________________
૧૧૯
૧. આત્મા : જીવ એ ચૈતન્ય લક્ષણ રૂપે એક છે. જળહળ જયોતિ સ્વરૂપ આત્માએ પોતાનું જ સ્વરૂપ સમજવાનું છે. આત્માએ, આત્માને, આત્મા વડે, આત્મા માટે, આત્મામાંથી, આત્માનો ઉદ્ધાર કરવાનો છે. આ પર્લરક જ પરમ સત્ છે.
ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે કે, એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે. નહીં તો અનંત ઉપાયે પણ નથી. અને તે સમજવું પણ કંઇ વિકટ નથી, કેમ કે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે; અને તે કંઇ બીજાનાં સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે ન જણાવે, તેથી સમજવી ન બને. પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે? પણ સ્વપ્ન દશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે તેમ અજ્ઞાન દશા રૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પોતાને, પોતાનાં નહીં એવા બીજા દ્રવ્યને વિષે સ્વપણે માને છે; અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નરકાદિ ગતિનો હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે, અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે; અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ, સપુરુષાદિ સાધન કહ્યાં છે અને તે સાધન પણ જીવ જો પોતાના પુરુષાર્થને તેમાં ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે. વધારે શું કહીએ ? આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટ્યો એમાં કંઈ સંશય નથી. (પત્રાંક ૫૩૭)
ટૂંકમાં, એકડાથી કે એકના અંકથી આત્માનાં સ્વરૂપની વાત કરી કે જે સમજતાં બધું સમજી જવાય છે. અવળી માન્યતા છે તે મૂકીને સવળી કરવાની છે. પ્રભુશ્રીજીના શબ્દોમાં, વાત છે માન્યાની.
| | | નાઈફ સે સવૅ નાખવું, જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. (શ્રી આચારાંગ સૂત્ર, ૧:૩:૪:૨૦૯) ૨. જડ-ચેતન: જગતમાં અનંત વસ્તુ છે પણ મુખ્ય તો બે જ, જડ અને ચેતન; આત્મા અને અનાત્મા; દેહ અને આત્મા; જીવ અને પુગલ.
જગતમાં એક જ દ્રવ્ય, આત્મદ્રવ્ય જ હોત, તો તો તે શુદ્ધ અને પૂર્ણ જ હોત. પરંતુ તેમ તો વસ્તુસ્થિતિ નથી. પદ્રવ્યાત્મક જગત્ છે. ગુજરાતી ગણિતમાં બોલાતું ‘બગડે બે' જેવો ઘાટ છે. બેથી બધું બગડે છે ! દેહ અને આત્માનું Composite form થયું ને?
સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે ય પણ પર દ્રવ્યમાં ય છે; એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે.
પત્રાંક ૯૦૨ પ્રત્યેકે પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેનાથી વ્યાવૃત્ત કરવો એમ નિગ્રંથ કહે છે. શુદ્ધ એવા સ્ફટિકને વિષે અન્ય રંગનું પ્રતિભાસવું થવાથી તેનું જેમ મૂળ સ્વરૂપ લક્ષગત થતું નથી તેમ શુદ્ધ, નિર્મળ એવું આ ચેતન અન્ય સંયોગના તાદાભ્યવત્ અધ્યાસે પોતાનાં સ્વરૂપનો લક્ષ પામતું નથી. (હાથનોંધ ૧:૧)
ટૂંકમાં, સ્વરૂપ સમજે તો જડ-ચેતનનો વિવેક થઇ જાય. ૩. રત્નત્રય: સમ્યફ દર્શન, સમ્યફ જ્ઞાન અને સમ્યફ ચારિત્ર્ય તે રત્નત્રય.
અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યથી અભેદ એવા આત્માનો એક પળ પણ વિચાર કરો. (પત્રાંક ૨૧-૨૧)
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org