________________
शार्दूलविक्रीडित श्रीलीलायतनं महीकुलगृहं कीर्तिप्रमोदास्पदं वाग्देवीरतिकेतनं जयरमाक्रीडानिधानं महत् । स स्यात्वसर्वमहोत्सवैकभवनं यः प्रार्थितार्थप्रदं प्रातः पश्यति कल्पपादपदलच्छायं जिनाङघ्रिद्वयम् ॥
- જિનચતુર્વિશતિકા : શ્રી ભૂપાલ કવિ
લાવણી શ્રી રાજચંદ્ર પ્રભુ ચરણકમળમાં મૂકું, મુજ મસ્તક ભાવે, ભક્તિ નહીં હું ચૂકું; આ કળિકાળમાં મોક્ષમાર્ગ ભૂલાયો, અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો.
1 પ્રજ્ઞાવબોધ પુષ્પ ૭૬ : પ.પૂ.બ્રહ્મચારીજી
સદ્દગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પદ...રાગે શ્રીમદ્ સદ્ગુરુ રાજચંદ્ર-પદ, વંદુ સહજ સમાધિ ચહી, સદગુરુ-ચરણે ચિત્ત વસો મુજ, એ જ ભાવના હૃદય રહી. દેહ છતાં જેની નિત્ય વર્તે, દેહાતીત અપૂર્વ દશા, તે ભગવંત નિરંતર ભજતાં, દોષ રહે કહો કેમ કશા ?
પ્રજ્ઞાવબોધ પુષ્પ ૫૨ : પ.પૂ.બ્રહ્મચારીજી દેવોને શ્રીધર, શ્રીકર, શ્રીકાંત, શ્રીકંઠ, શ્રીનાથ, શ્રીહરિ, શ્રીકૃષ્ણ ઇત્યાદિ સંજ્ઞા છે. ભગવાનના અંગ કે મુખને શ્રીઅંગ કે શ્રીમુખ કહી એનો મહિમા ગાઇએ છીએ. મનુષ્યનાં નામની આગળ “શ્રી” ઉમેરીને એનું ગૌરવ કરીએ છીએ. શ્રીની માળ એના ગળામાં પહેરાવીને શ્રીમાળીની ખ્યાતિ બક્ષી છે. દેવો અને મનુષ્યો ઉપરાંત ‘શ્રી' સંજ્ઞાથી વિભૂષિત થવાનું સન્માન પ્રકૃતિની કેટલીક વિરલ વિભૂતિઓને અને ગણી ગાંઠી માનવનિર્મિત વિશિષ્ટ કૃતિઓને મળ્યું છે.
સંપ્રદાયોમાં શ્રી સંપ્રદાય (શ્રી રામાનુજ આચાર્યનો), સૂક્તોમાં શ્રીસૂક્ત, પર્વતોમાં શ્રી શૈલ, ઉત્સવોમાં શ્રી પંચમી (રંગપંચમી-વસંતપંચમી), વાનગીઓમાં શ્રીખંડ, સંગીતમાં શ્રીરાગ, નગરમાં શ્રીનગર, શ્રીરંગપટ્ટનમ, વિદ્યાઓમાં શ્રીવિદ્યા, વૃક્ષોમાં શ્રીદ્યુમ (પારિજાત, પીપળો), ઉપરાંત શ્રીમંત, શ્રી સવા અને ફળમાં શ્રીફળ.
શ્રી+ફળ, ફળ એટલે જ પરિણામ, લાભ. ફળમાં સ્વાદ છે, રૂપ છે, રસ છે, ગંધ છે, તાજગી છે, આનંદ છે. શ્રી એટલે (સર્વગુણ) સંપન્નતા. કૃપાળુદેવે “મૂળ મારગ સાંભળો’ પદમાં, કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત.” કહ્યું તેમ લખવાનું મન થઇ જાય છે કે,
કહ્યું વ્યવહારે શ્રીફળ જેહને રે, જેનું બીજું નામ અમૃત, મૂળ મારગ સાંભળો રાજનો રે. કહ્યું વ્યવહારે “રાજચંદ્ર' જેહને રે, જેનું બીજું બિરુદ નાળિયેરી, મૂળ મારગ સાંભળો રાજનો રે.
શ્રીફળ એટલે માધુર્યથી ભરપૂર અને નારાયણનું નૂર, શ્રીફળ એટલે સાફલ્યનું પ્રતીક અને માંગલ્યનું વૈતાલિક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org