________________
૭૫ અનાહત એટલે વગર વગાડ્ય, આપોઆપ. અનાહત નાદ એટલે વગર વગાડ્ય વાજું (વાઘ) વાગવા મંડે છે. સંગીત ગુંજવા લાગે છે. અનાહત નાદના દસ પ્રકાર કે પગથિયામાં, ૫ મે પહોંચી જતાં. આત્માનું અદ્ભુત સંગીત ગુંજવા લાગે છે, આત્માના આનંદની અનુભૂતિ થતાં ગીત ગવાવા લાગે છે, ભવબંધનથી મુક્ત થવાની એકમાત્ર રીત રસળાવા લાગે છે. અમૃતરસની હેલી ચઢે છે !
વાજાં વાગિયાં રે, વાજાં વાગિયાં, વાજાં વાગ્યાં સદ્ગુરુને દરબાર
| અનહદ વાજાં વાગિયાં.... વાજાં વાગ્યાં કૃપાળુને દરબાર વાજાં વાગ્યાં આરફને દરબાર
મેલો ને ઘરબાર...
અનહદ વાજાં વાગિયાં....
ચોપાઇ સર્વ કાલનું છે ત્યાં જ્ઞાન, દેહછતાં ત્યાં છે નિર્વાણ; ભવ છેવટનીછે એ દશા, રામ ધામ આવીને વસ્યા.
પત્રાંક ૧૦૭ અહીં તો અમૃતની સચોડી નાળિયેરી છે.
સમસ્ત સૃષ્ટિમાં શ્રી શબ્દ જ કેવો સોહામણો અને રળિયામણો? શ્રી એટલે શક્તિ શ્રી એટલે લક્ષ્મી શ્રી એટલે શોભા શ્રી એટલે આભા શ્રી એટલે સૌન્દર્ય શ્રી એટલે ઐશ્વર્ય શ્રી એટલે ગૌરવ શ્રી એટલે વૈભવ શ્રી એટલે સમાદર
શ્રી એટલે સુમંગલ શ્રી એટલે શ્રી. પૂર્વાચાર્યોએ, સ્તુતિકાર ભગવંતોએ શ્રી અક્ષરના આરંભથી અનેક સ્તુતિ રચી છે.
उपजाति श्रेयं श्रियां मंगलकेलिसद्म, देवेन्द्र नरेन्द्र नतांघ्रिपद्म । सर्वज्ञ सर्वातिशय प्रधान, चिरंजय ज्ञान कलानिधान ।
રત્નાકર પચ્ચીસી : શ્રી રત્નાકર સૂરિજી मुरजबन्ध श्रीमज्जिनपदाऽभ्याशं प्रतिपद्याऽऽगसां जये । कामस्थानप्रदानेशं स्तुतिविद्यां प्रसाधये ॥
સ્તુતિવિદ્યા : શ્રી સમંતભદ્રાચાર્યજી
| શ્રી ઋષભ જિન સ્તુતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org