________________
૧૦૩ સ્પષ્ટતા પણ કરી દે છે. આ અંતર અનુભવ પરમાત્મપણાની માન્યતાના અભિમાનથી ઉદ્દભવેલો લખ્યો નથી પણ કર્મબંધનથી દુઃખી થતા જગતના જીવોની પરમ કારુણ્યવૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ હૃદયચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે.
૩% શ્રી મહાવીર
. (પત્રાંક ૬૮૦) આથી મહાવીર તરીકેની સ્વયં (Signature) સહી કરે છે.
હવે પરમકૃપાળુદેવ આ કેવળજ્ઞાન– કેવળદર્શનને ઉપમાવાચક શબ્દોમાં મૂકી આગળનો પુરુષાર્થ આદરતાં લખે છે : ભુજાએ કરી જે સ્વયંભૂરમણસમુદ્ર તરી ગયા, તરે છે, અને તરશે તે પુરુષોને નિષ્કામ ભક્તિથી ત્રિકાળ નમસ્કાર ! (પત્રાંક ૬૯૬)
- આ પરમપુરુષની ભુજાઓ કઈ ? કેવળદર્શન - કેવળજ્ઞાન. એક અપેક્ષાએ જગદીપનકરના એ બે કર (હાથ) છે.
ભુજાએ કરી તરવાની જે પુરુષાર્થની વાત છે તેમાં રહેલા અને તેની સાહજિકતાનો લક્ષ કરાવવા કેવળજ્ઞાનના બે પ્રકાર લખે છે : સયોગી ભવસ્થ કેવળજ્ઞાન અને અયોગી ભવસ્થ કેવળજ્ઞાન, ...પ્રથમ સમય કેવળજ્ઞાન અને અપ્રથમ સમય કેવળજ્ઞાન એવો ભેદ પાડતાં કેવળજ્ઞાનનું તારતમ્ય વધતું ઘટતું હોય તો તે ભેદ સંભવે, પણ તારતમ્યમાં તેમ નથી, ત્યારે ભેદ પાડવાનું કારણ શું ? ભલા ‘સહજ’નો ખાટલી તારો ! જેમાં ભુજા હલાવવાની રહેતી નથી તેવો તારો, તેવો હોશિયાર તારક ! સહજ ન થાય ત્યાં સુધી પુરુષાર્થ રહ્યો છે
આખરે તો કેવળ સ્વભાવપરિણામી જ્ઞાન તે કેવળજ્ઞાન છે. કારણ, સર્વથા સ્વભાવપરિણામ તે મોક્ષ છે. (પત્રાંક ૭૧૦).
- પરમ વીતરાગોએ આત્મસ્થ કરેલું યથાખ્યાત ચારિત્રથી પ્રગટેલું એવું પરમ અસંગપણું વ્યક્તવ્યક્તપણે સંભારું છું. (પત્રાંક ૮૯૬) :
બારમા ગુણસ્થાનકે યથાખ્યાત ચારિત્રથી પ્રાપ્ત થયું. તેના અંતે પ્રગટેલું કેવળસ્વરૂપ પરમ અસગપણું અનંત જ્ઞાને વ્યક્ત અને અનંત દર્શને અવ્યક્ત સાકાર-નિરાકાર ઉપયોગે સંભારું છું. અત્રે બન્ને સહગામી, સહ-જ છે.
| શ્રીમદ્દનો મૂળ ધ્યેય પ્રથમથી જ છે : ભાખું મોક્ષ. પરંતુ તેમને જૈનદર્શનની કંગાલ સ્થિતિ ‘સિંધુમાંથી બિંદુ જેટલું જ્ઞાન’ રહેલું હોવાથી કઠે છે : જૈન પ્રસંગમાં અમારો વધારે નિવાસ થયો છે તો કોઇપણ પ્રકારે તે માર્ગનો ઉદ્ધાર અમ જેવાને કારે વિશેષ કરીને થઇ શકે, કેમ કે તેનું સ્વરૂપ વિશેષ કરીને સમજાયું હોય એ આદિ. આ ‘વિગતશેષ’ એવા ‘વિશેષ’ની કશું જ બાકી નથી રાખ્યું તેવી પરિપૂર્ણતા કોણ સમજશે ? વર્તમાનમાં જૈનદર્શન એટલું બધું અવ્યવસ્થિત અથવા વિપરીત સ્થિતિમાં જોવામાં આવે છે કે તેમાંથી જાણે જિનને દેશવટો ગયો છે; અને લોકો માર્ગ પ્રરૂપે છે. (પત્રાંક ૭૦૮) એટલે શું ન્યાય તોળાય ? કેવો ન્યાય તોળાય તે દર્શાવે છે.
| જૈન દર્શનની રીતિએ જોતાં સમ્યકદર્શન અને વેદાંતની રીતિએ જોતાં કેવળજ્ઞાન અમને સંભવે છે. અત્યારે જૈનોની stand માન્યતા એવી છે કે બહુ બહુ તો, થાય તો માત્ર સમ્યગુદર્શન થાય એટલો સંભવ છે. સમ્યગદર્શન થવું સંભવે પણ ક્ષાયિક ન થાય, ત્યાં કેવળજ્ઞાનની વાત જ શી ? જયારે વેદોક્ત રીતિ સચેત હોવાથી તેની રીતે જોતાં વેદાંતીઓ કેવળજ્ઞાન થવું સંભવે તેમ માનવા તૈયાર થાય. પણ જૈન રીતિએ તો અમારો કેવળજ્ઞાનનો સફળ પુરુષાર્થ પણ તેમની નજરે જોતાં તત્સંબંધી પ્રયત્ન કરવું પણ સફળ ન દેખાય, ન માને ! છતાં શ્રીમદે તો સ્વયં મૂળ માર્ગ સાંભળો જિનનો રે લખ્યું, ‘શ્રી આત્મસિદ્ધિ પણ લખી :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org