SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ ૬ અગ્નિશક્તિ, ક્રિયાશક્તિ અને સંકલ્પશક્તિનું બોધક છે. જેને લીધે વ્યક્તિની સંપૂર્ણ શક્તિ જાગી જાય છે અને સંસારચક્રનો અંત આવી જાય છે. અન્નમ્ માંથી ગર્દન બની જવાય છે, અયથાર્થમાંથી યથાર્થ બની શકાય છે. ‘બૃહદ્ દ્રવ્ય સંગ્રહ’માં શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતદેવ, ‘જ્ઞાનાર્ણવ’માં શ્રી શુભચંદ્રાચાર્ય, ‘યોગશાસ્ત્ર’માં શ્રી હેમચંદ્રાચાર્યજી જણાવે છે તેમ– ૩૫ અક્ષરનું ધ્યાન તે નવકાર મંત્રના ૩૫ અક્ષર, ૧૬ અક્ષરમાં ધ્યાન તે અર્હત્ સિદ્ધાષાર્ય ૩પાધ્યાય સર્વસાધુમ્મ:, ξ અક્ષરમાં ધ્યાન તે અર્હત્ સિદ્ધેભ્યઃ, ૫ અક્ષરમાં ધ્યાન તે ૬ સિ ઞ ૩ સા, ૪ અક્ષરમાં ધ્યાન તે ૬ સિ સાદ્, ૨ અક્ષરમાં ધ્યાન ૬ સિ, ૧ અક્ષરમાં કે નિરક્ષરમાં ધ્યાન તે મોં, ગોમ્, ૩ ઓમ્ (નવકારમંત્રમાં) કેવી રીતે થયો એ તો આપ જાણો છો. અરિહંતનો જ્ઞ, સિદ્ધ એટલે કે અશરીરીનો અ, આચાર્યનો આ, ઉપાધ્યાયનો ૩ અને સાધુ એટલે કે મુનિનો ર્ એમ અ+4+આ+3+મ્ =ોમ્ થાય. શક્રેન્દ્ર મહારાજે તીર્થંકર દેવની કરેલી સ્તુતિ - ‘નમોથ્થુણં અ૨હંતાણં ભગવંતાણં નમો જિણાણું, જિય ભયાણં'માં પણ આરંભ અરિહંત શબ્દથી જ છે ને ? આદિ જ ‘અ’થી છે ! શ્રી સમંતભદ્રાચાર્યજી કૃત સ્તુતિકાવ્યોમાં જેમ કવિત્વ, ગમિકત્વ, વાદિત્વ અને વાગ્મિત્વ ગુણો છે તેમ ૫૨મ કૃપાળુદેવનાં કાવ્યોમાં પણ છે. ગમકત્વ એટલે જે બીજાની કૃતિના મર્મને સમજવા-સમજાવવામાં પ્રવીણ હોય તે. વાગ્મિત્વ એટલે જે પોતાની વાક્પટુતા તથા શબ્દચાતુર્યથી બીજાને રંજાયમાન કરે અથવા પોતાના પ્રેમી બનાવી લેવામાં નિપુણ હોય. Jain Education International प्रस्तावे हेतुयुक्तानि यः पठत्यविशंकितः । स कविस्तानि काव्यानि काव्ये तस्य परिश्रमः ॥ અર્થાત્, પ્રસંગને શોભે તે રીતે હેતુ સહિત કાવ્યો જે કોઇ પણ પ્રકારની શંકા વિના બોલે છે તે જ કવિ, તે જ કાવ્યો અને કાવ્યમાં પરિશ્રમ પણ તેનો જ સફળ જાણવો. આ રસસિદ્ધ સિદ્ધહસ્ત કવિરાજ કરણ-કારણ પરમાત્મા રાજ રાજેશ્વરનાં ચરણ શરણ અને કાવ્યઝરણનાં સ્મરણમાં આમરણ રહી જઇએ તો તરણ તારણ જ છે. ૪. આ પ્રબંધમાં દૃષ્ટિદોષ, હસ્તદોષ કે મનદોષ દૃષ્ટિગોચર થાય તો, તેને માટે ક્ષમા ચાહી વિનયપૂર્વક વંદના કરું છું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001330
Book TitleRajchandra Nirvan Shatabdi Smaranika
Original Sutra AuthorN/A
AuthorSahaj Shrut Parab Rajkot
PublisherSahaj Shrut Parab Rajkot
Publication Year2001
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Rajchandra
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy