________________
શ્રીફળ એટલે નાળિયેરીના ઉન્નત વૃક્ષ પર લાગતું ફળ. ઉન્નતિનાં પ્રતીક સમું ભવ્યોસુંગ જીવનનું પ્રતીક. નાળિયેરી એટલે અતિ ઊંચું વૃક્ષ અને એની ટોચે લગતું શ્રીફળ એટલે ઉચ્ચ વિચારોનું પ્રતીક. કૃપાળુદેવની વાત એટલે ત્રણ લોક કે ચૌદ રાજલોક કે સિદ્ધશિલા જેટલી ઊંચી વાત અને એની ટોચે વિરાજિત શ્રી સિદ્ધ ભગવંતની આત્મસિદ્ધિની વાત.
ગુજરાતીમાં નાળિયેર, નારિયેળ; હિન્દીમાં નારિયત, સંસ્કૃતમાં નારિવેન, અને અંગ્રેજીમાં Coconut કહે છે. કારણ કે, નાળિયેરની શરૂઆત કોકોસા નામના ટાપુ ઉપરથી થઇ હોવાનું કહેવાય છે. પ્રશાંત મહાસાગરના - Pacific ocean ના કોકોસા ટાપુના નાળિયેરનાં ઝાડ પરથી દરિયાના પાણીમાં પડતાં નાળિયેર તરતાં તરતાં બીજા દેશોના કિનારે પહોંચ્યા હશે, એમ આજે વિજ્ઞાન પણ માને છે. કદાચ એટલે જ નાળિયેરનું વૈજ્ઞાનિક નામ કોકસ ન્યૂ સીફેઇસ છે. આપણા કૃપાળુદેવ પણ શ્રી ચંદ્રપ્રભ સ્વામી - શ્રી મહાવીર સ્વામીના સમયથી તરતા તરતા, ‘વનની મારી કોયલ' (પવનના એવા કો'ક સપાટે વન-ઉપવનની કોયલ ગામ-શહેરમાં પહોંચી જાય)ની જેમ આવા વિષમ કાળમાં, જિનનંદનવનમાંથી વેરાન વવાણિયા ગ્રામમાં, તરણ તારણ થતા (તરતા અને તારતા) આવી ચડ્યા.
મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ બ્રાંત.
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા ૧૩૯. પ્રશાંત મહાસાગરના તટનાં નાળિયેરની જેમ કૃપાળુ દેવ પણ પ્રશમરસનિમગ્ન જિનેશ્વર મહાવીર સ્વામીનાં સાન્નિધ્ય જલનું પાન કરીને-લઇને પધારેલા. પ્રશાંત મહાસાગર તો દેખીતો શાંત ગણાય, જિન કે રાજ તો વાસ્તવમાં શાંત છે, કેમ કે મોહભાવ ક્ષય છે, માટે ત્યાં બ્રાન્તિ નથી, શાન્તિ જ છે. જિનદેવની વિશાળતાને લઇને આવેલા છે. ઓ વિશાળતા, ભૂમા તે જ સુખ છે, અમૃત છે; અલ્પતા છે તે મરણ છે. જ્યાં પોતાને અને પારકાને એમ જુદાઇ આવે ત્યાં જ અલ્પતા-મરણ છે. જે પોતાથી જુદું કોઈ-કંઇ જુએ નહીં, જાણે નહીં, સાંભળે નહીં તે અમૃત છે, વિશાળ છે, સુખ છે. કોઇથી જરા યે જુદાઇ નહીં તેમને.
જેવી દૃષ્ટિ આ આત્મા પ્રત્યે છે, તેવી દૃષ્ટિ જગતના સર્વ આત્માને વિષે છે. જેવો સ્નેહ આ આત્મા પ્રત્યે છે તેવો સ્નેહ સર્વ આત્મા પ્રત્યે વર્તે છે. જેવી આ આત્માની સહજાનંદ સ્થિતિ ઇચ્છીએ છીએ, તેવી જ સર્વ આત્મા પ્રત્યે ઇચ્છીએ છીએ. જે જે આ આત્મા માટે ઇચ્છીએ છીએ, તે તે સર્વ આત્મા માટે ઇચ્છીએ છીએ. જેવો આ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ, તેવો જ સર્વ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ. આ દેહમાં વિશેષ બુદ્ધિ અને બીજા દેહ પ્રત્યે વિષમ બુદ્ધિ ઘણું કરીને ક્યારેય થઇ શકતી નથી.
સૌથી અભિન્ન ભાવના છે; જેટલી યોગ્યતા જેની વર્તે છે, તે પ્રત્યે તેટલી અભિન્નભાવની સ્કૂર્તિ થાય છે; ક્વચિત્ કરુણા બુદ્ધિથી વિશેષ સ્કૂર્તિ થાય છે; પણ વિષમપણાથી કે વિષય, પરિગ્રહાદિ કારણ પ્રત્યયથી તે પ્રત્યે વર્તવાનો કંઇ આત્મામાં સંકલ્પ જણાતો નથી. અવિકલ્પરૂપ સ્થિતિ છે. વિશેષ શું કહીએ? અમારે કંઇ અમારું નથી કે બીજાનું નથી કે બીજું નથી; જેમ છે તેમ છે. જેમ સ્થિતિ આત્માની છે, તેવી સ્થિતિ છે. સમવિષમતા નથી, સહજાનંદ સ્થિતિ છે. (પત્રાંક ૪૬૯)
તો, તરતા તરતા કૃપાળુદેવ શ્રી વવાણિયા બંદરે પધાર્યા, ‘રાજ પ્રભુ જમ્યાનાં વધામણાં.” વવાણિયા દ્રોણમુખ ગણાય એટલે કે ત્યાં જળ અને સ્થળ બન્ને વાટે વેપાર થઇ શકે. વવાણિયા બંદરના જમીનના કાંઠા ઉપર મોરબીની હકૂમત હતી, સામે કાંઠે કચ્છની હદ હતી. વચ્ચેના કચ્છના અખાતની ખાડીનાં પાણીની માલિકી માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org