________________
૧૦૧
વિશ્વબંધુત્વ ભાવ સ્ફુરે છે એટલે એમનાં વચનો પરમ બંધવ રૂપ એટલે મહાવીર સમાં વીરત્વ પ્રગટાવનારાં છે; પરમ રક્ષકરૂપ છે – બીજા શ્રી રામ સમાં. બ્રહ્મને શબ્દમાં મૂકવાનું સમર્થનું આ સામર્થ્ય.
વસ્તુતાએ વાસ્તવ્ય તો એ છે કે જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું, તે જ કાળે જ્ઞાની મુક્ત છે. (પત્રાંક ૩૭૭) એટલે તેમને સર્વત્ર મોક્ષ છે. સ્વયં મૂર્તિમાન મોક્ષ હોવાથી મોક્ષના દાતા તેઓ નિરંતર હોય છે - સદા મોક્ષદાતા. તરણતારણ છે –સમસ્ત સંસાર સંવૃત્ત કરવાની, સમેટી લેવાની, તેને ગોપદથી બનેલા ખાબોચિયાં જેવો કરી ઉલ્લંઘી જવાની અનંત વીર્ય શક્તિ છે. આવી પોતાની એક સત્પુરુષ તરીકે ઓળખાણ કરાવી તેવી સહજ સ્વયં મોક્ષની પણ ઓળખાણ કરાવે છે; તાર્દશતાએ, પ્રાગટ્ય, તારકતાએ.
એક આ જીવ સમજે તો ‘સહજ મોક્ષ’ છે. નહીં તો અનંત ઉપાયે પણ નથી. અને તે સમજવું પણ વિકટ નથી. કેમ કે પોતાનું જે સહજ સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે. તે બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે ગોપવે કે ન જણાવે તેથી સમજવી ન બને. પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બની શકવા યોગ્ય છે ? (પત્રાંક ૫૩૭) આત્માની સ્વ-પ્રકાશકતાને આવો ઉપાલંભ એ તો જાણે માર્મિક રીતે ગુરુચાવી દીધી ! સત્ની, સત્-ચાઇ-સચ્ચાઇનું ભાન કરાવતી-પડકારતી આ રામબાણવાણી ! બીજી થપાટ આત્માની પરપ્રકાશકતાને પણ પ્રકાશકતાના ભાનમાં લાવવા લગાવી,
ઘટપટ આદિ જાણ તું, તેથી તેને માન;
જાણનાર તે માન નહીં, કહીએ કેવું જ્ઞાન ? શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૫૫
‘અવિદ્યુત સામાન્ય વિશેષ કેશિન: વીરો' એની આ ન્યાયાવતાર કલા જોઇ ? આત્માપણું
પણ કેવું પોતાપણે સ્વાનુભાવગત કરી દે છે. જીવ પોતાને પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિષે સ્વપણે માને છે. એ જ માન્યતા તે સંસાર છે, અજ્ઞાન છે, નરકાદિ ગતિને હેતુ તે જ છે, તે જ જન્મ છે, તે જ મરણ છે... તેની નિવૃત્તિ થઇ ત્યાં સહજ મોક્ષ છે, ...આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે (બીજ રોપ્યું છે, બીજ જ્ઞાન આપ્યું) તો તે સર્વ વ્રત, નિયમ, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ સર્વ કરી છૂટ્યો તેમાં સંશય નથી. (પત્રાંક ૫૩૭)
આ એવાં વચનો છે કે કોઇને ય ક્યારેય અજ્ઞાન પરિષહ કે દર્શન પરિષહ નડી શકે
નહીં, તેવી આ બીજા રામની આણ છે.
‘છ પદ’ના પત્રમાં કહ્યું, સમ્યક્દર્શનને પ્રાપ્ત થઇ સ્વ-સ્વભાવરૂપ મોક્ષને પામે. (પત્રાંક ૪૯૩) અને ‘આત્મસિદ્ધિ'માં તો તેની અદકી સ્પષ્ટતા કરી, “તું છો મોક્ષ સ્વરૂપ.’’ બસ, માત્ર સ્વભાવની સમજથી પરભાવરૂપ વિભાવરૂપ દેહાધ્યાસ છૂટે તો,
છૂટે દેહાધ્યાસ તો, નહીં કર્તા તું કર્મ; નહીં ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ.
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૧૧૫
એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ.
અને મોક્ષસ્વરૂપ કેવું ? અનંત દર્શન-જ્ઞાનરૂપે તું જ. સ્વયં એ અનંત-દર્શન જ્ઞાનરૂપ છે તો અવ્યાબાધતા જ ને ? આ મુક્તભાવનાં લક્ષણો મોક્ષસ્વરૂપનું ભાન-જ્ઞાને ધન્યતા અર્પે ! વારુ, એ મોક્ષપદ માણવું
છે ?