________________
૧૦૨
શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયં જ્યોતિ સુખધામ; બીજું કહિયે કેટલું ? કર વિચાર તો પામ.
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૧૧૭
આમ વિચારશ્રેણીને ભિન્ન ભિન્ન રીતે પરાકાષ્ઠાએ મૂકી છે. પૃથકત્વ વિતર્કનો વિચાર કરતાં જ સ્વયં મૂર્તિમાન મોક્ષ બની રહે ! એવું શ્રી રાજચંદ્રનું દેવત્વદાન છે, અહો ! રાજચંદ્રદેવ !
સ્વયં લખેલું જ : બીજ જ્ઞાન શોધે તો કેવળજ્ઞાન. અને અંતર શોધે આત્મસિદ્ધિ દીધી, મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા.
સહજ પુરુષે સ્વયં મોક્ષમૂર્તિ સ્વરૂપે આત્માની સ્વ-પર-પ્રકાશક સત્તાનો પ્રથમ પદે જ પરિચય કરાવ્યો છે. તેની અત્ર સાર્થકતા દર્શાવી છે. સ્વ-પર-પ્રકાશક શક્તિ એક રીતે તો સત્ પણારૂપ (સત+તા) સત્તા બની રહે છે.
સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મોક્ષ કહે છે. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, માત્ર સહજ સ્વરૂપનું જીવને ભાન નથી જે થયું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. (પત્રાંક ૬૦૯)
કેવળી સ્વરૂપ ભાવ થતાં પોતાને મન-વચન-કાયાના યોગમાંથી અહંભાવ છૂટી ગયો એટલે સ્વભાવમાં સહજે સ્થિતિ થતાં સ્વસ્વભાવરૂપ મોક્ષ અનુભવ્યો, પરંતુ એટલેથી શ્રીમદ્ અટક્યો નથી. દેહ છતાં નિર્વાણ અનુભવાય તેવા કેવળજ્ઞાનનો પુરુષાર્થ પોતે કરી પ્રરૂપ્યો પણ છે :
'૧. ઉપયોગથી ઉપયોગની એક્તા કરવાથી કેવળજ્ઞાન થાય. (હાથનોંધ ૩-૯)
૨. એક સમયનું, એક પરમાણુનું અને એક પ્રદેશનું જેને “જ્ઞાન” થાય તેને કેવળજ્ઞાન' પ્રગટે એમ કહ્યું છે, તે સત્ય છે. એ જ વાત જ્ઞાનની ‘અનુભવ’માં મૂકી પુનઃ જણાવ્યું.
એક સમય, એક પરમાણુ અને એક પ્રદેશનો જેને અનુભવ થાય તેને કેવળજ્ઞાન પ્રગટે. (પત્રાંક ૬૭૯)
આમાં જે ક્રમ મૂક્યો છે તે સહજપણે ‘pi નાગરૂ' (શ્રી આચારાંગ સૂત્ર ૧:૩:૪)ની રીતિનો જ નિયમસાર છે, શાસનસાર છે. સિદ્ધાંતોની Corrolaries જેવું એક પ્રકારનું ruling પણ છે – તે ન્યાયે.
શ્રીમદ્ અંતિમતાએ સ્પષ્ટ કરે છે : આત્માને વિષેથી સર્વ પ્રકારનો અન્ય અધ્યાસ ટળી સ્ફટિકની પેઠે આત્મા અત્યંત શુદ્ધતા ભજે તે કેવળજ્ઞાન છે. (પત્રાંક ૬૭૯)
ચૈત્ર સુદ ૧૧ શુક્રવારે વ.૬૭૯ પત્ર લખ્યો, જાણે સ્મૃતિ થાય છે, કાં તો સ્વયં શુક્ર પ્રપૂર્ણખ્યાતા અને પોતે બે જ દિવસમાં એટલે કે ચૈત્ર સુદ ૧૩ વિ.સં.૧૯૫૨ના મહાવીર જયંતી દિને લખે છે :
જેની મોક્ષ સિવાય કોઇપણ વસ્તુની ઇચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઇ છે; તેને હે નાથ ! તું તુષ્ટમાન થઇને પણ બીજું શું આપવાનો હતો ?
હે કૃપાળુ ! તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે ત્યાં હવે તો લેવાદેવાની કડાકૂટથી છૂટા થયા છીએ અને એ જ અમારો પરમાનંદ છે...
આ વિષમકાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રીરામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમ કે અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ.
- For Private & Personal use only
Jain Education International
www.jainelibrary.org