર્જી શકે અને આપણને તારી શકે નહીં. પથ્થર સ્વરૂપ ગુરુ પોતે બૂડે અને આપણને પણ બૂડાડે. જિનેશ્વરની આજ્ઞામાં વર્તે તે જ સાચા ગુરુ છે, કાષ્ઠ સ્વરૂપ ગુરુ છે. ઉત્તમ એવું આત્મતત્ત્વ પામવા ઉત્તમ ગુરુ હોવા જોઇએ. આ ભવસાગર પાર કરવા માટે એવા ઉત્તમ ગુરુ રૂપી નાવિક અને સત ધર્મ રૂપી નાવની જરૂર છે. પ્રભુશ્રીજીના શબ્દોમાં, તમને કાણાં વગરની નવી નાવમાં બેસાડ્યા છે. માટે તેમાં હાથ-પગ લાંબા-ટૂંકા કર્યા વિના પાંશરા થઇને બેસી રહેશો તો ઠેઠ પેલે પાર પહોંચી જશો. આવ્યું આવ્યું અનુપમ નાવ, ભવજળ તરવાને; તૈયાર ભવિક જન થાઓ, શિવસુખ વરવાને.” પ્રજ્ઞાવબોધ પુખ ૭૭, “સનાતન ધર્મમાં, ૫.પૂ.બ્રહ્મચારીજી લખે છે : ભૂલ ગુરુમાં કરી, દેવ-ધર્મે ખરી; સર્વ પુરુષાર્થ પણ ભૂલવાળો, તેથી મુમુક્ષુઓ સદ્દગુરુ આશ્રયે, સત્ય પુરુષાર્થથી દોષ ટાળો. આજ ગુરુ રાજને પ્રણમી અતિ ભાવથી... ટૂંકમાં, એક ગુરુ તત્ત્વમાં ભૂલ કરીએ તો દેવ અને ધર્મ તત્ત્વમાં પણ ભૂલ જ આવે. સરવાળો આખો જ ખોટો પડે. સદ્ગુરુ તત્ત્વ વિષે એક નહીં પણ બે પાઠ મૂક્યા. સુણ દયાનિધિ ! ઉત્તમ કુળ અવતરતાં પાર ન આવિયો, સદ્દગુરુ મળે, તુજ આગમ અજવાળે મુજ સમજાવિયો. ગોત્રકર્મસૂદનાર્થ પૂજા : શ્રી વીરવિજયજી મહારાજ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૨મા પાઠ ‘ઉત્તમ ગૃહસ્થમાં, સાચા દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ સમજી શ્રદ્ધાન કરે તે દેશવ્રતી ગૃહસ્થ - શ્રાવક થાય છે. પંચ મહાવ્રતધારી મુનિ ન થાય પણ અણુવ્રત પાલન કરે તે ગૃહસ્થ ગણાય છે. તેની અગિયાર પ્રતિમા-પડિમામાં છેલ્લી બે પડિમા લે ત્યારે ઉત્તમ શ્રાવક કહેવાય છે. ઉત્તમ ગૃહસ્થ કહેતાં આદર્શ ગૃહસ્થ કહીએ તો ખોટું નથી. વ્રત, નિયમ, પ્રત્યાખ્યાન ઉપરાંત જે સન્શાસ્ત્રનું મનન, યથાશક્તિ શાસ્ત્રસંચય અને સત્પરુષોનો સમાગમ-બોધ ગ્રહણ કરે છે તે ગૃહસ્થનો ગૃહાશ્રમ ઉત્તમ ગતિ-મોક્ષ ગતિનું કારણ થાય છે. ૧૩મા પાઠ “જિનેશ્વરની ભક્તિ, ભાગ ૧માં, સત્ય પામવું છે તેને જિજ્ઞાસુ કહ્યો અને સત્ય-સ–સમ્યક્ દર્શન જેને પ્રાપ્ત છે તેને સત્ય કહીને ગુરુ-શિષ્યના સંવાદ રૂપે આ પાઠમાં જિનેશ્વરની ભક્તિ કરવી જોઇએ, ઇતર દેવોની કે તત્ત્વોની નહીં, તેમ સ્પષ્ટ પ્રકાર્યું છે. જિનદેવ સત્ દેવ છે માટે. બાકી તો તે નીરાગી હોવાથી તેને સ્તુતિ કે નિંદાથી કંઇ ફેર પડતો નથી. પણ આપણે તેમના જેવા થવું છે માટે તેમના ગુણનું ચિંતવન કરવા ભક્તિ કરીએ છીએ. જેમ હાથમાં અરીસો લેતાં મુખાકૃતિનું ભાન થાય છે તેમ સિદ્ધ કે જિનેશ્વર સ્વરૂપનાં ચિંતવન રૂપ દર્પણથી આત્મસ્વરૂપનું ભાન થાય છે. ૧૪મા પાઠ “જિનેશ્વરની ભક્તિ ભાગ ર’માં, સિદ્ધ કે જિન ભગવંતનાં નામ લઇને ભક્તિ કરવાની જરૂરત બતાવી છે. તે તે ભગવંતનાં નામ લેતાં તેઓ ક્યારે થયા, કેવી રીતે સિદ્ધિ પામ્યા, તેમના ઉગ્ર તપ, મહાન વૈરાગ્ય, અનંત દયા, મહાન ધ્યાન વગેરેનું સ્મરણ થતાં આપણો આત્મા પ્રકાશ પામે છે. સર્પ જેમ મોરલીના નાદે જાગૃત થઇ જાય છે તેમ આત્મા પોતાની સત્ય રિદ્ધિ સાંભળતાં મોહ નિદ્રાથી જાગ્રત થાય છે. આબાલ વૃદ્ધ સમજે તેવું વેધક દૃષ્ટાંત ! રોચક દૃષ્ટાંત ! ૧૫મા પાઠ ‘ભક્તિનો ઉપદેશ'માં, | ગદ્યમાં સમજાવ્યા બાદ હવે પદ્યમાં જિનભક્તિનો મહિમા ગાયો છે. દશ પ્રકારનાં કલ્પવૃક્ષમાં તો ઇચ્છો અને પછી મળે પણ ભક્તિનું ફળ તો વણઇડ્યું જ મળે. વળી તે માટે કંઇ પૈસા ખર્ચવા પડતા નથી. ઉત્તમ કામ પણ વણદામ થાય છે. દુર્ગતિમાં જન્મ પણ લેવાના રહેતા નથી. મન શુદ્ધ કરવા માટે મંત્રસ્મરણની આજ્ઞા આપી છે. ‘કરશો ક્ષય કેવળ રાગકથા, ધરવો શુભ તત્ત્વસ્વરૂપ યથા'માં શ્રી સમયસારજીની ૪થી ગાથા વણાઇ ગઇ છે, सुद परिचिदाणुभूदा सव्वस्स वि कामभोगबंधकहा । एयत्तस्सुवलंभो णवरि ण सुलहो विहत्तस्स । ‘નુપચંદ્ર પ્રપંચ અનંત દહો'માં વેદાંતની પરિભાષાનો “પ્રપંચ” શબ્દ પ્રયોજીને વિષયકષાય રૂપ સંસારનો ક્ષય કરવા રૂપ મોક્ષમાર્ગ ધરૂપી દીધો છે. ટૂંકમાં, ટોટક છંદમાં સિંહની ત્રાડ નાખતા હોય તેમ શૌર્ય-વીર્ય પ્રગટાવતા જતા મોક્ષનો ગઢ જીતવા નીકળેલા ગઢ-વીની અદાએ સાક્ષાત સરસ્વતી-વાગીશ્વરી લલકારતી હોય તેવી શૈલીનું દર્શન કરાવતા સરસ્વતી-વાણીપુત્ર ચારણની જેમ થોડાં ચરણમાં મોક્ષમાર્ગનું ઝરણ બતાવ્યું છે. જિનેશ્વરનું શરણું, મોક્ષમાર્ગનું ઝરણું. જિનભક્તિનું શરણું, મુક્તિમાર્ગનું વરણું. વળી ‘ભજીને ભગવંત ભવંત લહો’ લખીને ભગવાને ભારે કરી છે ! આપણને ‘ભવંત” એટલે “આપ-તમે' કહીને નિશ્ચયથી શુદ્ધ આત્માની ભક્તિનો ઉપદેશ પણ આપી દીધો છે. मोक्षकारणसामग्रया भक्तिरेव गरीयसी । स्वस्वरूपानुसन्धानं भक्तिरित्यभिधीयते ॥ વિવેકચૂડામણિ, શ્લોક ૩૨ : શ્રી શંકરાચાર્યજી www.jalnelibrary.org Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૪ અર્થાત આત્મસ્વરૂપનાં અનુસંધાન રૂ૫ ભક્તિ છે જે મોક્ષનાં સાધનમાં મહાન માનીછે. પરમકૃપાળુ દેવે પ્રભુશ્રીજી પરના પત્રમાં ભક્તિને મોક્ષનો ધુરંધર માર્ગ કહ્યો છે. (પત્રાંક ૩૮૦) ૧૬મા પાઠ ‘ખરી મહત્તા'માં, | દયાથી કોમળ, મુમુક્ષુતાથી સરળ, પુરુષાર્થથી પ્રબળ, વૈરાગ્યથી નિર્મળ અને શ્રદ્ધાભક્તિથી સબળ થયેલા મુમુક્ષુ સાંસારિક મોટાઇમાં ન પડી જાય તે માટે આત્માની મહત્તા સમજાવી છે. આત્માની મહત્તા સત્ય વચન, દયા, ક્ષમા, પરોપકાર અને સમતામાં રહી છે. બ્રહ્મદત્ત જેવા ચક્રવર્તીનું દૃષ્ટાંત દઇને, તેથી વિરુદ્ધ શુદ્ધ પંચમહાવ્રતધારી સાધુની મહત્તા ગાઇ છે. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે એહ સદાય સુજાગ્ય. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૧૩૮ ‘પુષ્પમાળા'ના ૭૩માં પુષ્પમાં, મહત્તાને બાધ ન આવે તો વિચક્ષણતા કહી છે. પોતાને સર્વેસર્વા માનનારાને ખાસ બોધ છે કે, શુદ્ધ આત્માના સર્વસ્વ પાસે અન્ય કોઇનું, કંઇનું વર્ચસ્વ કશી વિસાતમાં નથી. ૧૭મા પાઠ ‘બાહુબળ’માં, મોટા-મહત્તાનું ભાન કરાવ્યા બાદ હવે માન મૂકવાનો સબોધ આવે છે. ભરતજી અને બાહુબલિજીનું દૃષ્ટાંત તો સુવિખ્યાત છે. ભરત ચક્રવર્તીની આણ ન માની અને બન્ને વચ્ચે થયેલાં દૃષ્ટિયુદ્ધ, શબ્દયુદ્ધ, જલયુદ્ધ, મુષ્ટિયુદ્ધ અને મલ્લયુદ્ધમાં ભરતજી હાર્યા, બાહુબલીજી જીત્યા. ભરતજીએ બાહુબલિજી પર ચક મૂક્યું, બાહુબલિજીએ મુઠ્ઠી ઉગામી, વિચારશ્રેણી બદલાણી અને એ જ ઉગામેલી મુકીથી કેશાંચન કરીને સાધુ થયા . ધર્મપિતા ઋષભદેવ પાસે દીક્ષા નથી લીધી. અન્ય કોઇ દીક્ષાગુરુ પણ ન કરતાં, જાતે જ દીક્ષિત થયા તે સ્વચ્છંદ તો ખરો. વળી, વયમાં નાના પણ દીક્ષામાં મોટા ભાઇઓને વંદન કરવા પડશે એ માન આવ્યું. બાર-બાર માસ સુધીની તપશ્ચર્યામાં કાયા કૃશ થઇ ગઇ પણ જે ભૂમિ પર કાયોત્સર્ગ કરું છું એ ભરતજીની ભૂમિ છે એવો વિકલ્પ, સંજવલન માન કષાયવશાત્ કેવળજ્ઞાન ન થયું. દેહાદિસંગ તજયો અહો ! પણ મલિન માનકષાયથી; આતાપના કરતા રહ્યા, બાહુબલી મુનિ ક્યાં લગી ? ભાવપ્રાભૃત ગાથા ૪૪ : શ્રી કુંદકુંદાચાર્યજી આખરે માન થકી હાથી પરથી હેઠા ઊતર્યા, માન મોડ્યું કે જ્ઞાન ચોંટ્યું, કૈવલ્યકમળાને પામ્યા. આપણને સહુને સૌથી વધુ કનડતો આ માન કષાય છે. મનુષ્યોને સૌથી વધુ વ્હાલાં માનનાં સન્માન છે એમ જ્ઞાની ભગવંતો અને બધાં શાસ્ત્રો કહે છે, માટે કહેવાય છે. તે માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૧૮ જગતમાં માન ન હોત તો, અહીં જ મોક્ષ હોત (પત્રાંક ૨ ૧/૮૩) કેવું યથાર્થ છે? ૧૮મા પાઠ “ચાર ગતિ'માં, મોક્ષની ઇચ્છા બળવંતી બને અને સંસારસ્થિતિ અસારવંતી લાગે તે માટે ચારે ગતિનાં દુ:ખ વર્ણવ્યાં છે. ભવાટવીમાં ભૂલા પડેલાને આવાં દુઃખનાં વર્ણન વાંચીને દુઃખગર્ભિત વૈરાગ્ય આવે તો યે ખોટું નથી. મનુષ્ય દેહ શ્રેષ્ઠ છતાં તેનાં ય દુ:ખ ગણાવ્યાં છે. માટે પ્રમાદ વિના આરાધનાની શિક્ષા છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩પ. ૧૯મા પાઠ “સંસારને ચાર ઉપમા ભાગ ૧'માં, | સંસારને પહેલી ઉપમા સમુદ્રની આપી છે. વિષયો રૂપી મોજાં, ઉપર ઉપરથી સપાટ, વિષય પ્રપંચમાં ઊંડો અને મોહરૂપી ભમરીવાળો, તૃષ્ણારૂપી કાદવ, કામિની રૂપ ખરાબા અને કામરૂપી તોફાન, માયા રૂપી અગ્નિથી પ્રજવલિત અને પાપ રૂપી જળથી ઊંડો ને ઊંડો થતો જતો સંસાર ખરેખર દરિયો જ છે. દરિયાની ખારાશ અનુભવે અને એકરાર કરે તો દરિયાપારની મીઠાશ માણવાની જિજ્ઞાસા થાય. બીજી ઉપમા અગ્નિની આપી છે. અગ્નિમાં મહાતાપ છે તેમ સંસારમાં ત્રિવિધ તાપ છે. આધિ-વ્યાધિ અને ઉપાધિ. અગ્નિમાં ઘી-ઇંધન હોમાય છે તમ સંસારમાં તીવ્ર મોહિનીરૂપ ઘી અને વિષયરૂપી ઇંધણ હોમાય છે. ' ત્રીજી ઉપમા અંધકારની છાજે છે. અંધારામાં સીંદરી સાપ લાગે તેમ સંસારમાં સત્ય અસત્યરૂપ લાગે. અંધારામાં આમ તેમ ભટકે તેમ ચાર ગતિમાં ભટકે છે. અંધારામાં કાચ અને હીરાનું જ્ઞાન થતું નથી તેમ સંસારમાં વિવેક અને અવિવેકનું જ્ઞાન થતું નથી. અંધારામાં છતી આંખે અંધ તેમ છતી શક્તિએ સંસારમાં અંધ બની જાય છે. અંધારામાં ઘુવડ વગેરેનો ઉપદ્રવ વધે તેમ સંસારમાં લોભ, માયાનો ઉપદ્રવ વધે છે. ૨૦મા પાઠ “સંસારને ચાર ઉપમા ભાગ ૨'માં, ચોથી ઉપમા ગાડાના પૈડાની આપી છે. ગાડામાં ધરી, આરાછે તેમ સંસાર પણ મિથ્યાત્વ રૂપી ધરીથી અને પ્રમાદ, શંકા વગેરે આરાથી ટકી રહ્યો છે. - આ ઉપરાંત પણ સંસારને કૂવાની, નાટકની અને વનની ઉપમા અપાય છે તે ખરી છે. સંસાર રોગ જ છે પણ તેનું નિવારણ છે, મોક્ષ છે. સંસાર સમુદ્ર સદ્ગુરુ રૂપી નાવિકથી પાર ઊતરી શકાય છે, સંસાર અગ્નિ વૈરાગ્ય જળથી બુઝાવી શકાય છે, સંસારનો અંધકાર (મિથ્યાત્વ) તત્ત્વજ્ઞાન રૂપી દીવાથી મિટાવી શકાય છે અને સંસારચક્ર રાગ-દ્વેષના પૈડાં કાઢી નાખીએ તો અટકાવી શકાય છે. આમ સંસારનો પ્રતિપક્ષી મોક્ષનો માર્ગ બતાવી દીધો છે. ૨૧મા પાઠ “બાર ભાવના”માં, વૈરાગ્યની જનની એવી બાર ભાવનાનું સ્વરૂપ વિચારવા પર ભાર મૂક્યો છે. ‘ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય’ (પત્રાંક ૧૦૭). જીવનો મૂળ ધર્મ અવિનાશી છે, માત્ર ધર્મનું જ શરણ સત્ય છે, સંસાર મારો નથી - હું મોક્ષમયી છું, આત્મા એકલો આવ્યો છે, એકલો જશે, કોઇ કોઇનું નથી, આ અશુચિમય શરીરથી હું ન્યારો છું, રાગ-દ્વેષ-અજ્ઞાન વગેરે આસ્રવ છે, જ્ઞાન-ધ્યાનમાં વર્તન કરવી, જ્ઞાન સહિત ક્રિયા કરવી, લોકસ્વરૂપ વિચારતાં દષ્ટિ વિશાળ થવી, બોધ પામવો દુર્લભ છે, ધર્મનો બોધ દેનારા ગુરુ અને ધર્મનું શ્રવણ પણ દુર્લભ છે – આ બાર ભાવનાના શ્રવણ, મનન અને નિદિધ્યાસનથી ઉત્તમ પદ યાને મોક્ષપદની પ્રાપ્તિ છે. આમ આ પાઠમાં આ રીતે મોક્ષનો માર્ગ ચીંધી દીધો છે. ૨૨મા પાઠ “કામદેવ શ્રાવક'માં, દ્વાદશ ભાવનાથી ભૂષિત દ્વાદશ વ્રતધારી કામદેવ શ્રાવક મહાવીર સ્વામીના સમયમાં થઇ ગયા. ઇંદ્ર સુધર્મા સભામાં કામદેવ શ્રાવકની ધર્મઅચળતાની પ્રશંસા કરી. એક દેવથી તે સહન ન થતાં. કાયોત્સર્ગલીન કામદેવ શ્રાવકને અનેક પરિષહ કર્યા પણ કામદેવ શ્રાવક ન જ ચળ્યા. નિગ્રંથ પ્રવચનમાં પ્રવેશ કરીને દઢ રહેવું. એવી દઢતાથી અને એકાગ્રતાથી કરેલા કાર્યોત્સર્ગથી નિર્દોષતા પ્રગટે છે જે મોક્ષે લઇ જાય છે. ૨૩મા પાઠ “સત્ય”માં, પાઇ જેટલા દ્રવ્યના લાભ માટે કે આજે વ્યાજના એક રૂપિયા માટે ધર્મની શાખ કાઢનારા Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૬ જીવો...ાટે શિક્ષણ છે કે, સત્યનો જ સૃષ્ટિમાં જય છે. વસુરાજા, નારદ અને અધ્યાપક પુત્ર પર્વતનાં દૃષ્ટાંત દ્વારા અને ‘અજ્ઞ' રાબ્દના અર્થ-અનર્થની વાત કહીને સત્ય તથા ન્યાયનો આશ્રય લેવા કહ્યું છે. વળી, અહિંસાનાં પ્રથમ મહાવ્રતની રક્ષા મટે બાકીનાં ચાર વ્રત વાડરૂપે છે જેમાં પહેલી વાડ તે સત્ય મહાવ્રત છે. સત્યના-અસત્યના-મિશ્રના-વ્યવહારના અનુક્રમે ૧૦,૧૦,૧૦,૧૨ ભેદ ગણતાં ૪૨ ભેદ સમજવા જેવા છે. ૨૪મા પાઠ ‘સત્સંગ'માં, સત્યના માહાત્મ્ય પછી એ સત્નો રંગ જ્યાં ચઢે તે સત્સંગ કહીને સત્સંગનો અપરંપાર મહિમા ગાયો છે. સર્વ સુખનું મૂળ જ સત્સંગ કહ્યો છે. સત્સંગ એ આત્માનું પરમ હિતૈષી ઔષધ છે અને પૌષધ પણ છે. ભરત અને ઐરાવત ક્ષેત્રે થતા તીર્થંકર દેવની સંખ્યા પણ ૨૪ અને સત્સંગનો પાઠ ૫ણ ૨૪મો ! પરમ સત્સંગ તો દુર્લભ જછે, તે ન મળે, તેનું ઓળખાણ ન પડે તો સમસ્વભાવીનો કે પોતાનાથી વિશેષ દશાવાનનો સત્સંગ ક૨વા કહ્યું છે. ''૨માત્માની પ્રાપ્તિ માટે, ૫ =પાંચ, ૨ =બે, મા =સાડાચાર, ત =આઠ, મા =સાડા ચાર મળી ૨૪ની સંખ્યા થઇ. આ ૨૪ના – પરમાત્માના સખ્ય માટે, સત્સંગનું સાધન જ સહેલું, પહેલું ને વહેલું છે. સત્સંગના યોગે અસંગ થવા છે અને એમ મોક્ષ સુખ અનુભવાય છે. ૨૫મા પાઠ ‘પરિગ્રહને સંકોચવો'માં, પરિગ્રહને પાપનું મૂળ કહ્યું, પાપનો પિતા કહ્યો છે. જેમ જેમ લાભ થતો જાય તેમ લોભ પણ વધતો જાય છે. અઢારમા અરનાથ તીર્થંકરના સમયમાં થઇ ગયેલા સુભૂમ ચક્રવર્તીનું દૃષ્ટાંત આપીને પરિગ્રહની અનિષ્ટતા સૂચવીછે. ચારે બાજુથી બંધન કરેછે, અજગરની જેમ ગ્રસી જાય છે તે પરિગ્રહ. બાર વ્રતમાં અન્ય એકાદશ (અગિયાર) વ્રતને મહાદોષ દે એવો પરિગ્રહનો સ્વભાવ છે. ચક્રવર્તી જેવી સમૃદ્ધિ હોય તો પણ મમત્વ ન હોય તો તે પરિગ્રહ રૂપ નથી. ૫૨ વસ્તુને પોતાની મનાવનાર મિથ્યાત્વ ખરો અંતરંગ પરિગ્રહ છે. તેનો ક્ષય કરવાથી અને કષાય-નોકષાય ક્ષીણ-ઉપશમ કરવાથી મોક્ષમાર્ગ ભણી જવાયછે. બાહ્ય પરિગ્રહ સંકોચે તો ધર્મસંમુખ થવાનો અવસ૨ સાંપડે છે. ૨૬મા પાઠ ‘તત્ત્વ સમજવું’માં, શાસ્ત્રોનાં જ્ઞાન કરતાં શાસ્ત્રનું જ્ઞાન હૃદયગત કર્યું હોય તેનું મહત્ત્વ કહ્યું છે. શાસ્ત્રની સુવિચારણાથી નિજ જ્ઞાન પ્રગટીને નિર્વાણપદની પ્રાપ્તિ થાય છે. પણ તત્ત્વ સમજવું એટલે કૂદીને દરિયો ઓળંગી જવા જેવું છે. નિગ્રંથ વચન હોવાથી ગોળ ગળ્યો જ લાગે તેમ સત્ફળ જ આપે પણ મર્મ પામે, ભેદ જાણે, રહસ્ય ખુલે તેની તો બલિહારી જ છે. ‘દેવસી પડિક્કપણું ઠાયંમિ’ અને ‘રાયશી પડિક્કમણું ઠાયંમિ' છે તો ‘ખેતશી પડિક્કપણું ઠાયંમિ’ બોલનારા ખેતશીભાઇનું દૃષ્ટાંત આપીને કૃપાળુદેવે પોતાનો વિનોદી ને રોનકી સ્વભાવ વ્યક્ત કર્યોછે. પોપટ રામ બોલે અને તુલસીદાસજી પણ રામ બોલે, પરંતુ બન્નેનાં રામનામસ્મરણમાં કેટલો ફેર ? ૨૭મા પાઠ ‘યત્ના'માં, વિવેકથી ધર્મતત્ત્વ ગ્રહણ કરાય છે તેમ યત્નાથી તે તત્ત્વ શુદ્ધ રાખી શકાય છે. શ્રી દશવૈકાલિકજી સૂત્રમાં કહેલી યત્ના - પાંચ સમિતિરૂપ યત્ના તો શ્રેષ્ઠછે પરંતુ શ્રાવક તે સર્વાશે પાળી શકતો નથી. સ્થૂળ અને સૂક્ષ્મ દયા જયણા (યત્ના) પૂર્વક રાખવા જેવી છે. સાધુની ‘વીસ વસો’ દયા કહેવાય છે, શ્રાવકની ‘સવા વસો' દયા કહેવાય છે. વીસ વસો દયામાંથી ત્રસ (સ્થૂળ) અને સ્થાવર (સૂક્ષ્મ) જીવોની દયા, સંકલ્પ અને આરંભ સહિતની દયા, સાપરાધી અને નિરપરાધી દયા તથા સાપેક્ષ અને નિરપેક્ષ દયા એમ પચાસ-પચાસ ટકા ઓછી કરતાં જતાં શ્રાવક પાળી શકે તેટલી તો ‘સવા વસો' દયા જ બાકી રહે છે. માત્ર તત્ત્વ સમજીને બેસી રહેવાનું નથી પણ ગૃહકાર્ય આદિમાં જતન કરવાનું છે, કાળજી રાખવાની છે, નિરપરાધી જંતુની રક્ષા કરવાની વ્યવહારુ સૂચનાનો અમલ કરવાનો છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ૨૮મા પાઠ “રાત્રિભોજન'માં, ‘ચારે પ્રકારના આહાર રાત્રિને વિષે ત્યાગવાથી મહદ્ફળ છે એ જિનવચન છે' જે જાતિનો આહારનો રંગ હોય છે તેમાં તે જાતિના તમસ્કાય નામના જીવ તે આહારમાં ઉત્પન્ન થાય છે, તેથી રાત્રિભોજનનો નિષેધ છે. વૈદકશાસ્ત્ર કે વેદ-પુરાણ-મહાભારતમાં પણ નિષેધ કરેલો છે. પંચ મહાવ્રત જેવું વ્રત રાત્રિભોજનત્યાગનું વ્રત કહ્યું છે. રાત્રિભોજન ત્યાગથી અરધી જિંદગીના ઉપવાસનો લાભ લઇ જાય છે તેમ જ અરધી જિંદગી કેટલાંક હિંસક પાપથી બચી જાય છે, અગ્નિકાય-વનસ્પતિકાયના જીવોની રક્ષા થાય છે. અણાહારી પદ-મોક્ષપદની પ્રાપ્તિ માટે રાત પૂરતું અણાહારી વ્રત કરવાની વાત છે. ૨૯મા પાઠ, “સર્વ જીવની રક્ષા ભાગ ૧'માં, દયા એ જ ધર્મનું સ્વરૂપ છે એમ સમજાવ્યું છે. દયાનું એટલે કે અહિંસાનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપ શ્રી મહાવીર સ્વામીએ નિરૂપણ કર્યું છે. જીવ માત્રને જીવવું ગમે છે, મરવું ગમતું નથી. કોઇનું ય જીવન છીનવી લેવાનો આપણને અધિકાર જ નથી. “સર્વ જીવનું ઇચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય! (શિક્ષાપાઠ ૨) | દોહરા આપણને જો “મર' કહે, તો યે બહુ દુઃખ થાય; તો પર જીવને મારતાં, કેમ નહીં અચકાય ? પ્રજ્ઞાવબોધ પુષ્પ ૪, ગાથા ૧૮ : ૫.પૂ.બ્રહ્મચારીજી બીજા જીવોની દયા પાળતાં, આત્મા પોતાની જ દયા ખાય છે અને ફલતઃ મોક્ષે જાય છે. ૩૦મા પાઠ “સર્વ જીવની રક્ષા ભાગ ૨'માં, શ્રેણિક રાજા અને મંત્રી અભયકુમારની વાત આવે છે. ભરી સભામાં માંસાહારી સામંતો બોલ્યા કે, હમણાં માંસ સસ્તું મળે છે. તેથી અભયકુમાર તેઓને ત્યાં લેવા ગયા ત્યારે બધાંએ બહુ દ્રવ્ય આપ્યું પણ પોતાના કાળજાનું માંસ સવા પૈસાભાર પણ ન આપ્યું. આમ પરીક્ષા કરીને અભયકુમારે પૂછ્યું કે, માંસ સતું કે શું? દરેકને પોતાનો જીવ વહાલો છે. દરેકની રક્ષા કરવી એ જેવો એકે ધર્મ નથી. અભયકુમાર મંત્રીની અભયદાનની વાત બધા સામંતોને ગળે ઉતરી ગઇ અને માંસાહારનો ત્યાગ કર્યો. માંસ કહેતાં-લખતાં જ, માં =મારા, સ =સમાન, મારા સમાન છે. મારા જેવો જ આત્મા છે તેમ ભાવ થઈ જાય. સાત વ્યસનના ત્યાગની આજ્ઞા લેવરાવીને આપણા પર કેવી કૃપા કરી છે ! પ્રાણીજનો કો’ હણશો ન તેથી, હણાય દેહો ન હણાય દોષો; શોધી હણો દોષ તણું જ મૂળ, હિંસા થકી ચિત્ત તમે નિવારી. પાપનું પ્રાયશ્ચિત્ત : સંતબાલજી ૩૧મા પાઠ, “પ્રત્યાખ્યાન'માં, જો પ્રત્યાખ્યાન હોય તો એ ભણી દષ્ટિ કરવાની ઇચ્છા થતી નથી. જેમ વાંસાનો મધ્ય ભાગ આપણાથી જોઇ શકાતો નથી માટે એ ભણી આપણે દૃષ્ટિ પણ કરતા નથી તેમ પ્રત્યાખ્યાન કરવાથી અમુક વસ્તુ ખવાય-ભોગવાય તેમ નથી એટલે એ પ્રત્યે આપણું લક્ષ સ્વાભાવિક જતું નથી અને નિયમ હોવાથી સંવર થાય છે. ઇચ્છાનાં દ્વાર ખુલ્લાં નથી તેથી કર્મ પ્રવેશતાં નથી અને મોક્ષમાર્ગે પ્રસ્થાન થઈ શકે છે. નિયમ રૂપીલગામથી મન રૂપી ઘોડાને ધારેલા શુભ રાતે લઈ જઈ શકાય છે. ચૌદ પૂર્વમાં દસમું પ્રત્યાખ્યાન પૂર્વ છે. ૩૨મા પાઠ ‘વિનય વડે તત્ત્વની સિદ્ધિ છે'માં, - તત્ત્વ પામવા માટે વિનય પહેલો જરૂરી ગુણ માન્યો છે. શ્રેણિક રાજાએ વિદ્યા શીખવા ચંડાળને સિંહાસન પર બેસાડી પોતે સામા ઊભા રહ્યા ત્યારે ચંડાળ પાસેથી વિદ્યા પ્રાપ્ત થઇ. આત્મવિદ્યા કે આત્મજ્ઞાન Jain Education Intemational Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પ્રાપ્ત કરવા સદ્દગુરુનો વિનય કરવો જ જોઇએ. પ્રભુશ્રીજીના શબ્દોમાં, વનો વેરીને વશ કરે. એટલે કે, વિનય એ ઉત્તમ વશીકરણ છે. શ્રી ઉત્તરાધ્યયન' સૂત્રનાં ૩૬ અધ્યયનમાં પ્રથમ અધ્યયનથી પ્રથમ ગાથા છે : संजोगा विप्पमुक्कस्स अणगारस्स भिक्खूणो । विणयं पाउ करिस्सामि आणुप्पुर्वि सुणेह मे । ૫.પૂ.બ્રહ્મચારીજીએ પણ શ્રી દશવૈકાલિકજી સૂત્રમાંથી ‘વિનય સમાધિ'નામે અધ્યયનનો પદ્યાનુવાદ બોધામૃતમાં આપ્યો. શા માટે? વિનય ધર્મનું મૂળ છે. વિનય કરે અને શ્રી ગુરુ પાસે શાસ્ત્રાભ્યાસ કરે, જ્ઞાન થાય, વિરતિ આવે, ચારિત્ર મોહ ટળે, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે અને મોક્ષે જાય. “એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ' શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, ગાથા ૨૦. ૩૩મા પાઠ “સુદર્શન શેઠ'માં, | ઉત્તમ ગૃહસ્થને આદર્શરૂપ એવા એકપત્નીવ્રતને દઢપણે પાળનાર સુદર્શન શેઠ નામના સપુરુષનું કથાનક આપ્યું છે. જેનું નામ તેવા ગુણ ધરાવતા સુદર્શન શેઠ છે. મહાવીર સ્વામીના સમય પહેલાંની કથા છે જે સમયે બહુપત્નીત્વ તદ્દન સામાન્ય હતું. છતાં એકપત્નીવ્રતધારી સુદર્શન શેઠ પર મોહ પામેલી અભયા રાણીએ તેને ચલાવવા કરેલા સર્વ પ્રયત્નો વ્યર્થ થયા ત્યારે તેના પર આરોપ મૂકી તેને ફાંસીએ ચઢાવવાનો હુકમ કરાવ્યો પણ શીલના પ્રભાવથી શૂળી ફટીને ઝળહળતું સોનાનું સિંહાસન થયું. સત્ અને શીલ મોક્ષમાર્ગની પવિત્ર શ્રેણીએ ચઢાવે છે. ૩૪મા પાઠ “બ્રહ્મચર્ય વિષે સુભાષિત'માં, બ્રહ્મચર્ય વિષે સુંદર કાવ્ય છે. વૃદ્ ધાતુ પરથી બ્રહ્મ શબ્દ બન્યો છે. મોટામાં મોટો તે આત્મા-બ્રહ્મ. તેમાં ચરવું-રમવું તે બ્રહ્મચર્ય પાત્ર થવા માટે બ્રહ્મચર્યને નિરંતર સેવવાનો આમાં સદુપદેશછે. હાથનોંધ ૩/૧૯માં જણાવ્યા મુજબ, મોક્ષ સંબંધી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે “બ્રહ્મચર્ય અદ્ભુત, અનુપમ સહાયકારી છે અથવા મૂળભૂત છે. સ્થૂળ દૃષ્ટિએ બ્રહ્મચર્ય એટલે મૈથુન ન સેવવું તે. સૂક્ષ્મ દૃષ્ટિએ આત્મરમણતા તે ખરું બ્રહ્મચર્ય. ૩૫માં પાઠ “નવકાર મંત્ર’માં, સકળ જગતમાં પાંચ પરમ ઉત્કૃષ્ટ છે તે કોણ? અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. આ પાંચ પરમ ગુરુને નમસ્કાર કરવાનો મંત્ર તે નવકાર મંત્ર. સર્વોત્તમ અંગભૂષણના સત્ય ગુણનું ચિંતવન એટલે સહજાત્મસ્વરૂપનું જ ચિંતવન છે. આ પંચ પરમેષ્ઠીના સ્વરૂપનું ચિંતન એટલે પોતાનાં શુદ્ધ, સહજ આત્મસ્વરૂપનું પણ ચિંતન છે. કૃપાળુ પ્રભુએ તો મંત્ર પણ આપી દીધો આપણને કે, સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ. મંત્ર એટલે મનને તારે તે. મંત્ર એટલે રહસ્ય. મંત્રસ્મરણ મોક્ષનાં દ્વારનું ઉદ્ઘાટન કરે છે. ૩૬મા પાઠ “અનાનુપૂર્વમાં, મનની સ્થિરતા માટે પિતા-પુત્રના સંવાદ રૂપે નિર્જરા કરવાનાં સાધન તરીકે કોષ્ટક દર્શાવ્યું છે. મંત્ર, અનાનુપૂર્વી, સામાયિક, પ્રતિક્રમણ એ બધામાં નિર્જરા થાય છે માટે એ ક્રમ રાખ્યો લાગે છે. એમ કર્મનિર્જરા થતાં થતાં મોક્ષ પણ થઇ જાય. ૩૭મા પાઠ “સામાયિક વિચાર ભાગ ૧'માં, મોક્ષમાર્ગનો લાભદાયક ભાવ જે વડે ઊપજે તે સામાયિક, કહીને તેનું મહત્ત્વ કહ્યું છે. મુનિને તો જીવનપર્યત સામાયિકની પ્રતિજ્ઞા હોય છે. ગૃહસ્થને સામાયિક દરમ્યાન મુનિ જેવો કહી શકાય. આત્મશક્તિનો પ્રકાશ કરનાર સામાયિક વ્રત ક્રોધાદિ કષાયને દૂર કરી, સમ્યફ જ્ઞાનદર્શનને પ્રગટ કરાવી, સમાધિ ભાવમાં સ્થાપી, નિર્જરા કરાવી, રાગદ્વેષ રહિત મધ્યસ્થ બુદ્ધિ કરાવે છે. આ બધાંને પરિણામે મોક્ષ થાય છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ૩૮મા પાઠ “સામાયિક વિચાર ભાગ ૨’માં, સામાયિક દરમ્યાન થતા મનના ૧૦ દોષ, વચનના ૧૦ દોષ અને કાયાના ૧૨ દોષ એમ કુલ ૩૨ દોષો દર્શાવી, એ ૩૨ દૂષણ રહિત સામાયિક કરવા અને પાંચ અતિચાર ટાળવા કહ્યું છે. આવું નિર્દોષ સામાયિક કરે તો, મોક્ષમાર્ગે જ પ્રયાણ હોય. ૩૯મા પાઠ ‘સામાયિક વિચાર ભાગ ૩'માં, સાવધાની સાથે સામાયિક કરવા કહ્યું છે, સ + અવધાન =લક્ષ સાથે = સાવધાન. લક્ષપૂર્વક સામાયિક કરે તો પરમ શાંતિ મળે. કૃપાળુદેવના શબ્દોમાં, અનંતાં કાળચક્ર વ્યતીત કરતાં પણ જે સાર્થક ન થયું તે બે ઘડીની વિશુદ્ધ સામાયિક સાર્થક કરે છે. સમ્યક્ પ્રકારે સામાયિક કરવાની આમાં શિખામણ છે. આખા દિવસમાં એક સામાયિક અવશ્ય કરવાની આમાં આજ્ઞા કરી છે, જેથી આર્ન-રૌદ્ર ધ્યાનથી બચી જવાય છે. ૪૦મા પાઠ “પ્રતિક્રમણ વિચારમાં, | દોષની સામે જવું - દોષનું સ્મરણ કરી જવા પર ભાર છે. પછી એનો પશ્ચાત્તાપ કરવો. નિર્જરા કરવાનું આ પણ ઉત્તમ સાધન છે. છ આવશ્યકમાંનું આ એક આવશ્યક છે. આત્માની મલિનતા ખસે છે તેથી આત્મા તેનાં મૂળ શુદ્ધ સ્વરૂપમાં વસે છે. ૪૧મા પાઠ “ભિખારીનો ખેદ ભાગ ૧માં, ભિખારી =ભિક્ષા+આહારી તે ભિખારી, તેને સ્વપ્ન આવે છે. ધર્મને માટે ભિક્ષાચરી, ગૌચરી કરે તેને ઉત્તમ કહ્યા છે પણ ખાવા માટે ભિક્ષા માગે છે તેથી પામર-અધમ કહ્યો છે. જમતાં વધેલું એંઠ જેવું ભોજન ભિખારીને મળ્યું તો ય સારું લાગ્યું, જમીને સૂતો અને ઊંઘમાં સ્વપ્ન આવ્યું અને પોતે પોતાને રાજા તરીકે જોયો. એટલામાં ગાજવીજથી કડાકો થયો અને ભયવશાત્ જાગી ગયો. અહીં આપણને જનક રાજાને આવેલું સ્વપ્ન યાદ આવે છે, તેમાં પોતે પોતાને ભિખારી તરીકે જોયો. પછી અષ્ટાવક્ર ગુરુથી સમાધાન પામ્યા હતા. આપણને પણ કૃપાળુદેવે પત્રાંક ૪૯૩માં કહ્યું જ છે કે, તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં જાગ્રત થઇ સમ્યક દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. ૪૨મા પાઠ “ભિખારીનો ખેદ ભાગ ૨'માં, સ્વપ્ન પૂરું થતાં ભિખારીને ખેદ થયો. તેવી જ રીતે સંસારમાં સુખ માની બેસનારા મોહાંધ પ્રાણીઓ પણ ખેદ જ વ્હોરે છે. લક્ષ્મી, અધિકાર, આયુષ્ય બધું ય ક્ષણભંગુર છે. એક માત્ર આત્મા અવિનાશી છે, નિત્ય છે. તેનું સુખ પણ શાશ્વત છે, નિત્ય છે. તું અખંડ છે, તારા જેવી નિત્ય વસ્તુને પ્રાપ્ત કર! એ બોધ યથાર્થ છે. આ એક જ વાક્યમાં મોક્ષમાર્ગ પ્રકાશી દીધો. દોહરા હોય તેહનો નાશ નહીં, નહીં તેહ નહિ હોય; એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય. પત્રાંક ૨૬૬ ૪૩મા પાઠ “અનુપમ ક્ષમા'માં, | દશ લક્ષણ ધર્મમાં પહેલી ક્ષમા છે. શ્રીકૃષ્ણ વાસુદેવના નાના ભાઇ ગજસુકુમારનાં દષ્ટાંત દ્વારા બોધ આપ્યો છે. શ્રી નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લઇ તે જ દિવસે સ્મશાનમાં એકાગ્ર વિશુદ્ધ ભાવથી કાયોત્સર્ગલીન ગજસુકુમાર હતા. પોતાની પુત્રીનું સગપણ થયેલું પણ વૈરાગ્યભીના ગજસુકુમારે સર્વસંગ પરિત્યાગ કરી દીધો એટલે સસરા સોમલને ભયંકર ક્રોધ વ્યાપતાં, ગજસુકુમારના મસ્તક પર ચીકણી માટીની વાડ કરી અને અંદર ધખધખતા અંગારા ભર્યા, ઇંધન પૂર્યું એટલે મહાતાપ થયો. અસહ્ય દુઃખમાં પણ સમભાવ પરિણામમાં રહ્યા તે Page #58 -------------------------------------------------------------------------- ________________ ४० ગજસુકુમાર. મોક્ષની પાઘડી પહેરાવનાર સસરાજીનો ઉપકાર વેલ્યો. પોતાના આત્માને સ્થિતિસ્થાપક કરતાં, બીજા વિકલ્પમાં ન જવા દેતાં, મૂળ સ્થિતિમાં રહેવા દીધો. આ મોક્ષમાર્ગનો મર્મ મૂકી દીધો. આત્મા માત્ર સ્વસદ્ભાવમાં આવવો જોઇએ; અને તે આવ્યો તો મોક્ષ હથેળીમાં જ છે. સ્વભાવ એટલે પોતાનું અસ્તિત્વ, પોતાનો સ્વભાવ, આત્મસ્વભાવ. આત્માનો મૂળ સ્વભાવ સમભાવ છે. પ્રભુશ્રીજીના શબ્દોમાં, આત્મા ક્યાં રહે છે ? સમભાવમાં, સ્વભાવમાં. સ્વભાવદશા, નિર્વિકલ્પ સ્થિતિ બે ઘડી સુધી નિર્વાહનાર ગજસુકુમાર કેવળજ્ઞાન પામી સિદ્ધ પ્રભુ થઇ ગયા. મોક્ષ આત્મામાં જ છે. હથેળીમાં બધું દેખાય, લેવાય તેમ મોક્ષ દૂર નથી. ‘તું છો મોક્ષસ્વરૂપ’ મોક્ષ સાથે જ છે, સ્વરૂપ સહ-જ છે, સાથે છે – જાય છે - રહે છે. આ ત મા, હા થ માં ! ૪૪મા પાઠ “રાગ'માં, ગૌતમ ગણધર અને મહાવીર પ્રભુ જેવાનાં દાંત દ્વારા સત્ શિક્ષા છે. ગૌતમ સ્વામીને મહાવીર સ્વામી પ્રત્યે પ્રશસ્ત રાગ હતો. મહાવીર સ્વામીના વર્ણ, રૂપ, વાણી ઇત્યાદિ પર મોહિની હતી. પૂર્વભવના ઋણાનુબંધ તેવા હતા. પણ નિગ્રંથ પ્રવચનનો નિષ્પક્ષપાતી જાય છે કે, ગમે તે વસ્તુ પરનો રાગ દુઃખદાયક છે. ગૌતમ સ્વામીનો એ રાગ ખસ્યો ત્યારે જ તેમનામાં કેવળજ્ઞાન વસ્યું. મહાવીર સ્વામીના નિર્વાણના સમાચારે વિરહ વશાત્ વીર, વીર કહેતાં નીરાગ શ્રેણીએ ચઢ્યા અને કેવળજ્ઞાનને વર્યા. ગૌતમ સ્વામીનો મહાવીર સ્વામી પરનો રાગ જો દુઃખદાયક થયો તો સંસારીનો સંસાર પ્રત્યેનો મોહ કેવો અનંત દુ:ખદ થાય? રાગ કરવો નહીં, કરવો તો પુરુષ પર કરવો. (પત્રાંક ૨૧/૨૦) રાગ તીવ્ર કર્મબંધનનું કારણ છે; તેના ક્ષયથી આત્મસિદ્ધિ છે. ૪૫મા પાઠ “સામાન્ય મનોરથ'માં. બધા શ્રાવકોએ કરવા યોગ્ય ત્રણ મનોરથનું પદછે. સામાન્ય કહેતાં Common, મનોરથ કહેતાં ભાવના. “અપૂર્વ અવસર'માં અપૂર્વ-અસામાન્ય-અસાધારણ ભાવનાની વાત છે. જગત આખું કંચન-કામિની પાછળ ઘેલું છે, લોભાયું છે, પણ હું એ લોભ મૂકીને નિર્મળ તત્ત્વ જાણવાનો લોભ રાખીશ. એવું તત્ત્વ તો એક આત્મા જ છે. એમ લોભને સમો-સવળો કરીશ. मातृवत् परदारेषु, परदव्येषु लोष्टवत् । आत्मवत् सर्वभूतेषु, यः पश्यति सः पश्यति ॥ અર્થાત્ પરનારીને માતા સમાન, પરદ્રવ્યને લોટ સમાન અને સર્વ જીવને પોતાના આત્મા સમાન જે જુએ છે તે જ સાચું) જુએ છે. , | મોક્ષમાળા મુખ્યત્વે શ્રાવકો માટે હોવાથી બાર વ્રત અને નિરભિમાનપણે સ્વરૂપનો વિચાર કરી સાત્ત્વિક-સત્ત્વવાન-સત્ પ્રાપ્તિ કરું, રાજસી અને તામસી વૃત્તિ ન કરું. મારો આવો શુભંકર અને ક્ષેમકર નિયમ સદા અખંડ રહો. તે મહાવીર સ્વામીએ જે જે સ્વરૂપની વિચારણા કરી છે તે મારા મનમાં ચિંતવી, જ્ઞાન આત્મજ્ઞાન થાય તેમ કરી, જડ-ચેતનનો વિવેક કરી, વધુ ને વધુ વિચાર કરું. જિનકથનમાં ક્યાંયે સંશયનું બી જ ન ઊગવા દઉં, નવ તત્ત્વનો ઊંડો અભ્યાસ કરું અને અંતે અપવર્ગ એટલે મોક્ષનો ઉતારુ (મુસાફર) થઇશ. લઇ ગયા ને મોક્ષે ? તારનાર કૃપાળુદેવ મોક્ષનગરી આવે ત્યાં જ ઉતારે ! આ અપવર્ગ શબ્દ પણ મઝાનો છે. અ =અભાવ, નહિ તે. ૫ વર્ગ એટલે વ્યાકરણની દૃષ્ટિએ, પ, ફ, બ, ભ, મ ૫ માં પિતા, પતિ, પત્ની, પુત્ર, પુત્રી, પ્રપિતામહ ઇત્યાદિ સંબંધ આવે, ફે માં ફૈબા, ફુઆ, ફોઇ ઇત્યાદિ સંબંધ આવે, બ માં બા, બાપુજી, બહેન, બનેવી, બંધુ ઇત્યાદિ આવે, ભ માં ભાઈ, ભાભી, ભત્રીજા, ભત્રીજી, ભાઇજી, ભાભુ, ભગિની ઇત્યાદિ આવે, મ માં માતા, મામા, મામી, માસી, માસા ઇત્યાદિ આવે, Page #59 -------------------------------------------------------------------------- ________________ આ બધા સંબંધો (દેહાદિ સંબંધો)નો અભાવ એટલે મોક્ષ. ૪૬-૪૭-૪૮મા પાઠ ‘કપિલ મુનિ ભાગ ૧-૨-૩’માં, કપિલની કથા કહી તૃષ્ણાના ત્યાગથી કેવળજ્ઞાન અને મોક્ષ થઇ જાયછે તેમ દર્શાવ્યું છે. શ્રી ઉત્તરાધ્યયનજી સૂત્રનાં ૮મા અધ્યયનમાં સવિસ્તર વર્ણન છે. કૌશાંબી નગરીના કશ્યપ શાસ્ત્રીના કપિલ નામના પુત્રની વાત છે. પિતાનું મૃત્યુ થતાં કપિલ પર જવાબદારી આવી પણ એટલો વિદ્વાન નહોતો. શાસ્ત્રાભ્યાસ માટે ગયો પણ સમય ઓછો રહેતો અને બરાબર ભણી શકતો નહોતો. સમય મળે એટલે ભોજનની વ્યવસ્થા એક વિધવા બ્રાહ્મણીને ત્યાં થઇ. ત્યાં પ્રીતિ બંધાતાં ઘર માંડવાની વાત આવી. રાજા પાસે યાચક તરીકે જવાનો વારો આવ્યો. કપિલની ભદ્રિકતાથી રાજાએ પ્રસન્ન થઇ ઇચ્છા મુજબ માગવા કહ્યું. બે માસા સોનુંથી વિચાર કરતો કરતો આખું રાય માગવાના વિચાર કરી નાખ્યા. અને દશા ફરી ! સુખ તો સંતોષમાં જ છે. બે માસાથી વધીને હું કેટલે સુધી પહોંચ્યો ! સત્ય સંતોષ જેવું નિરુપાધિ સુખ એક્કે નથી. ક્ષપક શ્રેણિએ ચઢી કેવળજ્ઞાન પામ્યા. ૪૯મા પાઠ ‘તૃષ્ણાની વિચિત્રતા'માં, તૃષ્ણા વિષે મનહર છંદમાં પદ છે. દીનતાઇમાંથી પટેલાઇ, પટેલાઇમાંથી શેઠાઇ, શેઠાઇમાંથી મંત્રિતાઇ, મંત્રિતાઇમાંથી નૃપતાઇ, નૃપતાઇમાંથી દેવતાઇ અને દેવતાઇમાંથી શંકરાઇ મળે તો ય તૃષ્ણા મરાઇ નહીં ! આકાશ અનંત છે તેમ તૃષ્ણા પણ અનંત છે. ચાર ખાડા ક્યારેય ન પૂરાય તે તૃષ્ણાનો, પેટનો, સ્મશાનનો અને દરિયાનો. શ્રી શંકરાચાર્યજી યાદ આવે, अंगं गलितं पलितं मुण्डं दशनविहीनं जातं तुण्डम् । वृद्धो याति गृहीत्वा दण्डं तदपि न मुञ्चति आशापिंडम् ॥ ૪૧ અર્થાત્ અંગ ઘસાઇ જાય, ગાત્રો ગળી જાય, વાળ ખરી જાય, ધોળા આવે, દાંત પડી જાય, હાથમાં લાકડી આવી જાય એવી વૃદ્ધાવસ્થા છતાં જીવવાની આશા (તૃષ્ણા) જતી નથી. ધીરા ભગતના શબ્દોમાં ‘તરણા ઓથે ડુંગર રે ને ડુંગર કોઇ દેખે નહીં.’ તૃષ્ણા એ તરણું છે તેથી આત્મારૂપી ડુંગર દેખાતો નથી ! તૃષ્ણા શબ્દ જ કહે છે, તૃણ્ + ના, જે કદી સંતોષાતી નથી. ૫૦મા પાઠ ‘પ્રમાદ’માં, શ્રી ઉત્તરાધ્યયનજી સૂત્રનાં ૧૦મા અધ્યયન ‘દ્રુમપત્રક’નો અસ૨કા૨ક શૈલીથી અપાયેલો બોધ છે. પોતે મહાવીર પ્રભુના શિષ્ય હતા છતાં સ્ટેજ પ્રમાદથી પણ તે ભવે મોક્ષ ન થયો એટલે આપણને પ્રમાદ ન કરવા વિષેનો બોધ સચોટ આપે એમાં આશ્ચર્ય નથી. મદ, વિષય, કષાય, સ્નેહ અને નિદ્રા એ પ્રમાદના મુખ્ય પાંચ પ્રકા૨ છે. ધર્મનો અનાદર હોવો એ પણ પ્રમાદ છે. ‘શ્રી ગોમ્મટસાર'માં પ્રમાદના ૩૭,૫૦૦ ભેદ ગણાવ્યા છે. પ્ર+મર્ । પોતાનું પ્રકૃષ્ટ સ્વરૂપ ચૂકી જવું તે પ્રમાદ. સ્વરૂપનું વિસ્મરણ તે પ્રમાદ. ‘સમય ગોયમ મા પમાયણ્ ।' દ્રુમપત્રક અધ્યયનની દરેક કડીનું ચોથું ચરણ છે. ‘સમય માત્રનો પ્રમાદ ન કર’ માત્ર ગૌતમ સ્વામીને કહ્યું છે એમ નથી, આપણને પણ કહ્યું છે. ગો+યમ =ઇન્દ્રિયો અને મનને સંયમમાં રાખનાર. સમય એટલે અવસ૨, તક, મોકો. આ ભવે તક મળી છે તો ચૂકવા જેવું નથી, આત્મકલ્યાણ કરી લેવા જેવું છે. અને સમય એટલે આંખના પલકારામાં અસંખ્યાત સમય જાય છે તે. સમયે સમયે આત્માને ભૂલી જાય છે તે જ ભાવમ૨ણ છે, પ્રમાદ છે, ભય છે, કર્મ છે. માટે પળ (૨૪ સેકન્ડ) પણ વ્યર્થ ન જવા દેવાનો બોધ છે. ૫૧મા પાઠ, ‘વિવેક એટલે શું ?’માં, સત્યને સત્યરૂપે અને અસત્યને અસત્યરૂપે સમજે તેને વિવેક કહે છે. વ્યવહારમાં વિવેક Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૨ વિનયના અર્થમાં જાય છે. કાળાને કાળું, કડવાને કડવું અને અમૃતને અમૃત કહેવું જોઇએ એ વિવેક છે. આત્માને શું કહીએ ? એ તરફ લક્ષ કરાવવા આ પાઠ લખીને કરુણા કરી છે. આત્મા જ્ઞાનદર્શનરૂપ છે જેને અજ્ઞાન, અદર્શને ઘેરી લીધો લાગે છે. સંસારનાં સુખ અનંતીવાર આત્માએ ભોગવ્યા છતાં તેમાંથી મોહિની ન ટળી અને તેને અમૃત જેવો ગણ્યો એ અવિવેક છે, વૈરાગ્યને કડવો ગણ્યો એ અવિવેક છે. ટૂંકમાં, આત્માના જ્ઞાનદર્શનાદિ ગુણોની વિચારણા, ઓળખાણ કરી તેમાં રહેવું તે ભાવઅમૃતમાં આવવું એમ કહેવાય અને એ જ વિવેક. વિવેક ધર્મનું મૂળ હોવાથી એ આવતાં ધર્મવૃક્ષ ઊગે, ફાલે ફૂલે. સત્યાસત્ય, હિતાહિત, શુભાશુભ, જડ-ચેતન, આત્મા-અનાત્મા, સુખ-સુખાભાસનો ભેદ કોના વડે પડે ? વિવેક વડે. વિવેક વિણ સમજાય ના, સત્ય વચન સંતોનાં રે. પ્રજ્ઞાવબોધ પુષ્પ ૯૯ : પ.પૂ.બ્રહ્મચારીજી ૫૨મા પાઠ, ‘જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે બોધ્યો ?'માં, સંસારના સ્વરૂપ સંબંધી વિશેષ વિચારણા છે. અનંત ભવનું પર્યટન જીવે કર્યા કર્યું છે. પરિ+અટ્ । એટલે ચારે બાજુથી રખડવું. ભમરડાની જેમ ભમ્યો છે, અનંત કાળથી પરિભ્રમણ થયા કર્યું છે. અનંત કાળથી અનંત ભવનું અનંત અજ્ઞાન અને અનંત શોકથી સંસારની મોહિનીએ આત્માને જડ જેવો સ્તબ્ધ કરી નાખ્યો છે. સંસારમાં તલ જેટલી જગ્યા પણ ઝેર વિનાની નથી. માટે જ્ઞાનીઓએ આ સંસારને પૂંઠ દીધી છે. તે તો નર્યો દુ:ખનો ભર્યો દરિયો જ છે. વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઇ જનાર ઉત્કૃષ્ટ ભોમિયો છે. સર્વ વસ્તુ મયાન્વિત મુવિ દૃળાં વૈરાગ્યમેવાભયમ્। ભર્તૃહરિજી ગાઇ ગયા છે તેમ, આ પૃથ્વી પ૨ની સઘળી વસ્તુ ભયવાળી છે, માત્ર વૈરાગ્ય જ અભય છે. ૫૩મા પાઠ ‘મહાવીર શાસન’માં, મોક્ષમાળા શાસ્ત્રનું આ મધ્યમંગલ મૂક્યું. વર્તમાન ચોવીશીના ચરમ તીર્થંકર શ્રી મહાવીર પ્રભુ થયા, જેમનાં શાસનમાં આપણે સહુ કોઇ જીવી રહ્યાં છીએ. આ નાના પાઠમાં પણ પ્રભુ મહાવીરનાં જીવનની રૂપરેખા આપી દીધી અને સાથે સાથે મોક્ષમાર્ગની પરિસ્થિતિ પણ સમજાવી દીધી. પડતા કાળના પ્રભાવે શાસનનો ઉદ્યોત, ઉદ્ધાર થાય છે પણ જોઇએ તેવું ઉફુલ્લ ન થઇ શકે. શંકા કરવી એ આ હુંડાવસર્પિણી કાળના જીવોનો જાણે જન્મસિદ્ધ અધિકાર થઇ ગયો છે, તે ન કરતાં અનેકાન્ત શૈલીનાં સ્વરૂપને સમજવા પ્રબોધ્યું છે. કારણ કે તેમાં આપણું પરમ મંગળ-કલ્યાણ રહેલું છે. આ મણિ-મોતીની મોક્ષમાળામાં, કીડીયા મોતી રૂપી શંકાની કણી, મતભેદના મણકા અને દોષનાં કાણાં કરીને શા માટે કાળા થવું ? ૫૪મા પાઠ, ‘અશુચિ કોને કહેવી ?’માં, જૈન મુનિઓના પવિત્ર આચારો ખરેખર મોક્ષદાયક છે. બ્રહ્મચર્યની નવ વાડ સહિતનું આજીવન વ્રતગ્રહણ હોવાથી જીવનભર સ્નાન ન થઇ શકે છતાં મલિનતા લાગતી નથી. ખરેખર તો આત્માના ભાવમલ વગેરે કાઢતાં આત્મા ઉજ્જવલ થાય છે. જ્ઞાની પુરુષોને નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય દશા વર્તે ત્યારથી જે સંયમસુખ પ્રગટે છે તે અવર્ણનીય છે. (પત્રાંક ૬૦૦) પરંતુ, ગૃહસ્થને જીવહિંસા કે સંસાર કર્તવ્યથી થયેલી અશુચિ ટાળવા ઓછા દોષ થાય તેમ સ્નાન વગેરે કરવાનું કહ્યું છે. ૫૫મા પાઠ ‘સામાન્ય નિત્યનિયમ'માં, બધાંએ કરવા યોગ્ય નિત્ય નિયમની વાત છે. પ્રભાત પહેલાં બ્રાહ્મમુહૂર્તમાં ઊઠીને મંત્રસ્મરણથી માંડીને રાત્રે સર્વ જીવને ક્ષમાવી, સમાધિ ભાવે શયન કરવાનું કહ્યું છે. રાત્રે કદાચ દેહ છૂટી જાય તો શાંત Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૩ શાંત ભાવે સમાધિમરણ થાય. આ સામાન્યનિયમ બહુ લાભદાયક એટલે કે સુખશાંતિદાયક થશે અને વિશેષ મંગળદાયક એટલે મોક્ષદાયક થશે, મૂકી દીધો ને મોક્ષમાર્ગ? ૫૬મા પાઠ ‘ક્ષમાપના’માં, પોતે કરેલા દોષોની ભગવાન પાસે ક્ષમા યાચે છે. મોટામાં મોટી ભૂલ એ છે કે જીવને મુમુક્ષુતા આવી નથી. પોતાના દોષ અપક્ષપાતે જુએ તો મુમુક્ષુતા આવે. ‘હું બહુ ભૂલી ગયો’ એમ ખરેખર વેદાઇ જાય તો પોતાની અનાથતા અને લઘુતાનાં બળે અને સર્વજ્ઞ પ્રભુનાં શરણે કેવલી કથિત તત્ત્વનો આશ્રય અને શ્રદ્ધાન થતાં જીવ મોક્ષગામી થઇ જાય. માત્ર આ શિક્ષાપાઠના અંતે ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ લખીને ‘શાન્તિપાઠ’નું સ્વરૂપ આપી દીધું છે. હજારો મુમુક્ષુઓ આ પાઠ સહિત આજે આજ્ઞાભક્તિ વડે આત્મારાધન કરે છે. ૫૭મા પાઠ ‘વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે’માં, વૈરાગ્યનો મહિમા ગાયો છે. ૫૨મો પાઠ વૈરાગ્યનો જ હતો, આ ૫૭મો પાઠ પણ વૈરાગ્યનો મૂક્યો. જગતમાં ચાલી રહેલા અનેક ધર્મમતમાં સાચો ક્યો ? તે વિચારવા ધર્મનું સ્વરૂપ શું છે ? તો કહે છે કે, વૈરાગ્ય. વીતરાગનો માર્ગ એટલે વૈરાગ્યનો જ રસ્તો. ગૃહ, કુટુંબાદિ ભાવોને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય. (પત્રાંક ૫૦૬) આત્મવસ્ર ધોનાર નિગ્રંથ ગુરુ છે પણ અદ્વૈતનાં કહેલાં તત્ત્વરૂપ સાબુ, વૈરાગ્ય રૂપી જળ, ઉત્તમ આચાર રૂપ પથ્થર હોય ત્યારે. વૈરાગ્ય ન હોય તો સાહિત્ય શું કરે ? “ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન.'' (શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૭) ૫૮મા પાઠ ‘ધર્મના મતભેદ ભાગ ૧’માં, આ દુનિયામાં અનેક પ્રકારે ધર્મના મત પડેલા છે. કોઇ નીતિને, કોઇ જ્ઞાનને, કોઇ અજ્ઞાનને, કોઇ ભક્તિને, કોઇ ક્રિયાને, કોઇ વિનયને, કોઇ શરીર સાચવવું એને ધર્મ કહે છે. વળી એ બધાંને એમ લાગે છે કે, અમારું કથન તમને સર્વસિદ્ધિ આપશે. વાદી અને પ્રતિવાદી બન્ને સાચા હોતા નથી, બન્ને ખોટા હોતા નથી. ઓછા વત્તા સાચા ખોટા હોય. તો હવે શું માનવું ? તેનો ખુલાસો સત્ય, મધ્યસ્થ ભાવયુક્ત, ઉત્તમ અને વિચારણીય છે તેમ કૃપાળુ દેવ કહે છે. ‘આ તો અમને ખબર છે' એમ સામાન્યપણું ન કરતાં, સૂક્ષ્મ વિચાર કરી જોવા કહે છે જેથી ખુલાસાની સાચી ખબર પડશે અને મર્મ સમજાશે. ૫૯મા પાઠ ‘ધર્મના મતભેદ ભાગ ૨’માં, એક ધર્મને સંપૂર્ણ સત્ય કહેતાં, બાકીની ધર્મમતને કેવળ અસત્ય કહેવાનો વારો આવે પણ કૃપાળુદેવ તેમ કરતા નથી. તેમણે બાકીના ધર્મમતને અપૂર્ણ અને સદોષ કહ્યા છે. કોઇ નય ન દુભાય તેવી, કેવી મઝાની શૈલી ? આમ આડકતરી રીતે, સંપૂર્ણ અને નિર્દોષ દર્શનથી મોક્ષ છે, માર્ગ છે તેમ સ્પષ્ટ લખી જણાવ્યું. ૬૦મા પાઠ ‘ધર્મના મતભેદ ભાગ ૩’માં, કુળધર્મમાંથી મૂળ ધર્મ ૫૨ લઇ જવા વિષે છે. જ્ઞાનથી મોક્ષ માનનારા એકાંતિક, ક્રિયાથી મોક્ષ માનનારા એકાંતિક, વળી જ્ઞાન અને ક્રિયા બન્નેથી મોક્ષ માનનારા તેનાં યથાર્થ સ્વરૂપને જાણતા નથી અને એ બન્નેના ભેદ શ્રેણીબંધ નથી કહી શક્યા. નીરાગીનું દર્શન પૂર્ણ દર્શન છે, એના બોધદાતા સર્વજ્ઞ અને સર્વદર્શી પુરુષ હતા. સૂક્ષ્મમાં સૂક્ષ્મ બાબત વિષે સૂક્ષ્મમાં સૂક્ષ્મ બોધ એમાં કરેલો છે. નાનામાં નાના જંતુની રક્ષાનો અને કોઇ પણ આત્માની શક્તિનો પ્રકાશ કરવાની એમાં વાત છે. ‘મોક્ષમાર્ગ તોળ્યો અક્કળ તરાજુએ રે.' અહીં આપણને યાદ આવી જાય કે, કોઇને મેં ઓછો-અધિકો ભાવ કહ્યો નથી કે કોઇને મેં ઓછું અધિકું તોળી દીધું નથી, એ મને ચોક્કસ સાંભરે છે. (પત્રાંક ૮૯) ૬૧મા પાઠ ‘સુખ વિષે વિચાર ભાગ ૧’માં, દરિદ્ર બ્રાહ્મણ દેવનું ઉપાસન ક૨ી લક્ષ્મી પ્રાપ્તિનો વિચાર કરે છે. દેવ કદાચ તુષ્ટમાન Page #62 -------------------------------------------------------------------------- ________________ ४४ થઇને માગવાનું કહે તો ક્યું સુખ માગવું? તપ કર્યા પછી માગું તો સરખું સૂઝે નહીં અને તપ નિરર્થક જાય એટલે એક વખત આખા દેશમાં પ્રવાસ કરીને મહાન પુરુષોનાં ધામ, વૈભવ અને સુખ જોવાં એમ નિશ્ચય કરીને પ્રવાસે નીકળી પડ્યો. કોઇ સ્થળે સંપૂર્ણ સુખ તેને ન લાગ્યું. છેવટે દ્વારિકા નગરીમાં ધનાઢ્ય શેઠને ત્યાં શેઠનો, શેઠ પત્નીનો, પુત્રોના વિનય-વાણી-સત્કારથી બ્રાહ્મણ રાજી થયો. શેઠની દુકાને સોએક માણસોના વહીવટ, વિનયથી પણ સંતુષ્ટ થયો. બોધ એ લાગે છે કે, બ્રાહ્મણ સુજ્ઞ છે, સાચા સુખની શોધમાં છે, પુરુષાર્થ આદરે છે, વિવેક બુદ્ધિ હોવાથી ત્યાં ત્યાં સુખ લાગતું નથી, વિનય, નમ્રતા, મધુર વાણી, અતિથિના આદરસત્કાર જેવા ગુણો સની પ્રાપ્તિ કરાવે છે. ૬૨ પાઠ “સુખ વિષે વિચાર ભાગ ૨'માં, આ વાત આગળ ચાલે છે. વિપ્ર ધનાઢ્ય શેઠને કહી દે છે કે તમારા જેવું સુખી કોઇ નથી. આપ પોતે પણ ધર્મશીલ, સદગુણી અને જિનેશ્વરના ઉત્તમ ઉપાસક છો. ઉપાસના કરીને કદાપિ દેવ કને યાચું તો આપના જેવી સુખસ્થિતિ યાચું. શેઠજી પંડિતજીને મર્મ જાણવાની ઇચ્છા હોવાથી એકરાર કરે છે કે, જગતમાં કોઇ સ્થળે વાસ્તવિક સુખ નથી. તમે મને સુખી જુઓ છો પણ વાસ્તવિક રીતે હું સુખી નથી. આમ વસ્તુ, વાસ્તવિક, સુખની વાત કરતાં કરતાં મોક્ષમાર્ગની ભૂમિકા બાંધતા કૃપાળુદેવ જણાય છે. ૬૩મા પાઠ, “સુખ વિષે વિચાર ભાગ ૩'માં, - શેઠજી પોતાનો વૃત્તાંત કહે છે. પહેલાં કરોડપતિ હતો તેમાંથી ત્રણ વર્ષમાં અન્નના સાંસા પડી ગયા. સહુને સમજાવીને ઘર છોડીને જાવા બંદરે જઇને વ્યાપાર કર્યો. ફાવ્યો, બે વર્ષમાં પાંચ લાખ કમાયો, રાજીખુશીથી વિદાય લઇને દ્વારિકા આવી ગયો, એકના પાંચ થયા અને લક્ષ્મી સાધ્ય કરવાની પ્રતિજ્ઞા પ્રારબ્ધવશાત ફળી પણ ખરી. માતા-પિતા, પત્ની, પુત્ર કોઇ નહોતાં. આંખમાં આંસુ આવી જાય તેવી સ્થિતિમાં પણ ધર્મમાં લક્ષ રાખ્યું હતું તે લક્ષ્મી કે એવી કોઇ લાલચે નહીં પણ સંસારથી વારનાર છે માટે. એવા લક્ષપૂર્વકના ધર્મથી મોક્ષ છે. અહીં આપણને પરમકૃપાળુદેવની પોતાની આ મોક્ષમાળા લખ્યા બાદ લોકોની નાણજ્ઞાનભીડ ભાંગ્યા બાદ ટૂંક સમયમાં જ મુંબઇ જઇને દ્રવ્ય ઉપાર્જન કરવાની અને પોતાની નાણાંભીડ ભાંગવાની પરિસ્થિતિનો ચિતાર ખડો થાય છે. ૬૪મા પાઠ “સુખ વિષે વિચાર ભાગ ૪'માં, શેઠજીની વાત આગળ ચાલે છે. સુશીલ કન્યા સાથે લગ્ન, ત્રણ પુત્રો, ગયેલાં ધનની પ્રાપ્તિ, કુળ પરંપરાની શાખ રાખી, બીજા કરતાં સુખી છું પણ એ સત્સુખ નથી, શાતા વેદનીય છે. મોટાભાગનો સમય સન્શાસ્ત્રોનાં વાંચન, મનન, સપુરુષોના સમાગમમાં ગાળું છું, યમનિયમ અને બ્રહ્મચર્ય રાખું છું, નિગ્રંથ થવાની ઇચ્છા રાખું છું. ગૃહસ્થ ગૃહસ્થને વિશેષ બોધ કરી શકે, આચરણથી પણ અસર કરી શકે એટલે હમણાં નિર્ગથ થઇ શકે તેમ નથી. અનુચરો પણ વિનય, સન્માન, નીતિ દાખવે છે. પત્ની-પુત્રો પણ ધર્મપ્રિય છે. આ બધું માત્ર ખુલાસા ખાતર છે, આત્મપ્રશંસા અર્થે નથી. જાણે કૃપાળુદેવ પોતાની જ વાત ન કહેતા હોય ! નિગ્રંથમાર્ગની પ્રભાવના માટે લખાયેલી મોક્ષમાળામાં મજેદાર રીતે મોક્ષમાર્ગ મૂકતા જાય છે. ૬૫માં પાઠ, “સુખ વિષે વિચાર ભાગ ૫'માં, શેઠજી કહે છે કે, ધર્મ-શીલ-નીતિ-શાસ્ત્રાવધાનથી અવર્ણનીય આનંદ ઊપજે છે પણ તત્ત્વદૃષ્ટિથી હું સુખી ન મનાઉં. સર્વસંગ પરિત્યાગ નથી ત્યાં સુધી પ્રિયજનનો વિયોગ, કુટુંબનું દુ:ખ કે વ્યવહારમાં હાનિ થોડે અંશે પણ ઉપાધિ આપી શકે. આપ જો ધારતા હો કે દેવોપાસનાથી લક્ષ્મી પ્રાપ્ત કરવી, તો તે જો પુણ્ય ન હોય તો કોઇ કાળે મળનાર નથી. લક્ષ્મી પ્રાપ્તિ માટે અનેક આરંભ અને કાળાં કપટ સેવવાં પડ્યા છે. લક્ષ્મીનો ફંદ ઉપાધિ જ આપે છે. ધર્મધ્યાનમાં પ્રસક્ત થઇ, સહકુટુંબ અહીં રહી, સત્ વસ્તુનો ઉપદેશ કરો, હું વિદ્વાનને ચાહું છું. આપની આજીવિકાની સરળ યોજના હું કરાવી આપું. પંડિતને ગળે વાત ઊતરી ગઇ, સંસાર બળતો જ છે અને નિરુપાધિક મુનિસુખ શાશ્વત મોક્ષનો હેતુ છે. ક્યારે થઇશું બાહ્યાંતર નિગ્રંથ જો?' (પત્રાંક ૭૩૮) Page #63 -------------------------------------------------------------------------- ________________ ૬૬મા પાઠ ‘સુખ વિષે વિચાર ભાગ ૬’માં, કેવળ લક્ષ્મી ઉપાર્જનમાં પડ્યાછે તે નિરંતર દુઃખી જ છે. જેણે ઉપજીવિકા જેટલાં સાધન જ રાખ્યાં છે અને સંસારથી ત્યાગી જેવો છે તે સુખપૂર્વક કાળ નિર્ગમન કરે છે અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અપ્રતિબદ્ધપણે વિચરનારા નિગ્રંથો પરમ સુખી છે. કેવળ જ્ઞાની ભગવંતો સંપૂર્ણ સુખી છે. મુક્તાત્મા તો અનંત સુખમય જછે. સુખીની સંકલના પણ કેટલી સુખદ લાગે છે ? ૬૭મા પાઠ ‘અમૂલ્ય તત્ત્વ વિચાર'માં, મોક્ષમાળાના મંગળ સર્જન સમયે જ આ પાઠ પર શાહી ઢોળાઇ જતાં ફરી લખવો પડ્યો તે ‘બહુ પુણ્ય કેરા પુંજથી'નું સુપ્રસિદ્ધ, આબાલવૃદ્ધને પ્રિય એવું પદ. હરિગીત છંદમાં એટલે શુદ્ધાત્માનું જ ગીત આત્મશુદ્ધિને અર્થે. આ કાવ્યમાં મનુષ્ય ભવની દુર્લભતા દર્શાવી ધનદોલત, અધિકાર, પરિવારના આરોપિત સુખમાં મોક્ષસાધન ન રહી જાય તે વિષે ચેતાવ્યા છે. હું કોણ ? ક્યાંથી થયો ? મારું ખરું સ્વરૂપ શું છે ? કોના સંબંધે વળગણા - કર્મવર્ગણા છે ? રાખું કે ત્યાગું ? આ પાંચ પ્રશ્નોના વિચાર વિવેકપૂર્વક અને વળી શાંતભાવે કરવામાં આવે તો આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. પણ એમને એમ થતી નથી. માટે આત્મત્વ પ્રાપ્ત પુરુષનાં વચન પર વિશ્વાસ રાખવા કહ્યું અને આત્માને સંસારથી તારો તથા તારા-તમારા આત્માને તારો એમ બેવડા અર્થમાં લખ્યું લાગે છે. છેલ્લે, સર્વ આત્માને દ્રવ્યદૃષ્ટિથી સમાન જોવાનું કહીને હૃદયમાં લખી રાખવા બોધ્યું છે. એવી સમષ્ટિ, સમભાવ અને સમપરિણતિમાં મોક્ષમાર્ગ રહેલો છે. - ચારિત્ર્ય છે તે ધર્મ છે ને ધર્મ છે તે સામ્ય છે; તે સામ્ય જીવનો મોહ ક્ષોભવિહીન નિજ પરિણામ છે. પ્રવચનસાર, ગાથા ૭ : શ્રી કુંદકુંદાચાર્યજી ૬૮મા પાઠ ‘જિતેન્દ્રિયતા’માં, મન જીતવાની વાત કહી છે. ઉપદેશામૃતજીમાં પ્રભુશ્રીજી પ્રકાશે છે, ‘એગ જિયે જિયે પંચ, પંચ જિયે જિયે દશ' એટલે એક મન જીતતાં પાંચ ઇન્દ્રિયો જીતાયછે, એ પાંચ જીતી જતાં ચાર કષાય જીતાય છે. આમ કુલ દશ ૫૨ જીત મેળવાય છે. મનને અશ્વ કહ્યો છે, જે જ્ઞાનરૂપી લગામ વડે અંકુશમાં રાખી શકાય છે. મન જીતવા માટે તે જે દુરિચ્છા કરે તેને ભૂલી જવી, તેમ કરવું નહીં. આપણે એથી દોરાવું નહીં પણ આપણે તેને દોરવું, અને દોરવું તે પણ મોક્ષમાર્ગમાં. श्रुत्वा स्पृष्टवा च दृष्टवा च भुक्त्वा घ्रात्वा च यो । न हृष्यति ग्लायति वा स विज्ञेयो जितेन्द्रियः ॥ મનુસ્મૃતિ અધ્યાય ૨, શ્લોક ૯૮ ૪૫ અર્થાત્ સાંભળીને, સ્પર્શીને, જોઇને, સ્વાદીને, સૂંઘીને જેને હર્ષ થતો નથી કે ગ્લાનિ થતી નથી તેને જિતેન્દ્રિય જાણવો. જિતેન્દ્રિય જ નીરાગી, નિગ્રંથ, નિષ્પરિગ્રહી, નિરારંભી અને બ્રહ્મચારી થઇ શકે છે. માટે અભ્યાસ વડે મન જીતીને સ્વાધીન થતાં સ્વરાજ (મોક્ષ) મળે. હિરગીત જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે, અધિક જાણે આત્મને; નિશ્ચય વિષે સ્થિત સાધુઓ, ભાખે જિતેન્દ્રિય તેહને. શ્રી સમયસારજી પદ્યાનુવાદ ગાથા ૩૧ : શ્રી હિંમતલાલભાઇ શાહ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ૬૯મા પાઠ ‘બ્રહ્મચર્યની નવ વાડ’માં, બ્રહ્મચર્ય જેવા ગંભીર વિષયને સમજાવતાં, બ્રહ્મચર્યને એક સુંદર વૃક્ષ કહીને તેની રક્ષા કરનારી નવ વિધિ કે નવ વાડનું સ્વરૂપ કહ્યું છે. આંબા વગેરે વૃક્ષને એક વાડ હોય પણ બ્રહ્મચર્ય તો ઉત્તમ વૃક્ષ હોવાથી તેને નવ વાર્ડ કહી છે. બ્રહ્મચર્ય વ્રત લેનારે શરીરને શણગારવું તે મડદાને શણગારવા બરોબર છે. તેણે તો આત્મામાં રહેવાનું છે. ગૃહસ્થાશ્રમમાં પણ બ્રહ્મચર્ય ધારણ કરવાની શીખ આપી છે. બ્રહ્મરૂપ-આત્મારૂપ થાય, બ્રહ્મમાં જ હરેફરે ને ચરે ત્યારે સાચું બ્રહ્મચર્ય અને તો પછી શાશ્વત કાળ સુધી સિધ્ધશિલા પર નિરંજનપદે બિરાજમાન થવાય. ૭૦મા પાઠ ‘સનત્કુમાર ભાગ ૧’માં, વર્ણ-રૂપ-દેખાવમાં અત્યુત્તમ સનત્ ચક્રવર્તીની સુધર્મા સભામાં પ્રશંસા થતાં, બે દેવોને થયું કે, મનુષ્યનું તે શું રૂપ હોય ? એટલે જોવા માટે સનત્કુમારના અંતઃપુરમાં ગયા. તો તેનો દેહ સ્નાન અર્થે જતાં પહેલાં ચંદન, માટી, લોટ વગેરેથી ખરડાયેલો હતો. છતાં જે રૂપ હતું તે પ્રશંસા કરતાં યે વિશેષ હતું. તેથી તેમને પૂર્ણ આનંદ ઉપજ્યો. સનતકુમા૨ે ગર્વભેર કહ્યું કે, રાજસભામાં સિંહાસન પર બેસું ત્યારના મારાં રૂપ-વર્ણ જોવા યોગ્ય છે. અત્યારે તો આ ખેળભરી કાયા છે. રાજસભામાં રૂપ જોઇને બે દેવે (જે બ્રાહ્મણ થઇને આવ્યા હતા) તેમને કહ્યું કે, પહેલાંની કાયા અમૃતતુલ્ય હતી, હવે ઝેરતુલ્ય છે. પૂર્વસંચિત પાપકર્મના ઉદયે અને કાયાના મદ સંબંધી મેળવણ થવાથી બે ઘડીમાં ચક્રવર્તીની કાયા ઝે૨મય થઇ ગઇ હતી. મદ પ્રમાદના પ્રકારમાં જાય. પ્રમાદ કેટલું અહિત કરે છે ? પ્રમાદથી આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે. (પત્રાંક ૨૫-૧) સમયે સમયે પર્યાય બદલાય છે, કેટલું સાચું ? એક ત્રિકાળી સ્વભાવ જ ધ્રુવ છે. ૭૧મા પાઠ ‘સનત્કુમાર ભાગ ૨’માં, કાયા ઝે૨મય થઇ જતાં વિનાશી અને અશુચિ પ્રત્યે લક્ષ જતાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. આવી ને આવી અશુચિ સ્ત્રી, પુત્ર, મિત્રાદિનાં શરીરમાં રહેલી છે. આ સંસાર તજવા યોગ્ય છે. છ ખંડનું રાજ મૂકીને સાધુ થઇ ગયા. મહારોગ ઉત્પન્ન થયો. કોઇ દેવ વૈદ રૂપે આવીને રોગ ટાળવા માટે કહેવા લાગ્યો ત્યારે સનત કુમારમુનિએ કહ્યું કે, મારો કર્મરોગ ટાળવાની સમર્થતા હોય તો કહો. દેવે કહ્યું કે, એ સમર્થતા તો નથી. એ સમર્થતા સદ્ગુરુ વૈદ્ય પરમ કૃપાળુદેવ પાસે છે. પળમાં વણસી જવાનો જેનો સ્વભાવ છે અને જેના પ્રત્યેક રોમે પોણા બબ્બે રોગનો નિવાસ છે તેવા સાડા ત્રણ કરોડ રોમથી ભરેલી હોવાથી રોગના ભંડાર સમી કાયામાં શું મોહવા જેવું છે ? એ મોહ મંગળદાયક નથી. એટલે કે, એવો એ મોહ ન હોય તો આપણું મંગળ જછે. ૭૨મા પાઠ ‘બત્રીસ યોગ’માં, અસંખ્ય યોગમાંથી શ્રી સમવાયાંગ સૂત્રમાં નિર્દિષ્ટ કરેલા બત્રીસ યોગની વાત છે. યોગનું કામ આત્માને ઉજ્જવળ - શુદ્ધ કરવાનું છે. મોક્ષની સાથે જોડે તે યોગ. મોક્ષે લઇ જાય તેવાં સાધન તે યોગ. મોક્ષ સાધવાના પ્રકાર પણ યોગ કહેવાય. પ્રત્યેક યોગ અમૂલ્ય છે. સઘળા સંગ્રહ કરનાર પરિણામે મોક્ષનાં અનંત સુખને પામે છે. ૭૩મા પાઠ ‘મોક્ષસુખ’માં, બત્રીસ યોગથી મોક્ષ થાય તો હવે પ્રશ્ન છે કે, મોક્ષનું સુખ કેવું છે ? પાણીનો સ્વાદ કહી શકાતો નથી કે હવા બતાવી શકાતી નથી તેમ મોક્ષ શાશ્વત હોવા છતાં તેનું વર્ણન થઇ શકતું નથી. ગૌતમ ગણધર ભગવંતે મહાવીર ભગવંતને મોક્ષનાં અનંત સુખ વિષે પ્રશ્ન કર્યો ત્યારે મહાવીર સ્વામીએ કહ્યું કે, એ અનંતસુખ જાણું છુંછતાં કહી શકાય તેવી અહીં કંઇ ઉપમા નથી. જગતમાં એના જેવું કોઇ પણ વસ્તુ કે સુખ નથી. પછી એક ભીલનું દૃષ્ટાંત આપ્યું. ભીલે રાજવૈભવનું સુખ જાણ્યું-માણ્યું હતું છતાં ઉપમા યોગ્ય વસ્તુ ન મળતાં કહી શક્યો નહોતો તેમ અનુપમેય મોક્ષને, સચ્ચિદાનંદ સ્વરૂપમય નિર્વિકારી મોક્ષના સુખના અસંખ્યાતમા ભાગને પણ યોગ્ય ઉપમેય નહીં Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૭ મળવાથી હું કહી શકતો નથી. બીજું દૃષ્ટાંત, સ્વપ્ન વિનાની નિદ્રાનું છે, જેમાં જગત જાણી-જોઇ શકાય છે અને સાથે ઊંઘનું ઉપાધિ વિનાનું સુખ માણી શકાય છે પણ વર્ણન શી રીતે થાય? ૭૪મા પાઠ “ધર્મધ્યાન ભાગ ૧'માં, ધર્મધ્યાન અને શુક્લધ્યાન કરવા યોગ્ય ધ્યાન છે, આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ત્યાગવા યોગ્ય ધ્યાન છે. કોઇપણ વિષયમાં ચિત્તની એકાગ્રતા થવી તે ધ્યાન છે. ધર્મધ્યાનના મુખ્ય ૪ ભેદ છે. આજ્ઞાવિચય ધ્યાન કહેતાં સર્વજ્ઞ ભગવંતે ધર્મતત્ત્વ સંબંધી જે કહ્યું છે તે સત્ય છે. ન સમજાય તો ય શંકા કરવા જેવું નથી પણ તેમની આજ્ઞા આરાધવી તે. અપાય વિચય ધ્યાન કહેતાં, અપાય એટલે દુઃખ. રાગ, દ્વેષ, કામ, ક્રોધવશાતુ દુ:ખ ઉત્પન્ન થાય છે તેનો વિચાર કરીને તે તે આશ્રવ માર્ગ છોડીને સંવર માર્ગ ગ્રહણ કરવાનો વિચાર કરવો તે. વિપાક વિચય ધ્યાન કહેતાં વિપાક એટલે પરિણામ, ફળ. જીવ જે સુખદુઃખનો અનુભવ કરે છે તે સઘળો કર્મફળના ઉદયવશાત્ કરે છે. તે ઉદયમાં રાગ-દ્વેષ ન કરતાં સમભાવે રહેવું એમ ચિંતવવું તે. સંસ્થાન વિચય ધ્યાન કહેતાં, સંસ્થાન એટલે આકાર. ત્રણ લોકના આકારનું સ્વરૂપ ચિંતવી, કેવળી ભગવંતો નિગ્રંથ ભગવંતો, સિદ્ધાત્માઓને વંદન, નમસ્કાર, સત્કાર, સન્માન અને પર્યપાલન કરવાની ભાવના કરવી છે. આ ચાર ભેદ વિચારતાં અનંત જન્મમરણ ટળતાં મોક્ષ થાય. ૭૫મા પાઠ “ધર્મધ્યાન ભાગ ૨'માં, | ધર્મધ્યાનનાં ૪ લક્ષણ કહ્યાં છે, લક્ષણ એટલે ચિન. આજ્ઞા, નિસર્ગ, સૂત્ર અને ઉપદેશ એમ ૪ રુચિ તે ૪ લક્ષણ છે. વીતરાગ પ્રભુની આજ્ઞા અંગીકાર કરવાની રુચિ, કુદરતી-સ્વાભાવિકપણે જાતિસ્મરણાદિ જ્ઞાને ધર્મ કરવાની રુચિ, શ્રત-સુત્રજ્ઞાનનાં શ્રવણ-મનન-પઠનની રુચિ અને તીર્થકર ભગવંત કે સદગુરુ જ ઉપદેશ સાંભળવાની રુચિ તે ધર્મધ્યાનનાં ૪ લક્ષણ છે. ધર્મધ્યાનના ૪ આલંબનમાં, વાંચના, પૃચ્છના, પરાવર્તન અને ધર્મકથા છે. વિનયપૂર્વક સપુરુષ પાસે સૂત્રતત્ત્વનું વાંચન, વિનયપૂર્વક સંશય નિવારણ માટે પ્રશ્ન પૂછવા, શુદ્ધ ઉપયોગ સહિત વારંવાર સૂત્રાર્થનો સ્વાધ્યાય, વીતરાગ ભગવાને જે ભાવ જેવા પ્રણીત કર્યા છે તે ભાવ તેવા લઇને, ગ્રહીને, નિશ્ચય કરીને, નિર્જરા અર્થે સભામાં કહીએ તે ધર્મકથા. હવે ધર્મધ્યાનની ૪ અનુપ્રેક્ષા છે તે એકત્વ, અનિત્ય, અશરણ અને સંસાર ભાવના. એકત્વ અનુપ્રેક્ષામાં બધેથી ભાવને છૂટો કરે. હું એક છું, અસંગ છું, જે સંગ છે તે નાશવંત છે. બધાની વચ્ચે પણ પોતાને એકલો માને. અનિત્ય ભાવનામાં પરમ પડોશી દેહ પણ નશ્વર છે એમ માને. અશરણ અનુપ્રેક્ષામાં અનિત્ય પદાર્થ બચાવે તેમ નથી એવું લાગે. સંસાર અનુપ્રેક્ષામાં ચાર ગતિ રૂપ સંસારમાં હવે પડવું નથી એટલે કે તેના પ્રતિપક્ષી મોક્ષમાં જવું છે. ૭૬મા પાઠ “ધર્મધ્યાન ભાગ ૩'માં, | ધર્મધ્યાનથી આત્મા મુનિત્વ ભાવમાં નિરંતર પ્રવેશ કરે છે. આ સોળ ભેદમાં ગમે તે ભેદ હિતસ્વી અને ઉપયોગી છે છતાં અનુક્રમથી લેવાય તો વિશેષ લાભનું કારણ ગણ્યું છે. બૃહદારણ્યક ઉપનિષદમાં, આત્માના શ્રવણ-મનન-નિદિધ્યાસનના પ્રકાર મૂક્યા છે પણ આ તત્ત્વપૂર્વક પૃથક પૃથક્ સોળ ભેદ અપૂર્વ છે. કદાચ આપણે ધર્મધ્યાનનો કાયોત્સર્ગ આજ સુધીમાં અનેકવાર કર્યો હશે તો પણ પરમકૃપાળુદેવે આ મોક્ષમાળામાં સ્થાન આપ્યું છે તો ફરી ફરી પુનરાવર્તન અને પરાવર્તનનો પ્રયત્ન કરીએ. ૭૭મા પાઠ ‘જ્ઞાન સંબંધી બે બોલ ભાગ-૧'માં, જ્ઞાન જેવા શબ્દનો અગાધ વિસ્તાર હોય. અહીં સંક્ષેપમાં મૂકવું છે તેથી ‘બે બોલ' લખ્યું હશે. જે વડે વસ્તુનું સ્વરૂપ જાણીએ તે જ્ઞાન. મિથ્યાત્વ સહિત જ્ઞાન તે અજ્ઞાન છે. સમ્યક્ દર્શન થતાં તે જ્ઞાન પણ સમ્યફ થાય છે. પછી ચારિત્રમોહનો ક્ષય કરતાં કેવળજ્ઞાન પ્રગટે છે. તો આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ છે તે પ્રગટ કરવા માટે આ પાઠમાં ઉપદેશ છે. જ્ઞાનની શી આવશ્યકતા ? અનંત કાળથી અનંતી વાર જે દુઃખ સહ્યું તે માત્ર અજ્ઞાનથી. આ અજ્ઞાન ટાળવા જ્ઞાનની પરિપૂર્ણ આવશ્યકતા છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ ४८ ૭૮મા પાઠ ‘જ્ઞાન સંબંધી બે બોલ ભાગ-૨'માં, જ્ઞાન પ્રાપ્તિનાં સાધનો વિષે કહેછે. પરિપૂર્ણ આત્મજ્ઞાન માટે પૂરેપૂરી પર્યાપ્તિ (આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન) વાળો આ દુર્લભ માનવદેહ મળ્યો. વીતરાગના પવિત્ર વચનામૃતનું શ્રવણ, સંસ્કાર, શ્રદ્ધા જોઇએ. આ સાધનો માટે સત્પુણ્ય (પુણ્યાનુબંધી પુણ્ય) જોઇએ. દેશ, કાળ પણ અનુકૂળ છે. પાંચમો આરો, પડતો કાળ પણ પુરુષાર્થ ઉપાડે તો કાળ ક્યાંયે ઉપડી જાય ! પોતાને પ્રાપ્તિ થાય તો તે સુવર્ણકાળ છે. હજુ આ પાંચમા આરાનાં સાડા અઢાર વર્ષ બાકી છે. પંચમ કાળની પૂર્ણતા સુધી અનુકૂળતા છે. ટૂંકમાં, આ કાળમાં પણ બધું શક્ય છે. ૭૯મા પાઠ ‘જ્ઞાનસંબંધી બે બોલ ભાગ ૩’માં, આવશ્યકતા શીછે? મુખ્ય અવશ્ય સ્વસ્વરૂપસ્થિતિની શ્રેણીએ ચઢવું એ છે, જેથી અનંત દુઃખનો નાશ થાય. દુઃખના નાશથી આત્માનું શ્રેયિક સુખ છે જે સ્વસ્વરૂપિક સુખ છે. માટે તો શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પ્રથમ ગાથા આપી કે, જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત. પછી જ્ઞાનના અનંત ભેદ છે પણ મુખ્ય મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ એ પાંચ ભેદ છે. તેમ વસ્તુ તો અનંત છે, કેવી રીતે જણાઇ રહે ? મુખ્ય વસ્તુ બે જ, જીવ અને અજીવ. વિશેષ સ્વરૂપે નવ તત્ત્વ કહેવાય, ષડ્ દ્રવ્યની શ્રેણિઓ પણ કહેવાય. છેવટે લોકાલોક સ્વરૂપ હસ્તામલકવત્ જાણી દેખી શકાય છે, મોક્ષસ્વરૂપ થઇ જવાય છે. ૮૦મા પાઠ ‘જ્ઞાનસંબંધી બે બોલ ભાગ ૪’માં, જીવ ચૈતન્ય લક્ષણે એક રૂપ છે, દેહ સ્વરૂપે અને દ્રવ્યસ્વરૂપે અનંતાનંત છે. તેની ગતિવિગતિ એટલે જન્મ-મ૨ણ અને મોક્ષ જાણવા યોગ્ય છે. નવ તત્ત્વમાં કેટલાંક ત્યાગવા રૂપ છે, કેટલાંક જાણવા રૂપ છે, કેટલાંક ગ્રાહ્ય રૂપ છે. સઘળાં જાણીએ તો જ ખબર પડે ને ? હવે મુખ્યમાં મુખ્ય વાતનો સદ્બોધ છે. આ બધું જાણવા માટે શું ? શું સાધન ? સ્વયં તો કોઇક જ જાણે છે. માટે નિગ્રંથ જ્ઞાની ગુરુ જોઇએ અને શમ, દમ, બ્રહ્મચર્ય આદિ સાધનો જોઇએ. ટૂંકમાં, આખા દિવસમાં બે ઘડી (૪૮ મિનિટ) જેટલો વખત પણ નિયમિત રીતે જિનેશ્વર પ્રણીત તત્ત્વબોધની પર્યટના કરો એમ સ્પષ્ટ આદેશ આપ્યો છે. વીતરાગના એક સૈદ્ધાન્તિક શબ્દ પરથી પણ જ્ઞાનાવરણીય કર્મનો બહુ ક્ષયોપશમ થશે એમ કહે છે. ૮૧મા પાઠ ‘પંચમકાળ’માં, કાળચક્ર વિષે જાણવાની જરૂરછે. કાળચક્રના બે મુખ્ય ભેદ, ઉત્સર્પિણી અને અવસર્પિણી. બન્નેમાંછછ આરા છે. બધું મળી વીસ ક્રોડાક્રોડી સાગરોપમનું એક કાળચક્ર થાય. અત્યારે પાંચમો આરો એટલે પંચમ કાળ ચાલે છે. આ અવસર્પિણી કાળ એટલે બધું જ ઊતરતું છે. એમાં વળી હુંડાવસર્પિણી કાળછે. અસંખ્ય અવસર્પિણી કાળ પછી આવતો આ કાળછે. હુંડ એટલે કદરૂપું, બિહામણું, બીકાળવું, ન ગમે તેવું. આવા કાળમાં સત્પુરુષનો યોગ અતિ અતિ દુર્લભ છે. પાંચમા આરાનું સ્વરૂપ-વર્ણન સાંભળીને ઋષભદેવ પ્રભુના ઘણા શિષ્યો વૈરાગ્ય પામી મોક્ષે પહોંચ્યા. આપણે પણ નિગ્રંથ પ્રવચન અને નિગ્રંથ ગુરુની આરાધનાથી આપણા કર્મની વિરાધના કરીને મોક્ષમાર્ગમાં પ્રયાણ કરી શકીએ. ૮૨મા પાઠ ‘તત્ત્વાવબોધ ભાગ ૧’માં, ચૌદ પૂર્વના સાર સમા શ્રી દશ વૈકાલિકજી સૂત્રનાં ૪થાં અધ્યયનની ૧૨મી ગાથાની સાક્ષીએ પ્રકાશ્યું કે, જે જીવાજીવ એટલે ચેતન-જડનું સ્વરૂપ જાણતા નથી તે સાધુ સંયમની વાત ક્યાંથી જાણે ? નવ તત્ત્વ જાણ્યા વિના સંયમમાં સ્થિરતા થાય નહીં. નવ તત્ત્વ જાણવાથી પરમ વિવેક બુદ્ધિ, શુદ્ધ સમ્યકત્વ અને પ્રભાવિક આત્મજ્ઞાનનો ઉદય થાય છે. તત્ત્વાર્થ સૂત્ર, સમયસાર, દ્રવ્યસંગ્રહ, પંચાસ્તિકાય, નવતત્ત્વવિચાર વગેરે ગ્રંથોમાં જુદા જુદા આચાર્ય ભગવંતોએ જુદી જુદી રીતે પણ નવતત્ત્વને જ સમજાવેલાં છે. સ્યાદ્વાદ શૈલી પણ સમજવા જેવી છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૯ પરિપૂર્ણ રીતે તો સર્વજ્ઞ જ જાણી શકે છતાં યથામતિ આપણે પણ એનું સ્વરૂપ સમજવું રહ્યું. નય, નિક્ષેપ અને પ્રમાણ પણ જાણવાં જરૂરી કહ્યાં છે. ૮૩મા પાઠ ‘તત્ત્વાવબોધ ભાગ ૨'માં, આ બધાં શાસ્ત્રો નવ તત્ત્વના વિસ્તાર રૂપ છે. નવ તત્ત્વને સંપૂર્ણ જાણે તે સર્વજ્ઞ થાય છે. હેય, શેય અને ઉપાદેય એમ ત્રિપદી લેતાં, નવ તત્ત્વમાંથી કેટલાક જાણવા યોગ્ય છે, કેટલાંક ત્યાગવા યોગ્ય છે, કેટલાંક ગ્રહણ કરવા યોગ્ય છે એમ અર્થ થાય. જો કે, જાણવા યોગ્ય તો બધાં તત્ત્વ છે. પછી જ હેય, શેય, ઉપાદેયનો વિવેક થઈ શકે છે. ઉત્પાદ-વ્યય-ધ્રુવ એ ત્રિપદી સ્વરૂપ સમજવા માટે છે. ૮૪મા પાઠ ‘તત્ત્વાવબોધ ભાગ ૩'માં, કાળના પ્રભાવે આ પંચમ કાળમાં શ્રુતસાગરના ગાગર સમાં થોડાં શાસ્ત્રો જ રહ્યાં છે. વળી કૃપાળુદેવના સમયમાં તો બહુ થોડાં પુસ્તકો છપાઇને બહાર પડેલાં. દ્રવ્યસંગ્રહ વગેરે ગ્રંથો તો તે વખતે હસ્તલિખિત હોવાથી મળવા મુશ્કેલ હતાં. પછી પરમકૃપાળુ દેવે ‘પરમ શ્રુત પ્રભાવક મંડળ' સ્થાપતાં તે દ્વારા ઘણા ગ્રંથો અને પુસ્તકો પ્રકાશિત થયાં. એટલે વિનયભાવભૂષિત બોધ આપે છે, હું કહું છું એમ નહીં પણ ભગવાને કહ્યું છે તે વિનયથી કહું છું તેમ, પ્રત્યેક સુષે પોતાની બુદ્ધિ-શક્તિ અનુસાર નવતત્ત્વને યથાર્થ જાણવાં. મહાવીર શાસનમાં મતાંતર પડી જવાનું મુખ્ય કારણ લોકો માત્ર ક્રિયામાર્ગે ચઢી ગયા તે છે. જ્ઞાન અને ક્રિયા બન્ને હોય તો સમ્યક્ત્વ થઇ ભવાંત થાય, મોક્ષ થાય. ૮પમા પાઠ “તત્ત્વાવબોધ ભાગ ૪'માં, નવ તત્ત્વ વિષે કોઇ એક પુસ્તક વાંચી લેવું તેમ કહેવાનું નથી પણ તે વિષે સામાન્ય જ્ઞાન મેળવી દરેક શાસ્ત્રનું શ્રવણ-મનન કરતાં તેમાં ક્યા તત્ત્વની વાત ચાલે છે તે સમજી વિચાર કરવો. આત્મા છે, બંધાયો છે, કેમ છૂટે ? વગેરે નવ તત્ત્વ દ્વારા કહેવાયું છે. હિત-અહિતનો વિવેક, ગુરુગમ્યતા... ગુરુ આજ્ઞા અને અપ્રમાદપૂર્વક આ નવ તત્ત્વનો અનુભવ કરવો. ટૂંકમાં, તત્ત્વજ્ઞાનથી સર્વ પ્રકારની સિદ્ધિ, પવિત્રતા, મહાશીલ, નિર્મળ-ઊંડા-ગંભીર વિચાર, સ્વચ્છ વૈરાગ્યની ભેટ મળે છે. એટલે મોક્ષનો માર્ગ મળે છે એમ જ ને? ૮૬મા પાઠ ‘તત્ત્વાવબોધ ભાગ ૫'માં, નવ તત્ત્વનું મહત્ત્વ સમજાવ્યા પછી કૃપાળુદેવ એક સમર્થ વિદ્વાન સાથે થયેલી વાતચીતને રજૂ કરે છે. તે વિદ્વાન જર્મન ફિલસૂફ હતા, Dr.Herman Jacobi, ડૉ.હર્મન જેકોબી, બધા ધર્મોનો અભ્યાસ કરતાં જૈન ધર્મ સત્ય છે એમ લાગતાં ભારતમાં રહી તેમણે જૈન ગ્રંથોનો ઘણો અભ્યાસ કર્યો હતો, યુરોપમાં પણ જૈન ધર્મનો પ્રચાર કર્યો હતો. શાસ્ત્રાભ્યાસ અને મુનિસમાગમ કરવા છતાં તેમને મહાવીર પ્રભુના ઉપદેશમાં આખી સૃષ્ટિનું જ્ઞાન કેવી રીતે છે તે સમજાયેલું નહીં. તેથી તે શંકા કરી. કૃપાળુદેવે કહ્યું કે, એ સમજવાની યથાર્થ શક્તિ જોઇએ. છતાં કહ્યું કે, આઠ કર્મ સિવાય નવમું કર્મ બતાવશો? પાપ-પુણ્યની પ્રકૃતિઓ છે તેથી એક વધુ પ્રકૃતિ કહેશો? અજીવ દ્રવ્યના ભેદ કહીને, કંઇ વિશેષતા કહો છો ? કંઈ વધારાનું હોય તો કહે ને ? અર્થાત્ મહાવીર પ્રરૂપિત તત્ત્વજ્ઞાનમાં આખી સૃષ્ટિનું જ્ઞાન આવી જ જાય છે પણ કેટલેક અંશે આવે છે એમ વિદ્વાને કહ્યું. ૮૭મા પાઠ ‘તત્ત્વાવબોધ ભાગ ૬'માં, કૃપાળુદેવે સ્પષ્ટ કહ્યું કે, “કેટલેક અંશે આવી શકે ખરું’ એ મિશ્ર વચનછે. સમજાવવાની અલ્પજ્ઞતાથી એમ લાગે પણ એ તત્ત્વોમાં અપૂર્ણતા નથી જ. નરી નમ્રતાની મૂરત, માર્દવ મૂર્તિ આ કૃપાળુ પ્રભુ! જો કે, વિદ્વાને કહ્યું કે, જૈન દર્શન અભુત છે એ અંગે નિઃશંક છું. નવતત્ત્વના ભાગ પરથી બેધડક કહી શકું છું કે, મહાવીર ગુપ્તભેદને પામેલા પુરુષ હતા. ત્રિપદી પરથી બધા શિષ્યોને દ્વાદશાંગીનું આશયભરિત જ્ઞાન કેવી રીતે થતું હશે? એ પ્રશ્ન કર્યો. www jainelibrary.org Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૮૮મા પાઠ ‘તત્ત્વાવબોધ ભાગ ૭’માં, વિદ્વાને કૃપાળુદેવને ત્રિપદી ઉત્પાવ્યધ્રૌવ્યયુત્ત સત્ । એટલે કે, વસ્તુ ઉત્પન્ન થાય છે, વસ્તુ નાશ પામે છે છતાં વસ્તુ વસ્તુ તરીકે ધ્રુવ છે – તેને જીવ પર ‘ના’ અને ‘હા’ વિચારે ઉતારો. એટલે કે, જીવ ઉત્પત્તિ રૂપ છે ? ના-હા. જીવ વ્યય રૂપછે? ના-હા. જીવ ધ્રુવ રૂપ છે? ના-હા. એમ કરવાથી ૧૮ દોષ આવે તે વિદ્વાને વિચારેલા તે કહી બતાવ્યા. તો શું ત્રિપદીમાં દોષ ? એ તો બને જ નહીં. ત્રિપદી જીવ પર યથાર્થ કહી ન શકાય તો અનેક દોષ આવે, અન્યથા નહીં. ૮૯મા પાઠ ‘તત્ત્વાવબોધ ભાગ ૮’માં, વિદ્વાને જૈન મુનિના સમાગમમાં સાંભળેલું કે, જૈન સપ્તભંગી નય અપૂર્વ છે. એથી સર્વ પદાર્થ સત્ય રીતે સિદ્ધ થાય છે. અન્ય મિત્રો પણ સાથે હતા. બધાંએ ઘેર આવી સાથે મળીએ લબ્ધિવાક્ય (ત્રિપદી)ની જીવ તત્ત્વ પર નાસ્તિ આસ્તિ રૂપે યોજના કરી. તો ગૂંચવાઇ ગયા, અઢાર દોષ આવ્યા, કંટાળો આવ્યો. કંટાળો ટાળતાં કૃપાળુદેવે કહ્યું કે, આપ સહુએ જેવિચાર કર્યા તે યથાર્થ સ્યાદ્વાદ શૈલીથી કર્યા નથી. ઉત્પત્તિ-નાશ-ધ્રુવતા એ ત્રણેમાં પ્રથમ ‘ના’ કહી તેનું કારણ છે : દ્રવ્ય અપેક્ષાએ જીવ અનાદિ હોવાથી ઉત્પત્તિમાં ના અને દ્રવ્ય અપેક્ષાએ જીવ અનંત હોવાથી એટલે કોઇ કાળે નાશ ન હોવાથી નાશમાં પણ ના કહી. પર્યાય અપેક્ષાએ જીવ એક દેહમાં સદા ય રહેતો નથી અથવા સમયે સમયે પર્યાય પલટાય છે તેથી ધ્રુવતામાં પણ ના કહી. ૯૦મા પાઠ ‘તત્ત્વાવબોધ ભાગ ૯’માં, ઉત્પત્તિ-નાશ-ધ્રુવતા એ ત્રણેમાં ‘હા’ યોજના કરી છે તે સમજાવે છે. પર્યાય અપેક્ષાએ, જીવનો મોક્ષ થતાં સુધી, તે એક દેહમાંથી નીકળી બીજા દેહમાં ઊપજે છે તેથી ઉત્પત્તિમાં હા કહી અને તે જે દેહમાંથી નીકળી આવ્યો ત્યાંથી તે નાશ પામ્યો તેથી નાશમાં પણ હા કહી. અથવા ક્ષણે ક્ષણે વિભાવ ભાવથી એની આત્મિક શક્તિ હાનિ પામે છે તેથી પણ નાશમાં હા કહી. તથા દ્રવ્યની અપેક્ષાએ, જીવનો કોઇ કાળે નાશ નથી તેથી ધ્રુવતામાં પણ હા કહી. આમ એ છ પ્રકાર યથાર્થ કહી શકાવાથી અઢાર દોષો ટળી જાય છે. ૯૧મા પાઠ ‘તત્ત્વાવબોધ ભાગ ૧૦’માં, કૃપાળુદેવ વિદ્વાનને બરાબર કાન પકડાવતા હોય તેમ કહે છે કે, તમને સમાધાન થયું હશે. પણ એ લબ્ધિ-ત્રિપદી સંબંધી શંકા કરો કે કલેશ રૂપ કહો તે અન્યાય છે. એ સમજવા માટે અતિ અતિ ઉજ્જવળ આત્મિક શક્તિ, ગુરુગમ્યતા અને વૈરાગ્ય જોઇએ. જગત કહેતાં જીવ તરત સમજી જાય છે કે જગતમાં શું શું હોય. કારણ કે, શબ્દની બહોળતાને કે લક્ષની બહોળતાને સમજ્યો છે. દ્રવ્યાર્થિક અને ભાવાર્થિક નયે આખી સૃષ્ટિનું જ્ઞાન એ ત્રણ શબ્દોમાં રહ્યું છે તે શ્રી સદ્ગુરુ મુખની પવિત્ર લબ્ધિરૂપે જ્યારે આવે ત્યારે દ્વાદશાંગીનું જ્ઞાન શા માટે ન થાય ? તેમ જ તે સમયના ઋજુ અને સરળ સત્પાત્ર શિષ્યો નિગ્રંથ ગુરુથી એ ત્રણ શબ્દોની ગમ્યતા લઇ દ્વાદશાંગી જ્ઞાન પામતા હતા. માટે તે લબ્ધિ કલેશરૂપ નથી, મોક્ષરૂપ છે. આત્માને વિષે સહજ સ્મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન શ્રી વર્ધમાનને વિષે હતું એમ જણાય છે. પૂર્ણ વીતરાગ જેવો બોધ તે અમને સહેજે સાંભરી આવે છે. એટલે જ લખ્યું હતું કે, તમે પદાર્થને સમજો. (પત્રાંક ૩૧૩) ૯૨મા પાઠ ‘તત્ત્વાવબોધ ભાગ ૧૧’માં, ભગવાન મહાવીરે ત્રીસમા વર્ષે દીક્ષા લીધી અને સાડા બાર વર્ષની તપશ્ચર્યા પછી કેવળજ્ઞાન પ્રગટાવ્યું. એટલે મધ્યવયના મહાવીર પ્રભુએ પ્રથમ ત્રણ કાળ મુઠ્ઠીમાં લીધા અને પછી જગત આમ જોયું (પત્રાંક ૧૫૬) કે, જગત્કર્તા પહેલાં નહોતો, અત્યારે નથી અને હવે પછી થશે નહીં. અઢારે અઢાર દૂષણથી રહિત ૫રમેશ્વર હતા. માટે જૈન દર્શનને અન્યાય કરવા જેવું નથી. નવતત્ત્વને જે યથાર્થ જાણે છે તેને સમ્યક્ દર્શન થાય. સમ્યક્ત્વ થાય તેને કેવળજ્ઞાન થાય. કેવળજ્ઞાન થાય ત્યારે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય એ અનંત ચતુષ્ટય અવશ્ય પ્રગટે, પછી મોક્ષ પામે. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૯૩મા પાઠ ‘તત્ત્વાવબોધ ભાગ ૧૨’માં, અપાર કરુણાવંત કૃપાળુ પ્રભુએ આ પાઠમાં ચક્ર (વર્તુળ) દોર્યું છે જેમાં નવ તત્ત્વનાં નામ મૂક્યાં છે. મોક્ષમાળાની મૂળ પહેલી આવૃત્તિ (વિ.સં.૧૯૪૪, આજથી ૧૧૩ વર્ષ પૂર્વે)માં, આ વર્તુળમાં જીવ અને મોક્ષ વચ્ચે લીટી પણ નથી. કપરાં ચઢાણ પણ સુગુરુ કૃપાળુ યોગે સુગમ અને સરળ ! જીવ, અજીવ, પુષ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ : આ નવ તત્ત્વો છે. આમ અનુક્રમે લખતાં જીવથી મોક્ષ દૂર દેખાય છે પણ ગોળાકારે લખતાં જીવથી મોક્ષ નિકટ જણાય છે. અજ્ઞાન દૃષ્ટિથી પોતાને દેહરૂપ-જડ-અજીવ રૂપ માને તો મોક્ષ દૂર છે અને જ્ઞાન દેષ્ટિથી પોતાને મોક્ષ રૂપ માને તો મોક્ષ નજીક છે. જો શુદ્ધ ભાવમાં રહેવાય તો ભલે નવ તત્ત્વને હેય ગણી ત્યાગી દો. પરંતુ શુભાશુભ ભાવછે ત્યાં સુધી નવ તત્ત્વનો હેય, શેય, ઉપાદેય રૂપે વિચાર કરો. એથી મોક્ષ થશે, આત્મસિદ્ધિ પ્રાપ્ત થશે. ૯૪મા પાઠ ‘તત્ત્વાવબોધ ભાગ ૧૩'માં, | નવ તત્ત્વની વિચારણા પૂરી કર્યા બાદ હવે સત્ય ધર્મતત્ત્વ વિષે પ્રકાશે છે. તત્ત્વ વિષે જે કંઇ કહ્યું છે તે કેવળ જૈનો માટે, જૈન કુળમાં જન્મેલાઓ માટે નથી કહ્યું પણ સર્વ જીવને સરખી રીતે લાગુ પડે છે. વળી પોતે પક્ષપાત રહિતપણે અને પરમાર્થ બુદ્ધિથી કહે છે. નિગ્રંથના વચનામૃત તત્ત્વથી પરિપૂર્ણ છે. જૈન જેવું એકે પૂર્ણ અને પવિત્ર દર્શન નથી, વીતરાગ જેવો એક્કે દેવ નથી, સંસારથી છૂટવું હોય તો કેવલી પ્રરૂપિત ધર્મરૂપી કલ્પવૃક્ષને સેવો જેથી ઉત્તમ મોક્ષ ફળને પામશો. ૯૫મા પાઠ ‘તત્ત્વાવબોધ ભાગ ૧૪'માં, જૈન ધર્મનું માહાભ્ય ગાયું છે. જૈન દર્શનના વિચારોની ખૂબીની સંકલના એટલી સૂક્ષ્મ અને ગહન છે કે, મનન કરતાં ઘણો સમય નીકળી જાય, બરાબર અભ્યાસ કર્યા વિના ધર્મ સરખા છે, બધા ધર્મ સાચા છે કહી દઇએ તે ઠીક નથી. જગતના સઘળા ધર્મમતો એક તળાવરૂપ છે. તેને ઉપરથી સામાન્ય સપાટી જોઇને સરખા કહી દેવા ઉચિત નથી. જૈન ધર્મના સિદ્ધાંતો અખંડ, સંપૂર્ણ અને દયામયછે. જૈન દર્શન પરિપૂર્ણ છે, રાગદ્વેષરહિત છે, સત્ય છે અને જગતના સર્વ જીવોનું હિત ઇચ્છનારછે. એના પ્રવર્તકો કેવા પવિત્ર પુરુષો હતા ! આ વચન લખતાં જાણે કૃપાળુ દેવને મહાવીર સ્વામી સાથે વિચરેલા તે બધું તાદેશ થતું જણાય છે ! ૯૬મા પાઠ ‘તત્ત્વાવબોધ ભાગ ૧૫'માં, જેને જૈન દર્શન પરિપૂર્ણ ન લાગતું હોય તેણે જિનાગમો અને ઇતર શાસ્ત્રોનું મધ્યસ્થ બુદ્ધિથી મનન કરી ન્યાયને કાંટે તોલન કરવું. જેથી ખબર પડશે કે, નગારા પર દાંડી ઠોકીને કહેવાયું હતું કે જૈન દર્શન સર્વોપરી છે તે કેટલું સાચું છે ! પ્રશ્ન થાય કે, જૈન ધર્મ સત્ય છે તો એ વિષે જગતના લોકો અજાણ કેમ રહે છે? તો કહે છે કે, જગત ગાડરિયો પ્રવાહ છે. અનેકાનેક ધર્મમતોની જાળમાંથી સત્ય શોધનારા કોઇક જ છે. જૈન દર્શનને નાસ્તિક કહી દેનારા શ્રી દયાનંદ સરસ્વતી કેવું અસત્ય અને અનર્થકારી શીખવાડી ગયા? ૯૭મા પાઠ ‘તત્ત્વાવબોધ ભાગ ૧૬’માં, | જૈન દર્શનને નાસ્તિક કહેનારા એમ વાત ફેલાવે છે કે, ભગવાનમાં કે ઇશ્વરમાં નથી માનતા, માટે એ લોકો નાસ્તિક છે. હકીકતમાં જૈન દર્શન ઇશ્વરને જગત્કર્તા નથી માનતું, ઈશ્વરમાં તો માને છે. જો જગત્કર્તા ઇશ્વર માનો તો, જગત રચવાની શું જરૂર હતી? રચ્યું તો સુખદુઃખ શા માટે મૂક્યાં? મોત શા માટે મૂક્યું? ક્યા કર્મથી રચ્યું? બધાંને એક સરખા કેમ ન બનાવ્યા? એક જ ધર્મનું પ્રવર્તન કેમ ન રાખ્યું? જગત્કર્તા બેધડકપણે ઉડાવી દેનાર મહાવીર સ્વામી જેવા પુરુષોને જન્મ શા માટે આપ્યો? ઇશ્વરને કોણે બનાવ્યો? આ બધું વિચારતાં જરૂરી લાગે કે, દુનિયા કે માણસો કે પ્રાણીઓ કે જંતુ, કોઇએ બનાવ્યાં નથી. જગત અનાદિ અનંત છે. પવિત્ર જૈન દર્શનને નાસ્તિક કહેનારા અધોગતિને પામશે એ વિચારે કૃપાળુદેવને દયા આવે છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૨ ૯૮મા પાઠ, ‘તત્ત્વાવબોધ ભાગ ૧૭’માં, | જૈન દર્શનના અખંડ તત્ત્વ સિદ્ધાંતોનું ખંડન ન થઇ શકતાં, જૈન દર્શનના અવર્ણવાદ લખવાનું, બોલવાનું શરૂ કરનાર શંકરાચાર્યજી અને દયાનંદ સરસ્વતીજીને લક્ષમાં રાખીને કૃપાળુદેવ પૂછે છે કે, આપના વેદ વિચારો કઇ બાબતમાં જૈનથી ચઢે છે? મર્મસ્થાન પર વાત આવે ત્યારે મૌન સેવવા સિવાય તેમની પાસે કોઇ સાધન રહેતું નથી ! ગમે તે દર્શન માનો પણ સર્વદર્શનના શાસ્ત્રતત્ત્વને જુઓ. સ્વતંત્ર આત્મિક શક્તિએ જે યોગ્ય લાગે તે અંગીકાર કરો, તત્ત્વને વિચારો. ‘કર વિચાર તો પામ.” (શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૧૧૭) ૯૯મા પાઠ, ‘સમાજની અગત્યમાં, અંગ્રેજો હિન્દુસ્તાન પર હુકમ અને હકૂમત ચલાવતા હતા તે સમયની વાત છે. તે પ્રજાનો ઉત્સાહ અને સંપ વખાણ્યો છે. સર્વજ્ઞ પ્રણીત આત્મતત્ત્વનો બોધ અજ્ઞાત દશામાં આવી પડ્યો છે તો પૂર્વાચાર્યોના ગૂંથેલાં મહાન શાસ્ત્રો ભંડારોમાંથી પ્રકાશિત કરી, ગચ્છભેદને ટાળી, ધર્મવિદ્યાને પ્રફુલ્લિત કરવા સદાચારી શ્રીમંતધનવાનોએ અને ધીમંત-બુદ્ધિમાનોએ મળી મહાન સમાજની સ્થાપના કરવા માટે આંગ્લપ્રજાના ઉત્સાહ, સંપ અને કાર્યકુશળતા અનુસરણીય છે. જુઓ ને, પરમકૃપાળુ દેવના વરદ હસ્તે સ્થપાયેલ પરમ શ્રત પ્રભાવક મંડળ તરફથી સલ્ફાસ્ત્રોનાં પ્રકાશનથી મનુષ્યમંડળ પર કેટલો ઉપકાર થયો છે ! ૧૦૦મા પાઠ “મનોનિગ્રહનાં વિદન'માં, - આત્માના મોક્ષની વાત છે માટે આત્માને તારવાની જ મુખ્ય વાત છે. તે માટે તત્ત્વજ્ઞાનનો પ્રકાશ અને સલ્ફીલનું સેવન મુખ્ય છે. તે પ્રાપ્ત કરવા માટે મન રૂપી ઘોડાને વશ કરવો પડે. મન વશ કરવામાં અઢાર વિનો છે. જેવાં કે આળસ, માન. આપવડાઇ, માયા, રસગારવલબ્ધતા વગેરે. અઢાર પાપસ્થાનક પણ ઓછા થશે ત્યારે જશે. લક્ષની બહોળતા કરવાનો બોધ છે. એકડો ને બે મીંડા સો તેમ એક મન જીતતાં જગ જીત્યા બરાબર છે. ૧૦૧મા પાઠ, “સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્યો'માં, જેનું ફળ મહાન હોય તે મહાવાકય. આખી મોક્ષમાળા સ્મૃતિમાં ન રહે તો આ દશ મહાવાક્યો યાદ રાખવા જેવા છે. એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે. ગોળ ગળ્યો અને લીમડો કડવો લાગે તેમ દરેક પદાર્થ તેના ધર્મ પ્રમાણે વર્તે છે. તેવી જ રીતે કર્મના નિયમો મુજબ બધું વ્યવસ્થિત ચાલે છે. જે મનુષ્ય સપુરુષોનાં ચરિત્ર રહસ્યને પામે છે તે મનુષ્ય પરમેશ્વર થાય છે. રાગ દ્વેષ રહિત થવું એ જ પુરુષના ચરિત્રનું રહસ્ય છે. મનુષ્ય પણ પરમેશ્વર થઇ શકે છે એવી લોકશાહી છે, વ્યક્તિ સ્વાતંત્ર્ય છે, ભાવસ્વાતંત્ર્ય છે. ચંચળ ચિત્ત જ સર્વ વિષમ દુઃખનું મૂળિયું છે. આપણા અનુભવની વાત છે કે, આકાશપાતાળના ઘાટ ઘડ્યા કરતું મન કે સંકલ્પ વિકલ્પ જ દુઃખનું મૂળ છે. ઝાઝાનો મેળાપ અને થોડા સાથે અતિ સમાગમ એ બન્ને દુઃખદાયક છે. ઓળખાણ ઊંડી ખાણ છે, બધાના મન સાચવવાં પડે. થોડા સાથે અતિ પરિચયથી અવજ્ઞા થાય, પ્રતિબંધ થાય. આ બધી સંસાર અપેક્ષાએ વાક્ય હતાં, હવે મોક્ષની વાત. સમસ્વભાવીનું મળવું એને જ્ઞાનીઓ એકાંત કહે છે. મોક્ષાભિલાષી મુમુક્ષુઓ સાથે હોવા છતાં એકાંતમાં છે તેમ કહેવાનો આશય સમજાય છે. ઇન્દ્રિયો તમને જીતે અને સુખ માનો તે કરતાં તેને તમે જીતવામાં જ સુખ, આનંદ અને પરમપદ પ્રાપ્ત કરશો. પાંચ ઇન્દ્રિયના વિષયો જીતે તે ઘણું જીતી જાય. રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ નથી. રાગ એ મોહનો વિકલ્પ છે. લોભનો પર્યાય છે. છેક દસમે ગુણસ્થાને લોભ જાય છે. સંસાર છે તે જ સૂચવે છે કે હજુ રાગ છે. યુવાવયનો સર્વ સંગ પરિત્યાગ પરમ પદને આપે છે. ધન કમાવાની ઉંમરે ધર્મ કમાય તો ધર્મસ્વરૂપ થઈને જ રહે. તે વયમાં મોહનું અને દેહનું બળ વધુ હોય છે તે દેહના બદલે આત્મા ખાતે જાય તો કર્મક્ષય કરી મોક્ષ મેળવે. યુવાવયમાં ત્યાગ કરીને પણ બાહ્ય રીતે ખોટી ન થતાં અતીન્દ્રિય એવું આત્મસ્વરૂપ વિચારે. * વસ્તુના વિચારમાં પહોંચો કે જે વસ્તુ અતીન્દ્રિય સ્વરૂપ છે. દસમું મહાવાક્ય કે, ગુણીના ગુણમાં અનુરક્ત થાઓ. lain Education International Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૩ ખરા ગુણી તો જેને શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રાપ્ત છે તે આત્મજ્ઞાની છે. તેમના ગુણમાં અનુરક્ત થવાની આજ્ઞા આપી છે. રાગને જીતવા પ્રશસ્ત રાગની જરૂરત છે. પ્રશસ્ત પુરુષની ભક્તિ કરો, તેનું સ્મરણ કરો, ગુણચિંતન કરો. (પત્રાંક ૮૫) ગુણ જોતાં આવડે તો ગુણ પ્રાપ્ત થાય. ૧૦૨માં પાઠ ‘વિવિધ પ્રશ્નો ભાગ ૧'માં, - અનાદિ કાળથી રખડતા આત્માની કર્મજાળ ટાળવા માટે ધર્મની અગત્ય છે. જીવ અને કર્મ બન્ને અનાદિ છે. જીવ દેહધારી હોય ત્યારે રૂપી અને સ્વસ્વરૂપે અરૂપી છે. સ્વકર્મના વિપાકથી દેહ મળે છે. કર્મના મુખ્ય આઠ પ્રકાર છે, એકેક કર્મના સંપૂર્ણ ક્ષયે આત્માના એકેક ગુણ પરિપૂર્ણ રીતે ખીલી ઊઠે છે. જ્ઞાનાવરણીયના ક્ષયે અનંત જ્ઞાન, દર્શનાવરણીયના ક્ષયે અનંત દર્શન, વેદનીયના ક્ષયે અવ્યાબાધ સુખ, મોહનીયના ક્ષયે ક્ષાયિક સમ્યકત્વ, આયુષ્યના ક્ષયે અક્ષયત્વ, નામના ક્ષયે અમૂર્તત્વ કે અરૂપીત્વ, ગોત્રના ક્ષયે અવગાહનત અને અંતરાય કર્મના ક્ષય અનંત વીર્ય ગુણ પ્રગટે છે. આ બધા સિદ્ધના ગુણ કહેવાય છે. ૧૦૩જા પાઠમાં વિવિધ પ્રશ્નો ભાગ ૨'માં, કર્મો ટળતાં આત્મા શાશ્વત મોક્ષમાં જાય છે. આપણો મોક્ષ કોઇ વાર થયો છે ? ના. કારણ મોક્ષે ગયેલો આત્મા કર્મજાળ ન રહેતાં પુનર્જન્મ લેતો નથી. કેવળીની વ્યાખ્યા કરી અને તેરમે ગુણસ્થાનકે કહ્યા પછી ચૌદ ગુણસ્થાનકનાં નામ આપ્યા છે. વિસ્તારભયે સવિસ્તર વાત લેતા નથી. ૧૦૪થા પાઠમાં ‘વિવિધ પ્રશ્નો ભાગ ૩'માં, કેવલી અને તીર્થંકર પ્રભુનો ફેર કહ્યો, હમણાં જેમનું શાસન છે તે મહાવીર પ્રભુના અને તે પહેલાંના તીર્થકરોના ઉપદેશમાં તત્ત્વસ્વરૂપે કોઇ ફેર નથી તેમ જણાવ્યું. મુખ્ય ઉપદેશ આત્માને તારો એ જ છે. તે માટે વ્યવહારથી સત્ દેવ, સત્ ધર્મ અને સત્ ગુરુનું સ્વરૂપ જાણવા અને નિશ્ચયથી સમ્યક્ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ જાણવા નિગ્રંથ ગુરુની આવશ્યકતા કહી છે. ૧૦૫મા પાઠ ‘વિવિધ પ્રશ્નો ભાગ ૪'માં, જૈન દર્શન સર્વોત્તમ હોવા છતાં સર્વ આત્માઓ એના બોધને માનતા નથી, કારણો છે કર્મની બહુલતા, મિથ્યાત્વનાં જામેલાં દળિયા અને સત્સમાગમનો અભાવ, પછી જૈન મુનિની ચરણસિત્તેરી યાને મુળ ગુણ ૨૮ અને ઉત્તર ગુણ ૮૪ લાખ જેમાં સમાય છે તે સંયમનું સ્વરૂપ કહેતાં, બૌદ્ધ ધર્મના પંચશીલ અને સંન્યાસીના પંચયામ કરતાં પંચ મહાવ્રત સૂક્ષ્મ અને સંપૂર્ણ જણાવ્યા છે. ૧૦૬ઠ્ઠા પાઠ ‘વિવિધ પ્રશ્નો ભાગ ૫'માં, | વેદ અને જૈન દર્શનની તુલના મૂકી છે. જ્યાં સુધી આત્માને આત્માની અનંત શક્તિની લેશ પણ દિવ્ય પ્રસાદી મળી નથી ત્યાં સુધી “જગત વગર બનાવ્યું હોય નહીં.’ તેમ લાગે પણ તત્ત્વજ્ઞાનથી અને શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિ રચિત “સમ્મતિ તર્ક મહાર્ણવ અવતારિકા' ગ્રંથના અભ્યાસથી શંકા નીકળી જશે. વળી લખે છે કે, જો જગતકર્તા હોત તો સર્વજ્ઞ પુરુષોને તેમ કહેવામાં કંઈ ગેરલાભ, નુકશાન કે હાનિ નહોતાં. ૧૦૭મા પાઠ “જિનેશ્વરની વાણી'માં, | મનહર છંદમાં મનહર વાણીનો મહિમા મૂક્યો છે. વાણી અતિશયની વાત શું કરવી ? ૩૫ પ્રકારના ગુણોથી અલંકૃત હોય છે. અનંત ભાવને અનંત નય, અનંત નિક્ષેપ વડે પદાર્થનાં સ્વરૂપને કહેનારી છે. સકલ જગતનું કલ્યાણ કરનારી, મોહ હરનારી એટલે સંસાર સાગરથી તારનારી અને મોક્ષના પુરુષાર્થને પ્રેરનારી જિનવાણીને સત્પષોએ પ્રમાણભૂત ગણી છે. કોઈ વસ્તુ સાથે ઉપમા આપી શકાય તેમ નથી છતાં ઉપમા આપવા પ્રયત્ન કરે તો તેની બુદ્ધિ મપાઇ જાય છે. હવે કૃપાળુદેવ કહી જ દે છે કે, બાળ જીવો-અજ્ઞાની જીવો જિનવાણીનાં માહાભ્યને સમજી શકતા નથી પરંતુ સમ્યક્ દર્શન થાય તો જ તેનું માહાભ્ય લાગે, લાગે છે તેને જ લાગે છે અને જાણે છે તે જ જાણે છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૪ મારા રાજપ્રભુની વાણી રે, કોઇ સંત વિરલે જાણી રે, વહાલા જાણી તેણે માણી રે, વ્હાલા માણી તેણે વખાણી રે.. મારા રાજપ્રભુની વાણી રે... ૧૦૮મા પાઠ ‘પૂર્ણાલિકા મંગલ'માં, - શાસ્ત્રનું અંત્યમંગલ કરવાનું ચૂકે તો કૃપાળુદેવ નહીં ! ભણીને ભૂલી ન જવા માટે તથા શિષ્ય પરંપરા ચાલુ રહે તે માટે અંત્ય મંગલ છે. સાત વારનાં નામમાં મોક્ષ કહ્યો છે. રવિવારથી શરૂ કરતાં, તપ અને ઉપધ્યાનથી રવિ એટલે સૂર્યરૂપ થાય, સાતમી યોગદૃષ્ટિમાં જીવ આવે. અહીં શ્રુતકેવળી જેવું જ્ઞાન હોય છે. પછી સોમ એટલે ચંદ્ર જેવા શાંત, શીતળ અને આઠમી છેલ્લી યોગદૃષ્ટિમાં જીવ આવે, કેવળજ્ઞાન પ્રગટાવે, મંગળ કહેતાં કલ્યાણની પરંપરાને પામે છે. બુધજનો-જ્ઞાની પુરુષો પણ પ્રણામ કરે છે. તે સયોગી ભગવંત ગુરુના યે ગુરુ છે. આત્માની સિદ્ધિમોક્ષના દાતા છે. અથવા મૂક કેવલી થતાં પોતે શુક્ર જેવા તેજસ્વી છે પણ ઉપદેશ ન આપે. છેલ્લે મન-વચન-કાયાના ત્રણે યોગ કેવળ એટલે સર્વથા શનિપણું (મંદતા) પામે છે અને એમ ત્રણે યોગસંધન થતાં અયોગી બનતાં સિદ્ધાલયમાં સ્થિર થાય છે, વિરામ કરે છે, અનંત અનંત આત્મિક સુખની લહેરમાં બિરાજે છે. સમય સમયના સલામ છે સિદ્ધ પ્રભુને. જ્ઞાનક્રિયાપ્યાં મોક્ષદા જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ છે. મોક્ષમાળામાં કેટલાક પાઠ જ્ઞાનની મહત્તા ગાય છે, કેટલાક ક્રિયાની આવશ્યકતા સમજાવે છે. સત્ અને શીલ એ બે તત્ત્વજ્ઞાનના પાયા છે. કેટલાક પાઠ સત્ ખાતે જાય છે, કેટલાક શીલ ખાતે. | સ ર્જનજ્ઞાનવારિત્રાMિ મોક્ષHIT : | અર્થાત્ સમ્યફ દર્શન, સમ્યફ જ્ઞાન અને સમ્યફ ચારિત્ર એ મોક્ષમાર્ગ. સમ્યક્ દર્શનના બોધ અર્થે કેટલાક પાઠ, સમ્યફ જ્ઞાનના બોધ અર્થે અમુક પાઠ તો સમ્ય ચારિત્રના બોધ અર્થે અમુક પાઠ આપ્યા છે. મોક્ષમાળા'માં મોક્ષમૂર્તિ પરમકૃપાળુદેવનો વીતરાગ શાસન પ્રત્યેનો પ્રેમ ઉલ્લસે છે, યુગ યુગના યોગીનો વૈરાગ્ય વિલસે છે, નિષ્પક્ષપાત ન્યાયષ્ટિ ઝળકે છે, પરમ કારુણ્યસભર હૃદય ધબકે છે, અલૌકિક તત્ત્વજ્ઞાન ચમત્કાર ચમકે છે, અનુપમ સત્નશીલની સૌરભ મહેકે છે. આમ મોક્ષમાર્ગની અપૂર્વ વાટની અપૂર્વ શૈલીથી ગૂંથણી કરીને અપૂર્વ વસ્તુની પ્રાપ્તિ કરાવવાનું જ પ્રયોજન છે. અંતમાં, હું શું કહું? પ.પૂ.બ્રહ્મચારીજીના શબ્દોમાં, દોહરા ધનમાં મન જેવું રમે, સુંદર સ્ત્રીમાં જેમ, તેમ રમે જો રાજમાં, મોક્ષ મળે ના કેમ ? જ્ઞાનીની આજ્ઞા વિષે, વર્તે તો સુખી થાય; સદ્ગુરુની આજ્ઞા વડે, ધર્મ અને તપ થાય; મોક્ષમાર્ગમાં તો ટકે, એ જ અચૂક ઉપાય. મોક્ષમાર્ગ બીજો નહીં, મિથ્યા અન્ય ઉપાય. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૫ બાર ભાવના બોધી ત્યારે, વૈરાગ્યે બીજા રામ, રામ, રામ; રચી દિન ત્રણમાં મોક્ષની માળા, રહી ઉરે નિષ્કામ, કામ, કામ. પ.પૂ.બ્રહ્મચારીજી. માલિની છંદ સુજન તુજ સુહાવે કંઠમાં પુષ્પમાળા, હૃદયદલ ધરે જો આદરે મોક્ષમાળા; સતત રુચિથી સાધે આત્મસિદ્ધિ સદાયે, સકલ સ્વરૂપ સિદ્ધિ શું શીધ્ર ના વરાયે? પૂ.રાવજીભાઈ દેસાઈ માલિની છંદ શતમુખ પ્રતિભાના ઓજપુંજે લસતા, કવિ શત અવધાની ભાવના બોધવંતા; દરશન સુપ્રભાવી ગૂંથી જેણે રસાળા, દિન ત્રણ મહીં વર્ષે સોળમે મોક્ષમાળા. પૂ.ડૉ.ભગવાનદાસભાઇ મહેતા. વસંતતિલકા છંદ શિક્ષા પ્રબોધક રચી શુભ મોક્ષમાળા, મુક્તિ સ્વયંવર તણી જ વિવાહમાળા; વૈરાગ્ય ગંગ નદી સંસ્કૃતિમાં વહાવા, નિત્યે પ્રશાંત રસમાં અવગાહી જાવા. પૂ.ઓમ્કારભાઇ અડિયલ છંદ પ્રતિશ્રોત મોક્ષમાર્ગ પ્રકાશે સાદરે, નિકટ ભવ્ય આત્માર્થે આદરે આદરે; ભાવનાબોધ સુબોધ મોક્ષમાળા શચી, કરવા આત્મત્વસિદ્ધિ આત્મસિદ્ધિ રચી. પૂ.રત્નરાજ સ્વામી. મંદાક્રાન્તા છંદ મંત્ર મંત્રો સ્મરણ કરતો, કાળ કાઢે હવે આ, જયાં ત્યાં જોવું, પર ભણી ભૂલી, બોલ ભૂલું પરાયા; . આત્મા માટે જીવન જીવવું, લક્ષ રાખી સદા એ, પામું સાચો જીવન પલટો, મોક્ષ-માર્ગી થવાને. પ્રજ્ઞાવબોધ પુષ્પ ૭૪, ૫.પૂ.બ્રહ્મચારીજી Page #74 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક ૮૪ વિ.સં.૧૯૪૬ ભાઇ, આટલું તારે અવશ્ય કરવા જેવું છે – ૧. દેહમાં વિચાર કરનાર બેઠો છે તે દેહથી ભિન્ન છે? તે સુખી છે કે દુઃખી ? એ સંભારી લે. ૨. દુ:ખ લાગશે જ, અને દુ:ખનાં કારણો પણ તને દૃષ્ટિગોચર થશે, તેમ છતાં કદાપિ ન થાય તો મારા ૦ કોઇ ભાગને વાંચી જા , એટલે સિદ્ધ થશે. તે ટાળવા માટે જે ઉપાય છે તે એટલો જ કે તેથી બાહ્યાભંતરરહિત થવું. ૩. રહિત થવાય છે, ઓર દશા અનુભવાય છે એ પ્રતિજ્ઞાપૂર્વક કહું છું. ૪. તે સાધન માટે સર્વસંગપરિત્યાગી થવાની આવશ્યકતા છે. નિગ્રંથ સદ્ગુરુનાં ચરણમાં જઇને પડવું યોગ્ય છે. જેવા ભાવથી પડાય તેવા ભાવથી સર્વકાળ રહેવા માટેની વિચારણા પ્રથમ કરી લે. જો તને પૂર્વકર્મ બળવાન લાગતાં હોય તો અત્યાગી, દેશયાગી રહીને પણ તે વસ્તુને વિસારીશ નહીં. પ્રથમ ગમે તેમ કરી તું તારું જીવન જાણ. જાણવું શા માટે કે ભવિષ્યસમાધિ થવા. અત્યારે અપ્રમાદી થવું. ૭. તે આયુષ્યનો માનસિક આત્મોપયોગ તો નિર્વેદમાં રાખ. જીવન બહુ ટૂંકું છે, ઉપાધિ બહુ છે, અને ત્યાગ થઇ શકે તેમ નથી તો, નીચેની વાત પુનઃ પુનઃ લક્ષમાં રાખ. જિજ્ઞાસા તે વસ્તુની રાખવી. સંસારને બંધન માનવું. પૂર્વ કર્મ નથી એમ ગણી પ્રત્યેક ધર્મ સેવ્યા જવો. તેમ છતાં પૂર્વ કર્મ નડે તો શોક કરવો નહીં. દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં પણ એથી અનંત ગણી ચિંતા આત્માની રાખ, કારણ અનંત ભવ એક ભવમાં ટાળવા છે. ન ચાલે તો પ્રતિશ્રોતી થા. જેમાંથી જેટલું થાય તેટલું કર. પારિણામિક વિચારવાળો થા. અનુત્તરવાસી થઇને વર્ત. છેવટનું સમયે સમયે ચૂકીશ નહીં. એ જ ભલામણ અને એ જ ધર્મ. ૬ ૬ ૬ in Education International Page #75 -------------------------------------------------------------------------- ________________ સ્મરણ મંત્ર "સહજાત્મ સ્વરૂપ પરમગુરુ II મેં આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે Education International ॥ પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ www.jainelibrar Page #76 -------------------------------------------------------------------------- ________________ Page #77 -------------------------------------------------------------------------- ________________ પ૭ અનંત કાળથી આત્મા જેમાં પરિભ્રમણ કરતો રહ્યો છે તેનો મુખ્ય આંક તે ૮૪. ૮૪ સિદ્ધ, ૮૪ યોગાસન, ૮૪ આગમ હતાં (હાલ ૩૨-૪૫ ગણાયછે), ૮૪ વિજ્ઞાન, ૮૪ ચૌટાં, ૮૪ જ્ઞાતિ, ૮૪ ગચ્છ, ૮૪ લાખ નરકાવાસ, ૮૪ લાખ નાગકુમારના આવાસ, મંદાર પર્વતની ઊંચાઈ ૮૪ હજાર યોજન, ભગવતીજી સૂત્રનાં ૮૪ હજાર પદ, શક્રેન્દ્રના ૮૪ હજાર સામાનિક દેવ, દેવર્ષિ નારદજી રચિત ૮૪ ભક્તિસૂત્ર, ૮૪ લાખ પૂર્વ વર્ષનાં ઋષભદેવ ભગવાન અને સીમંધર સ્વામી સહિત વીસ વિહરમાન તીર્થકર દેવનાં આયુષ્ય, ઋષભદેવ પ્રભુના ૮૪ ગણધર અને ૮૪ હજાર શ્રમણ, સર્વ વૈમાનિક દેવોનાં વિમાન ૮૪ લાખ, ૯૭ હજાર ને ૨૩, છેલ્લે જીવને ઊપજવાનાં સ્થાન પણ ૮૪ લાખ !!! ૮૪ લક્ષ જીવયોનિમાં, ૭ લાખ પૃથ્વીકાય, ૭ લાખ અપકાય, ૭ લાખ તેઉકાય, ૭ લાખ વાયુકાય, ૧૦ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ૧૪ લાખ સાધારણ વનસ્પતિકાય, ૨ લાખ બેઇન્દ્રિય, ૨ લાખ તેઇન્દ્રિય, ૨ લાખ ચઉરિન્દ્રિય, ૪ લાખ તિર્યંચ પંચેન્દ્રિય, ૪ લાખ નારકી, ૪ લાખ દેવ અને ૧૪ લાખ મનુષ્યની જીવયોનિનો સમાવેશ થાય છે. પ્રસ્તુત પત્રાંક ૮૪ પ્રમાણે, જો જીવ અનુસરે અને પરમકૃપાળુ દેવનાં અનુશાસનમાં રહે તો, ૮+૪ એટલે બારમા ગુણસ્થાનકના અંત સુધી પહોંચી જાય અને એટલે સંપૂર્ણપણે આઠ કર્મનો ક્ષય + અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ કરે. ટૂંકમાં, ચોરાશીનું ચક્કર ચૂર્ણચૂર્ણ થઇ જાય અને પરિભ્રમણના ભૂકા બોલી જાય, ભાંગી જાય. આવું કોને ન ગમે? ભાઇ, આટલું તારે અવશ્ય કરવા જેવું છે – ભાઇ લખતાં જ જાણે કૃપાળુ દેવે સમસ્ત વિશ્વનું વાત્સલ્ય વહાવી દીધું છે. વિનમ્રતા પણ કેટલી? આ ‘ભાઈ’ શબ્દનું સંબોધન સૌરાષ્ટ્ર સ્પેશ્યલ છે. પોતે પરમાત્મા પણ જાણે ભાઇ થઇને પરમાર્થની ભેટ બંધાવતા લાગે. મા એટલે જ પ્રકાશ, કિરણ , વીજળી, આભા, ચમક, કાન્તિ, સૌન્દર્ય, પ્રતિછાયા. છું એટલે જવું, આવવું, પહોંચવું, શીધ્ર અને વારંવાર જવું, ઉપસ્થિત થવું. અરે, સ્મરણ કરવું એમ પણ અર્થ થાય. સંબોધન વાચી અવ્યય તરીકે પણ આ જ ‘’ છે. આ પણ સૌરાષ્ટ્રમાં ખાસ વિશેષ વપરાય છે. ભાઇ કહેતાં, પ્રકાશ પ્રત્યે પહોંચનાર, આભા પ્રત્યે આવનાર, વીજળી પ્રત્યે જનાર, કિરણનું સ્મરણ કરનાર, ચમકને ચમકાવનાર, સૌંદર્યને બક્ષનાર, પ્રતિછાયા-પડછાયાને ઉપસ્થિત કરનાર, કાન્તિ કને ત્વરિત ગતિએ વારંવાર આવનાર તો આત્મા જ કે બીજું કંઇ ? તો, કૃપાળુ દેવે આપણને કરેલું ‘ભાઈ’ સંબોધન કેવું મીઠું, મઝાનું, વ્હાલું વાત્સલ્ય નીતરતું અને કારુણ્ય ઉભરતું વેદાય છે ? ‘આટલું તારે' એમ લઇએ તો, આ જેટલું લખ્યું છે તે તને તારી શકે છે. અને તારે-તમારે અવશ્ય કરવા જેવું છે એમ પણ અર્થ થાય. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૫૮ અવશ્ય એટલે ? અવ+વૈ ।જરૂર, ચોક્કસ, સર્વથા, શંકારહિત થઇને અને નિશ્ચય કરીને. તો બીજી રીતે વિચારતાં, ઞ + વશ પણે, સ્વતંત્ર રીતે, મુક્ત મને, મુક્ત થવા તારે આટલું કરવા જેવું છે. શ્રી કુંદકુંદાચાર્ય ભગવંત કૃત ‘નિયમસાર’ અને શ્રી વટ્ટકેરસ્વામી કૃત ‘મૂલાચાર’ શાસ્ત્રના આધારે કહું તો, પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠાં મનને વશ કે અધીન થયા સિવાય કરવું તે અવશપણે કર્યું કહેવાય જેના પરથી આવશ્યક શબ્દ યોજાયો હોય. ‘શ્રી નિયમસાર'માં ગાથા ૧૪૧-૧૪૨ અને ‘મૂલાચાર'માં ગાથા ૫૧૫ નો સંદર્ભછે. · નો શો અર્થ ? ૫૨મકૃપાળુ દેવનું ટપકું, મીંડું યે અર્થસભર જ હોય. વ્યાકરણ શાસ્ત્રમાં, (પૂર્ણ વિરામ . Full Stop) (અલ્પ વિરામ, Comma) (અર્ધવિરામ ; Semi Colon) (પ્રશ્નાર્થ ચિહ્ન ? interrogative sign) (આશ્ચર્યકારક ચિહ્ન ! exclamatory sign) (મહાવિરામ :) (વિગ્રહ કે લઘુરેખા - Small/ short line) (મહારેખા કે ગુરુરેખા — large/long line) કહેવાય છે તે રીતે, પત્રમાં ઉપર દર્શાવેલું : મહાવિરામ છે મહારેખા કે ગુરુરેખા છે. ગુરુ રાજે દોરેલી, દર્શાવેલી રેખા મોક્ષમયી, મંગળદાયી, કલ્યાણકારી અને શુભફળી જ હોય એમાં નવાઇ શી ? આ તો રાજ પ્રભુએ દોરેલી લક્ષ્મણરેખા છે. લક્ષ ત્યાં કરવાનો છે, મન ત્યાં રાખવાનું છે. આ લક્ષ્મણ રેખા – મર્યાદામાં ન રહ્યા તો આપણું અપહરણ આપણે જ કરીશું એટલે કે મોક્ષથી દૂર થઇ જઇશું. તેમ ન થવા દેવા માટે, અને - માટલું જેમ અવશ્યનું છે આટલું આપણે અવશ્ય કરવા જેવું છે. આટલું કરતાં આપણને અટળ અનુભવસ્વરૂપ મોક્ષ સમજાય અને ટળી જાય અનંતકાલીન ભવભ્રમણ. બસ, આટલું થતાં સંસારના રાહમાંથી મોક્ષનો વાટ પકડાઇ જાય. દેહમાં વિચાર કરનાર બેઠો છે તે દેહથી ભિન્ન છે ? તે સુખી છે કે દુઃખી ? એ સંભારી લે. વિદ્ ધાતુ - ક્રિયાપદ પરથી દેહ શબ્દ બન્યો. વેષ્ઠિ પ્રતિનિમ્ । એટલે કે, દ૨૨ોજ લીંપણ કરીએ છીએ, ધોળ કરીએ છીએ, વૃદ્ધિ પામતો જાય છે તે દેહ. ૧. પાણીનું તેમ અને કોઇપણ વિષય વિષે વિચાર કરવાની શરૂઆત કરીએ ત્યારે સૌથી પ્રથમ તેનાં અસ્તિત્વની વાત આવે, પછી તેનાં સ્વરૂપની. આત્માનું અસ્તિત્વ છે એમ તો ચાર્વાક દર્શન કે નાસ્તિક દર્શન કે લોકાયત દર્શન કે બાર્હસ્પત્ય દર્શન કે અનાત્મવાદી પણ સ્વીકારે છે. તેમની માન્યતાનો સાર મને તો એમ સમજાય છે કે, જગતમાં એક કે અનેક જે કોઇ મૂળભૂત તત્ત્વ છે તેમાં આત્મા કોઇ સ્વતંત્ર તત્ત્વ નથી, મૌલિક તત્ત્વ નથી. જ્યાં સુધી મનુષ્યમાં વિચાર શક્તિનો સમુચિત વિકાસ થતો નથી ત્યાં સુધી તે બાહ્યદષ્ટિ જ બની રહે છે, તેની દષ્ટિ બાહ્ય વિષયો સુધી જ સીમિત રહે છે. અને એટલે જ બાહ્ય ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય તત્ત્વોને જ મૌલિક કે સ્વતંત્ર તત્ત્વ માની બેસે છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ : આ ચાર ભૂતોનાં સંઘટનને શરીર, ઇન્દ્રિયાદિ વિષયોનું નામ આપેછે. આ ચાર ભૂતોના સંઘાતથી જ ચૈતન્યની ઉત્પત્તિ થાયછે. ચૈતન્યયુક્ત શરીર એ જ આત્માછે. મરણ એ જ મોક્ષ છે. આ ચાર્વાક દર્શનનો સાર, જેને દેહાત્મવાદી કે ભૂતાત્મવાદી પણ કહેવાય છે. જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય; એવો અનુભવ કોઇને, ક્યારે કદી ન થાય. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૬૫ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૯ ઉપનિષદોમાં, દેહમાં વિચાર કરનારની વિચારણા શરૂ થઇ અને અસત્, સત્, આકાશ જેવાં તત્ત્વોની માન્યતાથી માંડીને દૃષ્ટિ આત્માભિમુખ થતાં થતાં પ્રાણ આત્મા (શ્રી આચારાંગ સૂત્રમાં જીવ માટે વપરાતા ભૂત, પ્રાણ શબ્દ પણ સૂચક છે), મનોમય આત્મા, પ્રજ્ઞાન આત્મા, આનંદ આત્મા અને છેવટે ચિદાત્મા - ચેતન આત્મા - બ્રહ્મપુરુષ સુધી પહોંચી. કઠોપનિષદ્ અધ્યાય ૧, વલ્લી ૨, શ્લોક ૩જો સ્વીકારે જ છે કે, આત્માનં રથિનું વિદ્ધિ શરીર થમેવ તુ । શરીર રથ છે, આત્મા રથી છે, તેને તું ઓળખ. છાગલેય ઉપનિષદ્દ્ના અંતમાં પણ, यथैतत् कूबरस्तक्ष्णापोज्झितो नेङ्गते मनाक् । परित्यक्तोऽयमात्मना तद्वद्देहे વિરાયતે। यदस्य અર્થાત્, રથમાં તેને હાંકનાર સારથિની જેમ આ દેહમાં તેનો પ્રેરક આત્મા પ્રકાશે છે. જેમ પ્રેરક સારથિ દ્વારા તજી દેવાયેલો રથ ચાલી શકતો નથી, તેવી જ રીતે જ્ઞાનસ્વરૂપ આત્મા દ્વારા છોડી દેવાતાં શરીરમાં કોઇ ચેષ્ટા-ક્રિયા-ગતિ રહેતી નથી. प्रधयश्चक्रा युगमक्षै वरत्रिका । प्रतोदश्चर्मकील । કેનોપનિષદ્રના ખંડ ૧, શ્લોક ૬માં, यच्चक्षुषा न पश्यति येन चक्षूंषि पश्यति । तदेव ब्रह्म त्वं विद्धि नेदं यदिदमुपासते ॥ સારાંશ કે, આંખ જુએ છે તે નહીં પણ જેના વડે આંખ જોઇ શકે છે તે બ્રહ્મ છે. તેવી જ રીતે, મન જેને મનન કરે છે તે નહીં પણ મન જેના વડે તેમ કરી શકે છે તે બ્રહ્મ છે. આમ કેનોપનિષદે આત્માને ઇન્દ્રિય અને મનથી ભિન્ન જણાવ્યો. બૃહદારણ્યક ઉપનિષમાં, આત્મા સ્વયંપ્રકાશક માન્યો. દષ્ટા, શ્રોતા, મન્તા, વિજ્ઞાતા આત્મા છે એમ જણાવ્યું. યાજ્ઞવલ્ક્ય અને જનક રાજા તથા યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયી વચ્ચેના સંવાદ સુપ્રસિદ્ધ છે. અલબત્ત, પત્રાંક ૭૧૫માં ‘મૂળ મારગ સાંભળો જિનનો રે' પદમાં કૃપાળુ દેવે આપણને ગોખાવેલું ને ગવરાવેલું ‘છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ’' પદ અને પત્રાંક ૭૧૮ રૂપે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથા ૧૨૭માં, “ષટ્ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ’'નું પ્રવચન ખરેખર પ્ર-વચન જ છે. આ તો કૃપાળુદેવે આપણને આ પત્રમાં પૂછ્યું કે, દેહમાં વિચાર કરનાર બેઠો છે તે દેહથી ભિન્ન છે ? માટે વિચારણા કરવાનો યથાશક્તિ પ્રયત્ન કર્યો છે. દેહ, ઇન્દ્રિય, મન વગેરેથી એનો વિચાર ક૨ના૨ ભિન્ન જ છે એમ કબૂલ કરીએ છીએ, શિરોમાન્ય ગણીને સેવીએ છીએ. કૃપાળુદેવ જિજ્ઞાસા જગવે છે અને વિચા૨ ક૨ના૨ બેઠો છે તેમ લખે છે પણ ‘આત્મા’ શબ્દ લખતા નથી, આપણી પાસેથી કઢાવે છે. વળી દેહ શબ્દ યોજયો છે, શ૨ી૨ નહીં, શા માટે ? અથર્વવેદ અનુસાર, આત્મન્ શબ્દનો અર્થ શરીર હતો અને જે આત્મા શરીરને ધારણ કરે તેને આત્મન્વી કહેવામાં આવતો. પાછળથી આત્મન્વીના બદલે શારીરિક શબ્દ પ્રચલિત થયો. એથી આત્મા સંબંધી વિવેચન કરનાર બ્રહ્મસૂત્રો અથવા વેદાંતદર્શનને શારીરિક-મીમાંસા દર્શન પણ કહેવાય છે. દેહ કે શરીર તથા આત્મા - બન્નેનાં લક્ષણ જુદાં છે, એક કેમ મનાય ? Page #80 -------------------------------------------------------------------------- ________________ FO પરમોપકારી પ.પૂ.પ્રભુશ્રીજીના શબ્દોમાં, મનમાં સંકલ્પ-વિકલ્પ આવ્યા કરે છે તે કોને આવે છે? તો કહે, મને. એમ જે કહે છે તે “હું” સંકલ્પ-વિકલ્પથી કેવળ ન્યારો છું; હું અને તે એક નથી. આકાશ અને ભૂમિને વિષે જેટલું અંતર છે તેટલું જ તેને અને મારે અંતર છે. મન-ચિત્ત-વિષય-કષાય - એ સર્વ જડ છે. તેમાં હું અને મારાપણાની માન્યતા હતી તે જ મિથ્યાત્વ કે અજ્ઞાન. હું તે બધાને જાણનાર તેથી જુદો એવો આત્મા છું. હું તે મનથી, સંકલ્પથી, વિકલ્પથી, કષાયથી, દેહથી, સ્ત્રીથી, પુરુષથી, પુત્રથી, ધનથી, ધાન્ય વગેરે સર્વથી કેવળ જુદો છું. (તા.૩-૧૧-૧૯૩૫, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, શ્રી અગાસ તીર્થમાં) ભિન્ન કહેતાં જ - વિભાજિત...પૃથ...અલગ...ઇતર...અન્ય...જુદો. હવેનો પ્રશ્ન છે, તે સુખી છે કે દુઃખી? એ સંભારી લે. સુખનો સીધો સાદો અર્થ કરીએ તો, મનની એવી કોઇ પ્રિય અને ઉત્તમ અનુભૂતિ જેમાં અનુભવકર્તાને વિશેષ સમાધાન અને સંતોષ હોય છે તથા તે બરાબર બની રહે તેવી અભિલાષા હોય છે. સંસ્કૃત સાહિત્યના કવિકુલગુરુ કાલિદાસ કહે છે કે, अर्थागमो नित्यमरोगिता च, प्रिया च भार्या प्रियवादिनी च । वशस्य पुत्रो अर्थकारी च विद्या, षड जीव लोकस्य सुखानि रायन् ॥ અર્થાત્ ધનપ્રાપ્તિ, આરોગ્ય, પ્રેમિકા, મધુર ભાષિણી પત્ની, આજ્ઞાંકિત પુત્ર અને અર્થલક્ષ્મી મળે તેવી વિદ્યા - આ છમાં જીવને સુખ લાગે છે. ગુજરાતી ભાષાની સુપ્રસિદ્ધ કહેવત તો આપને યાદ જ હોય પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે ભંડાર ભર્યા, ત્રીજું સુખ તે સુલક્ષણી નાર, ચોથું સુખ તે પરિવાર, શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી ‘સ્નેહમુદ્રા'માં લખી ગયા. સુ એટલે સરસ, સુશોભિત અને ખે એટલે આકાશ. ખગ એટલે પક્ષી. ખુલ્લા આકાશમાં મુક્ત વિહાર કરનાર ખગ-પક્ષી સુખનું દ્યોતક છે. સ્વતંત્ર વિચાર કરી શકો, સ્વતંત્ર આચાર કરી શકો, સ્વતંત્ર વિહાર કરી શકો, સ્વતંત્ર આહાર કરી શકો, તેમાં ઘણું ખરું સુખ સમાઇ જાય છે. બંગાળીમાં સુખ અને દુઃખ વચ્ચેનો એક શબ્દ છે, ઓશુખ. સૌરાષ્ટ્રમાં અ-સુખ બોલાય છે તે જ. બિમારી, અસ્વસ્થતા કે નાદુરસ્ત તબિયત વખતે વપરાય છે. કૃપાળુદેવે તો ૧૭મા વર્ષ પહેલાં, કેટલુંક તો teenage માં આવ્યા પૂર્વે તીન કાળ અબાધિત તથ્ય આપી દીધું કે, મમત્વ એ જ બંધ. બંધ એ જ દુઃખ. દુઃખ સુખથી ઉપરાંઠા થવું. આ પત્રાંક ૫ ની પહેલાં એમ પણ લખી જ દીધું કે, સાહ્યબી-માન-ખમા ખમા-જુવાનીનું જોર-એશ-દોલત-દક્ષ દાસ હોય પણ સત્ ધર્મ વિના એ સુખની કિંમત માત્ર બે બદામની જ છે. તે જમાનામાં ૧ રૂપિયાના ૧૦૦ દોકડા, ૧ દોકડાની ૧૬ બદામ હતી. ‘ભાવનાબોધ'માં જણાવ્યું કે, પ્રાણી માત્રને, જંતુ માત્રને, માનવ માત્રને, દેવદાનવ સર્વને સુખ અને આનંદપ્રાપ્તિની ઇચ્છા છે. સંસારમાં અનેક પ્રકારે સુખનો આરોપ કરે છે. એ આરોપને અનારોપ કરવાવાળાં વિરલાં માનવીઓ વિવેકના પ્રકાશ વડે અદ્ભુત પણ અન્ય વિષય પ્રાપ્ત કરવા કહેતાં આવ્યા છે. જે સુખ ભયવાળા છે તે સુખ નથી પણ દુઃખ છે. જે વસ્તુ પ્રાપ્ત કરવામાં મહા તાપ છે, જે વસ્તુ ભોગવવામાં એથી પણ વિશેષ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬ ૧ તાપ રહ્યા કરે છે, તેમજ પરિણામે મહાતાપ, અનંત શોક અને અનંત ભય છે; તે વસ્તુનું સુખ તે માત્ર નામનું સુખ છે; વા નથી જ. ‘બહુ પુણ્ય કેરા પુંજથી’ પદમાં પણ ઉદ્ઘોષણા કરી છે કે, પર વસ્તુમાં નહિ મૂંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે, પશ્ચાત્ દુઃખ તે સુખ નહીં. જેમાં સુખ માનીએ તેમાં જ થોડી વાર પછી દુઃખ લાગે તે સુખ શી રીતે હોય? “જિસ સુખ અંદર દુઃખ બસે, સો સુખ ભી દુઃખ રૂપ.” (બૃહદ્ આલોચના) શ્રી દોલતરામજી કૃત ‘છ ઢાળા’ની ૫મી ઢાળમાં, चहुँगति दुःख जीव भरै हैं, परिवर्तन पंच करै हैं । सब विधि संसार असारा, यामें सुख नाहिं लगारा ॥ અર્થાત, ચાર ગતિ અને પાંચ પરાવર્તન - પરિવર્તન કરતા જીવોથી યુક્ત આ સંસાર અસાર છે જેમાં લગાર સુખ નથી. જગતમાં ચારે તરફ જાણે મશીનોમાંથી સુખ ફેંકાઇ રહ્યું છે, ફૂંકાઇ રહ્યું છે, ફેલાઇ રહ્યું છે, છંટાઇ રહ્યું છે, પણ શું એ સુખ છે ? હરગિઝ નહિ, જીવે એમાં સુખની માન્યતા કરી છે, સુખનું આરોપણattribution કર્યું છે. સુખ અંતરમાં છે. અંતરનું સુખ અંતરની સ્થિતિમાં છે. (પત્રાંક ૧૦૮) | દુઃખિયાં મનુષ્યોનું પ્રદર્શન કરવામાં આવ્યું હોય તો ખચીત તેના શિરોભાગમાં હું આવી શકું. આ મારા વચનો વાંચીને કોઇ વિચારમાં પડી જઇ, ભિન્ન ભિન્ન કલ્પનાઓ કરશે અને કાં તો ભ્રમ ગણી વાળશે, પણ તેનું સમાધાન અહીં જ ટપકાવી દઉં છું. તમે જરૂર માનજો, કે હું વિના-દિવાનાપણે આ કલમ ચલાવું છું. જિજ્ઞાસા નથી છતાં પૂર્વકર્મ કાં ઘેરે છે? અંતરંગ ચર્ચા પણ કોઇ સ્થળે ખોલી શકાતી નથી. એવાં પાત્રોની દુર્લભતા થઇ પડી એ જ મહાદુઃખમતા કહો. (પત્રાંક ૮૨) અહો ! કૃપાળુ પ્રભુને કેવો ઉપાધિયોગ હતો અને છતાં કેવો સમાધિયોગ રહ્યો છે ! છ ઢાળા'માંની ૩જી ઢાળ શ્રી દોલતરામજીના શબ્દોમાં, સાતમો હિત હૈ સુરવું, સો સુરવ સન્નતા વિન હોય ! એટલે કે, આકુળતા વિનાનું, નિરાકુળ સુખ આત્માનું છે. આપણે અનુકૂળતાને આત્માનું સુખ માન્યું છે ! જો કે, કુંતી માતાએ શ્રીકૃષ્ણજી પાસે દુ:ખની માગણી કરી હતી, જેથી વૈરાગ્ય આવે, વધે અને ભગવદ્ ભક્તિ વધુ ગમે. દુઃખ પચાવે તે શક્તિમાન અને સુખ પચાવે તે પુણ્યવાન. સંભારી લે. યાદ કરી લે. એનો (આત્માનો) આશ્રય કરી લે. એને સમ્યફ પ્રકારે ધારણ કરી લે. એનું પાલન-પોષણ કરી લે. એને એના અનંત ગુણોથી રૂડી રીતે, ભલી ભાંતિ ભરી દે, પૂર્ણ કરી દે. ૨. દુઃખ લાગશે જ, અને દુઃખનાં કારણો પણ તને દૃષ્ટિગોચર થશે, તેમ છતાં કદાપિ ન થાય તો મારા કોઈ ભાગને વાંચી જા, એટલે સિદ્ધ થશે. તે ટાળવા માટે જે ઉપાય છે તે એટલો જ કે તેથી બાહ્યાભ્યતરરહિત થવું. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૬૨ જીવ માત્રને સુખ પ્રિય છે તેથી તેનો ઉદ્યમ કરે છે. પરંતુ ‘ભાવનાબોધ'માં કહ્યું છે તેમ વિવેકબુદ્ધિના ઉદય વિના તેમાં વિભ્રમ પામે છે. પત્રાંક ૧૦૭ લોક પુરુષ સંસ્થાને કહ્યો’ પદમાં પણ કેવો ઉહાપોહ જગવે છે? શું કરવાથી પોતે સુખી? શું કરવાથી પોતે દુઃખી? પોતે શું? ક્યાંથી છે આપ? એનો માગો શીઘ્ર જવાપ. પોતે સુખી છે તો શું કરવાથી થયો? પોતે સુખી નથી તો હવે શું કરવાથી થાય ? પોતે દુઃખી છે તો શા માટે છે? હું કોણ? વગેરેનો જલ્દી જલ્દી જવાબ માગો, મેળવો. બહુ પુણ્ય કેરા પદમાં, સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહી? સહજ, સ્વભાવજન્ય, સ્વાભાવિક, અનાયાસ સુખમાં રાચવાના બદલે જીવ વિભાવ પરિણતિને ભજે છે, વિભાવ પર્યાયમાં ઐક્ય અનુભવે છે તેથી દુઃખી છે, સુખી નથી. ૦ ભાગને વાંચી જા, એટલે? શૂન્ય એટલે મીંડું, cipher, zero, naught. શૂન્ય એટલે તટસ્થ, નિરપેક્ષ, નિર્વિકલ્પ. અનંતનું ગણિત તે પૂર્ણનું ગણિત છે, અર્વાચીન ભાષામાં તે શૂન્યનું ગણિત છે. આમાં વિભાજક, વિભાજય, વિભાજન ફલ અને શેષ - આ બધું જ અનંત અથવા પૂર્ણ છે. આ જ તેની વિલક્ષણતા છે. આ જ નિરપેક્ષ બ્રહ્મ છે. पूर्णमदः पूर्णमिदं, पूर्णात् पूर्णमुदच्यते । पूर्णस्य पूर्णमादाय, पूर्णमेवावशिष्यते ॥ બૃહદારણ્યક ઉપનિષદ્ અધ્યાય ૫ : બ્રાહ્મણ ૧. તે બ્રહ્મ પોતાનાં અમૃત રૂપમાં પૂર્ણ છે અને તેનાથી રચાયેલું આ વિશ્વ પણ પૂર્ણ છે અથવા અનંત છે. પૂર્ણમાંથી પૂર્ણ બહાર આવવા છતાં પણ પૂર્ણ જ શેષ રહે છે. સંપૂર્ણ અને સર્વશૂન્ય એ બન્ને એક જ સ્થિતિનાં જુદાં જુદાં નામ છે. આ શૂન્ય અવસ્થાને સર્વ રીતે વૃત્તિવિહીન અવસ્થા ગણી શકાય. તે નિર્મળ બોધિચિત્ત છે. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઇતી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઇતું. (પત્રાંક ૧૨૮) કૃપાળુદેવની કોઈ પણ અવસ્થા, કોઈ પણ તબક્કા, કોઇ પણ પત્ર, કોઇ પણ પદને, કોઇ પણ રીતે વિચારતાં આપણને દુ:ખ, દુઃખનાં કારણ મળે તેમ છે. “સમુચ્ચયવયચર્યા'માં સ્વયં પ્રકાશે છે કે, બાવીસ વર્ષની અલ્પ વયમાં મેં અનેક રંગ આત્મા સંબંધમાં, મન સંબંધમાં, વચન સંબંધમાં, તન સંબંધમાં અને ધન સંબંધમાં દીઠા છે. નાના પ્રકારની સૃષ્ટિ રચના, નાના પ્રકારનાં સંસારી મોજાં, અનંત દુઃખનું મૂળ, એ બધાંનો અનેક પ્રકારે મને અનુભવ થયો છે. (પત્રાંક ૮૯). | દુ:ખના કારણમાં મોહ અને અજ્ઞાન છે, મિથ્યાત્વનું બળ છે જે અનંત કાળ સુધી રઝળાવે છે, રખડાવે છે. બાહ્ય રીતે અને આંતરિક રીતે, તેના વિનાનું થવાનું છે, તે ઉપાય છે. ઉપાય (૩૫+ ૫) એટલે Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૩. સાધન, યુક્તિ, તદબીર, પ્રયત્ન. મિથ્યાત્વની વાંસ જેવી દુર્ભેદ્ય ગાંઠ તોડવાની છે. એક ગ્રંથિ-prejudice કે ગાંઠ વાળવામાં કલ્યાણ નથી. તો આ તો મિથ્યાત્વની ગ્રંથિની વાત છે. શ્રી ભગવદ્ ગીતામાં કહ્યું છે, ફૅશ્વરસર્વપૂતાનાં હૃહેશેડનું તિકૃતિ ! હે અર્જુન ! ઇશ્વર સર્વભૂતોના હૃદયમાં રહેલો છે. હૃદય એટલે લોહીનું સંચાલન કરનાર ખાસ અવયવ નહીં પણ વ્યક્તિના અવ્યક્ત કેન્દ્રની વાત છે. તેમાં સર્વ દિવ્ય અને પાર્થિવ શક્તિઓનો સમુહ રહે છે. તેને “હૃદયગ્રંથિ’ કહી છે. તમામ મનોભાવો અને સંકલ્પોનું અધિષ્ઠાન પણ તે જ છે. આ ગ્રંથિભેદ એ જ અંતર્ભેદની વાત છે. એમ થતાં આત્મામાં પાતાળ પાણી - અમૃત સરવાણી ફૂટે જ ફૂટે. ૩. રહિત થવાય છે, ઓર દશા અનુભવાય છે એ પ્રતિજ્ઞાપૂર્વક કહું છું. રાગ, દ્વેષ, અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી તે જ મોક્ષનો પંથ. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૧૦૦ રાગ, દ્વેષ અને અજ્ઞાનથી રહિત થતાં મુક્ત દશા અનુભવાય એ તો સ્પષ્ટ વાત છે. પત્રાંક ૮૨માં, ......થોડો વખત ગયા પછી એમાંથી ઓર જ થયું. જે થવાનું મેં કહ્યું નહોતું, તેમ તે માટે મારા વાલમાં હોય એવું કંઇ મારું પ્રયત્ન પણ નહોતું, છતાં અચાનક ફેરફાર થયો, કોઇ ઓર અનુભવ થયો, અને જે અનુભવ પ્રાયે શાસ્ત્રમાં લેખિત ન હોય, જડવાદીઓની કલ્પનામાં પણ નથી, તેવો હતો. તે ક્રમે કરીને વધ્યો; વધીને અત્યારે એક ‘તું િતુહિ'નો જાપ કરે છે. ઓર દશામાં “ઓર' એટલે? ૩=જ્ઞાન, ૩૫રથી ગો થયું. ઓર =જ્ઞાન સ્વરૂપ, વિષ્ણુ સ્વરૂપ, બ્રહ્મ સ્વરૂપ. મોર નું ટૂંકું રૂપ નો થાય. આમ, ઓર અને ઓમ્ શબ્દને પણ સંબંધ થાય. ઓહ પુકાર, દયા, કરુણા, યાદ કરવા માટે વપરાતો એક અવ્યય પણ ખરો. સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે; શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. બાકી તો કંઇ કહ્યું જાય તેમ નથી. અને આમ કર્યા વિના તારો કોઇ કાળે છૂટકો થનાર નથી. (પત્રાંક ૭૬) વળી પ્રતિજ્ઞાપૂર્વક કહે છે. પ્રતિજ્ઞા સ્વીકાર, એકરાર કરીને કહે છે. દશાની ઘોષણા કરી છે. વચનબદ્ધ થયાછે, “પ્રાણ જાય અરુ બચન ન જાય” બીજા શ્રીરામ છે. આ એક પ્રકારના “વફા' પણ છે અને ‘ઢાવા' પણ છે. ફરીથી તેમના જ શબ્દોમાં, બાહ્ય તેમ અત્યંતરે, ગ્રંથ ગ્રંથિ નહિ હોય; પરમ પુરુષ તેને કહો, સરળ દૃષ્ટિથી જોય. ૫ (પત્રાંક ૭૯) ૪. તે સાધન માટે સર્વસંગ પરિત્યાગી થવાની આવશ્યકતા છે. નિગ્રંથ સદ્ગુરુના ચરણમાં જઇને પડવું યોગ્ય છે. તે સાધન એટલે તે દશા સિદ્ધ કરવા માટે, તેની સાધના-ઉપાસના-ઉપાય માટે ત્યાગી Page #84 -------------------------------------------------------------------------- ________________ ૬૪ થવાની આવશ્યકતા કહી છે. પત્રાંક ૩૩૪માં, “સર્વસંગ’ શબ્દનો લક્ષ્યાર્થ એવો છે કે અખંડપણે આત્મધ્યાન કે બોધ મુખ્યપણે ન રખાવી શકે એવો સંગ. એવા સંગનો ત્યાગતે સર્વસંગપરિત્યાગ. કૃપાળુદેવને ઉપાધિપ્રસંગ અને ઉદાસીનતા વચ્ચે જાણે દોડ લાગી અને અતિઉદાસીનતા જીતી જતાં, તેમનાં અત્યંત ઉદાસ પરિણામ થઇ જતાં ચિત્ત ક્યાંય ક્ષણવાર પણ ટકતું નથી. અપ્રતિબદ્ધપણે, પ્રતિબંધ રહિતતાથી, તદ્દન અસંગતતામાં રહેવા માટે સર્વસંગપરિત્યાગ જરૂરી માન્યો છે. તે માટે નિગ્રંથ સદ્ગુરુ એટલે ગ્રંથિ રહિત ગુરુ, મિથ્યાત્વની ગાંઠ નથી તેવા સતને પ્રાપ્ત ગુરુ, બાહ્ય ગ્રંથિ પણ છૂટી ગઇ છે તેવા ગુરુ. પત્રાંક ૪૪૮ પ્રમાણે, માહણ-શ્રમણ-ભિક્ષુ અને નિર્ગથ એ ચારની અનુક્રમે વિશેષથી વિશેષ વીતરાગ અવસ્થા છે. નિગ્રંથની ઘણી દશાઓમાં એક શબ્દ આત્મવાદ પ્રાપ્ત હતો. જિનાગમમાં પુલાક, બકુશ, કુશીલ, પ્રતિસેવન અને સ્નાતક એમ નિગ્રંથના પ્રકાર દર્શાવ્યા છે. ઘણા કાળ સુધી નિગ્રંથ શબ્દ જ વધુ વપરાયો છે. સર્વજ્ઞનો ધર્મ, વીતરાગનો ધર્મ, આત્માનો ધર્મ, જિન પ્રરૂપિત ધર્મ એટલે કે જૈન ધર્મ જેવા શબ્દપ્રયોગ પાછળથી પ્રયોજાતા લાગે છે. જુઓને, પરમ કૃપાળુદેવે પણ નિગ્રંથ શબ્દ સવિશેષ લખ્યો છે. ટૂંકમાં, તેમણે આત્મા પ્રાપ્ત કર્યો, દશા કરીને પ્રગટ કરી (ઓર દશા), પોતે સદેહે વિદ્યમાન પ્રત્યક્ષ સત્પષ છે, માટે આપણને નિગ્રંથ સદ્ગુરુના ચરણમાં જઇને પડવાનું લખ્યું છે તે આજે પણ તેમને જ પ્રત્યક્ષ માનવા યોગ્ય છે. આત્મત્વ પ્રાપ્ત પુરુષનાં જ ચરણકમળ સેવવા યોગ્ય છે. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યફપ્રતીતિ આવ્યા વિના સત્ સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આધ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. (પત્રાંક ૧૯૪) ૫. જેવા ભાવથી પડાય તેવા ભાવથી સર્વકાળ રહેવા માટેની વિચારણા પ્રથમ કરી લે. જો તને પૂર્વકર્મ બળવાન લાગતાં હોય તો અત્યાગી, દેશયાગી રહીને પણ તે વસ્તુને વિસારીશ નહીં. - એક સ્પષ્ટતા કહ્યું કે, “તત્ત્વજ્ઞાન'ની અમુક જૂની આવૃત્તિમાં કદાચ ‘પડાયના બદલે ચઢાય' છપાયું છે. પણ પરમ કૃપાળુદેવના હસ્તાક્ષરમાં ‘પડાય છે, તે જ માન્ય કરવા યોગ્ય છે. સદ્દગુરુ મળ્યા ને શિરોમાન્ય કર્યા, તેમનાં ચરણમાં મસ્તક મૂક્યું તો જે ઉત્કૃષ્ટ ભાવથી મૂક્યું હોય તેવા જ ભાવ છેક મરણ સુધી ટકી રહે તેનો વિચાર પહેલાં કરી લેવો. ૫.પૂ.બ્રહ્મચારીજી સમજાવે છે તેમ, હાથીના દાંત બે ફૂટે છે તે નીકળ્યા તે નીકળ્યા. પછી પાછા પેસે નહીં. તેમ સદ્દગુરુયોગે જીવે લીધેલો અલ્પ ત્યાગ પ્રાણત્યાગ જેવા પ્રસંગે પણ ચૂકવો નહીં. આજના જીવોની મનોદશા તથા વર્તના કાચબાની ડોકની પેઠે બહાર નીકળે છે અને અંદર પેસી જાય તેવી અસ્થિર છે, તેમ નહીં કરવા માટેની વિચારણા પ્રથમ કરી પછી સદ્દગુરુના ચરણમાં જઇને પડવું. પોતાની શક્તિ-સંયોગ પ્રમાણે ભાવ કરવા, વિચાર કરવા અને પછી દઢ નિશ્ચયમાં ટકી રહેવું. માઉન્ટ આબુ - શ્રી આબુજી તીર્થની વાત છે. ૪થી જૂન, ૧૯૪૯નો દિવસ. ૫.પૂ.બ્રહ્મચારીજીએ પ્રસ્તુત પત્રનાં આ વચનને સમજાવતાં કહ્યું કે, ભવિષ્યમાં દોષ ન આવે તેવા ભાવે સદાય રહેવાય તેવી વિચારણા પહેલી કરવી. જ્ઞાનીનું ખોટું - ખરાબ ન દેખાય તેમ કરવું. માનો કે, આપણાં પૂર્વોપાર્જિત કર્મ બળિયાં છે અને ગમે તેટલી તીવ્ર ભાવના હોવા છતાં Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૫ કેટલાક પ્રતિબંધવશાત્ ત્યાગ-દીક્ષા-સંયમ-ચારિત્ર્ય કે સર્વસંગ પરિત્યાગ લઇ શકતા નથી તો અંશે ત્યાગ કરીને કે બિલકુલ ત્યાગ કર્યા વિના પણ તે વસ્તુ (આત્મા) અને તેનું શરણ પકડાવનાર સદ્ગુરુને શરણે જવાનું ભૂલીશ નહીં, વિસારે પાડીશ નહીં, વિસરી જઇશ નહીં. જ્ઞાનીનું શરણ તે જ્ઞાનીનું શરણ, લેતાં જ રણથી ઝરણ ફૂટે. અને અજ્ઞાનીનું શરણ તે અજ્ઞાનીનું શરણ, અનંત ભવનું કારણ. એટલે એમ ત્યાગ કરી દીધે મોહ જતો રહેતો નથી, મોહ છેતરાતો નથી. શિખરિણી હવે તો હે! સ્વામી, તવ ચરણની ભેટ થઇ તો, સુણાવો, સદ્ગોધો, ભવ તરણ શ્રદ્ધા પ્રગટજો; છૂટું, છૂટું ક્યારે ?' સ્વગત ભણકારા જગવજો , વિસારું શા સારુ? સમરણ તમારું સતત હો ! | ‘પ્રજ્ઞાવબોધ' પુષ્પ ૧ : કડી ૧૧ : ૫.પૂ.બ્રહ્મચારીજી ૬. પ્રથમ ગમે તેમ કરી તું તારું જીવન જાણ. જાણવું શા માટે કે ભવિષ્ય સમાધિ થવા. અત્યારે અપ્રમાદી થવું. જેને પોતાનું જીવન સુધારવું છે, સાર્થક કરવું છે, ઘડવું છે તેને માટે સુંદર શીખ, સલાહ કે શિખામણ છે. “આમ કરું, તેમ કરું, આવો બની જઉં, સાધુ-સાધ્વી થઇ જઉં, બધું છોડી દઉં” તેમ નહીં. કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે. (પત્રાંક ૪૬૬:૬) | ભવિષ્ય એટલે બન્ને રીતે. વર્તમાન ભવનો હવે પછીનો કાળ તે ય ભવિષ્ય છે અને આ ભવે આયુષ્ય પૂરું થતાં ભવાંતર થાય, બીજે જન્મ-જીવન-મરણ થાય તે પણ ભવિષ્ય છે. તેમાં સમાધિ થવા જીવન જાણવું જોઇએ. સમાધિ એટલે? કૃપાળુદેવે સરસ, સંક્ષિપ્ત અને સચોટ વ્યાખ્યા કરી કે, આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થકર સમાધિ કહે છે. (પત્રાંક પ૬૮). દોહરા જન્મ-મરણ વચ્ચે જીવન, લાંબું ટૂંકું જાણ; સ્વ સ્વરૂપ સ્થિતિ કરે, તે જીવ્યું પરમાણ. પ.પૂ.બ્રહ્મચારીજી આવી સ્વસ્થતા, સમાધિભાવ વિના સમ્યક્દર્શન નથી અને સમક્તિ વિના મોક્ષ નથી. પરંતુ, મૂળ કારણ તો પુરુષ જ છે. જિનાગમોમાં ચાર મૂળ સૂત્ર, તે શ્રી દશવૈકાલિકજી, શ્રી ઉત્તરાધ્યયનજી, શ્રી નંદીસૂત્ર અને શ્રી અનુયોગદ્વાર. શ્રી મહાવીર પ્રભુની અંતિમ દેશના તે શ્રી ઉત્તરાધ્યયનજી સૂત્ર. તેનાં ૩૬ અધ્યયન. તેના ૧૦મા ધ્રુમપત્રક અધ્યયનની ૩૭ ગાથામાંથી છત્રીસે છત્રીસ ગાથાનાં ચોથા ચરણે શ્રી મહાવીર સ્વામીનો શ્રી ગૌતમ પ્રભુનાં સંબોધન થકી આપણને મુમુક્ષુઓને પણ સબોધ છે કે, સમયે કાયમ મા પમાયણ I હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ કરીશ નહીં. આંખના એક પલકારામાં તો અસંખ્ય સમય વહ્યા જાય છે. કેવું છે સર્વજ્ઞ પ્રભુનું સૂક્ષ્મ જ્ઞાન અને બોધ? પ્રમાદ વિષે તો “મોક્ષમાળા'માં આખો ૫૦મો પાઠ લખવાની કૃપા કરી છે. લઘુશંકા Page #86 -------------------------------------------------------------------------- ________________ જેટલા પ્રમાદથી જે પ્રભુનો મહાવીર સ્વામીના સમયમાં મોક્ષ ન થયો તે બીજા મહાવીર પરમ કૃપાળુદેવ તરીકે, અપ્રમત્ત યોગી થઇને, પોતાના અનુભવનું ભાતું, ભાથું, ભથ્થુ આપણને પીરસતા કહેતા જાય છે કે, અત્યારે અપ્રમાદી થવું. શ્રી ‘ગોમ્મસાર' ગ્રંથમાં, પ્રમાદના ૩૭, ૫૦૦ ભેદ દર્શાવ્યા છે. બધાનો સારાંશ કે, સ્વરૂપનું વિસ્મરણ તે પ્રમાદ. પ્ર+મા પ્રકૃષ્ટ, પ્રથમ, પ્રધાન, પ્રમુખ અને ઉત્કૃષ્ટ એવું પોતાનું આત્મસ્વરૂપ, પોતે, પોતાને ચૂકી જાય છે, ભૂલી જાય છે, પોતાના આત્મપદથી વ્યુત કે ભ્રષ્ટ થઇ જાય છે તે પ્રમાદ. ઇન્દ્રવજ જે તીવ્રતા જ્ઞાનની અપ્રમાદે, આયુષ્ય દોરી તૂટી તે તૂટી જો , સાધી, પ્રકાશી ગુરુ રાજચંદ્ર, તે સાંધવાની ન જગે બૂટી કો, તે સર્વ રીતે અવિરોધ જાણી, તેથી મળેલી તક ના જવા દે, એવું, નમી નિત્ય અગાધ વાણી. ૧ શાણા ગુમાવે પળ ના પ્રમાદે. ૪ પ્રજ્ઞાવબોધ પુષ્પ ૮ : ૫.પૂ.બ્રહ્મચારીજી વિષય, કષાય, મદ, સ્નેહ અને નિદ્રા : આ મુખ્ય ભેદ છે પ્રમાદના. લગભગ સમય આમાં જ પસાર કરતા જીવોને જોઇને કરુણાશીલ કૃપાનાથે અપ્રમાદી થવાની આજ્ઞા કરી છે. ૭. તે આયુષ્યનો માનસિક આત્મોપયોગ તો નિર્વેદમાં રાખ. - હવે બાકી રહેલાં આયુષ્યનો સદુપયોગ કરવા કહે છે. આ આયખાના અમુક દાયકા તો ગયા, શેષ સમયમાં શરીરની નશ્વરતા, ઇન્દ્રિયોની શિથિલતા કે ગમે ત્યારે ગમે તે કર્મ ફૂટી નીકળે. માટે સંસારથી વૈરાગ્ય, ઉદાસીનતા લાવી માનસિક રીતે -મનથી તો ભવ પ્રત્યે ખેદ રાખી શકાય તે નિર્વેદ છે. નિર્વ: મવરફ્રેતા | દુઃખથી ભરપૂર આ ભવરૂપ કારાગૃહમાં, કર્મરૂપી દંડથી પીડાતાં, કોઇ પણ પ્રકારે તેનો પ્રતિકાર કરવાને અસમર્થ થતાં, સંસાર ઉપર ઉદાસીન થવાય છે. આ ભવને નરક સમાન ગણી તેમાંથી નાસી છૂટવાના ઉપાયનો વિચાર કરવો અને સંસારથી ઉદ્વિગ્ન રહેવા કમર કસવી તે છે નિર્વેદ. નિર્વતો મવવૈરાગ્યમ્ | સંસાર પ્રતિ વિરક્ત ભાવ તે નિર્વેદ. કામભોગથી પાછા હઠવાની તાલાવેલી, આરંભ-પરિગ્રહથી મુક્ત થવાની અભિલાષા, ત્યાગ ઉપર પ્રીતિ તે નિર્વેદ. સંસારશરીરમો ૬ ૩પતિઃ | સંસાર, શરીર, ઇન્દ્રિય વિષયના ભોગના ત્યાગની ભાવના તો રાખી શકાય. - ટૂંકમાં બંદીખાના - Jail માં રહેલા કેદીને ગમે તેટલી સગવડ આપવામાં આવે તો પણ તેમાંથી છૂટવાની ઇચ્છા કરે છે તેમ સંસારમાં ચક્રવર્તીનાં સુખ ભોગવતાં થકી પણ ભવભ્રમણથી છૂટવાની ઇચ્છા, અંતરમાં થતો ખેદ અને ભવપાશથી છોડાવનાર સદ્ગુરુને શરણે જવાની પ્રબળ જિજ્ઞાસા થવી તે નિર્વેદ. માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થતો નથી. તો જ્યારથી આ વાક્ય શ્રવણ કર્યું ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે એમ સમજવું. તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશંકતાથી આરાધન કરવું અને તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે એમ સમજવું. (પત્રાંક ૧૬૬) આત્મ-ઉપયોગ એ કર્મ મૂકવાનો ઉપાય. (પત્રાંક ૫-૨૨) ૮. જીવન બહુ ટૂંકું છે, ઉપાધિ બહુ છે, અને ત્યાગ થઈ શકે તેમ નથી, તો નીચેની વાત પુનઃ પુનઃ લક્ષમાં રાખ. in Education International www.jalnejibrary.org Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૭ જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે. માટે જંજાળ ટૂંકી કર તો સુખ રૂપે જિંદગી લાંબી લાગશે. (પત્રાંક ૨ : પુષ્પ ૫૧) જિંદગી અલ્પ છે અને જંજાળ અનંત છે. સંખ્યા ધન છે અને તૃષ્ણા અનંત છે, ત્યાં સ્વરૂપસ્મૃતિ સંભવે નહીં; પણ જ્યાં જંજાળ અલ્પ છે અને જિંદગી અપ્રમત્ત છે તેમ જ તૃષ્ણા અલ્પ છે અથવા નથી અને સર્વસિદ્ધિ છે ત્યાં સ્વરૂપસ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. (પત્રાંક ૩૧૯) શ્રી સદ્ગુરુદેવ તો સંસ્મારક પણ આપણા પ્રસ્તાર (પથારા) પારાવાર ! थोडी-सी ज़िन्दगी सुपन-सी माया, इसमें क्युं उलझाया है रे...! ૧. જિજ્ઞાસા તે વસ્તુની રાખવી. જ્ઞા એટલે જાણવું. જિજ્ઞાસા એટલે જાણવાની ઇચ્છા-આશા. આખી આલમમાં જાણવા યોગ્ય તો એક આત્મા જ છે. વસ્તુ કહેતાં પણ તું જયાં...જેમ...જે સ્વરૂપે વસેલો છે તે. વસ્તુ શબ્દમાં પણ , મમ્ એટલે હોવું. તું જે અસ્તિત્વ ધરાવે છે, જે સ્વરૂપે છે તે. આઠ યોગદષ્ટિમાં, બીજી યોગદષ્ટિમાં જીવ આવે ત્યારે જિજ્ઞાસા ગુણની પ્રાપ્તિ થાય છે અને ઉદ્વેગ દોષનો ત્યાગ થાય છે. “જિજ્ઞાસા ગુણતત્ત્વની, મનમોહન મેરે” એમ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા. રચિત આઠ યોગદષ્ટિની સજઝાયમાં ગાઇએ છીએ. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહિયે જિજ્ઞાસ ૧૦૮ તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુ બોધ; તો પામે સમકિતને, વર્તે અંતર શોધ. ૧૦૯ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર તે વસ્તુના વિચારમાં પહોંચો કે જે વસ્તુ અતીન્દ્રિય સ્વરૂપ છે. (“મોક્ષમાળા' શિક્ષાપાઠ ૧૦૧-૯) શીર્ષક જ પાઠનું છે, સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્યો. હવે આપણે કેમ વિસ્મૃત કરાય ? | જિજ્ઞાસાની વાત આવે અને નચિકેતા ન સાંભરે તો જ નવાઇ. નચિકેતા એટલે જ અવિજ્ઞાત, જેણે આત્મા નથી જાણ્યો તે. યમ રાજાનાં દ્વાર ખખડાવીને પણ મરણ પછી શું? અને એમ આત્મતત્ત્વ ઓળખવાની તેની જિજ્ઞાસા ઓર હતી. ૨. સંસારને બંધન માનવું : રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ નથી. (મોક્ષમાળા શિક્ષાપાઠ ૧૦૧-૭) આ સંસારમાં ગમે તેટલી શાતા મળે તેવા સંયોગો હોય તો યે એ સંસાર છે, મોક્ષ નથી. એ સંસાર મારો નથી, હું મોક્ષમયી છું એમ ચિંતવવું તે સંસારભાવના. આ સંસાર સમુદ્રમાં અનાદિ કાળથી ચારે ગતિમાં ભ્રમણ કર્યા કર્યું છે. બધાં જ દુઃખ અનંત અનંત વાર ભોગવ્યાં છે. સંસારમાં એવું કોઇ પુગલ બાકી નથી કે જે જીવે શરીરરૂપે, આહાર રૂપે ગ્રહણ ન કર્યું હોય. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૬૮ આ સંસારમાં ગમે તેટલા અનુકૂળ અને ઉજજવળ સંયોગ સાંપડ્યા હોય તો યે એ બંધન છે, બેડી છે, સોનાની પણ બેડી છે. આ સંસારબંધનની જંજીરથી ક્યારે છૂટીશ? સમ્મૃ બધી બાજુથી જેમાં સરી પડાય છે, લસરી જવાય છે તે સંસાર. ક્ષણે ક્ષણે વિભાવમાં વહ્યો જ જાય છે તે છે સંસાર. આ સંસારે રે હું હજી ડૂબિયો, પામ્યો ન કેવળજ્ઞાન; ક્યારે જ્યારે રે હે પ્રભુ! આપશો? આ બાળકને ય ભાન. જાગો હે જીવો રે, મોહ કરો પરો. પ્રજ્ઞાવબોધ પુષ્પ ૧૦૪ : પ.પૂ.બ્રહ્મચારીજી ૩. પૂર્વકર્મ નથી એમ ગણી પ્રત્યેક ધર્મ સેવ્યા જવો. તેમ છતાં પૂર્વકર્મ નડે તો શોક કરવો નહીં. પૂર્વસંચિત કર્મને જ આગળ ન કરવાં એમ કહે છે. કર્મ એ જડ વસ્તુ છે. જે જે આત્માને એ જડથી જેટલો જેટલો આત્મબુદ્ધિએ સમાગમ છે, તેટલી તેટલી જડતાની એટલે અબોધતાની તે આત્માને પ્રાપ્તિ હોય, એમ અનુભવ થાય છે. (પત્રાંક ૫૫) પરમોપકારી પ.પૂ.પ્રભુશ્રીજીના બોધમાં ખાસ આવે કે, કર્મ જડ છે, બકરાં છે. આત્મા ચેતન છે, સિંહ છે. આપણે ઘેટાં-બકરાંના ટોળાવાળાં કે સિંહનાં ? શ્રી મહાવીર સ્વામીએ કેટકેટલા ઉપસર્ગ-પરિષહ વેદ્યા? એ જ મહાવીર પ્રભુનાં આપણે સંતાનો છીએ, મહાવીર સ્વામીનાં શાસનમાં જીવી રહ્યાં છીએ, મહાવીર દેવનું લંછન-ઓળખચિન પણ સિંહ હોવાથી શૂરવીરતા દાખવીને, પૂર્વકર્મ નથી એમ ગણીને, કર્મભાવને અજ્ઞાન માનીને, પ્રત્યેક ધર્મ એટલે દરેક ફરજ-કર્તવ્ય બજાવતા રહેવું, વિરક્ત ભાવે, નિર્વેદ સાથે. વળી, પ્રત્યેક ધર્મ એટલે એક આત્મા પ્રત્યેનો ધર્મ, આત્મધર્મ. એક કહેતાં જ આત્મા. તેના પ્રત્યેનો ધર્મ, ફરજ શું છે ? તેની દયા, સ્વદયા, સ્વરૂપ દયા, નિશ્ચય દયા કરતાં આત્માની જ યાદ રહેવાની. છતાં એવાં કોઇ કર્મ નડે તો, તેનું દુઃખ ન લગાડવું, શોક ન કરવો. પૂર્વનાં અશુભ કર્મ ઉદય આવ્યું વેદતાં જો શોચ કરો છો તો હવે એ પણ ધ્યાન રાખો કે, નવા બાંધતાં પરિણામે તેવાં તો બંધાતાં નથી? (પત્રાંક ૮૫) ૪. દેહની ચિંતા રાખે છે તેટલી નહીં પણ એથી અનંત ગણી ચિંતા આત્માની રાખ, કારણ અનંત ભવ એક ભવમાં ટાળવા છે. જો જીવને ખરાં સુખની ખબર હોય, ભલે ને બુદ્ધિબળે કે વિચારનાં ધોરણે, તો આત્માની ચિંતા અવશ્ય કરે. આ દેહમાં આવ્યાને કેટલાં વરસ થયા? તેમાં સુખી થયો કે દુ:ખી ? કાયાનાં દુઃખ કંઇ ઓછા નથી. દેહની આળપંપાળ ને સાર સંભાળમાં કેટલો વખત વીત્યો? અને વળી દેહનાં સુખે સુખી નથી. શરીર એ જ વેદનાની મૂર્તિ છે. (પત્રાંક ૯૨૭) પોતાનાં સુખનું જ જીવને ભાન નથી, એ જ ખરું દુઃખ છે. હવે જો ભવભ્રમણના ફેરા ઓછા કરવા હોય તો, આત્મા સુખી થાય તેવું કંઇક કરવું જોઇએ. દેહની ચિંતા ઓછી રાખીએ અને આત્માની વધુ રાખીએ તો, અનંતકાળથી પ્રાપ્ત ન કર્યું તેવું અપૂર્વ સમ્યક્ત પણ સિદ્ધ થઇ શકે. અને તો પછી આ એક ભવમાં અનંત ભવ ટાળી શકીએ. દેવોને ય દુર્લભ એવા આ મનુષ્ય દેહ ધર્મ પામવાનો કંઇક પુરુષાર્થ થઇ શકશે. જો કે પુદ્ગલનો એ દેહ, તો પણ ઓર સ્થિતિ ત્યાં છેહ. (પત્રાંક ૧૦૭) ટૂંકમાં, દેહ દેવળ કરતાં દેવળમાં વિરાજમાન દેવની ચિંતા, ચિંતવના, દયા ખાવા જેવું છે. કારણ કે, આત્મા જેવો કોઈ દેવ નથી. (પત્રાંક ૨૧-૧૨૪) Page #89 -------------------------------------------------------------------------- ________________ છૂટવા, દેહની ચિંતા મૂકવી પડશે. ૫. ‘આત્માથી સૌ હીન’ લાગે ત્યારે મોક્ષ સમજાય છે. દેહભાવ છોડવા, દેહાધ્યાસથી દોહરા દેહભક્ત જગમેં ઘણા, દેશભક્ત છે સ્તોક; દેવભક્ત જગમેં ઘણા, ગુરુભક્ત છે કો’ક. પ.પૂ.બ્રહ્મચારીજી ન ચાલે તો પ્રતિશ્રોતી થા. કંઇ ન બની શકે તો, પ્રતિશ્રોતી એટલે સ્વીકારનાર થા, એક૨ા૨ ક૨, મારાથી નથી થતું પણ કરવા જેવું તો આછે એમ રાખ. પ્રતિશ્રુતિ એટલે વાદા-પ્રતિજ્ઞા, પ્રતિધ્વનિ, ગૂંજ, ઝાંય, એકરાર. વચનામૃતજી જેવું સદ્ભુત જો કાને પડ્યું હશે તો તેનો પડઘો જરૂર પડશે. તે વચનો અવશ્ય ગૂંજશે. એમાં રહેલા પ્રકાશની ઝાંય જરૂર પડશે. શ્રી હારિભદ્રસૂરિજી (૧૪૪૪ ગ્રંથના પ્રણેતા) કૃત ‘યોગબિંદુ’ ગ્રંથમાં, શ્લોક ૨૦૨માં પ્રતિશ્રોત શબ્દ યોજયો છે, જેનો અર્થ સંસાર વિમુખ કે આત્મોન્મુખ થાય. એ અર્થ પણ અહીં બેસે છે. વળી, શ્રી હેમચંદ્રાચાર્યજી ‘વીતરાગ સ્તવ’ના ૧૮મા પ્રકાશમાં, પ્રતિશ્રોતી એટલે પ્રવાહની સામે જનાર, પ્રવાહથી પ્રતિકૂળ જનાર એવો અર્થ જણાવે છે. આ અર્થ પણ અહીં ઘટી શકે છે. જગતનાં વહેણની સામે જ ભગતે, ભક્તે.. .મુમુક્ષુએ કે મોક્ષેચ્છુએ જવાનું છે ને ? અનુશ્રોતે વહેવું સહેલું છે, સુલભ છે પણ પ્રતિશ્રોતે જવું વિકટ અને દુર્લભ છે. ૬૯ તો, તાર્કિક શિરોમણિ આચાર્ય શ્રી સમંતભદ્ર સ્વામીની રચના ‘યુક્ત્યનુશાસન’ જેની સુંદર ટીકા પંડિત જુગલકિશોર મુખ્તારજી (‘મેરી ભાવના' રચિયતા) એ કરી છે, તેમાં દરેક જીવે નિરંતર શ્રોતી ભાવના ભાવવાની પ્રેરણા કરી છે, વિધિપૂર્વક – Positively અને નિષેધપૂર્વક - Negatively. હરિગીત હકારાત્મક રીતે, નિગ્રંથ છે, નિષ્કામ છે, નિઃક્રોધ, જીવ નિર્માન છે, નિઃશલ્ય તેમ નિરાગ, નિર્મદ સર્વદોષ વિમુક્ત છે. વચનામૃતજીમાંથી જ વાત કરીએ તો, આવ્યંતર પરિણામ અવલોકન હાથનોંધ અનુસા૨, દ્રવ્યથી હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. ક્ષેત્રથી અસંખ્યાત નિજ અવગાહના પ્રમાણ છું. કાળથી અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું. ભાવથી શુદ્ધ ચૈતન્ય માત્ર નિર્વિકલ્પ દેષ્ટા છું. હું અસંગ, શુદ્ધ ચેતન છું. વચનાતીત નિર્વિકલ્પ એકાંત શુદ્ધ અનુભવ સ્વરૂપ છું. હું પરમ શુદ્ધ, અખંડ ચિધાતુ છું. પ્રત્યક્ષ નિજ અનુભવ સ્વરૂપ છું, તેમાં સંશય શો ? હું શુદ્ધ, બુદ્ધ, ચૈતન્ય ઘન, સ્વયંજ્યોતિ, સુખધામ છું. આ Positive શ્રોતી ભાવના. હરિગીત નકારાત્મક રીતે, સ્ત્રી-પુરુષ આદિક પર્યાયો, રસ-વર્ણ-ગંધ-સ્પર્શને, સંસ્થાન તેમજ સંહનન, સૌ છે નહીં જીવ દ્રવ્યને. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૦ હું અન્યનો નથી, અન્ય મારા નથી, મારું કોઈ નથી, હું કોઇનો નથી, શરીર મારું સ્વરૂપ નથી, હું દેહાદિ શરીર નથી, દેહ-સ્ત્રી-પુત્રાદિક કોઇપણ મારાં નથી. આ Negative શ્રોતી ભાવના. આમ વિધિ-નિષેધથી મન-વચન-કાયાની સ્થિરતા વડે રોજ વિચારવું કે પાઠ કરવો તે શ્રોતી ભાવના. ટૂંકમાં, જ્ઞાની ભગવંતે આત્માનું જેવું સ્વરૂપ કહ્યું છે તેવું જ છે એ પરમ સત્યને તું અંગીકાર કર, પ્રતિશ્રોતી થા. પ્રભુશ્રીજીના બોધમાં તો ખાસ આવે કે, વાત છે માન્યાની. ૬. જેમાંથી જેટલું દૂર થાય તેટલું કર. હુંડાવસર્પિણી જેવો કરાળ કાળ, કળિયુગ, પાંચમા આરા જેવો વિષમ કાળ, વીસમીએકવીસમી સદીના દુષમ કાળના પાકાં ચીભડાં જેવા આપણે સાવ ફસકી ન જઇએ એટલે કરુણાભીના થઇને ‘થાય તેટલું કરવાની આજ્ઞા કૃપાળુદેવ આપતા હોય તેમ લાગે. જો કે, આપણા પર છોડવાથી આપણી જવાબદારી બેવડાઇ જાય છે ! ખરેખર તો, આત્માએ પોતે જ પોતાનો જવાબ માગવાનો છે અને જવાબ આપવાનો પણ છે. “એનો માગો શીધ્ર જવાબ !' ખેદ ખંખેરીને, નિરાશ નહીં થતાં, શ્રી ગુરુદેવ પરમકૃપાળુદેવને માથે રાખીને મંડી પડવાનું છે. આત્મવીર્ય ગોપવ્યા સિવાય સપુરુષાર્થ કરી લેવા જેવી પ્રેરણા કરે છે, ઉલ્લાસ સિચે છે, પ્રાણ પૂરે છે ! ૭. પારિણામિક વિચારવાળો થા. આપણે જે કંઇ કાર્ય કરીએ, ક્રિયા કરીએ, ભાવ કરીએ, ભાવના ભાવીએ, વિચાર કરીએ, આયોજન કરીએ, નિર્ણય લઇએ, અભિપ્રાય આપીએ તેનાં પરિણામ કે ફળ, આ ભવે અને પરભવે, શું આવશે-કેવા આવશે તેનો વિચાર કરવા કૃપાળુદેવ કહે છે. જો કે, ફળની આશા રાખવાની તો ના છે. ત્યાં ઇચ્છાકામના અપેક્ષાપૂર્તિના અનુસંધાનમાં વાત છે. એક સંસ્કૃત સુભાષિતનું સ્મરણ થઈ આવ્યું, સહસા વિધીત ન શિયામ્ વિવેક: પરમ્ બાપાં પમ્ | કોઇપણ કામ સાહસથી-અવિચારીપણે-ગુણદોષનો વિવેક કર્યા વિના ન કરવું. અવિવેક-અવિચાર આપત્તિઓનું સૌથી મોટું સ્થાન છે. માલિની વૃત્ત गुणवदगुणवद्वा वा कुर्वता कार्यमादौ परिणतिरवधार्या यत्नतः पंडितेन । अतिरभसकृतानां कर्मणामाविपत्तेर्भवति हृदयदाही शल्यतुल्यो विपाकः ॥ નીતિશતક શ્લોક ૪૯ : શ્રી ભર્તુહરિજી અર્થાત્ ગુણવાળું કે ગુણ વગરનું કાર્ય કરનારા પંડિતે પ્રથમથી જ યત્નપૂર્વક પરિણામનો વિચાર કરવો જોઇએ. (એટલે કે, આ કાર્યનું પરિણામ સુખદાયક થશે વા દુઃખદાયક તે વિચારવું જોઇએ, તેમ ન કરે તો દુ:ખ થાય.) અતિ ઉતાવળથી કરેલાં કર્મોનું પરિણામ (સત્ય) બાણના ફણાની જેમ મરણ પર્યંત હૃદયમાં દાહક થઇ પડે છે. લેખન-ચિત્રણ સઘળું સ્મૃતિના ચિત્રપટમાં છે. બાકી પત્ર-લેખિનીનો સમાગમ કરી જગતમાં દર્શાવવાનું પ્રયત્ન કર્યું નથી. યદિ હું એમ સમજી શકું છું કે તે વયચર્યા જનસમૂહને બહુ ઉપયોગી, પુનઃ પુનઃ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૧ મનન કરવા યોગ્ય અને પરિણામે તેઓ ભણીથી મને શ્રેયની પ્રાપ્તિ થાય તેવી છે; પણ મારી સ્મૃતિએ તે પરિશ્રમ લેવાની મને ચોખ્ખી ના કહી હતી, એટલે નિરુપાયતાથી ક્ષમા ઇચ્છી લઉં છું. પારિણામિક વિચારથી તે સ્મૃતિની ઇચ્છાને દબાવી, તે જ સ્મૃતિને સમજાવી, તે વયચર્યા ધીરે ધીરે બનશે તો, અવશ્ય ધવળ-પત્ર પર મૂકીશ. (પત્રાંક ૮૯) ભગવાન જેવા ભગવાને.. કૃપાળુદેવે પણ પરિણામનો કેવો વિચાર કર્યો છે? તો આપણે અનુયાયીઓએ ખરા અનુયાયી થવું હોય તો અનુશ્રોતી અને પ્રતિશ્રોતી થવું જ રહ્યું. ૮. અનુત્તરવાસી થઇને વર્ત. અનુત્તર એટલે જેનો જવાબ નથી, જેનો જવાબ આપી શકાય તેવો નથી તે. તે આત્મા એમ કહીએ તો, જવાબ તો આપ્યો ગણાય ! અનુત્તર એટલે જેનાથી બીજુ કંઇ ચઢિયાતું નથી તે. સર્વોત્તમ, સર્વોત્કૃષ્ટ, પ્રધાન તે અનુત્તર. અનુત્તર એટલે નિરુત્તર પણ થાય. એક અક્ષર બોલતાં અતિશય-અતિશય એવી પ્રેરણાએ પણ વાણી મૌનપણાને પ્રાપ્ત થશે; અને તે મૌનપણું પ્રાપ્ત થયા પહેલાં જીવને એક અક્ષર સત્ય બોલાય એમ બનવું અશક્ય છે; આ વાત કોઇપણ પ્રકારે ત્રણે કાળને વિષે સંદેહપાત્ર નથી. (પત્રાંક ૩૯૭) જહાં કલપના-જલપના, તહાં માનું દુ:ખ છાંઇ; મિ. કલપના-જલપના, તબ વસ્તુ તીન પાઇ. હાથનોંધ ૧/૧૨, ‘મારગ સાચા મિલ ગયા” પદ. એટલે કે, અંતર્વાચા અને બહિર્વાચાનો ત્યાગ એકી સમયે થાય છે (સમાસે) ત્યારે પ્રગટતી પરમાત્માદશાની આશયભરિત “સમાધિ શતક'ની સત્તરમી ગાથા અને ઉપરોક્ત કડીમાં ઉપસતી એ જ રહસ્યમયી વાત - જયાં મનની કલ્પના-જલ્પના કે વચનથી કલ્પના-જલ્પના છે ત્યાં દુઃખ છે, એ મટે છે ત્યાં રત્નત્રયની પ્રાપ્તિ થતાં પરિભ્રમણ મટે છે. “એ ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મા રૂપ', મૂળ મારગ સાંભળો જિનનો રે... (પત્રાંક ૭૧૫) આત્મામાં વસવાવાળો થા. “મોક્ષભાવ નિવાસ', શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા ૯૮ સ્વભાવમાં વસવું એ જ મોક્ષવાસ છે, આત્મનિવાસ છે. એવી દશા લાવવા, જયાં આત્મા પ્રગટ છે ત્યાં, પરમકૃપાળુ રાજપ્રભુમાં ચિત્તનો વાસ કરવા જેવું છે. ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીના શબ્દોમાં, મનને તે ખીલે બાંધવા જેવું છે. આખ્યાનકી છંદ તેવી દશામાં ખુરી ઊઠતી કો', અપૂર્વ આનંદ-ઝરા સમી જો; ઊર્મિ ઉરે વિસ્તૃત થાય અન્ય, સ્વરૂપનું ભાન અકથ્ય, ધન્ય ! શ્રી રાજચંદ્ર પ્રભુપાદ વંદું. પ્રજ્ઞાવબોધ પુષ્પ ૯૭, આત્મભાવના : પ.પૂ.બ્રહ્મચારીજી ૯. છેવટનું સમયે સમયે ચૂકીશ નહીં. એ જ ભલામણ અને એ જ ધર્મ. છેવટે આ દેહને તો મૂકીને જવાનું છે. શાશ્વત પદાર્થ તો આત્મા જ છે. માટે આત્માનું Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૨ સમયે સમયે ચૂકવા જેવું નથી. આખરમાં સમાધિ મરણ કરવા માટે, અંતિમ સમયે સમાધિભાવ રાખવો પડશે. એ માટે અત્યારથી જ, મૃત્યુના આવવા પહેલાં, અસહ્ય વેદનીયના ઉદય પહેલાં, સંભાળવા જેવું છે, આત્માની ભાળ લેવા જેવું છે. પળ પણ ભરનાર. (પત્રાંક ૧૦૫) એકી સાથે એક જ સમય જીવાય છે, બે નહીં. ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયો, છતાં સિદ્ધિ થઇ નહીં. (પત્રાંક ૨-૪) છેવટનો નિર્ણય થવો જોઇએ, સર્વ પ્રકારનો નિર્ણય તત્ત્વજ્ઞાનમાં છે. (પત્રાંક ૬) મહાવીરના બોધને પાત્ર કોણ ? દસ બોલમાં છઠ્ઠો બોલ આપી દીધો કે, ઉપયોગથી એક કણબીને કણની કિંમત હોય, વેપારીને મણની કિંમત હોય, સાધકને ક્ષણની કિંમત હોય. ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મમરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંત વાર ધિક્કાર હો ! (પત્રાંક ૯૩૫) ઉપયોગ એ જ સાધના છે, વિશેષ સાધના તે માત્ર સત્પુરુષના ચરણકમળ છે. (પત્રાંક ૩૭) તા.૨-૮-૧૯૩૨ના રોજ પ્રભુશ્રીજી બોધ કરે છે, છેલ્લે, છેવટનું ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે, કાં અહો ! રાચી રહો ? (શિક્ષાપાઠ ૬૭) ૬ આત્મા ઉપયોગ સ્વરૂપ છે. ઉપયોગ સદા ય નિરંતર છે. તે ઉપયોગ ઉપર ઉપયોગ રાખવો. સૂર્ય-ચંદ્ર વાદળાં આડે ન દેખાય તો પણ છે એમ પ્રતીતિ છે; તેમ શુદ્ધ સ્વરૂપ છે એ પ્રતીતિ ભૂલવા યોગ્ય નથી. ઉપયોગ ભૂલી જવાય છે એ ભૂલ મહાવીર સ્વામીએ દીઠી. તે ઠામ ઠામ આગમમાં ઉપદેશી છે. એ સર્વ ભૂલની બીજભૂત ભૂલ છે. ઉપયોગ એ ધર્મ. (પત્રાંક ૨૦-૭૨) = છેલ્લું. ભલામણ = ભલું થાય તેવી શીખ, શિખામણ. ટૂંકમાં, ઉપયોગ એ જ ધર્મ. પ્રભુશ્રીના શબ્દોમાં, બેટ્ટો હોય તે બીજું જુવે ! અંતમાં, બા.બ્ર.પ.પૂ.ડૉ.શ્રી શાન્તિભાઇના શબ્દોમાં, હરિગીત ઉપયોગપૂર્વક સમજ તું, ઉપયોગથી નિજ ભાન લે, ઉપયોગ વણ વિભાવ નહીં, ઉપયોગ સ્વરૂપ સંભાળી લે; ઉપયોગપૂર્વક સમજતાં, ઉપયોગ સ્વભાવે સ્વરૂપ છે, ઉપયોગપૂર્વક સ્વરૂપ કેવલ, સહજ સ્વભાવે સ્થિતિ છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ For Private & Personal diseny Page #94 -------------------------------------------------------------------------- ________________ Page #95 -------------------------------------------------------------------------- ________________ 93 30 પત્રાંક ૧૮૦ અમૃતની સચોડી નાળિયેરી મુંબઇ, માગશર સુદ ૪, વિ.સં.૧૯૪૭ પરમ પૂજ્ય શ્રી, રોમ રોમ ખુમારી ચઢશે, અમરવરમય જ આત્મદેષ્ટિ થઈ જશે, એક “તું હિ તું હિ” મનન કરવાનો પણ અવકાશ નહીં રહે, ત્યારે આપને અમરવરના આનંદનો અનુભવ થશે. અત્ર એ જ દશા છે. રામ હદે વસ્યા છે, અનાદિનાં ખસ્યાં છે, સુરતિ ઇત્યાદિક હસ્યાં છે. અત્યારે એ જ. થોડું લખ્યું ઘણું કરી જાણજો. સાકરનું શ્રીફળ બધાંએ વખાણી માગ્યું છે; પરંતુ અહીં તો અમૃતની સચોડી નાળિયેરી છે. પરમકૃપાળુ દેવના પરમાર્થ સખા, હૃદય રૂપી સુહૃદુ, કેવળબીજ સંપન્ન, પરમ સરળ, સત્સંગ નૈષ્ઠિક અને સ્મરણીય મૂર્તિ શ્રી સોભાગભાઇ પર લખાયેલો પ્રસ્તુત પત્ર છે. - અયથાર્થથી યથાર્થ તરફ જતાં, વિપરીત શ્રદ્ધાન નહીં પણ સમ્યક શ્રદ્ધાન કરતાં, પર્યાય દૃષ્ટિમાંથી દ્રવ્યદૃષ્ટિ કરતાં, દેહદૃષ્ટિમાંથી આત્મદષ્ટિ કરતાં, દેહથી નેહ ‘તેહ' તરફ થતાં, મિથ્યાત્વમાંથી સમ્યક્ત થતાં, અપ્રતીતિમાંથી પ્રતીતિ થતાં, અવદશામાંથી આત્મદશા થતાં, સંસારસંમુખમાંથી સ્વભાવસંમુખ થતાં, ઇહલોકમાંથી સતુ લોકમાં જતાં, સાચી દિશા પકડાતાં સ્વરૂપ દેશ તરફ જતાં, દેહભાવના બદલે આત્મભાવ થઇ જતાં. અને ‘લોક છતાં અલોકે દેખતાં શું થાય ? તો પરમકૃપાળુ પ્રભુએ ચોખ્ખુંચણક લખી જ દીધું (કારણ કે, આપણને લક્ષ કરાવવો છે !) કે રોમે રોમે, અંગે અંગે, અસંખ્યાત આત્મપ્રદેશે આત્માનાં અસ્તિત્વના આનંદનો ખુમાર ચઢશે, પ્રતીતિની ખુમારી ચઢશે, તું હિ - તું હિ નો વિકલ્પ પણ નહીં રહેતા અભેદ સ્વરૂપની નિર્વિકલ્પ સ્વરૂપની પ્રાપ્તિ થશે અને આનંદનો અનુભવ થશે. અમરવર એટલે? અમર કહેતાં ઇન્દ્ર, વર કહેતાં શ્રેષ્ઠ. નાગૅદ્ર, ધરણંદ્ર, ચંદ્ર, ઇંદ્ર બધામાં શ્રેષ્ઠ તે આત્મા. અમર એટલે સોનું. સો ટચનું કે ચોવીસ કેરેટનું સોનું તો શુદ્ધાત્મા જ. અમર એટલે પારો. પારો હાથમાં આવે નહીં છતાં હાથમાં જ છે તેમ મોક્ષ જેની હથેળીમાં છે તે આત્મા. - પારો ફૂટી નીકળે છે તેમ આનંદના કિરણો ઊગી નીકળે છે તે આત્મા. અમર એટલે ૩૩ કે ૩૩ કરોડનો આંક. ૩૩ કરોડ દેવની તો એક માન્યતા છે પણ ૩૩ દેવો જેમાં વસે છે તે | મહાદેવ આત્મા. અમર એટલે ચિરંજીવી. સાત કે વધુ ચિરંજીવી કહેવાતા હશે, ચાર શાશ્વત તીર્થંકર પણ ગણાય છે. બધા ચિરંજીવીમાં શ્રેષ્ઠ અને સામાન્ય તે આત્મા. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૪ અમર એટલે અવિનાશી. આત્મા તો અજર, અમર, અવિનાશીછે. “ભાસ્યું નિજ સ્વરૂપ તે, શુદ્ધ ચેતના રૂપ; અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ.’ શ્રી આત્મસિદ્ધ શાસ્ત્ર ગાથા ૧૨૦. । એટલે આત્માના આનંદનો અનુભવ. ટૂંકમાં, અમરવરના આનંદનો અનુભવ વિકલ્પ સૌ જ્ઞેય તણા વિસાર્યે, બને રહેવું અનુભૂતિ સારે; આત્મા રહે શેયરૂપે જ એક, અનન્ય રૂપે પરિણામ છેક. ૨૪ તેવી દશામાં સ્ફૂરી ઊઠતી કો, અપૂર્વ આનંદ-ઝરા સમી જો, ઊર્મિ ઉરે વિસ્તૃત થાય અન્ય, સ્વરૂપનું ભાન અકથ્ય ધન્ય ! ૨૫ એવો ન આનંદ જરા ય ભોગે, કહ્યો અતીન્દ્રિય મહાજનોએ; ના એ અનુમાન, ન માત્ર શ્રદ્ધા, અનુભવે તે સમજે સ્વવેત્તા. ૨૬ શ્રી રાજચંદ્ર પ્રભુપાદ વંદું. પ્રજ્ઞાવબોધ પુષ્પ ૯૭, આત્મભાવના : પ.પૂ.બ્રહ્મચારીજી કૃપાળુ પ્રભુ પોતાની દશા ખુલ્લી કલમે ખુલ્લંખુલ્લા સ્પષ્ટ કરીને આપણા જેવા અનેકાનેક ૫૨ ૫૨મ કરુણા કરે છે, અત્ર એ જ દશા છે. આતમરામ આત્માકાર થઇને બેઠા છે, અનાદિ કાળનાં આવરણ આઘાં (દૂર) થયાં છે, ખસી ગયાં છે એટલે શુદ્ધાત્મા જળહળ જ્યોતિષ્માન છે અને એટલે સુરતિ-ચિત્ત પ્રસન્નતા હસી ઉઠે છે, ધ્યાનવૃત્તિ ખીલી ઉઠે છે, મુખમુદ્રા મુખરી ઉઠેછે, બ્રહ્મ સાથે એકાકારતા ઉદ્ભવે છે અને પ૨માત્મપદ સાથે તાળી દેતાં એકતાન થઇ, એકતાર થઇ, આત્માનું સંગીત રણઝણી ઉઠે છે. ચિદાનંદકી મોજ મચી હૈ, સમતા ૨સકે પાનમેં; તાલી લાગી જબ અનુભવકી, તબ જાને કોઉ સાનમેં. હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં. શ્રી શાન્તિનાથ સ્વામી સ્તવન : ઉપાધ્યાય શ્રી યશોવિજયજી જાપ મરૈ, અજપા મરૈ, અનહદ ભી મર જાય, સુરત સમાની સબદમેં, તાહિ કાલ નહિ ખાય. કબીરજી અને યોગીરાજ શ્રી આનંદઘનજી સુરતિને સ્મૃતિ, સુમિરન, સ્મરણના અર્થમાં ઘટાવીને તેને મૃત્યુંય કે કાલાતીત કહે છે. સ્મૃતિ જો સમ્યક્ અને સમગ્ર હોય તો તે જ સમાધિનું સિંહદ્વાર છે. આ તો શુદ્ધાત્માનો - પરમકૃપાળુ રાજપ્રભુનો રણકાર છે જ્યાંથી આપણને સંસારથી છૂટવાની વાર્તાનો ભણકાર થાય છે. અનાહત નાદ બજી રહ્યો છે. કબીર સાહેબ શુદ્ધતા વિચારે, ધ્યાવે, શુદ્ધતામેં કૈલિ કરે; શુદ્ધતામેં સ્થિર વહે, અમૃતધારા બરસેં. નાટક સમયસાર : શ્રી બનારસીદાસજી www.jalnelibrary.org Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૫ અનાહત એટલે વગર વગાડ્ય, આપોઆપ. અનાહત નાદ એટલે વગર વગાડ્ય વાજું (વાઘ) વાગવા મંડે છે. સંગીત ગુંજવા લાગે છે. અનાહત નાદના દસ પ્રકાર કે પગથિયામાં, ૫ મે પહોંચી જતાં. આત્માનું અદ્ભુત સંગીત ગુંજવા લાગે છે, આત્માના આનંદની અનુભૂતિ થતાં ગીત ગવાવા લાગે છે, ભવબંધનથી મુક્ત થવાની એકમાત્ર રીત રસળાવા લાગે છે. અમૃતરસની હેલી ચઢે છે ! વાજાં વાગિયાં રે, વાજાં વાગિયાં, વાજાં વાગ્યાં સદ્ગુરુને દરબાર | અનહદ વાજાં વાગિયાં.... વાજાં વાગ્યાં કૃપાળુને દરબાર વાજાં વાગ્યાં આરફને દરબાર મેલો ને ઘરબાર... અનહદ વાજાં વાગિયાં.... ચોપાઇ સર્વ કાલનું છે ત્યાં જ્ઞાન, દેહછતાં ત્યાં છે નિર્વાણ; ભવ છેવટનીછે એ દશા, રામ ધામ આવીને વસ્યા. પત્રાંક ૧૦૭ અહીં તો અમૃતની સચોડી નાળિયેરી છે. સમસ્ત સૃષ્ટિમાં શ્રી શબ્દ જ કેવો સોહામણો અને રળિયામણો? શ્રી એટલે શક્તિ શ્રી એટલે લક્ષ્મી શ્રી એટલે શોભા શ્રી એટલે આભા શ્રી એટલે સૌન્દર્ય શ્રી એટલે ઐશ્વર્ય શ્રી એટલે ગૌરવ શ્રી એટલે વૈભવ શ્રી એટલે સમાદર શ્રી એટલે સુમંગલ શ્રી એટલે શ્રી. પૂર્વાચાર્યોએ, સ્તુતિકાર ભગવંતોએ શ્રી અક્ષરના આરંભથી અનેક સ્તુતિ રચી છે. उपजाति श्रेयं श्रियां मंगलकेलिसद्म, देवेन्द्र नरेन्द्र नतांघ्रिपद्म । सर्वज्ञ सर्वातिशय प्रधान, चिरंजय ज्ञान कलानिधान । રત્નાકર પચ્ચીસી : શ્રી રત્નાકર સૂરિજી मुरजबन्ध श्रीमज्जिनपदाऽभ्याशं प्रतिपद्याऽऽगसां जये । कामस्थानप्रदानेशं स्तुतिविद्यां प्रसाधये ॥ સ્તુતિવિદ્યા : શ્રી સમંતભદ્રાચાર્યજી | શ્રી ઋષભ જિન સ્તુતિ Page #98 -------------------------------------------------------------------------- ________________ शार्दूलविक्रीडित श्रीलीलायतनं महीकुलगृहं कीर्तिप्रमोदास्पदं वाग्देवीरतिकेतनं जयरमाक्रीडानिधानं महत् । स स्यात्वसर्वमहोत्सवैकभवनं यः प्रार्थितार्थप्रदं प्रातः पश्यति कल्पपादपदलच्छायं जिनाङघ्रिद्वयम् ॥ - જિનચતુર્વિશતિકા : શ્રી ભૂપાલ કવિ લાવણી શ્રી રાજચંદ્ર પ્રભુ ચરણકમળમાં મૂકું, મુજ મસ્તક ભાવે, ભક્તિ નહીં હું ચૂકું; આ કળિકાળમાં મોક્ષમાર્ગ ભૂલાયો, અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. 1 પ્રજ્ઞાવબોધ પુષ્પ ૭૬ : પ.પૂ.બ્રહ્મચારીજી સદ્દગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પદ...રાગે શ્રીમદ્ સદ્ગુરુ રાજચંદ્ર-પદ, વંદુ સહજ સમાધિ ચહી, સદગુરુ-ચરણે ચિત્ત વસો મુજ, એ જ ભાવના હૃદય રહી. દેહ છતાં જેની નિત્ય વર્તે, દેહાતીત અપૂર્વ દશા, તે ભગવંત નિરંતર ભજતાં, દોષ રહે કહો કેમ કશા ? પ્રજ્ઞાવબોધ પુષ્પ ૫૨ : પ.પૂ.બ્રહ્મચારીજી દેવોને શ્રીધર, શ્રીકર, શ્રીકાંત, શ્રીકંઠ, શ્રીનાથ, શ્રીહરિ, શ્રીકૃષ્ણ ઇત્યાદિ સંજ્ઞા છે. ભગવાનના અંગ કે મુખને શ્રીઅંગ કે શ્રીમુખ કહી એનો મહિમા ગાઇએ છીએ. મનુષ્યનાં નામની આગળ “શ્રી” ઉમેરીને એનું ગૌરવ કરીએ છીએ. શ્રીની માળ એના ગળામાં પહેરાવીને શ્રીમાળીની ખ્યાતિ બક્ષી છે. દેવો અને મનુષ્યો ઉપરાંત ‘શ્રી' સંજ્ઞાથી વિભૂષિત થવાનું સન્માન પ્રકૃતિની કેટલીક વિરલ વિભૂતિઓને અને ગણી ગાંઠી માનવનિર્મિત વિશિષ્ટ કૃતિઓને મળ્યું છે. સંપ્રદાયોમાં શ્રી સંપ્રદાય (શ્રી રામાનુજ આચાર્યનો), સૂક્તોમાં શ્રીસૂક્ત, પર્વતોમાં શ્રી શૈલ, ઉત્સવોમાં શ્રી પંચમી (રંગપંચમી-વસંતપંચમી), વાનગીઓમાં શ્રીખંડ, સંગીતમાં શ્રીરાગ, નગરમાં શ્રીનગર, શ્રીરંગપટ્ટનમ, વિદ્યાઓમાં શ્રીવિદ્યા, વૃક્ષોમાં શ્રીદ્યુમ (પારિજાત, પીપળો), ઉપરાંત શ્રીમંત, શ્રી સવા અને ફળમાં શ્રીફળ. શ્રી+ફળ, ફળ એટલે જ પરિણામ, લાભ. ફળમાં સ્વાદ છે, રૂપ છે, રસ છે, ગંધ છે, તાજગી છે, આનંદ છે. શ્રી એટલે (સર્વગુણ) સંપન્નતા. કૃપાળુદેવે “મૂળ મારગ સાંભળો’ પદમાં, કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત.” કહ્યું તેમ લખવાનું મન થઇ જાય છે કે, કહ્યું વ્યવહારે શ્રીફળ જેહને રે, જેનું બીજું નામ અમૃત, મૂળ મારગ સાંભળો રાજનો રે. કહ્યું વ્યવહારે “રાજચંદ્ર' જેહને રે, જેનું બીજું બિરુદ નાળિયેરી, મૂળ મારગ સાંભળો રાજનો રે. શ્રીફળ એટલે માધુર્યથી ભરપૂર અને નારાયણનું નૂર, શ્રીફળ એટલે સાફલ્યનું પ્રતીક અને માંગલ્યનું વૈતાલિક. Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રીફળ એટલે નાળિયેરીના ઉન્નત વૃક્ષ પર લાગતું ફળ. ઉન્નતિનાં પ્રતીક સમું ભવ્યોસુંગ જીવનનું પ્રતીક. નાળિયેરી એટલે અતિ ઊંચું વૃક્ષ અને એની ટોચે લગતું શ્રીફળ એટલે ઉચ્ચ વિચારોનું પ્રતીક. કૃપાળુદેવની વાત એટલે ત્રણ લોક કે ચૌદ રાજલોક કે સિદ્ધશિલા જેટલી ઊંચી વાત અને એની ટોચે વિરાજિત શ્રી સિદ્ધ ભગવંતની આત્મસિદ્ધિની વાત. ગુજરાતીમાં નાળિયેર, નારિયેળ; હિન્દીમાં નારિયત, સંસ્કૃતમાં નારિવેન, અને અંગ્રેજીમાં Coconut કહે છે. કારણ કે, નાળિયેરની શરૂઆત કોકોસા નામના ટાપુ ઉપરથી થઇ હોવાનું કહેવાય છે. પ્રશાંત મહાસાગરના - Pacific ocean ના કોકોસા ટાપુના નાળિયેરનાં ઝાડ પરથી દરિયાના પાણીમાં પડતાં નાળિયેર તરતાં તરતાં બીજા દેશોના કિનારે પહોંચ્યા હશે, એમ આજે વિજ્ઞાન પણ માને છે. કદાચ એટલે જ નાળિયેરનું વૈજ્ઞાનિક નામ કોકસ ન્યૂ સીફેઇસ છે. આપણા કૃપાળુદેવ પણ શ્રી ચંદ્રપ્રભ સ્વામી - શ્રી મહાવીર સ્વામીના સમયથી તરતા તરતા, ‘વનની મારી કોયલ' (પવનના એવા કો'ક સપાટે વન-ઉપવનની કોયલ ગામ-શહેરમાં પહોંચી જાય)ની જેમ આવા વિષમ કાળમાં, જિનનંદનવનમાંથી વેરાન વવાણિયા ગ્રામમાં, તરણ તારણ થતા (તરતા અને તારતા) આવી ચડ્યા. મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ બ્રાંત. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા ૧૩૯. પ્રશાંત મહાસાગરના તટનાં નાળિયેરની જેમ કૃપાળુ દેવ પણ પ્રશમરસનિમગ્ન જિનેશ્વર મહાવીર સ્વામીનાં સાન્નિધ્ય જલનું પાન કરીને-લઇને પધારેલા. પ્રશાંત મહાસાગર તો દેખીતો શાંત ગણાય, જિન કે રાજ તો વાસ્તવમાં શાંત છે, કેમ કે મોહભાવ ક્ષય છે, માટે ત્યાં બ્રાન્તિ નથી, શાન્તિ જ છે. જિનદેવની વિશાળતાને લઇને આવેલા છે. ઓ વિશાળતા, ભૂમા તે જ સુખ છે, અમૃત છે; અલ્પતા છે તે મરણ છે. જ્યાં પોતાને અને પારકાને એમ જુદાઇ આવે ત્યાં જ અલ્પતા-મરણ છે. જે પોતાથી જુદું કોઈ-કંઇ જુએ નહીં, જાણે નહીં, સાંભળે નહીં તે અમૃત છે, વિશાળ છે, સુખ છે. કોઇથી જરા યે જુદાઇ નહીં તેમને. જેવી દૃષ્ટિ આ આત્મા પ્રત્યે છે, તેવી દૃષ્ટિ જગતના સર્વ આત્માને વિષે છે. જેવો સ્નેહ આ આત્મા પ્રત્યે છે તેવો સ્નેહ સર્વ આત્મા પ્રત્યે વર્તે છે. જેવી આ આત્માની સહજાનંદ સ્થિતિ ઇચ્છીએ છીએ, તેવી જ સર્વ આત્મા પ્રત્યે ઇચ્છીએ છીએ. જે જે આ આત્મા માટે ઇચ્છીએ છીએ, તે તે સર્વ આત્મા માટે ઇચ્છીએ છીએ. જેવો આ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ, તેવો જ સર્વ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ. આ દેહમાં વિશેષ બુદ્ધિ અને બીજા દેહ પ્રત્યે વિષમ બુદ્ધિ ઘણું કરીને ક્યારેય થઇ શકતી નથી. સૌથી અભિન્ન ભાવના છે; જેટલી યોગ્યતા જેની વર્તે છે, તે પ્રત્યે તેટલી અભિન્નભાવની સ્કૂર્તિ થાય છે; ક્વચિત્ કરુણા બુદ્ધિથી વિશેષ સ્કૂર્તિ થાય છે; પણ વિષમપણાથી કે વિષય, પરિગ્રહાદિ કારણ પ્રત્યયથી તે પ્રત્યે વર્તવાનો કંઇ આત્મામાં સંકલ્પ જણાતો નથી. અવિકલ્પરૂપ સ્થિતિ છે. વિશેષ શું કહીએ? અમારે કંઇ અમારું નથી કે બીજાનું નથી કે બીજું નથી; જેમ છે તેમ છે. જેમ સ્થિતિ આત્માની છે, તેવી સ્થિતિ છે. સમવિષમતા નથી, સહજાનંદ સ્થિતિ છે. (પત્રાંક ૪૬૯) તો, તરતા તરતા કૃપાળુદેવ શ્રી વવાણિયા બંદરે પધાર્યા, ‘રાજ પ્રભુ જમ્યાનાં વધામણાં.” વવાણિયા દ્રોણમુખ ગણાય એટલે કે ત્યાં જળ અને સ્થળ બન્ને વાટે વેપાર થઇ શકે. વવાણિયા બંદરના જમીનના કાંઠા ઉપર મોરબીની હકૂમત હતી, સામે કાંઠે કચ્છની હદ હતી. વચ્ચેના કચ્છના અખાતની ખાડીનાં પાણીની માલિકી માટે Page #100 -------------------------------------------------------------------------- ________________ ૭૮ કચ્છ-મોરબીને વારંવાર તકરાર થતી, ધીંગાણાં ખેલાતા, વેપાર પડી ભાંગતો. પણ શ્રીમદ્જી માતાની કુક્ષિએ ચવ્યા તે અરસામાં સુલેહ થઇ અને વિ.સં. ૧૯૨૩ના મહા-ફાગણ માસમાં બંદર પાછું સતેજ થઇ ધમધોકાર વ્યાપાર થવા માંડ્યો. ઇતિહાસની આરસી પણ નાળિયેરીનાં અમૃતની સ્વચ્છતા-પવિત્રતાનું જાણે કે દર્શન કરાવે છે ! - નાળિયેરીને દરિયાની ખારાશવાળી હવા અને ખારું પાણી જ માફક આવે છે. દરિયાકિનારાનું ખારું જળ પીને જગતવાસી જીવોને તો મીઠું પાણી જ આપે છે. કૃપાળુદેવ પણ વવાણિયા બંદર અને વળી બાજુમાં મીઠાપુરના મીઠાના ઢગલે ઢગલા વચ્ચે જન્મ્યા ! સંતને મન જગત ખારું છે એ ખરું છે ‘મુખડું મેં જોયું તારું, જગતડું થયું ખારું મઝાનું પદ છે, મઝાનો બોધ છે. નાળિયેરી જગતની ખારાશ પચાવી જઇને મીઠાશની લ્હાણી કરે છે. હે પરમકૃપાળુ વ્હાલા ! મેં પીધા વિષના પ્યાલા, મારું વિષ અમૃત કરનારા, તારી કરુણાનો કોઇ પાર નથી. દેવો-દાનવોએ કરેલાં સમુદ્રમંથનની જેમ સ્વયં મનોમંથન-ઉત્કટ ઉહાપોહ કરીને, રત્નત્રય લાભ્યા, લાધ્યા અને લ્હાણ્યા. સમુદ્રમંથનના અંતે નીકળેલા ૧૪ રત્નોની જેમ ૧૪માં ગુણસ્થાનક સુધી – છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવંત વર્તો ! કલ્પવૃક્ષ, પણ બહારથી ઋક્ષ, અંદરથી ઋત-સત્-અમૃત: नारिकेल समाकारा दृश्यन्ते हि सुहृद्जनाः । अन्ये च बदरिकाकारा बहिरेव मनोहराः ॥ આ સંસ્કૃત સુભાષિત પ્રમાણે, સજ્જન-સપુરુષને નાળિયેર સાથે અને દુર્જનને બોર સાથે સરખાવ્યા છે. નાળિયેર બહારથી અતિ કઠણ, very hard nut to crack. પણ જો એક વાર કઠણ કોચલું તૂટ્યું તો અંદરથી કોપરા જેવા કોમળ અને પાણી જેવા મિષ્ટ. બોર બહારથી પોચું પોચું, દેખાવે મનોહર, નાળિયેર જેવું બરછટ નહીં પણ અંદરથી ઠળિયો. કૃતજ્ઞ કૃપાળુદેવ અશ્રુજળ-સમુદ્રજળ જેવાં ખારા જળ પોતે પી જઇને, સમુદ્રમંથનની જેમ મનોમંથન કરીને, જગતવાસી જીવોનું વિષ, એની કડવાશ, ખારાશ એકલા ગટગટાવી જઇને ય લ્હાણી તો અમૃતની જ કરે છે. એ પ્રભુને ક્યારે લખવું પડ્યું હશે કે, અહો ! મને તો કૃતની જ મળતા જણાય છે, આ કેવી વિચિત્રતા છે ! (પત્રાંક ૨૧-૫૦). સંસારી જીવોએ પોતાના લાભને માટે દ્રવ્યરૂપે મને હસતો રમતો મનુષ્ય લીલામય કર્યો! (પત્રાંક ૨૧-૫૩) છતાં, કૃપાળુદેવ પોતાની દશા, દોર કે શૈલી ચૂક્યા નથી, પરમાત્મા ચૂકે ? - આપણી ક્ષુધા શમાવવા નાળિયેરીએ દુગ્ધઘન ગર્ભબીજ આપ્યું. શીતલ, સ્નેહલ, સુકોમલ અને સુસ્વાદુ. પુષ્ટિકર પણ પૂરું. કોપરાનું દૂધ અને નાળિયેરનું પાણી જાણે કે આ ક્ષીર-નીર સાથે રહીને આપણને દેહઆત્માનો વિવેક રાખવા ન કહેતાં હોય ! વળી, પોતે બેવડ વળી ગયું, વળ પર વળ ચઢ્યા પરંતુ માનવજાતને આરામની ઊંઘ આપવા ખાટલો ભરવાની કાથી આપી, બળતણ માટે લાકડું આપ્યું. પોતે બળી જઇને ય બીજાના પેટની આગ ઠારી. બીજાનાં કરજ ચૂકવતાં થકા કૃપાળુદેવનાં કર્મ ખુદ બળીને ખાખ થઇ ગયાં ! સૂરજનો તાપ પોતે સહી લઇને ય માનવને પંખા માટે પાંદડાં આપ્યાં. અંગનાં બે ફાડચાં થાય તો ય કાચલી આપે. દેહ અને આત્મા, એ બે ફાડ જુદાં જ અનુભવતા હોય એવા દેહાતીત પુરુષને શો ફરક પડે છે? Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૯ રસોઇમાં પણ, કોપરાપાક, કોપરાંની ચટણી, સંભારિયું શાક કે સુશોભન માટે જાત ખમણાઇ ગઇ પણ સ્વાદ-શોભા-તુષ્ટિ-પુષ્ટિ સરસ આપીને વિદાય લીધી કૃપાળુદેવે. અતિથિના આદર સત્કાર માટે શ્રીફળે જળ આપ્યું. નિજ અંગ નીચોવાઇ ગયું, પીલાઇ ગયું તો ય માનવમસ્તિષ્કની શાંતિ માટે કોપરેલની બક્ષિસ આપી. પાંદડાં છાપરાં ઢાંકવામાં, સાદડી બેસવામાં, પંખા હવા ખાવામાં (Electricity, Generator, Inverter etc. failure વખતે તો ખાસ, તેમ તનસુખ, મનસુખ અને ધનસુખ બધેથી પાછો પડે ત્યારે વાસ્તવિક સુખની લહેર લેવા), લૂછણિયાં કર્મ૨જ લૂછવામાં, ઉપયોગી છે તેમ “ઉપયોગી સદા અવિનાશ, મૂળ મારગ સાંભળો જિનનો રે.’ નાળિયેરીની ટોચે ઝૂલતા ઝૂલતા ગગનચુંબી પત્રોના મનમાં જીવનવ્રત જાગી ઊઠ્યું - જેના ઉદરમાંથી જન્મ લીધો એ મા ધરતીનાં ચરણે શીશ નમાવું. અત્યારે ભલે ને ઉચ્ચ સ્થાને વિરાજું પણ જીવું ત્યાં સુધી સેવામાં જ જીવન વિતાવું. અને એ સાવરણી બનીને ઘરઘરમાં પહોંચ્યા. સાવરણીનાં અંગ અંગ ઘસાયાં, છતાં ય વરણી તો સેવાની જ કરી. સા-વરણી ! સ્વચ્છતા, સેવાનું સમર્પણ વ્રત આજીવન જીવતું રાખ્યું. સીતાફળ અને રામફળ તો આપ જાણો છો. લક્ષ્મણફળ પણ છે ! સીતાજીએ જેને લક્ષ્મણફળ નામ આપ્યું છે તે નાળિયેર. લક્ષ્મણજીનો બંધુપ્રેમ, નિર્મળતા અને સેવાવ્રત સુપ્રસિદ્ધછે. રામફળ-સીતાફળ થોડું વાપર્યું ન વાપર્યું કે એના ઠળિયા આડા આવે, વાગે. લક્ષ્મણફળમાં એવું કંઇ નહીં બલ્કે અમૃતમય પાણી આપણને પાણી-પાણી કરી નાખે ! પરમકૃપાળુ દેવે ‘પરમાર્થ બંધુ’ થઇને પરમાર્થની ભેટ આપીને ધન્ય ધન્ય કરી દીધા છે. નાળિયેરીના આવા સમર્પણ ભાવની માનવે પણ યથાશક્તિ રૂડી કદર કરીછે. માંગલિક પ્રસંગોએ એને માનભર્યું સ્થાન આપ્યું. પ્રેમભાવે એનું પૂજન કર્યું, ખારવા-મરજીવા તો શ્રાવણી પૂર્ણિમાએ ખાસ દરિયાદેવનું નાળિયેરથી પૂજન કરે; પણ એથી પૂરો સંતોષ ન થયો. મુમુક્ષુ પણ ‘અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો અહો ! અહો ! ઉપકાર'ની પ્રણિપાત સ્તુતિ, ‘અહો શ્રી સત્પુરુષકે વચનામૃત જગહિતકર’નું મંગળાચરણ, ‘સુણાવો ધર્મનો સાર, ઉતારો ભવ પાર, હો પ્રભુજી મારા ! હું પૂજું ચરણ તમારાં’થી પૂજન કરે છે. જીવનપથદર્શક મહાપુરુષો કે ૫૨માર્થપ્રકાશક સત્પુરુષોની સ્મૃતિ જીવંત રાખવા, કીર્તિ શાશ્વત રાખવા, કૃતિ ચિરંજીવ કરવા જેમ જયંતીઓ ઊજવીએ છીએ તેમ શ્રાવણી પૂનમને નાળિયેરી પૂનમ તરીકે ઊજવી, રક્ષાબંધન પર્વ તરીકે રાખી, જૈનોએ વાત્સલ્ય પૂનમ તરીકે વહેતી કરી તે બ્રાહ્મણોએ બળેવ બનાવી. બળેવ...બળ જછે, બળ જ મુખ્યછે, વતમ્ વમ્। નાળિયેર-નાળિયેરી બળ જ આપેછે. સત્પુરુષો પણ આત્મબળ, અનન્ય શરણ જ આપે છે. આપણે મુમુક્ષુઓ પણ યથાશક્તિ, યથાભક્તિ અને યથામતિ કૃપાળુદેવની જન્મકલ્યાણિકા કાર્તિકી પૂર્ણિમા અને આષાઢી પૂર્ણિમા એટલે કે ગુરુપૂર્ણિમા ઊજવીને ગુરુગૌરવ...પ્રભુ ગુણગાન સાથે ગરવા થઇએ છીએ. શ્રીમદ્ રાજપ્રભુને પ્રણમું, શુદ્ધ સ્વરૂપે જે રમતા રે; પરિષહ સમ જંજાળ વિષે જે ધરતા મુનિવર સમ સમતા રે. બાવીસ પરિષહ મુનિને પીડે, અગણિત ગૃહસ્થની કેડે રે, અવિષમ ભાવે રહી જીતે તે શિવપદ, સુરપદને તેડે રે. પ્રજ્ઞાવબોધ, પુષ્પ ૬૫ : પ.પૂ.બ્રહ્મચારીજી Page #102 -------------------------------------------------------------------------- ________________ ८० પરમકૃપાળુદેવે પોતે, ખુદ ખુદાએ, પણ કેટકેટલા તીર્થંકરદેવ, જ્ઞાની ભગવંત, આચાર્ય ભગવંત અને અનેકાનેક સત્શાસ્ત્રોનો ઉપકાર વેઘો છે ? પૂર્વભવોના ઉપકારી મહાત્માઓને પણ કેવું યથોચિત સન્માન આપ્યું છે ! તીર્થપતિનો કેટલો વિનય કર્યો છે ? સ્વયં કલ્પવૃક્ષ, સત્સંગરૂપી કલ્પવૃક્ષનો અને જિનભક્તિ રૂપી કલ્પતરુનો અપાર મહિમા ગાયો છે. ‘કર્તવ્યરૂપી શ્રી સત્સંગ' તો કૃપાળુદેવ જ લખે, સત્સંગની આગળ શ્રી મૂક્યું, કારણ કે આપણને સત્સંગ દ્વારા કર્મોથી મુકાવવા છે – છોડાવવા છે, આપણને ત્યાં જ લક્ષ કરાવવો છે. કાચલી જેવા કઠોર પણ મલાઇ જેવા મુલાયમ સત્પુરુષોને કોણ ઓળખી શકે ? ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી, પ.પૂ.સૌભાગ્યભાઇ અને પ.પૂ.શ્રી અંબાલાલભાઇ સાથે કઠોરતા પણ હતી અને કોમળતા પણ હતી. વજ્જર થઇને રહ્યા છે પણ વજ્જર બંધન તૂટતાં સજ્જનતા જ સરી પડી છે. very very hard nut to crack — Coconut. Coca-cola - કોકાકોલામાં સુખ માનનારને Coconut એટલે નાળિયેરનું સુખ શી રીતે સમજાય ? પ્રભુશ્રીજીને જ્યારે કહી દીધું કે, ‘તમે શું ત્યાગ્યું છે ?’ તથા પ.પૂ.સૌભાગભાઇની લાખ પ્રયત્ને પણ ભભૂતિની વાત કે રિદ્ધિ-લબ્ધિ ફોરવવાની વાતનો અનાદર જ કર્યો છે, ઉપેક્ષા જ સેવી છે તથા પ.પૂ.અંબાલાલભાઇને દેહાધ્યાસ-પ્રમાદ છોડવાના બોધ પ્રસંગે, કૃપાળુદેવ કૃપાળુ લાગ્યા હશે કે કઠોરતમ પુરુષ ? અમુક પ્રકારે કડક ન થાય તો જીવો મચક પણ ન આપે એવા છે. બાહ્યભાવે જગતમાં વર્ષો અને અંતરંગમાં એકાંત શીતલીભૂત નિર્લેપ રહો એ જ માન્યતા અને બોધના છે. (પત્રાંક ૭૨) वज्रादपि कठोराणि मृदूनि कुसुमादपि । लोकोत्तराणां चेतांसि को नु विज्ञातुमर्हति ॥ ઉત્ત૨૨ામચરિત : શ્રી ભવભૂતિ અર્થાત્ વજ્રથી પણ કઠોર અને ફૂલથી પણ કોમળ જેવા લોકોત્તર પુરુષોનાં ચિત્તને કોણ જાણી શકે ? કઠોર વચન કહે છે પણ પહેલાં તો કૃપાળુદેવનું નિષ્કારણ કરુણાશીલ હૃદય દ્રવે છે અને એટલે જીવોને ઊઠાડવા...જાગતા કરવા સદ્બોધ સ્રવે છે. અવિષમ પરિણામથી જેમણે કાળકૂટ વિષ પીધું એવા શ્રી ઋષભાદિ પરમ પુરુષોને નમસ્કાર. પરિણામમાં તો જે અમૃત જ છે, પણ પ્રથમ દશાએ કાળફૂટ વિષની પેઠે મૂંઝવે છે એવા શ્રી સંયમને નમસ્કાર. (પત્રાંક ૮૦૮) I एते सत्पुरुषाः परार्थघटका: स्वार्थं परित्यज्य ये सामान्यास्तु परार्थमुद्यमभृतः स्वार्थाविरोधेन तेऽमी मानुषराक्षसाः परहितं स्वार्थाय निघ्नन्ति ये ये निघ्नन्ति निरर्थकं परहितं ते के न जानीमहे નીતિશતક : શ્રી ભર્તૃહરિજી અર્થાત્, જેઓ સ્વાર્થ છોડીને પરોપકાર કરે છે તે સત્પુરુષ કહેવાય છે, જેઓ સ્વાર્થને ધક્કો ન લાગે તેવી રીતે પરોપકાર કરે છે તે મધ્યમ પુરુષ કહેવાય છે, જે સ્વાર્થ માટે સામાના હિતનો નાશ કરે છે તે મનુષ્યમાં રાક્ષસ કહેવાય છે. અને જે વૃથા બીજાનાં કલ્યાણનો નાશ કરે છે તે કોણ છે એ અમે જાણતા નથી. (તેને માટે શબ્દ નથી). || Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૧ નાળિયેરી એટલે અતિ ઊંચું વૃક્ષ. એની ટોચે લાગતું શ્રીફળ એટલે ઉચ્ચ વિચારોનું પ્રતીક. આત્માથી કોઇ ઊંચું નથી, આત્માથી કોઇ મહાન નથી, આત્મા જેવો કોઇ દેવ નથી. ઉન્નતિનાં શિખરો સર કરતા જતા લખી દે છે, ઉન્નતિનાં સાધનોની સ્મૃતિ કરું છું (પત્રાંક ૭૦૯). અને પછીના મહિને જ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું સર્જન કર્યું. નિશાન ચૂક માફ, નહિ માફ નીચું નિશાન ! ‘આત્માથી સૌ હીન’ (પત્રાંક ૭૧૮, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર). નાળિયેરી એટલે શાખારહિત વૃક્ષ. શાખાયુક્ત વૃક્ષની ઘટા ઘેઘૂર પણ નાળિયેરી જેવી ઊંચાઇ ન મળે. જીવનની ગતિ અનેકવિધ શાખાઓમાં ફંટાઇ જવાને બદલે ધ્યેયની એક જ દિશામાં પ્રગતિ કરે તો નાળિયેરી જેવી મૂઠી ઊંચેરી તો શું, ઘણી ઊંચેરી ઊર્ધ્વગતિ પામે. ઘેઘૂર ઘટાની જેમ પરિગ્રહના પોટલાના પથારા ન કરતાં, એક આત્માને અગ્ર રાખીને, એક ચિત્તે, એક નિષ્ઠાએ, એક લયે, એક ધૂને આરાધના કરતાં, આત્માનો એકતારો બોલવા માંડે. જોઇએ છે સદ્ગુરુ પરમકૃપાળુ પ્રતિ પૂર્ણ સમર્પણ - Total surrender. નાળિયેરી એટલે સાવ સીધું, સ૨ળ વૃક્ષ. જે સરળ હોય છે તે સદા ય સુગમ હોતું નથી. આ વૃક્ષ પર ચડવું અતિ દુષ્કર. પણ જો ચઢી શકે તો, ટોચે ઝૂલતું અમૃતફળ પામે. કૃપાળુદેવ કોઇને સીધાસાદા સરળ સજ્જન, ગૃહસ્થ અને પ્રામાણિક વણિકવર ભલે લાગે પણ ગૃહસ્થપણામાં વીતરાગદશાની ઊંચાઇ તો અનેરી, અનોખી, અનન્ય; કળી શકે તો ધન્ય. જીવન એક પ્રવાસ છે. આપણે પારાવારના પ્રવાસી છીએ. પ્રવાસના પ્રારંભે શ્રીફળ ફોડવાની આપણે ત્યાં એક પ્રણાલિકા છે. શ્રીફળ શુભસૂચક હોવાથી આપણો પ્રવાસ પણ શુભંકર બની રહે એ ભાવના છે. મોક્ષપુરીના વાસી થવા, મોક્ષમાર્ગના પ્રવાસીઓ-મુમુક્ષુઓ પણ શ્રીફળની જન્મદાત્રી નાળિયેરી રૂપે પરમકૃપાળુદેવનું મંગલાચરણ કરે છે જેથી યાત્રા શિવંકર બની રહે. લગ્નમાં વરરાજાના હાથમાં શ્રીફળ આપે. લગ્નવિધિમાં શ્રીફળ હોમે. જીવન-પ્રવાસનો એક તબક્કો પૂરો કરીને, શ્વસુરગૃહે નવજીવનનો આરંભ કરતી, ગૃહપ્રવેશ કરતી કુળવધૂને શ્રીફળથી પોંખે. સીમંતના પ્રસંગે શ્રીફળ દ્વારા કુળવધૂના કોડ પોષાય. ગર્ભસ્થ શિશુના જયમંગલની કામના કરાય. નાળિયેર પર કુમકુમ છાંટી સ્વસ્તિક કાઢી ખોળો ભરાય. કોપરું માતાનાં દૂધને વધારે. આ સર્વ સામાજિક (અરે, લૌકિક) ક્રિયાઓ પાછળ આપ્તજનોની આત્મીયભાવના છે, સૃજનશક્તિનાં પ્રતીક શ્રીફળને સન્માનવાની. આપણને પણ આપ્તપુરુષ શ્રી ગુરુરાજ કહે જ છે કે, આત્મા જ બ્રહ્મા-વિષ્ણુ-મહેશ છે. પોતાની સૃષ્ટિનો સ્રષ્ટા, દૃષ્ટિનો દ્રષ્ટા અને જ્ઞપ્તિ ક્રિયાનો જ્ઞાતા પોતે જ છે. પોતાને પોતાનું જ શરણ છે. પ.પૂ.શ્રી શાન્તિભાઇના શબ્દોમાં, અનન્ય શરણના આશ્રય દાતા, પરમકૃપાળુ પ્રગટ સદા; તારણ તરણ એ સ્વયં ગ્રહે કર, તેવાં સંત શરણ સુખદા. નાળિયેરી બહુ પ્રસવ વૃક્ષ છે. લગભગ પોણો-સો ૭૫ વર્ષ સુધી દર વર્ષે સો-સવાસો ૧૨૫ નાળિયેર આવતાં રહેછે. લૂમની લૂમ અને ઝુંડના ઝુંડ દેખાયછે, માટે કહેવાયું કે લૂમેઝૂમે. જુઓને, પરમકૃપાળુદેવ પાસેથી કેટલાયને આત્માનું ભાન થયું, સ્વરૂપની પ્રાપ્તિ થઇ, ધર્મનું શરણ સાંપડ્યું, અનેકાનેક આત્મા ‘જગત’માંથી ‘ભગત’ થયા. તડકેથી છાંયડે જતા જીવોની વણઝાર ચાલુ છે. .! ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ ગૌતમ સમ ગુરુભક્તિ દાખવીને, જંગલમાં મંગલ કરીને, અગાસ આશ્રમને ‘ગોકુળિયું ગામ' બનાવીને, આજ્ઞાભક્તિ જેવાં આત્મહિતનાં સાધન આપીને અને આખરે ૫.પૂ.બ્રહ્મચારીજીને ધર્મ સોંપીને આજ સુધીમાં કંઇ કેટલાય જીવોનું કલ્યાણ કર્યું છે. હે કૃપાળુદેવ ! એટલું બધું દીધેલ છે કે આ દેવ-ઋણ ફેડી શકાય તેમ નથી. જેમ યજ્ઞમાં કૃતજ્ઞતાના પ્રતીક રૂપે શ્રીફળ વધેરે છે તેમ મારી જાત કે મસ્તક કમળ આપી દેવાનો મતલબ નથી છતાં ગાઇશ અને ભાવીશ કે, Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૨ આ દેહાદિ આજથી વર્તે પ્રભુ આધીન; દાસ, દાસ હું, દાસ છું, આપ પ્રભુનો દીન. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૧૨૬ ઉદ્ઘાટન પ્રસંગે શ્રીફળ વધેરે. પાન, સોપારી, નાળિયેરી, કેળ બધાં જ સદા મંગલ , સર્વમંગલ ગણાય છે. કેળ, શ્રીફળ બારમાસી ફળ. તેમાં ય નાળિયેરી સોપારીનો વિશેષ ગુણ એ છે કે, ખૂબ લાંબું ટકે. જે શુભ કાર્યનો આરંભ કરીએ, નવીનનું ઉદ્ઘાટન કરીએ તે શ્રીફળની જેમ ચિરસ્થાયી બની રહે, દીર્ઘકાળ ટકી રહે એવી ભાવના હોય છે. કૃપાળુ નાથના સબોધથી દેહ અને આત્માનો ભેદ પડી જાય યાને આત્મા ઉદ્દઘાટિત થઇ જાય એવી નાળિયેરી છે. બાકી તો, કોઇપણ કાર્યનો આરંભ કરીએ એટલે આડખીલી, અંતરાય અને અવરોધ તો આવ્યા જ કરે. અંતરાયના કોઠા પાર કરીએ તો સફળતાની ટોચે પહોંચી જવાય. શ્રીફળ સફળતાનું પ્રતીક છે. કાઠા કોઠાને, કઠોર ક્વચને ભેદી શકીએ તો મુદ્દે ગર્ભ, અમૃતપેય અને સુસ્વાદુ ખાધ મળી શકે. મુસીબતોનાં કઠોર પડને ભેદીએ તો અંદરનો સાત્ત્વિક મેવો મળે. સંસારની મુશ્કેલીઓ સામે જીવન જીવવાની અને જીતવાની એક કળા છે. કઠોર અને કોમળના ફન્દ્ર વચ્ચે સમન્વય સાધવાની એક કળા છે. એ કળા સિદ્ધ કરવાનું ભાથું શ્રીફળ બાંધી આપે. કૃપાળુદેવની નાળિયેરીનાં અમૃત વચનોથી અને નાળિયેરીની જેમ જીવી ગયેલાં જીવનમાંથી શાંત ભાવ, સમતા ભાવ, આત્મભાવ, જ્ઞાતા-દષ્ટ ભાવ, દેખા ભાવ, જ્ઞાયક ભાવની શીખ મળે છે. નાળિયેર પાસે ભર્ગવરેણ્યનું ભાથું છે. પંચતત્ત્વોને પોતાનામાં સમાવી લે છે. પૃથ્વીના પેટાળમાં રહેતા પાંચ તત્ત્વો પાણી-ટોપરાં દ્વારા નાળિયેર આપે છે. સૂર્ય, ચંદ્રના સિતારા મંડળનો મીનોઇ પ્રવાહ ખેંચી ખોરાક રૂપે આપે છે. ઠંડી, ગરમી, પવન, પાણી, વરસાદનાં vibration ચૂસી શરીરને પોષે છે. પ્રાણતત્ત્વ સાથે ઇશ્વર નામનું આકાશતત્ત્વ અને cosmic કિરણો સાથે સર્વરોગનાશક Healing Power પણ દિલદારીથી આપે છે. - નાળિયેરનું પાણી ઠંડક આપે છે, સ્વાદિષ્ટ હોય છે, સ્કૂર્તિ આપે છે, તરસ મટાડે છે, હૃદય મજબૂત કરે છે, પિત્તનો નાશ કરે છે, ઊંઘ સારી લાવે છે. Fruitcose અને Sucrose ભરપૂર હોવાથી માંદાને શક્તિ આપે છે, પેશાબની બળતરા શાંત કરે છે, લીલું કોપરું શરીરને ભરાવદાર કરે છે, મોનાં ચાંદા મટાડે છે. સૂકાઇ ગયેલાં કોપરામાંથી સો ગ્રામના ટુકડામાં, ફક્ત સવાચાર ગ્રામ પાણી હોય છે, સાડા બાસઠ ગ્રામ તેલ હોય છે, સાડા છે ગ્રામ પ્રોટીન હોય છે, સવા અઢાર ગ્રામ કાર્બોહાઈડ્રેસ એટલે કે કુરચા હોય છે. ચાલીસ મિલીગ્રામ કેલ્શિયમ, બસો દસ મિલીગ્રામ ફોસ્ફરસ, અઢી મિલીગ્રામ લોટું તથા સાત મિલીગ્રામ વિટામીન સી હોય છે. આમ સૂકાયેલા કોપરામાંથી ખનિજ તત્ત્વો ઉપરાંત મોટાભાગે તેલ હોય છે. આવા બધા કિંમતી પ્રવાહો અને તત્ત્વો તિજોરી જેવાં મજબૂત ફળમાં સીલબંધ અને અકબંધ પૂરાં પાડે છે. સૂર્યનો આતશી પ્રભાવ, ચંદ્રની શીતળ બુદ્ધિવર્ધક તાસીર, શિવશંકરની લોખંડી મરદાનગી, પાર્વતીજીની કોમળતા-આર્દ્રતાવાળું નાળિયેરનું વૃક્ષ તપસ્વી સરીખું પુણ્યવંત પરોપકારી વૃક્ષ છે. पयेषु पथ्यं भक्ष्येषु स्वादु, मांगल्यकार्येषु मुख्यं जनेषु । धनागमे कल्पतरु पृथिव्यां, फलेषु राजा फलं नारिकेल ॥ | અર્થાતુ, પીવામાં પાચનકારક, ખાવામાં સ્વાદિષ્ટ, મંગલ કાર્યોમાં સત્પષની જેમ મુખ્ય , આર્થિક રીતે પૃથ્વી પરનું કલ્પવૃક્ષ સમાન નાળિયેર ફળરાજ છે. તો નાળિયેરી વૃક્ષરાજ છે. સ્વરૂપમાં પ્રતપન કરવું તે તપ. આચાર્ય શ્રી કુંદકુંદ પ્રભુ રચિત “પ્રવચનસાર'નો સારાંશ કહી દીધો. એવા તપસ્વી પરમકૃપાળુદેવે ‘સહજાત્મસ્વરૂપ' મંત્રનું દાન દઈ પરમોપકાર કર્યો છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૩ શ્રીફળના ગોટા પર ત્રણ આંખ હોય છે તેથી તેને ત્ર્યંબકની સંજ્ઞા છે. ત્ર્યંબક મૃત્યુંજયના અધિષ્ઠાતા શિવનું સ્વરૂપ છે. મૃત્યુંજય મંત્ર છે, ચમ્પ યનામહે સ્વાહા । શિવજીનાં ત્રીજાં લોચનની જેમ, ૫૨મકૃપાળુદેવના ચરણશરણ ગ્રહ્યા પછી કર્મ ભસ્મીભૂત થઇ જાય છે. ધર્મ જિનેસર (રાજરાજેશ્વર) ચરણ ગ્રહ્યા પછી, કોઇ ન બાંધે હો કર્મ, જિનેસર (શ્રી આનંદઘનજી કૃત ધર્મનાથ જિન સ્તવન). શ્રીફળ જળનાં સેવનમાં મૃત્યુને, રોગને પાછા હઠાવવાની પ્રતિકારક શક્તિ છે. મરેલાને સજીવન કરે તેમ પણ કહે છે. નાળિયેરીથી મૃત હોય તે જીવંત ન થાય પણ કૃપાળુદેવનાં ઓળખાણથી તો ક્ષણે ક્ષણે ભાવમરણ કરતાં અને એટલે હાલતાં ચાલતાં શબ (અજ્ઞાની જીવો)નું અજ્ઞાન, મિથ્યાત્વ દૂર થાય છે અને એમ બેઠાં થાય છે, જાગી જાય છે. પ્રભુશ્રીજીના બોધમાં આવે છે ને કે, સિદ્ધપુરના ગોદડ પારેખ જણાવતા કે, આપને મળ્યા પછી આપે હૃદયમાં ચકલું ઘાલી દીધું તે ફડફડ થયા જ કરે છે. પહેલાં તો ખાતા અને નિરાંતે ઊંઘતાં, પણ હવે તો કંઇ ચેન પડતું નથી. પ્રભુશ્રીજીએ કહ્યું, એમ જ છે. અમને કૃપાળુદેવ મળ્યા પછી બધા મુનિઓ અમારા સંબંધી વાત કરતા કે, એમની પાસે જશો તો ભૂત ભરાવી દેશે; એમના શબ્દો ય કાને ન આવવા દેવા, નહીં તો ચોટ લાગી જ જાણવું. નાળિયે૨ી માણસને છાંયડો નથી આપતી, પક્ષીને બેસવા ડાળી નથી આપતી અને એટલી ઊંચાઇએ કે કોઇના હાથ ન પહોંચે. અને હાથમાં આવી જાય તો પણ એને તોડીને ખાતાં-પીતાં નાકે દમ આવી જાય. હા, લોકદૃષ્ટિ અને જ્ઞાનીની દૃષ્ટિને પશ્ચિમ-પૂર્વ જેટલો તફાવત છે. જ્ઞાનીની દૃષ્ટિ પ્રથમ નિરાલંબન છે. રુચિ ઉત્પન્ન કરતી નથી, જીવની પ્રકૃતિને મળતી આવતી નથી; તેથી જીવ તે દૃષ્ટિમાં રુચિવાન થતો નથી, પણ જે જીવોએ પરિષહ વેઠીને થોડા કાળ સુધી તે દૃષ્ટિનું આરાધન કર્યું છે, તે સર્વ દુ:ખના ક્ષય રૂપ નિર્વાણને પામ્યા છે; તેના ઉપાયને પામ્યા છે. (પત્રાંક ૮૧૦) ચંદ્રની સોળ કળા તેમ ધર્મની સોળ કળા, તત્ત્વજ્ઞાન રૂપી ચંદ્રની સોળ કળા. ચંદ્રની ૧૫ કળા તો આદિ-અંતવાળી પણ શુદ્ધાત્માની કૃપાળુદેવની ધ્રુવકળા છે, જ્ઞાનકળા છે, “મુજ પામરથી ન કળાય અહો ! અહો રાજચંદ્ર દેવ ! રાતદિવસ મને રહેજો રટણ તમારું.” (મુમુક્ષુવર્ય શ્રી મુનદાસભાઇ રચિત પદ જે પ્રાતઃકાલીન ભક્તિમાં ગાઇએ છીએ). તે જ્ઞાનકળાની કુક્ષિમાં અમૃત રહેલું છે. અમૃત ૪ની સંખ્યાસૂચક શબ્દછે. ચારની વાત આવે એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્યની જ વાત હોય. અનંત ચતુષ્ટય શુદ્ધ ચેતના નિશ્ચય કરવા યોગ્ય રે, એ જ પ્રયોજન રૂપ કાર્ય તે નિયમ સ્વરૂપ મનોજ્ઞ રે. આત્મહિતાર્થે નિયમિત વૃત્તિ શીખવી સદ્ગુરુ રાયે રે, નિયમસાર સ્વરૂપ સદ્ગુરુના ચરણ ધરું ઉરમાંયે રે. પ્રજ્ઞાવબોધ પુષ્પ ૩૨, નિયમિતપણું : પ.પૂ.બ્રહ્મચારીજી અહો ! શ્રી કુંદકુંદાચાર્યજી કૃત ‘નિયમસાર’નો સાર આપી દીધો પ.પૂ.બ્રહ્મચારીજીએ તો. કૃપાળુદેવે ૧૭ વર્ષની વય પહેલાં, ‘ધર્મ વિષે’ પદમાં પ્રકાશ્યું છે : કવિઓ કલ્યાણકારી, કલ્પતરુ કથે જેને; સુધાનો સાગર કથે, સાધુ શુભ ક્ષેમથી. Page #106 -------------------------------------------------------------------------- ________________ ८४ વૈદક શાસ્ત્રમાં ગળો વનસ્પતિને અમૃતા કહે છે. હશે, કારણ કે એવા ગુણ પણ છે. પરંતુ ફળમાં શ્રીફળ, એટલે કે વૃક્ષમાં તો નાળિયેરી જ વૃક્ષરાજ, આપણે પણ કલ્પવૃક્ષ શ્રી શ્રી શ્રી શ્રી શ્રી રાજનાં અમૃતની જ વાત કરી રહ્યાં છીએ. શમન કરે જ કરે. શાતા થોડી, અશાતા ઘણેરી, એવો છે આ સંસાર; જીવનમાં જ્યારે ઝાળ લાગે ને અંગે ઊઠે અંગાર; છાંટે ત્યારે શીતળ પાણી, એવી મારા રાજની વાણી, કોઇ વિરલાએ જ જાણી, એવી મારા રાજની વાણી. કષાયભાવ ઉઠે કે વિષયભાવ જાગે અને રાજવાણી શાંત ન કરી દે એ તો બને જ કેમ ! નાળિયેરમાં રોગપ્રતિકા૨ક શક્તિ છે પણ પરમકૃપાળુદેવની નાળિયેરી તો, સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઇચ્છતા પરમાર્થપ્રેમી જિજ્ઞાસુ જીવોની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃતસાગર છીએ. (પત્રાંક ૬૮૦) બૃહદારણ્યક ઉપનિષમાં, ૯મા બ્રાહ્મણમાં, વાણીને-વાને ગાય-ધેનુ સાથે સરખાવી છે. ગાયને ચાર આંચળ છે તેમ વાણી પણ ચાર પ્રકારે છે : પરા, પશ્યતિ, મધ્યમા અને વૈખરી. પરમકૃપાળુ દેવની વાણી તે પરા વાણી. વૈખરી વાણીનો સંબંધ મનુષ્યો સાથે છે, પરા-પશ્યતિ વાણીનો સંબંધ દેવો સાથે છે. આ તો મનુષ્યદેહે પ૨માત્મા છે. પત્રાંક ૧૩૦માં, આત્મા છે. તે બંધાયો છે. તે કર્મનો કર્તા છે. તે કર્મનો ભોક્તા છે. મોક્ષનો ઉપાય છે. આત્મા સાધી શકે છે. આ જે છ મહાપ્રવચનો તેનું નિરંતર સંશોધન કરજો. આ છ પદને પ્રકૃષ્ટ પ્રવચન કહીને તેના પ્રત્યે કેવો પ૨માદર ધરાવ્યો છે કૃપાળુદેવે ? પ્રભુશ્રીજીએ સમકિતની માગણી કરી તેના ઉત્તરમાં કૃપાળુદેવે સ્વતંત્ર પ્રકરણ ગ્રંથ જેવો, સૂત્રાત્મક શૈલીથી લખાયેલો, છ પદનો અમૃતપત્ર આપવાની કૃપા કરી. નવતત્ત્વમાં પ્રથમ એવું આત્મતત્ત્વ, એનું ઓળખાણ થવા માટે, આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે - એમ છ પદથી સમ્યક્દર્શન કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય તેવું અપૂર્વ વાણીથી નિરૂપણ કર્યું છે. મરેલાને જીવતા કરતો આ પત્ર એટલે જ મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વ આપી દેતો . અમૃતપત્ર. પ્રભુશ્રીજી પણ પ્રકાશે છે કે, એ પત્ર અમારી અનેક વિપરીત માન્યતાઓ દૂર કરાવનાર છે. નથી અમે સ્થાનકવાસી, નથી અમે તપાગચ્છી, નથી વેદાંતી; કોઇપણ મતમતાંત૨માં પ્રવેશ ન કરાવતાં માત્ર એક આત્મા ઉપર ઊભા રાખ્યા. અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની દેશના જ્ઞાની પુરુષોએ પ્રકાશી છે. (પત્રાંક ૪૯૩) દેશના લખીને, દઇને હદ કરી છે ! આપણાથી ગાયા વિના રહી શકાતું નથી કે, ‘અમૃત વરસ્યા રે પંચમ કાળમાં’. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઇ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે, એમ સ્પષ્ટ-પ્રત્યક્ષ-અત્યંત પ્રત્યક્ષ-અપરોક્ષ તેને અનુભવ થાય છે. (પત્રાંક ૪૯૩) કેવું ટંકોત્કીર્ણ પ્રવચન ? કેવી વાણી કહેવી? ‘વર્ષાવી શ્રી ગુરુરાજ, વાણી કેવી રસાળી ?’ ષટ્ પદના પત્રમાં જ, છેલ્લે કરેલા ચાર નમસ્કાર પણ મૂર્ધન્ય કોટિના. જગતના ચોકમાં શ્રી સદ્ગુરુદેવની ભક્તિની જળહળ જ્યોત જગાવી છે. નમસ્કાર હો તેમના પ્રત્યેક નમસ્કારને. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૫ એ જ છ પદનો પત્ર ગદ્યની જેમ પદ્યમાં હોય તો કંઠસ્થ કરવું સુગમ પડે એ આશયથી ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ પ.પૂ.સોભાગભાઇ પાસે પરમકૃપાળુદેવને વિનંતિ કરાવી. શરદપૂર્ણિમાએ (દિવસે અને રાત્રે) આકાશ જેટલું સ્વચ્છ, રમ્ય ને નિર્મળ હોય છે તેવું આખા વર્ષમાં ક્યારેય હોતું નથી. સંપૂર્ણ સ્વચ્છ હોય છે તેમ પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને, શુદ્ધાત્મા થઇને, સાક્ષાત્ આત્મસિદ્ધિ સાધી છે તેવા મૂર્તિમાન આત્મસિદ્ધ પુરુષે, આસો વદ એકમના પરમ પવિત્ર દિને, એક આસને, એકી કલમે, એક મને, એકી સપાટે, અસામાન્ય - અદ્ભુત - અનન્ય ગ્રંથ ગૂંથી દીધો, શાસ્ત્રનું સર્જન કરી લીધું, શ્રુતપાવની ગંગા સમી આત્મસિદ્ધિને અવતરિત કરી. પ્રભુશ્રીજીની પ્રેરણા વડે, ૫.પૂ.સોભાગભાઇની થયેલી વિનંતિ ફળી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની ભેટ-નજરાણું-પ્રાભૃત-Present સંપ્રાપ્ત થઈ. શ્રી મહાવીર સ્વામી - ગૌતમ ગણધરના સંવાદથી અને ગણધરવાદથી જેમ જિનાગમો, શ્રીકૃષ્ણ-અર્જુનના સંવાદથી શ્રી ભગવદ્દગીતાજી, ગુરુચરણે બેસીને શ્રવણ કરતા શિષ્યોના ઉપનિષપણાથી ઉપનિષદો પ્રસિદ્ધ છે તેમ ગુરુ-શિષ્ય સંવાદશૈલીથી અને ગરવી ગુજરાતી ભાષામાં રચેલી ‘આત્મસિદ્ધિ' કેટલી મીઠી લાગે છે? નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, પદર્શનનું સર્વોત્તમ તત્ત્વ અને જ્ઞાનીના બોધનું બીજ સંક્ષેપે ભલે પત્રાંક ૨૧૧ માં વાવ્યું પણ હેજ વિસ્તારીને તો આપ્યું આપણને પત્રાંક ૭૧૮ માં, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં . અબુધ-અભણનાં અંતરનાં દ્વાર ખોલી દે અને પંડિતો-સાક્ષરો કે વિદ્વાનોનાં મસ્તક પણ ડોલી ઉઠે અને વચલા સઘળાનાં હૃદય પણ ઝૂમી ઉઠે એવું તો “આત્મસિદ્ધિ'માં દૈવત છે. આત્મસિદ્ધિ માટે દ્વાદશાંગીનું તાં ઘણો વખત જાય. જ્યારે એક માત્ર શાંતપણું સેવ્યાથી તરત પ્રાપ્ત થાય છે. (વ્યાખ્યાનસાર ૨:૪:૭) સનાતન આત્મધર્મતે શાંત થવું, વિરામ પામવું તે છે. આખી દ્વાદશાંગીનો સાર પણ તે જ છે. તે ષડદર્શનમાં સમાય છે અને તે પદર્શન જૈનમાં સમાય છે. (વ્યાખ્યાનસાર ૨:૪:૧૮) આ મત-મતાંતર કે ગચ્છ Group થી દૂર રહી, મધ્યસ્થતાથી, મુક્ત મને, આ મુક્તાત્માએ મુક્તિનો રાહ સમજાવી દીધો છે ‘આત્મસિદ્ધિમાં. | લાવણી રાગે તુજ વચન સુધારસ જ્ઞાનપિપાસુ જનને, પરિતૃપ્ત કરી દે, અજરામર શિવપદને; તુજ આત્મસિદ્ધિ-શી અભુત જ્ઞાનત્રિપથગા, ઉદ્ધરવા અવની ઉતરી સ્વર્ગથી ગંગા. શ્રી રાવજીભાઈ દેસાઈ આત્મસિદ્ધિ તો આત્મસિદ્ધિ જ છે. અવની પરનું અમૃત ! “આ અવનીનું કર ભલું, ભયભંજન ભગવાન” (પત્રાંક ૨) આત્મસિદ્ધિજી આપીને, આ અવની પર આપણું ભલું કલ્યાણ) જ કરી દીધું છે. અને તેથી જ, વ્હાલું ઘણું લાગે, ગુરુ રાજ તારું નામ રે, મીઠું ઘણું લાગે, ગુરુ રાજ તારું નામ રે, તારાં દર્શનથી મારાં પાપ પલાય રે... ભલું ઘણું લાગે ગુરુ રાજ તારું નામ રે. Page #108 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક ૨૦૧ના આધારે, શ્રીમદ્ ભાગવતમાં એક કથા છે. ગોપીઓ શ્રીકૃષ્ણ વાસુદેવને મહીની મટુકીમાં નાખી વેચવા નીકળી હતી. મહીની મટુકી એટલે સહસ્ર દળ કમળ, જયાં અમૃત પ્રવહે છે. ગોપી તે સપુરુષની ચિત્તવૃત્તિ ગણીએ. મહીની મટુકીમાં બિરાજમાન શ્રીકૃષ્ણ ગણો કે આદિ પુરુષ ગણો કે આતમરામ ગણો, તેની પ્રાપ્તિ થતાં ગોપી ઉલ્લાસમાં આવીને બીજા મુમુક્ષુને કહે છે કે, “કોઇ માધવ લ્યો, હાં રે કોઇ માધવ લ્યો.' એટલે કે, વૃત્તિ એમ કહે છે કે, આદિપુરુષની અમને પ્રાપ્તિ થઈ અને એ એક જ પ્રાપ્તવ્ય છે, માટે તમે પ્રાપ્ત કરો. મટુકીમાં નાખીને વેચવા નીકળ્યા છીએ, ગ્રાહક દેખી આપી દઇએ છીએ, કોઇ ગ્રાહક થાઓ, અચળ પ્રેમે કોઇ ગ્રાહક થાઓ. સૃષ્ટિ સારીને મળીને જો મહી કાઢીએ તો માત્ર એક અમૃત રૂપ વાસુદેવ કે ભગવાન જ છે. આ અમૃતની પ્રાપ્તિ પોતાન છે, પોતે અમૃતરૂપ જ છે. એટલે તો, અમૃત સ્વરૂપા ભક્તિનું રસાયણ સેવવાનું કહે છે, હેતે હરિરસ પીવાનું કહે છે. ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે સપુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. (પત્રાંક ૨૦૧) માધવ, માધવ. =લક્ષ્મી, આત્મલક્ષ્મી અને ધવ=પતિ, નાથ. લક્ષ્મીપતિ વિષ્ણુ, એટલો જ અર્થ નથી પણ આત્મલક્ષ્મીનો સ્વામી આત્મા પોતે તે માધવ. પોતે જ લખ્યું છે ને કે, રામ હદે વસ્યા છે. આત્મામાં રમે તે રામ, આતમરામ, રમતા રામ. આમ માધવ પણ પોતે ને રામ પણ પોતે ને પરમાતમ-મા ય પોતે ને ભગવાન પણ પોતે. પત્રાંક ૨૧નું તો શીર્ષક જ ખુદ “વચનામૃત' લખે છે ! સદ્ગુરુ સુધા સમુદ્ર હૈ, સુધામયી હૈ નૈન; નખશિશ સુધા સ્વરૂપ હૈ, સુધા સુ બરસે બૈન. 1 - શ્રી સુંદરદાસજી સદ્દગુરુ તો અમૃતનો દરિયો છે. નયન અમૃતમય છે, માથાથી પગના નખ સુધી અમૃત સ્વરૂપ છે, વચનથી અમૃત વહે છે. પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. પણ એ ધ્યાવન આત્મા સપુરુષના ચરણકમળની વિનયોપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી એ નિગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. (પત્રાંક ૬ ૨) આમ સપુરુષના ચરણકમળની વિનયોપાસના મુખ્ય છે. બુહદારણ્યક ઉપનિષદુમાં, યાજ્ઞવજ્યજી અને તેમનાં પત્ની શ્રી મૈત્રેયી વચ્ચેનો સંવાદ સબોધદાતા છે. કાત્યાયની નામનાં પત્ની લૌકિક એષણાવાળાં, વ્યવહારમાં રતપત રહેનારાં, ઘરરખ્ખું ગૃહિણી હતાં, મૈત્રેયી મોક્ષમાર્ગમાં મૈત્રી કરે - રાખે તેવાં હતાં. ગૃહસ્થાશ્રમમાં આત્મકલ્યાણ કરતા હોવા છતાં યથાયોગ્ય શાન્તિ-સંતોષના અભાવે સર્વસંગ પરિત્યાગ માટે યાજ્ઞવક્ય સજ્જ થયા. મિલકતના ભાગ પાડતાં બન્ને પત્નીશ્રીને અરધો અરધ વહેંચવા તત્પર થયા ત્યાં મૈત્રેયીએ સરસ સવાલ કર્યો છે કે, આનાથી મને અમૃત મળશે ? અમૃતમય આત્મા આમાંથી મળશે ? યાજ્ઞવક્ય આ ધારદાર સવાલનો તીક્ષ્ણધાર જવાબ આપ્યો છે, ના. આત્મા કે આત્માનું અમૃત તેમાં નથી. કેટલું સાચું ? મૈત્રેયીએ પણ નિર્ધાર કરીને કહી દીધું કે, યેનાë નામૃતા સ્થાત્ જ બહં તન કર્યા જેના વડે હું અમૃતા-અમૃતામયી ન બને તેનું મારે શું કરવું? મારે કંઇ કામ નથી એ સંપત્તિનું. સાચી સંપત્તિસંપદા આત્મામાં છે, હું પણ ઘરનો, સર્વસંગનો ત્યાગ કરીશ અને આત્મકલ્યાણને રસ્તે જઇશ. એ કાળે પણ આત્માને મુક્ત કરવાની ભાવના ધરાવતી બહેનો હતી. બન્ને ઘર છોડી આત્મજ્ઞાનને પંથે ચાલ્યાં. શુકદેવજી પરીક્ષિત રાજાને આત્મજ્ઞાનનો બોધ આપે છે, શ્રી ભાગવત્ વંચાય છે, હરિરસની હેલી ઊભરાયછે, અમૃતપાન પીરસાઈ રહ્યું છે, દેવોને ખબર પડતાં ત્યાં આવીને આ રસપાન માટે વિનંતિ કરે છે. સમુદ્રમંથન સમયનું અમૃત આપી દેવા દેવા તૈયાર થાય છે અને એના સાટામાં-બદલામાં ભક્તિનું અમૃત યાચે છે પરંતુ શુકદેવજી તેમને અ-ભક્ત કહીને ના કહી દે છે. કારણ કે, Page #109 -------------------------------------------------------------------------- ________________ હરિરસ મોંઘેરે મૂલ છે, શિર સાટે વેંચાય છે; શિરનાં સાટાં રે સંતો જે કરે, મહાસુખ તેને થાય છે. હરિરસ મોઘેરે મૂલ છે... સર્વસ્વ રાજ અર્પણ કરનારાને માર્ગ મળ્યો છે, મહાસુખ મળ્યું છે. .પૂ.પ્રભુશ્રીજી અને પ.પૂ.બ્રહ્મચારીજી જવલંત દૃષ્ટાંત છે. જે જીવ પુરુષના ગુણનો વિચાર ન કરે અને પોતાની કલ્પનાના આશ્રયે વર્તે તે જીવ સહજ માત્રમાં ભાવવૃદ્ધિ ઉત્પન્ન કરે છે, કેમ કે અમર થવાને માટે ઝેર પીએ છે. (હાથનોંધ ૧-૩૭) આવું કડવું ઔષધ કોણ પાય ? કડવા ઘૂંટ કોણ ભરાવે ? હિતસ્વિની મા અને પરમ હિતસ્વી ધર્મપિતા પરમકૃપાળુદેવ. સાકરનું શ્રીફળ : વરપક્ષ માગું કરે વ્યવહારમાં. અહીં તો પોતે જ વીતરાગી વર છે ! પડી છે તલવાર, (તરવાર), તારી વારેવાર, થઇ જા તૈયાર ! આપણે પણ ગાઇએ છીએ અને માગીએ છીએ, પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દે. (પત્રાંક ૨૬૪) લૌકિક શ્રી, ફળ બધાંને ગમે છે, વખાણીને માગે છે પણ કૃપાળુદેવની તો લોકોત્તરા શ્રી છે, અ-લૌકિક શ્રી છે, પાછી અનેક શ્રીફળો સુદીર્ઘકાળ સુધી આપી શકે તેવી નાળિયેરી છે પણ ગુપ્ત (આત્માના) ચમત્કાર જ સૃષ્ટિના લક્ષમાં નથી. (પત્રાંક ૨૧-૩૦) વળી પૂ.દીપચંદજી મુનિનો સંદર્ભ પણ હોઇ શકે. સહુએ, સંધે, સમાજે સર્વસંગ પરિત્યાગીને, ચારિત્ર્ય યાને દીક્ષાગ્રહણ કરી હોય તેવા સાધુ-સાધ્વીને, બાહ્ય ત્યાગીને, દ્રવ્ય સાધુને સ્વીકૃત કર્યા છે, વખાણ્યાછે, Consider કર્યા છે એટલે એ સાકરનું શ્રીફળ બધાંએ માન્યું છે, માગ્યું છે, વધાવ્યું છે, વખાણ્યું છે. જયારે પરમકૃપાળુદેવ પાસે તો અમૃતની સચોડી નાળિયેરી છે ! વ્યવહારમાં બેઠા છતાં વીતરાગી ! | તદુપરાંત, એમ પણ લાગે કે, આ પત્રાંક ૧૮૦ માં, પોતાના વિચારોને સ્પષ્ટ કરવા માટે વાક્યસિદ્ધિ કરવી પડે છે તે ય માથાકૂટ લાગે છે, કારણ કે જ્યાં વસ્તુની (આત્મદ્રવ્યની) સિદ્ધિ થઇ ગઇ ત્યાં ઉપયોગને ક્યાં શબ્દદેહે યોજવો? ' આ વાક્યસિદ્ધિ કે વાચાજ્ઞાનનું શ્રીફળ તો બધાંએ વખાણી માગ્યું છે પણ આ તો અનેકાન્ત વસ્તુનું સમ્યફ એકાંત એવા નિજપદ (આત્મજ્ઞાન) પ્રાપ્તિની સચોડી નાળિયેરી છે. સચોડી નાળિયેરીઃ સચોડી એટલે સંચોડી, સપૂચી, સમૂળગી; બિલકુલ, બધી; આબાદ, અચૂક, નિષ્ફળ ન • જાય તેવી; પહોળાઇ સહિત, ઉત્તેજન-પ્રેરણા દેનારી, ચોટ સહિત, ચોટી-શિખર સહિત, મજબૂત; પુરાવા સહિત. આ નાળિયેરનાં મૂળમાં યે અમૃત રહેલું છે, ચંદ્રપ્રભજિનની પ્રભા અને મહાવીર જિનનું વીર્યછે. જિનેશ્વર ભગવંતનું પાણી-અમૃત પીને આવ્યા છે. તેમનાં ટંકોત્કીર્ણ વચન, અતિશયવંતી વાણી અને અમોઘ Page #110 -------------------------------------------------------------------------- ________________ ८८ શસ્ત્ર જેવું શાસ્ત્ર હોવાથી સચોડી જછે. માત્ર ઊંચાઇના શિખરો સર નથી કર્યાં, કિન્તુ પહોળાઇ-વ્યાસ-ધેરાવો-ફેલાવો કે વિસ્તાર પણ એટલો જ છે, સમસ્ત સૃષ્ટિ જેટલો. પ્રેરણાનાં પાન-પીયૂષ પાનારી છે. રામબાણ કે રાજબાણ, બીજા રામનાં બાણ કે વચન છે, ચોટ વાગે જ વાગે. પુરાવા-સાબિતીથી ભરેલી નાળિયેરી છે. ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીના શબ્દોમાં, અમૃતની સમૂલી નાળિયેરી - દેષ્ટાભાવ. (ઉપદેશામૃત, પૃ.૬૮.) દૃષ્ટિ દૃષ્ટામાં પડે છે ત્યાં બંધાયેલો છૂટે છે. (ઉપદેશામૃત ૩૨) આટલું ઓછું, અધૂરું કે અપૂર્ણ હોય તેમ, સુપ્રસિદ્ધ ગરબો આવ્યો કે, નદી કિનારે નાળિયેરી રે ભાઇ / બાઇ નાળિયેરી ! કારણ જોગે હો કારજ નીપજે રે, એમાં કોઇ ન વાદ; પણ કારણ વિણ કારજ સાધિયે રે, એ નિજ મત ઉન્માદ. સંભવ દેવ તે ધુર સેવો સવે રે. અર્થાત્, કારણના યોગે કાર્યનિષ્પત્તિ થાય એમાં કંઇ બોલવા જેવું નથી, વાદવિવાદ નથી. એટલે કે, શ્રી સદ્ગુરુ પ્રાપ્તિથી કલ્યાણ થાય એમાં બે મત નથી. પણ એવા ઉત્કૃષ્ટ નિમિત્ત વિના કલ્યાણ કરવા લાગીએ તે તો પોતાના મતનો ઉન્માદ છે, સ્વચ્છંદ છે. શ્રી સંતના કહેવાથી મારે પરમકૃપાળુદેવની આજ્ઞા માન્ય છે. અંતમાં, શ્રી આનંદઘનજી મહારાજ (ઝૂલણા છંદ) અમર વરમય સદા દૃષ્ટિ મુજ ઉલ્લસો, રોમેરોમ ખુમારી જ એ હો ! ‘તું હિ, તું હિ’ રટણ હો, લગની એની રહો, એ જ ચિંતન સ્મરણ ભાવના હો. (દોહરા) પરમકૃપાળુ પ્રભુ નમું, અહો પ્રગટ મહાવીર, શ્રીમદ્ રાજચંદ્ર પદે, ધરું શ્રીફળ નિજશિ. 15 Page #111 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૪ મું શ્રીમદ્ રાજચંદ્રજી વિ.સં. ૧૯૪૭ Page #112 -------------------------------------------------------------------------- ________________ Page #113 -------------------------------------------------------------------------- ________________ એના સિલીન પણ વધુના છા છે. આ તી 2 માંડવરૂપમાં વાલ મોક્ષના પવિવૃત થઇ નથી કે માન જઈને પાછુ લાવું છે માપવાને Care પા! તારા અને સ્વરૂપ જ મારે છે. ત્યાં હવે તે જ રકત પણ છાકૂટ ટ પ છે અને એ જ અમારો જ -- sug૧ જાને પ4 દમક and Anaredi migliorul vinin na scle aim જોગાને ઉભી, લિવિ ઉમાં વર્તન કરવા છતાં પામ બાલે રરપરિમણ કરતા ભી ભજારભ કanલ લેવું અને ભ છે – વને વિશાળ વાર ભૂલ ભૂતકાળની ભૂખ કે હવા ના ભડાવ છો. # મહાશય - જથી કામ? - છોડીને વળાવ વાળવા માગે ગાલે 11 શ્રેય છેવળ તપ કાન પર અને ધન કયા 90 vખે રવાના 2 તાપને yત કરવાનો આજે જનસા૨ છેમુજી નું ભાન કરવા કહે એ કલ્પવૃક્ષ- . વધારે તેવું વિષમ કાનમાં પરમ શાંતિના ધન જે વાજા નરમ અધવ જ મજા છે, કેમકે એ પણ ના ૧૧ તા. ૨ આ અંતરમનન૧ પાકમાત્માના માninen gemail saran replauan yuran મન જીન પર પ્રવૃત્તિ કે જેમનું જાંe વાલ્વ ૧ ઉદ્ધાર કરી એ જ આ હદયકિનાર પ્રદશિત કરવાની પ્રેરક કરે સં ભવના મૈસુર મહાર Page #114 -------------------------------------------------------------------------- ________________ Page #115 -------------------------------------------------------------------------- ________________ વ્ય “ સહજ સ્વરૂપ ઉથ-સફા, સ્વયં મોલમૂર્તિ નવતા દાતા, Zરમ પ્રાણ દેવા, નમું, હું વાર રામ શ્વેત ૬. શ્રી રાજચંદ્ર ભુ-પ૫૬ વંદું, મુકુના છે 'મા-બંધુ, આ યુગમાં ) Vol 21વનારા થાઈ -વિચાર-ધાર) . Jain Education Intemational -For Private Personal use only Page #116 -------------------------------------------------------------------------- ________________ Page #117 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમૂર્તિ શ્રી પરમકૃપાળુદેવ સહજ' સ્વરૂપે કૈવલ્ય સિદ્ધા, સ્વયં મોક્ષમૂર્તિ નિર્વાણ દાતા, પરમકૃપાળુદેવા, નમું હું, ૐ વીર, રામ જયવંત વંદું. જેઓને ભ્રાન્તિથી કરી પરમાર્થનો લક્ષ મળવો દુર્લભ થયો છે એવા ભારતક્ષેત્રવાસી મનુષ્ય પ્રત્યે તે પરમકૃપાળુ પરમકૃપા કરશે. (પત્રાંક ૧૯૧) એવું વચન આપી પરમ કૃપાળુદેવ મહાભાગ્ય જીવન્મુક્ત શ્રી સૌભાગ્યભાઇની પરમાર્થ-પ્રભાવના વૃત્તિને ધીરજ આપે છે. આમ પરમ કૃપાળુદેવે માત્ર ભારત નહીં પણ સમગ્ર ભરતક્ષેત્ર પ્રત્યે પોતાની જવાબદારીનું પૂરું ભાન રાખ્યું છે. ચક્રવર્તી ભરતેશ્વરના નામથી સમગ્ર પૃથ્વી જ ભરતક્ષેત્ર છે. આ પૃથ્વી ઉપર પ્રથમ તો યુગલિયાંનો યુગ હતો. તેમાં શ્રી ઋષભદેવ ભગવાને સંસ્કૃતિ સરજી. તેઓ મોક્ષની યોગ્યતા પામે તે અર્થે ભરતેશ્વરે ચાર વર્ણાશ્રમ ધર્મો પ્રવર્તાવ્યા. બ્રાહ્મી-સુંદરી દ્વારા ભાષા-સાહિત્ય-કલાઓની વિદ્યા-કેળવણીથી યુગને સંસ્કાર્યો. ચોરાશી લાખ પૂર્વ વર્ષના આયુષ્યવંત ભગવંત શ્રી ઋષભદેવે પોતાનાં ૮૩ લાખ પૂર્વ વર્ષ તો પૃથ્વીના સંસ્કૃતિસર્જનમાં ગાળ્યાં. એવા તો એ સમગ્ર સૃષ્ટિના સૃજન-મુક્તિમયી સર્વતોભદ્ર કલ્યાણકારી વિધાતા હતા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ ચતુર્વિધ પુરુષાર્થના નિધિ સમા એ નિરવધિ પૌરુષમય યુગાદિદેવ હતા. એવા શ્રી આદીશ્વરનાં પ્રેરણા-પૌરુષ ઝીલતા પરમ કૃપાળુદેવ જીવનમુક્તની અદાથી મંગલ વંદનામાં પણ ક્રાન્તિકારી પ્રભુત્વ દાખવે છે. ત્યાં સ્વયં ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ક્રમનો ય વિક્રમ સરજે છે. “ભાખું મોક્ષ, સુબોધ ધર્મ-ધનના, જોડે કશું કામના !” (પત્રાંક ૧) પ્રથમ તો ભાખવો છે બસ મોક્ષ જ. “મોક્ષમાળા'ની એમની યોજના તેની અનુપમ સૂચક છે – તેના જ નામથી, તેની નેમની. ‘નિગમ' નયની ધ્યેયમૂલક રામબાણ-વેધકતા આ બીજા શ્રીરામ ચૂકતા નથી. ભાવનાબોધમાં તેની જ દેઢતા દર્શાવી છે : ‘નિવાબસેટ્ટા નંદ સંબંધHI.' બધા ય ધર્મમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે.” શ્રી સૂત્રકૃતાંગના સારસમી આ પંક્તિનો સંદર્ભ દર્શાવી શ્રીમદ્ પોતાની શ્રુતિ-સ્મૃતિની સંવિત્તિને કેવી મુક્ત કૃતાર્થતા અર્પે છે ! માંડ સોળ વર્ષ પૂરાં થયાં છે. પણ અવધિ-મન:પર્યવ જ્ઞાન જે મહામુનિઓને હોય છે, તે આ જ્ઞાનાવતારને સહજ છે. એની પ્રતીતિ થવાથી મોરબીના શ્રી ધારશીભાઇ જેવા ન્યાયાધીશ પણ તેમને જ્ઞાની પુરુષ તરીકે સન્માને છે. આવાં જ્ઞાન સાથે જાતિસ્મૃતિ પણ તેની વિશાળતા પકડેને ? નવસો ભવનાં જાતિસ્મૃતિ જ્ઞાનમાં સાતસો ભવ તો જાણે માનવતામયી ! બ્રાન્તિગત ભારતવાસી મનુષ્ય ને એટલે સમગ્ર માનવજાતને તેનું મનુષ્યપણું યથાર્થ નીવડે તે માટે જાણે કે એ બીજી મનુસ્મૃતિ ન લખતા હોય તેમ માનીતિ - વચન સપ્તશતી લખી દે છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ co ભવાંતરોની કતારમાં પુણ્યપાપનું સમતોલપણું જાળવનાર આ કાળનો ક્ષયોપશમી પુરુષ આત્મા-પરમાત્માની, બ્રહ્મ-પરબ્રહ્મની પણ કેવી આનંદકારી સમતુલા જાળવે છે ! અને તે પણ સહજ સ્વભાવે, સહજ સ્વરૂપે. એ એમની સમાધિ ક્ષમતાની સાહજિકતા છે, અથથી સતત અંત સુધીની. જિનપદ નિજપદ એક્તા, ભેદભાવ નહિ કાંઇ, લક્ષ થવાને તેહનો, કહયાં શાસ્ત્ર સુખદાઇ. (પત્રાંક ૯૫૪) નાગ સે સવં નાડુ' ની આ શ્રુતકેવલા ગુરુગમ કેવી અભેદતા દાખવે છે ! જાતિસ્મૃતિ, મનુસ્મૃતિ કે મંત્રસૃતિ : આ બધી સ્મૃતિ વાસ્તવિકતાએ ચેતનાની સ્વપર-પ્રકાશકતાનાં અનુભૂતિરૂપે એક સ્મૃતિસ્કૂરણો છે. તે ધ્રુવતા-નિર્ભર હોવાથી ‘સત્'નું યથાર્થ ભાન છે; ત્રિપદીના ઉપયોગનું જેને ભાન છે તેવા રાયચંદ સ્વયં વીર આ સૌને સમેટે છે, નિત્ય સ્મૃતિ રૂપે. (પત્રાંક ૭) ૧. જે મહાકામ માટે તું જમ્યો છે તે મહાકામનું અનુપ્રેક્ષણ કર. સની ધ્રુવતાને નિત્યતામાં અનુભવતાં ધ્યાનને તેની ધારણ અર્પે છે. મહાકામની અનુપ્રેક્ષા-ધ્યાન પ્રગટાવે છે અને “મોક્ષ'નાં સ્વરૂપને સમાધિસ્થ કરે છે. ૪. દઢ યોગી છો, તેવો જ રહે. ૭. મહાગંભીર થા. અનંત જ્ઞાન-દર્શન-વીર્ય-સુખથી ભરપૂર નિધિની આ સાગરવર ગંભીરતા ! પ્રજ્ઞામયી છે એટલે પ્રજ્ઞાપનીયતાથી વિચારણા ધરે છે. ૮. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવવિચારી જા. વિચારીને એ ચારેય ભાવોને સમેટી લે – ‘અર્થમાં, યથાર્થમાં, આ છે ત્રીજો પુરુષાર્થને? ૯. યથાર્થ કર. ૧૦. કાર્યસિદ્ધિ કરીને ચાલ્યો જા. જાણે ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવો છે ! જૈન સિદ્ધાંતમાં, સંસારના સૃજનમાં આઠ કર્મ પ્રકૃતિ ગણાવાય છે, ભલે, અહીં તો છે ‘સહજ’અને સહજપ્રકૃતિ. (પત્રાંક ૮) એમાં પ્રથમ સ્થાને છે, પરહિત એ જ નિજહિત સમજવું અને પરદુઃખ એ પોતાનું દુઃખ સમજવું. આ છે “રાયચંદ વીર'નું પરમ કૃપાળુદેવપણું. વૃત્તિ તેવી કૃતિ એ જ સ્વાભાવિક સહજપ્રકૃતિનું સ્કૂરણ તે એમનાં સૃજનમાં લીલયા પ્રગટતું રહ્યું છે. મોક્ષમાળામાં “વાંચનારને ભલામણ” કર્યા બાદ પ્રથમ જ બોલે છે : સર્વમાન્ય ધર્મ. ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન, અભયદાન સાથે સંતોષ ઘો પ્રાણીને દળવા દોષ. (શિક્ષાપાઠ ૨) આત્માના સઘળાય દોષ દળી નાખી અઢાર દોષરહિત એવો જિનદેવ બને - બસ માત્ર Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૧ અભયદાન સાથે સંતોષનાં દાને ! આવા છે મોક્ષનાં દાનથી ય અદકાં એવાં દેવદીધાં દેવત્વ દાન ! આવી પ્રેરણાનું ગંગોત્રી શિખર પણ કેવું ? શાન્તિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ ! માત્ર, તત્ત્વરૂપથી એ ઓળખે, તે જન પહોંચે શાશ્વત સુખે. તેમની સ્તુતિ પણ તેમણે જાણે જાતિસ્મૃતિજ્ઞાનના બળે અભિનંદનાત્મક કરી છે : પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને, પરિપૂર્ણ ચારિત્ર, બોધિત્વ દાને. સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે, બિરાજયા મહાશાંતિ આનંદધામે. (પત્રાંક ૧૩) પરમ કૃપાળુદેવનું કૌમાર કૌશલ કેવું આનંદમય હશે ! સ્વયં નોંધે પણ છે ને “હું સચ્ચિદાનંદ પરમાત્મા છું.” (પત્રાંક ૨૧-૫૫) આ ગ્રંથારંભ જેવો જ બીજો ધન્ય પ્રસંગ છે. સં.૧૯૪૧ની કાર્તિકી પૂર્ણિમાનો. પરમ કૃપાળુદેવનો જન્મોત્સવ ઊજવવા જ જાણે જેતપરની વણિક જ્ઞાતિ ઉમટી છે. સોળ વર્ષે તો તેમની વિદ્યા સાક્ષાત્ સરસ્વતી સમી સોળ કળાએ ખીલી ઊઠી છે. એટલે ૧૭ મે (વર્ષે) પ્રવેશતાં જ, અવધાન આદિ સાથે કાવ્યકલાની શિરમોર છત્રપ્રબંધસ્થ પ્રાર્થના શ્રીમદ્ સ્વયં રચી દે છે અને પોતાનાં પ્રગટ સચ્ચિદાનંદ સ્વરૂપની ઝાંખી કરાવે છે. બે હજારની માનવમેદનીમાં નંદનવનનો અપાર આનંદ રેલે છે; જનતા જનાર્દનનાં દર્શન પામે છે. અરિહંત આનંદકારી અપારી, સદા મોક્ષદાતા તથા દિવ્યકારી; વિનંતિ વણિકે વિવેકે વિચારી, વડી વંદના સાથ હે ! દુઃખહારી. (પત્રાંક ૧૪) આ માત્ર “અરિહંતા મંગલમ્'ની સ્મૃતિ-શ્રુતિ વંદના નથી, આ તો મતિ-ઋતથી અદકેરાં અવધિ-મન:પર્યવની વડી વંદના છે. ભક્તિયોગની આ એક્તા વંદના છે અને એની કેવી રીઝ-રીતિ ? સદા મોક્ષદાતા. મૃત્યુંજયી સમાધિની આ છે જન્મકલ્યાણકા મોક્ષદાતા પ્રસાદી. મનુષ્યના જન્મસિદ્ધ મોક્ષહક્કના ખત પર સદા મોક્ષદાતાની મ્હોર મારી છે. તીર્થકરે કર્યા પ્રમાણે કરવાની નેમ દર્શાવતી ! પાંચ માસમાં જ “મોક્ષમાળા'ની વૈજયંતિથી જનમભોમકા ધન્યા બની રહે છે. તેનું પૂર્ણમાલિકા મંગલ તો પ.કૃ.દેવના આ ધન્ય જીવનની એક કલ્યાણગાથા છે : તપોપધ્યાને રવિરૂપ થાય, તે સાધીને સોમ રહી સુહાય. | (મોક્ષમાળા શિક્ષાપાઠ ૧૦૮). શ્રી મહાવીર સ્વામી તપોપધ્યાને સર્વજ્ઞસૂર્ય બની રહ્યા સ્વયં જગદિવાકર. અને તે યોગ સાધીને શ્રીમદ્ રાજચંદ્ર પૂર્ણિમા સમા શોભી રહ્યા ! શ્રીમદ્રનો જન્મ ‘રવિવારે પૂર્ણિમાએ' થયો. દેવદિવાળી યુગસર્જક બની રહી. પરમ કૃપાળુના જન્મકલ્યાણકે તેની સાર્થકતા ધન્યતા દર્શાવવાને જ શ્રીમદે પોતાનું નામ રાજચંદ્ર રખાવેલું. ત્યાં બીજા યુગની પણ એક કડી અનુસંધાન પામે છે. મોક્ષમાળાના ત્રીજા ખંડ વિષે ગર્ભિત સુચન પામેલી સૌરાષ્ટ્રનાં Page #120 -------------------------------------------------------------------------- ________________ ૯૨ નામની સાર્થકતા બતાવતી રાજમુનિની કથા પ્રજ્ઞાવબોધમાં સંકીર્તિત કરવાનું બ્રહ્મર્ષિ (પ.પૂ.બ્રહ્મચારીજી) ચૂકતા નથી. (પુષ્પ ૭૧) ખરેખર, મહાન તે મંગલ પંક્તિ પામે, આવે પછી તે બુધના પ્રણામે. નિગ્રંથ જ્ઞાતા ગુરુ સિદ્ધિદાતા, કાં તો સ્વયં શુક્ર પ્રપૂર્ણ ખ્યાતા ત્રિયોગ ત્યાં કેવળ મંદ પામે, સ્વરૂપ સિદ્ધ વિચરી વિરામે. (શ્રી મોક્ષમાળા શિક્ષાપાઠ ૧૦૮) અઠવાડિયાના સાતે ય દિનને આત્મચરિત્ર કેવા ધન્ય બનાવતું આ મંગલ પૂર્ણમાલિકા સમું સનાતન ! વચનસપ્તશતી લખ્યા બાદ ‘વચનામૃત... (પત્રાંક ૨૧) લખાયેલ છે. તેમાં એક વચન (આંક ૧૨) તો જાણે સમવસરણા આમંત્રણ છે – જ્ઞાનીઓએ એકત્ર કરેલા અભુત નિધિના ઉપભોગી થાઓ. શ્રી વીર ભગવાને એક આત્માને જાણી સર્વજ્ઞતા પ્રગટાવી. ત્યાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય, અનંતસુખનો નિધિ કેવો આત્મભૂત થઇને રહ્યો છે ! શ્રી ગણધર દેવોએ આત્માને સૂચવતા એક સત્ શબ્દને ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપે ત્રિપદીનો ઉપયોગ અનુભવતાં સમસ્ત દ્વાદશાંગીનાં સૃજનની શ્રુતકેવલા લબ્ધિ પામી સમસ્ત શ્રુતસાગર ઘેરાવ્યો – તે માણવાનાં અત્ર આમંત્રણ છે ! સ્વયં અનુભવબળે પ્રતીતિ કરી સહજ ભાવે અનુરોધ પણ કરે છે. મહાવીરે જે જ્ઞાનથી આ જગતને જોયું છે તે જ્ઞાન સર્વ આત્મામાં છે; પણ આવિર્ભાવ કરવું જોઇએ. (પત્રાંક ૨૧-૧૦૩) સંસ્થાનવિય ધ્યાનપૂર્વધારીઓને પ્રાપ્ત થતું હશે એમ માનવું યોગ્ય લાગે છે. તમે પણ તેને ધ્યાવન કરો. (પત્રાંક ૨૧-૧૨૩) આવો છે સહજ – સથવારો, પડકારપૂર્વક ! હું બીજો મહાવીર છું, એમ મને મારી આત્મિક શક્તિ વડે જણાયું છે... સત્ય કહું છું કે હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું. - આશુપ્રજ્ઞ રાજચંદ્ર (પત્રાંક ૨૭) આ વચનો કોઇ કવિની કલ્પનાથી કે ઊર્મિનો ઉલ્લાસ માત્ર નથી. એ સંપ્રજ્ઞાત લખાયાં છે. આશુપ્રજ્ઞ તરીકેની સહી તેની સાક્ષી છે. એ સ્વયં જાણે પણ છે કે તેમને પોતાને હજી કેવળજ્ઞાન પ્રગટ્યું નથી. તો આ ક્યા બળે લખે છે? આ શ્રુતકેવળનો પ્રભાવ-પ્રતાપ છે. પૂ.ગુરુદેવ (પ.પૂ.બ્રહ્મચારીજી) એક સ્થળે સ્વયં બોધે છે કે જેટલું ભગવાન સર્વજ્ઞતાથી જાણે તેટલું તેમની વાણીથી શ્રુતકેવળી જાણે. આમ પરમ કૃપાળુદેવની જ્ઞાનદૃષ્ટિએ સર્વજ્ઞ સાથે સમાનતા છે એટલે ફરી ઠોકીને લખે છે : સર્વપ્રકારથી હું સર્વજ્ઞ સમાન અત્યારે થઇ ચૂક્યો છું, એમ કહું તો ચાલે. આ સમજવા માટે એ જેથી આ સ્થિતિ પામ્યા છે તેનાં ચાવીરૂપ વચનો લક્ષમાં લેવાથી આશય અંતર્ગત થશે. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૩ અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યથી અભેદ એવા આત્માનો એક પળ પણ વિચાર કરો. (પત્રાંક ૨૧-૨૧) એ વિચાર-ધ્યાને આત્મત્વ સમસ્ત વિશ્વથી પર, પરાત્પર બની રહેઆ ચારે ય પ્રકારે; એ છે પરમાત્મપણું અને ત્યાં સ-ચિ-આનંદપણું. “હું'માં અનુભવાતાં ધ્રુવતા સ્વભાવે-સ્વરૂપે, અસ્તિત્વે નિત્યત્વે ઉત્પાદ-વ્યયને આકાર-આધાર આપે-શમાવે ત્યાં સસ્વરૂપ ત્રિપદીનો ઉપયોગ અનન્ય બની રહે ! દ્વાદશાંગી તેનું માત્ર સ્કૂરણ છે. આત્માનો ધર્મ તો આત્મામાં જ છે. (પત્રાંક ૨૧-૯૯) વસ્તુને વસ્તુગતે જુઓ (પત્રાંક ૨૧-૮૪) અને જગત જેમ છે તેમ તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ જુઓ. (પત્રાંક ૨૧-૭૩) પણ એમની વ્યથા માત્ર આટલી છે : શુક્લ અંતઃકરણ વિના મારાં કથનને કોણ દાદ આપશે ? (પત્રાંક ૨૧-૪૭) છતાં કહી છૂટે છે : એક નિષ્ઠાએ જ્ઞાનીની આજ્ઞા આરાધનાં તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. (પત્રક ૨૧-૭૧) સાથે સાથે બીજી ભલામણ પ્રથમ જ છે : યથાર્થ વચન ગ્રહવામાં દંભ રાખશો નહીં કે આપનારનો ઉપકાર ઓળવશો નહીં. (પત્રાંક ૨૧-૨૯) આત્મા જેવો કોઇ દવા નથી. (પત્રાંક ૨૧-૧૨૪) પ્રભુશ્રીના શબ્દોથી જરા ઉથલાવીએ - આ શું તને ગાળ દીધી? ‘નારીસ્સ સિદ્ધહાવો, તારિસ સહાવો સળંગવાઈ' સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તેથાય. (શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા ૧૩૫) એમ general કહ્યું. સ્વ-પર-પ્રકાશકતાને નાતે ‘સામાન્ય” તેવું જ તેનાથી ‘અવિયુત' એવું ‘વિશેષ' પણ કહ્યું, “તું છો મોક્ષસ્વરૂપ”. આવી છે પરમકૃપાળુ દેવની કૃપાદૃષ્ટિ. એના લક્ષ લક્ષ થયો તો પવિત્ર પુરુષોની કૃપાદૃષ્ટિ એ જ અનાદિની દેહ સાથે આત્માનો જે જોડનો ભાવ-યોગ તેને પલટાવી પરમાત્મા સાથે એક્તા કરાવતા પરમયોગ દષ્ટિ તે જ સમ્યગ્દર્શન ! (પત્રાંક ૨૧-૧૧૦) જેવી દૃષ્ટિ આ આત્મા પ્રત્યે છે, તેવી દૃષ્ટિ જગતના સર્વ આત્મા વિષે છે. (પત્રાંક ૪૬૯) આ સ્થિતિની ઉત્તરોત્તર વિકાસગામી ત્રણ સ્થિતિ જોવામાં આવે છે; તેમાં આત્મજ્ઞાનના આવિર્ભાવમાં થતો ઉત્કર્ષ છે. પણ આ ઉત્કર્ષની સમ્યક્દર્શના સમીચીનતા સમજવા માટે સપુરુષાર્થની આદરણીય સરણી ઓર છે. તે થોડી અંતર્ગત કરીએ, આત્મસાત થવા. આ ઉત્કર્ષ, ઉપરનું આકર્ષણ છે, જળહળ જ્યોતિ સ્વરૂપનું. ‘વેત્તાર નો પુત્તમ' માં, પ્રથમ દ્રયમંગલરૂપ ‘રિહંતા મંત્તિમ્ સિદ્ધ મંકાનમ્' નું સ્વ-૫૨-પ્રકાશક ચૈતન્ય સત્તાનું, પરાત્પર સ્થિતિને પામેલા પરમાત્માનું. એનો “અવગ્રહ' આત્માના ઉપયોગને થયો તો તો દષ્ટિને અંજનશલાકા થઇ જ ગયાં. પ્રત્યક્ષ યોગે વગર સમજાવ્ય સ્વરૂપસ્થિતિ સંભવે છે. કારણ ? મૂર્તિમાન મોક્ષ તે સપુરુષ છે. (પત્રાંક ૨૪૯) અહો ! સપુરુષની...મુદ્રા... દર્શન માત્રથી નિર્દોષ. એટલે જ એ અપૂર્વ સ્વભાવના પ્રેરક નીવડે છે. (પત્રાંક ૮૭૫) ધ્યેયનું આ આકર્ષણ દૃષ્ટિને ધારણા આપી ધ્યાન પ્રગટાવે છે. સત્પષની મુખાકૃતિનું એક વખત હૃદયથી અવલોકન કરતાં સૂર્યમુખી ધ્યાનાત્મક જીવન બની રહે છે. તે તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હો, પરંતુ તેને તીવ્ર બંધન નથી... સત્ સતું નિરુપમ, સર્વોત્તમ શુક્લ, શીતળ, અમૃતમય દર્શનજ્ઞાન; (પત્રાંક ૯૧) પૂર્વભવમાં શ્રી મહાવીર દેવના આ છેલ્લા શિષ્ય ભગવાનનાં દર્શને ય કેવી દષ્ટિથી, કેવી આત્મીયતાથી તેજો અમી ઝીલ્યાં છે, આકંઠ પીધાં છે ! એ જ તો ક્ષાયિકની નિષ્ઠાપના થઇને રહ્યાં છે. છે તે ની આ સંનિષ્ઠા ! સત્ના ધ્રુવત્વની પરિણતિસારા છે.... સમ્યક જ્યોતિર્મય, ચિરકાળ કુન્દન સમી આનંદની પોતાની પ્રજ્ઞાશીલતાએ એક્તાથી જ જાણી લીધેલી અને આત્મસાત્ થયેલી તેવી ‘પ્ર-આપ્તિ', આત્મભૂત થઈને રહે તેવી અદ્ભુત !' એવી તો છે સત્ સ્વરૂપદર્શિતાની બલિહારી ! બસ, છે તે. (પત્રાંક ૯૧) એ તો સ્વભાવમૂલક અસ્તિત્વને નાતે નિત્ય જ બની રહેલ છે ! વીરનાં આ ક્ષાયિક દર્શન-જ્ઞાનના પ્રતાપે પ્રભાવે ઉપશમ પામતી ચંદ્રાનના વૃત્તિ શ્રી રાજચંદ્ર દેવની દર્શનપૂર્ણિમા થઇને રહે તેમાં નવાઈ કશી ? ક્ષયોપશમ દર્શનની આ ઉજજવલતા મતિ-શ્રુતને કેવાં નિરવધિ કરી મૂકે, અવધિ - મન:પર્યવને કેવાં આમંત્યમાં ઝબોળે? કેવાં લીન કરી દે ! Page #122 -------------------------------------------------------------------------- ________________ ૯૪ કલમ લખી શકતી નથી, કથન કહી શકતું નથી, મન જેને મનન કરી શકતું નથી. અને સ્વરૂપને આવી ‘તત્ સત્’ની ધન્યતા-કૃતાર્થતા બ્રહ્મ-પરબ્રાહ્મી પરિપૂર્ણતાએ છતાં ય બસ છે તે. (પત્રાંક ૯૧) સ્વયં સ્થાપે છે. એટલે બે જ માસમાં, પોષ માસમાં સમ્યક્ત્વ તેનું અધિકોજ્જવલ સ્વરૂપ પ્રકાશે છે : સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ. (પત્રાંક ૯૫) બધાય ગુણોને અંશે ઉલઝાવીને પૂર્ણતા પ્રતિ પોષતું. ‘સહગામી ગુણાઃ’ની અત્રનિર્વ્યાજ પ્રશસ્તિ છે. પ૨મકૃપાળુ દેવ તેને થોડો ઠપકો પણ આપે છે : આવા પ્રકારે તા૨ો સમાગમ મને શા માટે થયો ? અમે ક્ષાયિકની નિષ્ઠાપના લઇને આવ્યા છીએ. એટલે અમારે તો ક્ષાયિક જ પ્રગટાવવું હતું. ઉપશમમાં થયેલી પછડાટની અમને પૂરી યાદ છે. અને વધુ તો તારી ચાર વાર પણ હાથતાળી દેવાની રમત અમને પરવડે તેમ નથી. ક્યાં તારું ગુપ્ત રહેવું થયું હતું ? આ પરિગ્રહ પ્રપંચમાં ક્યાં તું આવી ચઢ્યું ? આવ્યું તો ભલે ! પણ હવે પુનઃ સંતાઇ ન જતું. ભાખું મોક્ષ એ તો જાણે એમની અરિહંતા પ્રતિજ્ઞા છે. એ ચાર પુરુષાર્થનો માત્ર એક પુરુષાર્થ છે. તે વસ્તુતાએ તો આત્મારૂપ પુરુષની સનાતન સાંપ્રદાયી કરુણા-સાર્થકતા છે. વીરના બોધનો આમૂલાગ્ર સિદ્ધાંત તો છે, ‘ાં નાળફ સે સર્વાં નાળફ ।' તેનો આ દૃઢયોગી સ્વરાટ-વિરાટમાં અનુયોગ સાધે છે. એની ભવ્યતાનાં દર્શન દર્શનોપયોગની સમગ્ર મહાસત્તાને માપી લેવાની શક્તિમાં કરાવતાં શ્રીમદ્ પડકારે છે : લોક પુરુષ સંસ્થાને કહ્યો, તેનો ભેદ તમે કંઇ લહ્યો ? એનું કારણ સમજ્યા કાંઇ, કે સમજાવ્યાની ચતુરાઇ ? શ્રીમને તો અધિષ્ઠાનની વિરાટતા બ્રહ્મ-પરબ્રહ્મતા અભિપ્રેત છે. પણ તેમને શરીર પરથી એ ઉપદેશ સમજાવવો છે, જ્ઞાન-દર્શનના ઉદ્દેશથી. કેવલજ્ઞાન-કેવલદર્શનને આવરણ છે, તેનાથી મુક્ત ક૨વાં છે અને યથાર્થ લોકાલોકને માપી લે તેવા પ્રગટાવવાં જ છે. આ પુરુષાર્થ તો જાણે લોકપુરુષનાં બે પાસાં છે. મોક્ષ અને ધર્મ-અર્થના સુબોધ પુરુષના માત્ર સહજપૂર્ણ આવિષ્કાર છે. લોક સ્વરૂપ અલોકે દેખવાની ત્યાં ઓર ગુરુગમ છે ! સંસ્થાનવિચય ધ્યાન પૂર્વધારીઓને પ્રાપ્ત થાય છે તો તે સાધી લીધું અને ગીતાર્થ કર્યું. હવે બસ, મુક્ત ભાવમાં મોક્ષ છે. (પત્રાંક ૧૨૦) (પત્રાંક ૧૦૭) લોકાલોકની આકાશી વ્યાપ્તિથી જ્ઞાન-દર્શનને તેના મુક્ત સ્વરૂપમાં મૂક્યાં. હવે ઉપદેશનીય અથ-ઇતિ ગમમાં – દિશામાં છે એટલે વીરના વિહારને પ્રશંસતાં લખે છે. ‘નળ નાં વિર્સ ફØરૂ તળું તાં વિર્સ અપડિવન્દ્વ' (પત્રાંક ૧૨૪) જે જે દિશે જાવું ઇચ્છે તે તે તેને (મુક્ત) ખુલ્લી સદા ! એવો મુક્તભાવ પામવા માટે પૂરણ-ગલન જ જેનો સ્વભાવ છે એવા પુદ્ગલની રચના સમું આ જગત છે. ત્યાં ચેતનાને, આત્માને સ્તંભિત કરવો ઉચિત નથી. (પત્રાંક ૧૨૪) ‘સિદ્ધાન્તોમુત્તમા' થી પ્રયાણ આદર્યાં છે - મોક્ષાર્થે. તો પુદ્ગલથી પર થવું તેવી પરાત્પરા તત્પરતા ઘટે. બસ, અલિપ્ત ભાવમાં રહેવું. એક પરમાણુ માત્રની ન મળે સ્પર્શતા ! અસંગ, અપ્રતિબદ્ધ ! (પત્રાંક ૭૩૮:૧૮) પરમકૃપાળુ દેવની સન્નિષ્ઠા - આત્મનિષ્ઠા સહજ સ્વભાવી સ્વરૂપસ્થિતિ રૂપ છે, તેની ભૂમિકા તો તેમનું દૃઢ યોગીપણું છે. સત્ની ધ્રુવતા સમું. એ ધ્રુવતાનો પણ તે નિષ્કર્ષ કાઢે છે. આત્માની સ્વ-પરપ્રકાશક સત્તાને આકાશની વ્યાપ્તિમાં મૂકી લોકને પુરુષ સંસ્થાને જોયો તેમ હવે કાળની વ્યાપ્તિને વીરત્વે સમેટે છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૯૫ અનંત વીર્યને સ્થલકાલના પડકાર હોય છે. સમસ્ત વિશ્વને જાણવા જોવા માટે વીર્યને આનંત્યે છોડતાં પહેલાં તેને મુઠ્ઠીમાં લેવું પડે છે. જ્ઞાનને પ્રજ્ઞામાં નિષ્ઠિત કરી મુક્ત કરવાની રીતિ જેવી રીતિ વીર્યના આવિષ્કાર માટેછે. સર્વજ્ઞતા પ્રગટાવવા માટે એ સમયાત્મક છે તે સમજ એક સમતુલા બને છે. તે રહસ્ય પરમકૃપાળુ દેવ એક અનુભવમાં પામ્યા. “આ ભવ વણ ભવછે નહીં એ જ તર્ક અનુકૂળ, વિચારતાં પામી ગયા આત્મધર્મનું મૂળ.” આમ કાળને ધ્રુવતામાં થંભાવતાં ત્રણ કાળ મુઠ્ઠીમાં પ્રથમ જ લેતાં સઘળું મુઠ્ઠીમાં આવે છે. એ નચિંત અને નિર્વિકલ્પ બને છે. આમ બધું એક કરતાં યોગાઢતા આસાન બને છે. સઘળું કાલ સાથે મુઠ્ઠીમાં લેવાય છે; મુઠ્ઠી ખોલતાં સઘળું હસ્તામલકવત્ થાય છે. તે વાત પરમકૃપાળુ દેવની બીજા વીર સ્વરૂપે અલૌકિક સિદ્ધિ છે. (પત્રાંક ૭૭) પ્રથમ ત્રણ કાળ મુઠ્ઠીમાં લીધો એટલે શું થયું ? (પત્રાંક ૧૫૬) વીર સ્વયં મહાવીર બની ગયા. એટલે સમસ્ત વિશ્વને હસ્તામલકવત્ જોઇ શક્યા. જગતને આમ જોયું ! પલકારામાં પ્રગટ ! પરમકૃપાળુ દેવ એટલે જ કહે છે : શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, પણ મર્મ તો સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. (પત્રાંક ૫૮) મૂંગાની શ્રેણે સમજાવનાર મુનિવરનું આ મૌન કોઇ ઓર છે. વીરત્વને ય ‘સહજ' કરનાર પોતાને માટે ‘સહજ’ સિવાય ક્યો શબ્દ વાપરે ! વ્યવહારથી નિશ્ચય સ્થાપવાની આ સૂઝ નિશ્ચયને વ્યવહારિત કરવાની કલા બક્ષે છે. શ્રીમદ્ આ સઘળું હજી પ્રજ્ઞામાં સંઘરી રાખ્યું છે. જ્ઞાન-દર્શનચારિત્રમાં વટાવ્યું નથી. It's a check (cheque) yet to be realized. બધું એકમાં છે. બાધો રૂપિયો છે, ‘રિ’ રૂપે, સમગ્ર અસ્તિત્વ, reality, as it is, altogether. દર્શનોપયોગની બાંધી મુઠ્ઠી ખોલવાનો અધિકાર જ્ઞાનોપયોગને તેની મુઠ્ઠીભર નિર્ભરતાથી સાંપડે છે. જ્ઞાન-ક્રિયા-ભક્તિયોગ પુરુષરૂપ ભગવાનનાં જ પ્રેરણાપૌરુષ છે. યોગાનુયોગે તે ચરિતાર્થ બને છે. જિજ્ઞાસા તેનો શોધવૃત્તિની પવિત્રતાએ શુદ્ધિથી જ જ્ઞાનને વરે છે. વસ્તુતાએ તો જિજ્ઞાસા જ્ઞાનની પ્રેયસી છે. શ્રી અંબાલાલભાઇ શ્રી લલ્લુજી સ્વામી (પ્રભુશ્રી) સાથે ભગવતી સૂત્રનો સ્વાધ્યાય કરતાં ‘સુદનોમાં પડુખ્ત બળરંભી' નો અર્થ શ્રીમદ્ન પૂછાવે છે. શ્રીમદ્ એક પત્રથી (પત્રાંક ૧૧૫) સમજાવી, બીજા પત્રમાં પાઠવે છે : શુદ્ધ યોગમાં રહેલા આત્મા અણારંભી છે.(પત્રાંક ૧૨૨) એ વાક્ય વીરની ભગવતીનું છે. મનન કરશો. શ્રીમદ્ ભગવતીસૂત્રને કેવા પ્યારથી લાડ કરે છે ઃ ‘વીરની ભગવતી !' જાણે, વીરત્વને વરવા માટે જ ભગવતી સૂત્ર ન હોય ! ભગવતી આખરે તો ભગવતી-વશ-ભક્તિવશ જ છે ને ? યોગોને પ્રવૃત્ત કરવા જતા આરંભ પણ થાય ને ? ઉપયોગ પ્રવર્તાવવો પડે ને ? અને યોગો ન હોય તો ઉપયોગ સ્થિર અને શુદ્ધ પણ બને તો ભગવાનમાં – તેમની મુદ્રામાં ઉપયોગને જોડતાં ઉપયોગ શુદ્ધ પણ બને ને ? આત્માની દૃષ્ટિ એક પ્રકારનું અંજનશલાકા પણ પામે ને ? મનન કરવા જતાં મન આત્મોપયોગની સ્થિતિ-ગતિને તેના મૂળ સ્વરૂપે પકડે તો આઠ રુચક પ્રદેશોની ધ્રુવતામયી નિરાવરણતામાંથી તેનું ગતિચક્રપણું પણ એક રહસ્યમયી સમસ્યા બની રહે ! न सा ययौ न सा तिष्ठौ । શ્રી અંબાલાલભાઇ તરફથી પ્રથમ પ્રશ્ન રુચક પ્રદેશો સંબંધી જ આવે છે. પ્રભુશ્રી અને અંબાલાલભાઇની તત્સંબંધી જિજ્ઞાસા એ જ તો એમની ક્ષાયિક સમકિત માટેની યોગ્યતાની સૂચક છે. અને તે શ્રીમને ય સફાળા જગાવે છે. શ્રીમદ્ આઠ રુચક પ્રદેશો નિરાવરણ છે તેને શ્રી ભગવતીસૂત્ર, પ્રજ્ઞાપણા, ઠાણાંગ આદિ સૂત્રોના સિદ્ધાંતો પુષ્ટિ આપે છે તેમ જણાવી ઉલ્લાસથી પ્રેરે છે કે, તેવી વાતો વિરલા પુરુષો માટે લખાઇ હોય છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ઉપશાંત-ક્ષીણમોહ ધીર પુરુષ વિરલ મુક્તિગાની વીર બને તેમાં નવાઇ પણ શી ? તે મોક્ષપુર પ્રત્યે જ જાય. પંચાસ્તિકાયનું પંચામૃત ! પરમકૃપાળુ દેવ વિ.સં.૧૯૪૬ની શરૂઆતથી જ વીરદેવની તપોધ્યાના ચર્યામાં વિહાર કરી આવ્યા છે. એ જાણે મોક્ષમાલાના પૂર્ણકાલિકા મંગલના રવિને આત્મસાત્ કરવાનું સપ્તક જ નૈને રમાવે છે. માગશર સુદ ૧-૨ રવિએ દરશે છે : એકાદશ વર્ષની પર્યાયે વિચરતા વીરની - નિરંતર આત્મતા ભાવતાં અનિમેષ નયનની ઉપયોગની એકાગ્રતાએ સમાધિમય વીરની ચૈતન્યઘના પ્રતિમા ! પ્રત્યક્ષ મૂર્તિમાન મોક્ષનું આ સ્વ-રૂપધ્યાન ! શ્રીમને જાતિસ્મૃતિ જ્ઞાનથી શ્રી મહાવીર દેવના સમયમાં સમવસરણ પ્રવેશે પૂર્વભવનું જ્ઞાન થતાં ભાન આવેલું જ કે પોતે ‘પ્રત્યક્ષ દર્શનના અભાવે” અને “માર્ગના અજાણપણાથી' ઉપશમશ્રેણીથી પડતાં પાંચ અનુત્તરમાં ગતિ-સ્થતિ પામેલા. એટલે શ્રી મહાવીરદેવના પ્રત્યક્ષ આત્મસ્વરૂપની શુદ્ધતા પૂર્ણતા ઉપયોગપૂર્વક ધ્યાનમાં લઇ દર્શનની કૃતાર્થતાથી ક્ષાયિક-સમ્યકત્વી નિષ્ઠાપના તો પામેલા જ. અને એ સ્વરૂપદૃષ્ટિથી સમ્ય દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ માર્ગથી આત્મસ્વરૂપનું ભાન પણ સહજ પ્રાપ્ત થયેલું. એટલે એમ તો એકસામટો પુરુષાર્થ અનેકવિધ કતાર્થતાની ધન્ય નોંધો બની રહે છે. સં.૧૯૪૬નાં શ્રીમદનાં મનોમંથનો તેની અવધિ પામતાં નિરવધિ પૌરુષની ઓર સિદ્ધિ બની રહે છે. મહાવીર્યની પુરુષાર્થની એક અદ્ભુત શ્રેણી સામાન્ય કેવળીથી વિશિષ્ટ શ્રી તીર્થંકરદેવ સુધીનું ભાગવતી અર્થ સામર્થ્ય દર્શાવે છે. (પત્રાંક ૧૫૧) આશુપ્રજ્ઞની આ પ્રજ્ઞાપના-સમાપ્તિ. સં.૧૯૪૬ના દશેરાનાં વિજયપ્રયાણ વીરનાં જ છે : (પત્રાંક ૧૫૭) બીજજ્ઞાન. શોધે તો કેવલ જ્ઞાન. ભગવાન મહાવીરદેવ જ્ઞાની રત્નાકર + આ બધી નિયતિઓ કોણે કહી? અમે જ્ઞાન વડે જોઇ પછી યોગ્ય લાગે તેમ વ્યાખ્યા કરી! કેવું પ્રજ્ઞા-પ્રામાણ્ય ! જ્ઞાની બસ કેવળજ્ઞાને એક, અને સમ્યગુ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ત્રણ રત્નોની આત્મક્યતાથી અનંતાનંત ગુણ-રત્નોના નિધિ. તેરમા ગુણસ્થાનકે, વિશિષ્ટતાથી શ્રી તીર્થંકરદેવ ૨૪. જ્ઞાન-દર્શન-ઉપયોગની યુગલ એકતાથી અનંત ચતુષ્ટયના નિધિ. બસ બે દૂચાર જેવી નિયતિ, જોઇ તેવી જ્ઞાનપ્રમાણે માપી લીધી, દ્રવ્ય-ભાવે સ્થાપી દીધી. ક્ષેત્રે-કાલે સનાતન ! દશેરાએ પ્રયાણ આદર્યા, અગિયારશે ડંકા દીધા : કેવળજ્ઞાન હવે પામશું, પામશું, પામશું રે. કે. (પત્રાંક ૧૫૨) બસ, હવે તો વિશ્વનું પોતાના સંસાર સમસ્તનું અધિષ્ઠાન તો “તો'ગુત્તમાં રિહંતાસિદ્ધા' સ્વરૂપ દેહ છતાં નિર્વાણ અનુભવતા સ્વયં ‘સહજ’ પુરુષ. અને એ જ સ્વયં બોધે છે : ઉદાસીનતા અધ્યાત્મની જનની છે. (પત્રાંક ૧૫૩) લોક પુરુષ સંસ્થાને જ્ઞાન-દર્શને જાણ્યો-જોયો ત્યારે ગાયેલું : For Private & Personal use only Jain Education international Page #125 -------------------------------------------------------------------------- ________________ “ઉદાસીનતાનો જ્યાં વાસ, સકલ દુઃખનોછે ત્યાં નાશ, સર્વકાલનું ત્યાં છે જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ.” તે માટે ત્રણ કાળને મુઠ્ઠીમાં લેવાની પૌરુષને ગુરુચાવી દીધેલી. ત્યાં ભવ ક્યાં રહ્યા ? ફાગણનો ફાગ પણ તાગ લઇને વિરમે છે. ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા. (પત્રાંક ૧૦૭) શ્રી કેવલબીજ સંપન્ન સૌભાગ્યભાઇને લખે છે. ૯૭ જગતને, જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઇએ છીએ. (પત્રાંક ૧૬૫) બસ ! નિઃશંકતા, નિર્ભયતા, નિઃસ્પૃહતા છે, એટલે ઉલ્લાસથી લખે છે : કેવલ જ્ઞાન સુધીની મહેનત કરી અલેખે તો નહીં જાય. મોક્ષની આપણને કંઇ જરૂર નથી... એથીયે અલૌકિક દશાની ઇચ્છા રહે છે. મોક્ષમૂર્તિ – મોક્ષરૂપ બનવું છે અને મુક્તપણાનું દાન કરવું છે. નિર્વિકલ્પ જ્ઞાન થયા પછી જે પરમ તત્ત્વનું દર્શન થાય છે તે પરમ તત્ત્વરૂપ સત્યનું ધ્યાન કરું છું. (પત્રાંક ૧૬૭) આમ સ્વયં જ્ઞાનાવતાર (પત્રાંક ૧૬૭) કારતક શુદ ૧૨ રવિવારે લખે છે. અને બીજે દિને તો પૂર્વભવમાં જોયેલા શ્રી મહાવીરદેવના દર્શનનો તલસાટ છે. હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે. (પત્રાંક ૧૬૮) એટલે બીજી તે૨શે મંગલવારે તો અરિહંતા મંગલ સ્વયં સિદ્ધિદાતા બની રહે છે. પરમકૃપાળુ દેવ તેથી કાર્તિક સુદ ૧૪ના રોજ ઓર ઉલ્લાસમાં છે. એટલે પ્રભુશ્રીને પાઠવેલા પત્રમાં લખે છે. ગઇ કાલે (એટલે કે ૧૩ ને મંગળવારે) પરમ ભક્તિને સૂચવનારું આપનું પત્ર મળ્યું. તેનાથી શું થયું ? આહ્લાદની વિશેષતા થઇ પોતાને ક્ષાયિક સમક્તિ પ્રગટ્યાનો અનુભવ-આહ્લાદ હતો ત્યાં ૫૨મભક્તિના અભિનંદન મળ્યા એટલે આહ્લાદમાં વધારો થયો, વિશિષ્ટ બની ગયો ! પરમકૃપાળુ દેવ ખૂબ ઉલ્લાસમાં આવી ગયા એટલે નિર્વાણમાર્ગનાં રહસ્યરૂપ સપ્તપદી લખી દીધી. પ્રભુશ્રીને તો ઇશ્વરના ઘરનો મર્મ પામવાનો મહામાર્ગ મળી ગયો ! અને સર્વકાળ જે કહેવાની ઇચ્છા છે તે સનાતન શિક્ષા પણ પાઠવી : એ સઘળાનું કારણ કોઇ વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. (પત્રાંક ૧૭૨) આમ માર્ગને તેના ઊર્ધ્વમૂલ સત્પુરુષમાં સ્થાપે છે. આ પત્ર લખતાં પહેલાં તે જ દિવસે શ્રી સૌભાગ્યભાઇને પત્ર લખે છે : પહેલાં કંઇક પ્રેમભક્તિ સમેત લખવા ઇચ્છું છું. આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃસંશય છે; ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળ સત્ય વાત છે. (પત્રાંક ૧૭૦) આ ક્ષાયિક સમકિતથી ગ્રંથિભેદ થયો છે. ક્ષાયિક એક અનન્ય. (પત્રાંક ૯૨૬) એક વાર થાય; થયું તે થયું. સદાય રહેવાનું, અનન્ય થઇને. પણ થાય ત્યારે વર્તમાન અને પછી અનંત ભવિષ્યમાં રહેવાનું. આમ તો બે કાળ થયા. ત્રણે કાળ કેવી રીતે ? એ તો ક્ષાયિકનું નિષ્ઠાપન થયું ત્યારે જ મુક૨૨ હતું ને ? સર્વજ્ઞાની સર્વજ્ઞોએ એ વાત સ્વીકારીછે. શ્રીમદ્ન તો મન:પર્યવ હતું તે હવે વિપુલમતિ થતાં અન્ય ક્ષેત્રે વિચરતા કેવલી – ભગવંતો સાથે વિનય વંદનાપૂર્વક નયણે પણ કરી લેને ? - નિર્વિકલ્પતા તો છે જ. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ પામવી બાકી છે. (પત્રાંક ૧૭૦) તીર્થંકર જે સમજ્યા અને પામ્યા તે રાજચંદ્ર આ કાળમાં ન સમજી શકે અથવા ન પામી શકે તેવું કંઇ જ નથી. આ નિર્ણય ઘણા વખત થયાં કરી રાખ્યો છે. જો કે તીર્થંકર થવા ઇચ્છા નથી. વારુ, ‘સહજ’ને વળી Page #126 -------------------------------------------------------------------------- ________________ ૯૮ તીર્થકર થવારૂપ નામપ્રકૃતિ પરવડે પણ નહીં ને? પરંતુ તીર્થકરે કર્યા પ્રમાણે કરવા ઇચ્છા છે. એ મહાકામ માટે તો તે જન્મ્યા છે. (પત્રાંક ૭-૧) એ મહાકામ તે શું? “મોક્ષમાર્ગનો ઉદ્ધાર” – સત્ય ધર્મનો ઉદ્ધાર ! વારુ, મોક્ષમાર્ગના પ્રકાશની વાત અત્રે નથી. અત્રે તો મોક્ષમાર્ગને તેના મૂળ આત્મામાં ઊર્ધ્વતાએ “ધારવો' છે. सम्यक्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः । | (શ્રી તત્ત્વાર્થ સૂત્ર, અ. ૧, સૂત્ર ૧ : વાચક ઉમાસ્વાતિજી) એ માર્ગને ઉચ્ચતમ એવા લોગુત્તમા’ પદે સ્થાપવો છે, આતમામાં ‘ઊર્ધ્વતાએ ધારવો છે' – ‘ઉદ્ધારવો છે'. મોક્ષરૂપ જ રાખવો છે. ‘ઊર્ધ્વમૂળ તરુવર અધશાખા રે.” (શ્રી સુવિધિનાથ સ્તવન ઉપાધ્યાય યશોવિજયજી) | ‘ભાખું મોક્ષ' એમ ગ્રંથારંભે તો કહ્યું જ છે ને ? વળી જેતપરમાં તેની મહત્તા છત્રનો પ્રબંધ કરીને મૂર્તિમંત કરી છે અને તેમાં જ તે ભાવના ઉદાત્તતાએ સ્થાપી છે, વર્ણવી છે : અરિહંત આનંદકારી અપારી. બસ, અપાર આનંદ ! આનંદ અપાર એટલે અનંત તો ખરો જ છતાં ય પાર પામ્યા પછી નહીં, આ તો વણ પાર પામ્ય, દેહ છતાં નિર્વાણ એવી કેવળ અવસ્થાએ જ, કારણ ? કેમ ? ભલા એ તો છે. સદા મોક્ષદાતા તથા દિવ્યકારી! ‘પૂત પૂfમુચ્યતે' એ ન્યાયે મૂર્તિમાન મોક્ષમાંથી સદાય મોક્ષ જ સ્ફરે; એટલે દુર્લભ એવા મોક્ષદાતા તો સદાય મોક્ષનું જ દાન દે અને તે પણ જગદીપનકરની અદાથી. તથા એટલે ‘યથાર્થ સ્વપર-પ્રકાશકતાએ જ દિવ્યકારી. અત્ર તો સહજનાં ‘સુહ’–‘શુભ' તે તો ‘સુખ'રૂપ છે અનંત સૌખ્ય રૂપ. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, rather અનંતજ્ઞાનાદિ તો ચતુષ્ટયરૂપ છે. ‘સમાવી અT:' એ અરિહંતા રીતિ સૂત્રાત્મકતા પામી છે. સિદ્ધાંતની સનાતનતાએ ! ‘રી'ની ‘સહજ’ સ્વરૂપકારકતા દિગંતવ્યાપી આકાશવ્યાપી ‘ખ'રીને ? ભગવાનની ન બોલતા તો ય સહાય ભારતી તેવી પરાવાણી. વિશ્વની અનુકંપાથી સઘળા ય લોકપ્રમાણ આત્મપ્રદેશો કંપતાં ઉદભવેલી. લોકપુરુષની ‘પરમકૃપાળુદેવા’ સ્વરૂપ ! બસ ‘સહજ’ - જે પુરુષ આ ગ્રંથમાં સહજ નોંધ કરે છે તે પુરુષ માટે પ્રથમ ‘સહજ’ તે જ પુરુષ લખે છે. આવી પરમ કૃપાળુનાં વચનામૃતની-વાણીની-અપૂર્વતાછે, પૂર્વાપર અવિરુદ્ધતાથી તેની પરિપૂર્ણતા છે. તે પણ આબાદ વેધકતાથી વિનયાત્મક (વિશિષ્ટ નયાત્મક?) સ્વરૂપમાં - તે પૂર્ણનો પરમ ‘મુમુક્ષુ છે એટલે જ પૂર્ણને પણ મુક્તભાવે મોક્ષરૂપે જ મૂકવાનું સહજ છે ! તો એનો વિધાતા પણ પરમ પુરુષરૂપ છે : તે ધર્મની વિધિ, અર્થની વિધિ, કામની વિધિ અને તેને આધારે મોક્ષની વિધિને પ્રકાશી શકે તેવો છે. આવો એ ચતુર્વિધ પુરુષાર્થનો નિધિ છે, વિધાતા છે. (હાથનોંધ ૧:૪). એમના સહજ સ્વરૂપની પણ કેવા પ્રકારે ઉપસ્થિતિ છે, તે સ્વયં સમજાવે છે : વાસ્તવ્ય તો એમ છે કે જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળ જ્ઞાની મુક્ત છે, દેહાદિને વિષે અપ્રતિબદ્ધ છે..એવા જે જ્ઞાની તેને કોઇ આશ્રય કે અવલંબન નથી... નિરાશ્રય એવા જ્ઞાનીને બધું ય સમ છે. અથવા જ્ઞાની સહજ પરિણામી છે, સહજ સ્વરૂપ છે, સહજપણે સ્થિત છે... તે કર્તવ્યરહિત છે. તે સહજ સ્વરૂપ છે. (પત્રાંક ૩૭૭) જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું પાચકપણું મટી, સર્વ કાળને માટે અયાચકપણું પ્રાપ્ત હોય છે એવો જો કોઈ હોય તો તે તરણતારણ જાણીએ છીએ, તેને ભજો. મોક્ષ તો આ કાળને વિષે પણ પ્રાપ્ત હોય અથવા પ્રાપ્ત થાય છે. પણ મુક્તપણાનું દાન આપનાર એવા પુરુષની પ્રાપ્તિ પરમ દુર્લભ છે. મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે. (પત્રાંક ૩૭૯) Page #127 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થકરે તેરમાં ગુણસ્થાનકે વર્તતા પુરુષનું નીચે લખ્યું છે તે સ્વરૂપ કહ્યું છે : - આત્મભાવને અર્થે સર્વ સંસાર સંવૃત્ત કર્યો છે જેણે, અર્થાત્ સર્વ સંસારની ઇચ્છા જેના પ્રત્યે આવતી નિરોધ થઇ છે, એવા નિગ્રંથને – પુરુષને – તેરમા ગુણસ્થાનકે કહેવા યોગ્ય છે.. (પત્રાંક ૩૮૩) આમ લખ્યા છતાં, સમજાવ્યા છતાં સપુરુષ કેમ ઓળખાતા નથી તે પણ સમજાવે છે : સૂર્ય ઉદય-અસ્ત રહિત છે. માત્ર લોકોને ચક્ષુમર્યાદાથી બહાર વર્તે ત્યારે અસ્ત અને ચક્ષુમર્યાદાને વિષે વર્તે ત્યારે ઉદય એમ ભાસે છે. પણ સૂર્યને વિષે તો ઉદય અસ્ત નથી. તેમજ જ્ઞાની છે, બધા પ્રસંગને વિષે જેમ છે તેમ છે. માત્ર પ્રસંગની મર્યાદા ઉપરાંત લોકોનું જ્ઞાન નથી એટલે પોતાની જેવી તે પ્રસંગને વિષે દશા થઇ શકે તેવી દશા જ્ઞાનીને વિષે કહ્યું છે; અને એ કલ્પના જ્ઞાનીનું પરમ એવું જે આત્મપણું (પરમાત્માપણું), પરિતોષપણું, મુક્તપણું તે જીવને જણાવા દેતી નથી, એમ જાણવા યોગ્ય છે. (પત્રાંક ૩૮૫) પછી પોતાના સંબંધમાં યથાર્થ સ્પષ્ટતા કરે છે : બીજો દેહ ધરવાનો નથી તેની – આ જે દેહ મળ્યો તે પૂર્વે કોઇવાર મળ્યો નહોતો, ભવિષ્ય કાળે પ્રાપ્ત થયો નથી. ધન્યરૂપ-કૃતાર્થરૂપ એવા જે અમે તેને વિષે ઉપાધિજોગ જોઇ લોકમાત્ર ભૂલે એમાં આશ્ચર્ય નથી................ સમસ્વરૂપ શ્રી રાયચંદના યથાયોગ્ય. (પત્રાંક ૩૮૫) એમનું પરમાત્મપણું જે સ્વયં “ધન્યતારૂપ’ છે અને મુક્તપણું તે “કૃતાર્થરૂપ’ છે. આનું જ નામ મોક્ષમૂર્તિ, જે વિભુપણે અનંત ચતુષ્ટયધનનો વિભવ માણે છે – ધન્યતાથી ! જિન થઇ જિનને આરાધે, તે સહી જિનવર હોવે રે. (શ્રી નમિ જિન સ્તવન : શ્રી આનંદઘનજી મહારાજ.) જિન થઈને એટલે સાંસારિક ભાવને વિષેથી આત્મભાવ ત્યાગીને જે કોઇ જિનને એટલે કેવલ્યજ્ઞાનીને - વીતરાગને આરાધે છે, તે નિશ્ચયે જિનવર એટલે કૈવલ્યપદે યુક્ત હોય છે. (પત્રાંક ૩૮૭) અને કૈવલ્યપદ તો કેવલજ્ઞાને દેહ છતાં નિર્વાણરૂપ છે. શ્રી સૌભાગ્યભાઇને લખે પણ છે : જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ અને તેમ થઇએ છીએ. (પત્રાંક ૩૧૩) અત્ર સમજી શકાય છે કે જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળ જ્ઞાની મુક્ત છે, એવા આ કેવળજ્ઞાનીની વાત છે. પરમકૃપાળુ દેવ શ્રી તીર્થંકરના મુખની વાણી ઝીલતાં પ્રકાશે છે : I શ્રી તીર્થકર એમ કહે છે કે... જે પ્રકારે નિરાબાધપણે તે જીવ નામનો પદાર્થ અમે જાણો છે તે પ્રકારે કરી પ્રગટ અમે કહ્યો છે... અમે તે આત્મા તેવો જામ્યો છે, જોયો છે, સ્પષ્ટ અનુભવ્યો છે, પ્રગટ તે જ આત્મા છીએ. (પત્રાંક ૪૩૮) પ્રભુશ્રી પરમકૃપાળુ દેવના સાચા યથાર્થ ઓળખાણે ઉલ્લાસથી તેમના સંબંધી બોધમાં ઉલ્લેખ કરે છે : આત્મા થઇને આત્મા બોલ્યો, આરાધ્યો તો બસ. શ્રુતકેવલીઓનું લક્ષણ જ આ છે કે : શ્રુતમાત્રથી આત્માનો લક્ષ કરાવવાનું ચૂકતા નથી. શ્રી પૂજયપાદ સ્વામીની આ જ નેમ છે, તેથી હાકલ દે છે : બાહ્ય, અંતર, પરાત્મા એ ત્રિભેદે સર્વ જીવ છે, તજો બાહ્ય બની અંતર્, પરમાત્મા થવું હવે. (સમાધિશતક ગાથા ૪ : શ્રી પૂજયપાદ સ્વામી) Now is the time..... Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ કહે છે, વિકટ પણ છે. (પત્રાંક ૩૧૫) શ્રી કુંદકુંદાચાર્ય પણ પ્રમત્ત-અપ્રમત્તથી પર એવા શુદ્ધ જ્ઞાયક આત્માનો જ લક્ષ કરાવી જાણ્યો સ્વયં તો તે જ છે. (શ્રી સમયસાર ગાથા ૬) શ્રીમદે પણ એ જ લક્ષ કરાવતાં સર્વ શાસ્ત્રોની ફલશ્રુતિ કહી છે, જિનપદ નિજપદ એક્તા, ભેદભાવ નહીં કાંઇ; લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાય. (પત્રાંક ૯૫૪) સ્વરૂપ સહજમાં છે. જ્ઞાનીનાં ચરણસેવનવિના અનંત કાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું પોતાને પરમ કૃપાળુદેવને જે પ્રતીતિ-અનુભૂતિ છે, તે પણ સ્પષ્ટ લખે છે, આત્માને વિષે સહજ સ્મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન શ્રી વર્ધમાનને વિષે હતું, એમ જણાય છે. પૂર્ણ વીતરાગ જેવો બોધ તે અમને સહેજે સાંભરી આવે છે. એવા એ સ્વયં બોધિનિધિ છે. સમયે સમયે અનંતગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે. (પત્રાંક ૩૧૩) મોક્ષ તો અમને કેવળ નિકટપણે વર્તે છે એ તો નિઃશંક વાર્તા છે. અમારું જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી, ક્ષણ પણ અન્ય ભાવને વિષે સ્થિર થતું નથી, સ્વરૂપને વિષે સ્થિર રહે છે. એવું જે અમારું આશ્ચર્યકારક સ્વરૂપ તે ક્યાંય કહ્યું જતું નથી. (પત્રાંક ૩૬૮) શ્રીમદ્ સ્વયં આ બે વાતો લખી છે, તે સમજાય તે માટે વિશેષ સ્પષ્ટતા કરવાનું પણ પોતે ચૂકતા નથી. મોક્ષનું નિકટપણું કેવી રીતે વર્તતું હશે ? કેવળી સ્વરૂપ ભાવ થતાં મન, વચન, કાયાના યોગમાંથી જેને અહંભાવ મટી ગયો છે.(પત્રાંક ૪૬૬) બીજું, ચિત્ત સ્વરૂપને વિષે સ્થિર છે. તે કેવા પ્રકારે શક્ય છે, તેનો પણ સહજ ઉપાય દર્શાવે છે : ‘મન: વ મનુષ્યાળાં વાર ં બંધમોક્ષયોઃ' એ જાણે કે એક અધ્યાત્મપૂત સિદ્ધાન્ત છે પણ તે મોક્ષનું કારણ કેવા પ્રકારે બની રહે તેની ગુરુચાવી ઘણી, પણ સહજ કઇ ? તે સહજાત્મરૂપ પુરુષ વિના ક્યાંથી સંપ્રાપ્ત થાય ? સ્વયં પ્રકાશે છે. (પત્રાંક ૩૭૩) મનને લઇને આ બધું છે એવો જે અત્યાર સુધીનો નિર્ણય લખ્યો, તે સામાન્ય પ્રકારે તો યથાતથ્ય છે. તથાપિ ‘મન’ ‘તેને લઇને’ અને ‘આ બધું’ અને ‘તેનો નિર્ણય’ એવા જે ચાર ભાગ એ વાક્યના થાય છે... જેને તે સમજાય છે તેને મન વશ વર્તે છે. તે આત્મસ્વરૂપને વિષે જ વર્તે છે. આ પત્રની વસ્તુનું રહસ્ય લખનાર પોતે મોહમયીથી જેની અમોહપણે સ્થિતિ છે, એવા શ્રી... વીતરાગ સ્વયં સ્વરૂપસ્થ છે. એટલે પ્રણામ પણ તેમના અપ્રતિબદ્ધ છે ! મુક્ત ! (વિધાનો) ૧. જે તે પુરુષનાં સ્વરૂપને જાણે છે, તેને સ્વાભાવિક અત્યંત શુદ્ધ એવું આત્મસ્વરૂપ પ્રગટે છે. (પત્રાંક ૩૯૭) ૨. જેવી દૃષ્ટિ આ આત્મા પ્રત્યે છે, તેવી દૃષ્ટિ સર્વ આત્માને વિષે છે... જે જે આ આત્મા માટે ઇચ્છીએ છીએ તે તે સર્વ આત્મા માટે ઇચ્છીએ છીએ. સૌથી અભિન્નભાવના છે. (પત્રાંક ૪૬૯) શ્રી તીર્થંકર નામ પ્રકૃતિ જેવી સહજ પ્રકૃતિ હોવાથી પરહિત એ જ નિજહિત એવો Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ વિશ્વબંધુત્વ ભાવ સ્ફુરે છે એટલે એમનાં વચનો પરમ બંધવ રૂપ એટલે મહાવીર સમાં વીરત્વ પ્રગટાવનારાં છે; પરમ રક્ષકરૂપ છે – બીજા શ્રી રામ સમાં. બ્રહ્મને શબ્દમાં મૂકવાનું સમર્થનું આ સામર્થ્ય. વસ્તુતાએ વાસ્તવ્ય તો એ છે કે જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું, તે જ કાળે જ્ઞાની મુક્ત છે. (પત્રાંક ૩૭૭) એટલે તેમને સર્વત્ર મોક્ષ છે. સ્વયં મૂર્તિમાન મોક્ષ હોવાથી મોક્ષના દાતા તેઓ નિરંતર હોય છે - સદા મોક્ષદાતા. તરણતારણ છે –સમસ્ત સંસાર સંવૃત્ત કરવાની, સમેટી લેવાની, તેને ગોપદથી બનેલા ખાબોચિયાં જેવો કરી ઉલ્લંઘી જવાની અનંત વીર્ય શક્તિ છે. આવી પોતાની એક સત્પુરુષ તરીકે ઓળખાણ કરાવી તેવી સહજ સ્વયં મોક્ષની પણ ઓળખાણ કરાવે છે; તાર્દશતાએ, પ્રાગટ્ય, તારકતાએ. એક આ જીવ સમજે તો ‘સહજ મોક્ષ’ છે. નહીં તો અનંત ઉપાયે પણ નથી. અને તે સમજવું પણ વિકટ નથી. કેમ કે પોતાનું જે સહજ સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે. તે બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે ગોપવે કે ન જણાવે તેથી સમજવી ન બને. પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બની શકવા યોગ્ય છે ? (પત્રાંક ૫૩૭) આત્માની સ્વ-પ્રકાશકતાને આવો ઉપાલંભ એ તો જાણે માર્મિક રીતે ગુરુચાવી દીધી ! સત્ની, સત્-ચાઇ-સચ્ચાઇનું ભાન કરાવતી-પડકારતી આ રામબાણવાણી ! બીજી થપાટ આત્માની પરપ્રકાશકતાને પણ પ્રકાશકતાના ભાનમાં લાવવા લગાવી, ઘટપટ આદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર તે માન નહીં, કહીએ કેવું જ્ઞાન ? શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૫૫ ‘અવિદ્યુત સામાન્ય વિશેષ કેશિન: વીરો' એની આ ન્યાયાવતાર કલા જોઇ ? આત્માપણું પણ કેવું પોતાપણે સ્વાનુભાવગત કરી દે છે. જીવ પોતાને પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિષે સ્વપણે માને છે. એ જ માન્યતા તે સંસાર છે, અજ્ઞાન છે, નરકાદિ ગતિને હેતુ તે જ છે, તે જ જન્મ છે, તે જ મરણ છે... તેની નિવૃત્તિ થઇ ત્યાં સહજ મોક્ષ છે, ...આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે (બીજ રોપ્યું છે, બીજ જ્ઞાન આપ્યું) તો તે સર્વ વ્રત, નિયમ, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ સર્વ કરી છૂટ્યો તેમાં સંશય નથી. (પત્રાંક ૫૩૭) આ એવાં વચનો છે કે કોઇને ય ક્યારેય અજ્ઞાન પરિષહ કે દર્શન પરિષહ નડી શકે નહીં, તેવી આ બીજા રામની આણ છે. ‘છ પદ’ના પત્રમાં કહ્યું, સમ્યક્દર્શનને પ્રાપ્ત થઇ સ્વ-સ્વભાવરૂપ મોક્ષને પામે. (પત્રાંક ૪૯૩) અને ‘આત્મસિદ્ધિ'માં તો તેની અદકી સ્પષ્ટતા કરી, “તું છો મોક્ષ સ્વરૂપ.’’ બસ, માત્ર સ્વભાવની સમજથી પરભાવરૂપ વિભાવરૂપ દેહાધ્યાસ છૂટે તો, છૂટે દેહાધ્યાસ તો, નહીં કર્તા તું કર્મ; નહીં ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૧૧૫ એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ. અને મોક્ષસ્વરૂપ કેવું ? અનંત દર્શન-જ્ઞાનરૂપે તું જ. સ્વયં એ અનંત-દર્શન જ્ઞાનરૂપ છે તો અવ્યાબાધતા જ ને ? આ મુક્તભાવનાં લક્ષણો મોક્ષસ્વરૂપનું ભાન-જ્ઞાને ધન્યતા અર્પે ! વારુ, એ મોક્ષપદ માણવું છે ? Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયં જ્યોતિ સુખધામ; બીજું કહિયે કેટલું ? કર વિચાર તો પામ. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૧૧૭ આમ વિચારશ્રેણીને ભિન્ન ભિન્ન રીતે પરાકાષ્ઠાએ મૂકી છે. પૃથકત્વ વિતર્કનો વિચાર કરતાં જ સ્વયં મૂર્તિમાન મોક્ષ બની રહે ! એવું શ્રી રાજચંદ્રનું દેવત્વદાન છે, અહો ! રાજચંદ્રદેવ ! સ્વયં લખેલું જ : બીજ જ્ઞાન શોધે તો કેવળજ્ઞાન. અને અંતર શોધે આત્મસિદ્ધિ દીધી, મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા. સહજ પુરુષે સ્વયં મોક્ષમૂર્તિ સ્વરૂપે આત્માની સ્વ-પર-પ્રકાશક સત્તાનો પ્રથમ પદે જ પરિચય કરાવ્યો છે. તેની અત્ર સાર્થકતા દર્શાવી છે. સ્વ-પર-પ્રકાશક શક્તિ એક રીતે તો સત્ પણારૂપ (સત+તા) સત્તા બની રહે છે. સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મોક્ષ કહે છે. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, માત્ર સહજ સ્વરૂપનું જીવને ભાન નથી જે થયું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. (પત્રાંક ૬૦૯) કેવળી સ્વરૂપ ભાવ થતાં પોતાને મન-વચન-કાયાના યોગમાંથી અહંભાવ છૂટી ગયો એટલે સ્વભાવમાં સહજે સ્થિતિ થતાં સ્વસ્વભાવરૂપ મોક્ષ અનુભવ્યો, પરંતુ એટલેથી શ્રીમદ્ અટક્યો નથી. દેહ છતાં નિર્વાણ અનુભવાય તેવા કેવળજ્ઞાનનો પુરુષાર્થ પોતે કરી પ્રરૂપ્યો પણ છે : '૧. ઉપયોગથી ઉપયોગની એક્તા કરવાથી કેવળજ્ઞાન થાય. (હાથનોંધ ૩-૯) ૨. એક સમયનું, એક પરમાણુનું અને એક પ્રદેશનું જેને “જ્ઞાન” થાય તેને કેવળજ્ઞાન' પ્રગટે એમ કહ્યું છે, તે સત્ય છે. એ જ વાત જ્ઞાનની ‘અનુભવ’માં મૂકી પુનઃ જણાવ્યું. એક સમય, એક પરમાણુ અને એક પ્રદેશનો જેને અનુભવ થાય તેને કેવળજ્ઞાન પ્રગટે. (પત્રાંક ૬૭૯) આમાં જે ક્રમ મૂક્યો છે તે સહજપણે ‘pi નાગરૂ' (શ્રી આચારાંગ સૂત્ર ૧:૩:૪)ની રીતિનો જ નિયમસાર છે, શાસનસાર છે. સિદ્ધાંતોની Corrolaries જેવું એક પ્રકારનું ruling પણ છે – તે ન્યાયે. શ્રીમદ્ અંતિમતાએ સ્પષ્ટ કરે છે : આત્માને વિષેથી સર્વ પ્રકારનો અન્ય અધ્યાસ ટળી સ્ફટિકની પેઠે આત્મા અત્યંત શુદ્ધતા ભજે તે કેવળજ્ઞાન છે. (પત્રાંક ૬૭૯) ચૈત્ર સુદ ૧૧ શુક્રવારે વ.૬૭૯ પત્ર લખ્યો, જાણે સ્મૃતિ થાય છે, કાં તો સ્વયં શુક્ર પ્રપૂર્ણખ્યાતા અને પોતે બે જ દિવસમાં એટલે કે ચૈત્ર સુદ ૧૩ વિ.સં.૧૯૫૨ના મહાવીર જયંતી દિને લખે છે : જેની મોક્ષ સિવાય કોઇપણ વસ્તુની ઇચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઇ છે; તેને હે નાથ ! તું તુષ્ટમાન થઇને પણ બીજું શું આપવાનો હતો ? હે કૃપાળુ ! તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે ત્યાં હવે તો લેવાદેવાની કડાકૂટથી છૂટા થયા છીએ અને એ જ અમારો પરમાનંદ છે... આ વિષમકાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રીરામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમ કે અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ. - For Private & Personal use only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ સ્પષ્ટતા પણ કરી દે છે. આ અંતર અનુભવ પરમાત્મપણાની માન્યતાના અભિમાનથી ઉદ્દભવેલો લખ્યો નથી પણ કર્મબંધનથી દુઃખી થતા જગતના જીવોની પરમ કારુણ્યવૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ હૃદયચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે. ૩% શ્રી મહાવીર . (પત્રાંક ૬૮૦) આથી મહાવીર તરીકેની સ્વયં (Signature) સહી કરે છે. હવે પરમકૃપાળુદેવ આ કેવળજ્ઞાન– કેવળદર્શનને ઉપમાવાચક શબ્દોમાં મૂકી આગળનો પુરુષાર્થ આદરતાં લખે છે : ભુજાએ કરી જે સ્વયંભૂરમણસમુદ્ર તરી ગયા, તરે છે, અને તરશે તે પુરુષોને નિષ્કામ ભક્તિથી ત્રિકાળ નમસ્કાર ! (પત્રાંક ૬૯૬) - આ પરમપુરુષની ભુજાઓ કઈ ? કેવળદર્શન - કેવળજ્ઞાન. એક અપેક્ષાએ જગદીપનકરના એ બે કર (હાથ) છે. ભુજાએ કરી તરવાની જે પુરુષાર્થની વાત છે તેમાં રહેલા અને તેની સાહજિકતાનો લક્ષ કરાવવા કેવળજ્ઞાનના બે પ્રકાર લખે છે : સયોગી ભવસ્થ કેવળજ્ઞાન અને અયોગી ભવસ્થ કેવળજ્ઞાન, ...પ્રથમ સમય કેવળજ્ઞાન અને અપ્રથમ સમય કેવળજ્ઞાન એવો ભેદ પાડતાં કેવળજ્ઞાનનું તારતમ્ય વધતું ઘટતું હોય તો તે ભેદ સંભવે, પણ તારતમ્યમાં તેમ નથી, ત્યારે ભેદ પાડવાનું કારણ શું ? ભલા ‘સહજ’નો ખાટલી તારો ! જેમાં ભુજા હલાવવાની રહેતી નથી તેવો તારો, તેવો હોશિયાર તારક ! સહજ ન થાય ત્યાં સુધી પુરુષાર્થ રહ્યો છે આખરે તો કેવળ સ્વભાવપરિણામી જ્ઞાન તે કેવળજ્ઞાન છે. કારણ, સર્વથા સ્વભાવપરિણામ તે મોક્ષ છે. (પત્રાંક ૭૧૦). - પરમ વીતરાગોએ આત્મસ્થ કરેલું યથાખ્યાત ચારિત્રથી પ્રગટેલું એવું પરમ અસંગપણું વ્યક્તવ્યક્તપણે સંભારું છું. (પત્રાંક ૮૯૬) : બારમા ગુણસ્થાનકે યથાખ્યાત ચારિત્રથી પ્રાપ્ત થયું. તેના અંતે પ્રગટેલું કેવળસ્વરૂપ પરમ અસગપણું અનંત જ્ઞાને વ્યક્ત અને અનંત દર્શને અવ્યક્ત સાકાર-નિરાકાર ઉપયોગે સંભારું છું. અત્રે બન્ને સહગામી, સહ-જ છે. | શ્રીમદ્દનો મૂળ ધ્યેય પ્રથમથી જ છે : ભાખું મોક્ષ. પરંતુ તેમને જૈનદર્શનની કંગાલ સ્થિતિ ‘સિંધુમાંથી બિંદુ જેટલું જ્ઞાન’ રહેલું હોવાથી કઠે છે : જૈન પ્રસંગમાં અમારો વધારે નિવાસ થયો છે તો કોઇપણ પ્રકારે તે માર્ગનો ઉદ્ધાર અમ જેવાને કારે વિશેષ કરીને થઇ શકે, કેમ કે તેનું સ્વરૂપ વિશેષ કરીને સમજાયું હોય એ આદિ. આ ‘વિગતશેષ’ એવા ‘વિશેષ’ની કશું જ બાકી નથી રાખ્યું તેવી પરિપૂર્ણતા કોણ સમજશે ? વર્તમાનમાં જૈનદર્શન એટલું બધું અવ્યવસ્થિત અથવા વિપરીત સ્થિતિમાં જોવામાં આવે છે કે તેમાંથી જાણે જિનને દેશવટો ગયો છે; અને લોકો માર્ગ પ્રરૂપે છે. (પત્રાંક ૭૦૮) એટલે શું ન્યાય તોળાય ? કેવો ન્યાય તોળાય તે દર્શાવે છે. | જૈન દર્શનની રીતિએ જોતાં સમ્યકદર્શન અને વેદાંતની રીતિએ જોતાં કેવળજ્ઞાન અમને સંભવે છે. અત્યારે જૈનોની stand માન્યતા એવી છે કે બહુ બહુ તો, થાય તો માત્ર સમ્યગુદર્શન થાય એટલો સંભવ છે. સમ્યગદર્શન થવું સંભવે પણ ક્ષાયિક ન થાય, ત્યાં કેવળજ્ઞાનની વાત જ શી ? જયારે વેદોક્ત રીતિ સચેત હોવાથી તેની રીતે જોતાં વેદાંતીઓ કેવળજ્ઞાન થવું સંભવે તેમ માનવા તૈયાર થાય. પણ જૈન રીતિએ તો અમારો કેવળજ્ઞાનનો સફળ પુરુષાર્થ પણ તેમની નજરે જોતાં તત્સંબંધી પ્રયત્ન કરવું પણ સફળ ન દેખાય, ન માને ! છતાં શ્રીમદે તો સ્વયં મૂળ માર્ગ સાંભળો જિનનો રે લખ્યું, ‘શ્રી આત્મસિદ્ધિ પણ લખી : Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ દર્શન ષટે સમાય છે આ ષસ્થાનક માંહી; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઇ. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા ૧૨૮ જૈનદર્શનમાં ઉપયોગની વ્યાખ્યા મુખ્યત્વે ધ્યાનની અપેક્ષાએ ઉપયોગ આપવો, જોડવો, એકાગ્ર રાખવો એવા પ્રયોગના ન્યાયે થઇ છે એટલે તેને સ્વ-પર (ઉભય) નિમિત્તવશાત્ ગણ્યો છે. ત્યાં એને સહજ સ્વભાવી સ્કૂરણાને સ્વભાવજ્ઞાન તે કેવળજ્ઞાનની રીતે ન્યાય નથી મળતો. એમાં એક જાતની અધૂરપ વર્તાય છે. શ્રીમદે નિરપેક્ષ અવિષમ ઉપયોગ દર્શાવી તેને સ્વભાવપૂત સ્વભાવમૂલક સહજ સ્વરૂપે સ્થાપ્યો છે. એ જ એમના કેવળજ્ઞાનની લાક્ષણિક વિશિષ્ટતામયી સાતિશયતા છે પણ શ્રીમદ્રના ‘સહજ’ સ્વરૂપને ન્યાય આપનાર અને તેમના સહજપથને અગોપ્ય રાખનાર તો છે વચનામૃતજી પત્રાંક ૮૭૫, ધન્ય મંગલ ! શ્રીમદ્ને ક્ષાયિક સમક્તિ પ્રગટ્યું ત્યારે પ્રભુશ્રીના પત્રમાં પરાભક્તિને સૂચવતી પ્રેમભાવના હતી તેથી શ્રીમદે પ્રભુશ્રીને પરાભક્તિની સપ્તપદી લખી. પછી સમાગમમાં પ્રભુશ્રીએ પોતાની વૈરાગ્યદશાની વાત કરતાં કહ્યું : હું સઘળું ભ્રમ જોઉં છું. તો પરમકૃપાળુ દેવે તેમનો હાથ લઈ હથેળીમાં ‘બ્રહ્મ' સ્થાપી સૂચવ્યું : મુનિ, આત્મા જુઓ અને પછી તો એ આત્મત્વને પરમાત્મમાં પલટાવે તેવું ‘સમાધિશતક' બોધી તેનાં મુખપૃષ્ઠ પર આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે એ મંત્ર લખી દીધો. વીરની નિરંતર આત્મતા ભાવતાં વિહરતાં કેવળજ્ઞાન પ્રગટેલું તે વીરવૃત્તિ પ્રેરી, પરમ કૃપાળુદેવે ચક્રવર્તીની અદાથી બીજ વાવી ધાન્ય-ધન્યતા લણી લે તેવી શિષ્યને પણ દેવ બનાવતી ભાવનાના સાફલ્યને વંદું - ‘શિષ્યદેવો ભવ' ભાવે ! પરમકૃપાળુ મુનિવર્યના ચરણકમળમાં પરમ ભક્તિથી સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. અહો ! પુરુષનો વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ! (પત્રાંક ૮૭૫) એ ત્રણેય વસ્તુ આ બન્ને પરમકૃપાળુ પુરુષોના જીવનની ધન્ય-કૃતાર્થ એવી આશ્ચર્યકારક ઘટનાની સાફલ્ય-સિદ્ધિની જ મંગલતા છે : સમ્યગદર્શનદાયક. નિર્દોષ અપૂર્વ સ્વભાવની પ્રેરકતાથી તે પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવે એટલે કે યથાખ્યાત ચારિત્ર પ્રગટાવી પૂર્ણ વીતરાગ દશાને અંતે નિર્વિકલ્પ સ્વભાવે કેવળજ્ઞાન પ્રગટાવવાનું અનન્ય કારણ બને છે. અને ભવ-છેદક અયોગી સ્વભાવે છેલ્લે અનંત અવ્યાબાધ સ્વરૂપ મોક્ષમાં સ્થિતિ કરાવે છે. આમ સ્વભાવજ્ઞાને કે કેવલજ્ઞાનાત્મક અરિહંતા મંગલતા અને સહજ સ્વભાવે સહજસ્વરૂપે સ્થિતિ રૂપ સિદ્ધા મંગલતા, બન્ને સ્વભાવથી જ સાથે, સહજ છે ! આવી સ્વભાવની આમૂલાગ્ર સદા સનાતન મુક્તતાની જ પ્રસાદી શ્રુતકેવલી પ્રભુશ્રી પામી જાય છે. એટલે તેને જ વીતરાગના સહજ પથનાં મંગલાચરણ રૂપે સ્થાપ્યું છે. યથાર્થ રીતે જે વાસ્તવ્યને સમજે છે તે સમજી શકે છે કે, કોઇપણ વસ્તુને, તેનાં સ્વરૂપે સ્વભાવથી જાણ્યા વિના યથાર્થ જાણી શકાય નહીં. સ્વભાવ પર જ વસ્તુનું સ્વરૂપ યથાર્થપણે નિર્ભર છે. સત્ સત્ છે તે સ્વભાવથી જ છે. સ્વભાવ ન હોય તો કોઇપણ વસ્તુની યથાર્થતા નથી; યથાર્થ્ય વિના સત્ય જેવી વસ્તુ સંભવતી નથી. સ્વભાવ વિના સિદ્ધાંત સ્થાપી શકાતો નથી. સિદ્ધાંત વિના કોઇપણ જાતની વ્યવસ્થા Education International For Private & Personal use only. www.ja nelibrary ang Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ system રીતિ, પદ્ધતિ, પ્રણાલી સ્થાપી શકાતી નથી. સિદ્ધાંત વિના કોઇપણ જાતનું વિજ્ઞાન કે પ્રમાણશાસ્ત્ર કે ન્યાયશાસ્ત્ર રચી શકાતું નથી. સર્વ પ્રકારનાં વિજ્ઞાન સ્વભાવજ્ઞાન વિના સર્જી શકાતાં નથી. તો બીજી બાજુ, સ્વભાવનાં સ્વતંત્ર સ્ફુરણ સહજ છે, આયાસ-પ્રયાસ વિનાનાં તેવાં જ રોકટોક વિનાનાં, અવ્યાબાધ છે, નિત્ય, નિરંતર, અનાદિ, અખંડ, અનંત ! વિભાવ પણ સ્વભાવની સક્રિયતા વિના શક્ય નથી. વિભાવ પરિણતિમાં પણ સ્વભાવનો નિમ્નસ્રોત નિરંતર હોય જ છે. યોજનાઓ સ્વભાવથી જ પ્રણવંતને સફલ છે. મૂલતઃ સ્વભાવથી જ હેતુ, ધ્યેય, અર્થ, ફલ, કારકતા, કાર્ય અને સિદ્ધાંતોની સિદ્ધિછે. સ્વભાવથી જ ભાવના, ઇચ્છા, કામના, પુરુષાર્થની સિદ્ધિછે. સ્વભાવથી જનીતિ, રીતિ, પ્રીતિની યથાર્થતા છે, તેનાં પાલન-પોષણ, વર્ધન, વિધાન છે. સ્વભાવની નિર્ભરતા પર જ નિશ્ચયવ્યવહારનો નિર્વાહ છે, યોજના-પદ્ધતિઓનાં પ્રામાણ્ય છે. છતાં વાસ્તવિકપણે સ્વભાવની અવ્યાબાધતા, સ્વતંત્રતા એવી સહજ સનાતન છે કે તેના ઉપર એ સઘળામાંથી કોઇ લાદી શકાતાં નથી; અબદ્ધ, મુક્ત જ છે એટલે સ્વભાવપૂત પુરુષોનાં પરમ આત્મપણાને ક્યાંય કોઇ કાળે રોકટોક, રુંધન, પીડન છે નહીં, હોઇ શકે નહીં. તેના પર કોઇ વસ્તુનું દબાણ કે બોજો લાદી શકાતો નથી. તેવી ચેષ્ટા જ હાસ્યાસ્પદ છે. ગુણસ્થાનો કે માર્ગણાસ્થાનોના ક્રમ સર્વગુણધામ સહજસ્વરૂપ ક્રમાતીત વીરત્વને વંદના દઇ વિરમે છે. શ્રીમદ્દ્ની ‘સહજ’ રીતિ સામાન્યપણે ધ્યેયમૂલક ‘ધન્યતાની’ અને વિશેષપણે સિદ્ધિમૂલક ‘કૃતાર્થતા’ની છે. એ એમના એક વચન પરથી કળાય તેવું છે : ધન્યરૂપ, કૃતાર્થરૂપ એવા અમે છીએ. મૂળ સ્વભાવે આત્મામાં અનંત, જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ છે, તે અનંત ચતુષ્ટયથી આત્મા અભેદ છે. તે વિભાવથી થયેલ કર્મોથી અવરાયાં છે. એટલે દાટેલા ધનના ખજાના જેવા છે. એનો આવિર્ભાવ કરાય ત્યારે આત્મા ધન્ય બનેછે. અરિહંતોનું જીવન ધન્યછે. એ પુરુષો લોકોત્તર છે. આત્મા મૂળ સ્વભાવે સિદ્ધ સમાન છે, પણ વિભાવથી સંસારી છે એટલે જન્મમરણની ઘટમાળમાં સપડાયો છે. તેમાંથી મુક્ત એક માનવભવમાં થઇ શકે છે. એટલે જો મુક્ત બને, સિદ્ધ થાય તો તે આ માનવભવની કૃતાર્થતા છે. આમ એમની સમગ્ર જીવનરીતિની મંગલમયતા જે છે, તે લોગુત્તમા ધ્યેયની છે; તેવી જ કૃતાર્થતા સિદ્ધિની છે. અરિહંત અને સિદ્ધ ‘લોગુત્તમા’ છે એટલે ભાખું મોક્ષ અને સાથે ધર્મ અને ધન ના સુબોધ પણ ભાખું. આ એક જ મહાકામ માટેની જ તેમની કામના છે. ‘ભાખું’ શબ્દને જો મા-સૂર્ય, પ્રકાશના અર્થમાં આત્માની સ્વ-૫૨-પ્રકાશક ચૈતન્ય સત્તા યથાર્થ સમજીએ તો તેમનું વક્તૃત્વ ગુણસહિતનું એક અનુપમ ભાસન બની રહે છે. એમની સમગ્ર ભાષા શૈલી જ દાર્શનિક છે. દર્શનનાં સન્મુલક સ્વભાવસિદ્ધ નિયમો, સિદ્ધાંતો અને તેમનાં પ્રરૂપણ-પોષણ-પારાયણ તેમની એક આગવી પ્રજ્ઞાપૂર્ણતાની સિદ્ધિ છે. તેમનાં જીવન તેવાં કવન અને મનન તેવા લેખનમાં તેમની અપૂર્વ વાણી ધ્યેયની લોકોત્તરા ઊર્ધ્વતાની સ્થિતિ-ગતિ દર્શાવવાનું ચૂકતી નથી. તેમાં પણ તેઓ અનંત બળ-વીર્યનું સંતુલન.‘સમય’ભાને એક-અખંડ બધું અંતિમતાએ ‘અત્યંત’ પણે સંભાળી લે છે, તે તેમના સહજ પુરુષ-અર્થની સાર્થકતારૂપ સત્-પુરુષાર્થની સિદ્ધિની સિદ્ધાંતસારા ધન્યતા છે. શ્રીમદે સ્વયં અનુરોધ કર્યો છે : જ્ઞાનીઓએ એકત્ર કરેલા અદ્ભુતનિધિના ઉપભોગી થાઓ. (પત્રાંક ૨૧-૨૨) એ તો એક સમવસરણા આમંત્રણ છે. એટલે પોતાનાં લેખનો વાચકને સહભાગી બનાવવાની તૈયારી સહજ અનુકંપા છે. તેવી જ તેમની સત્પુરુષો સાથેની સહકારી સાહજિકતા છે. તેમાં સત્ પ્રત્યેની સચ્ચાઇ છે, પ્રામાણિકતા છે. આવી જીવનરીતિ હોવાથી તેમના પત્રોમાં પોતાની લોકોત્તર દશાનો જેમ જેમ ઉત્તરોત્તર વિકાસ થતો રહ્યો તેમ તેમ તેમની સ્થિતિ-દશા પ્રમાણે ધ્યેય સંગીનતાથી નમસ્કારમાં નોંધતા Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ગયા. ત્યાં તેમની નેમ પરખાય અને અંતમાં સહી કરે ત્યારે તેમાં તેમની સહજસિદ્ધ દશાની authenticity – પ્રામાણ્ય પણ કૃતાર્થતાથી આપતા રહે ! આ દૃષ્ટિએ જોતાં, તેમના પ્રથમના પત્રોમાં તેમના આત્માની સત્ ભાવે ‘Reality', યાથાર્થ, યથાર્થનું ભાન અને નિશ્ચયી સન્નિષ્ઠા લક્ષિત થાય છે. સત્તા સહજ સ્વભાવાધાર ભાન-જ્ઞાન-નિર્ણય વિના સત્યનું ભાન જ્ઞાન થતું નથી. સત્ સત્ જ છે. યથાર્થ જે જે છે તે તે છે. પછી તેની સ્થિતિ જે જેમ છે તે તેમ છે. સ્થલે, કાલે, દ્રવ્ય, ભાવે, ઇત્યાદિ. એટલે તેમની પોતાની સ્થિતિ દર્શાવતાં સહી કરે, સમાં અભેદ, વગેરે. પરંતુ જ્યારે સત્સ્વરૂપને અભેદરૂપે અનન્ય ભક્તિએ નમસ્કાર (પત્રાંક ૧૯૫) કરે ત્યાં જુદા થઇને સહી કરવી ઘટે પણ નહીં એટલે ન પણ કરે. હું બીજો મહાવીર છું. (પત્રાંક ૨૭) એમ સ્પષ્ટ લખ્યું ત્યાં કેવી સ્થિતિથી - આશુપ્રજ્ઞ(ની) રાજચંદ્રી (પૂર્ણિમા) વ્યક્ત થઇ છે ! સર્વાત્મા હરિને નમસ્કાર શીર્ષકે કર્યા ત્યાં વળી જુદાઇથી સહી કરવાની પરવા પણ શી ? આ બધાં મુક્તપણાનાં લક્ષણ તો રામના વસિષ્ઠ ઋષિ જાણે ! તો વળી પત્રાંક ૫૦૫માં ૐ અને શાંતિઃ શાંતિઃ શાંતિઃ, આ તો જાણે ભવ્ય જીવોને એક આવશ્યક આપ્યું છે. પણ તેની જે રીતિ તે અપૂર્વ છે. ૐ ધ્યેય તે આત્મસાત્ થયું કે થતાં, ૐ ભાવે શાંતિ અનુભવતાં શાંતિમય બની રહેવું. આ એક Reality અને તેનાં Realization ની સાહજિકતાનું સૂચક છે. તે સમગ્રતાથી અંતરગત આત્મસાત્ થાય તો ધ્યેય-સિદ્ધિ સ્થિતિ-ગતિ જેવાં સંવાદી અને સહજ બની રહે. એમ થાય તો શ્રીમદ્નાં વચનોને ન્યાય મળે – · શુક્લ અંતઃકરણે. આ છે ક્ષાયિક સમીચીનતાએ શ્રુતકેવલાવૃત્તિથી કેવલદર્શનજ્ઞાનાત્મક પ્રજ્ઞાશીલતા. હે પ્રભુ ! કહેતાં પ્રભુમય લીનતામાં સમાધિલીનતા, એક્તા ભક્તિની પરાકાષ્ઠા જેવું ! શ્રીમદ્દ્ની પ્રથમ હાથનોંધની પ્રથમ નોંધ આવા નેમ-નિયતિ સાધેછે. જગતમાં અનંતાનંત પદાર્થો, તેમાં પ્રત્યેકે પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેનાથી વ્યાવૃત્ત કરવો એમ નિગ્રંથ કહે છે. (હાથનોંધ ૧-૧) સ્ફટિકનું મૂળ સ્વરૂપ લક્ષગત થતાં તે દૃષ્ટાંતે શુદ્ધ નિર્મળ ચેતન જ્ઞાનદર્શન સ્વરૂપે અત્યંત વિવેક સમર્પે ! “તુંછો જીવ, ને તું છો નાથ; એમ કહી અખે ઝટક્યા હાથ”નો ઘાટ છે. પણ અત્ર પ્રજ્ઞાને જ્ઞાન-દર્શન ઘાટે ઉતારી છે – તે સહજ વીરતા. જ્ઞાની સહજ સ્વરૂપ છે (પત્રાંક ૩૭૭) ‘સહજ’ નોંધની ગુરુગમ છે. બસ પછી તો (પત્રાંક ૬૦૯)માં મોક્ષ ભાખ્યો છે – મૂર્તિમાન મોક્ષપુરુષે ! આત્મસ્વરૂપનું સહજાત્મસ્વરૂપે યથાયોગ્ય, (પત્રાંક ૬૨૬,૬૪૫) વીતરાગવંદનાની સિદ્ધિ છે. ૐ સદ્ગુરુપ્રસાદ તો પ્રભુશ્રી અને શ્રી સૌભાગ્યભાઇને બન્નેને પરાભક્તિનો પ્રસાદ પીરસે છે, પાંચ પાંચ વર્ષે ૫૨મ પ્રસન્નતા (પત્રાંક ૬૭૦ થી ૬૭૪) દ્વારા પોતાની પૂરી પ્રતીતિ કરાવવી પરમ કૃપાળુદેવ ચૂકતા નથી. તે આત્મજ્ઞાન થતાં સુધી જીવે મૂર્તિમાન આત્મજ્ઞાનસ્વરૂપ એવા સદ્ગુરુદેવનો નિરંતર આશ્રય અવશ્ય કરવા યોગ્ય છે... પણ ભલા એક ગૃહસ્થવેષમાં, એક મુનિ વેષમાં, એટલે આશ્રયનો વિયોગ...ત્યાં ત્યારે આશ્રયભાવના નિત્ય કર્તવ્ય છે. પ્રભુશ્રીને આવશ્યક સાંપડ્યું ! શ્રી સૌભાગ્યભાઇને ખખડાવીને સમજાવે છે : કોઇ પુરુષવિશેષને વિષે કેવળ સંજ્વલનાદિ કષાયનો અભાવ થઇ શકવા યોગ્ય લાગે છે, અને થઇ શકવામાં સંદેહ થતો નથી તેથી કાયા છતાં પણ કષાયરહિતપણું સંભવે; અર્થાત્ સર્વથા રાગદ્વેષરહિત પુરુષ હોઇ શકે. રાગદ્વેષરહિત આ પુરુષ છે, એમ બાહ્ય ચેષ્ટાથી સામાન્ય જીવો જાણી શકે એમ બની શકે નહીં, એથી તે પુરુષ કષાયરહિત, સંપૂર્ણ વીતરાગ ન હોય એવો અભિપ્રાય વિચારવાન સિદ્ધ કરતા નથી. (પત્રાંક ૬૭૨) દેહધારી છતાં નિરાવરણજ્ઞાનસહિત વર્તે છે એવા મહાપુરુષોને ત્રિકાળ નમસ્કાર... (પત્રાંક ૬૭૪) પત્રાંક ૬૭૯માં તો એકને જાણતાં સર્વને જાણવાનો ગણિતાનુયોગ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, Page #135 -------------------------------------------------------------------------- ________________ ભાવે પ્રયોગ પરિણતિ સક્રિય સતેજ બનતાં પત્રાંક ૬૮૦માં તો પરમકૃપાળુદેવ વીરને સંબોધતા સ્વયં પરાભક્તિના અંતે પરાકાષ્ઠાએ વી૨માં અભેદ સ્વરૂપ નિવાસ પામે છે. સ્વયં બીજા રામ અથવા શ્રી મહાવીર પરમાત્મસ્વરૂપે થયા છે. હવે એમને તરવા માટે નાવની જરૂર નથી. કેવળજ્ઞાન, કેવળદર્શનરૂપ બે ભુજાઓથી તે સ્વયંભૂરમણ સમુદ્ર તરે છે. (પત્રાંક ૬૯૬) ૧૦૭ હવે કેવલ લગભગ ભૂમિકા કેવળજ્ઞાનના બે પ્રકારમાં વચ્ચે લગ-લગી છે, ભગ– થોડો આંતરો છે તેવા ભેદને સહજ પુરુષાર્થે પહોંચી વળવાની વાત છેડે છે. (પત્રાંક ૬૯૪) ‘ધન્ય રે દિવસ આ અહો’માં કેવલ લગભગ ભૂમિકાની વાત દર્શાવી છે તેનું અત્ર એક સોપાન પદસ્થ કર્યું છે. અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ. (૫ત્રાંક ૨૫૫) ત્યાં શું ત્યાગવાનું ? છતાં સર્વ સંગ પરિત્યાગ કરીને જ પ્રગટ માર્ગ પ્રવર્તાવવો છે. એટલે અંતરાત્માને આ પરમાત્મા ખૂબ તાવે છે, સતાવે છે, શ્રી ‘સમાધિશતક’ના ત્રિધા આત્મા સૌને મૃત હો ! હું એમ જાણું છું કે અનંતકાળથી અપ્રાપ્તવત્ એવું આત્મસ્વરૂપ કેવળજ્ઞાન-કેવળદર્શનસ્વરૂપે ઉત્પન્ન કર્યું છે. Now, here comes the master of reality of the self as Aatmaswarup, and its realization in its virtues. જ્ઞાન-દર્શનગુણો તેની પરાકાષ્ઠાએ realize થાય છે અને આત્માકારતા પકડેછે. હવે તેઓની પર પ્રકાશકતા જગદાકારતાને ગૌણ કરેછે. વારુ, કેવળજ્ઞાન-દર્શન સ્વરૂપે ઉત્પન્ન કરવામાં આવે તો માત્ર અંતર્મુહૂર્ત જ લાગ્યું. તો પછી આ વ્યવહાર કેમ નિવૃત્ત નહીં થઇ શકે ? માત્ર જાગ્રુતિના (જાગ્રત સત્તાના) ઉપયોગાંતરથી તેની સ્થિતિ છે. તે ઉપયોગનાં બળને નિત્ય વિચાર્યેથી અલ્પકાળમાં તે વ્યવહાર નિવૃત્ત થઇ શકવા યોગ્ય છે. (હાથનોંધ ૧-૩૯) પછી તો નિરપેક્ષ અવિષમ ઉપયોગ (પત્રાંક ૭૩૫) રૂપ ધ્યાન વર્તે છે. પરમ કૃપાળુદેવની એક નોંધ તેમની દશાને કંઇક સમજવામાં વિશેષ ઉપયોગી થાય તેવી છે. સં.૧૯૫૩ના ફા.વદિ ૧૨, ભોમવારે સ્વયં લખે છે : કેવળ ભૂમિકાનું સહજપરિણામી ધ્યાન – (હાથનોંધ ૧-૩૧) સ્વયં ધ્યાનગ્રસ્ત થતાં આગળ પૃ.૬૨ પર લખવું અટકી જાય છે પછી એ ધ્યાનસ્થ સ્થિતિના પરિણામે એક પ્રકારની ધન્યતા પ્રગટી છે તે ઉલ્લાસથી ગાય છે – લખે છે – કલમ તો પ્રથમ મૂળમાં, ધન્ય ધન્ય રે દિવસ આ અહો ! આમ ધન્ય ધન્ય બેવડો ઉલ્લાસ ! તેવું જ લખે છે. થશે અપ્રમત્ત પણ યોગ રે. (હાથનોંધ ૧-૩૨) આમાં ‘પણ’ શબ્દની ખૂબી ન્યારી છે. પિંગળના હિસાબે તે શબ્દ છપાયો નથી, તેથી તેમને થોડો અન્યાય થાય છે, તે ઘણો મોટો છે. હવે આત્મસ્થિતિ આત્મોપયોગે તો અપ્રમત્ત છે. અને શુક્લધ્યાનના પ્રયોગોથી પણ પ૨ એવી સ્થિતિ પૃથકત્વ વિતર્ક વિચારને પણ ટપી જતી સ્થિતિ તો નિરપેક્ષ અવિષમ ઉપયોગરૂપ ધ્યાને છે. તો પછી શ્રી કુંદકુંદાચાર્ય ભગવંતની દૃષ્ટિએ, કર્મ અપેક્ષાએ ગણાતાં ગુણસ્થાનો કેવળદર્શન-જ્ઞાનરૂપે પરિણમેલી ચેતનાને લાગુ ક્યાંથી કરાય ? બન્ને પ્રવાહ ન્યારા છે અને જ્ઞાનીપુરુષો તો વિચરે ઉદય પ્રયોગ ! હવે ધન્ય રે દિવસ કાવ્યમાં, કેવળ લગભગ ભૂમિકા સ્પર્શીને દેહ વિયોગ રે. એવો જે સંભવ લાગે છે તો ત્યાં પરમ કૃપાળુ દેવ સ્વયં શું કરવા માગે છે ? અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે. તો તેની ના નથી, ભલે રહ્યાં. અમે ભોગવી જ લેવા માગીએ છીએ. બસ આ એક જ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ દેહે – તેને જ વિરાટ સ્વરૂપે ધારીને, બસ આખો લોક, બધું જગત એમાં એક જ બનીને રહે તેવો વિરાટ દેહ ધારી ભોગવી લઇશું અને પછી જાશું સ્વરૂપ સ્વદેશ. થોડો સ્યાદી મુસ્કુરાટ પરમ કૃપાળુદેવનાં કવિત્વમાં છે. કારણ દુનિયા ન માને ! એમણે બીજો જન્મ કે ભવ ધરીશું તેવું નથી લખ્યું. બાકી તો તેરમે-ચૌદમે ગુણઠાણે વર્તતો એવો જીવ પણ પ્રારબ્ધ વેદ્યા વિના મુક્ત થતા નથી. તેને પણ શાતા કે અશાતા હોય છે. પરમ કૃપાળુદેવે તે પણ છેલ્લી અવસ્થાને વર્ણવતાં લખ્યું છે : કંઇક અશાતા મુખ્યત્વે વેદી, શાતા પ્રત્યે. (પત્રાંક ૯૫૧) શ્રીમદ્ પોતાનું નામ ચાર વર્ષની ઉંમરે બદલાવી રાજચંદ્ર રખાવે છે, સ્વયં રાયચંદ પણ પત્રોમાં લખે છે. હવે તે નામ કર્મ પણ સમેટી લેવાનો સમય આવ્યો છે. એ એ નામના મૂળમાં શ્રી ચંદ્રપ્રભસ્વામીનો યોગ થયેલો તેમની સ્મૃતિ કરી નમસ્કાર કરે છે. અનંત શાંતમૂર્તિ એવા ચંદ્રપ્રભ સ્વામીને નમો નમઃ (પત્રાંક ૯૫૩) અંતિમ કાવ્યમાં ૩ કંડિકાઓ છે. (પત્રાંક ૯૫૪) અનંત સુખસ્વરૂપ મુળ શુદ્ધ આત્મપદ ઇચ્છનાર જોગીજનોની પાત્રતા માર્ગ માટે જણાવી ૩ પ્રકારે. તેમાં. મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જિતલોભ છે. ૨. બીજી કંડિકામાં સીધો ફેંસલો પણ છે. આવ્યું બહુ સમદેશમાં, છાયા જાય સમાય; આવ્યું તેમ સ્વભાવમાં મનસ્વરૂપ પણ જાય ઊપજે મોહવિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં વિલય થતાં નહીં વાર. આ મોક્ષની વાત છે, મોક્ષ માર્ગની નહીં. આ મોક્ષ અને મોક્ષમાર્ગની વાત સમજાય તો પછી મૂર્તિમાન મોક્ષ એવા પરમકૃપાળુ દેવની પરમ કૃપા યથાર્થ પ્રાપ્ત થાય, અંગીકાર કરાય, જ્ઞાનીને સર્વત્ર મોક્ષ છે. પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે, વર તે જય તે. સવૈયા ‘સહજ' (પરમ)કૃપાળુદેવા ! દેતા પરમ દેવત્વ દાન, ઝીલી પ્રભુશ્રી, બ્રહ્મર્ષિ દે, પરાભક્તિએ મુક્તિ-પ્રદાન. હરિ ૐ ત્રાન્તિ. લેખક શ્રી : બા.બ્ર.પ.પૂ.ડો.શ્રી શાન્તિભાઇ પટેલ. 24 25 ટી ટી ટી Page #137 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું મંગળ સર્જન (કાલ્પનિક ચિત્ર) | સં. ૧૯૫ર આસો વદ ૧, તા. ૨૨-૧૦-૧૮૯૬ , નડિયાદ ગુરુવાર anichini Page #138 -------------------------------------------------------------------------- ________________ Page #139 -------------------------------------------------------------------------- ________________ anich६. २०१५ ananatant, ५ो ५ min anon ९० an६२४३ . Page #140 -------------------------------------------------------------------------- ________________ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ પત્રાંક ૭૧૮ જે સ્વરૂપ સમજ્યા વિના.... આસો વદ ૧, ગુરુ, વિ.સં.૧૯૫૨ નડિયાદ, તા.૨૨-૧૦-૧૮૯૬ જે સ્વરૂપ સમજયા વિના, પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. મૂળ રચના ગુજરાતી : કૃપાળુદેવ यत्स्वरूपमविज्ञाय प्राप्तं दुःखमनन्तकम् । तत्पदं ज्ञापितं येन तस्मै सदगुरवे नमः ।। संस्कृत પં.બેચરદાસભાઇ દોશી जो स्वरूप समझे बिना, पायो दुःख अनंत । समझायो तत्पद नपूँ, श्री सद्गुरु भगवंत ।। हिन्दी પૂ.ભદ્રમુનિ जिन स्वरूप समझे बिना, पायो दुःख अनंत । उन विज्ञापक पद नD, श्री सद्गुरु भगवंत ।। हिन्दी શ્રી વીરેન્દ્રપ્રસાદ જૈન અંગ્રેજી પ.પૂ.બ્રહ્મચારીજી As real self I never knew, so suffered I eternal pain; I bow to Him, my master true, who preached and broke eternal chain. Discerning not my inmost self, I suffered grief severe; The guide divine who showed it me prostrating I revere. અંગ્રેજી Francis Whitely दुःखे अनंत भोगी, आत्मस्वरूपास जाणिल्याविण मी। समजविले पद ज्याने, तो गुरु भगवंत भक्तिने च नमी ।। મરાઠી શ્રી પદ્માબાઇ બેડેકર ৰে স্বৰূপ পা বুঝিয়া পেয়েছি দুঃখ ভান । বুঝাইয়াছেন সেই পদ বন্দন, সদ্গুরু ভগবন্ত । બંગાળી પૂ.ભંવરલાલ નાહટા ಚೇ ಸ್ವರೂಪ ಸಮಜ್ಯಾ ವಿನಾ ? ಜಾಮ್ಮೋ ದುಖ ಅನಂತ | ಸಮಜಾವುಂ ಶ್ರೀ ಪದ ಸಮುಳಿ 1 ಶ್ರೀ ಸದ್ಗುರು ಭಗವಂತ ೩ કન્નડ ડૉ.એ.એન.ઉપાધ્ય Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ન જાણે કેમ, પણ પ્રત્યેક વ્યક્તિ કોઇપણ વસ્તુ-વ્યક્તિ કે વાતની સાબિતી માગતી થઇ ગઇછે. સાબિત કરી બતાવો, દાખલો બેસાડો, દૃષ્ટાંત આપો, પ્રુફ-proof લાવો, ઓળખપત્ર-identity card દર્શાવો, નામ નોંધાવો, લખી જણાવો, પાસપોર્ટ-passport કઢાવો વગેરે વગેરે. ઇસુની ઓગણીસમી સદીનાં મહાજાગરણમાં પ્રગટેલા પરમકૃપાળુ દેવે Really Real Realize કરીને, નિષ્કારણ કરુણાવશાત્ જગતવાસી જીવોને અણમોલ ‘આત્મસિદ્ધિ’ શાસ્ત્રનું દાન દીધું. ગણો — તે છે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર. ૧. ૨. 3. ૪. ૫. ૬. ૭. ૮. ૯. ૧૦. સ્વરૂપ-સ્થિત, સમતાપતિ રે, સર્વ અવસ્થામાં ય, રાજચંદ્ર પદ તે નમું રે, સ્થિર મન થાઓ ત્યાં ય. સમતા-સ્વામી તે રે જે રમતા સમભાવે. ધન્ય તે મુનિવરા રે, જે ચાલે સમભાવે. (એ રાગે) પ્રજ્ઞાવબોધ પુષ્પ ૫૬ : પ.પૂ.બ્રહ્મચારીજી પોતાને અભિપ્રેત હોય તે વિષય વિષે પોતાનાં મંતવ્ય સાબિત કરવા, સિદ્ધ કરવા, અનેક આચાર્યોએ અને વિદ્વાનોએ શાસ્ત્રો રચ્યાં છે એ તો આપ જાણો છો. શાસ્ત્રનાં શીર્ષક પણ ‘સિદ્ધિ’વાળાં, માત્ર જૈન આચાર્યોની વાત લઇએ તો, રજી સદીમાં ૫મી સદીમાં ૭મી સદીમાં ૯મી સદીમાં ૯મી સદીમાં ૧૦મી સદીમાં ૧૦મી સદીમાં ૧૨મી સદીમાં જ્ઞાની મહાદાની રે, સદાવ્રત જેનું સદા; એવું સંતથી સુણી રે, ગ્રહું રાજ-પાય મુદ્દા. પ્રજ્ઞાવબોધ પુષ્પ ૩૧ : પ.પૂ.બ્રહ્મચારીજી આત્મોપનિષદ્ કહો કે આત્મગીતા કહો, અમૃત કુંભ કહો કે આ અવની પરની અમૃતગંગા ૫મી સદીમાં ૧૯મી સદીમાં શ્રી સમંતભદ્રાચાર્ય શ્રી પૂજ્યપાદ સ્વામી શ્રી અકલંક દેવ શ્રી અનંત કીર્તિ શ્રી ત્રિભુવન સ્વયંભૂ શ્રી અનંતવીર્ય વિરચિત વિરચિત વિરચિત શ્રી અમૃતચંદ્રાચાર્ય શ્રી વાદીભસિંહ વિરચિત વિરચિત વિરચિત જીવસિદ્ધિ, સિદ્ધિ પ્રિય સ્તોત્ર, સિદ્ધિ વિનિશ્ચય, વિરચિત વિરચિત શ્રી પૂજ્યપાદ સ્વામી શ્રીમદ્ રાજચંદ્રજી વિરચિત વિરચિત સર્વ શાસ્ત્રકાર ભગવંતોને નમસ્કાર. શાસ્ત્રનાં નામ પછી શાસ્ત્રની શરૂઆતની વાત લઉં. પ્રથમ સદીથી જ પ્રારંભીએ તો, પખંડાગમ-ધવલાજી ટીકામાં આઠમી સદીમાં આચાર્ય શ્રી વીરસેન મ.સા.આરંભેછે, સિદ્ધમાંતળિનિયમળુવનમપ્પલ્થ-સોવા મળવપ્નું। એટલે કે, જે સિદ્ધ છે, અનંતસ્વરૂપ છે, અનિન્દ્રિય છે, અનુપમ છે, આત્મસ્થ સુખને પ્રાપ્ત છે.... તેમને નમસ્કાર. લઘુ સર્વજ્ઞ સિદ્ધિ, બૃહત્સર્વજ્ઞ સિદ્ધિ, સિદ્ધિ વિનિશ્ચય, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય, સ્યાદ્વાદ સિદ્ધિ, સર્વાર્થ સિદ્ધિ, (તત્ત્વાર્થ સૂત્રની ટીકા) આત્મસિદ્ધિ શાસ્ત્ર. www.jalnelibrary.org Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૧ બીજી સદીમાં, શ્રી કુંદકુંદ ભગવાન શ્રી ‘સમયસારજીનું મંગળાચરણ કરે છે, વંgિ સદ્ગસિદ્ધ ધુવમવનવાં નહિં પ ા ધ્રુવ, અચળ ને અનુપમ ગતિ પામેલ સર્વ સિદ્ધને વંદું છું. પાંચમી સદીમાં શ્રી પૂજ્યપાદ સ્વામી વિરચિત “જૈનેન્દ્ર વ્યાકરણ'નું પ્રથમ સૂત્ર જ છે, સિદ્ધિ: નેન્તિાત્ | ‘દશ ભક્તિ'માં છેલ્લે સિદ્ધ સિદ્ધિ મમ દ્વિસંતુ | અને છેલ્લે, દેવાધિદેવ તીર્થંકર પ્રભુ પોતે પણ દેશના દેતા પહેલાં, શ્રી સિદ્ધ ભગવંતને નમસ્કાર કરે છે. ખુદ ખુદા ખુદને જ વંદે છે, કારણ કે ખુદી-આપખુદી તો સંપૂર્ણતઃ મિટાવી દીધી છે. હવે આપ જ ખુદા છે. પોતે પોતાને બંદગી બક્ષે છે ! જુઓને, કૃપાળુ પ્રભુ પણ પૂર્વકાળના અનંત ઉપકારી શ્રી સદ્દગુરુદેવને નમન કરતાં પોતાના શુદ્ધાત્માને પણ નમી રહ્યા છે, સમજાવ્યું તે પદ નમું... ‘સિદ્ધિ'ની વિચારણા બાદ “શાસ્ત્ર' શબ્દનો યથાશક્તિ વિચાર કરીએ. શાસ્ત્ર એટલે શાખા પુરુષનાં વચનો પીરસતો ગ્રંથ. સંસ્કૃતમાં ‘શાસ્' ધાતુ છે, શાસન કરવું. મનુષ્યને અમુક પ્રવૃત્તિમાં પ્રેરણા કરે અને કેટલીક પ્રવૃત્તિનો નિષેધ કરવાનું શિક્ષણ આપે, આજ્ઞા-આદેશ આપે તે શાસ્ત્ર. શં' ધાતુ લઇએ તો, કહેવું-બોલવું-કથન કરવું તે અર્થ થાય. કોઇ વિશિષ્ટ વિષયનું સમસ્ત જ્ઞાન યથાક્રમે આપવામાં આવે તે શાસ્ત્ર. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પણ કોઇ અગમ્ય, અગોચર, ગૂઢ એવા પોતાના જ આત્માનું ઓળખાણ કેમ થાય તેનું ન્યાયસભર વર્ણન છે તથા આત્મકલ્યાણ કરી લેવાની પ્રેરણા પણ છે. ‘શાસ્ત્ર' શબ્દની વ્યુત્પત્તિ તો, રક્ષણ, શિક્ષણ જાણો; ભવભીત જીવને કર્મત્રાસથી ત્રાતા શાસ્ત્ર પ્રમાણો. અહોહો ! પરમ શ્રુત ઉપકાર ભવિને શ્રુત પરમ આધાર. પ્રજ્ઞાવબોધ પુષ્પ ૭ : પ.પૂ.બ્રહ્મચારીજી ૫.પૂ.બ્રહ્મચારીજીના શબ્દોમાં, “જે સ્વરૂપ” અને “સમજાવ્યું” એ બન્ને દ્વારા આ શાસ્ત્રનું નામ ‘આત્મસિદ્ધિ અથવા સ્વરૂપની સમજૂતિ કે આત્માની છ પદ દ્વારા સાબિતી – સિદ્ધિ કરી છે એમ સૂચવ્યું છે. ટૂંકમાં, આ સન્શાસ્ત્રનું “આત્મસિદ્ધિ” એવું નામ સાર્થક છે. કંઇક ગૂઢ રહસ્ય કહે છે, કથે છે, વદે છે જેમાં તે શાસ્ત્ર. ગુરુ-શિષ્યના સંવાદ રૂપે, પ્રશ્નોત્તર શૈલીથી પ્રરૂપાતું અને પૂર્વાચાર્યોની શૈલીને અનુસરતું આ શાસ્ત્ર છે. સવાસો ઉપનિષદોમાં લગભગ બધે જ, ‘ગુરુ ગીતા’માં શંકર-પાર્વતી વચ્ચે, ‘અવધૂત ગીતા'માં અવધૂત અને ગોરક્ષ વચ્ચે, ‘હંસ ગીતા'માં વિષ્ણુબ્રહ્મા વચ્ચે, “શ્રી ભાગવત’ (ચતુઃશ્લોકી)માં બ્રહ્મા-નારદ વચ્ચે, ‘વાસિષ્ઠ સાર’માં વસિષ્ઠ-રામ વચ્ચે, શ્રી શંકરાચાર્યજી કૃત ‘ઉપદેશ સાહસ્રી'માં, ‘શ્રી ભગવદ્ ગીતા'માં શ્રીકૃષ્ણજી અને અર્જુનજી વચ્ચે, બૌદ્ધ ‘ત્રિપિટક' ગ્રંથમાં, શ્રી ભગવતીજી સૂત્ર' (દ્વાદશાંગીમાં પમું અંગોમાં શ્રી મહાવીર પ્રભુ અને ગૌતમ સ્વામી વચ્ચે ૩૬ ,OOOપ્રશ્નોત્તર, શ્રી વિશેષાવશ્યક ભાષ્ય'માં, શ્રી ગણધરોની શંકાઓ અને શ્રી મહાવીર સ્વામી તરફથી થતાં સમાધાનની જેમ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની શૈલી પણ ગુરુ-શિષ્યના સંવાદ રૂપે સાધી છે. આ કાળમાં સમજવામાં સુગમ પડે તેવું અને તેવી અદાથી લખાયેલું આ શાસ્ત્ર છે. અનુબંધ ચતુષ્ટય પણ કેવો સુંદર આલેખ્યો છે ? પત્રાંક ૧૪માં, પ્રબંધ, નિબંધ વિષે કહેવાઇ ગયું છે. ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરવા...થી પ્રારંભાતું ‘શ્રીમદ્ રાજચંદ્ર' વચનામૃત. ગ્રંથના આરંભમાં ગ્રંથકર્તા Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૨ મંગળ કરે, તથા અભિધેય, પ્રયોજન અને સંબંધનો પણ નિર્દેશ કરે એ પ્રણાલિકા પરમકૃપાળુ દેવે પણ પૂરેપૂરી જાળવી છે. મંગળ, અભિધેય, પ્રયોજન અને સંબંધ : આ ચાર મળીને અનુબંધ ચતુષ્ટય કહેવાય છે. કૃપાળુદેવે પહેલી ગાથામાં મંગળ મૂક્યું છે, બીજી ગાથામાં અભિધેય (વિષય) વિષય અને પ્રયોજન સ્પષ્ટપણે પ્રકાશ્ય છે, સંબંધ ગર્ભિત રીતે દર્શાવ્યો છે. ૧. મંગલ : આરંભેલું શુભ કાર્ય પાર પડે એવા શુભ આશયથી મંગલાચરણ થતું હોય છે. પોતાના ઇષ્ટદેવ, પૂજય દેવ, આરાધ્ય દેવનાં સ્મરણ રૂપ કે નમનરૂપ મંગલ કરવામાં આવે છે. શ્રેયાંસિ વિજ્ઞાનિ' એટલે કે, સારા કામમાં સો વિઘ્ન. કહે છે કે, કલ્યાણ કાર્યો વિધ્વંભર્યાં. વિપ્ન કે પાપના ઉદયમાં મુખ્ય કારણ તો એ વખતે આત્મામાં જાગેલ અશુભ અધ્યવસાય હોય છે. તેથી એની સામે ઇષ્ટદેવની સ્તુતિરૂપ શુભ અધ્યવસાય થતાં એ પાપ નાશ પામે. ઠંડીથી લાગેલી શરદી ગરમીથી મટે તેમ. ગ્રંથની પૂર્ણાહુતિ વિના વિઘ્ન થાય, ગ્રંથ અપૂર્ણ ન રહે, ગ્રંથકર્તાનું આયુષ્ય અચાનક પૂરું ન થઇ જાય, ચિત્તની શુદ્ધિ અને વિનયની વૃદ્ધિ થાય, કર્તાપણાનું અભિમાન ન આવે એવા અનેક આશયવશાત્ મંગલ કરવામાં આવે છે. મંગળ શબ્દના અર્થ તો જાણીએ, મંગળ શબ્દને સિદ્ધ કરીને. મંત્ ધાતુ ગતિ અર્થમાં છે, ગમન કરવું, જવું. હવે નિયમ છે કે, ગતિ અર્થવાળા ધાતુઓ પ્રાપ્તિ અર્થમાં વપરાય છે, જે વડે હિત સધાય તે મંગળ, માં જ્ઞાતિ એટલે સુખને લાવે, ધર્મને આપે, ધર્મને લાવે એટલે કે સ્વાધીન કરે એટલે ધર્મનું ઉપાદાન કારણ તે મંગળ. ઇષ્ટ અર્થવાળા ધાતુને પ્રત્યય લગાડીને પણ મંગળ શબ્દ સિદ્ધ થાય. મદ્ ધાતુને મત પ્રત્યય જોડવાથી મંગળ શબ્દ બને. ‘મડેવચતે' જે વડે શાસ્ત્ર શોભાવાય તે મંગળ. ‘ન્યતે' જેથી વિપ્નના અભાવનો નિશ્ચય કરીએ તે મંગળ. ‘ઈન્તિ' જે વડે હર્ષ થાય તે મંગળ. ‘મોત્તે’ જેથી નિશ્ચિન્તપણે શાસ્ત્રનો સાર પમાય તે મંગળ. મીન્ત' જેથી પૂજાય તે મંગળ. મામ્ Inયતિ' મને ભવથી દૂર કરે છે. ‘ પૃદ્ ાતઃ' જેમાં શાસ્ત્રનો નાશ ન થાય તે મંગળ. મા તયના' સમ્યક્દર્શન આદિ મોક્ષમાર્ગ પમાડનાર હોવાથી મંગળ. ૨. વિષય : ગ્રંથમાં જે વસ્તુ વર્ણવવાની હોય તેને વિષય કે અભિધેય કહે છે. તે ગ્રંથની શરૂઆતમાં જ કહેવાય છે જેથી વાચકને ગ્રંથનું વાચન કરવાનો નિર્ણય સુગમ પડે છે. અગાઉ આમુખ, પ્રસ્તાવના, ઉપોદ્દાત લખવાની પ્રથા નહોતી (જે આજે છે, તેથી પણ શાસ્ત્રકર્તા વિષય વસ્તુનો નિર્દેશ કરતા. ૩. પ્રયોજન : ગ્રંથ લખવાનો હેતુ કે ફળ જણાવવું તે છે પ્રયોજન. પ્રયોજન જાણ્યા વિના મંદમતિમાને પણ પ્રવૃત્તિ ન કરે, તો પછી સુજ્ઞ ક્યાંથી કરે? શાસ્ત્ર વાચનના અધિકારી કોણ છે તેનો ઉલ્લેખ પણ પ્રયોજનમાં થાય છે. કેટલીકવાર Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ સાક્ષાત્ પ્રયોજન હોય છે, કેટલીકવાર પારંપરિક પ્રયોજન હોય છે. સાક્ષાત્ પ્રયોજનમાં તાત્કાલિક બોધનો સમાવેશ થાય છે, પારંપરિક પ્રયોજન મોક્ષનું હોય છે. ૪. સંબંધ: નિજ મતિ કલ્પનાથી રચાયું કે પૂર્વાચાર્યોનાં કથન સાથે સુસંગત છે તે દર્શાવવું પણ જરૂરી છે. ગાઇએ જ છીએ કે, પરંપરીવાર્ય ગુરવે નમ: I કૃપાળુદેવે ૧૪ પૂર્વમાં મધ્યમ ૭મા આત્મપ્રવાદ પૂર્વના સારાંશરૂપે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી. એ ૧૪ પૂર્વ તો અનુપલબ્ધ છે પણ ‘પૂર્ણ વીતરાગ જેવો બોધ અમને સહેજે સાંભરી આવે છે તથા પ્રસ્તુત શાસ્ત્ર સર્જન પહેલાં છ મહિને ‘બીજા શ્રી રામ અથવા મહાવીરછીએ, પરમાત્મસ્વરૂપ થયા છીએ' લખનાર આ શાસ્તા પુરુષને વિષે કે એ પરમ પવિત્ર અને ઉત્તમ શાસ્ત્ર વિષે શું લખું? ઉપાશ્રી યશોવિજયજી મ. ‘આઠ યોગદૃષ્ટિની સજઝાય'માં ગવરાવે છે તેમ, શાસ્ત્ર ઘણાં, મતિ થોડલી, મનમોહન મેરે. શિષ્ટ કહે તે પ્રમાણ રે, મનમોહન મેરે. ટૂંકમાં, ‘વસ્તુ' સમજાવતું શાસ્ત્ર હોવાથી વાસ્તવિક છે, અતિ વિશ્વસનીય છે. “પરમ પદની પ્રાપ્તિનો ક્રમ કહેતું હોવાથી પરમ શ્રદ્ધેય છે, પરમ પ્રેમે ઉપાસવા યોગ્ય છે. જે: “જે' કહીને કૃપાળુ દેવ કેવી જિજ્ઞાસા જગવે છે? જે સ્વરૂપ, હું કોણ, મારું સ્વરૂપ શું, જેમ છે તેમ છે, જ્યાંથી ત્યાંથી, યાવતુ તાવતુ, | વગેરે પ્રશ્નોથી જિજ્ઞાસા જગવી છે. જિજ્ઞાસા એટલે જાણવાની આશા કે ઇચ્છા. આપણને જે વ્યક્તિ, વસ્તુ કે વાતનું માયાભ્ય જણાય તેનું બહુમાનપણું લાગે અને તેના વિષે જાણવાની ઇચ્છા થાય તે સ્વાભાવિક છે. ધર્મ સમજવાની | જિજ્ઞાસા થાય તેને બીજું બધું ધૂળ સમાન લાગે. જગતમાં સૌથી સારી અને ઊંચી જિજ્ઞાસા તો આત્માને જાણવાની છે, જેને જ્ઞાની પુરુષો પરા જિજ્ઞાસા કહે છે, શ્રેષ્ઠ જિજ્ઞાસા કહે છે. શ્રી ગૌતમ ગણધરની જિજ્ઞાસા પણ કેવી? શ્રી મહાવીર સ્વામીને પૂછ્યું કે, મંત: વિં તત્તા હે ભગવાન ! તત્ત્વ શું છે? મહાવીર પ્રભુએ આપી દીધી ત્રિપદી કે, ૩ત્પાદ્ર વ્યયદ્મવ્યયુ સન્ | ઉત્પાદ, વ્યય અને ધ્રુવતા સહિત સત્ છે. બુદ્ધિના આઠ ગુણ ગણાય છે ? શુશ્રુષા એટલે સાંભળવાની અભિલાષા અને આજ્ઞાપાલનની પરાયણતા. એટલે કે, સેવા અને ચાકરી. સેવા-ચાકરી તો એક માત્ર આત્માની જ આત્માએ કરવા યોગ્ય છે. ધર્મના સારરૂપ આત્માને અધર્મથી વારવો-અટકાવવો તેનું નામ સારવાર. પછી શ્રવણ એટલે સાંભળે. ઇચ્છા તો હતી પણ અમલમાં મૂકે, ચરિતાર્થ કરે અને ખરા અર્થમાં સાંભળે. પછી ગ્રહણ કરે એટલે કે પકડ કરે. પછી ધારણ કહેતાં પકડ પાકી કરે, મજબૂત રીતે પકડી રાખે. અને એટલે ઉહા+અપોહ યાને તર્કવિતર્ક, સોચવિચાર કે અનુમાન-આલોચના કરે. જેથી અર્થવિજ્ઞાન એટલે મનમાં પદાર્થનું સ્પષ્ટ ચિત્ર ખડું થાય અને છેલ્લે તત્ત્વનિર્ણય, પદાર્થ નિર્ણય કે સ્વરૂપ નિશ્ચય થઇ જાય. આમ, આ આઠેઆઠ ગુણો છે તો બુદ્ધિના જ પણ તેના મૂળમાં શું? તો કહે, જિજ્ઞાસા. જિજ્ઞાસા ગુણ તત્ત્વની, મનમોહન મેરે. (આઠયોગદષ્ટિ સજઝાય, ઉપાયશોવિજયજી) કઠોપનિષદ્રની કઠવલ્લીમાં, યમનાં દ્વાર ખખડાવીને પણ મૃત્યુ પછી જીવનાં અસ્તિત્વ વિષે જાણવાની અને આત્માનાં સ્વરૂપ વિષે સમજવાની નચિકેતાની જિજ્ઞાસાનું અત્રે સ્મરણ થઇ આવે છે. નચિકેતા' નામનો અર્થ જ ‘અવિજ્ઞાત' અર્થાત્ “નહિ જાણેલું રહસ્ય' છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૪ તે જિજ્ઞાસુ જીવને થાય સગુબોધ, તો પામે સમક્તિને, વર્તે અંતરશોધ. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૧૦૯ જે સહજ સ્વરૂપ સમજયા વિના જીવે, અનંતાનંત અસહજ ઉપાય કર્યે રાખ્યા, જે નિજ સ્વરૂપ સમજયા વિના જીવે, નિજ મતિ-કલ્પનાએ નિત્યનવીન સાધનો શોધ્યાં, જે જિન સ્વરૂપ સમજયા વિના જીવ, જ્યાં ત્યાં જીન (ભૂત)ની જેમ રઝળ્યો, જે અવ્યાબાધ સ્વરૂપ સમજ્યા વિના જીવ, અનંત કાળથી બાધા-આખડી-માન્યતામાં મચી રહ્યો, જે મોક્ષ સ્વરૂપ સમજયા વિના જીવે, મોહનો ક્ષય કરવાની મહેનત કર્યા કરી, જે નિર્વાણ સ્વરૂપ સમજયા વિના જીવનાં, સંસારદુ:ખનો નિવેડો ન આવ્યો, જે નિર્વિકલ્પ સ્વરૂપ સમજ્યા વિના જીવે વિકલ્પોની જ આરાધના કર્યા કરી, જે અનંત સુખ સ્વરૂપ સમજયા વિના જીવ અનંત દુઃખ દરિયામાં ડૂબે જ ગયો, જે સદગુરુ સ્વરૂપ સમજયા વિના જીવ અસદગુરુ અને કુગુરુના ફંદમાં ફસાતો રહ્યો. જે સ્વરૂપ સમજાતાં, તે પદ નમું : તે ક્યું પદ ? હવે ‘તે પદ' ની જિજ્ઞાસા આવી. તે આત્મપદ સમજાતાં, શાશ્વત કાળ માટે તેમાં જ રહીશ તે કૈવલ્ય પદ સમજાતાં, કૈવલ્ય કમળા-કેવળજ્ઞાન રૂપી લક્ષ્મીને વરીશ. તે પરમપદ સમજાતાં, પરિનિર્વાણને પામીશ, સંસારથી પાર ઊતરીશ. તે મોક્ષપદ સમજાતાં, મોહનો ક્ષય કરીશ. તે અભેદ સ્વરૂપ સમજાતાં, ભગવાન સાથે એક થઇને રહીશ. તે વસ્તુ સ્વરૂપ સમજાતાં, વસ્તપણે રહીશ, વાસ્તવ થઇને રહીશ. તે સત્ દેવ-ગુરુ-ધર્મ સ્વરૂપ સમજાતાં, સમ્યફ દર્શનને પ્રાપ્ત થઇશ. તે જ્ઞાનસ્વરૂપ સમજાતાં, માત્ર જ્ઞાનસ્વભાવી આત્મા બનીને રહીશ. अखंडमंडलाकारं व्याप्तं येन चराचरम् । तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः ॥ તો તે પદ જેણે દર્શાવ્યું તેવા શ્રી ગુરુભગવંતને નમસ્કાર છે. અહો તે સ્વરૂપ ! અહો તે સ્વરૂપ ! એ સ્વરૂપ વિચારતાં, સંભારતાં અમને તો પરમ સમાધિ આવે છે. (પત્રાંક ૧૫૭) અમારું જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી, ક્ષણ પણ અન્ય ભાવને વિષે સ્થિર થતું નથી; સ્વરૂપને વિષે સ્થિર રહે છે. એવું કે અમારું આશ્ચર્યકારક સ્વરૂપ તે હાલ તો ક્યાંય કહ્યું જતું નથી. (પત્રાંક ૩૬૮) જે તે પુરુષનાં સ્વરૂપને જાણે છે તેને સ્વાભાવિક અત્યંત શુદ્ધ એવું આત્મસ્વરૂપ પ્રગટે છે. એ પ્રગટ થવાનું કારણ તે પુરુષ જાણી સર્વ પ્રકારની સંસાર કામના પરિત્યાગી શુદ્ધ ભક્તિએ તે પુરુષસ્વરૂપ વિચારવા યોગ્ય છે. (પત્રાંક ૩૯૬) Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ સત્ સ્વરૂપ અને તત્ પદ જેમાં અધિષ્ઠિત છે તે પરમેષ્ઠી સ્વરૂપ ૐ. આ થયું ૐ તત્ સદ્. તત્પુરુષ તે સત્પુરુષ છે અને સત્પુરુષ છે તે તત્પુરુષ છે. તે વસ્તુના વિચારમાં પહોંચો કે જે વસ્તુ અતીન્દ્રિય સ્વરૂપ છે. (મોક્ષમાળા શિક્ષાપાઠ ૧૦૧) તે પ્રાપ્ત કરવા, વચન કોનું, સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માનો ‘તેહ’ જેણે અનુભવ્યું. મોક્ષમાળા શિક્ષાપાઠ ૬૭ આ મનુષ્યજન્મ સિવાય અન્ય કોઇપણ જન્મમાં પોતાનો સ્વરૂપનો નિશ્ચય નથી થતો. (પત્રાંક ૧૦૨) જીવને સ્વસ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી. ત્યાં સુધી યથાયોગ્ય સમાધિ નથી. (પત્રાંક ૩૮૭) : સ્વરૂપ એટલે ખૂબસુરતી : સામાન્યતઃ સ્વરૂપ સાંભળતાં જીવને પોતાનું રૂપ, દેખાવ, ખૂબસુરતીનો લક્ષ પહેલો થાય છે. ભરતેશ્વરને આરીસાભવનમાં કેવળજ્ઞાન થયું. ક્યા બળે ? કઇ ભાવના વડે ? વૈરાગ્ય બળે અને અન્યત્વ ભાવના વડે. વીંટી વડે આંગળી શોભે છે, આંગળી વડે હાથ શોભેછે, હાથ વડે શરીર શોભે છે એટલે શરીરની તો કંઇ શોભા જ નહીં ને ? શરી૨ હાડ, માંસ, લોહીનો માળો તે હું મારો માનું છું એ કેવી મોટી ભૂલ ? હું બહુ ભૂલી ગયો ! આમ વિવેકથી અન્યત્વનાં સ્વરૂપને જોયું, જાણ્યું અને આત્મસિદ્ધિ થઇ ગઇ. આત્માની રમ્યતા, ભવ્યતા અને દિવ્યતા દેખાઇ ગઇ, ખૂબસુરતી વેદાઇ ગઇ. વળી, પત્રાંક ૧૮માં લખે છે, સ્વસ્વરૂપ ચીતરતાં મનુષ્ય ખચકાઇ જાય ખરો. પરંતુ સ્વસ્વરૂપમાં જ્યારે આત્મસ્તુતિનો કિંચિત્ ભાગ મળે ત્યારે, નહીં તો નહીં જ. જ્યારે ખરું સ્વરૂપ આત્મસ્તુતિ ગણાય તો પછી મહાત્માઓ પ્રખ્યાતિમાં આવે જ કેમ ? ખરું સ્વરૂપ પણ પત્રાંક ૬૯૨માં કહી દીધું કે, હું દેહાદિ સ્વરૂપ નથી. દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઇપણ મારાં નથી. શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય. સ્વરૂપ એટલે સ્વભાવ (જ્ઞાન). જે વડે વસ્તુનું સ્વરૂપ જાણીએ તે જ્ઞાન. (શિક્ષાપાઠ ૭૭) આત્મા જ્ઞાનસ્વભાવી જ છે. જે સ્વરૂપ સ્થિરતા ભજે છે તે સ્વભાવસ્થિતિ પામે છે. (પત્રાંક ૭૧૦) સ્વદ્રવ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે યથાવસ્થિત સમજાયે, સ્વદ્રવ્ય સ્વરૂપ પરિણામે પરિણમી, અન્ય દ્રવ્ય પ્રત્યે કેવળ ઉદાસ થઇ, કૃતકૃત્ય થયે કંઇ કર્તવ્ય રહેતું નથી એમ ઘટે છે અને એમ જ છે. (પત્રાંક ૪૭૧) સ્વરૂપનો અર્થ : સ્વરૂપ એટલે પોતાનું જ પણ અનેકવિધ રૂપ-બહુરૂપ. પંડિત પ્રવર શ્રી બનારસીદાસજી કૃત ‘નાટક સમયસાર’ યાદ આવે જ. સંસારની રંગભૂમિ પર અનેક રંગમંચ ૫૨ ખેલ ખેલતો જીવ એક નટ જ છે. જીવ રૂપી નટની એક સત્તામાં અનંત ગુણ છે, પ્રત્યેક ગુણમાં અનંત પર્યાય છે, પ્રત્યેક પર્યાયમાં અનંત નૃત્ય છે, ‘પત્ત પત્ન પરિવર્તન ા નર્તન, યહી મહત્ત્વપૂર્ણ હૈ સંસાર ।' પ્રત્યેક નૃત્યમાં અનંત ખેલ છે, પ્રત્યેક ખેલમાં અનંત કળા છે અને પ્રત્યેક કળાની અનંત આકૃતિઓ છે. આવું વિલક્ષણ સ્વરૂપ ધરાવતો જીવ પોતાનું - નિજ સ્વરૂપ સંભાળી શકે છે. પોતાની જ્ઞાન કળા દ્વારા ‘નાટક સુનત હિયે ફાટક ખુલત હૈ.' Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સ્વરૂપને લક્ષણ કે ઉપયોગના સંદર્ભમાં વિચારીએ તો, અટળ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસવો ત્યાંથી મુક્ત દશા વર્તે છે. (પત્રાંક ૭૭૯) આ સમજવા માટે પત્રાંક ૫૦૦ અને પત્રાંક ૧૦૮ની સ્મૃતિ કરીએ. વિચારની ઉત્પત્તિ થયા પછી વર્ઝમાન સ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યું કે, આ જીવનું અનાદિકાળથી ચારે ગતિ વિષે અનંતથી અનતં વાર જન્મવું, મરવું થયા છતાં, હજુ તે જન્મ મરણાદિ સ્થિતિ ક્ષીણ નથી, તે હવે કેવા પ્રકારે ક્ષીણ કરવાં ? અને એવી કઇ ભૂલ આ જીવની રહ્યા કરી છે, કે જે ભૂલનું આટલા સુધી પરિણમવું થયું છે ? આ પ્રકારે ફરી ફરી અત્યંત એકાગ્રપણે સદ્બોધનાં વર્ધમાન પરિણામે વિચારતાં વિચારતાં જે ભૂલ ભગવાને દીઠી છે તે જિનાગમમાં ઠામ ઠામ કહી છે; કે જે ભૂલ જાણીને તેથી રહિત મુમુક્ષુ જીવ થાય. જીવની ભૂલ જોતાં તો અનંતવિશેષ લાગે છે; પણ સર્વ ભૂલની બીજભૂત ભૂલ તે જીવે પ્રથમમાં પ્રથમ વિચારવી ઘટે છે, કે જે ભૂલનો વિચાર કર્યાથી સર્વે ભૂલનો વિચાર થાય છે અને જે ભૂલના મટવાથી સર્વે ભૂલ મટે છે. કોઇ જીવ કદાપિ નાના પ્રકારની ભૂલનો વિચાર કરી તે ભૂલથી છૂટવા ઇચ્છે, તો પણ તે કર્ત્તવ્ય છે, અને તેવી અનેક ભૂલથી છૂટવાની ઇચ્છા મૂળ ભૂલથી છૂટવાનું સહેજે કારણ થાય છે. (પત્રાંક ૫૦૦ ) સુવિચારણા અર્થે રમતા મૂકી દીધા છે. કરુણાળુ કૃપાળુદેવે કહી જ દીધું કે, હે જીવ ! તું ભૂલ મા. વખતે વખતે ઉપયોગ ચૂકી કોઇને રંજન કરવામાં, કોઇથી રંજન થવામાં, વા મનની નિર્બળતાને લીધે અન્ય પાસે મંદ થઇ જાય છે, એ ભૂલ થાય છે તે ન કર. (પત્રાંક ૧૦૮) પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી ઉપદેશામૃતજીમાં પ્રકાશે છે, તા.૨-૮-૧૯૩૨ને મંગળવારના આત્મા ઉપયોગ સ્વરૂપ છે. ઉપયોગ સદા ય નિરંતર છે. તે ઉપયોગ ઉપર ઉપયોગ ન દેખાય તો પણ છે એમ પ્રતીતિ થાય છે; તેમ શુદ્ધ સ્વરૂપ છે એ પ્રતીતિ ભૂલવા યોગ્ય એ ભૂલ મહાવીર સ્વામીએ દીઠી. ને ઠામ ઠામ આગમમાં ઉપદેશી છે. એ સર્વ ભૂલની બોધમાં. પ્રસ્તુત પત્રાંક ૫૦૦માં મૂળ ભૂલ પરમ કૃપાળુદેવ દર્શાવતા નથી ! જિજ્ઞાસુ જીવને રાખવો. સૂર્ય-ચંદ્ર વાદળાં આડે નથી. ઉપયોગ ભૂલી જવાય છે બીજભૂત ભૂલ છે. પત્રાંક ૩૭માં, પ.પૂ.શ્રી જૂઠાભાઇને જણાવ્યું કે, ઉપયોગ એ સાધના છે. તો, પત્રાંક ૭૧૫માં, છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ. મૂળ મારગ સાંભળો જિનનો રે...... મેલું પાણી, મેલ ન પાણી, જો વિચારી જોશો, પાણી નિર્મળ તે જ દશામાં, સમજી સંશય ખોશો; તેમ પ્રતીતિ શુદ્ધ જીવની અત્યારે પણ આવે, સ્વરૂપ વિચારો જીવ-પુદ્ગલનું, શુદ્ધિ કોણ છૂપાવે ? પ્રજ્ઞાવબોધ પુષ્પ ૯૨ : પ.પૂ.શ્રી બ્રહ્મચારીજી સ્વરૂપ એટલે પૂર્ણ : સ્વરૂપ એટલે એકનો અંક ઃ -- સ્વરૂપ શબ્દ સાંભળતાં કે વાંચતાં જ પૂર્ણતાનો લક્ષ થાય છે. અને એકનો આંકડો ખડો થાય છે. એક આત્મા છે Page #149 -------------------------------------------------------------------------- ________________ તો બધું છે. આ એકડો મંડાતાં, તેની પાછળનાં બધાં મીંડા પૂર્ણ ગણાય છે. હિરગીત જયવંત સંગ કૃપાળુ પ્રભુનો, પુણ્યના પુંજે થયો, દુર્લક્ષ જે સ્વસ્વરૂપનો, ગુરુદર્શને સહજે ગયો. રે ! મુક્તિમાર્ગ પિછાનવો સુખ તે વિના જગમાં નથી, સ્વચ્છંદ ને પ્રતિબંધથી જીવ રઝળતાં થાક્યો નથી. પ્રજ્ઞાવબોધ પુષ્પ ૩ : પ.પૂ.બ્રહ્મચારીજી પ્રથમ પદમાં એમ કહ્યું છે કે : હે મુમુક્ષુ ! એક આત્માને જાણતાં સમસ્ત લોકાલોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે; માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઇચ્છાથી તું નિવર્ત અને એક નિજસ્વરૂપને વિષે દૃષ્ટિ દે, કે જે દૃષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિષે દેખાશે. તત્ત્વસ્વરૂપ એવાં સત્શાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્ત્વ છે; એમ તત્ત્વજ્ઞાનીઓએ કહ્યું છે, તથાપિ ઉપયોગપૂર્વક તે સમજાવું દુર્લભ છે. એ માર્ગ જુદો છે, અને તેનું સ્વરૂપ પણ જુદું છે, જેમ માત્ર કથનશાનીઓ કહે છે તેમ નથી; માટે ઠેકાણે ઠેકાણે જઇને કાં પૂછે છે ? કેમ કે, તે અપૂર્વ ભાવનો અર્થ ઠેકાણે ઠેકાણેથી પ્રાપ્ત થવા યોગ્ય નથી. (પત્રાંક ૬૩૧) જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે. તેથી ઉપયોગ અન્યવિકલ્પરહિત થયો. તેનું નામ શમાવું છે. વસ્તુતાએ બન્ને એક જ છે. (પત્રાંક ૬૫૧) એ ‘સમજીને શમાઇ રહ્યા'નો અર્થ છે. નિવૃત્ત થાય. (પત્રાંક ૬૫૧) સત્ય-સચોટ પદ ? (પત્રાંક ૯૦૨) જેમ છે તેમ સમજાવાથી ઉપયોગ સ્વરૂપમાં શમાયો અને આત્મા સ્વભાવમય થઇ રહ્યો ૧૧૭ સમજાવા અને શમાવાનું જે કોઇ ઐક્ય કરે, તે સ્વાનુભવપદમાં વર્તે, તેનું પરિભ્રમણ કાયાની વિસારી માયા, સ્વરૂપે શમાયા એવા, નિગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. કેવું પત્રાંક ૭૧ મુજબ, પ્રત્યેક દ્રવ્યની પ્રજ્ઞાપનીયતા ચાર પ્રકારે છે : દ્રવ્યથી એટલે તેના વસ્તુસ્વભાવથી. ક્ષેત્રથી એટલે ઉપચારે-અનુપચારે તેનું કંઇ પણ વ્યાપવું. કાળથી એટલે સમયથી અને ભાવથી એટલે તેના ગુણાદિક ભાવથી. આત્માની વ્યાખ્યા પણ એ વિના ન કરી શકીએ. માટે તો આપણે સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. હું મુક્ત સર્વે પરભાવથી છું, અસંગ છું, દ્રવ્યથી એકલો હું, ક્ષેત્રે અસંખ્યાત રું પ્રદેશો, સ્વદેહ-વ્યાપી અવગાહના શો. કાળે સ્વપર્યાય પરિણમંતો, અજન્મ અને શાશ્વત ધર્મવંતો, છું શુદ્ધ ચૈતન્ય, વિકલ્પ-હીન, સ્વ-ભાવ-દષ્ટા જ વિજ્ઞાનલીન. પ્રજ્ઞાવબોધ પુષ્પ ૯૭ : પ.પૂ.બ્રહ્મચારીજી હું કેવળ જ્ઞાનસ્વરૂપ છું. એમ સમ્યક્ પ્રતીત થાય છે. (હાથનોંધ ૩:૯) Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. અસંખ્યાત પ્રદેશાત્મક નિજ અવગાહના પ્રમાણ છું. અજન્મ, અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ માત્ર નિર્વિકલ્પ ર્દષ્ટા છું. (હાથનોંધ ૩:૧૧) હું કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સહજ નિજ અનુભવસ્વરૂપ છું. પ્રત્યક્ષ નિજ અનુભવસ્વરૂપ છું, તેમાં સંશય શો ? (હાથનોંધ ૩:૭) હવે આપણે વિચારીએ કે, હું કેવળ જ્ઞાનસ્વરૂપ છું, જ્ઞાનજ્યોતિ સ્વરૂપછું, એના સિવાય હું કંઇ નથી. તો એ જ્ઞાનજ્યોતિને કોઇ બહારની વસ્તુ ચોંટી છે કે શું છે ? હું વૃથા વિકલ્પો કરીને દુઃખી થઉં છું. બાકી તો હું આનંદ સ્વરૂપ જ છું. જ્યારે જ્ઞાન એ જ જ્ઞાન દ્વારા એ જ જ્ઞાનસ્વરૂપને જ્ઞાનમાં લે છે ત્યારે જ્ઞાનાનુભવનો કે સ્વાનુભવનો અવસ૨ મળે છે. સ્વાનુભવમાં સ્વનો અનુભવછે એમ કહેતાં, સ્વ એટલે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ રૂપ પિંડ, તેનો અનુભવ. જ્યાં સુધી દ્રવ્યાદિક રૂપે આત્માના વિકલ્પમાં રહીએ, નિર્ણયમાં રહીએ, જાણવામાં રહીએ ત્યાં સુધી વિશુદ્ધ જ્ઞાનની અનુભૂતિ પ્રાપ્ત થતી નથી. તેથી સંપૂર્ણ સ્વની અનુભૂતિનું દ્વાર છે જ્ઞાનની અનુભૂતિ. અને એટલે જ જ્ઞાનાનુભવ તે સ્વાનુભવ. આ એવું સ્વરૂપ છે જેમાં ઉપયોગ દ્વારા ઠહેરી શકાય છે. જ્યારે બાહ્ય પદાર્થોમાં ચિત્ત લગાવીએ છીએ ત્યારે ત્યાં ઠહેરી રહ્યા છીએ એમ કહેવાય છે. તો પોતાનાં સ્વરૂપમાં ચિત્ત લગાવીએ - ઉપયોગ રાખીએ તે પોતાનામાં ઠહેરીએ છીએ એમ કહેવાય. ઠહેરે તે લહેરે. સ્વરૂપ કેવું છે ? અનાકુળ, નિરાકુળ જેમાં કષ્ટ નથી. સ્વરૂપ તો ચિત્ત પ્રતિભાસ રૂપમાં છે અને સુસંવેદ્ય છે. સાતમી સદીમાં થઇ ગયેલા દિગંબર આચાર્ય શ્રી અકલંક દેવ રચિત ‘સ્વરૂપ સંબોધન’ સ્તોત્રમાં જણાવ્યા પ્રમાણે, સ્વ સ્વને, સ્વ દ્વારા, સ્વ માટે, સ્વથી, સ્વમાં ધ્યાન કરીને ખુદથી જ ઉત્પન્ન પરમ આનંદઅમૃતને પ્રાપ્ત કરે છે. स्वः स्वं स्वेन स्थितं स्वस्मै स्वस्मात्मस्वस्याविनश्वरे । સ્વસ્મિન્ધ્યાત્વા તમેસ્વોત્થમાનંદ્રમમૃતં પરમ્ ।। (શ્લોક ૨૪) હિરગીત સુજ્ઞાન સુખ, સુજ્ઞાન આત્મા, જ્ઞાન સૌમાં મુખ્ય છે, સુજ્ઞાન ગુરુ કે દિવ્ય દૃષ્ટિ, જ્ઞાન શિવ-સન્મુખ છે; સુજ્ઞાન ધ્યાન સમાન, કાપે જ્ઞાન-ફ૨શી કર્મને, સુજ્ઞાન-દાન મહાન, સ્થાપે પરબ રૂપ પ્રભુ ધર્મને. પ્રજ્ઞાવબોધ પુષ્પ ૨૫ : પ.પૂ.શ્રી બ્રહ્મચારીજી સ્વરૂપ સમજવાનો આટલો મહિમા છે ? સ્વ-સ્વરૂપની સમ્યક્ રુચિ, તેનું જ જ્ઞાન પ્રમાણ રે; અવિચલ તલ્લીનતા તેમાં તે નિયમથી નિર્વાણ રે. એક પ્રજ્ઞાવબોધ પુષ્પ ૩૨, ગાથા ૪ : ૫.પૂ.બ્રહ્મચારીજી એક ‘સ્વરૂપ સમજવું’ શબ્દમાં સઘળું સમાવેશ પામે છે, કેવી રીતે ? આ ભરત ક્ષેત્રના ભારત દેશનું નાણાનું ચલણ પણ રૂપિયો છે ! નાળ, બાળ તે જ્ઞાન. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ૧. આત્મા : જીવ એ ચૈતન્ય લક્ષણ રૂપે એક છે. જળહળ જયોતિ સ્વરૂપ આત્માએ પોતાનું જ સ્વરૂપ સમજવાનું છે. આત્માએ, આત્માને, આત્મા વડે, આત્મા માટે, આત્મામાંથી, આત્માનો ઉદ્ધાર કરવાનો છે. આ પર્લરક જ પરમ સત્ છે. ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે કે, એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે. નહીં તો અનંત ઉપાયે પણ નથી. અને તે સમજવું પણ કંઇ વિકટ નથી, કેમ કે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે; અને તે કંઇ બીજાનાં સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે ન જણાવે, તેથી સમજવી ન બને. પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે? પણ સ્વપ્ન દશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે તેમ અજ્ઞાન દશા રૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પોતાને, પોતાનાં નહીં એવા બીજા દ્રવ્યને વિષે સ્વપણે માને છે; અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નરકાદિ ગતિનો હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે, અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે; અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ, સપુરુષાદિ સાધન કહ્યાં છે અને તે સાધન પણ જીવ જો પોતાના પુરુષાર્થને તેમાં ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે. વધારે શું કહીએ ? આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટ્યો એમાં કંઈ સંશય નથી. (પત્રાંક ૫૩૭) ટૂંકમાં, એકડાથી કે એકના અંકથી આત્માનાં સ્વરૂપની વાત કરી કે જે સમજતાં બધું સમજી જવાય છે. અવળી માન્યતા છે તે મૂકીને સવળી કરવાની છે. પ્રભુશ્રીજીના શબ્દોમાં, વાત છે માન્યાની. | | | નાઈફ સે સવૅ નાખવું, જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. (શ્રી આચારાંગ સૂત્ર, ૧:૩:૪:૨૦૯) ૨. જડ-ચેતન: જગતમાં અનંત વસ્તુ છે પણ મુખ્ય તો બે જ, જડ અને ચેતન; આત્મા અને અનાત્મા; દેહ અને આત્મા; જીવ અને પુગલ. જગતમાં એક જ દ્રવ્ય, આત્મદ્રવ્ય જ હોત, તો તો તે શુદ્ધ અને પૂર્ણ જ હોત. પરંતુ તેમ તો વસ્તુસ્થિતિ નથી. પદ્રવ્યાત્મક જગત્ છે. ગુજરાતી ગણિતમાં બોલાતું ‘બગડે બે' જેવો ઘાટ છે. બેથી બધું બગડે છે ! દેહ અને આત્માનું Composite form થયું ને? સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે ય પણ પર દ્રવ્યમાં ય છે; એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. પત્રાંક ૯૦૨ પ્રત્યેકે પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેનાથી વ્યાવૃત્ત કરવો એમ નિગ્રંથ કહે છે. શુદ્ધ એવા સ્ફટિકને વિષે અન્ય રંગનું પ્રતિભાસવું થવાથી તેનું જેમ મૂળ સ્વરૂપ લક્ષગત થતું નથી તેમ શુદ્ધ, નિર્મળ એવું આ ચેતન અન્ય સંયોગના તાદાભ્યવત્ અધ્યાસે પોતાનાં સ્વરૂપનો લક્ષ પામતું નથી. (હાથનોંધ ૧:૧) ટૂંકમાં, સ્વરૂપ સમજે તો જડ-ચેતનનો વિવેક થઇ જાય. ૩. રત્નત્રય: સમ્યફ દર્શન, સમ્યફ જ્ઞાન અને સમ્યફ ચારિત્ર્ય તે રત્નત્રય. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યથી અભેદ એવા આત્માનો એક પળ પણ વિચાર કરો. (પત્રાંક ૨૧-૨૧) Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી સદ્ગુરુના ઉપદેશથી દેહ-આત્માનો વિવેક થતાં, જીવને થતું જ્ઞાન તે સમ્યક્ જ્ઞાન. તેની શુદ્ધ પ્રતીતિ વર્તે તે સમ્યક્ દર્શન. તેથી સર્વથી ભિન્ન અને અસંગ જણાય, તેમાં સ્થિર રહેવાય તે સમ્યક્ ચારિત્ર. તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ; તેહ મારગ જિનનો પામિયો રે, કિં વા પામ્યો તે નિજસ્વરૂપ. મૂળ મારગ સાંભળો જિનનો રે... (પત્રાંક ૭૧૫) ટૂંકમાં સ્વરૂપ સમજતાં રત્નત્રયની સંપ્રાપ્તિ થઇ જાય છે. ૪. અનંત ચતુષ્ટય : આત્માના તો અનંતગુણો. અનંત ગુણોમાં મુખ્ય અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય એ ચાર ગુણ તે અનંત ચતુષ્ટય. અનંત ચતુષ્ટય શુદ્ધ ચેતના નિશ્ચય કરવા યોગ્ય રે એ જ પ્રયોજન રૂપ કાર્ય તે નિયમ સ્વરૂપ મનોજ્ઞ રે. પ્રજ્ઞાવબોધ પુષ્પ ૩૨ : પ.પૂ.બ્રહ્મચારીજી સ્વરૂપ સમજાતાં, યથાખ્યાત — યથા..ખ્યા.ત, યથા.. આ..ખ્યાત સમજાતાં, જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-મોહનીય અને અંતરાય એ ચાર ઘનઘાતી કર્મનો ક્ષય થઇ જાય છે અને અનુક્રમે અનંત જ્ઞાન-દર્શન-સુખ અને વીર્ય એ અનંત ગુણ ચતુષ્ટય પ્રગટી જાય છે. વળી, સર્વગુણાંશ તે સમ્યક્ત્વ. (પત્રાંક ૯૫) સ્વરૂપ સમજતાં સર્વ ગુણનો અંશ આસ્વાદાઇ જાય છે. ગુણાંશ કહેતાં ગુણની પર્યાય, અર્થની પર્યાય. (પંચાધ્યાયી પૂર્વાર્ધ ગાથા ૬૧) એ જ ધર્મથી મોક્ષ છે, અનંત દર્શન જ્ઞાન તું, તું છો મોક્ષ સ્વરૂપ; અવ્યાબાધ સ્વરૂપ. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૧૧૬ ૫. પંચ મહાવ્રત પાલન જે સમયે સ્વરૂપ સમજે છે તે સમયે જીવ સૌથી મોટો અહિંસક બને છે. સ્વરૂપ સમજતાં તે કેટલાંક કર્મ તો બાંધતો જ નથી. મન-વચન-કાયા ઉપરાંત આત્માથી અહિંસા પાળી શકે છે. સ્વરૂપ અનુભવે છે ત્યારે તો સિદ્ધ સદેશ આત્મા કહ્યો છે, કારણ કે તેમ જ છે. ‘હું પરનું કાંઇ કરી શકું’ એ ભાવ નીકળી જતાં અહિંસા જ થઇ ને ? સત્ય તો શુદ્ધ સહજ સત્ સ્વરૂપ જ છે. તે સમજાતાં વિભાવભાવવાળું અસત્ કે મિથ્યા આચરણ રહેતું નથી. મોક્ષમાળા શિક્ષાપાઠ ૩૫, ‘નવકાર મંત્ર’માં, ...સર્વોત્તમ જગદ્ ભૂષણના સત્ય ગુણનું એ ચિંતવન છે. પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ પણ પોતાનું સ્વરૂપ સમજાતાં સમજાય છે. વળી, પોતાનાં સ્વરૂપ સિવાય અન્ય દ્રવ્ય કે પદાર્થના વિચાર કરવા કે ગ્રહણ કરવા એ તો ચોરી છે. પારકી વસ્તુને - ૫૨ દ્રવ્યને પોતાની મનાય ? જો સ્વરૂપ સમજે તો પ૨ને પોતાનું ન માને, ૫૨ ભાવને ઓળખી પરાયી વસ્તુ પરાયે ખાતે રાખે. પરમકૃપાળુ દેવે ૧૭ વર્ષની વય પહેલાં પ્રકાશી દીધું કે, છે તેની તેને સોંપો. (અવળી પરિણતિ) (પત્રાંક ૫-૨૫) જ્યાં સુધી સહજ સ્વરૂપનું ભાન નથી ત્યાં સુધી તે પ્રાપ્ત કરવાની પાત્રતા પ્રગટ કરવા સ્થૂળ બ્રહ્મચર્ય ઉપકારી છે. પણ સહજ સ્વરૂપ સમજાતાં બ્રહ્મમાં ચર્યા રહે છે, આત્મસ્વરૂપમાં નિમજ્જન રહે છે. નવ ગ્રહ તો આપ જાણો છો, દસમો ગ્રહ પરિગ્રહ છે. પરિગ્રહ રૂપી રાહુ આત્મસ્વરૂપ રૂપી ચંદ્રને જાણે ગળી જાય છે. જો સ્વરૂપ સમજે તો મિથ્યાત્વ રૂપી અંતરંગ પરિગ્રહ પણ નાશ પામે છે. www.jalnelibrary.org Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૧ ટૂંકમાં, સ્વરૂપ સહજમાં છે. જ્ઞાનીનાં ચરણસેવન વિના અનંતકાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે. (પત્રાંક ૩૧૫) પણ જો સમજે તો, પંચ મહાવ્રત સહજે પળાય છે. ૬. છ પદ : “જે સ્વરૂપ સમજ્યા વિના’ કહેતાં આત્મસ્વરૂપ સમજયા વિના. એમ કહેતાં આત્માનાં અસ્તિત્વની વાત આવી ગઇ. સ્વરૂપ કહેતાં જ ત્રણે કાળ અખંડપણે ટકી રહે છે. ગમે તેવા સંયોગોમાં પોતાનું ધ્રુવ, અચળ, અસંગપણું છોડે નહીં. તેવો અસલ મૂળ સ્વભાવ ધરાવતો તો આત્મા જ છે કે જે સ્વરૂપ સમજી શકે છે. વળી કોણ દુ:ખ પામ્યો ? તો કહે, આત્મા. આમ ‘આત્મા છે' એ પ્રથમ પદ સિદ્ધ થાય છે. ‘પામ્યો દુઃખ અનંત' કહેતાં, આત્મા દુઃખ પામ્યો અને પાછો અનંતકાળથી દુઃખ પામ્યો. અનંતકાળ અનંત દુઃખ તો શાનું હોય ? જન્મ-મરણના ફેરાનું. આ સ્વીકારતાં પૂર્વજન્મ-પુનર્જન્મની સિદ્ધિ થશે અને ‘આત્મા નિત્ય છે' એ બીજું પદ પણ આવી જાય છે. - જો આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને સમજીને તેમાં રહે તો વિભાવ પર્યાયમાં પરિણમતો નથી અને ભાવકર્મ બાંધતો નથી. પણ પવિત્ર જયોતિર્મય સ્વરૂપને ન સમજતાં શુભાશુભ ભાવ કર્યા કરે છે અને કર્તા થાય છે. સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કર્તા છે. હવે શુભાશુભ ભાવના શુભાશુભ પરિણામ તો ભોગવે જ. સ્વરૂપ ન સમજતાં કર્મ બંધાયા અને પછી ભોગવવાં પણ પડે છે એટલે ‘આત્મા ભોક્તા છે’ થયું. પોતાનું સ્વરૂપ સમજે તો તેના આનંદનો ઉપભોક્તા પણ પોતે જ છે. “જે સ્વરૂપ' સમજતાં પાંચમું મોક્ષપદ પણ છે. જીવ કર્મ બાંધી શકે છે, કર્મ ભોગવી શકે છે તો તે કર્મ ટાળી પણ શકે, અટકાવી પણ શકે છે. જે જે બંધનાં કારણો છે તેને છેદે તો જે અવસ્થા થાય તે મોક્ષ, બંધ ભાવથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે મોક્ષ. મુક્તભાવ તે મોક્ષ. મિથ્યાત્વથી મૂકાય તે મોક્ષ. વિભાવ પરિણતિ ન કરી તે મોક્ષ કર્મથી મૂકાય તે મુક્ત, નિજ શુદ્ધતા છે તે મોક્ષ. રાગ, દ્વેષ, અજ્ઞાનથી રહિત થયો તે મોક્ષ. ટૂંકમાં, સ્વસ્વરૂપ સમજે તો મોક્ષ જ છે, અન્વય પ્રધાનતાથી કે વ્યતિરેક પ્રધાનતાથી. તે અનાદિ સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગ્રત થઇ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય; સમ્યક દર્શનને પ્રાપ્ત થઇ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. (પત્રાંક ૪૯૩ : છ પદનો પત્ર) | ‘સમજાવ્યું' શબ્દમાં છઠ્ઠું પદ “મોક્ષનો ઉપાય છે' આવી ગયું. જે સ્વરૂપનો આટલો મહિમા છે તે કોણે સમજાવ્યો? શ્રી સદગુરુ ભગવંતે. સ્વરૂપ સમજી શકાય છે એમ કહેતાં મોક્ષનો ઉપાય છે, “મોક્ષ થતો નથી પણ સમજાય છે' વચન સાર્થક થાય છે. (વ્યાખ્યાન સાર ૧:૮૦) ૭. સાત ભય: સ્વરૂપ સમજાતાં એકે ભય રહેતા નથી. આ લોકમાં મારું શું થશે, પરલોકમાં મારું શું થશે, આજીવિકાનું કેમ થશે, આટલાં બધાં ધનની સુરક્ષાનું શું થશે, અકસ્માત થાય તો શું રહેશે, રોગની વેદનામાં શું થશે અને છેલ્લે મરણ વખતે શું થશે – એમ આ સાત પ્રકારના લૌકિક ભય વિચારવાનને સ્વરૂપ સમજતાં રહેતા નથી. મુમુક્ષુ જીવન એટલે વિચારવાન જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજો કોઇ ભય હોય નહીં. (પત્રાંક ૫૩૭) પત્રાંક ૨૫૪માં શીર્ષ સ્થાને જ પ્રકાર્યું કે, નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે; અને તેથી નિઃસંગતા પ્રાપ્ત હોય છે. સ્વરૂપ સમજતાં આત્મતત્ત્વની પૂરી શ્રદ્ધા હોવાથી સમભય પ્રવિમુક્ત બને છે અને નિઃસંગ એવું નિઃશ્રેયસ-મોક્ષસુખ અનુભવે છે. ૮. આઠ ગુણ : સ્વરૂપ સમજતાં જીવ મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય કરે છે એટલે તરત જ જ્ઞાનાવરણીય કર્મનો અને Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૨ દર્શનાવરણીય કર્મનો ક્ષય.પણ થઈ જાય છે અને અંતરાય કર્મનો પણ ક્ષય થાય છે. મોહનીય કર્મના ક્ષયે ક્ષાયિક સમ્યક્ત્વ ગણો કે અનંત સુખ પ્રગટી જાય છે, જ્ઞાનાવરણીય કર્મના ક્ષયે અનંત જ્ઞાન પ્રગટે છે, દર્શનાવરણીય કર્મના ક્ષયે અનંત દર્શન પ્રગટે છે, અંતરાય કર્મના ક્ષયે અનંત વીર્યગુણ પ્રગટે છે. આ ચાર ઘાતી કર્મોના સંપૂર્ણ ક્ષય બાદ અઘાતી કર્મોનો સંપૂર્ણ ક્ષય થાય છે. વેદનીય કર્મના ક્ષયે અવ્યાબાધ સુખની પ્રાપ્તિ, નામ કર્મના ક્ષયે અમૂર્તત્વ કે સૂક્ષ્મત્વ ગુણની પ્રાપ્તિ, આયુષ્ય કર્મના ક્ષયે અવગાહનત્વ ગુણની પ્રાપ્તિ અને ગોત્ર કર્મના ક્ષયે અગુરુલઘુત્વ ગુણની પ્રાપ્તિ હોય છે. - જ્ઞાનના તો અનંત ભેદ છે, મુખ્ય પાંચ છે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને પાંચમું સંપૂર્ણ સ્વરૂપ કેવળ. મોક્ષમાળાનું પૂર્ણ માલિકા મંગલ, તેનું છેલ્લું ચરણ તે – સ્વરૂપ સિદ્ધ વિચરી વિરામે. ટૂંકમાં, સ્વરૂપ સમજતાં આઠેઆઠ કર્મનાં ચૂર્ણ થઇ જાય છે. આઠે આઠ સિદ્ધિ કરતાં અનંતગણી ચઢિયાતી આત્મસિદ્ધિ થઇ જાય છે અને સિદ્ધ ભગવંતના આઠ, એકત્રીસ કે અનંત ગુણ પ્રગટી જાય છે. ૯. નવ પદ : નવ નિધાન : નવ સ્મરણ : એક આત્મસ્વરૂપ સમજતાં, અરિહંત-સિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાયસાધુ-જ્ઞાન-દર્શન-ચારિત્ર્ય અને ત૫, એમ નવે નવ પદ સંપ્રાપ્ત થાય છે. જ્ઞાન એહિ જ આત્મા, દર્શન એહિ જ આતમા એમ નવે પદ માટે ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ નવ પદની પૂજામાં સરસ ગાયું છે. આત્માએ પોતે પોતાનું પદ સંભાળી લેવાની વાત છે. | વળી, પાંચમું સ્વરૂપ કેવળ પ્રાપ્ત થતાં તો નવે નિધાન પ્રગટે છે. ચક્રવર્તીના નવ નિધિ કહેવાય છે તેમ ધર્મચક્રવર્તીનાં નવ નિધાન તે ક્ષાયિક સમ્યકત્વ, ક્ષાયિક ચારિત્ર, ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક દર્શન, ક્ષાયિક દાન, ક્ષાયિક લાભ, ક્ષાયિક ભોગ, ક્ષાયિક ઉપભોગ અને ક્ષાયિક વીર્ય. નવે નવ સ્મરણ પણ એક શુદ્ધ આત્મરમણમાં સમાઈ જાય છે. નવ સ્મરણ દિન ભગવંતની સ્તુતિ છે તો નિજ સ્મરણ નિજ શુદ્ધાત્મની જ ભક્તિ છે ને? અનંત કીર્તનનું કીર્તન કે સ્તવનનું સ્તવન છે, શુદ્ધ સહજ આત્મસ્વરૂપને નમન છે, નમન છે. ૧૦. દસ લક્ષણ ધર્મઃ આત્માનાં અનંત લક્ષણ-ગુણ-ધર્મ પણ મુખ્ય દસ ઉપરથી દસ લક્ષણ પર્વ અર્થાત્ દિગંબર પર્યુષણ પર્વમાં સ્થાન આપ્યું છે તેની વાત કરીએ છીએ. ૧. ઉત્તમ ક્ષમા : આત્મા માત્ર સ્વભાવમાં આવવો જોઇએ; અને તે આવ્યો તો મોક્ષ હથેળીમાં જ છે. (મોક્ષમાળા શિક્ષાપાઠ ૪૩) ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. (પત્રાંક ૮-૩) આત્મા અત્યંત સહજ સ્વસ્થતા પામે એ જ સર્વ જ્ઞાનનો સાર શ્રી સર્વજ્ઞ કહ્યો છે. (પત્રાંક ૫૯૩) ૨. ઉત્તમ માર્દવઃ કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. (પત્રાંક ૯૫૪) ૩. ઉત્તમ આર્જવ : મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર. (પત્રાંક ૯૫૪) આત્માનું સત્યસ્વરૂપ એક શુદ્ધ સચ્ચિદાનંદમય છે, છતાં બ્રાન્તિથી ભિન્ન ભાસે છે; જેમ ત્રાંસી આંખ કરવાથી બે ચંદ્ર દેખાય છે. (પત્રાંક ૨ ૧-૨૮) ૪. ઉત્તમ સત્યઃ જણાવવા જેવું તો મન છે, કે જે સસ્વરૂપ ભણી અખંડ સ્થિર થયું છે, તથાપિ તે દશા Page #155 -------------------------------------------------------------------------- ________________ ૫. ઉત્તમ શૌચ: ૬. ઉત્તમ સંયમ : ૭. ઉત્તમ તપઃ વર્ણવવાની સત્તા સર્વાધાર હરિએ વાણીમાં પૂર્ણ મૂકી નથી અને લેખમાં તો તે વાણીનો અનંતમો ભાગ માંડ આવી શકે. (પત્રાંક ૨૮૦) એવું જે પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ. સત્ય પર ધીમહિા (પત્રાંક ૩૦૨) જે સત્યનું ધ્યાન કરે છે, તે સત્ય હોય છે. (પત્રાંક ૩૦૭) શુક્લ અંતઃકરણ વિના મારાં કથનને કોણ દાદ આપશે? (પત્રાંક ૨૧-૪૭) તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હો, પરંતુ તેને તીવ્ર બંધન નથી. અનંત સંસાર નથી. છે તે કલમ લખી શકતી નથી, કથન કહી શકાતું નથી, મન જેને મનન કરી શકતું નથી. છે તે. (પત્રાંક ૯૧) વ્યવસ્થિત મન એ સર્વ શુચિનું કારણ છે. સ્વરૂપચિંતનભક્તિ સર્વ કાળે સેવ્ય છે. (પત્રાંક ૨૫૩) સ્વસ્વરૂપને વિષે સ્થિતિ તેને પરમાર્થ સંયમ કહ્યો છે. (પત્રાંક ૬૬૪) દ્રવ્યાનુયોગનું ફળ સર્વભાવથી વિરામ પામવા રૂપ સંયમ છે. દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે, નિગ્રંથ પ્રવચનનું રહસ્ય છે, શુક્લધ્યાનનું અનન્ય કારણ છે. શુક્લ ધ્યાનથી કેવળજ્ઞાન સમુત્પન્ન થાય છે. (પત્રાંક ૮૬૬) દ્રવ્યાનુયોગ સુસિદ્ધ - સ્વરૂપ દૃષ્ટિ થતાં. (પત્રાંક ૭૬૪) સ્વરૂપમાં પ્રતપન કરવું તે તપ. જેમ લક્ષ વગરનું બાણ નકામું જાય છે તેમ ઉપયોગ વિનાનો ઉપવાસ આત્માર્થે થતો નથી. (ઉપદેશછાયા, પૃ.૭૦૦) સમકિતીનાં જપતપાદિ મોક્ષના હેતુભૂત થાય છે. મિથ્થા દૈષ્ટિનાં જપતપાદિ સંસારના હેતુભૂત થાય છે. (ઉપદેશ છાયા પૃ.૬૯૭) માંહીથી શુદ્ધ અંતઃકરણ થાય ત્યારે તપ કહેવાય અને તો મોક્ષગતિ થાય. (ઉપદેશ છાયા પૃ.૭૧૮) કષાય ઘટે તેને તપ કહ્યું છે. (ઉપદેશ છાયા પૃ.૭૧૮) બાહ્ય ત્યાગથી જીવ બહુ જ ભૂલી જાય છે. વેશ, વસ્ત્રાદિમાં બ્રાન્તિ ભૂલી જવી. આત્માની વિભાવ દશા, સ્વભાવ દશા ઓળખવી. (ઉપદેશ છાયા પૃ.૬૯૬) અન્ય સંબંધી જે તાદાભ્યપણું ભાસ્યું છે તે તાદાભ્યપણું નિવૃત્ત થાય તો સહજ સ્વભાવે આત્મા મુક્ત જ છે; એમ શ્રી ઋષભાદિ જ્ઞાની પુરુષો કહી ગયા છે, યાવતુ તથારૂપમાં શમાયા છે. (પત્રાંક ૫૪૩) આત્મ પરિણામથી અન્ય પદાર્થનો તાદામ્ય અધ્યાસ નિવર્તવો તેને શ્રી જિન ત્યાગ કહે છે. (પત્રાંક પ૬૯) કિંચન = કોડી. એક કોડી કે પરમાણુ માત્ર કંઇ મારું નથી એવો નિર્મમત્વ ભાવ તે આકિંચન્ય. અકિંચનપણાથી વિચરતાં એકાંત મૌનથી જિનસદેશ ધ્યાનથી તન્મયાત્મસ્વરૂપ એવો ક્યારે થઇશ? (હાથનોંધ ૧-૮૭) ૮. ઉત્તમ ત્યાગ : ૯. ઉત્તમ અકિંચ ઃ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૪ પત્રાંક ૭૩૮, “અપૂર્વ અવસર' પદમાં, એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા ‘પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનન્યમય, અગુરુલઘુ અમૂર્ત સહજ પદરૂપ જો . અપૂર્વ અવસર એવો ક્યારે.. ૧૦. ઉત્તમ બ્રહ્મચર્ય: મોક્ષમાળા શિક્ષાપાઠ ૩૪માં, ' પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્રા થવા સેવા સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન. સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે, સર્વપ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે, મોક્ષ સંબંધી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે બ્રહ્મચર્ય' અદ્ભુત, અનુપમ સહાયકારી છે અથવા મૂળભૂત છે. (હાથનોંધ ૩-૧૯) આંબે બહુ સમદેશમાં, છાયા જાય સમાઇ; આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઇ. (પત્રાંક ૯૫૪ : અંતિમ સંદેશ) એટલે કે, મન હોવા છતાં મનનું સ્વરૂપ નથી તેમ થતાં આત્મા સ્વભાવમાં રહે છે. આ ખરું બ્રહ્મચર્ય કે આત્મચર્યા છે. ટૂંકમાં, એક આત્મસ્વરૂપ સમજાતાં આ દસ ધર્મ પણ સમજાય છે, સ્વરૂપમાં સ્થિતિ થતાં ધર્મમાં સ્થિતિ થાય છે. પૂ.પંડિત શ્રી ખીમચંદભાઇના શબ્દોમાં, સ્વમાં વસ. પરથી ખસ. આત્મામાં અતીન્દ્રિય રસ. એ જ અધ્યાત્મનો કસ. એકડે મીંડે દસ. એટલું કરીએ તો બસ. બેટ્ટો હોય તે બીજું જુએ, એક આત્મા જુઓ. (પ્રભુશ્રીજી) નિજ સ્વરૂપ જે કિરિયા સાધે, તેહ અધ્યાતમ લહિયે રે; જે કિરિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ કહિયે રે. શ્રી શ્રેયાંસ જિન સ્તવન : શ્રી આનંદઘનજી મહારાજ દોહરા જે સ્વરૂપ જાણ્યા વિના, જાણ્યું તે અજ્ઞાન; તે થી અસદાચરણનું, થયું ઘણું તોફાન. ચોરાસી લાખ યોનિમાં, પામ્યો દુઃખ અનંત, વિવિધ પ્રકારે જગતમાં, મળ્યા કળ્યા નહિ સંત. Page #157 -------------------------------------------------------------------------- ________________ પામ્યો દુઃખ અનંત : હવે મુજ પુણ્યોદય અતિ, શ્રી સહજાત્મ સ્વરૂપ, સમજાવ્યું તે પદ નમું, એ જ અપૂર્વ અનુપ. પુરુષોત્તમ પ્રભુ પરમગુરુ, અનંત ચતુષ્ટયવંત, વારંવાર વંદન કરું, શ્રી સદ્ગુરુ ભગવંત. પૂ.ગિરધરભાઇ ભોજક, પાટણ. ચાર ગતિ, ચોવીસ દંડક અને ચોરાસી લક્ષ જીવયોનિમાં પરિભ્રમણ કરતો જીવ અનંત કાળથી અનંતું દુઃખ પામતો રહ્યો છે. સંસાર ચક્રના ચાકડે ચઢેલો જીવ અનંત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભવ-ભાવ એ પાંચ પ્રકારનાં પરાવર્તન (પરિવર્તન પણ કહેછે) કરતો, ભવચક્રના ફેરા ફરતો, ચારે ગતિમાં ‘ગમણાગમણે’ (ગમનાગમન) કર્યા કરતો દુઃખી થયા કરે છે. આ ભવપ્રપંચ નાટકમાં જાતભાતના વેશ ધારણ કરતો રહ્યો છે. પહેલાં તો જીવ નિત્યનિગોદમાં જ રહ્યો, અવ્યવહા૨ રાશિમાં જ સબડતો રહ્યો. માત્ર એક સ્પર્શેન્દ્રિય ધરાવતા આ જીવોનાં દુ:ખનું વર્ણન ન થઇ શકતાં ‘કેવલીગમ્ય' કહી દેવું પડે છે. એક શ્વાસમાં સાડા સત્તર જન્મ-મરણ કરે છે. (આ ૫૨થી વ્યવહારમાં બોલાતું હશે કે, એક વાર નહીં પણ સાડી સત્તર વાર !) ૧૨૫ એક જીવ સિદ્ધ થતાં, અવ્યવહાર રાશિમાંથી એક જીવ વ્યવહાર રાશિની નિગોદમાં આવે જેને ઇતર નિગોદ કહીએછીએ. એકેન્દ્રિયમાંથી અનંતકાળે પંચેન્દ્રિય પણા સુધીની ત્રસ પર્યાયમાં આવેછે. વળી નરક ગતિનાં, તિર્યંચ ગતિનાં ભયંકર દુ:ખો સહન કરે છે. દેવ ગતિનાં અને મનુષ્ય ગતિનાં દુ:ખનો ય પાર નથી. અસહ્ય દુ:ખ સાથે પાંચ પાંચ પ્રકારે પુદ્ગલ પરાવર્તન કર્યાં છે. અનંત ઉત્સર્પિણી - અવસર્પિણી કાળ મળે ત્યારે એક પુદ્ગલ પરાવર્તન થાય. દિગંબર આમ્નાયનાં શાસ્ત્રોમાં, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભવ અને ભાવ એમ પાંચ પરાવર્તનનું વર્ણનછે તો શ્વેતાંબર આમ્નાયનાં શાસ્ત્રોમાં, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એમ ચાર ભેદ અને આ પ્રત્યેકના સૂક્ષ્મ અને બાદર એમ બે બે અવાંતર ભેદે વર્ણન છે. ૧. દ્રવ્ય પુદ્ગલ પરાવર્તન : ૫૨માણુઓના સમુદાયથી બનેલો એક પ્રકારનો સ્કંધ તે વર્ગણા. ઔદારિક શરી૨ વર્ગણા, વૈક્રિય શરીર વર્ગણા, તેજસ્ શરી૨ વર્ગણા, કાર્મણ શ૨ી૨ વર્ગણા, ભાષા વર્ગણા, શ્વાસોચ્છવાસ વર્ગણા અને મનોવર્ગણા એમ સાત વર્ગણા રૂપે, ચૌદ રાજલોકમાં રહેલા અનંતાનંત અને તમામે તમામ પુદ્ગલ પરમાણુઓને ગ્રહે અને મૂકે ત્યારે એક દ્રવ્ય પરાવર્તન થાય. આવાં તો અનંતવા૨ ગ્રહણ કર્યા છે અને છોડ્યાં છે. કારણ કે, સ્વદ્રવ્યનું ઓળખાણ નથી, સ્વ-સ્વરૂપની સમજણ નથી. આ બાદર દ્રવ્ય પરાવર્તનની વાત થઇ. સૂક્ષ્મ દ્રવ્ય પરાવર્તનમાં, ક્રમપૂર્વક અને સજાતીય (સદેશ) વર્ગણા રૂપે તમામ પુદ્ગલોના ગ્રહણ-ત્યાગ હોય છે. ૨. ક્ષેત્ર પુદ્ગલ પરાવર્તન : જીવ લોકાકાશના અસંખ્ય પ્રદેશોને મરણ સમયે સ્પર્શે છે. એક જગ્યાએ કે પછી તેથી દૂરની કે નજીકની જગ્યાએ, એમ એક એક પ્રદેશે મરણ થતાં સમગ્ર લોકાકાશમાં મરણ થઇ રહે તેટલા કાળને ક્ષેત્ર પરાવર્તન કહે છે. સૂક્ષ્મ ક્ષેત્ર પરાવર્તનમાં, કોઇ એક પ્રદેશે મરણ થયા પછી તેની બાજુના જ પ્રદેશે મ૨ણ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૬ થાય તો તે પ્રદેશ ગણતરીમાં લેવાય. પણ વચ્ચેના સમયમાં અન્ય પ્રદેશોમાં ગમે તેટલાં મરણ થાય તે ગણતરીમાં ન આવે. એટલે કે, ક્રમવાર ફરસના સ્પર્શના) હોવી જોઇએ. ક્યારે પાર આવે ? સ્વરૂપ સમજાયું નથી માટે આત્મોપયોગ સ્વક્ષેત્રમાં નથી તેથી આવા અનંત ક્ષેત્ર પરાવર્તન પણ કર્યા છે. ૩. કાળ પુદ્ગલ પરાવર્તન : આ અવસર્પિણી કાળ અને વળી ઉત્સર્પિણી કાળ, બન્નેના છ-છ આરા મળીને એક કાળચક્ર પૂરું થાય છે, વીસ ક્રોડાક્રોડ સાગરોપમ એનું માપ છે. આ કાળચક્રના પ્રત્યેક સમયને જીવ મરણ વડે સ્પર્શે ત્યારે બાદ કાલ પુદગલ પરાવર્તન કહેવાય. એટલે કે, વીસ ક્રોડાક્રોડ સાગરોપમના કાળચક્રના જેટલા સમય થાય તે પૈકી પ્રત્યેક સમયમાં મરણ થવામાં (ભલે ક્રમથી નહીં પણ વ્યતિક્રમ હોય) જેટલો કાળ વીતે તે બાદર કાલ પુદ્ગલ પરાવર્તન. સૂક્ષ્મ કાળ પુદ્ગલ પરાવર્તનમાં, ક્રમથી ગણાય છે. એટલે કે, આ અવસર્પિણી કાળના પ્રથમ સમયમાં મરણ થયું ત્યાર પછી અવસર્પિણીના બીજા સમયમાં તેનું મરણ નું થયું તો આ અવસર્પિણીનો બાકીનો સમગ્ર કાળ તેમજ સંપૂર્ણ ઉત્સર્પિણીનો કાળ એટલે કે, વીસ ક્રોડાકોડ સાગરોપમમાં એક સમય ન્યુન એટલા કાળ પછી જયારે અવસર્પિણી આવે ત્યારે ગણનામાં કામ લાગે એવો દ્વિતીય સમય આવે છે. આ દ્વિતીય સમયમાં મરણ થાય તો લેખે, નહિ તો ફરીથી અન્ય અવસર્પિણી કાળ માટે રાહ જોવાની રહે છે. એમ કરતાં દ્વિતીય સમયમાં મરણ થાય પછી તૃતીય સમયમાં તેનું મરણ થવું જોઇએ. સ્વરૂપને સમજ્યા વિના, આત્માના આનંદને અનુભવ્યા વિના આવા અનંત કાળ પરાવર્તન કરી ચૂક્યા છીએ. ઉપયોગથી એક પળ પણ ભરનાર આત્માએ તેમ ન કર્યું તેથી, (પત્રાંક ૧૦૫:૬) ૪. ભવ પુદ્ગલ પરાવર્તન : ચારે ચાર ગતિમાં, નિગોદથી નવમી રૈવેયકની દેવગતિ સુધીના, જઘન્યમાં જઘન્યથી માંડીને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આયુષ્ય સુધીની સ્થિતિમાં જીવ ઊપજે અને એક એક સમયની વૃદ્ધિના ક્રમપૂર્વક સર્વ ભવનું ચક્ર પૂરું કરે તે છે એક ભવ પરાવર્તન. નવ રૈવેયક ઉપર મિથ્યાષ્ટિ જીવો જન્મતા નથી તેથી આપણે ત્યાં સુધીના ભવોને જ લક્ષમાં લીધા છે. | સ્વરૂપનું ઓળખાણ નથી માટે ભવનો અભાવ ક્યાંથી હોય ? ૫. ભાવ પુગલ પરાવર્તન : લોકાકાશના અસંખ્યાત પ્રદેશ છે, આત્માના પણ અસંખ્યાત પ્રદેશો છે, જીવના પણ અસંખ્યાત અધ્યવસાય અને અનુબંધ સ્થાનો છે. એ અધ્યવસાયોમાં, જીવના જુદા જુદા ભાવ મુજબ તીવ્ર-મંદ વગેરે તરતમ્યતા પણ રહેલી છે. સમસ્ત અધ્યવસાયપૂર્વક મરણ પામવામાં જેટલો કાળ જાય તેને બાદર ભાવ પુદ્ગલ પરાવર્તન કહેવાય. - સૂક્ષ્મ ભાવ પુગલ પરાવર્તનમાં, જેવા અધ્યવસાને જીવ મરણ પામે તેવા જ અધ્યવસાને તદનન્તર મરણ પામે તો જ તે ગણાય છે. જુદી જાતનાં, તીવ્ર-મંદતામાં ફેર પડી જાય તેવાં અધ્યવસાય સ્થાનમાં મરણ થાય તે ગણાતાં નથી. આવા તો અનંત ભાવ પરાવર્તન કર્યા છે. સ્વરૂપ સમજ્યા વિના, ભાવાતીત સ્થિતિ (શુભ-અશુભ ભાવથી પર) જ્યાં થાય છે તે શુદ્ધ ઉપયોગ કેવી રીતે થાય? Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ટૂંકમાં, પુદ્ગલ પરાવર્તનથી ખ્યાલ આવે છે કે, અનંત કાળ કેમ થતો હશે ? આ સંબંધી પદ્યમય શૈલીથી સમજવું કદાચ વધુ સુગમ પડે એ આશયથી નીચે એક કાવ્ય આપ્યું છે. પુદ્ગલ પરાવર્તન કાવ્ય “કર્મ પૂછે છે જીવને, તને સાંભરે રે ? હાં જી અનંત પુદ્ગલ પરાવર્ત, મને કેમ વીસરે રે ? આપણે મિત્ર અનાદિના, તને૦ હાં જી ક્ષણ એકનો ન વિયોગ, મને૦ દ્રવ્ય પરાવર્તન કર્યાં, તને૦ હાં જી પુદ્ગલ ભોગવ્યાં સર્વ, મને૦ અનુક્રમે ગ્રહણ કર્યાં, તને૦ હાં જી ઔદારિક દેહે પ્રથમ, મને૦ વૈક્રિયિક દેહે ગ્રહણ કર્યાં, તને૦ હાં જી તેજસ ને કાર્યણ, મને ક્ષેત્ર પરાવર્તન કર્યાં, તને૦ હાં જી જન્મમરણથી ત્યાંય, મને ક્ષેત્ર સ્પર્યાં ત્રણ લોકનાં, તને હાં જી સામાન્યપણે એમ, મને૦ પ્રથમ જન્મ્યો મેરુ તળે, તને હાં જી અસંખ્ય અસંખ્ય વાર, મને૦ બીજે પ્રદેશે જન્મ થયો, તને૦ હાં જી ત્રીજે-ચોથે મળ્યો જન્મ, મને૦ ક્રમથી પ્રદેશ પૂરા કર્યા, તને૦ હાં જી મરણથી પણ સ્પર્ધા તેમ, મને૦ કાળ પરાવર્તન કર્યાં, તને૦ હાં જી જન્મમરણથી એમ, મને૦ ઉત્સર્પિણી-અવસર્પિણી વિષે, તને૦ હાં જી જન્મમરણની ગાંઠ, મને પ્રથમ સમયે જન્મ્યો હતો, તને૦ હાં જી બીજે, ત્રીજે, ઘણે કાળ, મને૦ સમય ખપાવ્યા અનુક્રમે, તને૦ હાં જી ઉત્સર્પિણી-અવસર્પિણીના જ, મને૦ મ૨ણ કર્યાં પણ તે રીતે, તને હાં જી ભવમાં ભમ્યો હું એમ, મને૦ ભાવ પરાવર્તન થયાં, તને૦ હાં જી મૃત્યુ સમયના ભાવ, મને૦ કષાયની તરતમ્યતા, તને ં હાં જી ઉત્કૃષ્ટ શુભથી અશુભ, મને૦ અનુક્રમે થયા મરણપળે તને૦ હાં જી વિભાવ ભેદ અનંત, મને૦ અનંતકાળથી આથડ્યો, ગુરુરાજજી રે, અરે ! કર્મની સોબતે એમ, મને૦ કર્મની મૈત્રી તોડવા, ગુરુરાજજી રે, ખરે ! આપનું ચરણ-શરણ, મને૦ સમાધિમરણ કરશું હવે, ગુરુરાજજી રે, હાં જી લઇશું ભવનો પાર, મને૦” (પત્રસુધા ભાગ ૩, પૃ.૪૧૬, પત્રાંક ૪૨૩) માર્ગની ઇચ્છા જેને ઉત્પન્ન થઇ છે, તેણે બધા વિકલ્પો મૂકીને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ ક૨વો અવશ્ય છે : અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી ? અને તે શું કરવાથી થાય ? આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે; અને એ વાક્યમાં કહેલી ચિંતના કર્યા વિના, તેને માટે દૃઢ થઇ ઝૂર્યા વિના માર્ગની દિશાનું પણ અલ્પ ભાન થતું નથી; પૂર્વે થયું નથી; અને ભવિષ્યકાળે પણ નહીં થશે. (પત્રાંક ૧૯૫) આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા પ્રાપ્ત થવા તથા તેમાં સ્થિતિ થાય તેવી યોગ્યતા આવવા યમનિયમાદિ સાધનો શાસ્ત્રમાં કહ્યા છે. પણ જીવની સમજણમાં સામટો ફેર હોવાથી તે સાધનોમાં જ અટકી રહ્યો અથવા તે સાધન પણ અભિનિવેશ પરિણામે ગ્રહ્યાં. (પત્રાંક ૬૩૧) ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૭ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ વળી કૃપાળુદેવ લખે છે, જે મતભેદે આ જીવ ગ્રહાયો છે તે મતભેદ જ તેના સ્વરૂપને મુખ્ય આવરણ છે. (હાથનોંધ ૨:૫) આગળ પ્રકાશે છે કે, હે જીવ ! અસમ્યક્ દર્શનને લીધે તે સ્વરૂપ તને ભાસતું નથી. તે સ્વરૂપમાં તને શંકા છે, વ્યામોહ અને ભય છે. (હાથનોંધ ૨:૭) વળી, દુઃખનો આત્યંતિક અભાવ કેમ થાય ? તે નહીં જણાવાથી દુઃખ ઉત્પન્ન થાય તે માર્ગને દુઃખથી મૂકાવાનો ઉપાય જીવ સમજે છે. (હાથનોંધ ૨:૮) હજુ ઓછું હોય તેમ, ખુલ્લંખુલ્લા લખી જ દીધું કે, હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યક્ દર્શન ! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો. આ અનાદિ અનંત સંસારમાં અનંત અનંત જીવો તારા આશ્રય વિના અનંત અનંત દુઃખને અનુભવે છે. (હાથનોંધ ૨:૨૦) ટૂંકમાં, જીવ અનંત કાળથી રખડે છે. કારણ કે, સમકિત નવિ લહ્યું રે, એ તો રુલ્યોં ચતુર્ગતિ માંહે; ત્રસ થાવરકી કરુના કીની, જીવ ન એક વિરાધ્યો, તીન કાલ સામાયિક કરતાં શુદ્ધ ઉપયોગ ન સાધ્યો... સમકિત નવિ લહ્યું રે... શ્રી દેવચંદ્રજી મહારાજ કૃત સ્તવન સમજાવ્યું તે પદ નમું : અનંત દુઃખની વાત પછી અનંત સુખની ‘વાત’ બતાવનારા શ્રી સદ્ગુરુ પદને નમું છું. જો કે, આપણે અનંતું દુઃખ ભોગવ્યું જ છે એટલે એના વિષે વધુ વાત લખીને સાવ દુઃખી થવું નથી ! નાસીપાસ - નિરાશ થવું નથી ! Depress પણ થવું નથી. દુ:ખો Deeply Press થયેલાં જછે ને ? પંડિત શ્રી દોલતરામજી કૃત ‘છ ઢાળા’માં સવિસ્તર વર્ણન આવે છે. આ ઉપરાંત ‘સંસાર ભાવના-ભાવનાબોધ’, ‘સમાધિ સોપાન'માં પણ છે. પરમ કૃપાળુ દેવે જીવોને અનંત સુખની લ્હાણી ક૨વા અનંત કરુણા કરીને સ્વરૂપ સમજવા સારુ તો શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર સર્યું. જીવ અનંત જ્ઞાનદર્શન સહિત છે પણ રાગદ્વેષ વડે તે જીવને ધ્યાનમાં આવતું નથી. સિદ્ધને રાગદ્વેષ નથી. જેવું સિદ્ધનું સ્વરૂપ છે તેવું જ સર્વ જીવનું સ્વરૂપ છે. માત્ર જીવને અજ્ઞાને કરી ધ્યાનમાં આવતું નથી; તેટલા માટે વિચારવાને સિદ્ધનાં સ્વરૂપનો વિચાર કરવો, એટલે પોતાનું સ્વરૂપ સમજાય. (ઉપદેશ છાયા પૃ.૬૯૯) વળી આગળ જણાવે છે, જીવનું સ્વરૂપ શું છે ? જીવનું સ્વરૂપ જ્યાં સુધી જાણવામાં ન આવે, ત્યાં સુધી અનંતાં જન્મમરણ કરવાં પડે. જીવની શું ભૂલ છે તે હજુ સુધી ધ્યાનમાં આવતી નથી. જીવનો ક્લેશ ભાંગશે તો ભૂલ મટશે. જે દિવસે ભૂલ ભાંગશે તે જ દિવસથી સાધુપણું કહેવાશે, તેમજ શ્રાવકપણા માટે સમજવું. (ઉપદેશ છાયા પૃ.૭૦૦) શ્રી સદ્ગુરુ ભગવંત : જે પદ શ્રી સર્વશે દીઠું શાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અપૂર્વ અવસ૨ એવો ક્યારે આવશે ? (પત્રાંક ૭૩૮) Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૯ આપણે તો સ્વરૂપ સમજવા સ્વાધ્યાય, , , વિચારણા કરીએ છીએ. જે પુરુષ એમ લખે કે, ' છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી. જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે. (પત્રાંક ૧૮૭) વળી, લક્ષણથી-ગુણથી અને વેદનથી જેણે આત્મસ્વરૂપ જાણ્યું છે... પત્રાંક ૪૭૨) ‘સતું' કોઇ કાળે ‘સત્' સિવાયના બીજાં કોઇ સાધનથી ઉત્પન્ન થ શકે જ નહીં. (પત્રક ૨૭૪) ... “ તેવા સત્પરુપ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ સ્વયં લખે છે, ઘણા જીવો તો સપુરુષનું સ્વરૂપ સમજતા નથી. કાં તો છકાયના રક્ષપાળ સાધુને, કાં તો શાસ્ત્રો ભણ્યા હોય તેને, કાં તો કોઇ ત્યાગી હોય તેને અને કાં તો ડાહ્યો હોય તેને પુરુષ માને છે પણ તે યથાર્થ નથી. સપુરુષનું ખરેખરું સ્વરૂપ જાણવું જરૂરનું છે. મધ્યમ સપુરુષ હોય તો વખતે થોડા કાળે તેમનું ઓળખાણ થવું સંભવે, કારણ કે જીવની મરજી અનુકૂળ તે વર્તે, સહજ વાતચીત કરે અને આવકારભાવ રાખે તેથી જીવને પ્રીતિ થવાનું કારણ બને. પણ ઉત્કૃષ્ટ સન્દુરુષને તો તેવી ભાવના હોય નહીં અથતુ નિઃસ્પૃહતા હોવાથી તેવો ભાવ રાખે નહીં, તેથી કાં તો જીવ અટકી જાય અથવા મૂંઝાય અથવા તેનું થવું હોય તે થાય. (ઉપદેશ છાયા પૃ.૬ ૮૬) ચોપાઇ જે સદ્ગુરુ સ્વરૂપના રાગી, તેને કહિયે ખરા વૈરાગી, જે સદ્ગુરુ સ્વરૂપના ભોગી, તેને જાણો સાચા યોગી. પ.પૂ.બ્રહ્મચારીજી હવે કૃપાળુદેવે પણ મંગળાચરણ રૂપે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની આ પ્રથમ ગાથામાં શ્રી સદ્ગુર) ભગવંતને નમસ્કાર કર્યા લાગે છે, કેટલો વિનય શ્રી મહાવીર પ્રભુને નમસ્કાર કર્યા હોય તો નવાઈ નહીં. વચનામૃતજીમાં, ઘણી જગ્યાએ સત્પરુષ કહેતાં તીર્થકર કહેવાનો એમનો આશય હોય તેમ અલ્પ મતિથી સમજાય છે. | શ્રી સદગુરુદેવને ભગવંત કહ્યા, શા માટે ? અજ્ઞાનના અંધારા ઉલેચાવનાર શ્રી ગુરુને ભગવંત કેમ ન કહેવાય ? સહુ દેવ અને સત ધર્મને યથાર્થપણે ઓળખાવનાર તો શ્રી સદગુરુ તત્ત્વ જ ને ? ગોવિંદ દર્શાવનાર ગુરુ જ છે ! ભગવંતમાં, ‘ભગ’ શબ્દના ૧૩-૧૪ અર્થમાં, મુખ્યમાં મુખ્ય ૬ અર્થ તે આ પ્રમાણે છે : ઐશ્વર્ય, રૂપ, યશ, શ્રી, ધર્મ અને પ્રયત્ન. સદ્ગુરુમાં આ બધા જ ગુણ પૂરબહારમાં છે. શ્રી કહેતાં જ આત્મલક્ષ્મીથી સંપન્ન પ્રયત્નમાં અહીં તો વિશિષ્ટ પ્રયત્ન છે, વિશિષ્ટ પ્રેરણા છે. ગુરુનો ખાસ પ્રયત્ન-પ્રેરણા-વીર્ય (વિટ્ટ) છે કે, શિષ્ય કલ્યાણ કરે, શીધ્રમેવ કલ્યાણ કરે, સમયમાત્રના અનવકાશે સ્વસ્વરૂપ પ્રત્યે હો. (પત્રાંક ૪૩૦) પરમેશ્વર ઔર પરમગુરુ, દોનો એક સમાન; સુંદર કહત વિશેષ પદ, ગુરુતે પાવે જ્ઞાન. શ્રી સુંદરદાસજી ચૌદ પૂર્વના સાર રૂપ મંત્ર આપ્યો, સહજાન્મસ્વરૂપ પરમ ગુરુ. તેમાં યે સહજ સ્વરૂપનો જ મહિમા ગાયો. સદ્ગુરુ પદમેં સમાત હૈ, અતાદિ પદ સર્વ.... Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩) જીવને કુદરતી સૌન્દર્ય, પ્રાકૃતિક શોભા, Natural Beauty નું ઘેલું હોય છે. શ્રી સદ્ગુરુ ભગવંત પણ એમ જ કહે છે, તારા સહજ શુદ્ધ સ્વભાવસુખને જ માણ. પહેલાં માને, તો પછી માણે ને ? * વ્યવહારમાં બોલાય છે, રાજાપાઠમાં આવી ગયો ! એમ જ કરવાનું છે. આત્મા જ રાજનું, રાજા, મહારાજા, સમ્રાટ છે. તેની આણમાં જ તેણે રહેવાનું છે, પણ તે પહેલાં શ્રી સદ્દગુરુદેવની આજ્ઞા માન્ય કરવાની છે. એમાં આ તો રાજપ્રભુનાં રાજ ! આત્મા જ શેઠ છે, કારણ કે શ્રેષ્ઠ છે. ઇન્દ્રિય-મન તો આત્માના સેવક ગણાય. તો, Form માં આવી જવાની મૂળ વાત છે, કારણ કે મૂળ આત્મદ્રવ્યને - એનાં સ્વરૂપને સમજવું છે. પોતાનું સ્વરૂપ સમજે તો સહજ મોક્ષ છે, 'Form' માં આવી ગયો અવશ્ય કહેવાશે. કારણ કે, સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી, જે થયું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મોક્ષ કહે છે. (પત્રાંક ૬૦૯) બસ, એક સ્વરૂપ સમજાતાં મોક્ષમાં ! સદ્દગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૧૧૯ કૃપાળુદેવનાં એક એક વચન પ્રવચન છે, ઠાંસી ઠાંસીને રહસ્ય ભર્યા છે, ઠોકી ઠોકીને બોધનો ધોધ વહાવ્યો છે, માય તેટલો મર્મ મૂકી દીધો છે. આત્મ અનુભવના ઠસ્સાથી લખાયેલાં ઠોસદાર વચનની ઠેસ વાગશે તો જ ઠેકાણે પડીશું. ઠેસ નહીં તો ટેસ નહીં. જેમ ભગવાન જિને નિરૂપણ કર્યું છે તેમ જ સર્વ પદાર્થનું સ્વરૂપ છે. ભગવાન જિને ઉપદેશેલો આત્માનો સમાધિ માર્ગ શ્રી ગુરુના અનુગ્રહથી જાણી, પરમ પ્રયત્નથી ઉપાસના કરો. (હાથનોંધ ૩:૨૧) અહો શિખામણ આપે આપી, સદા સ્વરૂપ ભજવાની; અલ્પ શિથિલપણું પણ ત્યાગી, ટંકોત્કીર્ણ થવાની. દેવાનંદન હો, રાજચંદ્ર પ્રભુ પ્યારા, આ કળિકાળે હો, અમને ઉદ્ધરનારા. પ્રજ્ઞાવબોધ પુષ્પ ૯૫ : ૫.પૂ.બ્રહ્મચારીજી અંતમાં, ૫.પૂ.શ્રી બ્રહ્મચારીજીના જ શબ્દોમાં, અનુષુપ છંદ राजचन्द्रस्वरूपे मे भावना भवनाशिनी । असंग संगतिर्यत्र परमात्म प्रकाशिनी ।। મગુરુ સહજ ખત્મ સ્વરૂપ પરમ * જામ સ્વરૂપ ધ૨ જ. મયુર ન હ હમ સ્વરૂપ પર પગ પરમગુરુ ચહેર જકિમ ખત્મ સ્વરૂપ પર 4. સ્વરૂપ efekahtev Pefcrth 2 ૧ કપ મગ, * " મમwkw *મ રk efe han hebt Page #163 -------------------------------------------------------------------------- ________________ IND शुद्ध चैतन्य स्वामी श्रीमद् राजचंद्र देव જ્ઞાનીના પાય સેવે તે, દશા તેની જ પામતો; બત્તી જેમ અડયે અન્ય, દીવે દીવો જ થાય જો. प.पू. ब्रह्मयारील. तस्य चरणपादुकाजी Page #164 -------------------------------------------------------------------------- ________________ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૧ પત્રાંક ૯૫૪ રાજકોટ, ચૈત્ર સુદ ૯, વિ.સં.૧૯૫૭ ૩% ૧. શ્રી જિન પરમાત્મને નમઃ ઇચ્છે છે કે જો ગી જન, અનંત સુખસ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિનસ્વરૂપ. ૧ આત્મસ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર; જિનપદથી દર્શાવિયો, તેહ સ્વરૂપ પ્રકાર. ૨ જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઇ; લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઇ. ૩ જિનપ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી ગુરુ, સુગમ અને સુખખાણ. ૪ ઉપાસના જિનચરણની, અતિશય ભક્તિ સહિત; મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ યોગ ઘટિત. ૫ ગુણ પ્રમોદ અતિશય રહે. રહે અંતર્મુખ યોગ: પ્રાપ્તિ શ્રી સદ્ગુરુવડે, જિન દર્શન અનુયોગ. ૬ પ્રવચન સમુદ્ર બિંદુ માં , ઊલટી આવે એ મ; પૂર્વ ચૌદની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ. ૭ વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને યોગ અયોગ. ૮ મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. ૯ રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઇષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર મહા ભાગ્ય. ૧૦ નહિ તૃષ્ણા જીવ્યા તણી, મરણયોગ નહિ ક્ષોભ; મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જિતલોભ. ૧૧ આવ્યું બહુ સમ દેશમાં, છાયા જાય સમાઇ; આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઇ. ૧ ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર. ૨ સુખ ધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તદ્ ધ્યાન મહીં; પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ૧. ઇચ્છે છે જે જોગી જન, અનંત સુખ સ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિનસ્વરૂપ. આજ ગુરુ રાજને, પ્રણમી અતિ ભાવથી, યાચના શુદ્ધતાની કરું છું, આપ તો શુદ્ધ ભાવે સદા યે રમો, બે ઘડી શુદ્ધ ભાવે કરું છું. - પ્રજ્ઞાવબોધ પુષ્પ ૭૭ : પ.પૂ.બ્રહ્મચારીજી ચૈત્ર સુદ નોમનો પવિત્ર દિવસ હતો. શ્રી રામચંદ્રજીના જન્મદિને ‘બીજા શ્રીરામ' આતમરામી થઇને અંતિમ સંદેશ આપતા હતા. પાંચમા તીર્થંકર શ્રી સુમતિનાથ પ્રભુનો મોક્ષ કલ્યાણકનો એ પરમ પુનિત દિન હતો. સુમતિ ચરણકજ આતમ અરપણા, દરપણ જિમ અવિકાર સુજ્ઞાની; મતિ તરપણ બહુ સમ્મત જાણીએ, પરિસરપણ સુવિચાર, સુજ્ઞાની. યોગીરાજ શ્રી આનંદઘનજી રચિત સ્તવન હે સુમતિનાથ ભગવાન ! આપ તો દર્પણની જેમ અવિકાર, સ્વચ્છ, નિર્મળ છો. આપના ચરણકમળમાં બુદ્ધિની અર્પણતા કરવી બધા શિષ્ટ જનોને માન્ય છે. એટલે એ મતિ તુષ્ટ-પુષ્ટ થતાં સુમતિ થઇ છે અને ત્યાં અટકી ન જતાં, સાપની જેમ નીરવતાથી આત્મામાં ચારે બાજુ ફેલાવી જતી, આમતેમ ઘૂમતી જતી, આત્મિક આનંદના ઉછાળા, મસ્તીની છોળ અને હરિરસની હેલી સાથે શૈલેશીકરણની પ્રક્રિયાની આશ તે તલાશ કરતી જાય છે, પરિસર્પણ કરતી જાય છે. - આત્માનાં અતલ અતિ ઊંડાણનો પુરો તાગ તો ત્યારે જયારે આત્માના નિરાવરણ એવા આઠ રુચક પ્રદેશની ભાળ મળે. ભાળે , આત્માનાં તળ ત્યારે તપાસ્યાં કહેવાય. કારતક વદ ૯, વિ.સ.૧૯૫૬ના શુભ દિને, મુંબઇમાં બીજા ભોઇવાડામાં શ્રી શાન્તિનાથ પ્રભુનાં મંદિરજીમાં, જિન પ્રતિમાજીનાં ચરણ તળાંચ્યાં. ઉપદેશ નોંધ પૃ.૬૬૭ પર નોંધાયેલું છે. તલના અંશ જેટલી જગા કે આઠ રુચક પ્રદેશોના ક્ષેત્ર સરખી જગા પણ જોવાની, અનુભવવાની બાકી ન રહે ત્યારે તલાશ પૂરી થઈ કહેવાય. ‘તના હૈ કિ ઋરિવલી... તાશ હૈ’ કારવાનો અર્થ કાફલો કે વણઝાર થાય. હવે દેહનો ગઢ સંકેલવાનો છે, મન-વચન-કાયાના યોગ પણ જાણે સંધવાની વાત આવીને ઊભી રહી છે. પછી તો આત્મિક સુખની વણથંભી વણઝાર અને અનંત આત્મિક ગુણોનો કાફલો રાહ જોતો ઊભો જ છે, મોક્ષને દરબારે. તો આપણે વાત કરી રહ્યાં છીએ વિ.સં.૧૯૫૭ના ચૈત્ર માસની નોમની અને તે પરમ પવિત્ર તિથિએ આપેલા પરમ ચરમ સંદેશની. શ્રી વઢવાણ તીર્થથી (વર્ધમાન પરથી વઢવા પહેલાં શ્રી રાજકોટ તીર્થમાં. તે વખતનાં રાજકોટ ગામની બહાર, ખુલ્લી હવામાં, સદરમાં આવેલાં “નર્મદા મે મકાનમાં, બીજે માળે બિરાજમાન પરમ કૃપાળુદેવની નાદુરસ્ત તબિયતને હિસાબે શાતા પૂછવા અને દર્શનના લાભાર્થે આવનારાની સંખ્યા વધતી ચાલી, આવાસ અને ભોજનની વ્યવસ્થા શ્રી રેવાશંકરભાઇ ઝવેરી અને શ્રી નાનચંદભાઇ અનુપચંદભાઇ મહેતાને ઘેર હતી. કેટલાક સમજુ મુમુક્ષુને આ રીતે ભારરૂપ ન થવાનો ભાવ વેદાતાં વધુ દિવસ ન રોકાતા, ક્ષોભ રહેતો. કૃપાળુ પ્રભુ તો નર્મદા મેન્સનમાં અસંગ અને અક્ષુબ્ધ હતા, પરમ યોગીપણે હતા. લીંબડીના મુમુક્ષુ શ્રી મનસુખભાઇદેવશીભાઇની સેવા બહુ પ્રશસ્ય હતી. લઘુબંધુ પૂજ્ય શ્રી મનસુખભાઇ તો સેવામાં હાજરાહજૂર Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ હતા જ. પૂ.રેવાશંકરભાઇ પણ સદા તત્પર હતા. ટૂંકમાં, સ્વજનોની કાળજી, ભક્તિમાનોની માવજત અને ડૉક્ટરોની સા૨વા૨ વચ્ચે મુમુક્ષુઓની વિનંતિને લક્ષમાં લઇને, રામનવમી અને સુમતિ જિન મોક્ષકલ્યાણકના પાવન દિને આ એક અમર કાવ્ય આપ્યું, મહામોંઘું નજરાણું આપ્યું, અમૂલ્ય પ્રાકૃત-ભેટ ધરી. જો કે, તેમનું સમગ્ર જીવન જગત જનોને માટે દિવ્ય બોધદાતા છે અને સમસ્ત કવન મુમુક્ષુજનોને મોક્ષદાતા છે તેમછતાં, મોક્ષાભિલાષીના આત્મહિતાર્થે દિવ્ય સંદેશો આપતું પદ ધવલપત્ર પર ઉતાર્યું, તે પદ છે, ઇચ્છે છે જે જોગી જન... ઇચ્છે છે જે ઃ ઇચ્છે એટલે ? પ્ એટલે જાણવું, ઇચ્છવું, ચાહવું, વારંવાર થયા કરવું અને સમર્થ. ઇચ્છે છે જે જોગીજન એટલે યોગીજનો જે ઇચ્છે છે તે, ચાહે છે તે, જાણે છે તે, વારંવાર તે રૂપ થયા કરે છે તે અને સમર્થ છે તે. અહીં આપણને શ્રી કુંદકુંદાચાર્યદેવ વિરચિત પ્રવચનસારનું મંગળાચરણ સ્મૃતિમાં આવી જાય : एस सुरासुर मणुसिंद वंदिदं धोदघाइकम्ममलं । पणमामि वड्ढमाणं तिथ्यं धम्मस्स कत्तारम् ॥ સ-ષ : આ, આટલો જ અર્થ હોય ? સત્પુરુષના એક એક શબ્દમાં અનંત આગમ રહેલાં છે. વળી ૧૫મી સદીના ચન્દ્રકવિ કૃત વૈરાગ્ય મળમાતા નો પ્રારંભ યાદ કરીએ તો, ચિંતવ ૫૬ ૫૨માતમ પ્યારે, યોગીજનો જે પદ ઉર ધારે; જહાજ બની ભવજળ તારે, કેવલ બોધ સુધારસ ધારે. પદ્યાનુવાદ : પ.પૂ.બ્રહ્મચારીજી જોગી જનઃ યોગ એટલે ? યુઝ્ ધાતુ પરથી આ શબ્દ આવ્યોછે. યુર્ એટલે જોડવું, મન સ્થિર કરવું. મોક્ષ સાથે જોડાવે તે યોગ. યોગ એટલે સમાધિ, સમતા, સંયોગ. મનનો આત્મા સાથે સંયોગ તે સમાધિ. અનાદિ સંસારમાં એક માર્ગ આરાધનાનોછે, બીજો વિરાધનાનો. એક ઉ૫૨ લઇ જનારો, બીજો નીચે લઇ જનારો. એક માર્ગ પરિધિ-ભ્રમણ કક્ષાથી કેન્દ્ર તરફ ઋજુ ગતિમાં લઇ જનાર, બીજો માર્ગ પરિધિ ૫૨ સર્વ દિશામાં - અઢારે ભાવદિશામાં (સંમૂચ્છિમ, કર્મભૂમિ, અકર્મભૂમિ, અંતર્દીપના મનુષ્યો; બે-ત્રણ-ચાર-પાંચ ઇન્દ્રિયવાળા તિર્યંચો; પૃથ્વી-અપ-અગ્નિ-વાયુ એ ચાર કાય; અગ્ર-મૂલ-સ્કંધ અને પર્વબીજ એ ચાર વનસ્પતિકાય; દેવ તથા ના૨ક મળી ૧૮ ભાવિદેશા) ભ્રમણ કરાવનાર છે. એક માર્ગ સર્વસ્વભાવની સ્ફૂરણાનો છે, બીજો ગાઢ અંધકારની અવાસ્તવિક ભ્રમણાનો છે. એક માર્ગ મૂળ સ્વભાવને પ્રગટ કરાવનાર છે, બીજો અંધકારનાં ઊંડાણને પમાડનાર છે. એક અહિંસા, અમૃત, અભય અને આત્મજાગ્રુતિનો છે, બીજો હિંસા, ભય અને અતિમૂર્છાનો છે. એક માર્ગ મોક્ષનો, બીજો સંસારનો. યોગીજનો મોક્ષમાર્ગની વાત કરે છે, સંસારની નહીં. ડુંગરની તળેટીમાં વધારે યોગ સાધવો. (પત્રાંક ૧૯, મહાનીતિ ૫) પાર્શ્વનાથ સ્વામીનું ધ્યાન યોગીઓએ અવશ્ય સ્મરવું જોઇએ. નિઃ ૦ - એ નાગની છત્રછાયા વેળાનો પાર્શ્વનાથ ઓર હતો ! (પત્રાંક ૨૧-૧૦૫) જે પુરુષ પર તમારો પ્રશસ્ત રાગ છે તેના ઇષ્ટદેવ પરમાત્મા જિન મહાયોગીદ્ર પાર્શ્વનાથાદિકનું સ્મરણ રાખજો અને જેમ બને તેમ નિર્મોહી થઇ મુક્તધ્યાને ઇચ્છજો.....માત્ર તે સત્પુરુષોના અદ્ભુત, યોગસ્ફૂરિત ચરિત્રમાં જ ઉપયોગને પ્રેરશો. (પત્રાંક ૩૭) ચમત્કાર બતાવી યોગને સિદ્ધ કરવો, એ યોગીનું લક્ષણ નથી. સર્વોત્તમ યોગી તો એ છે www.jalnelibrary.org Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ કે, સર્વ પ્રકારની સ્પૃહાથી રહિતપણે સત્યમાં કેવળ અનન્ય નિષ્ઠાએ જ સર્વ પ્રકારે ‘સત્’જ આચરે છે, જગત જેને વિસ્તૃત થયું છે. અમે એ જ ઇચ્છીએ છીએ. (પત્રાંક ૨૬૦) મૂળ શુદ્ધ તે આત્મપદ : જેના મન, વચન, કાયાના યોગ સ્થિર થઇને જેની અંતવૃત્તિ રત્નત્રય રૂપ મોક્ષમાર્ગમાં જોડાઇ છે તે યોગી, મુમુક્ષુ, ચોથા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાનમાં વર્તતા સર્વ યોગીઓનો સમસ્ત વર્ગ મૂળ શુદ્ધ તે આત્મપદને જ ઇચ્છે છે, કારણ કે તેને જાણે છે. તે પદ એટલે મોક્ષપદ કહો કે સિદ્ધ પદ કહો તે છે. આઠેઆઠ કર્મના સંપૂર્ણ ક્ષયથી કર્મરહિત અને એટલે દેહાદિ યોગથી પણ રહિત એવા અયોગી સિદ્ધપદ રૂપ, નિરંજનપદ રૂપ શુદ્ધાત્માનું પદછે જે મૂળ તો સહજાત્મપદ છે જે પામ્યા પછી સિદ્ધશિલા પર તો માત્ર સ્થિતિ ક૨વાની છે, તેને ઇચ્છે છે, ઉપાસે છે. પદ કહેતાં, જેના દ્વારા અર્થબોધ થાય તે, શ્રી વિશેષાવશ્યક ભાષ્યની સાક્ષીએ. અહીં આત્મપદ કે શુદ્ધ આત્મપદ કહેતાં, આત્મા દ્વારા શુદ્ધાત્માનો અર્થબોધ થાય તે. આત્મા પોતાનું આત્મત્વ સંભાળી લે તે. અસલમાં તો પોતે શુદ્ધ જ છે. ‘આત્મા થઇને આત્મા બોલ્યો – આરાધ્યો તો બસ.’ સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મોક્ષ કહે છે. (પત્રાંક ૬૦૯) આત્મા પોતાનાં સહજ સ્વરૂપમાં સ્થિતિ કરે એટલે કે પોતાની પદવી ધારણ કરી લે એટલે મોક્ષ જ છે. મૂળ શુદ્ધ સહજાત્મપદ છે, પરમાત્મપદ છે, સિદ્ધપદ છે. કે અનંત સુખ સ્વરૂપ ઃ જોગી જન તે પદ શા માટે ઇચ્છે છે ? અનંત સુખ સ્વરૂપ છે, માટે. સંસારના પ્રત્યેક સુખ વડે વિરાજિત રાજેશ્વર ભર્તુહરિજી છતાં પણ, સત્ય તત્ત્વજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવાથી તેનો ત્યાગ કરીને, યોગમાં પરમાનંદ માનીને ઉપદેશ કર્યો છે. (ભાવનાબોધ ઉપોદ્ઘાત) અતિ અતિ સ્વસ્થ વિચારણાથી એમ સિદ્ધ થયું કે, શુદ્ધ જ્ઞાનને આશ્રયે નિરાબાધ સુખ રહ્યું છે. તથા ત્યાં જ પરમ સમાધિ રહી છે. (પત્રાંક ૭૮) શ્રીમદ્ કુંદકુંદાચાર્યજીએ ‘સમયસારજી’ના અન્ને ‘સૌખ્ય’ જ મૂક્યું ને ? ‘ઠરશે અરથમાં આતમા જે, સૌખ્ય ઉત્તમ તે થશે.’ (અંતિમ ગાથા ૪૧૫) આત્માનું સુખ અનભિલાપ્ય છે, શબ્દોથી કહી શકાતું નથી તેમ મોક્ષનું સુખ અનુપમેય છે, અનંત સુખ સ્વરૂપ છે, બસ. સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? (પત્રાંક ૭૩૮) સયોગી જિન સ્વરૂપ : મૂળ શુદ્ધ તે આત્મપદ દેહાદિ યોગ સહિત એટલે કે દેહધારી, મુક્ત છતાં જીવતાજાગતા દેખાતા જીવન્મુક્ત, ચાર ઘનઘાતી કર્મનો ક્ષય કરી અનંત ચતુષ્ટય પદમાં સ્થિત એવા અરિહંત પ્રભુ યાને સયોગી જિનને વિષે પ્રગટપણે પ્રકાશી રહ્યું છે. સયોગી જિનનો હવાલો આપ્યો, છેક સુધી તીર્થપતિ જ હૃદયે ધરીને જીવ્યા, તીર્થંકર દેવની જ વાણી સુણીને સુણાવી છે. કૃપાળુદેવે આ અંત્યમંગલમાં પણ જિન પરમાત્માને નમસ્કાર કર્યા. વચનામૃતજીના પ્રારંભમાં ‘કામના’ અને અંતમાં ‘ઇચ્છા’ ! બોધું ધર્મદ મર્મ ભર્મ હરવા, છે અન્યથા કામ ના; ભાખું મોક્ષ સુબોધ ધર્મ ધનના, જોડે કશું કામના. (પત્રાંક ૧:૧) Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ પ્રશ્ન થાય કે, જ્ઞાની ઇચ્છારહિત કે ઇચ્છાસહિત એમ કહેવું પણ બનતું નથી; તે સહજસ્વરૂપ છે. (પત્રાંક ૩૭૭) તો પછી કૃપાળુદેવ ઇચ્છે છે જે જોગીજન’લખે? જરૂર લખે, ઇચ્છે એટલે જાણે, વારંવાર તે રૂપ થયા કરે અને વળી સમર્થ છે એ અર્થ બરાબર બેસે છે. તે સઘળા યોગીજનોએ આત્મસ્વરૂપ જાણ્યું છે, આસ્વાદું છે એટલે વારંવાર અનુભવ્યા કરે છે, માણ્યા કરે છે અને આખરે સમ્ + બની રહે છે, નિષ્ણાત-નિગ્રંથ-સ્નાતક થઇ જાય છે. આ ઇષ્ટ પદ, પરમ ઇષ્ટ પદ પ્રાપ્ત શી રીતે થાય? સાધ્ય પદ સાધવું શી રીતે ? તેનાં સાધન રૂપે મોક્ષમાર્ગનું – યોગમાર્ગનું નિરૂપણ કરતું પંચસૂત્ર પ્રકાશે છે હવેની પાંચ ગાથામાં. આત્મસ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર; જિનપદથી દર્શાવિયો, તેહ સ્વરૂપ પ્રકાર. (૨) સિદ્ધ ભગવાન તો અરૂપી છે. જીવને તો અનાદિથી માત્ર રૂપી પદાર્થોનો જ પરિચય છે, ક્યાં મેળ પડે ? સિદ્ધના જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અનંત આત્મિક ગુણો રૂપ સ્વભાવ અરૂપીપણાને લીધે સમજમાં આવવા અઘરા છે, અગમ્ય છે, ગમ ન પડે તેવી અગમ-નિગમ ને આગમની વાત છે. આ શુદ્ધાત્મપદ અમૂર્ત છે, સ્ટેજે ખ્યાલમાં આવે તેમ નથી. પોતાનાં સ્વરૂપની ભ્રમણા ટાળવી, આત્માને આત્મભાવે ઓળખવો. એવી આત્મસ્વભાવ વર્તના તે નિશ્ચયધર્મ છે. (મોક્ષમાળા શિક્ષાપાઠ ૯ : સત્ ધર્મ તત્ત્વ) નિજ સ્વભાવ તો અચિંત્ય અવ્યાબાધ સ્વરૂપ, કેવળ ન્યારો છે. (પત્રાંક ૬૫૧) જ્ઞાની પુરુષને જે સુખ વર્તે છે તે નિજ સ્વભાવમાં સ્થિતિનું વર્તે છે. (પત્રાંક ૬૦૩) જ્ઞાનીની દૃષ્ટિ પ્રથમ નિરાલંબન છે, રુચિ ઉત્પન્ન કરતી નથી, જીવની પ્રકૃતિને મળતી આવતી નથી; તેથી જીવ તે દૃષ્ટિમાં રુચિવાન થતો નથી પણ જે જીવોએ પરિષહ વેઠીને થોડા કાળ સુધી તે દૃષ્ટિનું આરાધન કર્યું છે, તે સર્વ દુઃખના ક્ષય રૂપ નિર્વાણને પામ્યા છે; તેના ઉપાયને પામ્યા છે. (પત્રાંક ૮૧૦) આત્મસ્વભાવ કહો, આત્મદ્રવ્ય કહો, આત્મતત્ત્વ કહો, પરમાર્થ કહો, શુદ્ધાત્મા કહો, પરમ સ્વભાવ કહો કે સ્વસ્વભાવ કહો : બધું એક જ છે. મતિ, શ્રુત, અવધિ, મનઃ, કેવલ, તેહ પદ એક જ ખરે, આ જ્ઞાનપદ પરમાર્થ છે, જે પામી જીવ મુક્તિ લહે. (ગાથા ૨૦૪) શ્રી સમયસાર પદ્યાનુવાદ : પૂ.શ્રી હિંમતલાલભાઇ શાહ કોઈ બહારની ક્રિયા માર્ગ દેખાડતી નથી. જ્ઞાન જ માર્ગ દેખાડે છે. ચિત્ત અંતર્મુખ થાય, તેની વિચારધારામાં જ્ઞાનસ્વભાવી આત્માનું અવભાસન આવે, એટલે કે ભાવભાસન થાય, ભાવભા પુરુષાર્થ થાય તો, આત્મદર્શન થાય. આવ્યંતર ભાવ તે સ્વભાવ. વસ્તુસ્થિતિનો ભીતરી ગુણ જે બાહ્ય પરિસ્થિતિ પર અવલંબિત નથી, (ધવલાજી ટીકા) સ્વભાવ પરની અપેક્ષા રાખે નહીં. એટલે તો એ સ્વભાવ છે. (ન્યાય વિનિશ્ચય ટીકા) સ્વભાવ અનપેક્ષ છે, નિરપેક્ષ છે, તેથી અનાદિ અનંત છે. (પ્રવચનસાર) સ્વભાવ અતર્કગોચર છે. (આપ્તમીમાંસા) Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ દ્રવ્યની ઉત્પાદ-વ્યય-ધ્રુવતાની એક્તા સ્વરૂપ પરિણામ તે સ્વભાવ. (પ્રવચનસાર ૮૭-૧૧૦) સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કર્તા છે. (પત્રાંક ૪૯૩, છ પદનો પત્ર) स्वभावलाभात् किमपि प्राप्तव्यं नावशिष्यते । इत्यात्मैश्वर्यसंपन्नो नि:स्पृहो जायते मुनिः ॥ - જ્ઞાનસાર-નિઃસ્પૃહાટક : ઉપા.યશોવિજયજી અર્થાત આત્મસ્વભાવની પ્રાપ્તિથી બીજું કંઇ પ્રાપ્ત કરવા યોગ્ય બાકી રહેતું નથી એમ આત્માના ઐશ્વર્યથી યુક્ત મુનિ સ્પૃહા રહિત થાય છે. અહીં આપણને પત્રાંક ૬૮૦નું સ્મરણ થઈ જ આવે છે, જેની મોક્ષ સિવાય કોઈપણ વસ્તુની ઇચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઇ છે.. આત્મસ્વભાવ અગમ્ય છે માટે તે સ્વરૂપ યોગી જિન, સદેહે વિચરમાન અરિહંત પ્રભુ કે કેવલી ભગવાનનાં અવલંબનથી સહેજે સમજાય એમ કહી, સિદ્ધ સ્વરૂપનું ઓળખાણ કરાવનાર અરિહંતસ્વરૂપની મહત્તા ગાઇ છે, જેની કોઇ ઇયત્તા-સીમા-મર્યાદા નથી. એટલે તો એને મંગલ, લોકોત્તમ અને અનન્ય શરણ કહ્યું છે. જિનપદનાં અવલંબન વિના જીવ સ્વાવલંબી થઇ શકતો નથી. જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિ કાંઈ; લક્ષ થવાને તેહનો, કહ્યાાં શાસ્ત્ર સુખદાઇ. (૩) જિન એ કાંઇ સંપ્રદાયવાચક શબ્દ નથી, મહાન તત્ત્વવાચક શબ્દ છે. રાગાદિ સર્વ આંતર શત્રુને જીતી જે શુદ્ધ સહજાત્મસ્વરૂપને પ્રાપ્ત છે એવા આત્મા તે જિન. આત્મા અને કર્મના સનાતન યુદ્ધમાં કર્મકટકનો સંહાર કરી જે વિજયશ્રી વર્યા છે એવા ખરેખરા વીર તે જ જિન છે. નિજ સ્વરૂપનો જય કર્યો છે માટે તો જિન છે. એક દૃષ્ટાંત લઇએ. બકરાંને ચરાવનાર કોઇ એક ભરવાડ અરણ્યમાં પર્વતની ગુફામાં તરતનાં જન્મેલાં સિંહનાં બે બચ્ચામાંથી એક પોતાને ઘેર લાવ્યો અને તેને નિત્ય દૂધ પાઇને મોટું કર્યું. તે બચ્ચે દરરોજ બકરાંના ટોળા સાથે અરણ્યમાં જાય અને આખો દિવસ બકરાં સાથે બેસે, ફરે, દોડે, પાણી પીએ અને સાયંકાળે બકરાંના ટોળાં સાથે જ ઘેર આવે. ભરવાડ પણ તેને બકરાંના વાડામાં બકરાં સાથે જ પૂરી રાખે. એવી રીતે તે સિંહના બચ્ચાંને રાત્રિ-દિવસ બકરાંના સંગથી પોતાનું સિંહ સ્વરૂપ ભૂલાઇ ‘હું બકરો છું’ એવું દેઢ અજ્ઞાન થયું અને તેને ભરવાડ પણ હંમેશાં બકરો કહી બોલાવવા લાગ્યો. કોઇ દિવસ પણ ‘તું સિંહ છે” એમ ન કહે. તેથી સિંહને બકરો હોવાનું મિથ્યાજ્ઞાન દેઢ થયું. એક દિવસ વનમાં બકરાંના ટોળા સાથે તે સિંહ ઊભો હતો, તેવામાં પર્વતમાંથી એક બીજો સિંહ નીકળ્યો. તેણે બકરાના ટોળામાં પેલા સિંહને જોયો એટલે આશ્ચર્ય પામી મોટી ગર્જના કરી. તે સાંભળી સર્વ બકરાં નાસવા લાગ્યાં અને બકરાંનો સંગી સિંહ પણ નાસી જવા લાગ્યો. તે જોઇને પર્વતના સિંહે બૂમ પાડી કહ્યું, હે મિત્ર ! હે ભાઇબંધ ! ઊભો રહે. મારે તને એક વાત કહેવી છે. તેથી બકરાંનો સંગી સિંહ ઊભો રહ્યો. | ત્યાર પછી તે પર્વતનો સિંહ તેની પાસે આવી કહે છે : હે ભાઇ ! તું સિંહ થઇને બકરાના ટોળામાં કેમ રહે છે? ત્યારે બકરાંનો સંગી સિંહ રોષ કરી બોલ્યો, હું તો સિંહ નથી. તું હો તો, ભલે હો. હું તો બકરો છું. મને એવી જૂઠી વાત કહેવી નહીં. આવું વિપરીત બોલવું સાંભળીને તે પર્વતના સિંહના મનમાં વિચાર થયો : જે Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ દિવસથી આ જન્મ્યો છે ત્યારથી જ તેને બકરાંનો સંગ થયો છે અને તેને વનમાં સાથે ફેરવનાર ભરવાડ પણ બકરો કહીને જ બોલાવે છે; તેથી જ તેને ‘હું બકરો છું' એવું મિથ્યા જ્ઞાન દેઢીભૂત થયું છે તે મારે ઉપદેશથી મટાડવું. એમ વિચારીને પર્વતનો સિંહ પેલા બકરાના અધ્યાસવાળા સિંહને કહે છે : હે ભાઇ ! તું વિચાર કરીને જો તો ખરો. તે બકરાં તો સર્વ નાના છે અને તું તો મોટો જુદો દેખાય છે; તો કહે, હું મોટો બકરો છું. એમ સાંભળી આ સિંહ કહે છે : હે ભાઇ ! તું ફરીથી વિચાર કરી જો. મારી સામું જો. હું પોતે સિંહ છું. મારા લક્ષણ તારાં લક્ષણ સાથે મળે છે. તે બકરાનું એક પણ લક્ષણ તારી સાથે મળતું નથી. બકરાના પગમાં બળે ખરી છે, મારા-તારા પગમાં પાંચ-પાંચ નખ છે. બકરાનું પૂંછડું હલ્યા કરે છે, તારું-મારું લાંબું છે. તો તું બકરો નથી. હવે અજ્ઞાની સિંહને કંઇક વિશ્વાસ આવતાં કહેવા લાગ્યો, તારી વાત સાચી જણાય છે પણ મારું મન માનતું નથી. છે ત્યારે પર્વતના સિંહે પેલા અજ્ઞ સિંહને નજીકનાં તળાવના કિનારે ઊભો રાખી પાણીમાં માં જોવા કહ્યું અને બોલ્યો; જો, તારું-મારું મુખ સરખું છે ને બકરાનું મુખ તો લાંબું છે, ગોળ નથી. તારી-મારી ડોક લીસી છે, બકરાંની ડોકમાં બે આંચળ છે. તારી-મારી કટિ, વાળ, કાન, શરીરનો વર્ણ બકરાંની સાથે મળતો નથી. બકરાંને શિંગડાં છે ને તને નથી. માટે તું વિચારી જો . બકરાંનાં લક્ષણ તારામાં નથી અને સિંહનાં બધાં લક્ષણ તારામાં છે, તો તું સિંહ શા માટે નહીં? સિંહ હોવા છતાં, તું ‘બકરો છું એમ માને છે, તેનું કારણ એ છે કે, જન્મથી જ તને બકરાંનો તથા ભરવાડનો સંગ રહ્યો છે. તેથી મિથ્યાભિમાન થયું છે. હવે હું બકરો છું એમ મૂકીને હું સિંહ છું’ એમ નિશ્ચય કર. આ વાત સાંભળી, વિચારી, પોતાનાં લક્ષણો તપાસી નિશ્ચય કર્યો કે, હું સિંહ છું. પશ્ચાત્તાપ કર્યો કે, આટલા કાળ સુધી મિથ્યા માનતામાં જ રહ્યો કે, હું બકરો છું, હવે કોઇ દિવસ બકરાંનો સંગ નહીં કરું, તેનો નાશ કરીશ. આવો નિશ્ચય કરીને સિંહ સાથે વિચરવા લાગ્યો. આશા ત્યાં વાસા (વાસના) થઇ, દેહ ભાવથી હાણ; સિંહ ભુલી બકરો બન્યો, ત્રાહ્ય ત્રાહ્ય ભગવાન. શ્રી શિશુચંદજી આવી રીતે આત્માને અનાદિ કાળથી સ્વસ્વરૂપનું અજ્ઞાન રહ્યું છે. કર્મના સંબંધથી દેન્દ્રિય વગેરેના સમુદાયરૂપ બકરાંના ટોળામાં આવી અજ્ઞાન...અવિદ્યા...મિથ્યાત્વશાત્ હું મનુષ્ય, હું પુરુષ, હું સ્ત્રી, હું દેવ, હું વાણિયો, હું બ્રાહ્મણ, હું મુમુક્ષુ, હું આશ્રમવાસી એમ માન્યું છે અને પોતાનું સ્વાભાવિક સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ ભૂલી ગયો છે. વળી ભરવાડ સરખા ગુરુ પણ તું સંસારી છે, તે વાણિયા છે, તે વિદ્વાન છે, તું બાળક છે વગેરે ખોટા બોધથી અજ્ઞાન દઢ કરાવે છે. અજકુલગત કેશરી લહે રે, નિજપદ સિંહ નિહાળ; તિમ પ્રભુભક્ત ભવિ લહે રે, આતમ શક્તિ સંભાળ. અજિત જિન તારજો રે... શ્રી અજિત જિન સ્તવન : શ્રી દેવચંદ્રજી મહારાજ જિન થઇ જિનવર આરાધે, તે સહી જિનવર હોવે રે; ભૂંગી ઇલિકાને ચટકાવે, તે ભંગી જગ જોવે રે. | શ્રી નમિ જિન સ્તવન : શ્રી આનંદઘનજી મહારાજ જેમ સિંહને જોઇને અજકુલગત સિંહને નિજ સ્વરૂપનું ભાન થાય છે તેમ જિનસ્વરૂપનાં દર્શને મુમુક્ષુને ‘દર્પણ જિમ અવિકાર' પ્રભુના રૂપદર્પણમાં નિજ સ્વરૂપનું દર્શન થાય છે. અવિકાર એવા નિર્મલ દર્પણમાં જેમ પુરુષના સ્વરૂપનું અર્પણ થાય છે તેમ નિર્વિકાર એવા નિર્મલ અંતરાત્મામાં જ પરમાત્માના સ્વરૂપનું Page #172 -------------------------------------------------------------------------- ________________ 1 30 અર્પણ થાય છે, પ્રતિબિંબ પડે છે, સમાપત્તિ થાય છે. અને પછી ઉદ્ગાર નીકળી પડે છે કે, “જે જિન છે, પરમાત્મા છે. તે જ હું છું.' અહો ! અહો ! હું મુજને કહું, નમો મુજ નમો મુજ રે; અમિત ફલ દાન દાતારની, જેહની ભેટ થઈ તુજ રે. શાંતિ જિન એક મુજ... - શ્રી શાંતિનાથ સ્વામી સ્તવન : શ્રી આનંદઘનજી મહારાજ વ્યવહાર સે હૈ દેવ જિન, નિચેસે હૈ આપ; એહિ બચનસે સમજ લે, જિન પ્રવચનકી છાપ. હાથનોંધ ૧:૧૪:૬ વ્યવહારથી જિન ભગવંત સત્ દેવ છે. જે સ્વરૂપમાં રમણતા કરે તે દેવ. નિશ્ચયથી તો પોતાનો આત્મા એ જ દેવ છે. જિનભક્તિથી તેમનાં સત્ સ્વરૂપનો લક્ષ થતાં, પોતાના આત્માનું ભાન પ્રગટે છે અને પોતે પણ તે પદનો સાક્ષાત્કાર કરે છે. આ વચનથી જિન પ્રવચનનો પ્રભાવ સમજવા યોગ્ય છે. ટૂંકમાં, જિન ભગવંતનું અનંત જ્ઞાનાદિ ઐશ્વર્યયુક્ત શુદ્ધ સહજ આત્મસ્વરૂપ રૂપ પરમ પદ પ્રગટ છે તેવું જ આ જીવનું પણ મૂળ સ્વરૂપ શુદ્ધ સહજ આત્મારૂપ છે. એટલે મૂળ સ્વરૂપે જિન પરમાત્મા અને આત્માના સ્વરૂપમાં ભેદ નથી. પણ વર્તમાનમાં જિન ભગવાનને તે પરમાત્મપદ પ્રગટછે, વ્યક્ત છે અને આત્માને તે કર્મોથી આવરિત છે. છતાં તે કર્મકાલિમાં ટળી શકે છે અને પોતાનું પરમાત્મપદ જિનની જેમ જ પ્રગટ પ્રકાશિત થઇ શકે છે એવો લક્ષ કરાવવા માટે ગણધરાદિ આચાર્ય ભગવંતોએ શાસ્ત્રો રચ્યાં છે. | સર્વ જીવનું પરમાત્મપણું છે એમાં સંશય નથી, પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ્ય પ્રગટે નહીં ત્યાં સુધી મુમુક્ષુ, જિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે; અને તે રસ્તે યથાર્થ પરમાત્મપણું પ્રગટે છે. (પત્રાંક ૫૮૮) જિનવર પૂજા રે તે નિજ પૂજના રે, પ્રગટે અન્વયે શક્તિ; પરમાનંદ વિલાસી અનુભવે રે, દેવચંદ્ર પદ વ્યક્તિ. પૂજના તો કીજે રે બારમા જિન તણી... શ્રી દેવચંદ્રજી મહારાજ કૃત સ્તવન જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદ્ગુરુ, સુગમ અને સુખખાણ. (૪) જિન પ્રવચન એટલે શ્રત, તેની ઉત્પત્તિ જિનેશ્વર અને ગણધરોનાં વચનથી છે. વળી, શ્રી વિશેષાવશ્યક ભાષ્યની સાક્ષીએ કહું તો, પ્રવચન એટલે શ્રુતધર્મ, તીર્થ, માર્ગ, પ્રવચન અને પ્રવચન. પ્રવચન એટલે શ્રતધર્મ. શ્રતનો ધર્મ એટલે સ્વભાવ તે બોધ એટલે શ્રતને બોધસ્વભાવપણું છે તેથી શ્રુતધર્મરૂપ છે. વળી શ્રુત જીવને સદ્ગતિમાં કે સંયમમાં ધારી રાખે છે માટે શ્રતધર્મ. પ્રવચન એટલે તીર્થ. જ્ઞાન-દર્શન-ચારિત્રના સમુદાય રૂપ સંઘ તે તીર્થ કે પ્રવચન. પ્રવચન એટલે માર્ગ. કર્મથી મલિન આત્મા જેના વડે શુદ્ધ કરાય તે પ્રવચન કે માર્ગ. મોક્ષનો પંથ જેથી શોધાય, તે પ્રવચન કે માર્ગ. પ્રવચન એ જ પ્રવચન. પ્રગતવચન-પ્રશસ્તવચન-પ્રધાનવચન આદિ વચન અથવા જીવાદિને વિષે અભિવિધિ અને મર્યાદા વડે મોક્ષ પમાડનાર વચન તે પ્રવચન. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ જિન ભગવંતનો ઉપદેશ સર્વોપરી શાસ્ત્રબોધછે જે અગાધ, અવિરત અને અવિતથપણે જ્ઞાનગંગારૂપે પ્રવહતો હોવાથી તેમ જ તેનો આશય અત્યંત ગહન હોવાથી તે સહેજે સમજાય તેમ નથી પણ દુર્ગમ છે. અતિ મતિમાનો, મહા મેધાવીઓ કે પ્રવર પંડિતો જેવા પણ મથી મથીને થાકી જાય છતાં ભગવાનની વાણીનો પાર પામી શકતા નથી. નાનકડી નાવડીથી દુસ્તર સાગર કેમ પાર થાય ? ક્યારે પાર આવે ? તેમ બહુ પ્રકારે બુદ્ધિવાળા કે મહા મનીષીઓ પણ જિનપ્રભુના ઉપદેશને હૃદયગમ્ય કરી શકતા નથી. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્ગુરુ આજ્ઞા જિન દશા, નિમિત્ત કારણમાં ય. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૧૩૫ પ્રત્યક્ષ જાગે વગર સમજાવ્યું પણ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છીએ. કારણ કે, મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે. (પત્રાંક ૨૪૯) પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે, પણ તે ધ્યાવન આત્મા સત્પુરુષના ચરણકમળની વિનયોપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી. એ નિગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. (પત્રાંક ૬૨) જેમ સાગરમાંથી રત્નો શોધવાં દુષ્ક૨ છે પણ ગાગરમાંથી શોધવાં સહેલાં છે તેમ જ્ઞાની ભગવંત, શ્રી સદ્ગુરુ ભગવંતના અવલંબને શાસ્ત્ર રહસ્ય સમજી શકાય છે, જિન પ્રવચનનો તાગ પામી શકાય છે. આ તો કુંડામાં રત્ન છે ! હિરગીત પરમાત્મપદ અરિહંતનું સમજાય સદ્ગુરુ-સંગથી, દૂરબીનથી જેવી રીતે દેખાય હિમગિરિ ગંગથી. શાસ્ત્રો કહે વાતો બધી નકશા સમી ચિતારથી, ગુરુગમ વિના બીના ન હૃદયંગમ બને વિચારથી. પ્રજ્ઞાવબોધ પુષ્પ ૩, ગાથા ૬ : પ.પૂ.બ્રહ્મચારીજી શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ તો સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. (પત્રાંક ૫૮) ટૂંકમાં, પરમ કૃપાળુદેવનું અવલંબન સુગમ અને સુખની ખાણ સમાન છે. તેમના પ્રત્યે ભક્તિ અને પ્રેમ હોય તો બધું થાય. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુઉર બસેં. (૫ત્રાંક ૨૬૫) ઉપાસના જિન ચરણની, અતિશય ભક્તિ સહિત; મુનિજન સંગતિ તિ અતિ, સંયમ યોગ ઘટિત. (૫) જિન ચરણની સેવા, પૂજન, ધ્યાન કે પરિચર્યન કરવું તે ઉપાસના કહેવાય. મોક્ષમાળામાં તો જિનેશ્વરની ભક્તિથી આપણી આત્મશક્તિ પ્રકાશ પામે છે તેમ પુરુષાર્થની પ્રેરણા મળે છે તેમ પ્રકાશ્યું જ છે. શ્રી સદ્ગુરુના શરણના પ્રતાપે, જીવને જિનચરણની કહેતાં જિનની આજ્ઞાનું આરાધન કેવી રીતે થાય તે સમજાય છે. ચરણની ઉપાસના કહેતાં પગ પકડીને બેસી જવું કે બાજુમાં બેસી જવું એમ નથી પણ તેમના ચારિત્રમાં લક્ષ કરવાનો છે. તેમનું કહેલું કરવાનું છે અને સમ્યક્ પ્રકારે થાય તો જરૂર તેમની બાજુમાં બેસવા જેવી યોગ્યતા અને દશા આવે. પ્રભુ સન્મુખ આસન લેવાને બદલે ‘તુજ મુજ એક' થતાં તેમની પાસે આસન લેવાનું બને તે જિનચરણની ઉપાસના. પ્રભુ ભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું. મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે. (પત્રાંક ૩૮૦) Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ જિનભક્તિમાં અતિ શુદ્ધભાવે લીનતા સિવાય કંઈ નથી જોઇતું; તે ન હોય તો પછી માગવાની ઇચ્છા પણ નથી. (પત્રાંક ૧૨૮). સતુદેવગુરુશાસ્ત્ર ભક્તિ અપ્રમત્તપણે ઉપાસનીય છે. (પત્રાંક ૮૫૭) તે સન્માર્ગને ગવેષતા, પ્રતીત કરવા ઇચ્છતા, તેને સંપ્રાપ્ત કરવા ઇચ્છતા એવા આત્માર્થી જનને પરમ વીતરાગ સ્વરૂપદેવ, સ્વરૂપનૈષ્ઠિકનિઃસ્પૃહનિગ્રંથ રૂપ ગુરુ, પરમ દયા મૂળ ધર્મવ્યવહાર અને પરમશાંત રસ રહસ્યવાક્યમય સન્શાસ્ત્ર, સન્માર્ગની સંપૂર્ણતા થતાં સુધી પરમ ભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે; જે આત્માના કલ્યાણનાં પરમ કારણો છે. (પત્રાંક ૯૧૩) ટૂંકમાં, જિન ભગવંતની ચરણ ઉપાસના, પાંચમાં પરમ ગુરુ અને પરમેષ્ઠી તરીકે જેમનું સ્થાન છે તેવા આત્મજ્ઞાની મુનિજનોના સત્સંગ પ્રતિ અતિ રતિ, રુચિ અને રસ અને ફલસ્વરૂપ સંયમિત જીવનની સુવાસ પ્રગટે છે. સદ્ગુરુની આજ્ઞાએ વ્રત, નિયમ, સંયમ વગેરે સઘળું સફળ થાય છે. વિષયવૈરાગ્ય, અલ્પારંભપરિગ્રહ, વ્યસન-અભક્ષ્ય ત્યાગ વગેરે ત્યારે સાર્થક થાય છે. ગુણ પ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ; પ્રાપ્તિ શ્રી સદગુરુ વડે, જિન દર્શન અનુયોગ. (૬) હવે અતિશય ભક્તિ પછી અતિશય ગુણ પ્રમોદ શું? એ ગુણ ચિંતવનથી આત્મા સ્વરૂપાનંદની શ્રેણીએ ચઢતો જાય છે. (મોક્ષમાળા પાઠ ૧૩) ખરા ગુણી તો જિન પરમાત્મા છે જેની ઝાંખી સદ્ગુરુ ભગવંતમાં થાય જ. એટલે તેમના પ્રત્યે અત્યંત પ્રેમ અને ભક્તિ જાગે છે. અહો ! તેમની નિગ્રંથતા ! અહો ! તેમની અસંગતા ! અહો ! તેમની સ્વરૂપ સ્થિતિ ! સ્વપ્નાંતરે પણ રોમ માત્રમાં વિષય વિકારની છાયા યે દેખાતી નથી ! ધન્ય છે અહિંસક મુનિજનોને જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવની યે રક્ષા કરે છે અને સૂક્ષ્માતિસૂક્ષ્મ રીતે પણ અહિંસા પાલન કરે છે ! પંચ પરમેષ્ઠી પ્રભુ પ્રત્યેના આવા ગુણાનુરાગને લીધે તો સહજ સ્વયંભૂ ઉદ્ગાર નીકળી પડે છે કે, નમો અરિહંતાણે, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વ સાહૂણં. પંચ પરમેષ્ઠી ભગવંતના શુદ્ધ સહજ આત્મસ્વરૂપનો લક્ષ કરાવતાં આપણને અનન્ય શરણનું – આત્માનું ભાન, જ્ઞાન ને દાન આપનાર પરમ કૃપાળુદેવ પ્રદત્ત “સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ’ કહેતાં અતિશય પ્રમોદભાવ આવે છે, ઉલ્લાસ ઉફુલ્લ થઇ ઉઠે છે, પ્રમોદગુણ પ્રફુલ્લતા પામે છે, અહંત તત્ત્વની અનુમોદના થઇ જાય છે. કોઇપણ આત્માના ગુણ જોઇ હર્ષ પામવો. (પત્રાંક ૫૭) અંશ માત્ર પણ કોઇનો ગુણ નીરખીને રોમાંચ ઉલ્લાસવાં. (પત્રાંક ૬૨) પ્રમોદ એટલે ગુણજ્ઞ જીવ પ્રત્યે ઉલ્લાસ પરિણામ. (પત્રાંક ૮૬) પ્રમોદ ભાવનાના અભાવે એક મુમુક્ષુ બીજા મુમુક્ષુને સાંખી શકતો નથી. ગુણિયલના ગુણ દેખી – સાંભળી હૈયું નાચી ઉઠવાને બદલે, પ્રમોદ કે આનંદ આવવાને બદલે અજંપો ઘેરી વળે છે, કેષ બુદ્ધિ થાય છે, ઇર્ષ્યા ભભૂકે છે ત્યાં તે મુમુક્ષુ શાનો? ગુણીના ગુણમાં અનુરક્ત થાઓ એ મહાવાક્યની શીખ આપી છે કૃપાળુદેવે. (શિક્ષાપાઠ ૧૦૧:૧૦) Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ પ્રમોદ ભાવના તો ધર્મધ્યાન માટે રસાયણ (ઔષધ) રૂપ છે. (યોગશાસ્ત્ર પ્રકાશ : ૪ શ્રી હેમચંદ્રાચાર્યજી) अपास्ताशेषदोषाणां, वस्तु तत्त्वावलोकिनाम् । गुणेषु पक्षपातो यः स प्रमोदः प्रकीर्तितः ॥ અધ્યાત્મ કલ્પદ્રુમ અધિકાર ૧ : શ્લોક ૧૪ : શ્રી મુનિસુંદર સૂરિજી અર્થાત્ જેમણે સર્વ દોષો દૂર કર્યા છે, વસ્તુ તત્ત્વને જોઇ રહ્યા છે, તેમના ગુણ પર પક્ષપાત તે પ્રમોદ ભાવના. પ્રમોદ જાગે ન ગુણીજનોમાં, મૈત્રી ન જામે જગજંતુઓમાં. ‘પાપનું પ્રાયશ્ચિત્ત' : શ્રી સંતબાલજી ટૂંકમાં, જિન ચરણની ઉપાસના અતિશય ભક્તિ, આત્મજ્ઞાની મુનિ કે ગુરુની સંનિધિ, સંયમનો સ્વીકાર, અતિશય પ્રમોદ ભાવ વડે થતાં, આત્મા બર્ણિમુખ હતો તે અંતર્મુખ બને છે. શ્રી સદ્ગુરુદેવની કૃપાથી આંખ ખુલી જાય છે, દિવ્યનેત્ર સાંપડે છે અને જૈન દર્શનના ચારે અનુયોગ - પ્રથાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગનાં શાસ્ત્રોમાં ગુંફિત સિદ્ધાંતનું રહસ્ય પ્રાપ્ત થાય છે. મુદિતા (ભાવના)ના મોદશાલી, પરમ પ્રમોદ વડે પ્રમુદિત પરમાત્માને નમસ્કાર. પ્રવચન સમુદ્ર બિંદુમાં, ઊલટી આવે એમ; પૂર્વ ચૌદની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ. (૭) શ્રી મહાવીર પ્રભુ અને શ્રી ગૌતમ પ્રભુ વચ્ચેની ગુરુગમની વાત. ગૌતમ સ્વામીએ મહાવીર સ્વામીને સવિનય પૂછ્યું, મંતે ! વિંજ તત્તે ? હે ભગવંત, તત્ત્વ શું છે? શ્રી મહાવીર સ્વામીએ પ્રકાશ્ય, ૩પડુ વા વિડું વા ધુવેવિ વા | વસ્તુ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને સ્થિર રહે છે. ઉત્પાદ્રવ્યવધીવ્યયુt સત્ | તતનો જવાબ સત્ છે ! ઉપરોક્ત ત્રિપદી આપી એટલે કે, કેવળ ત્રણ માતૃકા પદ રૂપ અર્થ કહ્યા, પણ બારે અંગ (દ્વાદશાંગી) કહ્યાં નથી. ત્રણ માતૃકા પદ શબ્દરૂપ છતાં દ્વાદશાંગીની અપેક્ષાએ સંક્ષિપ્ત હોવાથી અર્થ કહેવાય છે અને ગણધરોની અપેક્ષાએ એ જ માતૃકાપદ શબ્દરૂપ હોવાથી સૂત્ર કહેવાય છે. - પ્રવચન સમુદ્ર છે કે, જેમાં નિશ્ચય અને વ્યવહારનાં કથન કે જ્ઞાન અને ક્રિયા યની કથા રૂપી ઉછળતા તરંગો છે, એ તરંગોના મહા અવાજથી દુર્નયવાદી કે એકાંતવાદી રૂપી કાચબા દુઃખી થાય છે, એમાં કુપક્ષ રૂપી પર્વતો તૂટી જાય છે, વિવિધ નયોનાં પ્રમાણથી અર્થનિશ્ચયકારિણી રૂપી નદીઓના પ્રદેશનું સૌભાગ્ય છે, યાદ્વાદ રૂપી મર્યાદા (ચારે તટ) છે તે. સમુદ્રમંથનના અંતે ૧૪ રત્નોની પ્રાપ્તિ થઇ તેમ પ્રવચન સમુદ્રના મંથનના અંતે ૧૪ પૂર્વની ઉપલબ્ધિ થઇ. ૧૪ પૂર્વના સારાંશ રૂપે ‘સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ’ મંત્ર મળ્યો, હવે મંત્રાઇ જવાનું છે ! ‘પ્રાપ્તિ શ્રી સદ્ગુરુ વડે, જિન દર્શન અનુયોગ.' શ્રુતનો સાગર કે પ્રવચનનો સમુદ્ર તો આપણાથી કેમ કરાય? કેમ પીવાય ? મહાવીર સ્વામી તરફથી ત્રિપદી મળતાં જ મહાપ્રજ્ઞાવંત ગણધર ભગવંત ચૌદ પૂર્વનું જ્ઞાન પ્રગટાવી શક્યા. ત્રિપદી લબ્ધિવાક્ય બની ચૂકી. એ બાર-બાર અંગની જનની છે. ચૌદ પૂર્વ તો બારમા દૃષ્ટિવાદ અંગનો અમુક ભાગ છે. ચૌદ પૂર્વનાં જ્ઞાનની ગાગરમાં સમસ્ત શ્રતનો સાગર સમાવી દીધો. શ્રીમાનું ગણધરોએ તો એમ દર્શિત કર્યું છે કે, એ વચનો (ત્રિપદી) ગુરુમુખથી શ્રવણ કરતાં આગળના ભાવિક શિષ્યોને દ્વાદશાંગીનું આશયભરિત જ્ઞાન થયું હતું. (શિક્ષાપાઠ ૮૭) Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સાગરનાં જળમાંથી એક બિંદુ માત્ર ચાખી જોતાં સારાયે સમુદ્રનાં જળનો સ્વાદ પામી જવાય છે તેમ જ્ઞાનીનો એક શબ્દ સમજાતાં કે એક વાક્યનો ૫રમાર્થ પરિણમતાં જિન પ્રવચન સમુદ્ર પીવાઇ જાય છે, ભવસાગર તરાઇ જાય છે. એક બુંદ જલથી એ પ્રગટ્યા, શ્રુતસાગર વિસ્તારા; ધન્ય જિનોને ઉલટ ઉદધિયું, એક બુંદમેં ડારા. શ્રી ચિદાનંદજી મહારાજ શાસ્ત્રજ્ઞાનથી નિવેડો નથી, અનુભવજ્ઞાનથી નિવેડો છે. (પત્રાંક ૨૭૦) સત્ક્રુતનો અપાર મહિમા હોવા છતાં શાસ્ત્રો વાંચી ગયે પાર આવે એમ નથી. શાસ્ત્રોનું ઘોલન કરી ગયેલા આત્માનુભવી જ્ઞાની સદ્ગુરુ ભગવંતનું અવલંબન જ શાસ્ત્ર સમુદ્રનો પાર પામવા અનુપમ આધાર છે. ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઇ પડે છે. (પત્રાંક ૧૨૮) કેળ-થડે પડ અંદર પડ જે, ચમત્કૃતિ રૂપ ભાસે, સત્ક્રુતના અર્થો પણ તેવા, નિર્મળ જ્ઞાન પ્રકાશે. અહોહો ! પરમ શ્રુત ઉપકાર ! સત્પુરુષનાં વાક્યે વાક્યે અનંત આગમ વ્યાપે, માત્ર મંત્ર રૂપ શબ્દ ઘણાનાં ભવદુઃખ સર્વ કાપે. અહોહો ! પરમ શ્રુત ઉપકાર ! ભવિને શ્રુત પ૨મ આધાર પ્રજ્ઞાવબોધ પુષ્પ ૭ : પ.પૂ.બ્રહ્મચારીજી ટૂંકમાં બિંદુમાં સિંધુ અને ગાગરમાં સાગર ઉલટી-ઉપસી-ઉલ્લસી આવે છે તેમ આ કાળમાં આપણાં કલ્યાણ કાજે કીધેલ-દીધેલ ‘સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ' મંત્રનાં સ્મરણમાં સર્વસ્વ સમાય છે, ચૌદ પૂર્વનો સારછે સાર. શાસ્ત્રોના સમુદ્રમાં અવગાહન કરીને, ઉલેચીને ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે કહી જ દીધું કે, આટલાં અવગાહન બાદ ભક્તિ એ ભાગવતી બીજછે. ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ પણ ભક્તિનો અપરંપાર મહિમા ગાયો છે, મંત્રમાહાત્મ્ય શિરસાવંઘ રાખ્યું છે, આજ્ઞા અંગીકૃત કરી છે અને એ જ રીતિ પ.પૂ.બ્રહ્મચારીજીની છે. ગૌતમ ગણધર જેવી ગુરુભક્તિ આ બન્ને સત્પુરુષોમાં ઝળકે છે. એક રજકણ મેરુને જન્મ આપી શકે છે, એક જલકણ સમુદ્રનું ઉદ્ગમસ્થાન બની શકે છે, એક અન્નકણ પુષ્કળ ધાન્યને પેદા કરી શકે છે, એક શીતકણ હિમાલયને પ્રગટ કરી શકે છે, તેમ પરમ કૃપાળુદેવ પ્રણીત વચનામૃતનો એક જ શબ્દ, એક જ મંત્ર કે એક જ વચન ત્રિવિધ તાપ મિટાવી શકે છે, ભવસમુદ્ર તરાવી શકે છે, કારણ કે, પ્રવચન છે ! વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને યોગ અયોગ. (૮) મતિ-શ્રુત જ્ઞાનની શુદ્ધિ અને વૃદ્ધિ થતી જતી હોય તેવા બુદ્ધિવંત જીવોને જો વિષય વિકાર પ્રત્યે આસક્તિ છે. અગર તો ઘટી નથી તો તેમની પ્રજ્ઞા તત્ત્વની પ્રાપ્તિ કરાવવા માટે સફળ થતી નથી. કારણ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ કે, અનિત્ય પદાર્થો અને અશુદ્ધ વિષયોમાં વિષમ પરિણામ થયા જ કરે છે, ઇષ્ટ-અનિષ્ટ રીતે બુદ્ધિ વર્યા કરે છે. તે પરિણામ સમ થયે, શાંત થયે, રાગદ્વેષ રહિત થયે જ તત્ત્વ પ્રાપ્તિ થાય છે. માટે વિષયાસક્ત જીવોને મતિ-પ્રજ્ઞા કે પુતજ્ઞાનની પ્રાપ્તિ થઇ હોય, વિદ્વત્તા કેળવી હોય, તો પણ તેને તે આત્મપ્રાપ્તિ માટે કાર્યકારી નહીં થતી હોવાથી તળેલો યોગ અયોગ થઇ જાય છે, ન મળ્યા બરાબર થાય છે, નિષ્ફળ જાય છે, નકામો જાય છે. વિષય =વિષય. વિષ એટલે ઝેર. યા એટલે જવું. ઝેર પ્રત્યે લઇ જાય તે વિષય. પાંચ ઇન્દ્રિયના ૨૩ વિષયો તથા ૨૪૦ (૨૫૨) વિકારો છે. દિગમ્બર આમ્નાયના શાસ્ત્રોમાં, ઇન્દ્રિયના વિષયો ૨૭ કહ્યા છે. શ્રી કાર્તિકેય સ્વામી તો ૨૮મું મન પણ ગણે છે (ઇન્દ્રિયના વિષયો વત્તા અનીન્દ્રિય એવું મન). એક એક ઇન્દ્રિયનો વિષય જીવને કેટલું રઝળાવે છે તે આપણે તિર્યંચ જાતિનાં દૃષ્ટાંતથી શ્રી શિ.રા.મિશ્રા રચિત કાવ્યમાં વિચારીએ તો, હરિગીત સ્પર્શેન્દ્રિય રસેન્દ્રિય લેવા કરિના દાંત વનમાં, વાંસ તૃણ ખાડે ધરે, દરિયે જઇને માછીમારો, કાંટે લગાડી ભક્ષ કંઇ, ખોટી બનાવી હાથણી, લોકો ઊભી સામે ધરે; નાખે પછી જળમાં બિચારું, જાણતું છળકપટ નહીં; હાથી મરે ખાડે પડી, જ્યાં સ્પર્શવાને જાય છે, ખાવા જતાં રસથી મરે કાંટા મુખે ઘોંચાય છે, માટે વિચારો માનવી કે, વિષયથી શું થાય છે? માટે વિચારો માનવી કે, વિષયથી શું થાય છે? ધ્રાણેન્દ્રિય લોભાઇ મધુકર ગંધ ગ્રહવા, કમળ પર બેસી રહે, સાંજે બીડાયે પદ્મ તો યે, એ નીકળવા ન ચહે; આવી કરિ ખાયે કમળ ત્યાં, મધુકર અરે ભક્ષાય છે, માટે વિચારો માનવી કે, વિષયથી શું થાય છે ? ચક્ષરીન્દ્રિય શ્રોત્રેન્દ્રિય દીવા તણું અતિ રૂપ જોઇ, પતંગનું મનડું ભમે, વનમાં શિકારી જાય છે ને મધુર ગીતો ગાય છે, હાથે લઇ દીવો કહો, કોને કૂવે પડવું ગમે? જાયે હરણ પાસે સુણીને, શબ્દમાં લોભાય છે; જાણે છતાં દીવે બળી, વિષયી પતંગી મરાય છે, મારે શિકારી બાણ તાણી, રંક હરણ હણાય છે, માટે વિચારો માનવી કે, વિષયથી શું થાય છે? માટે વિચારો માનવી કે, વિષયથી શું થાય છે ? શ્રી ચિદાનંદજી મહારાજ પણ કહે છે કે, એક એક આસક્ત જીવ એમ, નાના વિધ દુઃખ પાવે રે; વિષય વાસના ત્યાગો ચેતન, સાચે મારગ લાગો રે. પંચ પ્રબલ વર્તે નિત્ય જાકું, તાકું કહા જવું કહીએ રે; ચિદાનંદ એ વચન સુણીને, નિજ સ્વભાવમાં રહીએ રે. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ વિષયો રૂપી વિષ અતિ દારુણ છે કે જેના વડે આત્મા વિભાવ ભાવ રૂપી પરભાવ પામતો જન્મોજન્મ જ્ઞાનચેતનાને જાણતો નથી. અર્થાત્ જ્ઞાનચેતનાના સજીવનપણાને પામતો નથી. जहा खरो चंदणभारवहो, भारस्स भागी न हु चंदणस्स । एवं खु नाणी चरणेण हीणो, नाणस्स भागी न हु सुग्गईए । | ઉપદેશમાળા : શ્રી ધર્મદાસ ગણિ જેવી રીતે સુખડ-ચંદનનો ભાર વહન કરનારો ગધેડો ભારનો ભાગી છે, ચંદનનો નથી, તેવી જ રીતે વર્તન વગરનાં જ્ઞાનને જાણનારો જ્ઞાનનો ભાગી છે, સુગતિનો નથી. ગર્દભ સાકરનો બોજો ઉપાડે તેથી તેને કંઇ મીઠાશ આવતી નથી તેવી જ રીતે આચરણ વગરનું જ્ઞાન, બુદ્ધિ, મતિ માત્ર બોજો જ છે. ટૂંકમાં, વિષય પ્રતિભાસ જ્ઞાનથી વિષમ પરિણતિ હોય છે, તત્ત્વસંવેદના જ્ઞાનથી સમ પરિણતિ હોય છે. હવેની ત્રણ કડીઓમાં (ગાથા નં.૯,૧૦,૧૧) પાત્રતા કેળવવાનો સંદેશ આપે છે. મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. (૯) જેની વિષયાભિલાષા મોળી પડી છે, વિષયાસક્તિ મંદ થતી ચાલી છે, મન-વચનકાયાની પ્રવૃત્તિ સરળ, નિષ્કપટ, નિખાલસ, માયારહિત, અવંચક થઇ છે, જે જ્ઞાનીની આજ્ઞામાં એકતાન થઇ સુવિચારણાની ભૂમિકાએ પહોંચ્યો છે, દયા-શાન્તિ-સમતા-ક્ષમા-સત્ય-ત્યાગ-વૈરાગ્ય વગેરે ગુણોથી આત્માનાં પરિણામમાં કોમળતા આવી છે તેવા અલ્પારંભી જીવો માર્ગપ્રાપ્તિની પ્રથમ ભૂમિકામાં આવ્યા ગણાય. | ના પંડિત પ્રવર શ્રી બનારસીદાજીની ભાષામાં, આવા જીવોને સુંઘા કહીએ. જે ગુરુવચન પ્રેમપૂર્વક સાંભળે છે, ભદ્રપરિણામી છે, હૃદયમાં દુષ્ટતા નથી, મંદકષાયી છે પણ આત્મસ્વરૂપને ઓળખતા નથી તે છે સુંધા જીવ, આપણી ભાષામાં સીધા કહીએ તો ચાલે. આ વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જિતેન્દ્રિયપણું, આટલા ગુણો જે આત્મામાં હોય, તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. (પત્રાંક ૪૦) સરળતા બહુ મોટો ગુણ છે. આજે સરળતા અને નિખાલસતા નહિવતું દેખાય છે. કૃપાળુદેવના શબ્દોમાં, નિષ્કપટપણું હાનિને પામ્યું છે. (પત્રાંક ૧૬૩) જ્ઞાની પુરુષની આજ્ઞા ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે. અપૂર્વ પુરુષના આરાધનથી અપૂર્વ વિચાર, અપૂર્વ જ્ઞાન થાય છે. (પત્રાંક ૫૧૧) જયાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઇ, પામે પદ નિર્વાણ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૪૧ વિચારવૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે. (પત્રાંક ૭૪૯) શુક્લ અંતઃકરણ વિના મારાં કથનને કોણ દાદ આપશે? (પત્રાંક ર૧-૪૭) શુક્લ અંતઃકરણ કહીને આપણી પાસે માયા-કપટ રહિત સરળતા, વિષય-કષાય રહિત નિર્મળતા, આજ્ઞા-સર્વિચારણા Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ થઇ શકે તેવી પવિત્રતા અને સ્વચ્છ પાટી (જેથી લખાય) તથા વાળ્યા વળાય તેવી કોમળતા હોવાની પૂર્વશરતો મૂકી દીધી છે. આટલું હશે તો તેમનાં કથનને અને વચનને અવશ્ય દાદ આપી શકીશું. રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઇષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય. (૧૦) જે મુમુક્ષુજનો સ્પર્શ, રસ, શબ્દ વગેરે ઇન્દ્રિયોના વિષયોમાંથી આસક્તિ ટાળી, વિષયો પ્રત્યે તુચ્છ ભાવ લાવી, વૃત્તિને રોકીને ઇન્દ્રિયસંયમ સાધે છે તથા ૫રમાર્થસંયમનાં સાધનો - સત્સંગ, સદ્બોધ, સત્કૃત પ્રત્યે રુચિવાન થાય છે અને ‘આત્માથી સૌ હીન’ ગણે છે, આત્માને જ અગ્રેસર રાખતાં જગત-સંસારના સંગપ્રસંગ પ્રત્યે ઉપેક્ષાવંત થાય છે તેવા આત્માર્થી મહાભાગ્યવાન મોક્ષાર્થીઓ મધ્યમ પાત્ર કહેવાય છે. પંડિતવર શ્રી બનારસદાસજી આવા જીવોને સૂંધા જીવ કહે છે. જે જીવો સાત વ્યસન ને સાત અભક્ષ્યના ત્યાગીછે, કૃપાળુદેવની આજ્ઞા શિરોમાન્ય કરે છે, સંસારથી વિરક્ત થઇને આત્મ-અનુભવનો રસ લે છે, શ્રી સદ્ગુરુદેવ કૃપાળુદેવનાં વચન બાળકની જેમ દૂધની પેઠે ચૂસે છે તે છે સૂંઘા જીવ. ‘શ્રી કાત્તિકેયાનુપ્રેક્ષા’માં લોકાનુપ્રેક્ષામાં ગાથા ૧૯૫-૯૬-૯૭માં, જઘન્ય-મધ્યમ અને ઉત્કૃષ્ટ અંતરાત્માનું વર્ણન કર્યું છે. ‘સો જ્ઞાનીનો એક મત’ જ હોય ! ટૂંકમાં, અનુષ્ટુપ ગણે ના જો કશું મારું, તો ત્રૈલોક્ય ધણી જ તું; યોગીને યોગ્ય જાણી તે, રહસ્ય પરમાત્માનું. નહિ તૃષ્ણા જીવ્યા તણી, મરણ યોગ નહીં ક્ષોભ; મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જિતલોભ. (૧૧) જીવ્યા સુધી જે તૃષ્ણા ન રાખે તે મરણ વખતે શા માટે રાખે ? જિંદગીમાં કેટલાંક શુભ કામ ક૨વાં બાકી રહી ગયાં તેવો કર્તવ્યભાવ પણ હોતો નથી. પૌદ્ગલિક ઉપભોગની તૃષ્ણા તો રહેતી જ નથી. લક્ષ્મીસંચય કે શાસ્ત્રસંચય વાપર્યા-વાંચ્યા વિનાનો પડી રહેશે એવો વિકલ્પ પણ ઊઠતો નથી. ૫૨૫દાર્થ પ્રત્યે મૂર્છાનો અભાવ વર્તે છે. લોભ કષાયના કણીયા કિટ્ટુ જેટલું યે બાકી રહેતું નથી તેથી તો જિતલોભ કહ્યા છે. લોકો પ્રાણના નાશને મરણ કહે છે. પણ આત્માનો પ્રાણ તો જ્ઞાન છે. એ જ્ઞાન શાશ્વત હોવાથી કદી નાશ પામતું નથી, માટે મરણ જેવું કશું નથી તો પછી જ્ઞાનીને મરણનો ભય ક્યાંથી હોય ? શાથી હોય ? જ્ઞાની મહાત્મા તો સ્વયં નિઃશંક થઇને નિરંતર સ્વાભાવિક જ્ઞાનને જ અનુભવે છે. निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु लक्ष्मी समाविशतु गच्छतु वा यथेष्टम् । अद्यैव मरणमस्तु युगान्तरे वा न्यायात्पथः प्रविचलन्ति पदं न धीराः ॥ નીતિશતક શ્લોક ૮૩ : શ્રી ભર્તૃહરિજી અર્થાત્ નીતિનિપુણો નિંદા કરે કે સ્તુતિ કરે, લક્ષ્મી આવે કે જાય, હમણાં જ મરણ થાય કે યુગો પછી આવે પરંતુ, ધીર પુરુષો ન્યાયના માર્ગથી (પોતાની ચાલથી, શૈલીથી કે પદથી) વિચલિત થતા નથી. Page #180 -------------------------------------------------------------------------- ________________ ટૂંકમાં, મૃત્યુના સમયે ક્ષોભ નથી, ક્ષુભિત પરિણામ નથી, ક્ષુબ્ધ સ્થિતિ નથી પણ મૃત્યુને મિત્ર ગણે છે, મહોત્સવ માનીને માણવા તત્પર છે, સમાધિમરણને સમાધિભાવે ભેટવા તૈયાર છે તેવા મહાભાગ્યશાળી જીવો ઉત્કૃષ્ટ પાત્ર ગણવા યોગ્યછે. આવા પરમ યોગીજનો સ્વલ્પ સમયમાં સયોગીપદ તજી અયોગી થઇ સિદ્ધપદને પામી લોકાગ્રે બિરાજવાના છે. ધન્ય છે એવી પરમ સમાધિ દાખવનારા પરમ યોગીને ! $p ૧૪૬ દર્શનમોહ વ્યતીત થઇ ઊપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો. પરમ કૃપાળુદેવ SEO સંયમના હેતુથી યોગ પ્રવર્ત્તના, સ્વરૂપ લક્ષે જિન આજ્ઞા આધીન જો; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો. પરમ કૃપાળુદેવ BRO. se Dis Page #181 -------------------------------------------------------------------------- ________________ ооо Page #182 -------------------------------------------------------------------------- ________________ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ 3% પત્રાંકઃ ૯૫૪-૨ વિભાવ તજી શ્રી રાજચંદ્રજી, સ્વભાવમગ્ન થયા છે, તે માટે પ્રણમું ચરણે હું, સૌને ગમી ગયા છે; તે પદ પ્રાપ્તિ જે જન ઇચ્છે, તે તો તેને ભજશે, થઇ લયલીન પરાભક્તિમાં, સર્વ વિભાવો તજશે. પ્રજ્ઞાવબોધ પુષ્પ ૯૨ : ૫.પૂ.બ્રહ્મચારીજી ૨. આત્રે બહુ સમદેશમાં, છાયા જાય સમાઇ; આવ્યું તેમ સ્વભાવમાં, મનસ્વરૂપ પણ જાઇ. (૧) સૂર્ય મધ્યમાં તપતો હોય તે મધ્યાહ્નકાળ. માથા પર સૂર્ય સીધી લીટીએ ઊંચે તપતો હોય ત્યારે પૃથ્વી, માથું અને પગ એક સમ દિશામાં, સમ દેશમાં આવે છે અને છાયા (શરીરનો પડછાયો) પગમાં પેસી જાય છે. સિદ્ધાંત એ છે કે, પ્રકાશનું કેન્દ્ર અને પદાર્થ એક જ દિશામાં, એક જ સમાન લીટીમાં આવતાં, પદાર્થની છાયા પદાર્થમાં જ સમાઇ જાય છે. હવે જ્યારે સૂર્ય સવારે કે સાંજે મધ્યમાં નથી હોતો ત્યારે છાયા નાની-મોટી ઇત્યાદિ રીતે તેમ મન પણ રાગ-દ્વેષ, ઇષ્ટ-અનિષ્ટ આદિ વિષમ ભાવમાં પરિણમવાનું કામ કર્યા કરે છે, નાની-મોટી છાયા થયા કરે છે. જો આત્મા, પરમાત્મા અને સદ્ગુરુની કૃપાની એકતા અથવા સમ્યક્ દર્શન-જ્ઞાન ચારિત્રની એકતા રૂપ સમભાવ-સ્વભાવમાં સ્થિરતા રૂપ સમપ્રદેશમાં આવે તો તે મનસ્વરૂપ લય પામી આત્મામાં જ સમાઇ જાય, મનનું સ્વરૂપ જે સંકલ્પ-વિકલ્પનું કામ તે દૂર થઇ જાય છે, સંકલ્પ-વિકલ્પની છાયા ટળી જાય છે. सोऽयं समरसी भावस्तदेकीकरणं स्मृतं । एतदेव समाधिः स्याल्लोकद्वयफलप्रदः । તત્ત્વાનુશાસન શ્લોક ૧૩૭ : શ્રી નાગસેન સ્વામી અર્થાત્ તે ધ્યાતાનું ધ્યેય રૂપ થઇ જાવું તે જ સમરસી ભાવછે, તેને એકીકરણ કહે છે. તે જ બન્ને લોકમાં ઉત્તમ ફળ દેનારી સમાધિ કહેવાય છે. निरस्तविषयासंगं संनिरुद्धं मनो हृदि । यदा यात्युन्मनीभावं तदा तत्परमं पदम् ॥ બ્રહ્મબિંદુ ઉપનિષદ્ શ્લોક ૪ એટલે કે, વિષયોની આસક્તિ છૂટી જતાં મન જયારે હૃદયમાં આત્મામાં ટકેલું રહે છે ત્યારે મનનું મનપણું નીકળી જાય છે અથવા તો મનસાતીત અવસ્થા પ્રાપ્ત થાય છે એટલે ચિત્ત ઉન્મનીભાવને પામે છે ત્યારે તે પરમ પદને પામે છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ कदलीवच्चाविद्या, लोलेन्द्रिय-पत्रला मनःकन्दा । अमनस्कफल दृष्टे, नश्यति सर्वप्रकारेण ॥ યોગશાસ્ત્ર પ્રકાશ ૧૨, શ્લોક ૪૦ : શ્રી હેમચંદ્રાચાર્યજી અર્થાતુ ચપળ ઇન્દ્રિયો રૂપી પાંદડાવાળી, મને રૂપ કંદવાળી, અવિદ્યારૂપ કેળ અમનસ્ક ફળ દેખવાથી સર્વ પ્રકારે નાશ પામે છે. કેળને એક વખત ફળ આવ્યા પછી તેનો નાશ થાય છે. તેને બીજી વખત ફળ લાગતાં નથી, તેમ અમનસ્ક ફળ દેખ્યા પછી બીજાં કર્મ લાગતાં નથી. આમ અમનસ્ક ભાવ કે ઉન્મની ભાવ મનના જયમાં મોટું કારણ છે. નિજ સ્વરૂપ જે કિરિયા સાધે, તેહ અધ્યાત્મ લહિયે રે, જે કિરિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાત્મ કહિયે રે. શ્રી શ્રેયાંસ જિન સ્તવન : શ્રી આનંદઘનજી મહારાજ એટલે કે, જે ક્રિયા (કંઇ) કરવાથી નિજ સ્વરૂપ સાધી શકાય તે અધ્યાત્મ છે. જે ક્રિયા કરવાથી ચારે ગતિમાં જવું પડે તે અધ્યાત્મ નથી. સ્વભાવવધ્યાત્મ ૩ખ્યતે | (શ્રી ભગવદ્ ગીતા અ.૮, શ્લોક ૩) સ્વભાવ જ અધ્યાત્મ કહેવાય છે. અધ્યાત્મ એટલે આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન અર્થ કરતાં, સ્વભાવ એટલે જ આત્મજ્ઞાન ગણાય. ' તો, વાત સમજવાની છે પોતાના સ્વભાવની. આવો, આપણો જ આત્મસ્વભાવ સમજવાનો યત્ન કરીએ. સ્વભાવ એટલે શું? સીધી સાદી રીતે તો, પ્રકૃતિ, તાસીર, આદત, ટેવ, કુદરતી રીતે મળેલો ગુણ, લક્ષણ . સ્વભાવ. સ્વનું ભવન અર્થાત્ હોવું-થવું તે. શ્રી કુંદકુંદાચાર્ય દેવ વિરચિત શ્રી સમયસારજીની ગાથા ૭૧ સાક્ષી પૂરે છે. શ્રી કાર્તિકેય સ્વામી ‘કાર્તિકેયાનુપ્રેક્ષા'માં પ્રકાશે છે, વસ્તુનો સ્વ-ભાવ તે ધર્મ. એટલે કે વસ્તુનો ધર્મ તે તેનો સ્વભાવ. ‘તત્ત્વાર્થ સૂત્ર'ની રાજવાર્તિક ટીકામાં શ્રી અકલંકદેવે મૂક્યું છે, સ્વ=પોતાના અસાધારણ ધર્મ ભાવ =(દ્વારા) થવું તે. ‘કષાય પ્રાભૃત’માં શ્રી યતિ વૃષભાચાર્ય દર્શાવ્યું છે, અંતરંગ કારણ તે સ્વભાવ. પટુ ખંડાગમ ધવલાજી ટીકામાં આચાર્ય ભગવંતે સમજાવ્યું છે, આભ્યતર ભાવ તે સ્વભાવ. અર્થાત, વસ્તુસ્થિતિનો ભીતરી ગુણ જે બાહ્ય પરિસ્થિતિ પર અવલંબિત નથી. ‘પ્રવચનસાર’માં, શ્રીમદ્ કુંદકુંદાચાર્યજીએ કહ્યું છે, દ્રવ્યની ઉત્પાદ-વ્યય-ધ્રુવતાની એક્તા સ્વરૂપ પરિણામ તે સ્વભાવ. ગુણ-પર્યાયની આત્મા જ સ્વભાવ છે. સ્વભાવ અનપેક્ષ છે, નિરપેક્ષ છે, તેથી અનાદિ અનંત છે. ‘ન્યાય વિનિશ્ચય ટીકા' કહે છે, સ્વભાવ પરની અપેક્ષા રાખે નહીં, એટલે તો એ સ્વભાવ છે. ધવલા ટીકામાં, સ્વભાવમાં તર્કનો પ્રવેશ નથી. Page #185 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવના મુખ્ય બે ભેદ, સામાન્ય અને વિશેષ. સામાન્ય સ્વભાવ : અસ્તિત્વ, નાસ્તિત્વ, નિત્ય, અનિત્ય, એક, અનેક, ભેદ, અભેદ, ભવ્ય, અભવ્ય. વિશેષ સ્વભાવ : ચેતન, અચેતન, મૂર્ત, અમૂર્ત, એકપ્રદેશી, બહુપ્રદેશી, શુદ્ધ, અશુદ્ધ, વિભાવ અને ઉપચરિત. આ દસ છે તે. સ્વભાવની આટલી બધી મહત્તા ? હોય જ ને ! સ્વ-ભાવ છે. સ્વભાવ નથી તો કંઇ નથી. શ્રી કુંદકુંદસ્વામીએ તો ઉદય-ઉપશમ-ક્ષયોપશમ-ક્ષાયિક, આ ૪ ભાવોને પણ પરદ્રવ્ય ને પરસ્વભાવ કહી દીધા છે. કેમ કે, તે પર્યાય છે અને પર્યાયમાંથી નિર્મળ પર્યાય પ્રગટતી નથી. માટે એક દ્રવ્ય સામાન્ય સ્વભાવ જ ઉપાદેય છે. (શ્રી નિયમસાર, ગાથા ૫૦) ગમ, ૧૪૯ સંગીતની રીતિથી વાત કરું તો, સા..રે..ગ..મ..પ..ધ..ની..સા. સારેગમ યાને સારે સા રે ગ મ, એટલે કે, સારી યે સૃષ્ટિના ગમ-દુઃખ; प એટલે, જે પદમાં; ध એટલે, ધારે-ધારણ કરે; नी એટલે નહીં सा એટલે તે વિદ્યા, તે પદવી, તે શૈલી, તે પ્રકૃતિ. આખી આલમનું અંશ માત્ર દુ:ખ જે પદમાં નથી તે સહજ શુદ્ધ સ્વભાવ, ‘મૂળ શુદ્ધ તે આત્મપદ’ બૃહદારણ્યક ઉપનિષમાં, જનક રાજા અને યાજ્ઞવલ્ક્ય ઋષિ વચ્ચેના સંવાદનું સ્મરણ કરીએ. યાજ્ઞવલ્ક્ય ઋષિ જનક રાજાને ત્યાં જઇ પહોંચ્યા. પોતાના ગુરુજી હોવાથી જનક રાજે ભાવપૂર્વક સત્કાર કર્યો. જનક રાજા : હે ગુરુદેવ ! અનેક પ્રયત્નો પછી પણ મને મનની શાંતિ નથી. યાજ્ઞવલ્ક્ય : એ તો ઠીક, પણ મને પ્રથમ ગુરુદક્ષિણા તો આપો. જનક : જી, જરૂર આપું. આ સુવર્ણમુદ્રાઓ, વસ્ત્રાલંકારો વગેરે સ્વીકારો. યાજ્ઞવલ્ક્ય : આ બધી તો પારકી ચીજો છે. પ્રજા પાસેથી મેળવેલીછે. એનાં દાનનો તમને કોઇ અધિકાર નથી. જનક : તો હું મારાં રાજપાટ આપનાં ચરણોમાં સમર્પણ કરું છું. ન યાજ્ઞવલ્ક્ય : આ રાજપાટ તમે પોતે ઉપાર્જેલી મિલકત ન કહેવાય. એ તો પૂર્વજો પાસેથી મળેલી સંપત્તિ છે. જનક : હે ગુરુવર્ય ! સ્ત્રી-પુત્રાદિ પર મારો પોતાનો અધિકાર છે, તો આપ સ્વીકારો. યાજ્ઞવલ્ક્ય : એ બધાં પર અધિકાર છે એ મોટી ભ્રમણા છે. એ બધા તમારી આજ્ઞા ન માને, તો બળથી કે દબાણથી એ દાન તમે મને આપો; એવું દાન સ્વીકારવામાં મને લાભ કરતાં હાનિ વધુછે. વળી એ દાન હું શી રીતે સાચવું ? જનક : તો પછી આ મારું શરીર સ્વીકારો, ગુરુદેવ ! તેની પર તો મારો સંપૂર્ણ અધિકાર છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ યાજ્ઞવક્ય : ના, ના, ના. તમારા મૃત્યુ બાદ શરીર કાંઇ સાથે આવવાનું નથી, એના પર તમારો શો અધિકાર ? મને તો તમારું મન આપો, તેથી મને સંતોષ થશે. જનક હાથમાં જળ લઈને, સંકલ્પ કરીને, કહું છું કે, હે ગુરુદેવ! એ મન હવે આપનું છે. હવે મને શાંતિમંત્ર આપો. યાજ્ઞવક્ય : ઉતાવળે આંબા ન પાકે, રાજન્ ! અહીં ફરી આવીશ ત્યારે શાંતિમંત્ર આપીશ. થોડા દિવસ બાદ, જનક : ગુરુદેવ ! મને હવે જલ્દી જલ્દી શાંતિમંત્ર આપો. મારું ચંચળ મન મને બહુ પરેશાન કરે છે. યાજ્ઞવક્ય : તમારું મન તમને હેરાન કરે છે ? અશક્ય છે. મન તો તમે મને દક્ષિણામાં આપેલ છે; એ હવે તમારી પાસે હોય જ ક્યાંથી ? જનક : મન જ સર્વ અનર્થનું મૂળ છે. મન જ આત્માને બંધ-મોક્ષનું કારણ છે. હે ગુરુદેવ ! મને શાંતિમંત્ર મળી ગયો. આજથી મન મારા પર અધિકાર નહીં ભોગવે. યાજ્ઞવક્ય : રાજન્ ! વાસનાનો ત્યાગ કરશો તો, છો ત્યાં જ વસશો, આત્મામાં જ રહેશો. વિભાવ પરિણતિ ન કરે તો, સ્વભાવ તો છે જ. છીએ તે પામીએ. ध्यानधूपं मनःपुष्पं पंचेन्द्रिय हुताशनम् । क्षमाजाप सन्तोषपूजा पूज्यो देवो निरंजनः ॥ સિદ્ધ સ્તુતિ, શ્લોક ૧૫ આપણે સાયંકાલીન દેવવંદન વેળાએ આ શ્લોક બોલીએ છીએ, ખરું? હે નિરંજન દેવ ! હે સિદ્ધાત્મા પ્રભુ ! ધ્યાનરૂપી ધૂપ, મન રૂપી પુષ્પ, ક્ષમા રૂપી જાપ, સંતોષ રૂપી પૂજા વડે પાંચ ઇન્દ્રિયના વિષયોની હુતાશની-હોળી કરીને આપને નમું છું, મારો શુદ્ધાત્મા પણ તેવો જ પૂજય છે. | ‘દેવવંદનમાં પ્રત્યક્ષ દેવને બોલાવ્યો છે’ આ રીતે પણ ખરો. બહિરાત્મભાવના કાચલાંછોતરાં ઉખડી જાય, આપણને સંસારભાવથી ઉખેડી નાખે અને અંતરાત્મ દશા કે આત્મભાવમાં આણી દે એવું એમાં દૈવત છે. વળી સંધ્યાકાળે જ શા માટે? | ગોરજ ટાણે, ગોધુલિક સમયે, Twilight ટાઇમે - સમી સાંજે ગાયોનું ધણ પાછું ફરતું હોય, ડોકની ઘંટડીઓના મધુર રણકાર અને આરતી થતી હોય, નગારા વાગતાં હોય, ઘંટનાદ રણકતા હોય, ઝાલર વાગતી હોય, શંખ ફૂંકાતા હોય, ધૂપઘટાઓ પ્રસરતી હોય, ચામર વીંઝાતા હોય, મધુર નાદ ફ્લાતા હોય, અશુદ્ધિઓ દૂર થતી હોય, અધર્મો નાશ પામતા હોય અને જ્ઞાનનો-દીવાનો પ્રકાશ પથરાતો હોય તે સંધ્યા. સમ્યક્ પ્રકારે ધ્યાન થાય તે સંધ્યા. સૂર્યોદય સમયે સૂર્ય પોતાનાં કિરણો વ્યાપક રીતે લાવે છે અને સૂર્યાસ્ત સમયે બધાં કિરણોને પોતાનામાં જ સમેટી લે છે. પ્રભાતે પ્રસરણ અને સંધ્યાએ સંવરણ. ઉપાસનાના આહ્વાન અને વિસર્જનના બે સંયોગો મળીને આધ્યાત્મિક ઘટના ઘટે છે. સંધ્યા થતાં રજોગુણનો દિવસ સમાપ્ત થયો, તમોગુણની રાત્રિનો પ્રારંભ હજુ નથી થયો. સંધ્યાના સમયની ગણના ન દિવસમાં થાય, ન રાત્રિમાં થાય. દિવસ અને રાતનો સંધિકાળ તે સત્ત્વગુણનો - આત્માના સમત્વનો અને પ્રશમત્વનો પ્રતિનિધિ છે. વેદના કોઇ મંત્રમાં ઋષિ કહે છે, પક્ષીઓ સાંજે માળામાં પાછા ફરી રહ્યાં છે, તે રીતે અંતર્યામી પરમાત્મામાં નિવાસ કરવા-આશ્રય લેવા મારી તમામ વૃત્તિઓ પાછી ફરી રહી છે. પવનપુત્ર-અંજનાસુત Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ હનુમાનજી જે મોક્ષે પધાર્યા છે તેમને પણ સંધ્યાકાળના આકાશના બદલાતા ક્ષણિક રંગો અને વાદળાં પરથી વૈરાગ્ય આવ્યો હતો. શંકરાચાર્યજીના શબ્દોમાં, જેમ માળામાં દોરો મોતીઓથી ઢંકાયેલો છે, છતાં બે મોતી વચ્ચે દોરાની ઝલક પણ દેખાય છે. તેવી જ રીતે ચૈતન્ય શક્તિ બે વિકલ્પો વચ્ચે ઢંકાયેલી રહે છે, પરંતુ બેઉના વચલા ગાળામાં, બે વિકલ્પોની વચ્ચે ચૈતન્યશક્તિ પ્રગટ થાય છે. - આપણા શ્વાસોચ્છવાસ ચાલે છે ત્યારે પણ બે શ્વાસની વચ્ચે શાંત રહે છે. તે સમયે ચિત્ત પ્રગટ થાય છે. બાકી તો ચિત્ત વિચારો-વૃત્તિઓથી ઢંકાયેલું રહે છે. પરંતુ એક આવરણ દૂર થાય અને બીજું આવે એની વચ્ચેની ક્ષણોમાં એ સ્પષ્ટ દેખાય છે, એ ઉજજવળ સમય છે. બધી ચિંતા, વિચાર, વૃત્તિથી મુક્ત-શાંત સમય. આ વચગાળાની મુક્તિની – નિર્વિકલ્પ ક્ષણને લંબાવવાનો પુરુષાર્થ, એ જ ઉપાસના. जं सामण्णं गहणं, भावाणं णेव कट्टमायारं । अविसेसिदूण अठे, दंसणमिदि भण्णए समए ॥ આ બૃહદ્ દ્રવ્ય સંગ્રહ, શ્લોક ૪૩ : શ્રી નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીદેવ અર્થાતુ પદોમાં વિશેષપણું કર્યા વિના-ભેદ પાડ્યા વિના, આકાર અર્થાત્ વિકલ્પ કર્યા વિના, પદાર્થોનું જે સામાન્યપણે (સત્તાવલોકન રૂ૫) ગ્રહણ તેને પરમાગમમાં દર્શન કહેવામાં આવે છે. તાત્પર્ય કે, જ્યારે કોઇપણ કંઈ પણ અવલોકે છે - જુએ છે ત્યારે જ્યાં સુધી તે વિકલ્પ ન કરે ત્યાં સુધી સત્તા માત્રના ગ્રહણ રૂપ દર્શન કહેવાય છે, વિકલ્પ થતાં જ્ઞાન કહેવાય છે. અહીં દર્શન કહેતાં દર્શનોપયોગ છે, જ્ઞાન કહેતાં જ્ઞાનોપયોગ છે. આમ, એક શેય તજી અન્ય શેયના ગ્રહણ પહેલાંની નિર્વિકલ્પ સ્થિતિની વાત આવી. આ સ્થિતિને “આવ્યું બહુ સમદેશમાં' કહી શકાય. આને ‘આવ્યું તેમ સ્વભાવમાં” પણ કહી શકાય. - શુકદેવજીને અંશે પણ અજંપો અને અધૂરપ લાગતાં જનક વિદેહી પાસે જ્ઞાનપ્રાપ્તિ માટે ગયા. શુકદેવજી શાંત થયા, નીચેનો શ્લોક જનકજી પાસેથી સાંભળીને. दष्टदर्शनदश्यानां मध्ये यदर्शनं स्मतम । नातः परतरं किंचिन्निश्चयाऽस्त्यपरो मुने ॥ | મહોપનિષદ્, શ્લોક ૬૯ 'હે મુનિ ! દષ્ટા, દર્શન અને દેશ્યની મધ્યે જે દર્શન કહેવાય છે, તેથી વધારે શ્રેષ્ઠ કંઇ નથી, આ સર્વોત્કૃષ્ટ નિશ્ચય છે. | બીજી રીતે, દૃષ્ટા અને દશ્યનો અસ્ત થતી વખતે વચ્ચે જે અવસ્થા થાય તે સ્વરૂપસ્થિતિનું નામ યોગભૂમિકા. આ યોગભૂમિકા એ જ મોક્ષ. આ સંધિકાળની ક્ષણને શૂન્યત્વ કહો કે અખંડ ક્ષણ કહો, મુક્તાત્માની ક્ષણ કહો કે ખાલી આકાશ જેવી બહારથી વ્યાપક અને અંદરથી શૂન્ય ક્ષણ કહો. ભીતરમાં છલાંગ લાગી જાય તો વૈશ્વિક ચેતના સાથે અનુસંધાન થઇ જાય. પ્રથમ ત્રણ કાળને મૂઠીમાં લીધો, એટલે મહાવીર દેવે જગતને આમ જોયું. (પત્રાંક ૧૫૬) અનંતતા Infinity ને મુઠ્ઠીમાં બંધ રાખવી અને શાશ્વતી – eternity ને ક્ષણમાં પ્રત્યક્ષ કરવી. William Black નામના કવિની કેવી મઝાની વાત? કવિરાજ કૃપાળુ પ્રભુએ પણ કેવો રાઝ રમતો મૂકી દીધો છે? આ ક્ષણને પકડી લેવાની છે. કણબીને કણની કિંમત, વેપારીને મણની કિંમત અને સાધકને ક્ષણની કિંમત હોય જ હોય. “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહો રાચી રહો?” વિભાવ-પરભાવ ન કરે Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ તો, સ્વભાવ તો છે જ. પાસે જ છે, સાથે જછે, તેમાં રહી જાય, સ્થિતિ કરી જાય તો સુત્તમ. વિભાવ સ્વભાવથી વિરુદ્ધ ભાવ નથી, વિશેષ ભાવ છે. સ્વભાવ વિના વિભાવ થઇ શકતો નથી. અનાદિ કર્મ સંયોગો, જીવ સાથે વિભાવથી; સ્વભાવનું થતાં ભાન, તૂટે કર્મની સંતતિ. પ્રજ્ઞાવબોધ પુષ્પ ૨૨ : પ.પૂ.બ્રહ્મચારીજી યુરોપના કોઇ કવિએ ક્ષણની શાશ્વતીની વાત આ રીતે કાવ્યમાં કહી છે : I am the pause between two notes. હું સંગીતના બે સૂર વચ્ચેની રિક્તતા છું અને સંગીત-સૂરાવલિ અખંડ-અકબંધ રહે છે. એક સંગીતશે પણ કહ્યું છે કે, સૂરોમાંથી સંગીત નથી નીપજતું પણ બે સૂર વચ્ચેના અવકાશ-શૂન્યતામાંથી સંગીત નીપજે છે... between the lines... વાંચતાં આવડવું જોઇએ, તેવું જ અધ્યાત્મની સૃષ્ટિમાં પણ ખરું અને ખાસ. આત્મસ્વભાવે ન વિકલ્પ કોઇ, વિભાવથી ભિન્ન સુખી અમોહી; નિબંધ, અસ્પૃષ્ટ, અનન્ય ભાળો, સદા ય આત્મા સ્થિરતા જ વાળો. શ્રી રાજચંદ્ર પ્રભુપાદ વંદું... પ્રજ્ઞાવબોધ પુષ્પ ૯૭ : પ.પૂ.બ્રહ્મચારીજી વર્ષે નિજ સ્વભાવનો, અનુભવ, લક્ષ, પ્રતીત; વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમકિત. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૧૧૧ ‘જ્ઞાનનું ફળ વિરતિ છે.’ જે વાંચવાથી, સમજવાથી તથા વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવનાં કાર્યોથી અને વિભાવનાં પરિણામથી ઉદાસ ન થયો, વિભાવનો ત્યાગી ન થયો, વિભાવનાં કાર્યોનો અને વિભાવનાં ફળનો ત્યાગી ન થયો, તે વાંચવું, તે વિચારવું અને તે સમજવું અજ્ઞાન છે. વિચારવૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે, એમ કહેવાનો જ્ઞાનીનો પરમાર્થ છે. (પત્રાંક ૭૪૯) વિભાવનો ત્યાગી થાય તે ક્યાં રહે ? ક્યાં જાય ? ક્યાં આવે ? તો કહે, ‘આવ્યું તેમ સ્વભાવમાં.’ કેવળ નિજ સ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહિયે કેવળ જ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૧૧૩ સર્વ આભાસ રહિત આત્મસ્વભાવનું જ્યાં અખંડ એટલે ક્યારે પણ ખંડિત ન થાય, મંદ ન થાય, નાશ ન પામે એવું જ્ઞાન વર્તે તેને કેવળજ્ઞાન કહીએ છીએ. જે કેવળજ્ઞાન પામ્યાથી ઉત્કૃષ્ટ જીવન્મુક્ત દશા રૂપ નિર્વાણ, દેહ છતાં જ અત્ર અનુભવાય છે. સ્વભાવમાં આવવા માટે આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે કોઇ પણ મુખ્ય ઉપાય હોય તો આત્મારામ એવા જ્ઞાની પુરુષનો નિષ્કામ બુદ્ધિથી ભક્તિયોગરૂપ સંગ છે. અમને વારંવાર સમીપમાં છીએ એમ સંભારી જેમાં આ સંસારનું ઉદાસીનપણું કહ્યું હોય તે હાલ વાંચો, વિચારો. આત્માપણે કેવળ આત્મા વર્તે એમ જે ચિંતવન રાખવું તે લક્ષ છે, શાસ્ત્રના પરમાર્થરૂપ છે. (પત્રાંક ૪૩૨) આત્મસ્વભાવની નિર્મળતા થવાને માટે મુમુક્ષુ જીવે બે સાધન અવશ્ય કરીને સેવવા યોગ્ય છે; સશ્રુત અને સત્સમાગમ, પ્રત્યક્ષ સત્પુરુષોના યોગના અભાવે સશ્રુતનો પરિચય અવશ્ય કરીને કરવા યોગ્ય છે. શાંત રસનું જેમાં Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ મુખ્યપણું છે, શાંતરસના હેતુએ જેનો સમસ્ત ઉપદેશ છે, સર્વે રસ શાંતરસગર્ભિત જેમાં વર્ણવ્યા છે, એવાં શાસ્ત્રનો પરિચય તે સત્કૃતનો પરિચય છે. (પત્રાંક ૮૨૫). જેની નિષ્કારણ કરુણાને ખવતાં નિત્ય નિરંતર, પ્રગટે આત્મસ્વભાવ સહજ તે વસજો અમ અંતર; ગાઓ ગાઓ, મુમુક્ષુ સર્વે પ્રભુકૃપાનાં ગાન. | બા.બ્ર.પ.પૂ.ડૉ.શાન્તિભાઇ પટેલ અહો સપુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ ! સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત સંયમ અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત; છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી, અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવંત વર્તો ! ૩ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ (પત્રાંક ૮૭૫) અંતમાં, શ્રી હેમચંદ્રાચાર્યજી ‘વીતરાગ સ્તવ'માં પ્રકાશે છે કે, જે આશ્રવ છે તે ભવહેતુ છે અને સંવર છે તે મોક્ષહેતુ છે, એવી આ આહતી મુષ્ટિ છે. અર્થાત્ આશ્રવથી બંધ છે અને સંવરથી મોક્ષ છે એટલું કહીને અહંતુ ભગવત્ મુઠ્ઠી ખંખેરીને ચાલતા હતા. આ માર્ગનો સાર સર્વસ્વ આહતી મુષ્ટિમાં સમાયછે. આ ટૂંકો ટચ ને ચોખો ચટ માર્ગ ભગવાને આટલા સંક્ષેપમાં જ કહ્યો છે, બાકી બીજું બધું છે તે આ સંક્ષેપ માર્ગનું પ્રપંચનવિસ્તરીકરણ છે. ‘સ્વભાવમાં રહેવું, વિભાવથી મૂકાવું' એ જિન પ્રવચનની મુખ્ય આજ્ઞા છે, એ જ શાસન સર્વસ્વ છે, એ જ પ્રવચનસાર છે, એ જ સુત્ર પરમાર્થ છે. વિભાવ રૂપ અધર્મમાંથી નિવૃત્તિ કરાવી, સ્વભાવ રૂપ ધર્મ પમાડવો એ જ જિન પ્રવચનનું મુખ્ય પ્રયોજન છે, એ જ ઉદ્દેશ છે, એ જે ઉપદેશ છે, એ જ આદેશ છે અને એ જ આત્માનો વાસ્તવિક ધર્મ છે. ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર. (૨) ઇદવ છંદ જે ગુરુરાજ સમાધિ રસે, પરિપૂર્ણ સુખી પરમાતમ પોતે, સર્વ વિકલ્પરહિત થયા, નહિ કોઇ મનોરથ આતમ જયોતે; તે પદમાં પ્રણમી મનથી, તજી સર્વ મનોરથ લૌકિક જે જે, સર્વ વિકલ્પ જવા ત્રણ સેવીશ, શુભ મનોરથ સાધક તે તે. - પ્રજ્ઞાવબોધ પુષ્ય ૧૨ : પ.પૂ.બ્રહ્મચારીજી પાર વિનાનાં પુદ્ગલ પરાવર્તન, અનાદિ કાળનાં અટન, ચાર ગતિ-ચોવીસ દંડક - Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ચોરાશી લક્ષ જીવયોનિનાં ભવભ્રમણનું મૂળ કારણ શું? ગૌતમ સ્વામીને મહાવીર સ્વામીની વિદ્યમાનતામાં કેવળ જ્ઞાન કેમ ન થયું ? જડ-ચેતનનો વિવેક કેમ થતો નથી? એવો ક્યો મંગળ નડે છે જે આપણું અમંગળ કરે છે? | ભવભ્રમણનું મૂળ કારણ જીવનો મોહ છે. મોહભાવ વશાતુ ૫રમાં અહંત-મમત્વભાવ અને તેને લીધે ઉત્પન્ન થતા રાગદ્વેષ રૂપ સંકલ્પવિકલ્પ જનિત વિભાવ છે. સ્વરૂપને ભૂલી નિરંતર વિભાવો કર્યા કરે છે અને મોહ વિકલ્પ નવીન કર્મબંધનનું કારણ બનતાં પરિભ્રમણ ચાલુ જ રહ્યા કરે છે. મોહ સંસારનું પ્રબળ કારણ છે. નીરાગી નિર્વિકાર મહાવીર મારામાં મોહિની રાખે? (શિક્ષાપાઠ ૪૪) એમ વિચારતાં અને અંતર્મુખ થતાં ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન થયું. મોહાચ્છાદિત દશાથી વિવેક ન થાય એ ખરું. નહિ તો વસ્તુગતે એ વિવેક ખરો છે. (પત્રાંક ૧૧૨) અહો પામર! તું શું મોહે છે? એ મોહ મંગળદાયક નથી. (શિક્ષાપાઠ ૭૧) સંસારની દેખાતી ઇદ્ર વારણા જેવી સુંદર મોહિનીએ આત્માને તટસ્થ લીન કરી નાખ્યો છે. મોહિનીથી સત્યસુખ અને એનું સ્વરૂપ જોવાની આકાંક્ષા પણ કરી નથી. (શિક્ષાપાઠ પ૨) હે નાથ ! સાતમી તમતમપ્રભા નરકની વેદના મળી હોત તો, વખતે સમ્મત કરત પણ જગતની મોહિની સમ્મત થતી નથી. (પત્રાંક ૮૫) મિથ્યાત્વ મુખ્ય મોહ છે. અવિરતિ ગૌણ મોહ છે. પ્રમાદ અને કષાય અવિરતિમાં અંતર્ભાવી શકે છે. યોગ સહચારીપણે ઉત્પન્ન થાય છે. હાથનોંધ ૨:૮ મોહ રાજાનાં રાજ (રાજય)થી સમસ્ત સંસાર સર્જાય છે. મોહ રાજા શી રીતે ? રાજા જેમ પ્રજાનું પાલન કરે છે તેમ મોહ દુર્ગુણોને પાળે-પોષે છે. રાજા જેમ પ્રજાનું રક્ષણ કરે છે તેમ મોહ સદ્ગુણોથી બચાવે છે, આવવા દેતો નથી. રાજા રાજ્યનો વિકાસ-વિસ્તાર કરે છે તેમ મોહ અસત્નો, વિપર્યાસનો વિસ્તાર કરે છે. ટૂંકમાં, મોહના વિકલ્પથી આ સમગ્ર સંસારનું, કુલ સંસારનું, સારા સંસારનું, સબ સંસારનું વર્ધન છે, ઉત્પાદ છે, ઉપજન છે, મૂળ છે. મોહના વિકલ્પથી આ સંસાર સમસ્ત - સમ્+સ્ - બધી બાજુથી અસ્તિત્વ ધરાવે છે. એક તિબેટીની જૂની બોધકથા છે. એક હતો ગરીબ પણ ભારે મહેનતુ. તનતોડ મજૂરી કરીને અનાજની એક ગૂણ બચાવી. રોજ રોજનું પૂરું કરે તેને માટે એક ગૂણ અનાજનો સંઘરો તો અધધધ બની જાય. આ ગૂણનું અનાજ ઉંદર ખાઈ જાય તો? કોઇ ચોરી જાય તો? એને માટે અનાજનો સંઘરો તો મોટી ચિંતાનો વિષય બની ગયો. એણે રસ્તો શોધી કાઢયો. ગૂણને દોરડાથી બાંધી પોતાની ઝૂંપડીની પડાળે એક વળી સાથે બાંધી દીધી. તેને થયું, હવે ઉંદર તો નહીં ખાઇ શકે. ત્યાં વિચાર આવ્યો કે કોઇ ચોર આવી ચોરી જાય તો? તેણે અનાજની ગૂણ નીચે જ સૂવાનું નક્કી કર્યું. હવે ચોરની બીક પણ ન રહી. તે ગૂણની નીચે સૂતાં સૂતાં ઘોડા ઘડવા લાગ્યો. આ અનાજમાંથી થોડું થોડું તે નફો કરી વેંચશે. તેમાંથી બીજું અનાજ ખરીદશે અને પોતે અનાજનો મોટો વેપારી બની જશે. ઘણા ય મા-બાપ પોતાની કન્યા Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ મને - મોટા દાણાવાળાને આપવા તૈયાર થશે. એ પહેલાં મારે નવું મકાન ચણાવવું પડશે. આવી તૂટી-ફૂટી ઝૂંપડીમાં રહેવાનું હવે પાલવે નહીં. દાણાવાળાની નજર સામે નવું મકાન ચણાતું અને પોતાના લગ્ન ધામધૂમથી થતાં હોય એવું ચિત્ર રમવા માંડ્યું, પછી તો પોતાને ત્યાં પુત્રજન્મની વધામણી સંભળાવા લાગી. પુત્રનું નામ શું રાખવું એ વિચાર સળવળ્યો. એ જ પળે નાનકડી બારીમાંથી ચંદ્રને ઊગતો જોયો. કીર્તિચંદ્ર જ નામ પાડીશ. હજુ તે કીર્તિચંદ્ર નામ બોલે ત્યાં ઉંદર વળી પર ચડી ગયો હશે. તેણે દોરડું કાપી નાખ્યું. માથા ઉપર ગૂણ પડતાં જ અનાજનો વેપા૨ી ત્યાં ને ત્યાં ઢળી પડ્યો. આ બોધકથા કલ્પનાના ઘોડા દોડાવતા જતા — ઘોડદોડવાસીઓ માટે છે. મનની ઘોડાદોડ અટકાવીને આપણે માથે શું લટકે છે તે જરા જોઇશું ખરા ? હે જીવ ! તું ભ્રમા મા, તને હિત કહું છું. અંતરમાં સુખ છે. હે જીવ ! ભૂલ મા, તને સત્ય કહું છું. સુખ અંતરમાં છે. બહાર શોધવાથી નહીં મળે. અંતરનું સુખ અંતરની સ્થિતિમાં છે; સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ. (પત્રાંક ૧૦૮) હે જીવ ! સ્થિર દૃષ્ટિથી કરીને તું અંતરંગમાં જો, તો સર્વ પરદ્રવ્યથી મુક્ત એવું તારું સ્વરૂપ તને પરમ પ્રસિદ્ધ અનુભવાશે. (હાથનોંધ ૨:૭) પંડિતવર્ય શ્રી બનારસીદાસજી નવે નવ પુત્રોના વિયોગ બાદ લખે છે, अन्तर्दष्टिसे सोचो तो, बाहर न सुखदुःख है । जितना मोह परिग्रह घटता, उतना सुख सन्मुख है I પ્રત્યાહાર એટલે સર્વ ઇન્દ્રિયને અંતર્મુખ કરવી. શ્રી સૂયગડાંગજી સૂત્ર (અ.૧:૮:૧૬) અને શ્રી ભગવદ્ ગીતામાં (અધ્યાય ૨, શ્લોક ૫૮) આવે છે કે, જેમ કાચબો પોતાનાં અંગોને સમેટી લે છે તેમ આત્મા જ્યારે ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયોમાંથી સમેટી લે છે ત્યારે એની બુદ્ધિ સ્થિર થાય છે, આ પ્રત્યાહાર છે. ‘સમજણ બીજી પછી કહીશ, જ્યારે ચિત્તે સ્થિર થઇશ. (પત્રાંક ૧૦૭) શરીરમાં પેસેલું શલ્ય-કાંટો-શૂળ ખેંચી કાઢવા માટે બે ઉપાય છે. કાં તો જોરથી ખેંચી કાઢવું, કાં તો તે ભાગ ઢીલો થતાં આપોઆપ આસાનીથી નીકળી જવું જોઇએ. આમાં પહેલા પ્રકારમાં ઘણું બળ વાપરવું પડે, કષ્ટ ઉઠાવવું પડે. તેમ મનઃશલ્ય દૂર કરવા માટે અનેક પ્રકારની મન-વચન-કાયાની કષ્ટ ક્રિયા કરવા છતાં તે શલ્ય માંડ-માંડ નીકળે છે અથવા નીકળતું નથી. પણ મનનું શિથિલપણું-ઢીલાપણું કરવામાં આવે તો મનઃશલ્ય સ્હેજે નીકળી જાય છે. એટલે કે, મન-વચન-કાયાની કઠોર ક્રિયા સર્વથા સંહરી લઇ, દૂર કરી શ્લથપણાથીશિથિલપણાથી જ મનને વિયોજિત કરવું, આત્મામાંથી અલગ કરી દેવું. મનને loose, relaxed મૂકતાં આપમેળે નીકળી જાય છે. આમ માયા શલ્ય, મિથ્યાત્વ શલ્ય અને નિદાન શલ્ય જે મહાપ્રયાસે કાઢવા મુશ્કેલ તે વિના આયાસે અંતર્મુખ થતાં દૂર થઇ જાય છે, વિલય થઇ જાય છે. (વીતરાગ સ્તવ, પ્રકાશ ૧૪, શ્લોક ૧ : શ્રી હેમચંદ્રાચાર્યજી) મન ઢીલું મૂકાય, મન વીલું ન મૂકાય. પરમ કૃપાળુદેવે ૧૭ વર્ષની વય પહેલાં સમ્યક્ અનેકાન્તનું કેવું રટણ કર્યુંછે ! ૫૨ભાવથી વિરક્ત થા, સ્વરાજ પદવી સ્વતપ આત્માનો લક્ષ રાખો, સ્વદ્રવ્ય અન્યદ્રવ્ય ભિન્નભિન્ન જુઓ, સ્વદ્રવ્યના રક્ષક-વ્યાપક www.jainpibrary.or Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ધારક-રમક-ગ્રાહક ત્વરાથી થાઓ વગેરે બોલ નં.૧૦૩થી ૧૧૯માં, વિધિ-નિષેધરૂપ અસ્તિ-નાસ્તિનો અને કાન સિદ્ધાંત પ્રરૂપતાં, મોહ વિકલ્પના ત્યાગનો ઉપાય બતાવ્યો છે. - વળી, શિક્ષાપાઠ ૯માં, આ સંસાર તે મારો નથી. હું એથી ભિન્ન, પરમ અસંગ, સિદ્ધ સદેશ આત્મા છું, એવી આત્મસ્વભાવવર્તના તે નિશ્ચય ધર્મ છે. શ્રી સમયસારજીની ગાથા ૧૧મી પણ એ જ કહે છે ને ? પોતાનો ત્રિકાળ સ્વભાવ પરમ અસંગ સિદ્ધ સંદેશ આત્મા છે અને એને જ આશ્રયે સમ્યક દર્શનાદિ સર્વ શુદ્ધ અવસ્થાઓ પ્રગટે છે. અહો જ્ઞાન ! અહો સ્વરૂપ ! ૧૪-૧૫-૧૭ વર્ષની વયે તત્ત્વનો કેવો નિર્ધાર છે ! અહો ! અહો ! શ્રી સદ્ગુરુદેવ ! હો વંદન અગણિત. આત્માના અનંત ધર્મોમાં મુખ્ય ધર્મ જ્ઞાનછે. પરાશ્રય બુદ્ધિછૂટી, અંતર્મુખ થવામાં જ્ઞાન જ કારણ છે. જ્ઞાનમાં જ્ઞાન માત્રનું વદન થવું એ જ અંતર્મુખપણું છે. તે સમયે નિજ જ્ઞાન વેદનમાં રાગ અને પરનાં વેદનનો અભાવ છે, તેમ અનુભવગોચર થતાં, રાગ અને પરથી ભિન્નપણું થયું કહેવાય. તેથી જ્ઞાન થતાં શ્રદ્ધાન થાય છે. અને ત્યારે જ ઉપયોગ સ્વરૂપમાં ઠરવા-સ્થિર થવા સમર્થ થાય છે. - ચેતના સ્વભાવ સર્વ જીવોમાં વિદ્યમાન છે. તેના થકી જ જીવ સ્વને અને પરને જાણે છે. તેનો સ્વભાવ જ જાણવું અને દેખવું છે. જે સ્વને જાણે છે તેને દર્શન કહે છે, પરને જાણે છે તેને જ્ઞાન કહે છે. આત્મામાં એક ચેતન ગુણ છે અને તેમાં દીપકની જેમ સ્વ પર અવભાસક (સ્વ પર પ્રકાશક) ગુણ છે. આ સિવાયના સર્વ ગુણ નિર્વિકલ્પ છે. આ જ્ઞાન ગુણ એક જ વિકલ્પવાન છે. અત્રે વિકલ્પનો અર્થ છે, અર્થને અવભાસ કરવું જણાવવું. આ ગુણ જ આત્માને અને પરને અવભાસ કરે છે. ચૈતન્યનો ચમત્કાર જ આત્માનું અસ્તિત્વ બનાવે છે. ‘પંચાધ્યાયી'માં, ઉપયોગનું બદલવું તે વિકલ્પ. તે વિકલ્પ જ્ઞાનની પર્યાય છે. જ્ઞાનોપયોગ એક પદાર્થથી બીજા પદાર્થ તરફ જાય તે જ ઉપયોગ સંક્રાન્તિ. વિકલ્પ બે પ્રકારે, રાગાત્મક અને જ્ઞાનાત્મક, રાગના સદૂભાવમાં જ જ્ઞાનમાં જ્ઞપ્તિ પરિવર્તન થાય છે તે રાગાત્મક વિકલ્પ, રાગના અભાવને કારણે કેવલજ્ઞાન , સ્વસંવેદન જ્ઞાન કે શુક્લધ્યાન નિર્વિકલ્પ થાય છે. આમ, મોહના વિકલ્પથી સંસાર છે અને અંતર્મુખતામાં મોહના અભાવે મોક્ષ છે. विष और अमृत दोनों एक ही समंदरमें है । शंकर और कंकर दोनों एक ही कंदरमें है । ज़माना चुनाव का है, चुनाव कर लो । प्रभुता व पशुता दोनों तुम्हारे ही अंदर है । વિવેકબુદ્ધિ નથી તેથી મોહ છે, પશુતા છે અને વિવેક છે તેથી અંતર્મુખતા છે, પ્રભુતા છે. ઉપયોગનું પરમસ્વરૂપમાં જોડાણ થવું તે યોગભક્તિ. આ યોગભક્તિ નિર્વાણની હેતુભૂત હોવાથી નિર્વાણભક્તિ. જિનોક્ત તત્ત્વમાં આત્માને જોડવો તે સમાધિભક્તિ. સમ્યફ રત્નત્રય પરિણામોનું ભજન તે નિશ્ચય ભક્તિ. આવી ભક્તિને વરતાં ને ભગવત્ સ્વરૂપને ભજતાં થકાં આ આખરી સંદેશો અણમોલ ઉપહાર છે, અમૂલ પ્રાભૃત છે,અનોખી ભેટ છે, અનન્ય સિદ્ધિ છે, નિયમસાર છે.' संकल्पसंक्षयवशाद्गलिते तु चित्ते संसार मोहमिहिका गलिता भवन्ति । स्वच्छं विभाति शरदीव खमागतायां चिन्मात्रमेकमजमाद्यमनन्तमन्तः ।। મહોપનિષદુ, શ્લોક ૫૩ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ અર્થાત્ સંકલ્પોના નાશને લીધે ચિત્ત જયારે ગળી જાય છે ત્યારે સંસાર રૂપ મોહની ઝાકળ પણ ગળી જાય છે, પછી શરદ ઋતુનાં સ્વચ્છ આકાશની જેમ અજન્મા અને આદિ-અંત રહિત એક માત્ર ચૈતન્ય જ પ્રકાશે છે. કૃપાળુદેવની શ્રીમુખે આજ્ઞાથી અને વરદ હસ્તે પ્રભુશ્રીજીને અપાયેલ પૂજ્યપાદ સ્વામી વિરચિત ‘સમાધિ શતકના સઘન સ્વાધ્યાયના પરિપાકરૂપે, ૧૭મી ગાથાનું ઓર માહાભ્ય ગાયું તે શું હશે ? एवं त्यक्त्वा बहिर्वाचं त्यजेदन्तरशेषतः । एष योगः समासेन प्रदीप: परमात्मनः ॥ અર્થાત્ બાહ્ય વાચા તથા અંતર્વાચાનો સંપૂર્ણ ત્યાગ થતાં જ પરમાત્મપદ સાથે જોડાઇ જવાય છે. જહાં કલપના-જલપના, તહાં માનું દુઃખકાંઇ; મિટે કલપના-જલપના, તબ વસ્તુ તીન પાઈ. - હાથનોંધ ૧:૧૨ બાહ્ય વાચાનો ત્યાગ તો ઘણાં કરે છે અને મૌનવ્રત સેવે છે. પણ સાથે નદીના પ્રવાહની પેઠે ચાલ્યા જ કરતી અંતર વાચા, કલ્પના, જલ્પના મિટાવી દે તો તે સમયે ત્યાં જ રત્નત્રયની પ્રાપ્તિ થાય છે. પરમાત્મપદ રૂપી દીવો પ્રગટાવવાનો આથી ટૂંકો રસ્તો ક્યો છે? यतो वाचो निवर्तन्ते विकल्पकलनान्विताः । विकल्पसंक्षयाज्जन्तो पदं तदवशिष्यते ॥ | અન્નપૂર્ણા ઉપનિષદ્દ, અધ્યાય ૨, શ્લોક ૩૩ અર્થાત્ વિકલ્પો કરવા સાથે જ્યાંથી પાણી પાછી ફરે છે તે પદ પ્રાણીના વિકલ્પોનો નાશ થવાથી બાકી રહે છે. ‘અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ.' (શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૫૧) is ‘દશ્ય છે જ નહિ' એવા બોધ વડે મનમાંથી દશ્ય જો સાફ થઇ જાય તો, નિર્વાણની પરમ શાંતિ પ્રાપ્ત થાય છે, મોક્ષનો રસ્તો પણ સાફ થાય છે, મોક્ષ માર્ગ આપે છે. કારણ કે, સમસ્ત સંસાર માર્ગનું અંતર કપાઇ ગયું, એક માત્ર અંતર્મુખ અવલોકન થતાં. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે તેમ, अहं ममेति मन्त्रोऽयं मोहस्य जगदान्यकृत् । क्षयमेव हि नपूर्व : प्रतिमन्त्रोऽपि मोहजित् ॥ અર્થાત્ હું અને મારું એ મોહના મંત્ર આગળ “ન' લગાડી લેતાં તે મોહ જીતવાનો મંત્ર થઇ જાય છે. | જિનાગમની શૈલીએ દર્શન મોહ અને ચારિત્ર મોહ કહો, વેદાંતની રીતિએ અજ્ઞાનની સાત ભૂમિકા કહો કે અધ્યાત્મ શૈલીએ શ્રી સમયસારજીની સાખે કર્નાકર્મપણું કહો – આ મોહ છે, મિથ્યાત્વ છે, અજ્ઞાન છે. विकल्पकः परं कर्ता विकल्पः कर्मकेवलम् । न जातु कर्तृ कर्म त्वं सविकल्पस्य नश्यति । શ્રી સમયસારજી કળશ ૯૫ : શ્રી અમૃતચંદ્રાચાર્યજી Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ અર્થાત્ વિકલ્પ કેવળ કર્તા છે અને વિકલ્પ જ કેવળ કર્મ છે. જે જીવ વિકલ્પ સહિત છે. તેનું કર્તાકર્મપણું કદી નાશ પામતું નથી. અત્રે વિકલ્પ એટલે શેયના ભેદથી જ્ઞાનમાં ભેદ માલૂમ થાય છે. અને સંકલ્પ એટલે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નોકર્માદિ પુદ્ગલ દ્રવ્યોમાં પોતાની કલ્પના કરવી તે. સંકલ્પ-વિકલ્પથી રહિત થવું એ મહાવીરનો મુખ્ય માર્ગ છે. (પત્રાંક ૧૨૩) સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ એ જ નિગ્રંથનો પરમ ધર્મ છે. એક સમય પણ ઉપયોગ બહિર્મુખ કરવો નહીં એ નિગ્રંથનો મુખ્ય માર્ગ છે. (પત્રાંક ૭૬૭) निज रूपं पुनर्याति मोहस्य विगमे सति । उपाध्य भावतो याति स्फटिकः स्वस्वरूपताम् । યોગસાર, સંવર અધિકાર : શ્રી અમિતગતિ આચાર્ય અર્થાત્ મોહનો વિનાશ થઇ જતાં જીવ ફરીથી પોતાનાં નિર્મળ સ્વરૂપને પ્રાપ્ત થાય છે. જેવી રીતે રક્ત પુષ્પાદિ રૂપ ઉપાધિનો અભાવ થઇ જવાથી સ્ફટિક પોતાનાં શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત થાય છે. એટલે કે, મોહના વિકલ્પથી સમસ્ત સંસારની ઉપજ-ઉત્પત્તિ-ઉત્પાદ હતો તે અંતર્મુખ અવલોકતાં, વિલય-વ્યય થયો અને આત્મા એની ધ્રુવતા ધારીને રહ્યો. હણી મોહગ્રંથિ, ક્ષય કરી, રાગાદિ સમ સુખદુઃખ જે; જીવ પરિણમે શ્રમણ્યમાં, તે સૌખ્ય અક્ષયને લહે. - પ્રવચનસાર ગાથા ૧૯૫ : શ્રી કુંદકુંદાચાર્યજી એટલે કે, મોહગ્રંથિનો ક્ષય કરવાથી, મોહગ્રંથિ જેનું મૂળ છે એવા રાગદ્વેષનું ક્ષપણ થાય છે. તેથી સમસુખદુ:ખ એવા તે જીવને પરમ મધ્યસ્થતા જેનું લક્ષણ છે એવા શ્રમણ્યમાં ભવન-પરિણમન થાય છે, અને તેથી અનાકુળતા જેનું લક્ષણ છે એવા અક્ષય સૌખ્ય-સુખની પ્રાપ્તિ થાય છે. કૃપાળુદેવ જેવા અપવાદરૂપ ઓલિયા પુરુષે અસાધારણ પુરુષાર્થથી મોહના ઘરમાં રહીને જ મોહને મહાત કર્યો. કુટુંબ છે તે મોહને રહેવાનો અનાદિ કાળનો પર્વત છે. (પત્રાંક ૧૦૩) મોહ નિર્મૂળ કરવાનો માર્ગ છે, માલિક સાથે મહોબ્બતનો. પરપ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે... મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહિયે જ્ઞાની દશા, બાકી કહિયે ભ્રાંત. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા ૧૩૯ મઢી આ મોહની મૂકો, અનાદિ કેદથી છૂટો; સુદર્શનના બધા અંગો, ઉપાસી કર્મને કૂટો. ચઢીને મોક્ષને પંથે, મહા આનંદ રસ પામો, વિસારી સર્વ વિકલ્પો, સમાજો જયાં નહીં નામો. પ્રજ્ઞાવબોધ પુષ્પ ૯૧ : ૫.પૂ.બ્રહ્મચારીજી Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ મીઠાની પૂતળી, પડી દરિયામાં. દરિયાનું ઊંડાણ માપવા. શું થાય ? આખીને આખી ઓગળી ગઈ. બહાર કોણ આવે? સાધક પણ સાધનામાં મન મૂકીને ઓગળી જાય તો સંસાર વિલય થઈ જાય છે, શુદ્ધાત્માની અનુભૂતિ થઈ જાય છે અને આખરે સિદ્ધાટે પહોંચે છે. પણ શ્રી પુરુષની કૃપાબળે, શ્રી ગુરુના ગમે, પરમકૃપાળુની કૃપાએ. ઉપાદાનનું નામ લઈ, એ જ તજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે બ્રાન્તિમાં સ્થિત. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર, ગાથા ૧૩૬ અંતમાં, કવ્વાલી-ગઝલ અનંત ભવ તણાં કાપો, કૃપાળુ આજ મુજ કાપો; ભુલાવી સર્વવિકલ્પો, ચરણમાં ચિત્ત સ્થિર સ્થાપો. હે મહા મોહહારી દેવાધિદેવ ! યાચના એટલી સ્વામી અમારી, મોહ અમારો મારો. હે ગુરુરાજ ! તમે જાણો છો સઘળું, છોરુ અમે તો તમારાં.... પદ્મનંદી આલોચના : ૫.પૂ.બ્રહ્મચારીજી છે શક મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા,8 માન અમાને વર્તે તે જ સ્વભાવ જો; જીવિત કે મરણે નહીં ચૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. એમ પરાજય કરીને ચારિત્ર મોહનો, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જો; શ્રેણી ક્ષપક તણી કરીને આરઢતા, અનન્યચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો. એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ અમૂર્ત સહજપદ રૂપ જો. પરમ કૃપાળુદેવ હિ wwwjainelibrary.org Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ પત્રાંક : ૯૫૪-૩ સુખધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે ત ્ ધ્યાન મહીં; પર શાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે, વર તે, જય તે. ૧૪ રાજલોકમાં ૧૪મે ગુણસ્થાનકે પહોંચવા આ ૧૪ કંડિકાનાં અમર અને અંતિમ કાવ્યની અંતિમ કંડિકા કહો કે, અંત્ય મંગલ કહો કે સ્વદેશ જવાનો સદુપદેશ ગણો, તે પ્રસ્તુત કડીનો આપણે સહુ યથાશક્તિ, યથાભક્તિ અને યથામતિ સ્વાધ્યાય કરી રહીએ. સુખ ઃ દુઃખ સુખથી ઉપરાંઠા થવું. (પત્રાંક ૫:૨૦) સુખદુઃખ એ બન્ને મનની કલ્પના છે. (૫ત્રાંક ૮:૨) સમભાવે સર્વ સુખ સંપાદન કરું છું. (પત્રાંક ૧૯:૨૭૯) શુદ્ધ જ્ઞાનને આશ્રયે નિરાબાધ સુખ રહ્યું છે. ત્યાં જ પરમ સમાધિ રહી છે. प्रकाशशक्त्या यद्रूपमात्मनो ज्ञानमुच्यते । सुखं स्वरूपविश्रान्तिशक्त्या वाच्यं तदेव तु ॥ અધ્યાત્મ ઉપનિષદ્, ૨:૧૧ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજી અર્થાત્ આત્માનું જે સ્વરૂપ પ્રકાશ શક્તિની અપેક્ષાએ જ્ઞાન કહેવાય છે તે જ સ્વરૂપ વિશ્રામશક્તિ-આત્મ રમણતાના સંદર્ભમાં સુખ છે. જે જ્ઞાની પુરુષને જે સુખ વર્તે છે તે નિજ સ્વભાવમાં સ્થિતિનું વર્તે છે. (પત્રાંક ૬૦૩) ઉપજાતિ પહેલું સુખ તે સમક્તિ સાર, બીજું સુખ તે સદ્ભુત વિચાર, ત્રીજુંસુખ તે સત્સંગ પ્રસંગ, ચોથું સુખ તે ૫૨માર્થ અસંગ. अहो ज्ञानमहो ज्ञानमहो सुखमहो सुखम् । अहो शास्त्रमहो शास्त्रमहो गुरुरहो गुरुः ॥ (પત્રાંક ૭૮) અવધૂત ઉપનિષદ્, શ્લોક ૩૨ પ.પૂ.બ્રહ્મચારીજી એટલે કે, અહો જ્ઞાન ! અહો જ્ઞાન ! અહો સુખ ! અહો સુખ ! અહો શાસ્ત્ર ! અહો શાસ્ત્ર ! અહો ગુરુ ! અહો ગુરુ ! આ બધાંને જ ધન્ય છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ સુખધામ અનંત સુરંત . દ નરમ રહેo ન મe; પરતે અનંત સુકમ ને , ક૭મું ૨૬ તે કરો → છે. NiY) Page #198 -------------------------------------------------------------------------- ________________ Page #199 -------------------------------------------------------------------------- ________________ સુખધામ : સુખને રહેવાનું ઠેકાણું, સ્થાન, આશ્રય તે સુખધામ. સુખ ક્યાં રહે છે ? દોહરા અનંત સુખશય્યા વિષે, સ્થિર થયા ગુરુરાજ; અયાચક પદ ઉર ધરી, સુખશય્યા કહું આજ. વળી સિદ્ધાન્તિક વાત પણ કહે સુખશય્યા ચાર, સ્વાનુભવ, સંતોષ ને સંયમ, ધીરજ, ધાર. 3 સુસંત ચહી : સુખ ક્યાં છે ? સ્વાનુભવ કરે તો તેમાં છે, સંતોષ દાખવે તો ત્યાં છે, સંયમ રાખે તો તેમાં છે, ધીરજ ધરે તો ત્યાં છે. શ્રી ઠાણાંગ સૂત્ર પણ સાખ પૂરે છે. ગૌતમ બુદ્ધ પણ રાગ-દ્વેષ અને મોહના વિજયને સુખશય્યા કહે છે. (અંગુત્તર નિકાય ૩:૩૪) આત્મજ્ઞાનની સાત ભૂમિકા : ૧ શુદ્ધ, બુદ્ધ, ચૈતન્ય ઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહિયે કેટલું ? કર વિચાર તો પામ. પ્રજ્ઞાવબોધ પુષ્પ ૧૩ : પ.પૂ.બ્રહ્મચારીજી આત્મસાધનાની ભૂમિકામાં, જ્ઞાનમાર્ગની સપ્ત ભૂમિકાઓ, યોગમાર્ગનાં સપ્ત ચક્ર, અને પુરાણકથાઓમાં આવતા સાત લોકનો સમાવેશ થાય છે જે સપ્તધામ કહીએ તો ખોટું નથી. આ સાતમું ધામ તે સુખધામ. ૧. ૨. ૩. ૪. શુભેચ્છા : વિચારણા : શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૧૧૭ આત્મકલ્યાણની ભાવના-ઇચ્છા થવી. સદાચારમાં પ્રવૃત્તિ કરવી. વિષયો પરની આસક્તિ ઓછી થવી. ચિત્તની શુદ્ધ સાત્ત્વિક ભાવમાં સ્થિરતા રહેવી. સત્ત્વગુણની સ્થાપના થવી. અંદરના-બહારના પદાર્થની ભાવના ક્ષીણ થવી. ૧૬૧ તનુમાનસી : સત્ત્વાપત્તિ : ૫. અસંસક્તિ : ૬. પદાર્થભાવના : ૭. તુર્યગા : અંતે સ્વભાવમાં એકનિષ્ઠા પ્રાપ્ત થવી, તુરીયાવસ્થા. આમ, આ મંગલ કાવ્યમાં આત્મજ્ઞાનનો મંગલમય માર્ગ મૂકી દીધો છે. સંત એટલે ? સત્ન પ્રાપ્ત તે સંત. શાંતિ પમાડે તે સંત. અસ્ એટલે હોવું, થવું. આત્માનું અસ્તિત્વ જેને ભાસ્યું છે તે સંત. સંતપણું અતિ અતિ દુર્લભ છે. આવ્યા પછી સંત મળવા દુર્લભ છે. (હાથનોંધ ૧:૧૬) સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. (પત્રાંક ૧૨૮) સંત એટલે સાધુ પુરુષ, મહાત્મા, પરમ હંસ, વૈરાગી, યોગી. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ સુસંત એટલે સંતના યે સંત, શ્રેષ્ઠ સંત, શ્રેષ્ઠ જ્ઞાની, સત્પષતા જ અર્પે તેવા પરમ પુરુષ, પરમ સંત. પરમ પુરુષ પ્રભુ સંગુરુ, પરમ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. (પત્રાંક ૨૬૬) સર્વોત્તમ યોગી તો એ છે કે, સર્વ પ્રકારની સ્પૃહાથી રહિતપણે સત્યમાં કેવળ અનન્ય નિષ્ઠાએ જે સર્વ પ્રકારે સત્ જ આચરે છે, જગત જેનેવિસ્મૃત થયું છે, અમે એ જ ઇચ્છીએ છીએ. (પત્રાંક ૨૬૦) महत्तत्त्व महनीय महः महाधाम गुणधाम । चिदानन्द परमातमा वन्दौ रमता राम ॥ ચહીઃ- સુસંતો અનંત સુખધામને ઇચ્છી, ચાહી, જાણી, કહી રાત-દિન તેના ધ્યાનમાં રહે છે. અહર્નિશ અધિકો પ્રેમ લગાવે, જોગાનલ ઘટમાંહિ જગાવે. (પત્રાંક ૨૨). શ્રી ચિદાનંદજી મહારાજ “સ્વરોદય જ્ઞાનમાં જણાવે છે, તેમ દેહદેવળમાં - ઘટમાં જ ધ્યાનનો અગ્નિ પ્રગટાવતાં કર્મ ભસ્મીભૂત થઈ જાય છે. તે જોગ-યોગ પોતે જ છે, પોતાનો આત્મા જ છે માટે તે પ્રત્યે દિન-બ-દિન, રાત-દિન, અહોનિશ અધિક પ્રેમ વહેવડાવવાનો છે. જે કંઇ રુચિ છે તે માત્ર એક સત્યનું ધ્યાન કરનારા સંત પ્રત્યે છે. (પત્રાંક ૩૫૭) દિન રાત્ર રહે તદ્ ધ્યાન મહીં - તદ્ ધ્યાન કહેતાં તેનું ધ્યાન, તે ધ્યાન. તતતુ. ૩ૐ તત્ સત્ કહીએ છીએ તે - તત્. હું નહીં, તું નહીં, તે પરમાત્મતત્ત્વ, ત+ત્વ=તત્ત્વ, તે (પરમાત્મ)પણું. લગભગ ચૌદ-પંદર વર્ષની વયે આ કૃપાળુદેવ લખે છે, ત્વરાથી આગ્રહ “સ”દશા ગ્રહવી. (પત્રાંક ૫-૧૬) સ” એટલે સમ્યક જ્ઞાન, સમ્યક્ દર્શન. રસ અને હંસમાં પણ “સ” અક્ષર છે. હંસ એટલે આત્મા. રસ એટલે સુધારસ, આત્માના અતીન્દ્રિય આનંદનો રસ. રસો હૈ : ઉપનિષદોનો સારાંશ કે, રસ તો તે જ છે. પરમાત્મ પચ્ચીસી સ્તોત્ર'માંસ: પવ પરમ બ્રહ્મ, : પર્વ નિનjમાવ: | સ: ઇશ્વ પરમં વિત્ત, સ: પર્વ પરમો પુર: NI૬ // સ: ઇવ પરમે જ્યોતિ:, : પર્વ પરમં તપ: | સ: ઇવ પરમં ધ્યાન, સ: પર્વ પરમાત્મન્ || ૭ || સ: સ્વ સર્વ ન્યા, : અવમાનનમ્ | સ: વ શુદ્ધ વિદૂi, : પરમ: શિવઃ || ૧૮ / सः एव परमानन्दः सः एव सुखदायकः । સ: ઇવ પર વૈતન્ય, સ: સ્વ ગુણસાર | ૨૬ .. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ અર્થાત્ તે જ પરમ બ્રહ્મ છે, તે જ જિનપુંગવછે, તે જ પરમ ચિત્ત છે, તે જ પરમ ગુરુ છે. તે જ પરમ જયોતિ છે, તે જ પરમ તપ છે, તે જ પરમ ધ્યાન છે, તે જ પરમાત્મ તત્ત્વ છે. તે જ સર્વ કલ્યાણ છે, તે જ સુખ ભાજન છે, તે જ શુદ્ધ ચિતૂપ છે, તે જ પરમ શિવ છે. તે જ પરમ આનંદ છે, તે જ સુખદાયક છે, તે જ શ્રેષ્ઠ ચૈતન્ય છે, તે જ ગુણસાગર છે. આટલો બધો તો ‘તે - તદ્'નો મહિમા છે ! તે વસ્તુના વિચારમાં પહોંચો કે જે વસ્તુ અતીન્દ્રિય સ્વરૂપ છે. (શિક્ષાપાઠ ૧૦૧-૯) તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું? નિર્દોષ નરનું કથન માનો, ‘તેહ જેણે અનુભવ્યું. (શિક્ષાપાઠ ૬૭) अखंड मंडलाकारं व्याप्तं येन चराचरम् । तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः ॥ અર્થાત્ ત્રસ અને સ્થાવર જીવોથી ભરપૂર આખા લોકમાં જે વ્યાપેલા છે (કેવલજ્ઞાન અને કેવલી સમુદ્રઘાતની અપેક્ષાએ) એવા ભગવાનનું પદ કે સ્વરૂપ જેણે ઉપદેશ્ય તે સદ્દગુરુને નમસ્કાર કરું છું. જે વસ્તુ અને જે પદ આજ રાજ્ય શ્રી ચક્રવર્તિની વિક્ટોરીયાને દુર્લભ-કેવળ અસંભવિત છે તે વિચારો. તે વસ્તુ અને તે પદ ભણી કેવળ ઇચ્છા-અભિલાષા હોવાથી... (પત્રાંક ૩૦) | દોહરા તેહ તત્ત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ; સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તે જ અનુકૂળ. (પત્રાંક ૭૯) એનું સ્વપ્ન જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે; થાય સદ્ગુરુનો લેશ પ્રસંગ રે, એને ન ગમે સંસારીનો સંગ રે. (પત્રાંક ૧૬૮) ધર્મ જ જેના અસ્થિ છે, મિજા છે, લોહી છે, આમિષ છે, ત્વચા છે, ઇન્દ્રિયો છે, કર્મ છે, ચલન છે, બેસવું છે, ઊઠવું છે, ઊભું રહેવું છે, શયન છે, જાગૃતિ છે, આહાર છે, વિહાર છે, નિહાર છે, વિકલ્પ છે, સંકલ્પ છે, સર્વસ્વ છે એવા પુરુષની પ્રાપ્તિ દુર્લભ છે, અને તે મનુષ્યદેહે પરમાત્મા છે. એ દશાને શું આપણે નથી ઇચ્છતા? ઇચ્છીએ છીએ. (પત્રાંક ૧૩૦) રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે... (પત્રાંક ૧૩૩) ચૈતન્યનો નિરંતર અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે, એ જ જોઇએ છે. બીજી કંઇ સ્પૃહા રહેતી નથી. એક ‘તું હિ, તું હિએ જ યથાર્થ વહેતી પ્રવાહના જોઇએ છે. અધિક શું કહેવું? લખ્યું લખાય તેમ નથી, કચ્યું કથાય તેમ નથી. જ્ઞાને માત્ર ગમ્ય છે. (પત્રાંક ૧૪૪) | અમારો દેશ હરિ છે, જાત હરિ છે, કાળ હરિ છે, દેહ હરિ છે, રૂપ હરિ છે, નામ હરિ છે, દિશા હરિ છે, સર્વ હરિ છે. (પત્રાંક ૨૫૫) નિર્વિકલ્પ જ્ઞાન થયા પછી જે પરમ તત્ત્વનું દર્શન થાય છે તે પરમ તત્ત્વરૂપ સત્યનું ધ્યાન કરું છું. (પત્રાંક ૧૬૭) સત્ય પર થીઢા (એવું જે) પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ. (પત્રાંક ૩૦૨) Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ધાના વેન સા નિરdદવં સત્યં પર થીદિા (શ્રી ભાગવનું મંગલાચરણ) અર્થાત્ પોતાની સ્વયંજયોતિથી સર્વદા અને સર્વથા માયા અને માયાકર્મથી પૂર્ણતઃ મુક્ત રહેનારા પરમ સત્ય રૂપ પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. (પત્રાંક ૩૦૨,૩૦૭) ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય આ કાળમાં જીવનું દેહાભિમાન મટવું સંભવતું નથી. માટે અમે સનાતન ધર્મરૂપ પરમ સત્ય તેનું નિરંતર ધ્યાન કરીએ છીએ. જે સત્યનું ધ્યાન કરે છે તે સત્ય હોય છે. (પત્રાંક ૩૦૭) તે પરમ સત્ય એટલે? પકારક પરમ સત્ય છે. તેનું ધ્યાન વર્તે છે. આ જ કારક કેવી રીતે? ૧. કર્તા : પરિણમનાર દ્રવ્ય કર્તા છે. દ્રવ્ય સ્વતંત્રપણે પરિણમીને પરિણામનો કર્તા થાય છે. ૨. કર્મ : કર્તાનું ઇષ્ટ તે કર્મ. દ્રવ્યનું પરિણામ થયું તે કર્મ. ૩. કરણ : સાધન. કાર્ય રૂપે પરિણમવામાં પોતાનો સ્વભાવ જ સાધકતમ સાધન છે. તેથી દ્રવ્ય પોતે જ કરણ છે. ૪. સંપ્રદાન : કર્તાએ જે કાર્ય નીપજાવ્યું છે જેને આપે તે સંપ્રદાન છે. તેથી દ્રવ્ય પોતે જ સંપ્રદાન છે. ૫. અપાદાન : જેમાંથી કાર્ય કરવામાં આવે તે ધ્રુવ વસ્તુ અપાદાન છે. અર્થાતુ પોતાનામાંથી પૂર્વભાવનો વ્યય કરીને નવીન ભાવ કરતું હોવાથી અને દ્રવ્ય રૂપે ધ્રુવ રહીને નવીન કાર્ય નિપજાવતું હોવાથી પોતે જ અપાદાન છે. ૬. અધિકરણ : જેના આધારે કર્મ કરવામાં આવે છે તે અધિકરણ છે. તેથી પરિણમનાર દ્રવ્ય સ્વયં અધિકરણ છે. ટૂંકમાં, દ્રવ્ય સ્વતંત્ર છે, ગુણ સ્વતંત્ર છે, પરિણમન સ્વતંત્ર છે. આત્મા, આત્માને, આત્માથી, આત્મા માટે, આત્મામાંથી અને આત્મામાં – આમ છ નિશ્ચયકારકો જ પરમ સત્ય છે. એકત્વ-વિભક્ત શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન કરાવનાર જ્ઞાની ભગવંતના અસીમ ઉપકારને અનન્ય ભાવે નમસ્કાર છે. વ્યાકરણની વિભક્તિથી શું ? એમ અવર્ણવાદ કરતાં જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. છઠ્ઠી વિભક્તિ સિવાયની છ વિભક્તિ તો પરમ સત્ય છે, પરમ સત્યનું ભાન કરાવે છે, જ્ઞાન કરાવે છે. मा चिट्ठह मा जंपह मा चिन्तह किं वि जेण होइ थिरो । अप्पा अप्पम्मि रओ इणमेव परं हवे ज्झाणम् ॥ બૃહદ્ દ્રવ્ય સંગ્રહ, ગાથા પ૬ : નેમિચંદ્ર સિદ્ધાંતદેવ અર્થાતુ કાયાથી ચેષ્ટા ન કરો, વચનથી ન બોલો, મનથી ન વિચારો. જેથી આત્મા આત્મામાં જ સ્થિર રહે. કારણ કે, જે આત્મામાં તલ્લીન રહે તે જ પરમ ધ્યાન છે. આ શાસ્ત્રમાં પરમ સત્-પરમ ધ્યાનને ૬૮ વિશેષણો-નામોથી નવાજવું છે. સોરઠ દેશ, વવાણિયા નગરે, જન્મ્યા રાજચંદ્ર દેવ; ઇડર ગિરિ પર આવિયા રે, દ્રવ્યસંગ્રહ સંભળાવિયો રે, કીધા ભવથી પાર હો પ્રભુજી ! તારણતરણ જિહાજ. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ વિ.સં.૧૯૫૬ એટલે ઇતિહાસની આરસીમાં છપ્પનીયાના દુષ્કાળનું ચિત્ર છે. પણ પરમ કૃપાળુદેવ તરફથી ગાથા પદ-૫૮ ગાથાના ‘બૃહદ્ દ્રવ્યસંગ્રહ'ના બોધનો સુકાળ હતો, પરમાર્થની વર્ષા જ હતી. જાપ મરે, અજપા મરે, અનહદ ભી મર જાય; સુરતિ સમાની સબદમેં, તાહિ કાલ નહિ ખાય. કબીર સાહેબ સુરતિ એટલે તલ્લીન અવસ્થા. જીવની સુરતિ જ્યારે શબ્દમાં એટલે કે પરમ નાદમાં નિઃશેષપણે સમાઇ જાય છે ત્યારે કાળનો ભય રહેતો નથી. જાપ, અજપાજપ જાંપ (અવિરત, જંપ રહિત જા૫) કે અનાહત નાદ, આ બધું જ શબ્દની સુરતી-તલ્લીનતા-તત્ લીનતા, તે પદમાં લીન થતાં કાળ પણ શું કરી શકે ? કૃપાળુદેવ કાલાતીત બની રહે છે. - આ આત્મા પણ તે પદનો અભિલાષી અને તે પુરુષનાં ચરણકમળમાં તલ્લીન થયેલો દીન શિષ્ય છે. તમને તેવી શ્રદ્ધાની જ તે શિક્ષા દે છે. (પત્રાંક ૩૭) પર શાંતિ અનંત સુધામય જે : - પરમ શાંતિપદને ઇચ્છીએ છીએ, એ જ આપણો સર્વસંમત ધર્મ છે. અને એ જ ઇચ્છામાં . ને ઇચ્છામાં તે આપણને મળી જશે. (પત્રાંક ૩૭) આ વિષમકાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમ કે અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ. (પત્રાંક ૬૮૦) પર શાંતિ એટલે ? પર એટલે ઉત્કૃષ્ટ, સર્વોત્કૃષ્ટ, સર્વોચ્ચ, સર્વોત્તમ, ભિન્ન, મુખ્ય, પ્રધાન, અજનબી, અન્તિમ, મોક્ષ, પરબ્રહ્મ. તેવી શાંતિ તે પર શાંતિ. પર લખતાં-વાંચતાં બાવન જ વંચાય ને ? બાવન અક્ષરમાં - ૩૬ મૂળાક્ષરો કે વ્યંજનો, ક થી જ્ઞ, અ,આ,ઇ થી એ, અઃ સુધીના ૧૨ સ્વર અને ઋ, લૂ વગેરે ૪ સ્વર હાલ ખાસ વપરાશમાં નથી તે. - વાણી કે લેખિનીથી અકથ્ય પરા શાંતિ, પરા-પયૅતી વાણી જેવી, પરા વિદ્યાવાળી શાંતિ, બાવનીયાની બહારની ગતિ તે પરા શાંતિ. સર્વ વિભાવથી પર સર્વ પરભાવથી પર સર્વ કાળથી પર સર્વ ભૂમિકાથી પર સર્વ સંકલ્પ-વિકલ્પથી પર સર્વ સુખદુ:ખની કલ્પનાથી પર સર્વ ગુણસ્થાનકની પરિપાટીથી પર જે શાંતિ છે તે સહજ શુદ્ધ પૂર્ણ સ્વભાવ સહિત સ્વરૂપની છે. પ્રભુશ્રીજીને અમદાવાદમાં આગાખાનને બંગલે, વિ.સં.૧૯૫૬માં, પ્રકાશ્ય કે, અમારામાં અને વીતરાગમાં ભેદ ગણશો નહીં. પૂ.પોપટલાલભાઇને – મોક્ષમાર્ગના વરેડને કહ્યું કે, શ્રી પાર્શ્વનાથાદિ યોગીઓ અને અમારામાં કાંઈ ભેદ જાણશો નહીં. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ દોહરા ઋષભાદિ દશા વિષે રહેતી જે અપ્રતીત; રાજચંદ્ર મળતાં થકાં, પ્રત્યક્ષ દીઠી સ્થિત. પૂ.ડુંગરશીભાઇ ગોશળીયા આ ઉપરાંત, ‘પરમ શાંતિ અનુભવીએ છીએ’, ‘પરમ અવગાઢ દશા અનુભવીએ છીએ', ‘અમારે હવે બીજી મા નથી કરવી' વગેરે શું સૂચવી જાયછે ? ધન્ય છે તે બડભાગી મુમુક્ષુઓને, મહાત્માઓને કે જેમણે કૃપાળુદેવની દશા તેઓશ્રીના શ્રીમુખેથી જ શ્રવણી. સ્વસ્વરૂપે સ્વયં સ્વÕત્ સ: નીવન્મુત્ત ૩વ્યતે । તેજોબિંદુ ઉપનિષદ્ એટલે કે, જે પોતાનાં સ્વરૂપમાં જ સૂએ છે તે જીવન્મુક્ત કહેવાય છે. ચોપાઇ સર્વ કાલનું ત્યાં છે જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ; ભવ છેવટની છે એ દશા, રામધામ આવીને વસ્યા. (પત્રાંક ૧૦૭) અનંત સુધામય જે ઃ— સુછુ ધીયતે પીયતે અત્યંતે વા રૂતિ સુધા । સુધા એટલે અમૃત. સુધા એટલે જલ. સુધા એટલે રસ. સુધા એટલે સફેદી, પવિત્રતા, શુક્લતા. છેલ્લે છેલ્લે આ સુધાંશુ (ચંદ્ર, રાજચંદ્ર) જ્ઞાનરૂપી ગંગાનું અમૃતરૂપી જળ પીતાં પીતાં મુમુક્ષુજનોને પણ પ્રસાદ પીરસતા જણાય છે. ધ્યાન સુધારસ, પાન મગનતા, ભોજન સહજ સ્વભોગ રે, રીઝ એકત્વતા તાનમેં વાજે, વાજિંત્ર સન્મુખ યોગ રે. શ્રી મહાજશ જિન સ્તવન : શ્રી દેવચંદ્ર મહારાજ આમાં સુધારસનું ધ્યાન, એકત્વનું તાન, સન્મુખતાનું ગાન અને મગ્નતાનું પાન કહ્યું. સુ=શ્રેષ્ઠ રીતે, સમ્યક્ પ્રકારે. ધા=ધારણ કરવું. આત્માએ આત્માને ‘જેમ છે તેમ’ ધારણ કરી લીધો છે તેથી તે સુધામય જ હોય. ‘સુખધામ’ શબ્દથી શૈવોના શિવમાર્ગનું, શિવનું-કલ્યાણનું, ‘અનંત’ શબ્દથી મહાવ્રતિકોના ધ્રુવમાર્ગનું, ધ્રુવત્વનું, ‘સુધામય’ શબ્દથી બૌદ્ધ દર્શનના વિસભાગ પરિક્ષયનું, સ્વસ્વભાવ રૂપ અમૃતનું, ‘પર શાંતિ અનંત’ શબ્દથી સાંખ્ય-યોગ દર્શનની પ્રશાંત વાહિતાનું સૂચવન છે. પૂ.ડૉ.ભગવાનદાસભાઇ મહેતાનું આ તારણ કેટલું સ્પષ્ટ છે ! સકલ યોગમાર્ગના પરમ રહસ્ય રૂપ આ પદ છે. સર્વ યોગશાસ્ત્રનો છેલ્લો શબ્દ – The last word તે પરમ કૃપાળુદેવનો આખરી શબ્દ – The final word બની રહે છે. પૂ.પુણ્યવિજયજી મ.સા.ના શબ્દોમાં, દેવદુદ્ઘભિના દિવ્ય નાદ સમાન આ એક માત્ર કડીમાં જ એ પ્રભુના દિવ્ય આત્માનો દિવ્ય જ્ઞાનપ્રકાશ ઝગઝગાયમાન...ઝગમગાટમય...ચળકતો... ચમકતો...દમકતો નિહાળી શકાય છે. www.jainelibrary.corg Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ ઝગમગ શબ્દ ય મઝાનો ને અર્થસભર. ઝગ એટલે જ્ઞાન પ્રકાશ અને મગ એટલે સુખ. જ્ઞાન અને સુખ, જ્ઞાન અને સ્વભાવની જ વાત આવી ને? જ્ઞાનસ્વભાવી આત્મા છે...એ જ વાત આવે. એક દષ્ટાંત યાદ આવ્યું. બે રાજા વચ્ચે યુદ્ધ થયા બાદ, વિજેતા રાજાએ સર્વને જોઇતી વસ્તુ મંગાવવા કહ્યું. સહુ પ્રજાજનોએ અને સમગ્ર દેશની સઘળી રાણીઓએ આ...તે વસ્તુ મંગાવી પણ એક નાની રાણીએ પત્ર લખ્યો ને મોકલ્યો જેમાં ‘આપ’ લખ્યું. આપ કહેતાં આત્મા, આપ કહેતાં તમે. રાણીએ ‘એક’ રાજા માગી લીધો તેમ અર્થ થયો. એક રાજા તો આત્મા જ છે, મહારાજા છે. રાજાએ આ પત્રની માગણીનો સ્વીકાર કર્યો અને એ રીતે રાણીને રાજા સાથે બધું જ રાજ મળ્યું. “નૃપતિ જીતતાં જીતીયે, દળ, પુર ને અધિકાર.” (શિક્ષાપાઠ ૩૪) | હે મુમુક્ષુ ! એક આત્માને જાણતાં સમસ્ત લોકાલોકને જાણીશ અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઇચ્છાથી તું નિવર્ત અને એક નિજ સ્વરૂપને વિષે દૃષ્ટિ દે કે જે દૃષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞયપણે તારે વિષે દેખાશે. તત્ત્વસ્વરૂપ એવા સન્શાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્ત્વ છે એમ તત્ત્વજ્ઞાનીઓએ કહ્યું છે. પણ ઉપયોગપૂર્વક સમજાવું દુર્લભ છે. (પત્રાંક ૬૩૧) તે અચિંત્ય દ્રવ્યની શુદ્ધ ચિતિ સ્વરૂપ શુદ્ધ આત્મપદને હું પ્રણામ કરું છું તેમ કહેવામાં શુષ્કતા નથી. શુદ્ધ આત્મપદ દ્રવ્ય દૃષ્ટિએ શુદ્ધ જ છે પણ પર્યાયમાં એ શુદ્ધ સ્વરૂપ અનુભવગોચર થાય ત્યારે એનું સાર્થક્ય અને માથાશ્મ. અન્યથા કથન માત્ર છે. અત્ર તો, સહજ સ્વાભાવિક સ્વાનુભવ ઉદ્ગાર આત્મસામર્થ્યના યથાર્થ ભાનથી ઉલ્લાસિત ભાવે અચિંત્ય દ્રવ્યની શુદ્ધ ચિતિરૂપ આત્મપદને નમસ્કાર કરી, તે સર્વોત્કૃષ્ટ શુદ્ધ આત્મપદ જયવંત વર્તા, જયવંત વર્તો ! કહી તે અનંત સુધામય સ્વરૂપમાં જાણે ડૂબકી મારી રહ્યા ન હોય ! એવો ‘શુક્લ શુક્લાભિજાત્ય' (શ્રી ભગવતીજી સૂત્ર) ઉન્નત પ્રકાર જણાઇ આવે છે. “સુધાનો સાગર કથે, સાધુ શુભ ક્ષેમથી.” (પત્રાંક ૪) પ્રણનું પદ તે વર તે જય તે – યોગીઓ જેને અનાખ્યા દશા' કહે છે તે પદની હું શું વાત કરું ? શું લખું ? જે આખ્યામાં આવી ન શકે, વ્યાખ્યામાં વર્ણવી ન શકાય, સંખ્યામાં સમાવી ન શકાય તે દશા જે પદમાં રહેલી છે તે પદને પ્રણમું છું. પ્રણમન એટલે દેહથી નમવું તે. દેહાતીત દશાએ વર્તતા વર્તતા, દેહને - કાયાના યોગને જાણે કે નમાવે છે, ઝૂકાવે છે. જેનો ઝોક જ મોક્ષ પ્રત્યે હોય તે તો ત્યાં જ ઝૂકે ને ? - અવિષમપણે જ્યાં આત્મધ્યાન વર્તે છે એવા જે “શ્રી રામચંદ્ર પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરીએ છીએ. (પત્રાંક ૩૭૬) આ જ્ઞાનપદ પરમાર્થ છે જે પામી જીવ મુક્તિ લહે.” (શ્રી સમયસારજી ગાથા ૨૦૪) સંસ્કૃત વ્યાકરણમાં ક્રિયાપદ-ધાતુ પણ આત્મપદી અને પરમૈપદી ! वर्जित संकल्पविकल्पेन परम समाधि लभन्ते । यद् विदन्ति सानन्दं कि अपि तत् शिवसौख्यं भजन्ति ॥ યોગસાર શ્લોક ૯૭ : યોગીન્દુદેવ જે સમસ્ત વિકલ્પોથી રહિત થઇને પરમ સમાધિને પ્રાપ્ત થાય છે, તેઓ આનંદનો અનુભવ કરે છે, તે મોક્ષસુખ કહેવાય છે. જે પ્રભુની આજ્ઞાભક્તિમાં લીન થાય છે તે આત્માર્થી મુમુક્ષુ જીવ પરમ સમાધિમય પ્રભુનું પરમપદ પામે છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ટૂંકમાં, જે અતીન્દ્રિય સહજ સુખનું અનંત ધામ છે, અવ્યાબાધ સ્વરૂપ છે, જેને સંતપુરુષો ચહી દિવસ-રાત જેમનાં ધ્યાનમાં વર્તી રહ્યું છે, જે પરમ શાંતસ્વરૂપ છે, જે અનંત સુધામય છે તે અચિંત્ય દ્રવ્યની શુદ્ધ ચિતિ સ્વરૂપ શુદ્ધ આત્મપદને હું પ્રણામ કરું છું. તે સર્વોત્કૃષ્ટ પદ જયવંત વર્તા, જયવંત વર્તા; તે પદને, મોક્ષ કહો કે મુક્તિ કહો, શિવ કહો કે સિદ્ધિ કહો, નિર્વાણ કહો કે નિવૃત્તિ કહો, વિશ્લેષ કહો કે વિમોક્ષ કહો, પરબ્રહ્મ કહો કે વિપ્રમોક્ષ કહો, અપુનર્ભવ કહો કે વિમુક્તિ કહો, ભવાતીત કહો કે સંસારાતીત કહો, દેહાતીત કહો કે જીવન્મુક્ત કહો, સ્થિતપ્રજ્ઞ કહો કે અવધૂત કહો, સુખધામ કહો કે પરમ સમાધિ કહોકોઇ અર્થભેદ નથી. આ નિર્વાણ શતાબ્દી ચાલે છે, વિ.સં.૧૯૫૭થી વિ.સં.૨૦૫૭ના સો સો વર્ષનાં વહાણાં વહી ગયાં. ચૈત્ર વદ પની શ્રી કુંથુનાથ તીર્થકર દેવનાં દીક્ષા કલ્યાણકની પવિત્ર તિથિએ કૃપાળુદેવનો દેહ પંચત્વને પામ્યો, આત્મા પંચમ પદે ચાલ્યો. આ પંચમી મિતિ મર્યાદા દોરતી ગઇ કે તિથિ તારતી ગઇ કે, પંચ પ્રમાદથી મુક્ત થાઓ, પંચ ઇન્દ્રિયબળ તોડો, પંચ મહાવ્રતનું પાલન કરો, પંચ આચારની આરાધનામાં રહો, પંચ દેહથી રહિત પંચમ ગતિને પામો. દુઃષમ કાળનું પ્રબળ રાજ્ય પ્રવર્તે છે, તો પણ અડગ નિશ્ચયથી, સપુરુષની આજ્ઞામાં વૃત્તિનું અનુસંધાન કરી જે પુરુષો અગુપ્તવીર્યથી સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્રને ઉપાસવા ઇચ્છે છે તેને પરમ શાંતિનો માર્ગ હજી પણ પ્રાપ્ત થવા યોગ્ય છે. (પત્રાંક ૮૩૧) Page #207 -------------------------------------------------------------------------- ________________ અંતમાં, ન 卐 卐 T - મ ન 5 5 ન છેલ્લે, દોહરા ઇચ્છા વર્તે અંતરે, નિશ્ચય દૃઢ સંકલ્પ; મરણ સમાધિ સંપજો, ન રહો કાંઇ કુવિકલ્પ. પરમકૃપાળુ દેવ પ્રતિ, વિનય વિનંતિ એહ; ત્રય તત્ત્વ ત્રણ રત્ન મુજ, આપો અવિચલ સ્નેહ. આપણે એ સુખ-સમાધિ પામીએ એ જ સમીહા. યમુના ૨ડી'તી સૌ પ્રથમ, શ્રીકૃષ્ણના વિયોગથી, આક્રંદ પ્રગટ્યું'તું બીજું, શ્રી ગાંધીજીના ભોગથી, તે દિન વા૨ી આજીની, ગઇ હૃદયથી હલબલી, પ્યારા કૃપાળુ રાજને આપી રહી શ્રદ્ધાંજલિ. ધ્રૂજી ધરા શતાબ્દી સાલે, નિર્વાણને નિવાપાંજલિ, પ્યારા પ્રભુ કૃપાળુને, આપી રહી સ્મરણાંજલિ. ન કાલાતીત કૃપાળુદેવને, દેહાતીત દેવાધિદેવને, સમયાતીત સનાતન દેવને, 卐 卐 મ T 卐 卐 ન શ્રી રત્નરાજ સ્વામી ન 生 卐 મ لے 卐 95 ન ૧૬૯ Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૭) મહામંત્ર RNAR. WWW * . * - - - - - fir, 1 = 1 - 11 | સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ // દાણા // આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે I || પરમ ગુરુ નિગ્રંથ સર્વજ્ઞ દેવ / પ.પૂ.પરમ કૃપાળુદેવ * = 1,. : - WWW KI) એણે શાં કામ કર્યા છે ! કેવો ‘સહજાન્મસ્વરૂપ પરમ ગુરુ” મંત્ર યોજી કાઢ્યો છે, પ્રભુ! અમે એ મંત્રના જાપની રાત ને દિવસ ધૂન લગાવેલી પણ વિકલ્પ ઊઠે કે, હજી કેમ કંઇ જણાતું નથી ? આત્મા હોય તો કંઇક દેખાય ને? પછી કૃપાળુદેવને વાત કરતાં જવાબ મળ્યો કે, કંઇ નહીં, જારી રાખો. વિશ્વાસથી ગુરુ આજ્ઞાનું પાલન કરવું અને જોવા કરવાની ઇચ્છા પણ ન રાખવી. હવે સમજાય છે કે, અહોહો! કેટલો ઉપકાર કર્યો છે ! સંકલ્પ વિકલ્પ મનમાં આવતા રોકી, પુરુષનો બોધ ‘સહજાત્મસ્વરૂપ’ તે પ્રત્યે ભાવ, પરમ ગુરુ (જ્ઞાન-દર્શનચારિત્ર) પ્રત્યે પ્રેમ, ચિત્ત પ્રસન્નતા લાવવા માટે ઉપયોગ દઇ એટલે એક શબ્દનો વચનથી ઉચ્ચાર કરી, મનથી વિચાર કરી, પુગલાનંદી સુખને ભૂલી આત્માનંદી સુખ, તેની લહરીઓ, ખુમારી છૂટે તે આનંદ અનુભવવા માટે પુરુષાર્થ કર્તવ્ય છે. પ.પૂ.પ્રભુશ્રીજી ( . | ESIC હકી | શબ્દો સાચા પરમ ગુરુના મંત્ર રૂપે ગણાયા, આજ્ઞા તેની અચૂક ફળતી, સંત સૌ ત્યાં સમાયા; સ્પર્શ આત્મા સુગુરુવચને, ફેરવે એવી ચાવી, મિથ્યા નિદ્રા ઘટતી ઘટતી, જાગ્રતિ જાય આવી. મુક્ત થવાની એક જ રીત, આત્માનું અદ્ભુત ગૂંજે સંગીત. ક્ષમાની શરણાઇ બાજે સંગાથ, ભુલાવે દેહ ને દુનિયાનું ભાન. પ.પૂ.બ્રહ્મચારીજી Page #209 -------------------------------------------------------------------------- ________________ AAOOOOOOOOOOK १. ॐ श्री राज अकारणवत्सलाय नमः। २. ॐ श्री राज अन्तर्यामिने नमः । ३. ॐ श्री राज अद्भूतनिधये नमः । ४. ॐ श्री राज अनाम्ने नमः । ५.ॐ श्री राज अनुत्तराय नमः । ६. ॐ श्री राज अमाने नमः। ७. ॐ श्री राज अमृतसागराय नमः। ८. ॐ श्री राज अवधूताय नमः। ९. ॐ श्री राज अवाक्गोचराय नमः । १०. ॐ श्री राज अल्लायै नमः। ११. ॐ श्री राज असम्बन्ध बन्धवे नमः। १२. ॐ श्री राज आनन्दकन्दाय नमः। १३. ॐ श्री राज आर्षकवये नमः। १४. ॐ श्री राज आशुप्रज्ञाय नमः । १५. ॐ श्री राज ईश्वराय नमः। १६. ॐ श्री राज उदासिने नमः। १७. ॐ श्री राज करुणासिंधवे नमः। १८. ॐ श्री राज कलाकलापकलिताय नमः । १९. ॐ श्री राज कल्पनातीताय नमः । २०. ॐ श्री राज कल्पवृक्षाय नमः । २१. ॐ श्री राज केवलाय नमः । २२. ॐ श्री राज कलिकालकेवलिने नमः । २३. ॐ श्री राज गणधर गुणधराय नमः । २४. ॐ श्री राज गहनाय नमः । २५. ॐ श्री राज चित्तचन्दनाय नमः । २६. ॐ श्री राज जिनमार्णोद्धारकाय नमः । २७. ॐ श्री राज जीवन्मुक्ताय नमः। nglanEdubatibiansrnalonate wwwalnelibrary ang Page #210 -------------------------------------------------------------------------- ________________ Page #211 -------------------------------------------------------------------------- ________________ २८. ॐ श्री राज जीवित समयसाराय नमः । २९. ॐ श्री राज ज्योतिर्धराय नमः । ३०. ॐ ३१. ॐ ३२. ॐ श्री राज तरणतारणे नमः । ३३. ॐ श्री राज त्यागिने नमः । ३४. ॐ श्री राज दिननाथाय नमः । ३५. ॐ श्री राज दिव्यर्वष्ट्रे नमः । ३६. ॐ श्री राज दीननाथाय नमः । ३७. ॐ श्री राज देवाधिदेवाय नमः । ३८. ॐ श्री राज धीराय नमः । ३९. ॐ श्री राज धर्ममूर्त्तये नमः । ४०. ॐ श्री राज निर्ग्रथाय नमः । ४१. ॐ श्री राज निर्विकल्पाय नमः । ४२. ॐ श्री राज निर्विकाराय नमः । ४३. ॐ श्री राज निरागीने नमः । ४४. ॐ श्री राज निरालम्बाय नमः । ४५. ॐ श्री राज निःस्पृहाय नमः । ४६. ॐ श्री राज नीरागिने नमः । ४७. ॐ श्री राज परमकृपालवे नमः । ४८. ॐ श्री राज परमगुरवे नमः । ४९. ॐ श्री राज परम पुरुषाय नमः । ५०. ॐ श्री राज परम श्रद्धेयाय नमः । ५१. ॐ श्री राज परमात्मने नमः । ५२. ॐ श्री राज परमेश्वराय नमः । ५३. ॐ श्री राज पवित्राय नमः । ५४. ॐ श्री राज पुण्यश्लोकाय नमः । श्री राज तत्त्वलोचनदायकाय नमः । श्री राज तत्त्वज्ञानिने नमः Page #212 -------------------------------------------------------------------------- ________________ Page #213 -------------------------------------------------------------------------- ________________ Jein Education International ५५. ॐ श्री राज पुरुषोत्तमाय नमः । ५६. ॐ श्री राज प्रबुद्धात्मने नमः । ५७. ॐ श्री राज प्रभवे नमः । ५८. ॐ श्री राज प्रज्ञापारमिताय नमः । ५९. ॐ श्री राज प्रारब्धदेहिने नमः । ६०. ॐ श्री राज फलमात्रतनवे नमः । ६१. ॐ श्री राज ब्रह्मनिष्ठाय नमः । ६२. ॐ श्री राज मच्छुतटमहाजनाय नमः । ६३. ॐ श्री राज मतिस्मृतिज्ञानिने नमः । ६४. ॐ श्री राज महात्मने नमः । ६५. ॐ श्री राज महाप्राज्ञाय नमः । ६६. ॐ श्री राज महावीराय नमः । ६७. ॐ श्री राज मोक्षदात्रे नमः । ६८. ॐ श्री राज युगपुरुषाय नमः । ६९. ॐ श्री राज योगीश्वराय नमः । ७०. ॐ श्री राज राजवैद्याय नमः । ७१. ॐ श्री राज रामाय नमः । ७२. ॐ श्री राज लोकोत्तराय नमः । ७३. ॐ श्री राज वचनातिशयिने नमः । ७४. ॐ श्री राज वरदाय नमः । ७५. ॐ श्री राज ववाणियावैश्यवराय नमः । ७६. ॐ श्री राज विक्रमाय नमः । ७७. ॐ श्री राज विचक्षणाय नमः । ७८. ॐ श्री राज विदेहिने नमः । ७९. ॐ श्री राज विरल विभूतये नमः । ८०. ॐ श्री राज वीतरागाय नमः । ८१. ॐ श्री राज वीराय नमः । Doo www.jalpelibraryatar Page #214 -------------------------------------------------------------------------- ________________ Page #215 -------------------------------------------------------------------------- ________________ ८२. ॐ श्री राज वैरागिने नमः। ८३. ॐ श्री राज शतावधानिने नमः । ८४. ॐ श्री राज शब्दब्रह्मणे नमः। ८५. ॐ श्री राज शंकराय नमः। ८६.ॐ श्री राज शान्ताय नमः। ८७. ॐ श्री राज शास्त्रे नमः। ८८. ॐ श्री राज श्रीमते नमः। ॐ श्री राज श्रोत्रियाय नमः । ९०. ॐ श्री राज सज्जनाय नमः। ॐ श्री राज सत्पुरुषाय नमः। ९२. ॐ श्री राज सद्गुरवे नमः। ॐ श्री राज सनातनदेवाय नमः । ॐ श्री राज समदर्शिने नमः । ९५. ॐ श्री राज समयज्ञाय नमः । ९६. ॐ श्री राज सहजाय नमः । २७. ॐ श्री राज साक्षात् सरस्वत्यै नमः। २८. ॐ श्री राज सिद्धार्थाय नमः। ९९. ॐ श्री राज सुधासिंधवे नमः । १००. ॐ श्री राज सुसंताय नमः । १०१. ॐ श्री राज सुहृदे नमः । १०२. ॐ श्री राज सौम्याय नमः। ॐ श्री राज स्वरूपस्थाय नमः । ॐ श्री राज स्वामिने नमः। १०५. ॐ श्री राज हरये नमः। १०६. ॐ श्री राज हिन्दहीरकाय नमः । १०७. ॐ श्री राज क्षयोपशमिने नमः । १०८. ॐ श्री राज ज्ञानावताराय नमः । Dooooooo Deammarrorecasna WOOOOOO १०३. १० Page #216 -------------------------------------------------------------------------- ________________ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૩ રાજસ્તુતિ શતસમુચ્ચય હિર, તારાં નામ છે હજાર, ક્યા નામે લખવી કંકોતરી ? નામ તારાં છે અપાર, ગણતાં ન આવે પાર, પહોંચે ના પૂરો વિચાર, ક્યા નામે લખવી કંકોતરી ? પ્રભુ, તારાં છે અનંત નામ, ક્યે નામે જવું જપમાળા ? ઘટ ઘટ આતમ રામ, ક્લે ઠામે શોધું પગપાળા ? ઓ રે. . . !જ્સિ નામસે પુારું ? મહાત્માઓએ ગમે તે નામે અને ગમે તે આકારે એક સત્ન જ પ્રકાશ્યું છે. તેનું જ જ્ઞાન કરવા યોગ્ય છે. તે જ પ્રતીત કરવા યોગ્ય છે. તે જ અનુભવ રૂપ છે. અને તે જ પરમ પ્રેમે ભજવા યોગ્ય છે. ...એવું તે પરમ તત્ત્વ, પુરુષોત્તમ, હરિ, સિદ્ધ, ઇશ્વર, નિરંજન, અલખ, પરબ્રહ્મ, પરમાત્મા, પરમેશ્વર અને ભગવત્ આદિ અનંત નામોએ કહેવાયું છે. (પત્રાંક ૨૦૯) ૧૭૧ પ્રભુના ગુણ તો અનંત. તીર્થંકર ભગવંતને આપણે ૧૦૦૮ ઉત્તમ લક્ષણવંત કહીને સ્મરીએ છીએ. સહસ્ર એટલે હજા૨. સૂર્યને સહસ્ર કિરણ, ઇન્દ્રને સહસ્ર નેત્ર, શેષનાગને અને પાર્શ્વનાથ પ્રભુના ધરણેન્દ્રને સહસ્ર ફેણ, ભગવતીને સહસ્ર ભુજા, ગરુડ – નૃસિંહ વગેરે દેવોને સહસ્ર દાઢ, કાર્તવીર્યાર્જુન અને બાણને સહસ્ર ભુજા કહીને સહસ્રનો મહિમા ગવાયો છે. મહાભારતમાં પણ યુધિષ્ઠિરના પાંચ પ્રશ્નોના ઉત્તર રૂપે ભીષ્મે કહ્યું 3, स्तुवन्नामसहस्रेण पुरुषः सततोत्थितः = ' યૌગિક દૃષ્ટિએ પણ શરીરનાં સહસ્રાર ચક્રમાં સહસ્ર દળની વાત સહસ્રનો જ મહિમા સૂચવે છે. જેમ વિષ્ણુસહસ્ર નામાવલિ, શિવસહસ્રનામાવલિ, લલિતાસહસ્રનામાવલિ વગેરે છે તેમ જિનસહસ્રનામાવલિ પણ છે. શ્વેતાંબર અને દિગંબર, બન્ને સંપ્રદાયમાં જિનસહસ્રનામસ્તોત્ર મળે છે. ૪થી સદીના અંતિમ ભાગમાં, શ્વેતાંબર આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિજીએ જિનસહસ્રનામ સ્તોત્ર રચ્યું છે જે ‘સિદ્ધ શ્રેયઃ સમુદાય’ અને ‘શક્રસ્તવ’ નામે પ્રસિદ્ધછે અને મોટાભાગનું ગદ્યમાં છે. ૯મી સદીમાં, દિગંબર આચાર્ય શ્રી જિનસેનજી રચિત ‘આદિ પુરાણ’ના ૨૫મા પર્વના ૧૦૦ થી ૨૧૭ સુધીના શ્લોકનું સંકલન તે જિનસહસ્રનામ સ્તોત્ર. ૧૨મી સદીમાં, શ્વેતાંબર આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજીએ જિનસહસ્રનામ સ્તોત્ર રચ્યું જેનું બીજું નામ છે ‘અર્હન્નામસહસ્ર સમુચ્ચય'. ૧૩મી સદીમાં, દિગંબર પંડિત શ્રી આશાધરજીએ જિનસહસ્રનામ સ્તોત્ર રચ્યું. ૧૫મી સદીમાં, દિગંબર આચાર્ય શ્રી સકલકીર્તિજીએ જિનસહસ્રનામ સ્તોત્ર રચ્યું. ૧૭મી સદીના પૂર્વાર્ધમાં, શ્વેતાંબર આચાર્ય શ્રી દેવવિજયગણિ રચિત જિનસહસ્રનામ સ્તોત્ર ‘અર્હન્નામસહસ્ર સમુચ્ચય’ પણ કહેવાય છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ૧૭મી સદીના ઉત્તરાર્ધમાં, શ્વેતાંબર આચાર્ય શ્રી વિનયવિજયજીએ “અન્નમસ્કાર સ્તોત્ર' રચ્યું છે. ઇ.સ. ૧૬૮૨માં, ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ‘સિદ્ધસહસ્રનામકોશ'ની રચના કરી છે. અને હા, સંસ્કૃત ભાષાથી અનભિન્ન જીવો માટે સહસ્ર નામની રચનાઓ ભાષામાં પા કરાઇ છે. તેના કર્તા તરીકે, દિગંબર પંડિતપ્રવર શ્રી બનારસીદાસજી અને શ્વેતાંબર મુનિ શ્રી જીવહર્ષગણિજી છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ગુજરાતી ભાષામાં પણ ‘સિદ્ધસહસ્રનામવર્ણન છંદ' રચ્યું છે. હવે પ્રશ્ન એ થાય કે, નામ સહસ્રના પાઠથી લાભ શું ? નામસ્તવ કરનારો આત્મા તીર્થંકર નામકર્મ સુધીનું પુણ્ય બાંધી શકે એવો તો એનો મહિમા છે. તે પ્રાપ્ત થાય એ દરમ્યાન સહસ્ર નામના પાઠથી શુભની અને શાન્તિની પ્રાપ્તિ, પાપોનો નાશ, અભીષ્ટ સિદ્ધિ અને સર્વ દુઃખોથી મુક્તિ વગેરેનો લાભ મળે છે. નવધા ભકિતમાં પણ સ્મરણ ભક્તિનો મહિમા ગાયો છે. श्रुताब्धेः अवगाहनात् साराऽसार समुद्धृतः । भक्तिर्भागवती बीजं परमानन्दसम्पदाम् ॥ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી અર્થાતુ, આગમ...શાસ્ત્રોના. શ્રુતના સાગરમાં ડૂબકી મારીને સાર એ મેળવ્યો છે કે, પવિત્ર ભક્તિ એ પરમાનંદ રૂપ મોક્ષની પ્રાપ્તિ માટેનું બીજ છે. મોક્ષનું બીજું નામ જ મહોદય. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પરમકૃપાળુ દેવ પ્રકાશે છે કે, સમજું મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય (ગાથા ૯૬) અર્થાત્ મોક્ષનો ઉપાય ભક્તિ છે એમ સમજું તો ઉદય ઉદય, મહાઉદય, મહોદય યાને મોક્ષ કે મુક્તિ જ છે. પરમકૃપાળુ દેવ પરમોપકારી પ.પૂ.પ્રભુશ્રીજીને ફરમાવે છે, પ્રભુભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું. મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે. મનથી સ્થિરતા થવાનો મુખ્ય ઉપાય હમણાં તો પ્રભુભક્તિ સમજો. આગળ પણ તે અને તેવું જ છે. (પત્રાંક ૩૮૦) હવે આપણે સહસ્ત્ર સમુચ્ચયની વાત સંક્ષેપીને અત્રે શત સમુચ્ચય પર આવીએ છીએ. મનુષ્યને શતાયુ કહેવામાં આવે છે. તેનું આયુષ્ય સો વર્ષનું ગણાય છે. આ સો વર્ષ માત્ર કાળગણના પૂરતો નથી, પરંતુ તેમાં રહેલાં સર્જનાત્મક તત્ત્વને દર્શાવે છે. તેનાં એક એક દલનું ખીલવું તે તેના પૂર્ણ વિકાસનું પગલું છે. પૂર્ણ વિકસિત કમળને શતદલપા કહે છે. કઠોપનિષદ્ (૨:૩:૧૬)ની સાક્ષીએ, હૃદયમાં એકસો એક નાડી રહેલી છે. જેમાંની એક બ્રહ્મપ્ર સુધી પહોંચેલી છે. એ નાડી વડે ઊર્ધ્વગમન કરી આત્મા અમૃત તત્ત્વને પામે છે. બીજી નાડીઓ દ્વારા અનેક પ્રકારની દેહાન્તર અવસ્થા પ્રાપ્ત થાય છે. આ સોની સંખ્યા મનુષ્યત્વના વિકાસની સૂચક છે. માનવહૃદયકમળને એટલે જ શતદલકમલ કહેવાય છે. પરંતુ આ સોની મર્યાદા ધરાવતી સંખ્યા સાથે એકનો આંકડો ઉમેરવામાં આવ્યો છે. આ જે એક કિરણ છે તે મનુષ્યને સો-સો આવર્તામાંથી બહાર કાઢી ઊંચે લઇ જતું ભગવદ્દતત્ત્વછે, પરમાત્મ તત્ત્વ છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ સો-સો પરિવર્તનો કહો કે અસંખ્યાત સમયની પર્યાય કહો : આ બધાં વચ્ચે એક અને અવિકારી રહેનારું તો આત્મતત્ત્વ જ છે. સોની સંખ્યા દ્વારા વિશ્વમાં અનુપ્રવેશ અને તેથી પર એક સંખ્યા દ્વારા પરાત્પરનું દર્શન છે. શત અન્વય સ્વરૂપ છે તો એક તેથી વ્યતિરેક સ્વરૂપ છે. અહીં તો રાજપ્રભુનાં સ્મરણનો સો વિશેષણોથી સ્તુતિ કરવાનો કે કાલી-ઘેલી રીતે તેમની નવા િશને નવાજવાનો નમ્ર પ્રયાસ છે. દેવર્ષિ નારદજીને પણ બ્રહ્માએ કહી જ દીધું કે, કળિયુગમાં સંસાર તહેવાનો ઉપાય પ્રભુનું નામસ્મરણ જ છે. નામસંકીર્તન તે નામસંકીર્તન. ગાન આત્મસિદ્ધિનું, નામ રાજપ્રભુનું અને તાન પરમાત્મા સાથેનું. પણ પ્રશ્ન થાય કે, નામસ્મરણ કરવા માટે શું એ નામનું રહસ્ય કે અર્થ જાણવો જરૂરી છે ? જી હાં, નામ કે વિશેષણની પાછળ જે ભાવ-દર્શન પ્રગટ-અપ્રગટપણે રહ્યાં છે તે જાણતા હોઇએ તો, નામસ્મરણ વેળા વિશેષ આનંદ થાય, મન ખીલે બંધાય, સમયાંતરે નામ સાથે એકરૂપતા સધાય. કામિતદાયક પદ શરણ, મન સ્થિર કર પ્રભુ ધ્યાન; નામસ્મરણ ગુરુરાજનું, પ્રગટ કલ્યાણ નિદાન. અજગ્ન એટલે અવિરત. - પ્રભુનું નામ જયારે અવિરત લેવાય છે ત્યારે તેમાંથી અનંત શ્રી પ્રગટ થાય છે. જયાં રાજ નામાવલિની અજગ્ન સહસ્ર ધારા વહે છે ત્યાં પવિત્રતમ વાતાવરણ થવાથી પરમ પવિત્ર શ્રી રાજધામ બની જાય છે. આ અજગ્ન એટલે કે અજપાજપ જાપ બની ૨હે, આત્માની નિરંતર પ્રતીતિ રહ્યા કરે એ જ રાજપ્રભુ પાસે પ્રયાચના. શ, શત નામે નિજ નામ ઓગળે, શત શત રૂપે નિજ પીંડ પીગળે , નદી ભજીને જયમ નામ રૂપ, સિંધુ બની કેવળ સિંધુમાં ભળે . | શ્રી મકરંદભાઇ દવે. પદાર્થની નિશ્ચળતા, જ્ઞાનની ઉજ્જવળતા અને ભક્તિની નિર્માતા : આ ત્રિવેણી તીર્થ છે., ગ તીર્થે એકાકાર થાય છે અને ચૈતન્યના શબ્દાતીત મહાસિધુમાં અંતે ભળી જાય છે, આત્મા બહિરાત્મા મટી, - એ . ના થઇ, પરમાત્મા બની જાય છે. આ અવ્વલ નંબરના અઝીઝ (પ્રિય, પૂજય) અલ્લાહ (ઇશ્વર) આફતાબ (સૂર્ય) અલિમ (વિદ્વાન) ઇલ્મી (જ્ઞાની) ઓલિયા (સિદ્ધ) અનવર (જળહળ સ્વરૂપ) પરમકૃપાળુદેવ પર આફરીન પુકાર છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ૧. अकारण वत्सल : જેમણે અન્ય જીવને વિષે આ મારો શિષ્ય છે, અથવા ભક્તિનો કર્તા છે, માટે મારો છે એમ કદી જોયું નથી, એવા જે પરમકૃપાળુદેવે રાગાદિ કારણ વિના સર્વ આત્મબંધુ પ્રત્યે – વત્સ એટલે કે વાછરડા પ્રત્યે ગાયના વાત્સલ્ય જેવું – ૫રમાર્થ પ્રેમ રૂપ નિષ્કારણ વાત્સલ્ય જ ધર્યું છે. વચનામૃતજી પત્રાંક ૪૯૩ની ઉપરોક્ત સાક્ષી સાથે શ્રી રત્નકદંડ શ્રાવકાચારની ૧૭મી ગાથા અને શ્રી સમયસાર પ્રામૃતની ૨૩૫મી ગાથાના સંદર્ભે લખું તો, સમ્યક્ દર્શનનો ૭મો વાત્સલ્ય ગુણ જ્યાં પ્રગટછે તે કૃપાળુદેવની પ્રેમળતાની બલિહારી તો જુઓ ! ૨. अन्तर्यामी : આ કૃપાળુ કબીર (શ્રેષ્ઠ) છે. આ કૃપાળુ નબીને નવાજીએ. આ કૃપાળુ પીર, પયગંબર, પાદરી, પરવરદિગારની પનાહ લઇએ. આ કૃપાળુ ફકીર, ફિરંદા, ફિલસૂફ, ફૂંગીની ફિજા પર ફિદા થઇએ. આ કૃપાળુ રબ, રહીમ કે રહેમાનની રહમ નજરને પાત્ર થઇએ. આ કૃપાળુ વલી, વહીદ કે વીતરાગના વારસ પર વારી જઇએ, ઓવારણાં લઇએ. આ કૃપાળુ અજબગજબનો પુરુષ છે, અગિયારમું અચ્છેરું (આશ્ચર્ય) છે, અજૂબા (ચમત્કાર) છે, આઠમી અજાયબી છે. ૩. આ આત્માની ઉજળિયાત (ઉજ્જવળતા) રળિયાત (રમ્યતા) (દિવ્યતા) દૈવત સામી વ્યક્તિના મનના પરિણામ - અંતર્ પરિણામ જાણી શકવાની કૃપાળુદેવની અનુભવસિદ્ધ હકીકત તો મોરબીના શ્રી મનસુખભાઇ કિરતચંદભાઇ મહેતાના તથા બોટાદના શ્રી મણિભાઇ રાયચંદભાઇ ગાંધીના અનુભવ પ્રસંગો પરથી સ્પષ્ટ થાય છે. બીજા પણ અનેક પ્રસંગો છે. अद्भुत निधि : બહરે રહમ મેરે માલિક રાજ મહતાબ વા રાજ મન્સૂર થકી છે. તદુપરાંત, અંતરમાં જે જાય – જાણે તે અંતર્યામી અધ્યાત્મ પુરુષ એવા શ્રીમદ્ભુને અન્યના મનોગત ભાવ જણાય એમાં આશ્ચર્ય શું ? શ્રી શ્રેયસ્ રાજ અંતરજામી, આતમરામી નામી રે... સ્તવન ગાઇશું ? જેને વિચારતાં વિસ્મય થાય તે શુદ્ધાત્માનું સ્વરૂપ કદી યે જૂનું થતું નથી. તે નિત્ય નવીન રહે છે અને વળી વિસ્મયને પ્રેર્યા કરે છે. સાહિત્યના નવ રસમાં અદ્ભુત રસનો સ્થાયી ભાવ જ વિસ્મય છે. તેનું ઉદ્દીપન તેના ગુણોનો મહિમા છે, જે નિધિછે, કોશ છે, ખજાનો છે; મઝાનો છે. કૃપાળુદેવનાં અદ્ભુત સ્વરૂપને કોઇ સીમા નથી. આ સીમાહીન તત્ત્વ એક સીમાબદ્ધ મનુષ્ય શરીરમાં આવિર્ભાવ લે એ જ એક અદ્ભુત વસ્તુ છે. સીમિત શરીરક્ષેત્રમાં, અસંખ્યાત આત્મપ્રદેશોમાં, અદ્ભુત નિધિનું આનંત્ય પ્રગટે ? Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ હાં, હાં ? એમ જછે. કૃપાળુદેવે પ્રગટાવ્યું જ ને ? વચનામૃતજી પત્રાંક ૨૧-૧૨ છે, જ્ઞાનીઓએ એકત્ર કરેલા અદ્ભુત નિધિના ઉપભોગી થાઓ. ચાલો ત્યારે, ગઝલ ગાઇ લઇએ કે, તરાવે ભવનિધિ માટે, ભજો ગુરુ રાજને ભાવે. (પૂ.રત્નરાજ સ્વામી) ૪. નામ : જેમને અંતઃશ્વાસ નથી, ઉચ્છવાસ નથી, નામ નથી, કોઈ નામ ન્યાય ન આપી શકે એવા અતિ ઉત્તમ છે, પોતાનું શુદ્ધાત્મસ્વરૂપ સિદ્ધ (Realize) કરી જાણ્યું છે પણ આ નશ્વર જગતમાં પોતાનું ઇશ્વરત્વ અપ્રસિદ્ધ છે એવા કૃપાળુદેવનું આપણે ઇનામ મળ્યું છે, ભેટ મળી છે, પ્રાભૃત પ્રાપ્ત થયું છે, એ નજરાણું સાથે નજર મિલાવીએ. વચનામૃતજી પત્રાંક ૧૬૭ મુજબ, “મુક્તાત્મા હોવાથી વાસ્તવિક રીતે તેમને નામ, ઠામ, ગામ કાંઇ જ નથી; તથાપિ વ્યવહારે તેમ છે.” અનામના પ્રણામ (પત્રાંક ૧૩૯) લખનારને શું નામ આપવાનું? ૫. સત્તર : જેનો કોઇ ઉત્તર નથી, જવાબ નથી, જોડ નથી તેવો લાજવાબ આત્મા, બેજોડ આત્મા. જેનાથી કોઇ ચઢિયાતું નથી, જેનાથી બધું ઊતરતું છે તેવો સર્વોત્કૃષ્ટ, સર્વશ્રેષ્ઠ પ્રધાન આત્મા. આ અનુત્તર યોગી પત્રાંક ૮૪માં, બોલ ૮-૮માં ફરમાવે છે તેમ, “અનુત્તરવાસી થઇને વર્ત.” ૬. સમાન : મા ધાતુનો અર્થ છે માપવું. પત્રાંક ૨૧૩ અન્વયે, એક અંશ શાતાથી કરીને પૂર્ણકામતા સુધીની સર્વ સમાધિ, તેનું સપુરુષ જ કારણ છે. આટલી બધી સમર્થતા જેને આપણે માપી શકતા નથી તે અમાન પુરુષ. પ્રમાણ ચાર છે : પ્રત્યક્ષ, અનુમાન, ઉપમા અને શબ્દ. પ્રત્યક્ષ દેહે પરમાત્મા હોય છે ત્યારે ભાગ્યે જ કોઇ મહાભાગીને ઓળખાણ થાય છે. કોઈ બાહ્ય ચિહ્નથી અનુમાની શકાતા નથી, વ્યવહારમાં બેઠેલા દેખાય છે. ઉપમાથી માપવા જતાં આપણી મતિ મપાઇ જાય છે તેવા અમાની એટલે કે નિર્માની, નિરભિમાની કૃપાળુદેવનું અમાન એટલે કે શરણ લઇએ, આશ્રય લઇએ અને શબ્દદેહે ઓળખાણ કરી લઇએ. કપ ળદેવ રચિત ‘મુનિન પ્રણામ ૧ મનિને પ્રણામ’ પદમાં, મનહર છંદમાં, “મુનિ તુમ આગે મેરે પ્રનામ અમાન હો.” ૭. મકૃતસાર: જ્યાં રાગ, દ્વેષ, અજ્ઞાન છે ત્યાં કર્મ છે અને જયાં મળ, વિક્ષેપ, આવરણ છે ત્યાં મૃત્યુ છે. આ નાશવંત શરીરમાં અમૃતની પ્રાપ્તિ કેવી રીતે થાય તે કઠોપનિષદ્ ૨:૩ઃ૧પમાં કહ્યું છે તેમ, હૃદયની સર્વ ગ્રંથિઓ નાશ પામે છે ત્યારે મર્ય મનુષ્ય અમૃતસ્વરૂપ થાય છે. વચનામૃતજી પત્રાંક ૧૭૦માં, ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે. અમત કહેતાં ચારની સંખ્યા યાદ આવે અર્થાતુ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય એ અનંત ચતુષ્ટય જયાં લહેરિયા લે છે તે અમૃતસાગર કૃપાળુદેવ. સાતની સંખ્યા પણ સ્મૃતિમાં આવે છે, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમ્યત્વ મોહનીય, અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લોભ એ સાત પ્રકૃતિના ક્ષયથી આત્મા હસ્તગત થતાં કૃપાળુદેવ અમૃતસ્વરૂપ જ હોય ને ? સત્ સત્ એનું જ રટણ છે. પરમ પીયૂષ અને પ્રેમભક્તિમય જ રહીએ! (પત્રાંક ૨૧૭) વચનામૃતજી પત્રાંક ૬૮૦માં અંગત છતાં પ્રગટપણે લખી જ દીધું કે, સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઇચ્છતા પરમાર્થપ્રેમી જિજ્ઞાસુજીવોની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃતસાગર છીએ. wwwjainelibrary.org Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ૮. પ્રવધૂત : એ કહેતાં, આશાઓ રૂપ બંધનોથી છૂટેલો અને સાવંત નિર્મળ હોવાથી નિત્ય આનંદમાં જ વર્તતો આત્મા. 2 કહેતાં, જેણે વાસના છોડી હોય, જેનું વચન નિર્દોષ હોય અને જે વર્તમાનમાં જ વર્તે છે તે આત્મા. ઘૂ કહેતાં, જેનું મન સંકલ્પ-વિકલ્પથી છૂટી ગયું હોય, ધ્યાન-ધારણાથી જે મુક્ત થયો હોય, અલખના નામની ધૂણી ધખાવી હોય કે ધૂન મચાવી હોય અને અલક્ષ્યના દેદારનાં દર્શન કર્યા હોય તે આત્મા. ત કહેતાં, જેણે તત્ત્વનું ચિંતન ધર્યું હોય, જે સાંસારિક ચિતા તથા ચેષ્ટાથી રહિત હોય અને અજ્ઞાન તથા અહંકારથી મુક્ત થયો હોય તે આત્મા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થ જાણે વર્જી દીધા હોય અને પછી લખીને સ્પષ્ટતા કરી દીધી પત્રાંક ૧૭૬માં, અબધુ થયા છીએ. અભુત દશા નિરંતર રહ્યા કરે છે. પ્રભુશ્રીજી પ્રકાશતા, અબધુ એટલે આત્મા. ૯. વીર : - વાણી જેને વર્ણવી શકતી નથી અને ઇન્દ્રિયો દ્વારા જયાં પહોંચી શકાતું નથી તે માત્ર અનુભવગોચર જ્ઞાનને સર્વજ્ઞ ભગવંત પણ વચનયોગમાં પ્રકાશી શકતા નથી. તો આ અન્ય વાણી તો શું કહે ? પત્રાંક ૯૧માં, જે પુરુષ એમ લખી દેછે કે, “છે તે કલમ લખી શકતી નથી, કથન કહી શકતું નથી, મન જેને મનન કરી શકતું નથી. છે તે.” તો એવા પુરુષની આત્મદશાના ગુણગ્રામ આપણે શું કરી શકીએ ? ૧૦. મન્ના : અન્ + હતી | સંપૂર્ણપણે ગ્રહણ કરે છે, જાણે છે તે પરાશક્તિ કહો કે પછી પરમાત્મદેવ કહો, અલ્લાહ કહો કે અલીમ કહો કે ભગવાન કહો. જળહળ જ્યોતિ સ્વરૂપ તું, ભયભંજન ભગવાન. (પત્રાંક ૧) ૧૧. અસ્વસ્થ વળ્યું: જન્મથી કે લગ્નથી, લોહીની સગાઇથી કે પ્રીતની સગાઇથી તો સંસારમાં સ્વાર્થ સંબંધે સંબંધીઓ અને બાંધવો કંઇક હશે પણ નિઃસ્વાર્થ કેવળ શુદ્ધ પરમાર્થ સંબંધે સાચું પરમાર્થબંધુત્વ તો તારું છે જે પરમાર્થની જ ભેટ આપે છે. બીજા સંબંધ બંધનકારક છે, આ સંબંધ બંધનછેદકછે, અબંધ છે. ૫.પૂ.શ્રી બ્રહ્મચારીજીના શબ્દોમાં, પ્રજ્ઞાવબોધ' પુષ્પ ૯૭, ‘આત્મભાવના'માં શ્રી રાજચંદ્ર પ્રભુપાદ વંદું મુમુક્ષુના જે પરમાર્થ બંધુ આ યુગમાં જે પ્રગટાવનારા યથાર્થ શુદ્ધાત્મ વિચારધારા... શ્રી રાજચંદ્ર પ્રભુપાદ વંદું... ૧ ૨. માનન્વન્ત: આંતર શત્રુઓ પર વિજય મેળવ્યો હોવાથી શોકને અવકાશ નથી. આનંદસ્વરૂપ પ્રભુનાં દર્શનથી આપણે પણ આનંદનો છંદ પામીએ છીએ અને એટલે આનંદનું અખંડ ગાન ગાઇ શકીએ છીએ. કંદ તો ગમે ત્યાંથી ઊગ્યા કરે, ફૂટ્યા કરે, ઘરમાં કે ભૂમિમાં, તેમ કૃપાળુદેવને ગમે ત્યાંથી વાંચો, લખો કે ભાળો, નિહાળો કે . પરખો, નીરખો પણ એ તો આનંદનો કંદ, જિનનો નંદ, સુખનો કંદ હોવાથી આપણને પણ આનંદ આપે છે, કલ્યાણ કરે છે અને પ્રસન્નતા અર્પે છે. માનન્દ્રમાનન્દ્ર પ્રસન્ન જ્ઞાનસ્વરૂપ નિનવધરૂપમ્ . . . . ! ૧૩. માર્ષિક્ષત્ર: કવિ તો દૃષ્ટા છે, ઉદ્દગાતા છે, ક્રાન્તદર્શી છે. કારણ કે, આર્ષકવિ તો સર્વ આવરણ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ ભેદીને, સર્વ પડદા હટાવીને સત્યને જોઇ શકે છે. તે જ વિશ્વનું અનંત ગાન ગાઇ શકે છે. જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ; જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી, એમ કહેવાય છે. ઇશાવાસ્ય ઉપનિષદ્માં આત્માને કવિમનીષી કહ્યો છે. તીર્થંકર દેવનું પણ આ એક વિશેષણ છે. આ તો રવિવારના જન્મેલા સિદ્ધહસ્ત કવિ અને રસસિદ્ધ અનુભવપૂત કવીશ્વર છે. તેમની યશરૂપી કાયાને જન્મ, જરા, મરણ રૂપી ભય નથી. ૧૪. आशुप्रज्ञ : સાવ સાદો અર્થ તો હાજરજવાબી. આશુ એટલે શીવ્ર, જલ્દી. પ્રજ્ઞ એટલે વિશેષતઃ ઉત્કૃષ્ટતઃ જાણનાર, પ્રજ્ઞાવંત. છેક બાલ્યાવસ્થામાં જ શ્રુતસાગ૨ને ઘોળીને પી જનાર બાળ રાજ નહોતા પણ લાખો વર્ષની વયના જ્ઞાનવૃદ્ધ પુરાણ પુરુષ હતા. એક શ્લોક વાંચતાં હજારો શાસ્ત્રનું ભાન થઇ તેમાં ઉપયોગ ફરી વળતો હોય તેવા રાજપ્રભુના કરેલા આગમના યથાર્થ અર્થ તો જુઓ ! કેવું અભૂતપૂર્વ સૂક્ષ્મતમ વિવેચન અને પરમાર્થ ? जयन्ति ते सुकृतिनो रससिद्धाः कवीश्वराः । नास्ति येषां यशः काये जरामरणजं भयम् ॥ શ્રી ઠાણાંગજી સૂત્રની સાક્ષીએ કહું તો, આશુપ્રજ્ઞ એટલે દિવ્યજ્ઞાની, કેવળજ્ઞાની. પત્રાંક ૨૭માં, પોતે સહી કરી છે, ‘આશુપ્રજ્ઞ રાજચંદ્ર.' ૧૫. રૂં : ધર્મ, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય : આ છ ઐશ્વર્ય છે. સામાન્ય રીતે આ છને મેળવનાર ઐશ્વર્યનો ભોક્તા અને દાસ બની જાય છે પણ રાજપ્રભુ તો ઐશ્વર્યનો સ્વામી છે અને મુક્ત છે. “કર્તા ઇશ્વર કોઇ નહિ, ઇશ્વર શુદ્ધ સ્વભાવ.’’ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા ૭૭ અન્વયે, પોતે આત્મસ્વભાવની પરિણતિને લીધે શુદ્ધ અને નિજસ્વરૂપનો જ કર્તા છે, અધીશછે, ઇશ્વરછે. શુદ્ધ આત્મસ્વભાવ જેનો થયો છે તે ઇશ્વર. (પત્રાંક ૭૧૮) દેશ્યને અદશ્ય કર્યું અને અદૃશ્યને દશ્ય કર્યું એવું જ્ઞાની પુરુષોનું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વીર્ય વાણીથી કહી શકાવું યોગ્ય નથી. (પત્રાંક ૬૪૮) કર્યા છે તે ઇશ્વર. (હાથનોંધ ૩:૧૭) ૧૬. સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને સર્વ પ્રકારે જાણનાર, રાગદ્વેષાદિ સર્વ વિભાવ જેણે ક્ષીણ उदासीन : ૩વ્ + આસીન । ૐત્ એટલે ઉંચે, આસીન એટલે બેઠેલ, બિરાજેલ. જગતના ભાવ, રાગ, દ્વેષ, મોહ સ્પર્શી ન શકે, સુખ-દુઃખ આદિ દ્વન્દ્વ સ્પર્શી ન શકે, કર્તા-ભોક્તાદિ ભાવ સ્પર્શી ન શકે તેવા ઉચ્ચ આસનમાં બેઠેલા કૃપાળુદેવ, “સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી’’ પરમાનંદમય સુખાસનમાં બિરાજેલા કૃપાળુદેવ, પત્રાંક ૩૯૮ મુજબ, ‘ઉદાસીન શબ્દનો અર્થ સમપણું છે’’ એટલે એવા સમતાસ્થિત, કૃતકૃત્યતા રૂપ ઉપેક્ષાવાન અને સાક્ષીભાવે – દૃષ્ટાભાવે જોયા કરનાર કૃપાળુદેવે એટલે જ લખી દીધું કે, સુખની સહેલી અને અધ્યાત્મની જનની ઉદાસીનતા છે. લિખિતંગ કરે છે, વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ !!! (પત્રાંક ૪૬૬) લિ. ઇશ્વરાર્પણ (પત્રાંક ૨૫૯), શું લખવું આપણે ? Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ઉદાસીનતાનો જ્યાં વાસ, સર્વદુઃખનો ત્યાં છે નાશ. સર્વકાળનું ત્યાં છે જ્ઞાન, દેહછતાં ત્યાં છે નિર્વાણ . ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા. (પત્રાંક ૧૦૭) ૧૭. સિંધુ : સપુરુષનાં શરણ જેવું એક્કે ઔષધ નથી. આ નિશ્ચય વાત બિચારાં મોહાંધ પ્રાણીઓ નહીં જાણીને ત્રણે તાપથી બળતાં જોઈ પરમ કરુણા આવે છે. (પત્રાંક ૨૧૪) પત્રાંક ૬૮૦માં, કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો, પોતાની મતિ કલ્પનાથી મોક્ષમાર્ગને કલ્પી, વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતાં છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરૂણાશીલ એવું અમારું હૃદય રડે છે. આ અંતર અનુભવ પરમાત્મપણાની માન્યતાના અભિમાનથી ઉદ્ભવેલો લખ્યો નથી, પણ કર્મબંધનથી દુઃખી થતા જગતના જીવોની પરમ કારુણ્ય વૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ હૃદયચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. આ છ પદ - ષટુ સ્થાનક સમજાવીને રાજપ્રભુએ દેહ અને આત્માનો ભેદ બતાવીને અપાર કરુણા કરી છે. ૧૮. નાનાપત્રિત : સૂર્યની બાર, ચંદ્રની સોળ, તત્ત્વજ્ઞાનની સોળ કળા જેમાં સહજે સમાયછે તેવી જ્ઞાનકળાથી જે જ્ઞાત છે, પ્રાપ્ત છે, ગૃહીત છે, ધ્વનિત છે, વિભૂષિત છે. તેવા સમ્યગ્દષ્ટિ મોરલાનો સ્વરૂપસિદ્ધ કેકારવ કે આ કાઠિયાવાડમાં ભૂલી પડેલી કોયલનો સ્વરૂપસિદ્ધ ટહૂકાર છે. કલાપ એટલે સમૂહ, મોરપિચ્છનો સમૂહ અને ચંદ્ર. ૧૯. શત્પનાતીત : આ કાલ્પનિક પુરુષની વાત નથી પણ કલ્પનાથી પર એવા સત્ની, વાસ્તવિક પુરુષની હકીકત છે. બનાવેલો, ધારેલો, રચેલો પુરુષ નથી પણ નક્કર ભૂમિ પર થઇ ગયેલો અને સહુને ટક્કર મારે તેવો સ્વાભાવિક પુરુષ છે. મન માને નહીં, મગજ ચાલે નહીં, બુદ્ધિમાં બેસે નહીં અને કલ્પનામાં આવે નહીં તેવી આત્મદશાનાં ચઢાણ છેક સુધીનાં ચડી લીધાં, જડી દીધાં. ૨૦. પવૃક્ષ : પત્રાંક ૬૮૦માં, ખાત્રી-ખુમાર-ખુમારીપૂર્વક ડિડિમ નાદથી લખી જ દીધું કે, મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં છે. (પત્રાંક ૪૬૬) સમુદ્રમંથન પછીનાં ૧૪ રત્નની પ્રાપ્તિ થઇ તેમાં કલ્પવૃક્ષ પણ ખરું. દેવતાઇ મનાતાં આ વૃક્ષની પાસેથી જે માગો તે મળે તેવી માન્યતા છે. જિનાગમમાં પણ ૧૦ પ્રકારનાં કલ્પવૃક્ષ કહ્યાં છે. ઇચ્છો, ચિતવો કે વસ્તુ મળી જ સમજો. અરે, કૃપાળુદેવ રૂપી કલ્પવૃક્ષનાં વચનામૃત, મુદ્રા ને સત્સમાગમ સેવો કે આત્મવસ્તુની પ્રાપ્તિ થઇ જ સમજો . પાંચમા આરામાં ય કલ્પવૃક્ષ ! કળિકાળ કલ્પતરુ છે ! વૃક્ષનાં ફળને કોઇ ચૂંટી કે લૂંટી ન જાય એ માટે એની આસપાસ સંરક્ષક વાડ કરવામાં આવે છે પણ તેવી કોઇ પણ સંરક્ષક વૃત્તિ-વાડ તું કલ્પવૃક્ષની આસપાસ નથી. એટલે હે કૃપાળુ ! તું કલ્પવૃક્ષને સેવીને ગમે તે કોઇ ફાવે તેમ ફળ ચૂંટી વા લૂંટી શકે તેમ છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧. केवल : કૈવલ્ય પ્રાપ્ત પુરુષ તે કેવલ. માત્ર આત્માનું જ કેવન, સેવન કરે છે તે કેવલ. કેવળ નિજ સ્વભાવનાં જ્ઞાનની દશા અને દિશા દર્શાવનાર તે કેવલ. વિશિષ્ટ, વિચક્ષણ અને વિલક્ષણ પુરુષ તે કેવલ. માત્ર, ફક્ત, શુદ્ધ, સ્વચ્છ, સાફ, પૂર્ણ તે કેવલ. જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે તે પ્રતાપી પુરુષ જયવંત વર્તો. (પત્રાંક ૮૦) ૨૨. कलिकालकेवली : કાર્તિકી પૂર્ણિમાના પરમ પવિત્ર દિને જેમનો જન્મ તેવા શ્રી હેમચંદ્રાચાર્યજી કળિકાળ સર્વજ્ઞ કહેવાય છે તો શ્રીમદ્ રાજચંદ્રજી કાર્તિકી પૂર્ણિમા અને વળી આદિત્યવારે (જેના પરથી દિતવાર-રવિવાર થયું) જન્મેલા તે કળિકાળે કેવળી કહેવાય છે. કેવળજ્ઞાન રૂપી સૂર્ય, સૂર્યવારે જન્મીને, અત્યંત શુદ્ધ જ્ઞાનસ્થિતિને ભજી ગયો. પત્રાંક ૬૭૯ અનુસાર, આત્માને વિષેથી સર્વ પ્રકારનો અન્ય અધ્યાસ ટળી સ્ફટિકની પેઠે આત્મા અત્યંત શુદ્ધતા ભજે તે કેવળજ્ઞાન છે. ૧૭૯ આ કરાળ-વિકરાળ કાળમાં, આ હુંડાવસર્પિણી કાળમાં, આ કળિયુગમાં કેવળી હોય ? અરે, ‘જ્ઞાન કેવળથી કળો' અને ‘જ્ઞાન જ્ઞાનીમાં કળો'નો નાદ જગવ્યો છે, સાદ પાડ્યો છે, નારો લગાવ્યો છે તે કેવળજ્ઞાનને કળીને. ૨૩. દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા, આ કળિકાળે હો અમને ઉદ્ધરનારા. પ્રજ્ઞાવબોધ પુષ્પ ૯૫ : પ.પૂ.બ્રહ્મચારીજી गणधर गुणधर : દિવ્ય દેશનાનું દાન તો તીર્થંકર દેવનું, પણ તે તે સમયે હાજર હોય તેને. પછી ગણધર ભગવંત ગ્રંથ રૂપે ગૂંથે નહીં તો ? એવા અચિંત્ય માહાત્મ્યવંત શ્રીમાન્ ગણધર દેવ છે. કૃપાળુદેવ પણ મહાવીર સ્વામીના છેલ્લા અંતેવાસી શિષ્ય હતા. જાણે કે સઘળું સંઘરી લીધું અર્થાત્ સંગ્રહિત – સમ્યક્ પ્રકારે ગ્રહણ કરી લીધું અને આ કાળના જીવોને ધરી દીધું, આમ ગણધર જેવા ગુણ ધરાવનાર છે. ૨૪. ગહન : ભગવાન એટલે જ અર્ચિત્ય, અગમ, અગોચર અને ગહન. આપણાં મન-વચન-કાયા અને બુદ્ધિ પાછાં પડે ! અંતઃસ્તલમાં ડૂબકી મારવી પડે. ગોતા લગાવ્યા બાદ ગોતી લે પોતાનું અંતરાત્મપણું તો યે ગહન વાત તો ખરી જ, વર્તનારો યે ગહન. ‘સમ્યગ્દષ્ટિ મહાપુરુષની અંતર્ચર્યા ગહન કહી.’ (પ્રજ્ઞાવબોધ ૨૦:૨૦) સમસ્ત સંસાર બે પ્રવાહથી વહે છે, પ્રેમથી અને દ્વેષથી. પ્રેમથી વિરક્ત થયા વિના દ્વેષથી છૂટાય નહીં, અને પ્રેમથી વિરક્ત થાય તેણે સર્વસંગથી વિરક્ત થયા વિના વ્યવહારમાં વર્તી અપ્રેમ (ઉદાસ) દશા રાખવી તે ભયંકર વ્રત છે. (પત્રાંક ૫૬૬) આવા મહાવ્રતીની ગહન દશાની આપણે વાત કરી રહ્યાં છીએ. સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે તેને શ્રી જિને તીવ્ર જ્ઞાનદશા કહી છે. કોઇક જીવથી એ ગહન દશાનો વિચાર થઇ શકવા યોગ્ય છે. (પત્રાંક ૫૭૨) શ્રી ભગવદ્ ગીતાના અધ્યાય ૮, શ્લોક ૧૪ અનુસાર, અનન્ય ચિત્તવાળા સાધક માટે તો પ્રભુ સુલભ જછે. ચિત્તનો લય એ જ ચૈતન્યનો ઉદયછે. શુદ્ઘ, ગુહ્યાપિ ગુહ્ય, રાનમુહ્ય કહેવાયછે તે રહસ્યનું ઉદ્ઘાટન તો રાજ જેવા રાજ઼દાર (ભેદી પુરુષ) કરી શકે. For Frivate & Personal use only Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ૨૫. ચિત્તવનૂન : ચિત્ત એટલે નિર્ધારિત. નિશ્ચય એથી આવિયો, ટળશે અહીં ઉતાપ. (પત્રાંક ૧૫૪) ચિત્ત એટલે મન, હૃદય તો ખરું જ. કેવળ અશાતામય આ સંસાર અંગાર જેવો લાગે ત્યારે તેનું વારણ-નિવારણ રાજવદન અને રાજવાણીનું ચંદન છે, જે શાતા અને શાંતિ બક્ષે છે. માટે ચિત્તચંદન છે. સિંચે વિશ્વ સુધારસે રે, ચંદ્ર રહૃાો પણ દૂર રે; તિમ પ્રભુ કરુણાદષ્ટિથી રે, લહિયે સુખ મહમૂર. એ પ્રભુ પ્યારો રે, મારાં ચિત્તનો ઠારણહાર મોહનગારો રે. મારાં ચિત્તનો ઠારણહાર રાજકૃપાળુ રે. શ્રી સુપાર્શ્વ જિન સ્તવન : ઉપા. શ્રી યશોવિજયજી ૨૬. નિનાદ્ધાર: થશે અવશ્ય આ દેહથી, સત્યધર્મનો ઉદ્ધાર રે, ધન્ય રે દિવસ. (હાથનોંધ ૧:૩૨) ઠામ ઠામ જે પુરુષે જિનાગમની અને જિનેશ્વર ભગવંતની સાક્ષી આપી છે, વીતરાગ માર્ગનો અનન્ય સત્યકાર કર્યો છે, શ્રી મહાવીર સ્વામીનો મહિમા ગાયોછે તે, ઇડરના મહારાજા સાથેના વાર્તાલાપમાં શ્રીમુખે સ્પષ્ટ કહી દે છે કે, જિન શાસનનો પૂર્ણપણે પ્રકાશ કરનાર આ છેલ્લા તીર્થકર અને તેઓના શિષ્ય ગૌતમ આદિ ગણધરો અહીં વિચરેલાનો ભાસ થાય છે. તેઓના શિષ્યો નિર્વાણ પામ્યા, તેમાંનો એક પાછળ રહી ગયેલો જેનો જન્મ આ કાળમાં થયેલો છે. તેનાથી ઘણા જીવોનું કલ્યાણ થવાનો સંભવ છે. ચરમ તીર્થંકર શ્રી મહાવીર દેવનાં ચરણકમળ સમીપે બેસનાર, ઉપનિષદ' કરનાર (ગુરુની બાજુમાં બેસીને અધ્યયન કરનાર) આ બીજું કોઇ નહીં પણ રાજચંદ્ર પ્રભુ પોતે જ છે. માર્ગને પામેલા હોવાથી માર્ગ પમાડી શકે છે. ઉદ્ધાર એટલે જ મોક્ષ, મુક્તિ. સ્ + ૮ અને સ્ + છું એમ બન્ને થાય. સંસાર સાગરમાંથી બહાર કાઢે, ઉપર લાવે તે ઉદ્ધાર. - હાથનોંધ ૨-૧૫માં, “તમે શા માટે ધર્મનો ઉદ્ધાર ઇચ્છો છો?” પરમ કારુણ્ય સ્વભાવથી. તે સદ્ધર્મ પ્રત્યેની પરમ ભક્તિથી. ૨૭. નવમુ : જેને ભોગો ગમે નહીં, સુખ-દુઃખ આવ્ય હર્ષ-શોક ન થાય, જેનું અંતઃકરણ હર્ષ, ખેદ, ભય, ક્રોધ, ઇચ્છા અને દીનતાનાં દર્શનથી સંબંધ ન પામે, જે આત્મરમણતાને લીધે સર્વોત્તમ વિશ્રાંતિમગ્ન હોય, નિરીહ-નિઃસ્પૃહ અને નિઃસ્નેહ થઇ જીવતો હોય, લગારે લપાતો ન હોય, બધી ઇચ્છાઓ-શંકાઓ-ચેષ્ટાઓ-નિશ્ચય બુદ્ધિથી ત્યજી દીધા હોય એટલે કે, સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી; મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કીનો હૈ. નાટક સમયસાર, સર્વવિશુદ્ધ અધિકાર : પંડિત પ્રવર શ્રી બનારસીદાસજી કળાધર છતાં કળાહીન રીતે અને છતે ચિત્તે ચિત્ત વિનાનો વર્તતો હોય તે જીવન્મુક્ત. મહોપનિષદ્દમાં જનકજી તરફથી શુકદેવજીને લાધેલો ઉપરનો સર્બોધ અને શ્રી ભગવદ્ ગીતાજીમાં શ્રીકૃષ્ણ પરમાત્મા For Private & PersonalUse Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ તરફથી અર્જુનજીને થયેલ સ્થિતપ્રજ્ઞતાનો બોધ, અને આ ધીટ અને ભીષણ કાળમાં જીવતાં થકાં મુક્ત દશાને વરેલા રાજપ્રભુમાં શો ફેર ? જીવતાં જગતીયું કરનારા જગતવાસી જીવો ક્યાં ? જીવન જીવી-જીતી જાણનારા જગન્નાથ રાજ ક્યાં ? ૨૮. ગીવિત સમયસાર : જીવમાં કર્મ બદ્ધ છે કે અબદ્ધ એ તો નય પક્ષ થયો. કોઈ નય દુભવ્યા સિવાય, નયપક્ષથી કે ગચ્છમતની પક્ષાપક્ષીથી પર રહીને, અતિક્રાન્ત થઇને, સ્વભાવને ક્રમ શાં અને અવલંબન શેનાં એમ ગણીને, સ્વસ્વભાવ પર જ મુશ્તાક રહેનાર તથા સમ્યક્ત્વ અને જ્ઞાનની જે એકને જ સંજ્ઞા મળે તેવો આત્મા તે જ સમયનો સાર અને તેમ જ જીવી જનારા ખરેખર જીવંત સમયસાર કૃપાળુદેવને કોટિ કોટિ પ્રણામ છે, સમયજ્ઞને સલામ છે. ૨૯. જ્યોતિર્ધર : બૃહદારણ્યક ઉપનિષદ્રના તૃતીય બ્રાહ્મણના ચતુર્થ અધ્યાયમાં, જનક રાજા અને ગુરુ યાજ્ઞવક્યનો સંવાદ છે. દિવસે સૂર્ય પ્રકાશ, સૂર્યાસ્ત થતાં ચંદ્રજ્યોતનો આધાર, બન્નેનો અસ્ત થતાં અગ્નિપ્રકાશ, તે ન હોય તો વાજજ્યોતિ (વાણીનો પ્રકાશ, તે પરથી વામય-સાહિત્ય), તે ન હોય ત્યારે પણ આત્માની સ્વયં જ્યોતિ છે જેના વડે જીવ પોતાના ઘરે-સ્વભાવમાં આવી શકે છે. “સ્વયંજ્યોતિ સુખધામ”. વાયોતિ આપણા મન-બુદ્ધિઇન્દ્રિયોને અજવાળે છે, જ્યોતિર્મય સ્વરૂપ અન્તરાત્મામાં પ્રકાશ પાથરે છે. સત્ની સાધનામાં પ્રાણની શુદ્ધિ, ચિત્તની સાધનામાં મનની શુદ્ધિ અને આનંદની સાધનામાં હૃદયની શુદ્ધિ થાય છે. આ ત્રણેની આત્યંતિક શુદ્ધિ થતાં ચિત્તનો વિલય થાય છે અને પરમ ઘુતિમય એવું એક માત્ર ચૈતન્ય જ બાકી રહે છે, તે ‘ળ્યોતિષાત્ પિ તદ્ ળ્યોતિ: તમસ: પરમ્ ૩તે !' એ જ્યોતિઓની પણ જ્યોતિછે અને તમસથી પર કહેવાય છે. રૂપના અંબાર સમ જ્ઞાનના અંબાર જેવી જળહળ જયોત, કેવળ જયોત ધરનારા, જ્યોતિર્ધર જગન્નાથ જે સ્વયંજયોત વડે આપણી સર્વ જ્યોતને અંદરથી પ્રકાશિત કરે છે તે કૃપાળુદેવ. ૩૦. તત્ત્વનોરનવાર્યવા: શ્રી ગૌતમને ચાર વેદ પઠન કરેલા જોવાને શ્રીમદ્ મહાવીર સ્વામીએ સમ્યકત્ર આપ્યાં હતાં. (પત્રાંક ૨૧-૭૪) આપણને બીજા મહાવીર સમ શ્રીમદ્ રાજચંદ્રજી તત્ત્વરૂપી આંખ આપે છે, પાંખ આપી છે. દિવ્ય ચક્ષુ આપે છે આ સદ્દગુરુ ભગવંત. કૃપાળુદેવના ગણધર તુલ્ય પૂ.શ્રી અંબાલાલભાઇએ સંસ્કૃત ભાષાના અભ્યાસના અંતે પહેલો જે શ્લોક રચ્યો તે – महादेव्याः कुक्षिरत्नं शब्दजीतवरात्मजम् । राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् ॥ કેવી યથાર્થ ગુરુ ભક્તિ ? આપણાં કલ્યાણ અર્થે કૃપાળુદેવે માન્ય કર્યો હતો. નોર્ એટલે જોવું. સાચી દૃષ્ટિ આપે છે તે જ સમ્યક નેત્રદાતા કૃપાળુદેવ. સર્વશ્રેષ્ઠ તત્ત્વ લોચનદાયક માનું. (પત્રાંક ૧૯-૪૬૮) ૩૧. તત્ત્વજ્ઞાન : સર્વ પ્રકારનો નિર્ણય તત્ત્વજ્ઞાનમાં છે. (પત્રાંક ૬-૨) સર્વ કલેશથી અને સર્વદુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. (પત્રાંક પ૬૯) Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ સાધન કંઈક કંઇક કરી થાક્યો, પણ ભવનો નહિ અંત લહ્યો; તત્ત્વજ્ઞાની ગુરુ જેને મળિયા, ભવબંધનથી મુક્ત થયો. બ્રહ્માનંદજી તત્ત્વજ્ઞાની ગુરુ વિના કલ્યાણ નથી, આજ્ઞાભક્તિના નિયમ કે મંત્રદીક્ષા સમયે અપાતું ‘તત્ત્વજ્ઞાન' જેમાં કૃપાળુદેવનાં વચનનો સંગ્રહ છે તે કેટલું રહસ્યમય છે? પૂ.સોભાગભાઇ અને પૂ.ડુંગરશીભાઇને પણ લખ્યું કે, તમે પદાર્થને સમજો. (પત્રાંક ૩૧૩) કૃપાળુદેવ એટલે આત્મજ્ઞ, સમયજ્ઞ અને તત્ત્વજ્ઞ. ૩૨. તરVIતારT : પોતે તરે અને બીજાને તારે તે તરણતારણ. તરી શકે તે જ તારી શકે. જેની પ્રાપ્તિ પછી અનંત કાળનું વાચકપણું મટી, સર્વ કાળને માટે અયાચકપણું પ્રાપ્ત હોય છે એવો જો કોઈ હોય તો તે તરણતારણ જાણીએ છીએ, તેને ભજો. (પત્રાંક ૩૭૯) તરણતારણ પ્રત્યે હૃદય ભક્તિથી તન્મય બને, જ્ઞાનથી શુદ્ધ વિવેક જાગે ત્યારે જ જીવ મોહ-શોકને તરી જાય છે. પરમકૃપાળુદેવ પ્રત્યેનો પ્રેમ અને ઋતંભરા પ્રજ્ઞા બન્ને તારક શક્તિ ધરાવે છે. વે ગુરુ મેરે મન બસો, જે ભવજલધિ જિહાજ, આપ તિરે પર તારહિ, ઐસે શ્રી ઋષિરાજ... ગુરુ મેરે મન બસો. શ્રી ભૂધરદાસજી ૩૩. ત્યા : કોઈ પણ પ્રકારના સિદ્ધિ યોગે કે વિદ્યાના યોગે સાંસારિક સાધન પોતા સંબંધી કે પરસંબંધી કરવાની પ્રતિજ્ઞા છે. એ પ્રતિજ્ઞામાં એક પળ પણ મંદપણું આવ્યું હોય એમ હજુ સુધીમાં થયું છે એમ સાંભરતું નથી. (પત્રાંક ૩૨૨) આવું કેટલા ત્યાગીને છે? આ તો ખરો ત્યાગી ખરો ને ? સુંદર કહત ઐસો, સાધુ કોઉ શૂરવીર; વૈરિ સબ મારિકે, નિચિંત હોઇ સૂતો હૈ. (પત્રાંક ૬૭૨) શ્રી સુંદરદાસજી-શૂરાતન અંગ ૨૧:૧૧ સંસારથી અલગ થઇને જીવી રહ્યા, વેગળા રહ્યા, વિરાગી થયા. ‘કેવળ હદયત્યાગી’ પ્રકાશે છે, આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાભ્ય અધ્યાસ નિવવો તેને શ્રી જિન ત્યાગ કહે છે. અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થકરે સ્વીકાર્યું છે. (પત્રાંક ૫૬૯) પંડિત બનારસીદાસજી જણાવે છે તેમ, સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી; મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કીનો હૈ. ગ્રહણ-ત્યાગના વિકલ્પથી પર સહજ સ્વભાવે એ મુક્તાત્મા હતા. ત્યાગી એટલે ઉદાર એમ અર્થ કરીએ તો, ગમે તે આમ્નાય-સંપ્રદાય-પંથના સંત-મહાત્મા-આચાર્યનાં શાસ્ત્ર-પુસ્તક વાંચવાવિચારવામાં ઉદાર હતા અને સર્વ જીવને સિદ્ધ સમ જોવાની ઉદાત્ત આત્મદૃષ્ટિ હતી. એટલે કે, ૩દ્વારવરિતાનાં તું वसुधैव कुटुम्बकम् । ૩૪. દિનનાથ : દિન એટલે દિવસ, ૨૪ કલાકનો સમય એમ જ સમજાય છે. દિન એટલે ધર્મ પણ થાય. દિનાનાથ કે દીનાનાથ એટલે ધર્મનો નાથ. “હે પ્રભુ'ના વીસ દોહામાં, ૧૪મા દોહામાં આ શબ્દ પ્રયોજ્યો છે. ધર્મસ્વરૂપ થઈને અન્યને ધર્મપ્રાપ્તિ કરાવી છે. વચનામૃતજીમાં પ્રથમ શતકની બીજી પંક્તિ, “બોધું ધર્મદ મર્મ હરવા, છે અન્યથા કામ ના’ને છેક સુધી ચરિતાર્થ કરી છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૩૫. વિદ્યવૃષ્ટા : જે અંતરાત્માને નિહાળે છે તે. જે આત્મદૃષ્ટા છે તે જ સર્વદષ્ટાછે અને તે જ દિવ્યદૃષ્ટાછે. તેને સર્વજ્ઞ કહો, તત્ત્વજ્ઞ કહો કે ત્રિકાલજ્ઞ કહો, કંઇ વાંધો નથી. ‘આત્મવત્ સર્વભૂતેષુ, ય: પતિ સ: પતિ ।' બધામાં આત્મા જુએ છે તે જ ખરેખર જુએ છે, તે જ દિવ્ય દર્શન છે, દિવ્યદષ્ટા છે. અધ્યાત્મની સૃષ્ટિમાં સમસ્ત ખેલ દૃષ્ટિનો જ છે. એવા આર્ષકવિ દિવ્યકારી દિવ્યદૃષ્ટા કૃપાળુદેવ છે. પૂ.ડૉ.ભગવાનદાસભાઇ મહેતાના શબ્દોમાં, ૩૬. दीननाथ : તત્ત્વજ્ઞાનની ઉપલબ્ધિ કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના આપણે અનાથ જ છીએ. આજ સુધીનાં સઘળાં સાધન લક્ષ વિનાનાં બાણની પેઠે નકામાં પુરવાર થયાં છે. એક સત્ ગુણ પ્રગટ્યો નથી ત્યાં સુધી દીન જ છીએ, સાધનહીન છીએ. પણ હે કૃપાળુદેવ ! આપ તો અનાથના નાથ, ગરીબનિવાજ, દીનબંધુ, દીનનાથ, દીનાનાથ, દિનનાથ છો. અનન્ય શરણના આશ્રયદાતા છો. ૩૭. देवाधिदेव : માલિની છંદ ધન્ય દિન લલકાર્યો, ધર્મ સાચો ઉધાર્યો; સુઅવસર અપૂર્વી, દિવ્યદષ્ટા સુગાયો. સમસ્ત સૃષ્ટિની સઘળી વસ્તુઓ અન્ય પ્રકાશથી પ્રકાશિત છે, પણ આત્મા સ્વયંપ્રકાશ રૂપ છે, પરમાત્મા પણ સ્વયં પ્રકાશિત છે, માટે ભગવાનને ‘સૂર્યકોટિ સમપ્રભ’ પણ કહ્યા છે. દૃષ્ટિની મર્યાદા અને મલિનતા એ જ આપણો અંધકાર છે. નામસ્મરણ આ મર્યાદાને તોડી નાખે છે અને મલિનતાને પરમશુદ્ધિમાં પલટાવી નાખે છે, કર્તાપણાનું અભિમાન ઓગાળી નાખે છે. એથી સાક્ષીભાવ જાગે છે, એક માત્ર અસ્તિત્વ જ બાકી રહે છે. આમ અસ્તિત્વનું ભાન કરાવનાર અને દિવ્યતાનું દાન દેનાર દેવ છે. પોતે જ પ્રભુશ્રીજીને લખ્યું છે, લિ.રાજચંદ્ર દેવ (પત્રાંક ૮૩૮) ૩૮. ૧૮૩ પૂજ્યપદે જ્યાં થઇ સ્થાપના, દેવ રૂપે રહે કેવા રે ! દેવ-ભાવ પ્રગટાવે સદ્ગુરુ, દેવ-દેવ રૂપ એવા રે. પ્રજ્ઞાવબોધ પુષ્પ ૬૭ : પ.પૂ.બ્રહ્મચારીજી ધી : ધીર કહેતાં જ ધી૨જવાન, વીર, ગંભીર, શાંત, સંતુષ્ટ, ચતુર શબ્દનો લક્ષ થાય. આ બધા ગુણોનો સરવાળો સુંદર પણ થાય. આત્માનું આંતરિક સૌન્દર્ય ખીલી ઉઠેછે, અસંગતા નીખરી ઉઠેછે. ‘વિારહેતો સતિ વિયિત્તે યેષાં ન શ્વેતાંસિ તે વ ધી: ।' વિકારનાં (વિભાવનાં) હેતુઓ હાજર હોવા છતાં જેમનાં ચિત્ત વિકારયુક્ત થતાં નથી તે જ ધીર પુરુષો છે. હીરા, માણેક જેવી મૂલ્યવાન ચીજને જે પૃથ્વીનો વિકાર ગણે, સત્તર વર્ષની વય પહેલાં લખે કે, સ્ત્રીઓનાં રૂપ ઉપર લક્ષ રાખો છો તે કરતાં આત્મસ્વરૂપ પર લક્ષ દો તો હિત થાય. (૫-૯૫), શ્રી લલ્લુજી મુનિશ્રી જેવા સ્થાનકવાસી આચાર્ય અને ‘ચોથા આરાના મુનિ’ જેને પ્રથમ સમાગમે ઝુકાવી દે અને પોતાનાથી ૪૪ વર્ષ વયવૃદ્ધ એવા પૂ.સોભાગભાઇને પણ આત્મપ્રતીતિકર લાગે તે કેવો ધીર પુરુષ ? ૩૯. ધર્મમૂર્તિ : બન્ને ધર્મમૂર્તિ થવા પ્રયત્ન કરીએ, મોટા ડર્ષથી પ્રયત્ન કરીએ. (પત્રાંક ૧૫૭-૭) ધર્મ જ જેનું સ્વરૂપ છે, ધર્મ જ જયાં પ્રગટપણે રહેલો છે તે ધર્મમૂર્તિ, ધર્મ - ૫૨માર્થ માટે જ જેનો દેહ વિદ્યમાન Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ છે તે ધર્મમૂર્તિ. ધર્મ જ જેનું સૌન્દર્ય છે તે ધર્મમૂર્તિ. જેમનાં દર્શન માત્રથી પણ અપૂર્વ સ્વભાવ-ધર્મની પ્રેરણા થાય તે ધર્મમૂર્તિ. ધર્મ જ જેનાં અસ્થિ અને ધર્મ જ જેના મિંજા છે, ધર્મ જ જેનું લોહી છે, ધર્મ જ જેનું આમિષ છે, ધર્મ જ જેની ત્વચા છે, ધર્મ જ જેની ઇન્દ્રિયો છે, ધર્મ જ જેનું કર્મ છે, ધર્મ જ જેનું ચલન છે, ધર્મ જ જેનું બેસવું છે, ધર્મ જ જેનું ઊઠવું છે, ધર્મ જ જેનું ઊભું રહેવું છે, ધર્મ જ જેનું શયન છે, ધર્મ જ જેની જાગ્રતિ છે, ધર્મ જ જેનો આહાર છે, ધર્મ જ જેનો વિહાર છે, ધર્મ જ જેનો નિહાર (!) છે, ધર્મ જ જેનો વિકલ્પ છે, ધર્મ જ જેનો સંકલ્પ છે, ધર્મ જ જેનું સર્વસ્વ છે, એવા પુરુષની પ્રાપ્તિ દુર્લભ છે, અને તે મનુષ્યદેહે પરમાત્મા છે. (પત્રાંક ૧૩૦) સત્પુરુષના અંતઃકરણે આચર્યો કિવા કહ્યો તે ધર્મ. (પત્રાંક ૨૧-૬૮) નહીં રાગ ને વળી દ્વેષનો લવલેશ આત્મપ્રદેશમાં, પરમાત્મા સમજો ધર્મમૂર્તિ દેહધારી વેશમાં. પ્રભુતુલ્ય મહાશય તત્ત્વજ્ઞાની રાજચંદ્ર મયા કરો. પૂ.શ્રી અંબાલાલભાઇ निर्ग्रथ : આત્યંતર ગ્રંથિનો છેદ ઉડાવી દેનાર એ નિગ્રંથ મહાત્મા બાહ્ય ગ્રંથિના સંપૂર્ણ છેદ માટે સુસજ્જ હતો, મુકિતની સમ્યક્ પ્રતીતિ કરાવે તેવું તેમનું દર્શન અને સત્સમાગમ હતા. “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગનિગ્રંથ.'' શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથા ૧૨૩ અન્વયે, આત્માનું શુદ્ધ પદ તે મોક્ષ છે અને તે જેથી પમાય તે તેનો માર્ગ છે. શ્રી સદ્ગુરુએ - ૫૨મ કૃપાળુદેવે નિગ્રંથનો સર્વ માર્ગ સમજાવ્યો છે તે તે દશામાં આવ્યા બાદ. મિથ્યાત્ય ગ્રંથિ જેની છેદાઇ ગઇ તે સદ્ગુરુ, સદ્ગુરુ એટલે નિગ્રંથ. સ્નાતક - નિગ્રંથ તે છે જેણે વિષયકષાયનું સ્નાન કરી નાખ્યું - નાહી નાખ્યું છે. મોહનીય કર્મના ક્ષય અર્થે ‘પરમ ગુરુ નિગ્રંથ સર્વજ્ઞ દેવ'ની માળા ગણીએ છીએ, એટલો તો મહિમા છે. આત્મત્વ પ્રાપ્ત પુરુષ - નિગ્રંથ આત્મા - જ્યારે યોગ્યતા ગણી તે આત્મત્વ અર્પશે - ઉદય આપશે - ત્યારે જ તે પ્રાપ્ત થશે, ત્યારે જ તે વાટ મળશે. (પત્રાંક ૫૪) ૪૧. निर्विकल्प : ૪૦. અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે તે તો આત્માની સ્વરૂપ પરિણતિ વર્તતી હોવાને લીધે છે. આત્માના સ્વરૂપ સંબંધી તો પ્રાયે નિર્વિકલ્પપણું જ રહેવાનું અમને સંભવિત છે, કારણ કે અન્ય ભાવને વિષે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ જ નથી. (પત્રાંક ૩૨૨) પ્રત્યક્ષ જોગે વગર સમજાવ્યું પણ સ્વરૂપસ્થિતિ થવી સંભવિત માનીએ છીએ. (૫ત્રાંક ૨૪૯) પૂર્ણ વીતરાગ સ્વભાવનાં કારણભૂત સત્પુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્તમાગમ છે. (પત્રાંક ૮૭૫) સત્પુરુષનો ઉપયોગ નિર્વિકલ્પ હોય છે ત્યારે યોગ્ય મુમુક્ષુને અનુસંધાન થતાં નિર્વિકલ્પતાનો અનુભવ થઇ જાય છે. निर्विकार : ૪૨. નિર્વિકાર મનના મુમુક્ષુઓ જેનાં ચરણકમળની ભક્તિ સેવા ઇચ્છે છે તેવો પુરુષ (હાથનોંધ ૧-૧૬) તો નિર્વિકાર હોય જ, હતો. નિર્વિકારી દશાથી મને એકલો રહેવા દો. (પત્રાંક ૨૧-૧૦૨) સત્પુરુષો કહેતા નથી, કરતા નથી, છતાં તેની સત્પુરુષતા નિર્વિકાર મુખમુદ્રામાં રહી છે. (પત્રાંક ૨૧-૧૨૨) Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ ઉપયોગની શુદ્ધતા અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે નિર્વિકાર દૃષ્ટિની અગત્ય છે. (પત્રાંક ૬૪) નિર્વિકાર એટલે વિકારરહિત, વાસનારહિત, પરિવર્તનરહિત, રોગરહિત. નિર્વિકાર દૃષ્ટિ એટલે સમ્યક્દૃષ્ટિ. કૃપાળુદેવ જેવા નિર્વિકારી પરમાત્મામાં વૃત્તિ રાખતાં નિર્વિકાર થવાય છે. કેવળ નિર્વિકાર છતાં પરબ્રહ્મ પ્રેમમય પરાભક્તિને વશ છે. (પત્રાંક ૨૦૧) છો નિર્વિકારી પાસ રાખો, ભક્તિ હું દિલમાં ધરું; સહજાત્મરૂપી સેવ્ય ગુરુને, વંદના વિધિએ કરું. પૂ.શ્રી અંબાલાલભાઇ ૪૩. નિરીft: નિ + સામ્ | સામ્ એટલે દોષ, પાપ, અપરાધ. નિર્ એટલે રહિત, વિયોગ, નાશ કે અતિક્રમ. અઢાર પાપસ્થાનક અને અઢાર દૂષણ રહિત તે નિરાગી. ૪૪. નિરત્નg : આલંબન રહિત તે નિરાલંબ. જ્ઞાનીની દૃષ્ટિ પ્રથમ નિરાલંબન છે, રુચિ ઉત્પન્ન કરતી નથી, જીવની પ્રકૃતિને મળતી આવતી નથી; તેથી જીવ તે દૃષ્ટિમાં રુચિવાળ થતો નથી, પણ જે જીવોએ પરિષહ વેઠીને થોડા કાળ સુધી તે દૃષ્ટિનું આરાધન કર્યું છે, તે સર્વ દુઃખના ક્ષય રૂપ નિર્વાણને પામ્યા છે; તેના ઉપાયને પામ્યા છે. (પત્રાંક ૮૧૦) નિરપેક્ષ અવિષમ ઉપયોગને નમસ્કાર (પત્રાંક ૭૩૫) કરનાર આ જ્ઞાની ભગવંત નિરાલંબ છે અને અનન્ય શરણનો બોધ દેતા હોવાથી બોધ પણ નિરાલંબ છે. સ્વભાવને કોનું અવલંબન ? શેનું અવલંબન? પોતે જ, સ્વભાવ જ. આલંબન સાધન જે ત્યાગે, પરપરિણતિને ભાંગે રે અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, આનંદઘન પ્રભુ જાગે રે...વીરજીને ચરણે લાગું... - શ્રી આનંદઘનજી કૃત શ્રી મહાવીર સ્વામી સ્તવન દેવ-દેવીની તુષ્ટમાનતા-માન્યતા-માનતાનો બોધ નથી તેથી પણ નિરાલંબ છે. વળી આ કાળમાં સ્વયંભુદ્ધ છે તેથી પણ પરમકૃપાળુદેવ નિરાલંબ કહી શકાય. - સુખદુઃખ, હર્ષશોકાદિને વિષે અપ્રતિબદ્ધ છે એવા જે જ્ઞાની તેને કોઇ આશ્રય કે આલંબન નથી. શાતા-અશાતા બન્નેમાં ઉદાસીન છે. જે ઉદાસીન છે તે મૂળ સ્વરૂપે નિરાલંબન છે. નિરાશ્રય એવા જ્ઞાનીને બધું ય સમ છે. (પત્રાંક ૩૭૭) ૪૫. નિઃસ્પૃદ: ચૈતન્યનો નિરંતર અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે, એ જ જોઇએ છે. બીજી કંઇ સ્પૃહા રહેતી નથી. (પત્રાંક ૧૪૪). અમારું ચિત્ત નિઃસ્પૃહ અતિશય છે અને જગતમાં સસ્પૃહ તરીકે વર્તીએ છીએ, એ કળિયુગની કૃપા છે. (પત્રાંક ૨૨૨) જો કે, વચનામૃતજીના પ્રારંભે જ, “બોધું ધર્મદ મર્મ ભર્મ હરવા, છે અન્યથા કામ ના” (પત્રાંક ૧) અર્થાત્ જીવોની ભ્રાન્તિ-ભરમ-ભ્રમ દૂર કરવા ધર્મનો મર્મ બોધું છું, બીજી કોઇ કામના-ઇચ્છા-સ્પૃહા નથી, એમ પ્રકાશનાર પરમકૃપાળુદેવ આગળ લખે છે, બુદ્ધિ તો મોક્ષને વિષે પણ સ્પૃહાવાળી નથી. (પત્રાંક ૩૭૯) Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જેની મોક્ષ સિવાય કોઇ પણ વસ્તુની ઇચ્છા કે સ્પૃહા ન હોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઇ છે.. (પત્રાંક ૬૮૦) લખનાર કૃપાળુદેવ જેવા નિઃસ્પૃહ, નિરીહ, નિર્લોભી પુરુષ જ હોય ને ? નિર્લોભી સદ્ગુરુ વિના, કવણ ઉતારે પાર? (બૃહદ્ આલોચના) પત્રાંક ૩૯૮માં તો પોતે પોતાની નિષ્કામતા ખુલ્લી કલમથી કહી દીધી છે. વળી આપ શ્રીમતું કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છો. (પત્રાંક ૪૧૭) નિર્લોભી સદ્ગુરુ તણા, સેવો પ્રેમે પાય; તો સંતોષ ઉરે વસે, એ જ અચૂક ઉપાય. પ્રજ્ઞાવબોધ પુષ્પ ૧૩ : ૫.પૂ.બ્રહ્મચારીજી ૪૬. નીરા : નિર્ગત કે નિર્મૂળ છે રાગ જેનો તે. જેને રાગ નથી તે. વીતરાગીનો પર્યાય શબ્દ છે નીરાગી. ક્ષમાપના પાઠમાં નીરાગી પરમાત્માને સંબોધન છે તો પત્રાંક ૫૧, ૧૨, ૫૫માં નીરાગી પુરુષોને - મહાત્માઓને નમસ્કાર છે. રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ નથી. (મોક્ષમાળા શિક્ષાપાઠ ૧૦૧) રાગમાં દ્વેષનો સમાવેશ થઇ જાય છે. રાગ નથી તેને દ્વેષ નથી, તેથી સંસાર નથી. પરિણામે વીતરાગીછે, નીરાગીછે. નીરાગીનાં વચનોને પૂજ્ય ભાવે માન આપું. (પત્રાંક ૧૯-૪૨૦) નીરાગી ગ્રંથો વાંચું. (પત્રાંક ૧૯-૪૨૦) નીરાગી અધ્યયનો મુખે કરું. (પત્રાંક ૧૯-૪૨૦) આપણે આ નીરોગી રાજના રાગી થઇ વચનામૃતજીને માન આપીએ, વાંચીએ અને મુખપાઠ કરીએ. તત્ત્વાભિલાષાથી મને પૂછો તો હું તમને નીરાગી ધર્મ બોધી શકું ખરો. (પત્રાંક ૨૧-૯૬) રાગ, દ્વેષ અને અજ્ઞાન એ ત્રણે કારણથી રહિતપણે શબ્દો પ્રગટ લેખપણું પામ્યા છે; માટે સેવનીય છે. (પત્રાંક ૩૯૮) જ્યાંથી ત્યાંથી રાગદ્વેષ રહિત થવાનો જ બોધ આપ્યો છે, એ બોધસ્વરૂપ થઇને કહ્યું છે. માટે વીતરાગના - મહાવીરના ખરા અનુયાયી - વારસ, અરે બીજા મહાવીર જ છે પરમકૃપાળુદેવ. ૪૭. પરમકૃપાળુ : જેઓને બ્રાન્તિથી કરી પરમાર્થનો લક્ષ મળવો દુર્લભ થયો છે એવા ભારતક્ષેત્રવાસી મનુષ્ય પ્રત્યે તે પરમકૃપાળુ પરમકૃપા કરશે. (પત્રાંક ૧૯૧) તે જ લોકોને કંઇ જૂઠું કહીને સદ્ગુરુ પાસે સત્સંગમાં આવવાની જરૂર નથી. લોકો પૂછે તો સ્પષ્ટ કહેવું કે, મારા પરમકૃપાળુ સદ્ગુરુ પધાર્યા છે. (ઉપદેશ છાયા પૃ.૬૮૪) કેટલી કૃપા? મોક્ષમાર્ગનું યથાર્થ ભાન કરાવનાર, પરિભ્રમણના આંટા ટળાવનાર, માર્ગ ભૂલેલાને માર્ગ બતાવનાર, દિશા બતાવીને વાટે આવતાં વિઘ્નો-ભૂલોનું નિવારણ સમજાવનાર શ્રી સદ્ગુરુદેવ પરમ કૃપાળુદેવનો કેટલો ઉપકાર ? હે પરમકૃપાળુદેવ ! હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિન્દમાં નમસ્કાર કરું છું. (પત્રાંક ૪૧૭) Page #233 -------------------------------------------------------------------------- ________________ ૪૮. परम गुरु : પરમ પદની પ્રાપ્તિ કરાવે તે ૫૨મ ગુરુ. શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-સાધ્વી : આ પાંચે ૫૨મ ગુરુછે, કેમ કે, શુદ્ધ સહજ આત્મસ્વરૂપની પ્રાપ્તિ છે. આત્માનું ભાન કરાવે અને આપણને અનન્ય શરણ ગ્રહાવે - પકડાવે તે પરમ ગુરુ પરમ કૃપાળુદેવ. ‘સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ’ અને ‘પરમ ગુરુ નિગ્રંથ સર્વજ્ઞ દેવ’ મંત્રસ્મરણ કરીને આપણે ૫૨મ ગુરુનું કીર્તન કરીએ છીએ. ૪૯. परम पुरुष : પરમેશ્વર અરુ પરમ ગુરુ, દોનોં એક સમાન; સુંદર કહત વિશેષ યહ, ગુરુદેં પાવે જ્ઞાન. શ્રી સુંદરદાસજી પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. પત્રાંક ૨૬૬-૨ ૫૨મ જ્ઞાન અને પરમ સુખના ધામ સદ્ગુરુ એ જ પ્રભુ છે અને પરમ પુરુષ છે. પોતાને પોતાનું, પોતાના શુદ્ધ આત્મપદનું ભાન કરાવનાર અને નિજને નિજનું શરણ પકડાવનાર ૫૨મ પુરુષને પ્રણામ છે. પ્રશ્નોપનિષદ્ ૬ઃ૫ અનુસાર, જેવી રીતે સાગર તરફ વહેતી નદીઓ સમુદ્રને મળીને વિલય પામી જાયછે અને તેમનાં નામ-રૂપ બદલાઇ જાય છે અને તેઓ સાગર તરીકે જ ઓળખાય છે, તેવી જ રીતે બધું જોનારા આ દૃષ્ટાની પુરુષ તરફ જતી સોળ કળાઓ પુરુષને મળીને વિલય પામી જાય છે અને તેમનાં નામ-રૂપ ભેદાઇ જાય છે. માત્ર તેઓ પુરુષ તરીકે જ ઓળખાય છે. પુરુષ એટલે આત્મા. પુરુ એટલે શ્રેષ્ઠ, ઉત્તમ. શી એટલે શયન કરવું. શેતે - સૂએ છે. ઉત્તમ એવી જ્ઞાનચેતનાની શય્યામાં જે સૂએ છે, સ્વામી છે તે પુરુષ. પરમ પુરુષ કહેતાં પરમ આત્મા. ૫૦. परम श्रद्धेय : ૧૮૭ એક આત્મતત્ત્વ જ ઉપાદેય છે, શ્રદ્ધેય છે, શ્રદ્ધા કરવા યોગ્ય છે. માટે ઉપાદાન એવા આત્માએ શ્રી સદ્ગુરુતત્ત્વને, પરમકૃપાળુદેવને પરમ શ્રદ્ધેય માનવા યોગ્ય છે. શ્રત્ + ધા, સત્ + ધા એટલે શ્રદ્ધા. વિશ્વાસ, પ્રતીતિ, સન્માન કરવા યોગ્ય તે શ્રદ્ધેય. પરમ પદનો લક્ષ, પ્રતીતિ, અનુભવ કરાવી દે તેવા સદ્ગુરુ પરમકૃપાળુ પરમ શ્રદ્ધેય છે. શ્રી મહાવીર પ્રભુ ફ૨માવે છે કે, સધ્ધા પરમ વુલ્લા । (શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન ૩, ગાથા ૯) શ્રદ્ધા પ૨મ દુર્લભ છે પણ પરમ શ્રદ્ધેય પરમ કૃપાળુદેવની શ્રદ્ધા થઇ ગઇ તો, આતમા હાથમાં જ છે. તે પુરુષ નમન કરવા યોગ્ય છે, કીર્તન કરવા યોગ્ય છે, પરમ પ્રેમે ગુણગ્રામ કરવા યોગ્ય છે, ફરી ફરી વિશિષ્ટ આત્મપરિણામે ધ્યાવન કરવા યોગ્ય છે, કે જે પુરુષને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી કોઇપણ પ્રકારનું પ્રતિબદ્ધપણું વર્તતું નથી. (પત્રાંક ૪૦૦) ૫૧. પરમાત્મા : હું સચ્ચિદાનંદ પરમાત્મા છું. (પત્રાંક ૨૧-૫૫) અંતરંગ મોહગ્રંથિ જેની ગઇ તે પરમાત્મા છે. (પત્રાંક ૨૧-૬૯) Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ૫૨મ એટલે ઉત્કૃષ્ટ. ૫૨માત્મા એટલે ઉત્કૃષ્ટ આત્મા. બહિરાત્મા, અંતરાત્મા સિવાયના જીવો તે ૫૨માત્મા. જ્યાં પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય એ ત્રણે એકરૂપ બની જાય છે ત્યાં ૫રમાત્માનું દર્શન છે. આ ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં ૨૪ તીર્થંકર દેવ થાય અને એ સંખ્યા શાશ્વત છે. પરમાત્મા શબ્દના અક્ષરોનો સ૨વાળો પણ ૨૪ જ ને ? ૫ એટલે પાંચ, ૨ એટલે બે, મા એટલે સાડા ચાર, ત એટલે આઠ, મા એટલે સાડા ચાર : કુલ ૨૪ થયા ને ? ૫ = ૫, ૨ = ૨, મા = ૪ll, r = ૮, અને મા = ૪૫, ૫રમાત્મા = ૨૪. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી; અને જે કોઇ અંતર માને છે, તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. પરમાત્મા આ દેહધારી રૂપે થયો છે એવી જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઊગે છે. (પત્રાંક ૨૨૩) .અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમ કે અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ. (પત્રાંક ૬૮૦) પરમાત્માની ભક્તિમાં ગૂંથાવું. (પત્રાંક ૮-૧૬) ૫૨. परमेश्वर : પરમેશ્વર. ૧૦૧-૨) અરિહંત નમો, ભગવંત નમો, પરમેશ્વર શ્રી ગુરુરાજ નમો. (શ્રી જ્ઞાનવિમળ સૂરિજી) બધાને વશમાં રાખવાની સ્વાભાવિક શક્તિ કે બધાં-બધું પર સંપૂર્ણ આધિપત્ય જેનું છે તે માણસ પરમેશ્વર થાય છે એમ જ્ઞાનીઓ કહે છે. (પત્રાંક ૨૧-૭૯) જે મનુષ્ય સત્પુરુષોનાં ચરિત્રરહસ્યને પામે છે તે મનુષ્ય પરમેશ્વર થાય છે. (શિક્ષાપાઠ સાકાર ઉપદેષ્ટા, વર્તમાન દેહે જીવન્મુક્ત અને સમસ્ત વિશ્વના જ્ઞાયક હોય તે પરમેશ્વર કે આપ્ત પુરુષ છે. (વ્યાખ્યાનસાર ૨-૧૩) મારા ગ્રહ દશ વિદ્વાનોએ મળી પરમેશ્વરગ્રહ ઠરાવ્યા છે. (પત્રાંક ૨૭) કૃપાળુદેવની કુંડળીમાં રાજયોગ અને પ્રવ્રયાયોગનો સમન્વય છે, જેનો પ્રભાવ તેમનાં જીવનમાં ચરિતાર્થ થયેલો જોવા મળે છે. શ્રી રામચંદ્રજી અને શ્રી રાજચંદ્રજી, બન્નેની કુંડળીમાં અદ્ભુત સામ્ય છે કે, અનંતની જ્ઞાનચેતનાનો સ્રોત હૃદયસ્થાનમાં અર્થાત્ કુંડળીના ચોથા સ્થાનમાં સમ્યક્ બનીને સ્થિર થયો છે. આ એક ચમત્કારી ગ્રહસ્થિતિ છે જે તેમની જ્ઞાનચેતનાની ૫૨મોચ્ચશ્રેણીનું સૂચન કરે છે. પૂ.શ્રી ગિરધરભાઇના શબ્દોમાં, શ્રીમદ્ સદ્ગુરુ રાજચંદ્ર, વર્તમાન આ કાળ; પુરુષોત્તમ પરમેશ્વરુ, પરમ ધરમ કરુણાળ. આત્માને પરમેશ્વર માનું. (પત્રાંક ૧૯-૧૯૨) ખરેખર આત્માને પરમેશ્વર માન્યો-જાણ્યોકર્યો. મારો રાજરાજેશ્વર, પરમેશ્વર ! ૫૩. पवित्र : સંસ્કૃતમાં પૂ ધાતુ છે, પવતે-પુનાતિ-પુનીતે-પૂયતે રૂતિ પવિત્રમ્ । પવિત્ર એટલે શુદ્ધ, સ્વચ્છ, નિર્મળ હોવું અને ક૨વું. પવિત્ર એટલે જે ઝાપટે છે, ઝાટકે છે, ઊપણે છે - ફોતરાં વગેરે કાઢી ધાન્યને સાફ કરે છે તે. પરમ કૃપાળુદેવ પોતે પવિત્ર છે અને અપવિત્રની ઝાટકણી કાઢી સત્પાત્ર બનાવે છે તે. Page #235 -------------------------------------------------------------------------- ________________ સદા પવિત્ર કોણ ? જેનું અંતઃકરણ પાપથી રહિત હોય તે. (પત્રાંક ૯-૫) પવિત્રતાનું મૂળ સદાચાર છે. (પત્રાંક ૫-૫૩) પોતે સંપૂર્ણતઃ સત્ આચારી થઇને પ્રકાશ્યું છે. તે પવિત્ર દર્શન થયા પછી......સોળ ભવ નથી. (પત્રાંક ૯૧) તે પવિત્ર દર્શન કહેતાં સમ્યક્ દર્શન થયા પછી અનંત સંસાર નથી કે સોળ ભવ નથી એટલે કે, વધુમાં વધુ પંદર ભવમાં મોક્ષે જઇ શકાય છે. સમકિતને ખરેખરું વિચારે તો નવમે સમયે કેવળજ્ઞાન થાય. (ઉપદેશછાયા પૃ.૭૨૨) આપણે પણ પરમકૃપાળુદેવની કૃપાદૃષ્ટિ ઇચ્છીએ કારણ કે, પવિત્ર પુરુષોની કૃપાદૃષ્ટિ એ જ સમ્યક્ દર્શન છે. (પત્રાંક ૨૧-૧૧૦) પૂ.રાવજીભાઇ દેસાઇના શબ્દોમાં, સદા સમરો સદ્ગુરુદેવ, પાવન થાવાને. ૫૪. पुण्यश्लोक : પવિત્ર ચરિત્ર અને સુંદર આચરણવાળા આત્મા પુણ્યશ્લોક કહેવાયછે. સ્તુતિ કે શ્લાઘા કરવા યોગ્ય પુરુષ તે પુણ્યશ્ર્લોક. રસ્તો એટલે ત્યાગી દેવું -છોડી દેવું એમ પણ અર્થ થાય. જેમણે પુણ્યને - શુભ ભાવને પણ હેય ગણી આત્માને જ ઉપાદેય ગણ્યો છે તે પુણ્યશ્ર્લોક. જેમની કીર્તિ કદી કલંકિત થતી નથી તે પુણ્યશ્ર્લોક. पुण्यश्लोको नलो राजा पुण्यश्लोको युधिष्ठिरः । पुण्यश्लोको च वैदेही पुण्यश्लोको जनार्दनः ॥ અર્થાત્, નળ રાજા, ધર્મરાજા યુધિષ્ઠિર, મિથિલા રાજવી જનક વિદેહી અને વિષ્ણુ કે કૃષ્ણ મહારાજા પુણ્યશ્લોક ગણાય છે. પણ હું તો કહું કે, સત્ યુગમાં હરિશ્ચંદ્ર ત્રેતા યુગમાં રામચંદ્ર દ્વાપર યુગમાં કૃષ્ણચંદ્ર કળિયુગમાં રાજચંદ્ર શુદ્ધ અને સ્વચ્છ, નેક અને શુભ, ભલા અને રૂડા, મનોહર અને મંગળદાયક છે, પ્રાતઃસ્મરણીય છે. ૫૫. પુરુષોત્તમ : ૧૮૯ પુરુષ એટલે આત્મા અને ઉત્તમ એટલે શ્રેષ્ઠ. પુરુષોત્તમ એટલે શ્રેષ્ઠ આત્મા, પરમાત્મા. ક્ષ૨-અક્ષરથી પર પરમકૃપાળુદેવ પોતે ઉત્તમ પુરુષ છે. તે શ્રીમાન્ પુરુષોત્તમ સત્-ચિત્-આનંદરૂપે સર્વત્ર ભરપૂર છે. (પત્રાંક ૧૫૭-૪) જ્ઞાન અપેક્ષાએ આત્મા સર્વવ્યાપક છે. જ્યાં જ્યાં આત્મા છે ત્યાં ત્યાં આનંદ છે. સર્વત્ર કહેતાં સર્વ સ્થળ અને સર્વ સમય. રૂપ જ છે. (પત્રાંક ૧૫૮) શ્રીમાન્ પુરુષોત્તમ, શ્રી સદ્ગુરુ અને સંત એ વિષે અમને ભેદબુદ્ધિ છે જ નહીં. ત્રણે એક સદ્ગુરુ, સંત સ્વરૂપ તુજ, એ દૃઢતા કરી દે જ. (પત્રાંક ૨૬૪) શ્રી ભગવદ્ ગીતાનો ૧૫મો અધ્યાય જ ‘પુરુષોત્તમ યોગ’ છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ પુરુષોત્તમ કહેતાં પરમ સત્ની જ વાત છે. પોતે પરમ પુરુષ થયા છે, પરમ સત્ન પામ્યા છે. ૫૬. પ્રબુદ્ધ : પ્ર + વુર્કી | જન્મ જન્માંતરનો જાણકાર, યુગોના યુગોથી જાગી ગયેલો, પંડિતો ય જેમની પાસે પાણી ભરે તેવો પંડિત અને સચેત પરમકૃપાળુદેવ તે પ્રબુદ્ધાત્મા. ઉદય આવેલાં કર્મોને ભોગવતાં નવાં કર્મ ન બંધાય તે માટે આત્માને સચેત રાખવો એ સત્પુરુષોનો મહાન બોધ છે. (પત્રાંક ૫૧) અર્થાત્ સંસારના ત્રાસથી ત્રાસી સંસારથી નાસી ગયા - નાઠા, સંસારથી ઊઠી ગયા એટલે સંસારને પૂંઠ દઇ દીધી અને બોધસ્વરૂપ થઇ જગતના જીવોને પ્રબોધી ગયા તે પ્રબુદ્ધ પરમકૃપાળુ પરમાત્મા. ક્ષણ ક્ષણની, પ્રસંગ પ્રસંગની, કાર્યે કાર્યની જાગ્રતિ રાખીને આત્મોપયોગે જીવી ગયા. જેની પ્રત્યક્ષ દશા જ બોધરૂપ છે, તે મહત્પુરુષને ધન્ય છે. (હાથનોંધ ૨-૫) વીતરાગ પરિણતિ પરિણમતાં, ઊઠી નાઠા બોદ્ધા. શ્રી આનંદઘનજી કૃત શ્રી મલ્લિનાથ સ્તવન ૫૭. પ્રભુ : - X + મૂ । ભૂ એટલે હોવું, થવું. પ્ર એટલે પ્રકૃષ્ટ – ઉત્કૃષ્ટ સ્વરૂપે હોવું, થવું તે પ્રભુ. પ્રભુ એટલે સમર્થ અને સર્વસર્વ, સ્વામી અને સર્વાધિકારી, શાસક અને માલિક, ઇશ્વર અને ભગવાન. શ્રીમદ્ રાજપ્રભુની પ્રભુતા, મુજથી કહીય ન જાય જી . . . શ્રી દેવચંદ્રજી મહારાજ કૃત શીતલ જિન સ્તવનની જેમ ગાવાનું મન થાય. તેં કોઇ પાસેથી કંઇ લીધું નથી, કોઇને કંઇ દીધું પણ નથી, તથાપિ તારું પ્રભુત્વ છે ! હૃદયરૂપ ગુફામાં રહેતા પરમાત્મા અણુ કરતાંયે સૂક્ષ્મ અને મહાન કરતાં યે મહાન છે. (અળોરળીયાત્મહતો મહીયાન્ ઞાત્મા...કઠોપનિષદ્ ૧:૨:૨૦) આત્માની અનંત શક્તિ, સિદ્ધિ અને લબ્ધિલબ્ધ રાજચંદ્ર પ્રભુ છે, પરમાત્મસ્વરૂપને પ્રાપ્ત છે. તેમના પ્રબોધેલા ‘વીસ દોહા’માં હે પ્રભુ ! શું કહું ? ની પ્રાર્થના સાથે અરજ પણ કરીએ કે, જય પ્રજ્ઞા-પૂર્ણ, પ્રભુ, પરમ હિતસ્વી જગને, દયાદૃષ્ટિ યાચું, અરજ મુજ આ આ૫ ચરણે; મહા મુક્તિમાર્ગ પ્રગટ કરતા રાજગુરુને નમીને, ઇચ્છુંછું અનુસરણ આ આપ ચરણે. પ્રજ્ઞાવબોધ પુષ્પ ૧ : પ.પૂ.બ્રહ્મચારીજી ૫૮. प्रज्ञापारमित : ઉજ્જવળ જ્ઞાનની સીમાને - પા૨ને પ્રાપ્ત છે તે પ્રજ્ઞાપારમિત. પાર-અપાર જ્ઞાનની આરપાર ગયા છે તે પ્રજ્ઞાપારમિત. જ્ઞાન તો અનંત છે, નિઃસીમછે, પારદર્શક છે, transcendentછે. તે પાર પહોંચી ગયા, તે પાર પામી ગયા, આ અપાર અને અસાર સંસાર સમુદ્રનો તાગ લઇ લીધો, તે પ્રજ્ઞા પારમિત. કૃપાળુદેવે તો પ્રજ્ઞારૂપીછીણી વડે કર્મસ્થિતિ ક્ષીણ કરી દીધી. પ્રજ્ઞાપારમિત પરમકૃપાળુ પરમાત્માએ વિ.સં.૧૯૫૬માં ‘પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા’ના ૧૦૮ મણકાની સંકલના પણ પ્રકાશી છે જે પત્રાંક ૯૪૬ રૂપે છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ પ૯. પ્રારબ્ધી : પરેચ્છાનુચારીને શબ્દભેદ નથી. (પત્રાંક ૨૩૨) પોતાનું અથવા પારકું જેને કંઈ રહ્યું નથી એવી કોઈ દશા તેની પ્રાપ્તિ હવે સમીપ જ છે. (આ દેહે છે) અને તેને લીધે પરેચ્છાથી વર્તીએ છીએ. (પત્રાંક ૨૩૪) હરિ ઇચ્છાથી જીવવું છે અને પરેચ્છાથી ચાલવું છે. (પત્રાંક ૨૫૧) હાલ જે પ્રવૃત્તિ જોગમાં રહીએ છીએ તે તો ઘણા પ્રકારના પરેચ્છાના કારણથી રહીએ છીએ. આત્મદેષ્ટિનું અખંડપણું એ પ્રવૃત્તિથી બાધ નથી પામતું. (પત્રાંક ૩૭૬) જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે તે વેદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે અને તે જ આચરણ અમને ઉદયપણે વર્તે છે. (પત્રાંક ૪૦૮) આ ઇચ્છા પ્રારબ્ધ, અનિચ્છા પ્રારબ્ધ અને પરેચ્છા પ્રારબ્ધ : આ ત્રણમાં પરેચ્છા પ્રારબ્ધ પ્રમાણે જીવી જાણનારા કૃપાળુદેવે સહુ સાથેના ઋણાનુબંધ પૂરા કરેલ છે. સ્વયં દસ્કત આપે છે, પ્રારબ્ધથી જીવતા રાયચંદના યથાયોગ્ય (પત્રાંક ૧૪૭) અને પ્રારબ્ધ દેહી. (પત્રાંક ૩૯૭) ૬. નમત્રતનું : હે પરમ કૃપાળુદેવ ! આપ તો ફલ માત્ર તનુ (શરીર) વાળા છો. મોક્ષફળ એ જ જેની કાયા છે તેવા કેવલ મોક્ષફલમય મૂર્તિમાન મોક્ષસ્વરૂપ છો. આપની નિષ્કામ-નિર્નિદાન કે ફલાકાંક્ષા-ફલાભિસંધિ ભક્તિ કરીને મને કંઇ આ લોક-પરલોકનું ફળ જોઇતું નથી. આપ તો સાક્ષાત્ મોક્ષફલદાતાછો. એટલે આપની સેવાભક્તિથી મોક્ષફળ મળ્યા વિના રહેવાનું નથી. મહાત્માનો દેહ બે કારણને લઇને વિદ્યમાનપણે વર્તે છે, પ્રારબ્ધ કર્મ ભોગવવાને અર્થે, જીવોના કલ્યાણને અર્થે; તથાપિ એ બન્નેમાં તે ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વર્તે છે, એમ જાણીએ છીએ. (પત્રાંક ૩૭૩) ૬૧. બ્રહ્મનિષ્ઠ: બ્રહ્મ કહેતાં આત્મ, પરમાત્મા, પરબ્રહ્મ, મોક્ષ, ઓંકાર જે કહો તે અને બ્રહ્મનિષ્ઠ એટલે આત્મમગ્ન, આત્મધ્યાનરત, આત્મજ્ઞાનનિરત, બ્રહ્મભાવમાં નિત્ય નિવાસ કરે તે બ્રહ્મનિષ્ઠ, આત્મભાવે જ રહે છે : સ્વરૂપનિષ્ઠ. આત્માકારતા ભયા કરી છે જેમણે તે પરમકૃપાળુ દેવ. બ્રહ્મ કહો કે સચિ-આનંદ કહો કે અસ્તિભાતિ-પ્રિય કહો કે આત્મસ્વભાવ કહો કે સ્વસ્વરૂપ કહો, તેની જ નિષ્ઠાવંત તે પરમ કૃપાળુદેવ. લાગી છે તેને જ લાગી છે અને તેણે જ જાણી છે; તે જ “પિયુ પિયુ' પોકારે છે. એ બ્રાહ્મી વેદના કહી કેમ જાય? કે જ્યાં વાણીનો પ્રવેશ નથી. વધારે શું કહેવું? લાગી છે તેને જ લાગી છે. તેના જ ચરણસંગથી લાગે છે; અને લાગે છે ત્યારે જ છૂટકો હોય છે. એ વિના બીજો સુગમ મોક્ષમાર્ગ છે જ નહીં. (પત્રાંક ૨૪૧) ૬૨. મચ્છત૮મહી નન : | મચ્છુનદી મોરબી પાસેની નદી. વવાણિયા ગામ મોરબી તાબાનું હતું. વવાણિયા બંદરની જમીનના કાંઠા પર મોરબીની હકૂમત હતી. મોરબી ઇ.સ.૧૬૯૮ સુધી કચ્છનો જ એક પ્રદેશ ગણાતો. આ મચ્છ નદીના કાંઠાનો મહાજન ખરા અર્થમાં મહાજન, મહાત્મા, સજ્જન, લોકગાત, મહાપુરુષ, આગેવાન અને મુખી હતો. સમાજ માટે પોતાના પૈસા, બુદ્ધિ, સાધન કે સમગ્ર ઐશ્વર્ય વાપરનાર સત્યનિષ્ઠ વૈશ્ય મહાજન હતા કૃપાળુદેવ. લોકકલ્યાણ અર્થે મોરબીમાં “મોક્ષમાળા' રચી જ દીધી ને? મચ્છે એટલે મત્સ્ય. મચ્છતટ એટલે અષ્ટમંગલ પૈકી એક તે મત્સ્યયુગલનો જાણે નિર્દેશ ન કરતો હોય? Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ૬૩. તિસ્મૃતિજ્ઞાની : દોહરા વવાણિયાના વાણિયા, ગણધર ગુણ ધરનાર; જાતિસ્મરણે જાણિયા, ભવ નવસે નિરધાર. પ.પૂ.બ્રહ્મચારીજી ‘શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળાની કોઇ જૂની આવૃત્તિની છપાઇમાં શરતચૂકથી આઠસો ભવનો ઉલ્લેખ છે પણ કૃપાળુદેવને ખરેખર નવસો ભવનું જાતિસ્મરણ જ્ઞાન હતું. મતિસ્મૃતિજ્ઞાન એ જ જાતિસ્મરણજ્ઞાન. મતિજ્ઞાનનો જ પ્રકાર કહેવાય. કચ્છી કલ્યાણજીભાઇને શ્રીમુખે કહેલું કે, અમને નવસો ભવનું જ્ઞાન છે. શ્રી ખીમજીભાઇને તો પોતાનો પૂર્વભવ સવિસ્તર કહી ‘તમારો અમારા પર ઉપકાર છે' કહેલું મુંબઇમાં ભૂલેશ્વરમાં શાકમાર્કેટ પાસેનાં દિગંબરી દહેરાસરજીમાં કચ્છી શ્રી પદમશીભાઇને ઉત્તર આપતાં શ્રીમુખે કહેલું કે, અમને જાતિસ્મરણજ્ઞાન છે. સાત વર્ષની વયે વવાણિયામાં અમીચંદભાઇ ગુજરી જતાં તે વિષે વિચારતાં પડદો ખસી ગયો અને જ્ઞાન થયું. શ્રી જૂનાગઢનો ગઢ દેખી એ જ્ઞાનનું ઓર વિશેષપણું થયું હતું. અંતર્ગાનથી સ્મરણ કરતાં એવો કોઇ કાળ જણાતો નથી વા સાંભરતો નથી કે.. (પત્રાંક ૧૨૮) પુનર્જન્મ છે - જરૂર છે એ માટે અનુભવથી હા કહેવામાં અચળ છું. (પત્રાંક ૪૨૪) પૂર્વકાળમાં ઉત્તર દિશામાં વિચરવા વિષેનું તેમણે મિથ્યા કહ્યું નથી. (પત્રાંક ૨૧૨) પૂર્વકાળમાં જે જે જ્ઞાની પુરુષના પ્રસંગો વ્યતીત થયા છે તે કાળ ધન્ય છે; તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે. (પત્રાંક ૪૬૫) આ દેહ અને તે પ્રથમનો બોધબીજ હેતુવાળો દેહ તેમાં થયેલું વેદન તે મોક્ષકાર્ય ઉપયોગી છે. (પત્રાંક ૪૮૫) પૂર્ણ વીતરાગ જેવો બોધ તે અમને સહજે સાંભરી આવે છે. (પત્રાંક ૩૧૩) જ્યાં કેવળ જ્ઞાનની વાત છે ત્યાં જાતિસ્મરણ જ્ઞાન વિષે વિશેષ શું કહેવું? ૬૪. મહાત્મા : મહાન આત્મા, મહામના, મહંતના મહંત તે મહાત્મા. મેરુ સમાન મહાન તે મહાત્મા. વિ.સં.૧૯૫૪માં, વસો ક્ષેત્રે વિચરતા વાનરને “નિષ્પરિગ્રહી મહાત્મા’ કહેનાર અને “વિચરશું કવ મહપુરુષને પંથ જો' લખનારા કૃપાનાથ પોતે જ કેવા મહાત્મા હતા ? - શ્રી ખેડા તીર્થે પરમકૃપાળુદેવ જે બંગલામાં પધારેલા ત્યાં પૂ.દેવકરણજી મુનિ ગયા. તેમની દશા નિહાળી તેમના આનંદમાં વિક્ષેપ ન થાય તે માટે ભીંતના પડદે ઊભા રહી ગયા. કૃપાળુદેવ સ્વયં સ્વયંને પ્રકાશે છે, વિ.સં.૧૯૪૭ની સાલમાં રાળજ બિરાજ્યા હતા તે મહાત્મા શાંત અને શીતળ હતા. હાલ સાલમાં વસો ક્ષેત્રે વર્તતા મહાત્મા પરમ અભુત યોગીન્દ્ર પરમ સમાધિમાં રહેતા હતા. આત્મદશાને પામી નિર્દન્દ્રપણે યથાપ્રારબ્ધ વિચરે છે એવા મહાત્માનો યોગ જીવને દુર્લભ છે. (પત્રાંક ૮૧૭) પરંતુ તે કાળમાં તો તે મહાત્મા વિદ્યમાન હતા. જે મહતુ પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય જ છે, એવો મહાત્મા પ્રાપ્ત થયે મુમુક્ષુએ કેવી દૃષ્ટિ રાખવી? (પત્રાંક ૨૭૨) Page #239 -------------------------------------------------------------------------- ________________ મુમુક્ષુ બનવું રહ્યું. જે દેહધારી સર્વ અજ્ઞાન અને કષાય રહિત થયા છે તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમ ભક્તિથી નમસ્કાર હો, નમસ્કાર હો ! તે મહાત્મા વર્તે છે તે દેહને, ભૂમિને, ઘરને, માર્ગને આસનાદિ સર્વને નમસ્કાર હો ! નમસ્કાર હો ! (પત્રાંક ૬૭૪) ૧૯૩ મુમુક્ષુનાં નેત્રો મહાત્માને ઓળખી લે છે. (પત્રાંક ૨૫૪) માટે આપણે મૂમૂર્ખ મટીને આવા પરમ સત્ - Too Good અને પરમ મહત્ - Too Great મહાત્માનું ઓળખાણ પડવું અઘરું છે. મહાત્મા બનવા માટે કેવું સુંદર લખ્યું છે ? લખી જ શકે ને, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પણ ગુરુ તે કેવા ! પરમ મહાત્મા કહેવા ? મહાત્મા થવું હોય તો ઉપકાર બુદ્ધિ રાખો, સત્પુરુષના સમાગમમાં રહો, આહારવિહારાદિમાં અલુબ્ધ અને નિયમિત રહો, સત્શાસ્ત્રનું મનન કરો, ઊંચી શ્રેણીમાં લક્ષ રાખો. (પત્રાંક ૨૧-૧૭) ૬૫. महाप्राज्ञ : અત્યંત વિવેકી હોવાથી આપ મહાપ્રાજ્ઞ છો. જ્ઞાનદર્શનાદિ ગુણો અજ્ઞાન, અદર્શને ઘેરી લઇ જે મિશ્રતા કરી નાખી છે તે ઓળખી ભાવઅમૃતમાં આવવું, એનું નામ વિવેક છે. વિવેક એ જ ધર્મનું મૂળ અને ધર્મરક્ષક કહેવાય છે. (શિક્ષાપાઠ ૫૧) ....અનુત્તર અંતરંગ વિચારણાથી જે વિવેક થયો તે જ આપણને બીજી દૃષ્ટિ કરાવી, સર્વ કાળને માટે સુખી કરે છે. (પત્રાંક ૧૫૭-૨) પ્રત્યેકે પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેનાથી વ્યાવૃત્ત કરવો એમ નિગ્રંથ કહે છે. (હાથનોંધ ૧-૧) ૬૬. महावीर : આ ક્ષેત્રની આ કાળની તીર્થંકર ચોવીસીમાં ચરમ તીર્થંકર શ્રી મહાવીર પ્રભુના છેલ્લા અંતેવાસી શિષ્ય હતા તે રાજચંદ્ર પ્રભુ મહાવીર પ્રભુનું હૃદય જાણતા જ હોય એ સ્પષ્ટ સમજાય તેવું છે. વીર પ્રભુનાં નિર્વાણકાળથી ભસ્મગ્રહ શરૂ થતાં મહાવીરને નામે જ પાખંડ પ્રસર્યા હતા તેને ખંડવા અને પ્રચંડ તમ હરવા અખંડ જ્ઞાનજ્યોત પ્રગટાવવા આ બીજા મહાવીર પધાર્યા. હું બીજો મહાવીર છું, એમ મને આત્મિક શક્તિ વડે જણાયું છે. સત્ય કહું છું કે, હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું. સર્વ પ્રકારથી હું સર્વજ્ઞ સમાન અત્યારે થઇ ચૂક્યો છું, એમ કહું તો ચાલે. (૫ત્રાંક ૨૭) આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રીરામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમ કે અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ. (પત્રાંક ૬૮૦) ૩ શ્રી મહાવીરની દસ્કત આપી છે એથી અધિક આપણે શું કહી શકવાનાં ? વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે. (શ્રી આનંદઘનજી મહારાજ) ૬૭. मोक्षदाता : મોક્ષ તો આ કાળને વિષે પણ પ્રાપ્ત હોય અથવા પ્રાપ્ત થાય છે. પણ મુક્તપણાનું દાન આપનાર એવા પુરુષની પ્રાપ્તિ પરમ દુર્લભ છે; અર્થાત્ મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે. (પત્રાંક ૩૭૯) આ દુષમકાળમાં પરિભ્રમણનાં કારણ અને નિવારણ સુસ્પષ્ટ કહી તેમાં આવતાં વિઘ્નો અને ભયસ્થાનોમાં ન અટકતાં આત્મામાં ટકવાનો સદુપાય દર્શાવનાર મોક્ષદાતા જ છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ૬૮. युगपुरुष : તીર્થંક૨ની અવિદ્યમાનતાએ તારકપણાની જવાબદારી ઉપાડવામાં જે અદ્વિતીય પુરુષ વિશેષ હોય તે યુગપ્રધાન સત્પુરુષ કહેવાય. તીર્થંકરની જેમ જ યુગપ્રધાન પણ એક વિશેષ પદ છે. ઉત્સર્ગ માર્ગે સામાન્ય કેવળીથી માંડીને ક્ષાયિક સમ્યક્ત્વ યુક્ત દ્રવ્ય-ભાવ મુનિપદ પર્યંત અને અપવાદ માર્ગે ક્ષાયિક સમ્યક્ત્વવંત ભાવ-મુનિપદ પર્યંત યુગપ્રધાન કહેવાય. શ્રીમદ્ રાજચંદ્રજી તે કાળના, તે સમયના યુગપ્રધાન સત્પુરુષ થઇ ગયા. તે તીર્થંકર જે સમજ્યા અને પામ્યા તે આ કાળમાં ન સમજી શકે અથવા ન પામી શકે તેવું કંઇ જ નથી .... જો કે, તીર્થંકર થવા ઇચ્છા નથી; પરંતુ તીર્થંકરે કર્યા પ્રમાણે કરવા ઇચ્છા છે. (પત્રાંક ૧૭૦) મોરબીથી લગ્ન કરીને પાછા ફરતાં તેઓશ્રીના સિગરામ ૫૨ કેસરનાં છાંટણાંનો વરસાદ થયો તે બાબત પૂછતાં, તેમણે બનેવી શ્રી ચત્રભુજભાઇને અત્યંત ગંભીરતાપૂર્વક કહ્યું કે, જ્ઞાનીનું છેલ્લું ભોગાવલી કર્મ હોય ત્યારે દેવો પૂજવા આવે. આ યુગપ્રધાન પુરુષનાં લક્ષણ છે. ૬૯. જન ધર્મ ધર્મ કહી કર્મ ઉપાર્જી ભટકે, તે મોક્ષમૂર્તિ સમ સદ્ગુરુ મળતાં અટકે. આ કળિકાળમાં મોક્ષમાર્ગ ભુલાયો, અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. શ્રી વઢવાણ કૅમ્પમાં બિરાજમાન હતા ત્યારે પૂ.શ્રી અંબાલાલભાઇને અને પૂ.શ્રી ત્રિભોવનભાઇને શ્રીમુખે જણાવેલું કે, જૂના શાસ્ત્રભંડારમાં તાડપત્રીય ગ્રંથમાં યુગપ્રધાન પુરુષ તરીકે અમારો ઉલ્લેખ છે. योगीश्वर : પ્રજ્ઞાવબોધ પુષ્પ ૭૬ : પ.પૂ.બ્રહ્મચારીજી યુગપ્રધાન સમતારસ સાગર, સહજસ્વરૂપ સ્થિતિ ધારી રે, જહાજ બની પ્રભુ પંચમ કાળે, તાર્યાં બહુ નર નારી રે, શિવસુખ વરવાને. પૂ.શ્રી રાવજીભાઇ દેસાઇ પોતાનામાં સ્વાધીન અને સંપૂર્ણ થવું તે યોગીપણું. દશ્ય વિના જેની દૃષ્ટિ સ્થિર છે, યત્ન વિના જેનો વાયુ સ્થિર છે, અવલંબન વિના જેનું મન સ્થિર છે તે યોગી. શુકદેવ સરીખડો, જન્મ-જન્માંતરનો જોગી, ઇડરના પહાડો ગજાવતો યોગી, વનક્ષેત્રોમાં ધ્યાન ધરતો યોગી તે પરમ કૃપાળુદેવ. દૃઢ યોગી છો, તેવો જ રહે. (પત્રાંક ૭-૪) સમય માત્ર પણ અપ્રમત્તધારાને નહિ વિસ્મરણ કરતું એવું જે આત્માકાર મન... (પત્રાંક ૩૫૩) ચમત્કાર બતાવી યોગનેંસિદ્ધ કરવો એ યોગીનું લક્ષણ નથી. સર્વોત્તમ યોગી તો એ છે કે સર્વપ્રકારની સ્પૃહાથી રહિતપણે સત્યમાં કેવળ અનન્ય નિષ્ઠાએ જે સર્વપ્રકારે ‘સત્’જ આચરે છે, જગત જેને વિસ્તૃત થયું છે. (પત્રાંક ૨૬૦) ધર્મસંબંધ અને મોક્ષસંબંધ તો ઘણું કરીને યોગીઓને પણ ગમે છે; અને અમે તો તેથી પણ વિરક્ત રહેવા માગીએ છીએ. (પત્રાંક ૨૮૨) યોગીજનોને અનંત સુખસ્વરૂપ સયોગી જિન થતાં સુધીમાં વચ્ચે અનેક આકર્ષણો, પ્રચૂર Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ પ્રલોભનો, ભીષણ ભયસ્થાનો અને વિવિધ વિભૂતિઓ-ભભૂતો પણ પ્રગટે છે. પરંતુ એને ઓળંગી જનાર... અરે એ પ્રત્યે ઉપયોગ પણ ન દેનાર યોગીશ્વર ગુરુરાજ છે, સહજ સ્વભાવ સિદ્ધ યોગી છે. - પૂ.શ્રી સુખલાલભાઇની વિનંતિથી શ્રી વઢવાણ કૅમ્પમાં કૃપાળુદેવે બે વીતરાગ મુદ્રાનાં ચિત્રપટજીની આપણને ભેટ આપી. તેને બીજે દિવસે મુમુક્ષુ શ્રી મનસુખભાઇ દેવશીભાઇને કહ્યું કે, શ્રી પાર્શ્વનાથ પ્રભુને ઉપસર્ગકર્તા કમઠ દેવપ્રત્યે દ્વેષ નહોતો કે છત્રધારક ધરણેન્દ્ર દેવ પ્રત્યે રાગ નહોતો તેવી અદ્ભુત પરમ વીતરાગ દશા અમારી તે વખતે પ્રાપ્ત હતી. દોહરા યોગીશ્વર ગુરુરાજનાં, યોગબળે પલટાય; વિલાસ વિષ કળિકાળનું, અમૃતમય થઇ જાય. પ.પૂ.બ્રહ્મચારીજી ૭૦. રાનવૈદ : વિદ્ એટલે જાણવું, અસ્તિત્વ ધરાવવું. સર્વના જ્ઞાતા પરમકૃપાળુદેવનું દર્શન અજ્ઞાન માત્રને દૂર કરનારું છે. મહારોગને મટાડનારું છે. જીવનો સમ્યક દર્શન વડે મિથ્યાત્વરોગ ટાળનારા, સમ્યક જ્ઞાન વડે જીવને રોગનો ભોગ થતાં બચાવનારા અને સમ્યક ચારિત્ર વડે સંપૂર્ણ શુદ્ધ ચેતનારૂપ આરોગ્યની પુષ્ટિ કરનારા કૃપાળુદેવ રાજવૈદ્ય કે વૈદ્યરાજ છે. (ઉપદેશછાયા પૃ.૬૭૮), વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ. (પત્રાંક ૧૫ઃ૩) જો ખરા વૈદ્યની પ્રાપ્તિ થાય તો દેહનો વિધર્મ સહેજે ઔષધિ વડે વિધર્મમાંથી નીકળી સ્વધર્મ પકડે છે. (વ્યાખ્યાનસાર ૨:૧૦:૮) અનુભવી વૈદ્ય દવા તો આપે પણ દરદી જો ગળે ઉતારે તો રોગ મટે. (ઉપદેશછાયા પૃ.૭૨૪) ઋગ્વદના ૧૦મા મંડળના ૯૭મા ઋકુના દષ્ટા તરીકે નિષ{[ ઋષિનું નામ આવે છે, જે અથર્વણના પુત્ર હતા અને શાંત-પુષ્ટ કરનારી વસ્તુઓના જ્ઞાતા હતા. પરમાત્માની શાંત અને પરિપુષ્ટ કરનારી ઉપાસના માટે પ.પૂ.શ્રી અંબાલાલભાઇના શબ્દોમાં, કળિકાળમાં ભવરોગ હરવા વૈદ્ય માનું આ ખરો, પ્રભુ તુલ્ય મહાશય તત્ત્વજ્ઞાની રાજચંદ્ર મયા કરો. ૭૧. IT : શબ્દાદિ પાંચ વિષયની ઇચ્છાએ કરી જેનાં ચિત્ત અત્યંત વ્યાકુળપણે વર્તે છે તેવા દુસમ કળિયુગમાં, તેને વિષે વિહળપણું જેને પરમાર્થને વિષે નથી થયું, ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, સંગે કરી પ્રવર્તન ભેદ પામ્યું નથી, બીજી પ્રીતિના પ્રસંગે જેનું ચિત્ત આવૃત્ત થયું નથી, બીજાં જે કારણો તેને વિષે જેનો વિશ્વાસ વર્તતો નથી, એવો જો કોઇ હોય તો તે આ કાળને વિષે “બીજો શ્રીરામ” છે. (પત્રાંક ૩૮૪) વાલ્મીકિએ રામચંદ્રજી વિષે કહ્યું કે, વિષ્ણુનાં સશે વીર્ય | મહાસમુદ્ર પર સેતુ બાંધીને રામે રાવણ જેવા અસુરના વશમાં પડેલી ચિત્ શક્તિને મુક્ત કરી હતી. એટલે વીરતામાં, પરાક્રમમાં રામ વિષ્ણુ સમાન છે. આપણા રાજચંદ્ર રામચંદ્ર જેવા છે. રામ જેવો વૈરાગ્ય, રામ જેવી વીરતા અને રામ જેવાં બાણ ! રાજબાણ વાગ્યાં રે હોય તે જાણે ! www.jaineliblary.org Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ જે જગમાં લેવાયા નહિ, શૂરવીર બીજા શ્રી રામ સમા, ધૃતિ અચલ ધરી રાજચંદ્ર ગુરુ, નિશદિન સેવે સ્વરૂપ રમા; મુજ મન તે શ્રી રાજચંદ્રના ચરણકમળમાં લીન રહો, વારંવાર કરું હું વંદન, ગુરુ-ભક્તિ મુજ માંહિ વહો. પ્રજ્ઞાવબોધ પુષ્પ ૪૨ : પ.પૂ.બ્રહ્મચારીજી ૭૨. નોશોત્તર : લોકોત્તર એટલે અ-લૌકિક, અસાધારણ અને લોકમાં ઉત્તમ. વજથી પણ કઠોર અને ફૂલથી યે કોમળ એવા લોકોત્તર પુરુષોનાં ચિત્તને પામી શકવા કોણ સમર્થ છે? આ રાજપ્રભુનું તથાભવ્યત્વ - તથા પ્રકારનું ભવ્યપણું - વિશિષ્ટ યોગ્યપણું - ગૃહસ્થાશ્રમમાં યોગદશા ! એવું ઉત્તમ છે કે ઉત્તરોત્તર સર્વ કલ્યાણ પરંપરાનું એક અનુપમ સાનુબંધ કારણ થઇ પડે છે. લોક અલોકે દેખ (પત્રાંક ૧૦૭), લોક સંજ્ઞાથી લોકાગ્રે જવાતું નથી. (પત્રાંક ૧૨૮), જીવને લોકમાર્ગમાં પડી રહેવું છે અને લોકોત્તર કહેવરાવવું છે. લોકનો ભય મૂકી પુરુષોનાં વચનો આત્મામાં પરિણમાવે તો સર્વ દોષ જાય. (ઉપદેશછાયા પૃ.૭૧૨) જબ જાન્યો નિજ રૂપકો, તબ જાન્યો સબ લોક; નહિ જાન્યો નિજ રૂપકો, સબ જાન્યો સો ફોક. (હાથનોંધ ૧-૧૪) આવા લોકોત્તર પુરુષને ભજવા હોય તો પ્રભુશ્રીજી કહે છે તેમ “લોક મૂકે પોક કરવું પડે. આ લોકોત્તરને લૌકિક ભાવે પૂજતાં કે લોકલજજા રાખતાં સ્વસ્વભાવનું ભાન થતું નથી. જે લોકોત્તર દેવ, નમું લૌકિકથી; દુર્લભ સિદ્ધ સ્વભાવ, પ્રભો તહકીકથી. શ્રી દેવચંદ્રજી કૃત શ્રી વજંધર જિન સ્તવન લૌકિક દૃષ્ટિએ તમે અમે પ્રવર્તશું તો અલૌકિક દૃષ્ટિએ કોણ પ્રવર્તશે? (પત્રાંક ૩૨૨) લોકોત્તર ફળ નીપજે, મનમોહનજી; મોટો પ્રભુનો ઉપકાર, મનડું મોહ્યું રે મનમોહનજી. રંગરસિયા રંગ રસ બન્યો, મનમોહનજી; કોઇ આગળ નવિ કહેવાય, મનડું મોહ્યું રે મનમોહનજી. શ્રી વીરવિજયજી કૃત પંચ કલ્યાણક પૂજા ૭૩. વરાતિશથી : અતિશય એટલે શું? જગતમાં બીજા કોઇમાં ન હોય એવો અતિશાયી-ચઢિયાતો ગુણપ્રભાવ-મહિમા વિશેષ તે અતિશય તીર્થંકર દેવના મુખ્ય ૪ અતિશયમાં એક વચનાતિશય છે. શ્રી વડવા તીર્થમાં પ્રભુશ્રીજી આદિ છ મુનિને પરમ કૃપાળુદેવનો સમાગમ થયો તે વિષે “ચોથા આરાના મુનિ' પ્રભુશ્રીજી પ્રકાશે છે કે, પરમ કરુણાનાથે પરમ કરુણા કરી ઉપશમ રસ અને વીતરાગભાવ પ્રગટ થાય એવી અપર્વ વાણી પ્રકાશી. પોતે પરમ વીતરાગ મુદ્રા ધારણ કરી શુદ્ધ આત્મોપયોગમાં રહી જણાવ્યું કે, આ વાણી આત્મામાં સ્પર્શીને નીકળે છે. આત્મપ્રદેશોથી નિકટતરથી લૂછાઈને પ્રગટે છે. અમને સર્વ સાધુઓને આ અલૌકિક વાણીથી અલૌકિક ભાવ પ્રગટ થયો હતો. જેમનાં વચનો શીતળ લાગે છે તેમનો આત્મા કેટલો શીતળ હશે ? ઉપશમ સ્વરૂપ થઈ ઉપશમ સ્વરૂપ વચનામૃતની વૃષ્ટિ કરી છે. જેના વચનબળે જીવનિર્વાણમાર્ગને પામે છે એવી સજીવનમૂર્તિ (પત્રાંક ૨૧૨) લખે છે, જેનું અપાર માહાભ્ય Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ છે, એવી તીર્થકર દેવની વાણીની ભક્તિ કરો. (પત્રાંક ૧૧૯) જ્ઞાનીઓની વાણી, નય’માં ઉદાસીન વર્તે છે, તે વાણીને નમસ્કાર હો. (પત્રાંક ૨૦૭) લખનારના વચનાતિશયને અને જિનવાણીની લ્હાણી કરનાર રાજવાણીને આપણા નમસ્કાર હો. સમ્યગ્દર્શનનું પણ કારણ સદ્દગુરુદેવ કૃપાળુની વાણી.... (પ્રજ્ઞાવબોધ પુષ્પ ૧૬) | સંપૂર્ણ નિજ અનુભવરૂપ તેમની વાણી અજ્ઞાનીની વાણીથી વિલક્ષણ અને એકાંત આત્માર્થબોધક હોઈ તેમને વિષે વાણીનું અપૂર્વપણું કહ્યું કે તેમનો વચનાતિશય. (પત્રાંક ૮૩૭) આપણે તો એમ જ ગાઇશું કે, પૂર્વ પુણ્યના ઉદયથી, મળ્યો સદ્ગુરુ યોગ; વચનસુધા શ્રવણે જતાં, થયું હૃદય ગત શોગ. (પત્રાંક ૧૫૪) ૭૪. વર૬ : વર એટલે શ્રેષ્ઠ, ઉત્તમ. દ એટલે આપનાર, દેનાર, ઉત્તમ એવી આત્મવસ્તુને આપનારા, આત્માનું ભાન દેનારા. વરદ એટલે વરદાન દેનારા. શાનું વરદાન ? પંચ વિષયના સાધન રૂપ રાજ્યલક્ષ્મીનું સ્વપ્ન પણ ન હો એ આત્મભાવના ભાનનું અને આત્માના જ્ઞાનનું દાન તે વરદાન. વરદ એટલે શુભ. શુભ તો ગમે તે આત્માનું જ હોય. આ કાળમાં આપણું કલ્યાણ કરનારા, શુભ ઇચ્છનારા અને મંગળમય માર્ગે લઇ જનારા તો પરમ કૃપાળદેવ છે. એ ગુપ્ત તત્ત્વને જે આરાધે છે, તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે. ઇતિ શિવમ્ (પત્રાંક ૨૦૦) આમાં રાજપ્રભુનો જમણો હાથ અભયદાયી કહી શકાય અને વર્તમાને વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો એટલે તમારું શ્રેય જ છે. (પત્રાંક ૬૮૦) આમાં રાજપ્રભુનો ડાબો હાથ વરદ કહી શકાય, આશીર્વાદ આપે છે ને ? પ્રભુશ્રીજીને લઘુતા ધારી કલ્યાણમૂર્તિ બનશો તો ઘણા જીવોનું તમારા દ્વારા કલ્યાણ થશે નું શ્રેષ્ઠ વરદાન આપીને ખરા અર્થમાં વરદ બન્યા. ૭૫. વવાણિયાવૈવર : આનર્ત પ્રદેશ એ જ કાઠિયાવાડ અને એ જ સૌરાષ્ટ્ર. શ્રી ઋષભદેવ ભગવાન, શ્રી નેમનાથ ભગવાન, ભાવિ તીર્થકર શ્રીકૃષ્ણ પરમાત્મા, રાજમતી પ્રવ્વીથી પરમપુનિત સુરાષ્ટ્ર. તે આજનું પશ્ચિમ ભારત - સૌરાષ્ટ્ર ગુજરાતનો એક ભાગ ગણાય છે તે. સાંપ્રતકાળમાં શ્રી હેમચંદ્રાચાર્યજી ધંધુકા ગામમાં, મહાત્મા ગાંધીજી પોરબંદરમાં અને શ્રીમદ્ રાજચંદ્રજી વવાણિયા ગ્રામમાં થયા. કચ્છ-કાઠિયાવાડને સાંધનાર વવાણિયા નામનાં નાના ગામે મોટા માણસ - ભગવાન જમ્યા. દેવદિવાળી દિને દેવામાને ત્યાં દેવાંશી નરનો આવિર્ભાવ થયો, જગદીપનો જન્મ થયો. પશ્ચિમ ભારતની પટરાણી, પુરી વવાણિયા બહુ વખણાણી, જનની આ વીરની લેખાણી, ગુરુ રાજચંદ્ર સ્વીકરાણી. અંતર અતિ ઉલ્લસે હો કે જન્મભૂમિ નીરખી મુમુક્ષુ મનને હો કે કલ્યાણક સરખી. ૫.પૂ.બ્રહ્મચારીજી સત્ય, ન્યાય, નીતિ, નેકીથી વ્યાપાર કરનાર રાજ વહેપારી જ આરબને કહી શકે કે ‘રાજચંદ્ર દૂધ પીએ છે, લોહી નહીં !' પોતાની આત્મદશાથી દિશા દર્શાવનાર સાચા દશાશ્રીમાળી વૈશ્યવર છે. . એટલી બધી ઉદાસીનતા છતાં વેપાર કરીએ છીએ, લઇએ છીએ, દઇએ છીએ, લખીએ છીએ, વાંચીએ છીએ, જાળવીએ છીએ અને ખેદ પામીએ છીએ. જેનું ઠેકાણું નથી એવી અમારી દશા છે. (પત્રાંક ૨૫૫) મન મોક્ષમાં ને તન સંસારમાં જેવો ઘાટ હતો. વૈશ્યલેશે અને નિગ્રંથભાવે વસતાં કોટી કોટી વિચાર થયા કરે છે. (હાથનોંધ ૧-૩૮) www.jainelibrary or Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ આ વાણિયો ગ્રામ વવાણિયાનો, અપૂર્વસત્ રત્નવણિક સુજાણો, વ્યાપાર રત્નત્રયીનો અનન્ય, કરી લહ્યો આતમલાભ ધન્ય; રાષ્ટ્રપિતા ભારત ભાગ્યધાતા, ગાંધી મહાત્મા જગ જેહ ખ્યાતા, તેના ય જે પ્રેરણામૂર્તિ વંદ્ય, તે રાજચંદ્ર સ્તવું વિશ્વવંદ્ય. ૭૬. વિક્રમ : વિશેBUT #ાતા વિશેષપણે જે ઉત્ક્રમણ કરે છે તે. જે ત્રણેય ગુણને અતિક્રમી જાય છે તે વિક્રમ. મનુષ્ય રજોગુણ, સત્ત્વગુણ અને તમોગુણ એ ત્રિગુણાત્મક પ્રકૃતિને વશ છે. તેને જ અનુક્રમે બ્રહ્મગ્રંથિ, વિષ્ણુગ્રંથિ અને રુદ્રગ્રંથિ કહેવામાં આવે છે. જ્યારે આ ત્રણે ગ્રંથિનો ભેદ થાય છે ત્યારે જ ત્રણે સ્તરે દેહભાવમાંથી મુક્તિ મળે છે. આ ત્રણે પ્રકૃતિ પર વિજય મેળવે તે વિક્રમ. ક્રમે કે વિક્રમે, સુખનો સમય હવે ક્યો કહેવો? (પત્રાંક ૧૫૭-૨) લખીને અંતરંગ અનુત્તર વિચારણાથી વિવેક કરાવી સર્વકાળને માટે સુખી બનનારા કૃપાળુદેવ ખરા અર્થમાં પરદુ:ખભંજક વિક્રમ રાજવી છે. ગૃહસ્થદશામાં યોગદશા લાવનાર આ વિક્રમને વંદન વાર હજાર. ૭૭. વિક્ષUT : વિ+વમ્ | વિચક્ષણ એટલે દીર્ઘદર્શી, પારદર્શી, વિચક્ષણ એટલે વિદ્વાન, બુદ્ધિમાન. વિચક્ષણ એટલે ચતુર, સાવધાન. નવસો ભવનું જાતિસ્મરણ જ્ઞાન અને શ્રી મહાવીર પ્રભુના છેલ્લા અંતેવાસી શિષ્ય હોવાનું તાદેશ સ્મરણ હોવાથી વિચક્ષણ તો હોય જ ને ? દીર્ઘદ્રષ્ટિથી વિચારીને આ કાળમાં આપણા જેવા જીવોનાં કલ્યાણ કાજે એ માર્ગમાં થતી ભૂલો અને તેને દૂર કરવાના ઉપાય પણ કહ્યા છે. મત-મતાંતરથી પર રહીને મૂળ વસ્તુનો લક્ષ કરાવનાર વિરજણ પુરુષ છે. અતિ વિચક્ષણ પુરુષો સંસારની સર્વોપાધિ ત્યાગીને અહોરાત્ર ધર્મમાં સાવધાન થાય છે. પળનો પણ પ્રમાદ કરતા નથી. (શિક્ષાપાઠ ૫૦) ૭૮. વિવેદી : દેહ છતાં દેહાતીત દશા તે વિદેહી. મિથિલા નગરીના ઘણા ઘણા નરેશ જનક વિદેહી હતા. સંસારમાં રહ્યા છતાં ને તે નીતિથી ભોગવતાં છતાં વિદેહી દશા રાખવી. (પત્રક ૮-૧૫) જડ ભરત અને જનક વિદેહીની દશા મને પ્રાપ્ત થાઓ. (પત્રાંક ૨૧-૬૭) આવું લખી જનારો પુરુષ રાજવિદેહી જ હતો. ચિત્તસ્થિતિ ઘણું કરી વિદેહી જેવી વર્તે છે. (પત્રાંક ૩૩૪) દેહાભિમાન જેનું ગળી જાય છે અને પરમાત્મતત્ત્વ જેને જણાઇ જાય છે તેનું મન જ્યાં જાય છે ત્યાં તેને સમાધિ જ છે. કૃપાળુદેવનો વિદેહભાવ તાગવો તો વિકટ છે છતાં વિદેહ ભાવની ત્રિકરણ શુદ્ધિએ સ્તવના થાય તો ય કલ્યાણ છે. પ્રભુ ! સત્ય ધર્મને ઉદ્ધરવા, અશરીરી ભાવ સદા વરવા; અજ્ઞાન કલંક મહા હરવા, કરી દેહની આપે ના પરવા. અંતર અતિ ઉલ્લસે હો કે જન્મભૂમિ નીરખી. પ.પૂ.બ્રહ્મચારીજી ૭૯. વિરત્ન વિભૂતિ : સમર્થ પુરુષો કલ્યાણનું સ્વરૂપ પોકારી પોકારીને કહી ગયા; પણ કોઇ વિરલાને જ તે યથાર્થ સમજાયું. (પત્રાંક ૨૧-૨૫) વિભૂતિ એટલે ભસ્મ નહીં પણ મૂશય, મૂષણ અને મૂતિ રૂપે પરમ કૃપાળુદેવ છે. માત્ર સૌન્દર્ય, ઐશ્વર્ય કે સામર્થ્યની વાત નથી પણ ભૂષણ કહેતાં સુષુપ્ત ચેતનને જાગ્રત કરે છે, ભૂતિ કહેતાં મોહ• શોકને તરી જાય છે અને સાધકને ય તરાવે છે. હજારો વર્ષે થાય તેવી અસાધારણ વ્યક્તિ કે અસામાન્ય વિભૂતિ રૂપે Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ હોવાથી કૃપાળુદેવની કેટલીક વાતો-કથનો શાસ્ત્રોથી પર પણ હોઇ શકે છે. યોગદૃષ્ટિ સમુચ્ચય'ના આધારે કહું તો, શાસ્ત્રો સામાન્યપણે માર્ગદર્શન કરે પણ વિશેષ તો આત્માનુભવ રૂપ સામર્થ્યયોગથી જાણી આગળ વધવાનું હોય છે. આ કાળમાં પરમકૃપાળુદેવ જેવી વિશ્વવંદ્ય, વીતરાગ અને વિરલાતિવિરલ વિભૂતિને પિછાણતાં વાર લાગે છે. ૮૦. વીતરી : દેહ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઇ શકે એવો અમારો નિશ્ચલ અનુભવ છે. કારણ કે અમે પણ નિશ્ચય તે જ સ્થિતિ પામવાના છીએ, એમ અમારો આત્મા કહે છે અને એમ જ છે. (પત્રાંક ૩૩૪) શ્રી તીર્થકર દેવનો અંતર આશય તે પ્રાયે મુખ્યપણે અત્યારે કોઈને વિષે આ ક્ષેત્રે હોય તો તે અમે હોઇશું એમ અમને દેઢ કરીને ભાસે છે. કારણ કે જે અમારું અનુભવ જ્ઞાન તેનું ફળ વીતરાગપણું છે, અને વીતરાગનું કહેલું કે શ્રુતજ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે; માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ, સાચા છીએ. (પત્રાંક ૩૨૨) અમદાવાદમાં આગાખાનને બંગલે વિ.સં.૧૯૫૭માં, વઢવાણ કૅમ્પ (હાલ સુરેન્દ્રનગર) જતાં પહેલાં, પ્રભુશ્રીજી અને દેવકરણજી મુનિને કૃપાળુદેવે બોલાવી છેલ્લી સૂચના આપતાં જણાવ્યું કે, અમારામાં અને વીતરાગમાં ભેદ ગણશો નહીં. प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं, वदनकमलमंकः कामिनीसंगशून्यः । करयुगमपि यत्ते शस्त्रसंबंधवंध्यं, तदसि जगति देवो वीतरागस्त्वमेव ॥ ઋષભપંચાશિકા : કવિ ધનપાલ (વ્યાખ્યાનસાર ૨-૯) અર્થાતુ અહો ! બન્ને ચક્ષુ કેવા પ્રશમ રસમાં - વીતરાગ ભાવમાં ડૂબેલાં છે ! અહો ! મુખકમળ કેવું શાંત, સૌમ્ય અને પ્રસન્ન છે? નથી એમના ખોળામાં કામિની કે નથી એમના હાથમાં હથિયાર ! અહો ! સમભાવભરી દષ્ટિ સમપરિણામે જગતને દેખી રહી છે ! અહો ! પ્રસન્ન મુખમુદ્રા પરમ આત્માનંદ વ્યકત કરી રહી છે ! અહો ! અસંગતા સર્વ પરભાવની પરિવર્જના પ્રકાશી રહી છે. ખુલ્લા ખાલી હાથ જાણે સૂચવી રહ્યા છે કે, અમને હવે આ ચિત્રવિચિત્ર જગત સાથે કંઇ લેવાદેવા નથી ! “ધન્ય એવા કૃતાર્થ' છીએ, અમારે કંઈ કરવા પણું રહ્યું નથી ! આવી અદ્ભુત નિર્વિકાર મુખમુદ્રાવાળા કૃપાળુદેવ વીતરાગદેવ જ છે. ૮). વીર : આત્મધર્મ શૂરવીરે આત્માનું અમૃત પામ્યા છતાં વિષને પીવાનું દુ:ખ અનુભવ્યું છે. એમાંથી નીપજતી વેદનાની તીવ્રતા કૃપાળુદેવ જેવા વીરે જીરવી જાણીછે, જે મહાજ્ઞાની પુરુષોની સંપછે. પરમાત્માને પામવા કે પરમાત્મસ્વરૂપ થવા આ દર્દ શોધવું અને જીરવવું એ પરમાત્મપ્રેમીઓની અવસ્થા છે. ગ્રંથિને ભેદવામાં જે વીર્ય-વીરતા દાખવવી ઘટે તે પૂરેપૂરી દાખવીને નિગ્રંથ થયા છે, વીર થયા છે, મહાન વીરતાવાળા મહાવીર સ્વામીને અનુસરીને મહાવીર થયા છે. શરીર ભાવની જીવતાં જ ભસ્મ બનાવી દેનારા વીર છે. મૃત્યુને જીતી લીધું છે અને કદી ક્ષીણ ન થનાર અમૃત છું એમ કહી શક્યા છે. વળી સંસારબદ્ધોને છોડાવવા કટિબદ્ધ થયેલો ખરો વીર કૃપાળુદેવ છે. પ.પૂ. શ્રી શાન્તિભાઇના શબ્દોમાં, ગઝલ રૂપે, રખોપાં રામનાં ભાઇ, સદા યે વીરતા દાખી; પળેપળ લેતા સંભાળ એ, સહજશરણે સદા રાખી. Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ૮૨. વેરાની : Born Ascetic – આજન્મ વૈરાગી અને જન્મ-જન્માંતરનાં જ્ઞાનવશાત્ વિશેષ વૈરાગીનાં ‘રંગની પિચકારી’, ‘કાંકરો’ જેવા વિષયો પરનાં કાવ્યોમાં પણ વૈરાગ્યવૃત્તિ ચળકે છે. ‘મોક્ષમાળા'ની રચના વખતે ‘યોગવાસિષ્ઠ’નાં ‘વૈરાગ્ય પ્રકરણ’માં વર્તતા શ્રી રામચંદ્ર જેવો - જેટલો વૈરાગ્ય હતો. ઓગણીસસે ને બેતાલીસે, અદ્ભુત વૈરાગ્યધાર રે પણ જાણીએ છીએ. મોક્ષમાળામાં બબ્બે પાઠ ‘વૈરાગ્ય’ વિષે મૂકનારે સ્પષ્ટ પ્રકાશ્યું છે કે, વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે અને વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઇ જનાર ઉત્કૃષ્ટ ભોમિયો છે. વૈરાગી અને આત્મજ્ઞાની થઇને લખ્યું કે, ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન. પૂ.ગાંધીજીના શબ્દોમાં, ‘અપૂર્વ અવસર'ની કડીઓમાં જે વૈરાગ્ય ઝળહળી રહ્યો છે તે મેં તેમના બે વર્ષના ગાઢ પરિચયમાં ક્ષણે ક્ષણે જોયેલો છે. પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તો હોય જ. વૈરાગ્ય વિના વીતરાગતા પ્રગટે ? ૮૩. शतावधानी : એકીસાથે, લક્ષ રાખી, ભૂલ વગર, ભિન્ન ભિન્ન, સો ક્રિયા કરી બતાવવી કે સો વિષયની સફળતાપૂર્વકની સ્મરણશક્તિ તે શતાવધાન. માત્ર અઢાર-ઓગણીસ વર્ષની વયે વિના અભ્યાસે, વગર પરિશ્રમે, વણ યોગસાધનાએ, સહજ સ્વભાવે મુંબઇમાં વિ.સં.૧૯૪૩માં, જાન્યુ.૨૨, ૧૮૮૭ના રોજ શતાવધાનનો પ્રયોગ સાદ્યન્ત સાંગોપાંગ રીતે સફળ કરેલો. ડૉ.પિટર્સન, સર ચાર્લ્સ સાર્જન્ટ સહિત સમગ્ર સમુદાય કૃપાળદેવ પર ફિદા ફિદા થઇ ગયેલો. માત્ર ગુજરાતી ભાષા જાણનારે એકી સમયે સોળ સોળ ભાષાના ચારસો અક્ષર અને તે પણ વિલોમ સ્વરૂપે – કઇ શક્તિથી અવધાર્યા હશે ? સર ચાર્લ્સ સાર્જન્ટની સાથે વિલાયત જવાની વાતનો સવિનય અસ્વીકાર કરતા આ નિઃસ્પૃહી નરે કહ્યું, આત્મા અનંત શક્તિનો ધણી છે; શતાવધાનાદિ એ શક્તિના નમૂનારૂપ રજકણો છે; એથી માનમાં આવી જઇ ધર્મ હારી જવા જેવું છે. અને ભરયુવાનીમાં કીર્તિનાં સર્વોચ્ચ શિખરે જ આવા પ્રયોગો-પ્રસંગોને તિલાંજલિ આપી દેવાનું તો એ પુરુષ જ કરી શકે. કંચનના ત્યાગી છે, કામિનીના ત્યાગી છે પણ કીર્તિની લાલસા ફગાવનાર તો તું રાજચંદ્ર હો લાલ. ૮૪. शब्दब्रह्म : ભગવાનનું સ્વરૂપ કેવળ શબ્દાતીત હોત તો, તેની પ્રાપ્તિ કરવી મનુષ્ય માટે અસંભવિત બની જાત. એટલે પરબ્રહ્મ પામવાનું પ્રથમ પગથિયું શબ્દબ્રહ્મ પણ કહેવાય છે. ભાષા-સાહિત્ય એ વિચારનું-ભાવનું વાહન છે, માધ્યમ છે અને ભાવિતાત્મા પુરુષના શબ્દબ્રહ્મમાં તેના આત્માનું-બ્રહ્મનું દર્શન થાયછે. વાણીના ૪ પ્રકાર છે ઃ પરા, પશ્યતી, મધ્યમા અને વૈખરી. વૈખરીથી શરૂ થતો મંત્રનો જાપ પરા વાણીએ પહોંચતાં વાણી સાર્થક છે. : વળી, ‘નામ નામી એક’ એ ન્યાયે, નામમાં જ નામી છૂપાયેલો છે. ભાવની ઉત્કૃષ્ટતા અને ચિત્તની નિર્મળતા થતાં નામમાંથી નામી પ્રગટ થાય છે. કૃપાળુદેવના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યાં છે. (પત્રાંક ૧૬૬) ૮૫. is : શમ્ એટલે કલ્યાણ, કુશળતા, સમૃદ્ધિ કે સ્વસ્થતા; ર્ એટલે કરનાર. શંકર એટલે શુભદાયી, મંગળકારી અને મહાદેવ. વીતરાગ જેવો કોઇ મહાન દેવ નથી અને કૃપાળુદેવ વીતરાગ હોવાથી શંકરછે, મહાદેવ છે - - મહાન દેવ છે. મહાત્માનો દેહ બે કારણને લઇને વિદ્યમાનપણે વર્તે છે; પ્રારબ્ધ કર્મ ભોગવવાને અર્થે, જીવોનાં કલ્યાણ અર્થે. (પત્રાંક ૩૭૩) ઇડરના મહારાજાની સાથે વાતચીતમાં કૃપાળુદેવ જણાવ્યું કે, મહાવીર સ્વામીગૌતમ આદિ ગણધરો ઇડરમાં વિચરેલાનો ભાસ થાય છે. તેઓના શિષ્યો નિર્વાણને પામ્યા; તેમાંનો એક પાછળ રહી ગયેલો જેનો જન્મ આ કાળમાં થયેલો છે. તેનાથી ઘણા જીવોનું કલ્યાણ થવાનો સંભવ છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૮૬. શાન્ત: કિંકરની કંકર મતિ, ભૂલ ભયંકર ભાન; શંકર તે સ્નેહે હરો, ભયભંજન ભગવાન. સંસ્કૃતમાં શ ધાતુ છે, શક્ એટલે શમાવું, શાંત થવું, સ્વસ્થ થવું, શાંત કરવું. સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે. (પત્રાંક ૧૩) જેમ છે તેમ આત્મસ્વરૂપ સમજાવાથી ઉપયોગ સ્વરૂપમાં શમાયો તેથી આત્મા સ્વભાવમય થઇ રહ્યો. (પત્રાંક ૬૫૧) આમ સમજીને શમાઇ જનારા શાંત રાજે શાંતિ જિનની કેવી સ્તુતિ રચી છે ? નીરાગી મહા શાન્ત મૂર્તિ તમારી (પત્રાંક ૧૩) અને અનંત શાંતમૂર્તિ એવા ચંદ્રપ્રભ સ્વામીને નમો નમઃ (પત્રાંક ૯૫૩) ૮૭. પત્રાંક ૧ : પ્રભુ પ્રાર્થના સંસારમાં અજ્ઞાન અને અશાંતિને સીધો સંબંધ છે. પરમકૃપાળુદેવ તો સ્વયં જ્ઞાનસ્વરૂપ છે તેથી અજ્ઞાન અને અશાંતિને અવકાશ નથી. સંસારના ત્રિવિધ તાપને શાંત કરનારા તો શાંત થયેલા ભગવાન જછે જે શાંતિ પમાડી શકે. શ્વેતાશ્વતર ઉપનિષદ્ (૬:૧૯)માં કહ્યા મુજબ, નિતં નિષ્ક્રિય શાન્તમ્ । તે પરબ્રહ્મ કલારહિત, ક્રિયારહિત અને શાન્તછે. સૃષ્ટિ લીલામાં શાંત ભાવથી તપશ્ચર્યા કરવી એ પણ ઉત્તમ છે. (પત્રાંક ૨૧:૪૫) પૂ.શ્રી રત્નરાજ સ્વામીના શબ્દોમાં, શાસ્તા : ૨૦૧ નિર્વાણ પહેલાં લગભગ પાંચ મહિને અમદાવાદમાં શ્રીમુખે પ્રકાશ્યું કે, પરમ શાંતિ અનુભવીએ છીએ. આથી વિશેષ આપણે શું કહી શકવાનાં ? પત્રાંક ૯૧૨, ૯૧૬, ૯૨૦, ૯૨૨માં પરમ શાંતિની જાણે દસ્કત આપી છે ! સર્વ વિભાવ પરિણામથી થાકવું, નિવૃત્ત થવું તે શાંતિને સર્વ ધર્મનો આધાર કહ્યો છે. (પત્રાંક ૪૮૬) આવું પ્રકાશનાર કેવા શાંત હોય ? પૂ.શ્રી સોભાગભાઇને શાંત મૂર્તિ કહેનાર પોતે કેવી શાંત મૂર્તિ ! અહો ! સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞદેવઅહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીત કરાવ્યો એવા પરમકૃપાળુ સદ્ગુરુદેવઆ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તે, જયવંત વર્તો. (હાથનોંધ ૩-૨૩) શાન્તિકે સમુદ્ર ઉપશાન્તિકે અખાત માનો, ભ્રાન્તિ ભય ભાંજવેકો ભાસ્કર લીલામ હૈ. શાસ્ ધાતુ પરથી શાસ્ત્ર શબ્દ બને. શાસ્તા એટલે શિક્ષક, શાસનકર્તા, જિન કે જૈન ધર્મગુરુ. શાસ્તા પુરુષનાં વચન તે શાસ્ત્ર. મોક્ષમાળા અને આત્મસિદ્ધિ જેવાં સત્શાસ્ત્ર સર્જ્યો તે શાસ્તાપુરુષ. ......કોઇ શાસ્ત્રમાંથી એ વાત નીકળી આવશે. ન નીકળે તો કંઇ બાધ નથી. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી, એમ અમે જાણ્યું છે. (પત્રાંક ૧૭૦) ...તે શબ્દો આગમ જ છે, જિનાગમ જ છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન એ ત્રણે કારણથી રહિતપણે એ શબ્દો પ્રગટ લેખપણું પામ્યા છે; માટે સેવનીય છે. (પત્રાંક ૩૯૭) બધાં શાસ્ત્ર અમારાં હૈયામાં છે. (એક મુમુક્ષુને) એક શ્લોક વાંચતાં અમને હજારો શાસ્ત્રનું ભાન થઇ તેમાં ઉપયોગ ફરી વળે છે. (પત્રાંક ૯૧૭) Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ૮૮. શ્રીમત્ : શ્રી કહેતાં જ શોભા, સુંદરતા અને લક્ષ્મીનું સ્મરણ થાય. શ્રી સાથે કીર્તિ, વાણી, બુદ્ધિ, સ્તુતિ, ધૃતિ, ક્ષમા એ બધા દિવ્ય ગુણો આવે છે. તેના સ્વામી કે તેની સાથે જોડાયેલા તે શ્રીયુત, શ્રીમાન, શ્રીશ, શ્રીદ. શ્રીધર વગેરે. જેમ ગુણ-ગુણી જુદા નથી, શક્તિ-શક્તિમાન જુદા નથી તેમ શ્રી અને શ્રીમાન જુદા નથી. જંગમ મૂર્તિ મુખ્ય હૈ, સ્થાવર ગૌણ પ્રધાન; સ્વાનુભવી સત્પુરુષ કે, વચન પ્રવચન જાણ. શાસ્ત્ર ઘણાં મતિ થોડલી, મનમોહન મેરે ! શિષ્ટ કહે તે પ્રમાણ રે, મનમોહન મેરે ! પરમકૃપાળુ કહે તે પ્રમાણ રે, મનમોહન મેરે ! વળી શ્રીમત્ એટલે પ્રસિદ્ધ. કૃપાળુદેવે આત્મા સિદ્ધ-પ્રસિદ્ધ કર્યો છે તેથી ખરા શ્રીમદ્ છે. શ્રીમદ્ વિશેષણ ન રહેતાં તેમનું વિશેષ નામ બની ગયું છે ! ૮૯. श्रोत्रिय : ૯૦. પૂ.રત્નરાજ સ્વામી ઉપાધ્યાય યશોવિજયજી શ્રોત્રિય એટલે વિદ્વાન, વેદ પારંગત, શાસ્ત્રનિષ્ણાત, બહુશ્રુત. શ્રુતિપરાયણ, શ્રુતિધર, શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ એ શ્રવણભક્તિના ઉપાસકની ઉત્તરોત્તર ચઢિયાતી ગતિ સૂચવે છે. શ્રદ્ધાથી-તત્પરતાથી એકાગ્ર ચિત્તથી નામસ્મરણ થાય છે ત્યારે શ્રુતિપરાયણ કહેવાય છે, શ્રવણ હ્રદયનો કબજો લઇ લે ત્યારે શ્રુતિધર બને છે, સ્થિરતા થાય છે અને શ્રોત્રિય બને છે. શ્રોત્રિય એટલે જેનાં હૃદયમાં શ્રુતિનાં રહસ્યોનો પ્રકાશ થયો છે, શ્રુતિ-સૂત્રશાસ્ત્રના અર્ક સમા અક્ષરબ્રહ્મને-આત્માને પામેલ છે તે. શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠમાં ભેદ નથી, કારણ કે, બ્રહ્મવિદ્ બ્રહ્મળિ સ્થિતઃ । બ્રહ્મને જાણનારો બ્રહ્મમાં સ્થિર થયો હોય છે. सज्जन : સદ્ગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પદ સેવાથી શુદ્ધ જ્ઞાન થશે, અવર ઉપાસન કોટિ કરો પણ શ્રીહરિથી નહિ હેત થશે. શ્રી બ્રહ્માનંદજી સત્ + જન તે સજ્જન, સારા-ભલા માણસ, gentleman; સત્ પ્રાપ્ત છે તે; સંતજન. કૃપાળુદેવ સત્ ને પ્રાપ્ત તો ખરા જ. સદ્ ગૃહસ્થ તો શું પણ ઉત્તમ ગતિને પામે તેવા ઉત્તમ ગૃહસ્થ હતા. સત્ય, ન્યાય, નીતિ, નેકી, ઇમાનદારી, સંતોષ, ક્ષમા, નિખાલસતા, સરળતા, નિર્વ્યાજ નિર્દોષતા, કરુણા વગેરે સદ્ગુણોથી સભર એટલે સજ્જન ખરા. જગતમાં મહાદેવને-શિવજીને કંઠે હલાહલ વિષ રાખ્યું હોવાથી નીલકંઠ અને સજ્જન કહે છે. ‘મારું વિષ અમૃત કરનારા, તારી કરુણાનો કોઇ પાર નથી !' ગાઇને આપણે કૃપાળુદેવને સજ્જન.... મહાદેવ ગણીએ છીએ. વળી સજ્જન એટલે સજ્જ, કટિબદ્ધ. પ્રબળ પુરુષાર્થી જીવ ૫૨મ કૃપાળુદેવ જેવાં પુષ્ટ નિમિત્ત કારણનો જોગ પામી કરેડિયાં કરી ગ્રંથિભેદ કરી વહેલો મોડો મોક્ષે જાય છે. સાયંકાલીન દેવવંદનમાં ‘પરમ સજ્જન’ કહીને રોજ સ્તુતિ કરીએ છીએ. સજ્જનતા વિષે લખનાર (પત્રાંક ૧૨) ખરેખર સજ્જન જ છે. ૯૧. सत्पुरुष : પૂ.અંબાલાલભાઇ પરના પત્રમાં, સોભાગભાઇ જેવા સત્પુરુષ પ્રત્યેનો પત્રવ્યવહાર તમને પોષણ રૂપ થશે. (પત્રાંક ૨૪૦) સત્પુરુષની છાપ આપનાર તત્પુરુષ સત્પુરુષ તો હોય જ ને ? સત્ન પ્રાપ્ત છે તે પુરુષ-આત્મા તે સત્પુરુષ. સત્ને પ્રકાશિત કરવા કોઇ પ્રમાણપત્રની Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ કે સિફારિસની જરૂર નથી. સત્પરુષો તો સ્વરૂપથી જ સત્ હોઇ સૂર્ય સમ સદા જયવંત-પ્રકાશવંત છે. સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે. (પત્રાંક ૭૬) | આત્મભાવને અર્થે સંસાર સંવૃત્ત કર્યો છે જેણે અર્થાત્ સર્વ સંસારની ઇચ્છા જેના પ્રત્યે આવતી નિરોધ થઇ છે એવા નિગ્રંથને - સપુરુષને તેરમે ગુણસ્થાનકે કહેવા યોગ્ય છે. (પત્રાંક ૩૮૩) શ્રી મોહમયી સ્થાનેથી (મુંબઈથી) નિષ્કામ સ્વરૂપ છે જેનું એવા સ્મરણરૂપ સપુરુષના વિનયપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. (પત્રાંક ૩૯૮) પૂ.સોભાગભાઇ પરના આ પત્રમાં સ્વયં સ્વયંને સત્પરુષ કહીને પોતાની દશા સુસ્પષ્ટ વિદિત કરે છે. અપૂર્વ, નિર્વિકલ્પ અને અયોગી સ્વભાવના કારણભૂત સત્પરુષ પરમકૃપાળુદેવ છે જેમાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ સન્નિહિત છે. (પત્રાંક ૮૭૫ આધારે) ૯૨. સમુ : સત્ પામીને સને બતાવનાર તે સદ્ગુરુ. લોકો એમ પૂછે કે, કોણ પધાર્યા છે? તો સ્પષ્ટ કહેવું કે, મારા પરમકૃપાળુ સગુરુ પધાર્યા છે. તેમનાં દર્શન અર્થે જવાનું છે. (ઉપદેશછાયા ૧, પૃ.૬૮૪) ચોખ્ખુંચણક લખીને પરમ ઉપકાર કર્યો છે. મોક્ષમાળામાં સદ્દગુરુ તત્ત્વ પર બે પાઠ આપીને મહતી કૃપા કરી છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં બોધબીજ પ્રાપ્તિકથનમાં શિષ્યમુખે જે પદનો મહિમા અને ઉપકાર વેદન મૂક્યું છે તે શ્રી સદ્ગુરુ સ્વયં કૃપાળુદેવ જ છે. વચનામૃતજીનો સારાંશ જ છે, સગુરુ. કારણ કે, “સદ્ગુરુ પદમેં સમાત હૈ, અહંતાદિ પદ સર્વ, તાતેં સદ્ગુરુ ચરણકું, ઉપાસો તજી ગર્વ.' કૃપાળુદેવ ગુરુ ભગવંત પણ છે અને ભગવંત પણ છે. શ્રી સુંદરદાસજીના શબ્દોમાં, પરમેશ્વરમેં ગુરુ બસે, પરમેશ્વર ગુરુ માંહિ, સુંદર દોઉ પરસ્પર, ભિન્નભાવ કછુ નહિ. જો ખરા ગુરુની પ્રાપ્તિ થાય તો, આત્માની શાંતિ ઘણી જ સુગમતાથી અને સહેજમાં થાય છે. (વ્યાખ્યાનસાર ૨:૧૦:૮) મિથ્યાત્વનાં અંધારા ઉલેચાવનાર અને જ્ઞાનનાં અંજનશલાકા કરીને આપણામાં ભાવપ્રાણ પૂરનારા કૃપાળુદેવ છે. બોધટાંકણે ઘડીને ટંકોત્કીર્ણ સ્વસ્વરૂપ ભજાવનાર કૃપાળુદેવ છે. પુષ્ટાલંબન પરમ ગુરુ, શ્રીમદ્ સદ્ગુરુ કરું પ્રણામ. નિર્વાણ માર્ગે સુવહાણ જેવા, કુસંગ કાર્યો ય મૂકાવનારા; સન્માર્ગ આપી ય ટકાવનારા, શ્રીમદ્ ગુરુ છે જંગમાંહિ ન્યારા. ૫.પૂ.બ્રહ્મચારીજી. ૯૩. સનાતન દેવ : સનાતું એટલે નિત્ય, આવાગમનથી પર. સનાતન એક એવી અવસ્થા છે કે જેમાં કશો ભેદ-વિભેદ નથી, જયાં આત્મા પરમાત્મા થાય છે. જ્યારે મનુષ્યમાં પૂર્ણપણે સાત્ત્વિકતા આવી વસે છે ત્યારે તેનાં હૃદયમાં સત્યનો આવિર્ભાવ થાય છે. આ સત્ય તેના વિચાર-વાણી-વર્તનમાં એકસરખું પ્રકાશે છે. તેના દ્વારા કૃપાળુદેવ પોતાનો પ્રકાશ પાથરે છે. સત્ય સનાતન છે, સનાતન સત્ય છે. સત્યને સનાતન બ્રહ્મ, સનાતન આત્મા કહેવાય છે. - સનાતન આત્મધર્મ તે શાંત થવું, વિરામ પામવું તે છે; આખી દ્વાદશાંગીનો સાર પણ તે જ છે. તે ષડૂ દર્શનમાં સમાય છે અને તે ષડૂ દર્શન જૈનમાં સમાય છે. (વ્યાખ્યાનસાર ૨-૧૮) આત્માના સનાતન ધર્મને વિષે શ્રેયપણું લાગવાથી જ્ઞાનીઓ વિષયસુખથી વિરમી આત્માના સનાતન ધર્મમાં જોડાયા Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ છે. (વ્યાખ્યાનસા૨ ૨૦૨૮) જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિષે સંતોષમાં રહેવું એવા સત્પુરુષોના કહેલા સનાતન ધર્મને પૂરેપૂરો ચરિતાર્થ કર્યો હતો. (પત્રાંક ૩૯૨) મહાવી૨નો અવિભક્ત સનાતન જૈન માર્ગ વર્તમાનમાં સમ્યક્ પ્રકારે ઓળખનાર અને ઓળખાવનાર શ્રીમદ્ રાજચંદ્ર સનાતન દેવછે. સત્પુરુષોના સંપ્રદાયની સનાતન એવી કરુણાવસ્થા ધરાવતા સનાતન દેવ છે. ૯૪. समदर्शी : જ્યાં ત્યાંથી રાગદ્વેષરહિત થવું એ જ મારો ધર્મ છે; અને તે તમને અત્યારે બોધી જઉં છું. (પત્રાંક ૩૭) એક પર રાગ અને એક પર દ્વેષ એવી સ્થિતિ એક રોમમાં પણ તેને પ્રિય નથી. (પત્રાંક ૧૩૪) કૃદ્વેષ વિહીનેન સર્વત્ર સમચેતસા । મળવત્ મવિત યુક્તેન પ્રાપ્તા માવતી ગતિઃ ।। (પત્રાંક ૧૪૧) અન્વયે, ઇચ્છા અને દ્વેષ વગર, સર્વ ઠેકાણે સમદષ્ટિથી જોનાર એવા પુરુષો ભગવાનની ભક્તિથી યુક્ત થઇને ભાગવતી ગતિને અર્થાત્ નિર્વાણને પામ્યા. આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઇ પ્રત્યે રાગ અથવા કોઇ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. (પત્રાંક ૭૭૯) વળી શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં, આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વવાણી, પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. ગાથા ૧૦ સમદર્શિતા એટલે શત્રુ-મિત્ર, હર્ષ-શોક, નમસ્કાર-તિરસ્કાર આદિ ભાવ પ્રત્યે જેને સમતા વર્તે છે તે. પાર્શ્વનાથ સ્વામીનું ધ્યાન યોગીઓએ અવશ્ય સ્મરવું જોઇએ. નિઃ ૦ - એ નાગની છત્રછાયા વેળાનો પાર્શ્વનાથ ઓર હતો. (પત્રાંક ૨૧-૧૦૫) પૂ.શ્રી સુખલાલભાઇ છગનભાઇ સંઘવી નામના મુમુક્ષુવર્ય (જેમની વિનંતિવશાત્ જગતને ૫૨મકૃપાળુદેવના પદ્માસન અને કાર્યોત્સર્ગ મુદ્રાના બન્ને ચિત્રપટજીની ભેટ મળીછે) કૃપાળુદેવને પત્રમાં લખે છે કે, જે ઉત્તરસંડા જેવા નિવૃત્તિક્ષેત્રે નિવૃત્તિમાં છતાં અને મોહમયી પુરી જેવા પૂરપાટ પ્રવૃત્તિ સ્થળે પ્રવૃત્તિમાં છતાં આત્મસ્વરૂપસ્થ સમવૃત્તિ રાખનાર છે, રાખે છે તે પરમાત્મસ્વરૂપ વીતરાગી શ્રી સદ્ગુરુનાં ચરણકમળ અમે ઉપાસીએ છીએ. પૂ.પોપટલાલભાઇ મહોકમચંદભાઇને વઢવાણમાં કૃપાળુદેવે સ્વશ્રીહસ્તે પોતાનું યોગમુદ્રાનું ચિત્રપટ આપ્યું અને ફ૨માવ્યું કે, શ્રી પાર્શ્વનાથાદિ યોગીઓ અને અમારામાં કાંઇ ફેર ન જાણો. ટૂંકમાં, પદાર્થને વિષે ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિરહિતપણું, ઇચ્છારહિતપણું, મમત્વરહિતપણું હોવાથી તેવી ચારિત્ર દશાવંત પરમ કૃપાળુદેવ સમદર્શી હતા. ૯૫. समयज्ञ : સમય એટલે આત્મા. સમયજ્ઞ એટલે આત્માને જાણનાર. ‘જેણે આત્મા જાણ્યો, તેણે સર્વ જાણ્યું’ એ નિગ્રંથ પ્રવચનને સફળ કરનાર કૃપાળુદેવ સમયજ્ઞ-તત્ત્વજ્ઞ-આત્મજ્ઞ હતા. સમય એટલે વખત કહીએ તો, આ દુષમકાળના જીવોને અને કળિકાળને બરાબર જાણતા હોવાથી તે મુજબ સદ્બોધ આપ્યો છે. સમય એટલે અવસરના પણ જાણ હતા એટલે સ્વલ્પાંશે પણ શિથિલતાને મોકો ન આપતાં મોક્ષગામી હતા. સમય એટલે પ્રતિજ્ઞાનિયમ કહો તો, પરિભ્રમણનાં પ્રત્યાખ્યાન લીધેલાં હોવાથી પણ સમયજ્ઞ કહેવાય. સમય એટલે સફળતા કે દુઃખસમાપ્તિ કહો તો પરમપદ-મોક્ષફળ સહિત હતા અને ભવપર્યટનનાં દુ:ખની સમાપ્તિ હતી. છેલ્લે, સમય એટલે સિદ્ધાંત કહો તો, એ તો જીવતો – જાગતો ‘સમયસાર’ હતો. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૯૬. સહન : હે સહજાત્મસ્વરૂપી ! (પત્રાંક ૧૬૧) જે પુરુષ આ ગ્રંથમાં સહજ નોંધ કરે છે તે પુરુષ માટે પ્રથમ સહજ તે જ પુરુષ લખે છે. (હાથનોંધ ૧-૪) સહ એટલે સાથે, જ એટલે જાય છે. જવું આવે ત્યાં જાણવું આવે જ એવો સંસ્કૃત સાહિત્યનો નિયમ અને અધ્યાત્મ સૃષ્ટિનો યે ખરો જ ને ? આત્મા જ્યાં જ્યાં જાય છે, જન્મે છે, ત્યાં ત્યાં તેનું સ્વરૂપ સાથે જ છે. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી માત્ર તેનું ભાન થવું એ જ સ્થિતિ છે. સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મોક્ષ કહે છે. (પત્રાંક ૬૦૯) સહજ આત્મસ્વરૂપને પ્રાપ્ત કૃપાળુદેવ તે ‘શ્રી સહજ’. ૨૦૫ સહજ એટલે સ્વાભાવિક. વાણી-વિચાર વર્તનમાં પૂરી સંવાદિતા હોવાથી તેમનું બધું યે સ્વાભાવિક હતું, લખાણ પણ કેટલું સ્વાભાવિક ? કેવું સહજ ? ગાંધીજીને પણ કહેવું પડ્યું કે, ક્યાંયે કૃત્રિમતા નથી. સહજ સ્વભાવને જ ગાયો છે, માણ્યો છે માણા રાજે ! અરે, ‘સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ' મંત્ર પણ આપ્યો. જ્ઞાની ઇચ્છારહિત કે ઇચ્છાસહિત એમ કહેવું પણ બનતું નથી; તે સહજ સ્વરૂપ છે. (પત્રાંક ૩૭૭) ૯૭. साक्षात् सरस्वती : મોરબીના વસંત બાગમાં અષ્ટાવધાનના પ્રયોગ પછી બીજે જ દિવસે મોરબીના સોની બજારના સ્થાનકવાસી ઉપાશ્રયમાં બે હજારની મેદની સમક્ષ બાર અવધાન બાદ, મોરબી હાઇસ્કૂલમાં કરેલા બાર અવધાન, જામનગર જવાનું થતાં કરેલાં બાર અને સોળ અવધાન, ફરીથી મોરબીમાં કરેલા બાર અવધાન બાદ, વઢવાણમાં બે હજારની મેદની સમક્ષ સોળ અવધાન કરી દેખાડ્યા હતા. પછી બોટાદમાં બાવન અવધાન અને મુંબઇમાં તો સો અવધાન કર્યા એ આપ જાણો છો જ. લીંબડી-વઢવાણના માનપત્રમાં તેમની અદ્ભુત અવધાનશક્તિ અને આશુપ્રજ્ઞ કવિત્વ શક્તિથી પ્રેરાઇને ‘સાક્ષાત્ સરસ્વતી'નું બિરુદ આપવામાં આવ્યું. મોરબી નિવાસી સમવયસ્ક શ્રી વિનયચંદ્રભાઇ (વનેચંદભાઇ) પોપટભાઇ દફ્તરીને કૃપાળુદેવ પર પરમ પ્રેમ-પ્રતીતિ આવી જતાં વિ.સં.૧૯૪૩માં ‘સાક્ષાત્ સરસ્વતી’નામે પુસ્તિકા રચી. મુંબઇમાં શતાવધાનના પ્રયોગ પછી સુવર્ણચંદ્રક એનાયત થયો અને ‘સાક્ષાત્ સરસ્વતી'નું બિરુદ પણ આપ્યું. જે રસ જગતનું જીવન છે તે રસના અનુભવી (પત્રાંક ૨૪૭) એવા જીવનવંતા પુરુષની વાણીની વાત છે. એટલે કે, સ રસ વતી ! સરસ્વતી એટલે જિનવાણીની ધારા. (વ્યાખ્યાનસા૨ ૨:૮:૧) શ્રી મહાવીર દેવની વાણી સુણીને સુણાવનારા દેવાંશી નર ‘સાક્ષાત્ સરસ્વતી’ હોય એમાં સવાલ નથી. સાક્ષાત્ સરસ્વતી શું આ નરરૂપધારી ? વાચસ્પતિ અવનીમાં શું ગયા પધારી ? એવા વિતર્ક જનના મનમાં લસંતા, શ્રી રાજચંદ્ર વચનામૃતને સુર્ણતાં. પૂ.ડૉ.ભગવાનદાસભાઇ મહેતા ૯૮. સિદ્ધાર્થ : જેનો અર્થ એટલે હેતુ, પ્રયોજન સફળ થઇ ચૂક્યા તે સિદ્ધાર્થ. સિદ્ધનાં સુખ સ્મૃતિમાં લાવો (પત્રાંક ૫-૫૦) લખનાર તો સિદ્ધાર્થ જ હોય ને ? બાહ્યભાવે ગૃહસ્થશ્રેણિ છતાં અંતરંગ નિગ્રંથ શ્રેણિ જોઇએ, અને જ્યાં તેમ થયું છે ત્યાં સર્વ સિદ્ધિ છે. (પત્રાંક ૭૧) વળી લખે છે કે, સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તે જ અનુકૂળ. (પત્રાંક ૭૯) સર્વાર્થસિદ્ધિ આપે તેવાં શાસ્ત્રની રચના કરી જેને આમ આપ્યું શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર. સિદ્ધાર્થના પુત્ર (મહાવીર સ્વામી)નાં નિર્મળ ચરણકમળને સંયમશ્રેણિ રૂપ ફૂલથી પૂજનાર (પત્રાંક ૩૦૯) કૃપાળુદેવ સિદ્ધાર્થ થતા રહ્યા, વર્ધમાન બની ગયા. ધન્ય રૂપ - કૃતાર્થરૂપ એવા જે અમે તેને વિષે આ ઉપાધિજોગ જોઇ લોકમાત્ર ભૂલે એમાં આશ્ચર્ય નથી. (પત્રાંક ૩૮૫) રાજપ્રભુ તો સહજ સિદ્ધ છે. કર્તવ્યભાવ તેમને Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ વિષે વિલય પ્રાપ્ત છે. ધન્ય રે દિવસ આ અહો... પદ રચીને પણ સહજ પુરુષાર્થ તો સમયે સમયે વર્ધમાન રહ્યો છે. સિદ્ધપદે પહોંચવાનો નિર્ધાર નોંધાવી દીધો તે સિદ્ધાર્થ સ્વયં બુદ્ધ હતા, શુદ્ધ હતા, સિદ્ધ પુરુષ જ હતા. ૯૯. સુધાસિન્ધુ : સુજ્જુ ધીયતે પીયતે વા અત્યંતે રૂતિ સુધા । સુધા એટલે અમૃત, સિંધુ એટલે સાગર. કૃપાળુદેવ એટલે અમૃતસાગર. ‘અમી ભરેલી નજરું એની, રાજચંદ્ર ભગવાન રે.........'દૃષ્ટિરાગ જાય છે ત્યારે જ દષ્ટિ શુદ્ધ અને મુક્ત બને છે. રાજપ્રભુની દૃષ્ટિમાં સહજ રીતે જ અનાસક્તિ અને નિર્મળતા રહેલી છે. ઉફુલ્લ કમળ ઉલ્લાસ, ઉજાસ અને સુવાસનું પ્રતીક. ઉલ્લાસ આનંદવાચક, ઉજાસ જ્ઞાનવાચક અને સુવાસ સદા વર્ધમાન શક્તિવાચક છે. યજુર્વેદનો મૃત્યુંજય મંત્ર ‘સુગન્ધિ પુષ્ટિવર્ધનમ્ ' મુજબ જ્યાં સુગંધ છે ત્યાં પુષ્ટિ છે અને જ્યાં પુષ્ટિ છે ત્યાં અમૃતનો સંચાર થાય છે. કૃપાળુની દૃષ્ટિ જ્યાં જ્યાં પડી છે ત્યાં ત્યાં અમૃત સંચર્યું છે. સુધાની ધારા પછીનાં કેટલાંક દર્શન થયાં છે... (પત્રાંક ૧૯૭) સુધા૨સ એ કોઇ યૌગિક સાધનાની ખેચરી મુદ્રાથી પ્રગટાવવાની વાત નથી પણ તેનું સ્વરૂપ અને માહાત્મ્ય ગુરુગમે અને આજ્ઞારૂપ માર્ગ વડે સમજાય તે પણ કેવું સુધામય રીતે પ્રકાશ્યું છે ? એક એક વચન અમૃતમય છે એટલે તો ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથને ‘વચનામૃતજી’ કહીએ છીએ. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર તો આ અવની પરનું અમૃત છે. કૃપાળુદેવની ભાષા કેવી શિષ્ટ, મિષ્ટ, વિશિષ્ટ ને વિલક્ષણ છે ? શૈલી કેવી રસાળી અને ઉજ્જવળી છે ? જેના વચનબળે જીવ નિર્વાણમાર્ગને પામે છે એવી સજીવન મૂર્તિ છે. હે સુધાસિંધુ ! હે સુધાકર ! હે સુધાકાર ! હે સુધાંશુ ! હે સુધાનિધિ ! હે સુધાવર્ષ ! આપની ભક્તિ રૂપી સુધા પાજો. પ.પૂ.બ્રહ્મચારીજીના શબ્દોમાં, कलिकालानले दग्धान् जीवांस्त्रातुं समुद्यतः । राजचन्द्र सुधासिंधुर्नमस्तस्मै स्मराम्यहम् ॥ કળિકાળની ઝાળથી બળતા જીવોને બચાવનાર, પરમ શાંતિ આપનાર શ્રીમદ્ રાજચંદ્ર અમૃતસાગરને સ્મરીને નમસ્કાર કરું છું. ૧૦૦. સુમંત : સત્ ને પ્રાપ્ત છે તે સંત. આ પૃથ્વી પર પ્રભુનાં દર્શન કરવા હોય તો તે સંતમાં, સંતહૃદયમાં થાયછે. શ્રીરામકૃષ્ણ પરમહંસ સંત હૃદયને ભગવાનનું દીવાનખાનું કહેછે. સંતનાં – સત્પુરુષનાં વચનામૃત, મુદ્રા ને સત્સમાગમને લીધે સંત જંગમ તીર્થછે. સંતનો એક અર્થછે, બે હાથ જોડેલી અંજલિ કે ખોબો. શ્રી તુલસીદાસજીની દૃષ્ટિએ, જેમ બન્ને હાથને સંપુટ કરીને અંજલિમાં સુગંધી ફૂલ રાખ્યું હોય તો બન્ને હાથને સુવાસિત કરે છે તેમ સંત કોઇ ભેદભાવ વિના જગતને આનંદથી ભરી દે છે. શાન્તિ પમાડે તેને સંત કહીએ, તેના દાસના દાસ થઇ રહીએ. સર્વના માંહી છે તે સર્વથી ન્યારા બાપુ, એવા ભક્તને નિત્ય ચાહીએ. જેના કરકમળમાં સઘળું જગત્ રહેલું છે, (હસ્તામલકવત્ જાણી-દેખી રહ્યા છે !) જેના નેત્રકમળમાં કરુણારૂપી અમૃતનો સાગરછલકે છે, જેના ચરણકમળમાં સમગ્ર તીર્થોનો નિવાસ છે, જેના હૃદયકમળમાં ગુણાતીતપણું બિરાજે છે અને છેલ્લે જે અનંત સુખધામને કહેછે, ચહેછે, જાણે છે તે પદને પ્રણમન કરનારા, અવિષમપણે જ્યાં આત્મધ્યાન વર્તે છે, એવા ‘શ્રી રાયચંદ્ર’ પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરીએ છીએ. (પત્રાંક ૩૭૬) શ્રી બાપુદાસ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ જગ પાવનકર તે અવતર્યા, અન્ય માત ઉદરનો ભાર, જીવ્યું ધન્ય તેહનું. જાણે સંત સલૂણા તેહને, જેને હોય છેલ્લો અવતાર, જીવ્યું ધન્ય તેહનું. શ્રી બ્રહ્માનંદજી ૧૦૧. સુત્ ઃ સુહતું એટલે પરમ સખા, સૌથી નિકટના સાથી. અપૂર્વવસ્તુનો પ્રાપ્ત કરાવનાર તથા યોગક્ષેમનો કરનાર, અનુકંપા આણનાર, કરુણાથી કરીને પરમ સુખનો દેનાર તે સુહૃમિત્ર. (પત્રાંક ૧૬, પૃ.૩૮) . સાંખ્ય દર્શન મુજબ, પોતાની સ્વરૂપ સમજણમાં કે શાસ્ત્રજ્ઞાનમાં કંઇ દોષ તો નથી ને તે શોધવા પોતાના ગુરુ કે સવાયા શિષ્ય કે સમાનશીલ વ્યક્તિ સાથે વિચારણા તે સુહૃત્માપ્તિ. આઠ મહાસિદ્ધિમાં પણ સાતમી મહાસિદ્ધિ તે સુહૃદુ પ્રાપ્તિ જે રમ્યફ પણ કહેવાય છે. ભગવાનનું માહાભ્ય ભક્તના હૃદયમાં પ્રગટતા મધુર સ્વરૂપમાં પૂર્ણ થાય છે... જયારે માહાસ્ય અને જ્ઞાનયુક્ત ભક્તિ એક માત્ર અનુરાગ ભક્તિમાં પરિણમે છે ત્યારે જ ભક્તિનું ફળ પૂર્ણ રસથી સભર બની જાય છે. વ્રતનિયમો દ્વારા થતું તપ ભગવાન ભણી એટલે કે આત્મલક્ષે થાય છે ત્યારે કઠોર નથી બનતું પણ સૌન્દર્યની ઝાંખી કરાવે છે. આ સૌન્દર્ય બાહ્ય કે સ્કૂલ નથી પણ સૂક્ષ્મ પ્રકાશનું દર્શન કરાવે છે. સર્વના આધાર રૂપે રહેલો આ પ્રકાશ જડ નથી પણ ચેતનમય છે અને એક તાલબદ્ધતામાં આંદોલિત થઇ રહ્યો છે. આ નાદ આનંદને પ્રેરે છે, અને આનંદ એક એવા સતત્ત્વનો પરિચય કરાવે છે જે સદાકાળ આપણા હૃદયદેશે રહેલું છે. સર્વ આત્માના સુહૃદુ એવા શ્રીમજી સહૃદયીના હૃદયમાં તો હોય જ. ૧૦૨. સૌમ્ય : સૌમ્ય એટલે શાંત-સુશીલ, સુંદર-પ્રસન્ન કે કોમળ-મનોહર, સોમ એટલે ચંદ્ર, સોમ પરથી સૌમ્ય શબ્દ બનતા ચંદ્રના ઘણા ગુણનો સરવાળો તે સૌમ્ય. ચંદ્રની જેમ મનની યે સોળ કળા છે. મનની ૧૫ કળા નિર્વાણ ખાતે અને ૧૬મી અક્ષય કળા ઉદય પામે ત્યારે જીવને પોતાનાં શિવસ્વરૂપનો અનુભવ થાય છે, પરમાત્મતત્ત્વનો અનુભવ થાય છે. ૧૬મી કળા અમૃતકળા છે. આઠમી પરા યોગદષ્ટિમાં શશી જેવો શીતળ, આહલાદક બોધ હોય છે અને પૂર્ણપણે આત્મસ્વભાવમાં પ્રવૃત્તિ કરવાથી સમાધિ... પરમ સમાધિ હોય છે. પરશાંતિ અનંત સુધામય જે.... (પત્રાંક ૯૫૪) માયામય અગ્નિથી પ્રજ્વલિત જીવોને પરમ કારુણ્યમૂર્તિનો બોધ એ જ પરમ શીતળ જળ છે. (પત્રાંક ૨૩૮) જગતને, જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઇએ છીએ. (પત્રાંક ૧૬૫) કેવા સૌમ્ય ? - કૃપાળુદેવનાં વચનોનું સેવન કરતાં એક મહાન ગંભીર આત્માનો ખળભળાટ સંભળાય છે. તેની સાથે જ, રસને ગ્રહણ કરતા રવિની જેમ રવિવારે જન્મેલા અને અમૃત વરસાવવા અમૃત ચોઘડિયે આવિર્ભાવ પામેલા સૌમ્ય રાજચંદ્રના આત્મદર્શનની પૂર્ણ પૂર્ણિમાની ચાંદની નીચે આત્મિક સુખથી લહેરાતા ચિત્ત પારાવારનો પણ અણસાર મળે છે. અનંત સૌખ્ય અને સૌમ્ય સાથે જ હોય ને ? ૧૦૩. સ્વરૂપસ્થ : પ્રકૃતિનાં રાજમાં - પર્યાયના નર્તનમાં પલટો આવ્યા જ કરે છે પણ તેનાથી જે સ્વરૂપ ક્ષુબ્ધ કે ખંડિત થતું નથી તે સ્વરૂપની વાત છે. જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી એ જ અદ્ભુત આશ્ચર્ય છે. (પત્રાંક ૯૫૧) Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ | મૂર્તિમાન ! અમે તે મૂર્તિમાન સ્વરૂપને શું વર્ણવીએ ? એ સ્વરૂપ વિચારતાં, સંભારતાં અમને તો પરમ સમાધિ આવે છે. અહો તે સ્વરૂપ! અહો તે સ્વરૂપ! (પત્રાંક ૧૫૭-) સ્વરૂપનું ભાન થવાથી પૂર્ણકામપણું પ્રાપ્ત થયું. જ્યાં કેવળ સ્વરૂપસ્થિતિ છે ત્યાં તો પછી બીજું કંઈ રહ્યું નથી, એટલે ત્યાગવાપણું પણ રહ્યું નહીં. (પત્રાંક ૩૨૮) શુદ્ધતા વિચારે, ધ્યાવે, શુદ્ધતામેં કેલિ કરે.... કવિતામાં સુધારસનું જે માહાભ્ય કહ્યું છે તે કેવળ એક વિગ્નસા (સર્વ પ્રકારનાં અન્ય પરિણામથી રહિત અસંખ્યાત પ્રદેશી આત્મદ્રવ્ય) પરિણામે સ્વરૂપસ્થ એવા અમૃતરૂપ આત્માનું વર્ણન છે. તેનો પરમાર્થ યથાર્થ હૃદયગત રાખ્યો છે. (પત્રાંક ૪૭૫) | હે કૃપાળુ ! તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ અને એ જ અમારો પરમાનંદ છે. (પત્રાંક ૬૮૦) પ્રભુશ્રીજી પરના પત્રમાં “શ્રી સહજાન્મસ્વરૂપ’ સહી કરી છે. (પત્રાંક ૭૧૯) શ્રી ઇડરગિરિ પર સાત મુનિ સમક્ષ બેજિગર, બેઝિઝક, બેતઅમુલ બોલ્યા કે, આ સિદ્ધશિલા અને (અમે) બેઠા છીએ તે સિદ્ધ. રાગ, દ્વેષ, અજ્ઞાનનો આત્યંતિક અભાવ કરી જે સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થયા તે સ્વરૂપ અમારું સ્મરણ, ધ્યાન અને પામવા યોગ્ય સ્થાન છે. (હાથનોંધ ૨-૧) શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનો આરંભ પણ જે સ્વરૂપ સમજ્યા વિના....થી કરીને સ્વરૂપસ્થ થતાં સુધીનો બોધ છે. (પત્રાંક ૭૧૮) સ્વરૂપ-સ્થિત સમતાપતિ રે, સર્વ અવસ્થામાં ય, રાજચંદ્ર પદ તે નમું રે, સ્થિર મન થાઓ ત્યાં ય. સમતા-સ્વામી તે રે, જે રમતા સમભાવે. પ્રજ્ઞાવબોધ પુષ્પ પ૬ : ૫.પૂ.બ્રહ્મચારીજી ૧૦૪. સ્વામr : પંચમ આપે અવતર્યા રે, સદ્ગુરુ સત્ અવતાર; મૂળ મારગ પ્રગટ કર્યો, સ્વામી ખોલ્યાં છે મોક્ષનાં દ્વાર... સુગુરુ નિત્ય સાંભરે. - પૂ.રત્નરાજ સ્વામી હે શુદ્ધ ચૈતન્ય સ્વામી ! આપે જ તો અફાટ અને અસ્મલિત કરુણાવશાત્ કહી દીધું કે, તમારે કોઇ પ્રકારે ડરવા જેવું નથી; કારણ કે તમારે માથે અમારા જેવા છે; તો હવે તમારા પુરુષાર્થને આધીન છે. જો તમે પુરુષાર્થ કરશો તો મોક્ષ દૂર નથી. (વ્યાખ્યાનસાર ૨:૧૦:૧૮) ઓ સમતા સ્વામી ! મોટાને ઉત્સગ બેઠા ને શી ચિંતા? તિમ પ્રભુ ચરણ પસાય, સેવક થયા નચિંતા. (શ્રી દેવચંદ્રજી કૃત શ્રી અરનાથ સ્વામી સ્તવન) પ્રભુશ્રીજી પરમકૃપાળુદેવને એક પત્રમાં લખે છે કે, હે કૃપાળુનાથ ! નમિરાજર્ષિની દશા જોઇ ઇન્દ્ર અદ્ભુત ભાવે ગુણસ્તવન કરી, નમસ્કાર કરી પોતાના સ્થાને ગયો. હે નાથ ! તે તો ઋષિપણામાં દીઠા. પણ હે કૃપાળુ સ્વામી, જે વ્યવહારનો ઉદય વર્યા છતાં તેથી અન્ય, ઋષિદશાના ભાવને પામ્યા છે તે અત્યંત વહેપારી, ઋષિપણાથી પણ અધિક (રાજર્ષિ, પરમર્ષિ, સમદર્શી કહું ?) પ્રભુને પુનઃ પુન: નન્મસ્કાર હો ! આપે આત્મા પ્રાપ્ત કર્યો છે માટે માલિક છો, પ્રભુ છો, રાજા છો, નાથ છો, પતિ છો, ગુરુ છો, સર્વોત્કૃષ્ટ સાધુ-મુનિ છો, સ્વામી છો. For Private & Personal use only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ હવે તો હે સ્વામી! તવ ચરણની ભેટ થઇ તો, સુણાવો, સબ્દોધો, ભવતરણ શ્રદ્ધા પ્રગટજો; ‘છૂટું છૂટું ક્યારે ?' સ્વગત ભણકારા જગવજો , વિસારું શા સારુ? સમરણ તમારું સતત હો ! પ્રજ્ઞાવબોધ પુષ્પ ૧:૧૧ : પ.પૂ.બ્રહ્મચારીજી ૧૦૫. રિ : હું એટલે હરી જવું, નષ્ટ કરવું, દૂર કરવું. હરિના અનેક અનેક અર્થમાં, આ અર્થ મુખ્ય છે. હરિ એટલે હરી લેનાર, દૂર કરનાર, નષ્ટ કરનાર. હરિ એટલે વિષ્ણુ અને વિષ્ણુ કહેતાં સર્વવ્યાપક જ્ઞાન. અમારો દેશ હરિ છે, જાત હરિ છે, કાળ હરિ છે, દેહ હરિ છે, રૂપ હરિ છે, નામ હરિ છે, દિશા હરિ છે, સર્વ હરિ છે. (પત્રાંક ૨૫૫) જ્ઞાનસ્વભાવી આત્માને બધું જ્ઞાનમય જ હોય ને? વળી પ્રકાશે છે કે, અમારું ચિત્ત તો બહુ હરિમય રહે છે. (પત્રાંક ૨૫૯) સાચા હરિ રાગદ્વેષ ને અજ્ઞાન જેના ગયા છે તે. (ઉપદેશછાયા પૃ.૭૨૬) પ.પૂ.બ્રહ્મચારીજીના શબ્દોમાં, કવ્વાલી રૂપે, હરે જે મુજ ચિવૃત્તિ, કરાવી વિશ્વ વિસ્મૃતિ, હરિ તેથી ખરા મારા, શ્રીમદ્ ગુરુરાજજી પ્યારા. ૧૦૬, હિન્દીર : કૃપાળુદેવ તેર વર્ષની વય થઇ ત્યાં સુધી તો વવાણિયાની બહાર ગયા નહોતા. ચૌદપંદર વર્ષની વય પછી મોરબી પધાર્યા હતા. ત્યાં અષ્ટાવધાની શંકરલાલ શાસ્ત્રીના પ્રયોગો જોઇને આવું તો થઈ શકે? કહીને બીજે જ દિવસે તેવા પ્રયોગ કરી બતાવ્યા. લગભગ સત્તર વર્ષની વયે જામનગર જવાનું થતાં, ત્યાં વિદ્વાનો આગળ બાર અને સોળ એમ બે વિધિથી અવધાન કર્યા હતાં, જામનગરમાં બે વિદ્વાનો આઠ-દસ વર્ષથી અવધાનો કરવા માટે મહેનત કરતા હતા પણ નિષ્ફળતા મળતી હતી. તેથી વિદ્વાનોને અને સહુને કૃપાળુદેવ પ્રત્યે આદરબહુમાનપણું અને આશ્ચર્ય ઉત્પન્ન થયાં હતાં. જામનગરમાં ‘હિન્દના હીરા' તરીકે ઉપનામ મળ્યું હતું. ભારતનાં ભૂષણ, હિંદના હીરા, ગુજરાતનાં ગૌરવ, સૌરાષ્ટ્રના રત્ન, કાઠિયાવાડના કૃપાળુદેવ , વવાણિયાના વ્હાલા, રાજકોટના રાજરાજેશ્વર માટે ગાઇએ કે, ધન્ય ભૂમિ ભારત જળહળતી, ગૌરવવંતી ગાજે રે; જગ પાવનકર જમ્યા આજે, જન્મશતાબ્દી રાજે જે; અનંત સુખનાં ધામે રાજે, નિર્વાણશતાબ્દી આજે રે. રાષ્ટ્રસંત પૂ.વિનોબા ભાવે કહ્યું કે, શ્રીમદ્ રાજચંદ્રજી જેવા પુરુષ આ ભારતવર્ષની ભૂમિમાં જન્મ્યા અને શ્વાસોચ્છવાસ લીધા તેથી આ ભૂમિ ભાગ્યશાળી બની છે. ગાંધીજીને ગુરુ રાજચંદ્ર ન મળ્યા હોત તો, માઇકલ કે મોહમ્મદ થઇને પાછા આવત પણ મોહનદાસ ગાંધી ન રહેત ! જેટલું કહીએ તેટલું થોડું છે આ હિંદના હીરલા માટે કે વીરલા માટે. ૧૦૭. ક્ષયપામી : ક્ષયોપશમનો સીધો સાદો અર્થ છે, સમજણ કે જ્ઞાનનો ઉઘાડ માત્ર સાત વર્ષની વયે નવસો ભવનું જાતિસ્મરણ જ્ઞાન, પ્રાથમિક શાળામાં ગુજરાતી ભાષાનું જ શિક્ષણ છતાં પંદર-સોળની વય પહેલાં ઘણાં જિનાગમ અને દર્શનગ્રંથનું અવગાહન, સત્તરમે વર્ષે દિવસ ત્રણમાં “મોક્ષમાળા'નું સર્જન, એની પહેલાં સમ્યકુ અનેકાન્તનું રટણ – પત્રાંક પના બોધવચન ૧૦૪ થી ૧૧૭ - Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ સ્વદ્રવ્યના ગ્રાહક થાઓ વગેરે, વિના પ્રયાસે શતાવધાનનો જવલંત સફળ પ્રયોગ, ઓગણીસમે વર્ષે આશુપ્રજ્ઞતા (દિવ્યજ્ઞાન કેવળજ્ઞાન) જેને પ્રગટે છે તે આ કાળનો ક્ષયોપશમી પુરુષ છે. આ કાળમાં એવો કોઈ પુરુષ હોય તેમ ધારો છો? અને ધારો છો તો કેવાં કારણોથી ? (પત્રાંક ૨૩૬) એમ પૂ.શ્રી અંબાલાલભાઇને પત્રમાં પૂછેલ છે. પૂર્ણ વીતરાગ જેવો બોધ અમને સહજે સાંભરી આવે છે. જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ અને તેવા થવાનો પ્રયત્ન કરીએ છીએ. (પત્રાંક ૩૧૩) વનની મારી કોયલ'ની કહેવત પ્રમાણે, આ કાળમાં અને આ પ્રવૃત્તિમાં અમે છીએ. (પત્રાંક ૩૩૬) માત્ર દોઢ કલાકમાં એકી સપાટે એક આસને કરેલાં શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનાં અજબ સર્જન પર તો આફરીન પોકાર છે ! દિલશાદી છે, દિલચસ્પી છે, દીવાનગી છે, દાદ દેતાં દાદું...દાદુંના ઉદ્ગાર સરી પડે છે ! એક શ્લોક વાંચતાં અમને હજારો શાસ્ત્રનું જ્ઞાન થઇ તેમાં ઉપયોગ ફરી વળે છે. (પત્રાંક ૯૧૭) ઇડર અને વસોની શાંત જગાઓ સંભારવાથી તદ્રુપ યાદ આવે છે. વડવા ગામે શાંત સમાધિસ્થ દશામાં બેઠેલા તે પાંચસો વાર સ્મૃતિમાં આવી છે. (વ્યાખ્યાન સાર ૨-૧૨) સાત નયના ચૌદ બોલ (હાથનોંધ ૨-૧૬) પ્રબળ ક્ષયોપશમની ઝાંખી કરાવે છે. અને છેલ્લે, તે ધર્મની વિધિ, અર્થની વિધિ, કામની વિધિ, અને તેને આધારે મોક્ષની વિધિને પ્રકાશી શકે તેવો છે. ઘણા જ થોડા પુરુષોને પ્રાપ્ત થયો હશે એવો એ કાળનો ક્ષયોપશમી પુરુષ છે. (હાથનોંધ ૧-૪) ૧૦૮. જ્ઞાનાવતાર : વીર તણા નિર્વાણથી, પ્રસર્યો ભસ્મ પ્રચંડ, વીર દેવનો નામ દઇ, પ્રસરાવ્યા પાખંડ, સૌ પાખંડને ખંડવા, સગુરુ જ્ઞાન અખંડ, ચંડ પ્રચંડ તમ હરવા રે, સદ્ગુરુ સૂરજ ઊગિયા હો જી. મહાવીર પ્રભુનાં નિર્વાણ કાળથી ભસ્મગ્રહ શરૂ થતાં મહાવીરને નામે પાખંડીના ભેદ શરૂ થયા. મૂળ માર્ગથી લોકો ગાઉ દૂર હતા તેવામાં રાજ આફતાબ-સદ્ગુરુ સૂરજ ઊગતાં અજ્ઞાન અંધકાર દૂર થયો. નદિ જ્ઞાનેન સદ્ગશે પવિત્રીમદ વિદ્યતે I (શ્રી ભગવદ્ ગીતા અ.૪, શ્લોક ૩૮) અર્થાત્ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઇ નથી, શુદ્ધ પાપવિદ્ધ સ્વરૂપમ્ | મળ-વિક્ષેપ-આવરણથી રહિત હોવાથી જ્ઞાન પવિત્ર છે તેથી જ્ઞાનાવતાર પણ પૂતાત્મા છે, પવિત્રાત્મા છે. આ નિઃસંદેહસ્વરૂપ જ્ઞાનાવતાર છે અને વ્યવહારમાં બેઠા છતાં વીતરાગ છે. (પત્રાંક ૧૬૭) આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃસંશય છે. પરમાત્મા પણ તેને પૂછી શકનાર નથી. તેનું કરેલું સર્વ સવળું છે. (પત્રાંક ૧૭) પ્રભુશ્રીજીના શબ્દોમાં, જ્ઞાનીના ગમ્મા, જેમના નાખો તેમના સમ્મા. અનંતગુણગંભીર જ્ઞાનાવતાર પુરુષનો લક્ષ કેમ જોવામાં આવ્યો નહીં હોય? (પત્રાંક ૨૪૭) આત્મા અત્યંત સહજ સ્વસ્થતા પામે એને જ સર્વ જ્ઞાનનો સાર શ્રી સર્વજ્ઞ કહ્યો છે. (પત્રાંક ૫૯૩) કૃપાળુદેવ એવાં સ્વભાવજ્ઞાનને વરેલા હતા, ખરેખરા જ્ઞાનાવતાર હતા. દેહધારી છતાં નિરાવરણ જ્ઞાન સહિત વર્તે છે તેવા મહાપુરુષોને ત્રિકાળ નમસ્કાર. (પત્રાંક ૬૭૪) “મોક્ષમાળા' સૂત્ર-સિદ્ધાંતનો ટોડો-ટોડલો-મિનાર-મુકાબલો છે, ઉપદેશ તરંગથી છલકાયા કરે છે. મોક્ષનો માર્ગ ખરેખર મતભેદ વિનાનો બોધ્યો છે. જિનવાણીનો મહિમા કેવો ઉત્કૃષ્ટ રીતે ગાયો છે? મોરબીના શ્રી વિનયચંદભાઇ પોપટભાઈ દતરીના (કૃપાળુદેવના સમકાલીન) આ શબ્દો કેટલા સાચા પુરવાર થયા છે ? “મોક્ષમાળા’ અને ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' લખનાર જ્ઞાનાવતાર ન હોય તો લખી શકે ? હરગિઝ નહીં. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧ ૧ શ્રી કબીર સાહેબને યાદ કરું તો . ચીટીકે પાંવમેં નુપૂર બાજે, વો ભી મેરા સાહિબ સુનતા હૈ. કીડીના પગનાં ઝાંઝરનો ઝંકાર પણ મારો રાજપ્રભુ સાંભળે છે ! આવાં જ્ઞાનને શું કહેવું? અવધિજ્ઞાન? મનઃ પર્યવ જ્ઞાન? કેવળ જ્ઞાન? જ્ઞાનને તે સીમા હોય? તે તો અસીમ, નિઃસીમ ને અનંત. તો પછી જ્ઞાનીને કઈ સીમા? જ્ઞાન કેવળથી કળો અને જ્ઞાન જ્ઞાનીમાં કળો (પત્રાંક ૨૬૭) લખનાર પૂરેપૂરો અને ખરેખરો જ્ઞાનાવતાર છે. નમન છે તે જ્ઞાનને પણ. અંતમાં, પરમકૃપાળુ પ્રભુના શ્રી ચરણદ્વયમાં નમસ્કાર. તરણતારણ રાજને તસ્લીમ હો. હે રાજચંદ્ર ભગવંત ! જેમ કોઇ પાંગળો મહા ગહન વનને બે પગથી ચાલીને ઓળંગવા ઇચ્છે તેમ મેં બુદ્ધિ વિકલ-પંગુએ તારાં ગુણવર્ણન રૂપ મહાવનને બે પદથી.... થોડા શબ્દથી કે ૧૦૮ વિશેષણથી નવાજવાનું મહાવિકટ કાર્ય હાથ ધરવા હામ ભીડી છે તે બાળચેષ્ટા ગણી આ બાળનું કલ્યાણ કરજે, એટલું જ કહું છું. હે મહાપ્રતાપી કૃપાળુ પરમેશ્વર ! અમે સાચા અને પવિત્ર અંતઃકરણથી તારું ધ્યાન કરી, શ્રદ્ધા રૂપી ચંદન અને ભક્તિ રૂપી અક્ષત તારે મંગળ ચરણે અર્પણ કરી, તને પ્રેમપુષ્પની માળા ચડાવી અમે અમારી પ્રાર્થના સમાપ્ત કરીએ છીએ. તું પ્રસન્ન ચિત્તથી અમારું કલ્યાણ કર. (ઉપદેશામૃતજી પત્રાવલિ ૨૫) ये हमारे रास्ते, ये हमारे वास्ते । चाहे महावीरके कथन, चाहे बुद्ध के वचन । चाहे हो पुराण, चाहे हो कुरान । नानककी नज़र, ईसा की डगर । मगर हमारे राज़दार तो वो ही राज़ । ઓ ચેતનરામ ! રાજનામને વળગ્યા તે સુખધામમાં વસ્યા. સ્વરૂપ પ્રત્યેનો પ્રેમ નિશ્ચય કરીએ દશા પ્રત્યેની શ્રદ્ધા ઉલ્લાસભાવે અને અર્પણ દાવે આશ્રય સેવીએ વચન પ્રત્યેની ભક્તિ શરણ લઇએ. ગુણ અનંત અપાર, રાજ તોરા, ગુણ અનંત આપાર. સહસ્ર રચના કરત, સુર ગુરુ, તોહી ન આવે પાર. રાજ તોરા ગુણ અનંત અપાર કૌન અંબર ગિનૈ તારા, મેરુ ગિરિકો ભાર, ચરમ સાગર લહરી માલા, કરત કૌન વિચાર. રાજ તોરા ગુણ અનંત અપારભક્તિગુણ લવલેશ ભાખે, સુવિધિજન સુખકાર. સમયસુંદર કહત હમકું, શ્વાસ તુમ આધાર. રાજ તોરા ગુણ અનંત અપાર Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ભલું થયું મેં પ્રભુ ગુણ ગાયા રસનાનો ફલ લીધો રે, દેવચંદ્ર કહે મારાં મનનો, સકલ મનોરથ સીધો રે. શ્રી શાન્તિનાથ સ્તવન સ્વામી ગુણ ઓળખી, સ્વામીને જે ભજે, દરિશણ શુદ્ધતા તેહ પામે. જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી કર્મ ઝીપી વસે મુક્તિધામે. શ્રી મહાવીર સ્તવન પરમાત્માની વચનવિલાસે સ્તુતિ અતિ કરનારા વિદ્વાનો થોકે થોક જો, બ્રહ્માનંદ સુધા-સાગરના સ્નાનથી ભવસંતાપ તજે હા વિરલા કો'ક જો. પ્રજ્ઞાવબોધ પુષ્પ ૧૫: પ.પૂ.બ્રહ્મચારીજી મનમોહન રાજ રમો હૃદયે, જીભ જાપ જપો સમયે સમયે; તન આતમ સેવન કાજ ટકો, ધનનો ન ધરું મનમાં ચટકો. ટોટક : પ.પૂ.બ્રહ્મચારીજી अनुष्टुप् राजचन्द्रस्वरूपे मे भावना भवनाशिनी । असंग संगतिर्यत्र परमात्म प्रकाशिनी ॥ ૫.પૂ.બ્રહ્મચારીજી અંતમાં, શ્રીમદ્ રાજપ્રભુને સમય સમયનાં વંદન. શ્રીમદ્ રાજપ્રભુને ક્ષણ ક્ષણનાં નમન. શ્રીમદ્ રાજપ્રભુને શત શત સ્તવન. શ્રીમદ્ રાજપ્રભુને સહગ્ન સહગ્ન પ્રણામ. શ્રીમદ્ રાજપ્રભુને લાખ લાખ સલામ. શ્રીમદ્ રાજપ્રભુને કોટિ કોટિ નમસ્કાર. શ્રીમદ રાજપ્રભુને અબજ અબજ ઈબાદત. શ્રીમદ્ રાજપ્રભુને અસંખ્યાત અનંત અભિનંદન. શ્રીમદ્ રાજપ્રભુને અનંત અનંત અભિનંદન. ॥श्रीमद् राजचन्द्र श्रीश्रितपादाब्जाय नमोनमः ॥ समस्याएपश्मा गुणन त्यामी श्रीनह राजरोष मम सद्गुरुचरण सदा शरणम् । www.jainelibrary arg Page #259 -------------------------------------------------------------------------- ________________ પરમકૃપાળુદેવના પાદુકાજી પરમકૃપાળુદેવ ધરમપુરમાં શ્રી રણછોડભાઈ ધારશીભાઈ મોદીને ત્યાં રહ્યા હતા ત્યારે તેમના ચરણકમળની પ્રત્યાકૃતિ લઈને તે ઉપરથી બનાવેલ ચાંદીના પાદુકા. પર (હાલ આ પાદુકાજી મુંબઈમાં શ્રી મનુભાઈ ભગવાનદાસ મોદીને ત્યાં છે.) wwwgjainelibrary.org Page #260 -------------------------------------------------------------------------- ________________ Page #261 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર નિર્વાણ શતાબ્દી “ જય શ્રી સદ્ગુરુ રાજચંદ્ર દયોદધિ, આ પામર પર અતિ કર્યો ઉપકાર જો; કોટિ ઉપાયે પણ બદલો દેવાય નહીં, પરમ પદ દર્શાવી દ્યો સહકાર જો.” શત શત કુંભે વચનામૃતેવ જય શ્રી 未美 ca શત શત દીવે રાજપ્રભુ જીવે Page #262 -------------------------------------------------------------------------- ________________