________________
૧૨૦
શ્રી સદ્ગુરુના ઉપદેશથી દેહ-આત્માનો વિવેક થતાં, જીવને થતું જ્ઞાન તે સમ્યક્ જ્ઞાન. તેની શુદ્ધ પ્રતીતિ વર્તે તે સમ્યક્ દર્શન. તેથી સર્વથી ભિન્ન અને અસંગ જણાય, તેમાં સ્થિર રહેવાય તે સમ્યક્ ચારિત્ર.
તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ; તેહ મારગ જિનનો પામિયો રે, કિં વા પામ્યો તે નિજસ્વરૂપ.
મૂળ મારગ સાંભળો જિનનો રે... (પત્રાંક ૭૧૫) ટૂંકમાં સ્વરૂપ સમજતાં રત્નત્રયની સંપ્રાપ્તિ થઇ જાય છે.
૪. અનંત ચતુષ્ટય : આત્માના તો અનંતગુણો. અનંત ગુણોમાં મુખ્ય અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય એ ચાર ગુણ તે અનંત ચતુષ્ટય.
અનંત ચતુષ્ટય શુદ્ધ ચેતના નિશ્ચય કરવા યોગ્ય રે
એ જ પ્રયોજન રૂપ કાર્ય તે નિયમ સ્વરૂપ મનોજ્ઞ રે.
પ્રજ્ઞાવબોધ પુષ્પ ૩૨ : પ.પૂ.બ્રહ્મચારીજી
સ્વરૂપ સમજાતાં, યથાખ્યાત — યથા..ખ્યા.ત, યથા.. આ..ખ્યાત સમજાતાં, જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-મોહનીય અને અંતરાય એ ચાર ઘનઘાતી કર્મનો ક્ષય થઇ જાય છે અને અનુક્રમે અનંત જ્ઞાન-દર્શન-સુખ અને વીર્ય એ અનંત ગુણ ચતુષ્ટય પ્રગટી જાય છે. વળી, સર્વગુણાંશ તે સમ્યક્ત્વ. (પત્રાંક ૯૫) સ્વરૂપ સમજતાં સર્વ ગુણનો અંશ આસ્વાદાઇ જાય છે. ગુણાંશ કહેતાં ગુણની પર્યાય, અર્થની પર્યાય. (પંચાધ્યાયી પૂર્વાર્ધ ગાથા ૬૧)
એ જ ધર્મથી મોક્ષ છે, અનંત દર્શન જ્ઞાન તું,
તું છો મોક્ષ સ્વરૂપ; અવ્યાબાધ સ્વરૂપ.
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૧૧૬
૫. પંચ મહાવ્રત પાલન જે સમયે સ્વરૂપ સમજે છે તે સમયે જીવ સૌથી મોટો અહિંસક બને છે. સ્વરૂપ સમજતાં તે કેટલાંક કર્મ તો બાંધતો જ નથી. મન-વચન-કાયા ઉપરાંત આત્માથી અહિંસા પાળી શકે છે. સ્વરૂપ અનુભવે છે ત્યારે તો સિદ્ધ સદેશ આત્મા કહ્યો છે, કારણ કે તેમ જ છે. ‘હું પરનું કાંઇ કરી શકું’ એ ભાવ નીકળી જતાં અહિંસા જ થઇ ને ?
સત્ય તો શુદ્ધ સહજ સત્ સ્વરૂપ જ છે. તે સમજાતાં વિભાવભાવવાળું અસત્ કે મિથ્યા આચરણ રહેતું નથી. મોક્ષમાળા શિક્ષાપાઠ ૩૫, ‘નવકાર મંત્ર’માં, ...સર્વોત્તમ જગદ્ ભૂષણના સત્ય ગુણનું એ ચિંતવન છે. પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ પણ પોતાનું સ્વરૂપ સમજાતાં સમજાય છે.
Jain Education International
વળી, પોતાનાં સ્વરૂપ સિવાય અન્ય દ્રવ્ય કે પદાર્થના વિચાર કરવા કે ગ્રહણ કરવા એ તો ચોરી છે. પારકી વસ્તુને - ૫૨ દ્રવ્યને પોતાની મનાય ? જો સ્વરૂપ સમજે તો પ૨ને પોતાનું ન માને, ૫૨ ભાવને ઓળખી પરાયી વસ્તુ પરાયે ખાતે રાખે. પરમકૃપાળુ દેવે ૧૭ વર્ષની વય પહેલાં પ્રકાશી દીધું કે, છે તેની તેને સોંપો. (અવળી પરિણતિ) (પત્રાંક ૫-૨૫)
જ્યાં સુધી સહજ સ્વરૂપનું ભાન નથી ત્યાં સુધી તે પ્રાપ્ત કરવાની પાત્રતા પ્રગટ કરવા સ્થૂળ બ્રહ્મચર્ય ઉપકારી છે. પણ સહજ સ્વરૂપ સમજાતાં બ્રહ્મમાં ચર્યા રહે છે, આત્મસ્વરૂપમાં નિમજ્જન રહે છે.
નવ ગ્રહ તો આપ જાણો છો, દસમો ગ્રહ પરિગ્રહ છે. પરિગ્રહ રૂપી રાહુ આત્મસ્વરૂપ રૂપી ચંદ્રને જાણે ગળી જાય છે. જો સ્વરૂપ સમજે તો મિથ્યાત્વ રૂપી અંતરંગ પરિગ્રહ પણ નાશ પામે છે.
For Private & Personal Use Only
www.jalnelibrary.org