SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. અસંખ્યાત પ્રદેશાત્મક નિજ અવગાહના પ્રમાણ છું. અજન્મ, અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ માત્ર નિર્વિકલ્પ ર્દષ્ટા છું. (હાથનોંધ ૩:૧૧) હું કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સહજ નિજ અનુભવસ્વરૂપ છું. પ્રત્યક્ષ નિજ અનુભવસ્વરૂપ છું, તેમાં સંશય શો ? (હાથનોંધ ૩:૭) હવે આપણે વિચારીએ કે, હું કેવળ જ્ઞાનસ્વરૂપ છું, જ્ઞાનજ્યોતિ સ્વરૂપછું, એના સિવાય હું કંઇ નથી. તો એ જ્ઞાનજ્યોતિને કોઇ બહારની વસ્તુ ચોંટી છે કે શું છે ? હું વૃથા વિકલ્પો કરીને દુઃખી થઉં છું. બાકી તો હું આનંદ સ્વરૂપ જ છું. જ્યારે જ્ઞાન એ જ જ્ઞાન દ્વારા એ જ જ્ઞાનસ્વરૂપને જ્ઞાનમાં લે છે ત્યારે જ્ઞાનાનુભવનો કે સ્વાનુભવનો અવસ૨ મળે છે. સ્વાનુભવમાં સ્વનો અનુભવછે એમ કહેતાં, સ્વ એટલે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ રૂપ પિંડ, તેનો અનુભવ. જ્યાં સુધી દ્રવ્યાદિક રૂપે આત્માના વિકલ્પમાં રહીએ, નિર્ણયમાં રહીએ, જાણવામાં રહીએ ત્યાં સુધી વિશુદ્ધ જ્ઞાનની અનુભૂતિ પ્રાપ્ત થતી નથી. તેથી સંપૂર્ણ સ્વની અનુભૂતિનું દ્વાર છે જ્ઞાનની અનુભૂતિ. અને એટલે જ જ્ઞાનાનુભવ તે સ્વાનુભવ. આ એવું સ્વરૂપ છે જેમાં ઉપયોગ દ્વારા ઠહેરી શકાય છે. જ્યારે બાહ્ય પદાર્થોમાં ચિત્ત લગાવીએ છીએ ત્યારે ત્યાં ઠહેરી રહ્યા છીએ એમ કહેવાય છે. તો પોતાનાં સ્વરૂપમાં ચિત્ત લગાવીએ - ઉપયોગ રાખીએ તે પોતાનામાં ઠહેરીએ છીએ એમ કહેવાય. ઠહેરે તે લહેરે. સ્વરૂપ કેવું છે ? અનાકુળ, નિરાકુળ જેમાં કષ્ટ નથી. સ્વરૂપ તો ચિત્ત પ્રતિભાસ રૂપમાં છે અને સુસંવેદ્ય છે. Jain Education International સાતમી સદીમાં થઇ ગયેલા દિગંબર આચાર્ય શ્રી અકલંક દેવ રચિત ‘સ્વરૂપ સંબોધન’ સ્તોત્રમાં જણાવ્યા પ્રમાણે, સ્વ સ્વને, સ્વ દ્વારા, સ્વ માટે, સ્વથી, સ્વમાં ધ્યાન કરીને ખુદથી જ ઉત્પન્ન પરમ આનંદઅમૃતને પ્રાપ્ત કરે છે. स्वः स्वं स्वेन स्थितं स्वस्मै स्वस्मात्मस्वस्याविनश्वरे । સ્વસ્મિન્ધ્યાત્વા તમેસ્વોત્થમાનંદ્રમમૃતં પરમ્ ।। (શ્લોક ૨૪) હિરગીત સુજ્ઞાન સુખ, સુજ્ઞાન આત્મા, જ્ઞાન સૌમાં મુખ્ય છે, સુજ્ઞાન ગુરુ કે દિવ્ય દૃષ્ટિ, જ્ઞાન શિવ-સન્મુખ છે; સુજ્ઞાન ધ્યાન સમાન, કાપે જ્ઞાન-ફ૨શી કર્મને, સુજ્ઞાન-દાન મહાન, સ્થાપે પરબ રૂપ પ્રભુ ધર્મને. પ્રજ્ઞાવબોધ પુષ્પ ૨૫ : પ.પૂ.શ્રી બ્રહ્મચારીજી સ્વરૂપ સમજવાનો આટલો મહિમા છે ? સ્વ-સ્વરૂપની સમ્યક્ રુચિ, તેનું જ જ્ઞાન પ્રમાણ રે; અવિચલ તલ્લીનતા તેમાં તે નિયમથી નિર્વાણ રે. એક પ્રજ્ઞાવબોધ પુષ્પ ૩૨, ગાથા ૪ : ૫.પૂ.બ્રહ્મચારીજી એક ‘સ્વરૂપ સમજવું’ શબ્દમાં સઘળું સમાવેશ પામે છે, કેવી રીતે ? આ ભરત ક્ષેત્રના ભારત દેશનું નાણાનું ચલણ પણ રૂપિયો છે ! નાળ, બાળ તે જ્ઞાન. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001330
Book TitleRajchandra Nirvan Shatabdi Smaranika
Original Sutra AuthorN/A
AuthorSahaj Shrut Parab Rajkot
PublisherSahaj Shrut Parab Rajkot
Publication Year2001
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Rajchandra
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy