SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૧ ટૂંકમાં, સ્વરૂપ સહજમાં છે. જ્ઞાનીનાં ચરણસેવન વિના અનંતકાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે. (પત્રાંક ૩૧૫) પણ જો સમજે તો, પંચ મહાવ્રત સહજે પળાય છે. ૬. છ પદ : “જે સ્વરૂપ સમજ્યા વિના’ કહેતાં આત્મસ્વરૂપ સમજયા વિના. એમ કહેતાં આત્માનાં અસ્તિત્વની વાત આવી ગઇ. સ્વરૂપ કહેતાં જ ત્રણે કાળ અખંડપણે ટકી રહે છે. ગમે તેવા સંયોગોમાં પોતાનું ધ્રુવ, અચળ, અસંગપણું છોડે નહીં. તેવો અસલ મૂળ સ્વભાવ ધરાવતો તો આત્મા જ છે કે જે સ્વરૂપ સમજી શકે છે. વળી કોણ દુ:ખ પામ્યો ? તો કહે, આત્મા. આમ ‘આત્મા છે' એ પ્રથમ પદ સિદ્ધ થાય છે. ‘પામ્યો દુઃખ અનંત' કહેતાં, આત્મા દુઃખ પામ્યો અને પાછો અનંતકાળથી દુઃખ પામ્યો. અનંતકાળ અનંત દુઃખ તો શાનું હોય ? જન્મ-મરણના ફેરાનું. આ સ્વીકારતાં પૂર્વજન્મ-પુનર્જન્મની સિદ્ધિ થશે અને ‘આત્મા નિત્ય છે' એ બીજું પદ પણ આવી જાય છે. - જો આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને સમજીને તેમાં રહે તો વિભાવ પર્યાયમાં પરિણમતો નથી અને ભાવકર્મ બાંધતો નથી. પણ પવિત્ર જયોતિર્મય સ્વરૂપને ન સમજતાં શુભાશુભ ભાવ કર્યા કરે છે અને કર્તા થાય છે. સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કર્તા છે. હવે શુભાશુભ ભાવના શુભાશુભ પરિણામ તો ભોગવે જ. સ્વરૂપ ન સમજતાં કર્મ બંધાયા અને પછી ભોગવવાં પણ પડે છે એટલે ‘આત્મા ભોક્તા છે’ થયું. પોતાનું સ્વરૂપ સમજે તો તેના આનંદનો ઉપભોક્તા પણ પોતે જ છે. “જે સ્વરૂપ' સમજતાં પાંચમું મોક્ષપદ પણ છે. જીવ કર્મ બાંધી શકે છે, કર્મ ભોગવી શકે છે તો તે કર્મ ટાળી પણ શકે, અટકાવી પણ શકે છે. જે જે બંધનાં કારણો છે તેને છેદે તો જે અવસ્થા થાય તે મોક્ષ, બંધ ભાવથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે મોક્ષ. મુક્તભાવ તે મોક્ષ. મિથ્યાત્વથી મૂકાય તે મોક્ષ. વિભાવ પરિણતિ ન કરી તે મોક્ષ કર્મથી મૂકાય તે મુક્ત, નિજ શુદ્ધતા છે તે મોક્ષ. રાગ, દ્વેષ, અજ્ઞાનથી રહિત થયો તે મોક્ષ. ટૂંકમાં, સ્વસ્વરૂપ સમજે તો મોક્ષ જ છે, અન્વય પ્રધાનતાથી કે વ્યતિરેક પ્રધાનતાથી. તે અનાદિ સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગ્રત થઇ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય; સમ્યક દર્શનને પ્રાપ્ત થઇ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. (પત્રાંક ૪૯૩ : છ પદનો પત્ર) | ‘સમજાવ્યું' શબ્દમાં છઠ્ઠું પદ “મોક્ષનો ઉપાય છે' આવી ગયું. જે સ્વરૂપનો આટલો મહિમા છે તે કોણે સમજાવ્યો? શ્રી સદગુરુ ભગવંતે. સ્વરૂપ સમજી શકાય છે એમ કહેતાં મોક્ષનો ઉપાય છે, “મોક્ષ થતો નથી પણ સમજાય છે' વચન સાર્થક થાય છે. (વ્યાખ્યાન સાર ૧:૮૦) ૭. સાત ભય: સ્વરૂપ સમજાતાં એકે ભય રહેતા નથી. આ લોકમાં મારું શું થશે, પરલોકમાં મારું શું થશે, આજીવિકાનું કેમ થશે, આટલાં બધાં ધનની સુરક્ષાનું શું થશે, અકસ્માત થાય તો શું રહેશે, રોગની વેદનામાં શું થશે અને છેલ્લે મરણ વખતે શું થશે – એમ આ સાત પ્રકારના લૌકિક ભય વિચારવાનને સ્વરૂપ સમજતાં રહેતા નથી. મુમુક્ષુ જીવન એટલે વિચારવાન જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજો કોઇ ભય હોય નહીં. (પત્રાંક ૫૩૭) પત્રાંક ૨૫૪માં શીર્ષ સ્થાને જ પ્રકાર્યું કે, નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે; અને તેથી નિઃસંગતા પ્રાપ્ત હોય છે. સ્વરૂપ સમજતાં આત્મતત્ત્વની પૂરી શ્રદ્ધા હોવાથી સમભય પ્રવિમુક્ત બને છે અને નિઃસંગ એવું નિઃશ્રેયસ-મોક્ષસુખ અનુભવે છે. ૮. આઠ ગુણ : સ્વરૂપ સમજતાં જીવ મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય કરે છે એટલે તરત જ જ્ઞાનાવરણીય કર્મનો અને For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001330
Book TitleRajchandra Nirvan Shatabdi Smaranika
Original Sutra AuthorN/A
AuthorSahaj Shrut Parab Rajkot
PublisherSahaj Shrut Parab Rajkot
Publication Year2001
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Rajchandra
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy