________________
૭૮ કચ્છ-મોરબીને વારંવાર તકરાર થતી, ધીંગાણાં ખેલાતા, વેપાર પડી ભાંગતો. પણ શ્રીમદ્જી માતાની કુક્ષિએ ચવ્યા તે અરસામાં સુલેહ થઇ અને વિ.સં. ૧૯૨૩ના મહા-ફાગણ માસમાં બંદર પાછું સતેજ થઇ ધમધોકાર વ્યાપાર થવા માંડ્યો. ઇતિહાસની આરસી પણ નાળિયેરીનાં અમૃતની સ્વચ્છતા-પવિત્રતાનું જાણે કે દર્શન કરાવે છે !
- નાળિયેરીને દરિયાની ખારાશવાળી હવા અને ખારું પાણી જ માફક આવે છે. દરિયાકિનારાનું ખારું જળ પીને જગતવાસી જીવોને તો મીઠું પાણી જ આપે છે. કૃપાળુદેવ પણ વવાણિયા બંદર અને વળી બાજુમાં મીઠાપુરના મીઠાના ઢગલે ઢગલા વચ્ચે જન્મ્યા ! સંતને મન જગત ખારું છે એ ખરું છે ‘મુખડું મેં જોયું તારું, જગતડું થયું ખારું મઝાનું પદ છે, મઝાનો બોધ છે. નાળિયેરી જગતની ખારાશ પચાવી જઇને મીઠાશની લ્હાણી
કરે છે.
હે પરમકૃપાળુ વ્હાલા ! મેં પીધા વિષના પ્યાલા, મારું વિષ અમૃત કરનારા, તારી કરુણાનો કોઇ પાર નથી.
દેવો-દાનવોએ કરેલાં સમુદ્રમંથનની જેમ સ્વયં મનોમંથન-ઉત્કટ ઉહાપોહ કરીને, રત્નત્રય લાભ્યા, લાધ્યા અને લ્હાણ્યા. સમુદ્રમંથનના અંતે નીકળેલા ૧૪ રત્નોની જેમ ૧૪માં ગુણસ્થાનક સુધી – છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવંત વર્તો ! કલ્પવૃક્ષ, પણ બહારથી ઋક્ષ, અંદરથી ઋત-સત્-અમૃત:
नारिकेल समाकारा दृश्यन्ते हि सुहृद्जनाः । अन्ये च बदरिकाकारा बहिरेव मनोहराः ॥
આ સંસ્કૃત સુભાષિત પ્રમાણે, સજ્જન-સપુરુષને નાળિયેર સાથે અને દુર્જનને બોર સાથે સરખાવ્યા છે. નાળિયેર બહારથી અતિ કઠણ, very hard nut to crack. પણ જો એક વાર કઠણ કોચલું તૂટ્યું તો અંદરથી કોપરા જેવા કોમળ અને પાણી જેવા મિષ્ટ. બોર બહારથી પોચું પોચું, દેખાવે મનોહર, નાળિયેર જેવું બરછટ નહીં પણ અંદરથી ઠળિયો.
કૃતજ્ઞ કૃપાળુદેવ અશ્રુજળ-સમુદ્રજળ જેવાં ખારા જળ પોતે પી જઇને, સમુદ્રમંથનની જેમ મનોમંથન કરીને, જગતવાસી જીવોનું વિષ, એની કડવાશ, ખારાશ એકલા ગટગટાવી જઇને ય લ્હાણી તો અમૃતની જ કરે છે. એ પ્રભુને ક્યારે લખવું પડ્યું હશે કે, અહો ! મને તો કૃતની જ મળતા જણાય છે, આ કેવી વિચિત્રતા છે ! (પત્રાંક ૨૧-૫૦). સંસારી જીવોએ પોતાના લાભને માટે દ્રવ્યરૂપે મને હસતો રમતો મનુષ્ય લીલામય કર્યો! (પત્રાંક ૨૧-૫૩) છતાં, કૃપાળુદેવ પોતાની દશા, દોર કે શૈલી ચૂક્યા નથી, પરમાત્મા ચૂકે ?
- આપણી ક્ષુધા શમાવવા નાળિયેરીએ દુગ્ધઘન ગર્ભબીજ આપ્યું. શીતલ, સ્નેહલ, સુકોમલ અને સુસ્વાદુ. પુષ્ટિકર પણ પૂરું. કોપરાનું દૂધ અને નાળિયેરનું પાણી જાણે કે આ ક્ષીર-નીર સાથે રહીને આપણને દેહઆત્માનો વિવેક રાખવા ન કહેતાં હોય !
વળી, પોતે બેવડ વળી ગયું, વળ પર વળ ચઢ્યા પરંતુ માનવજાતને આરામની ઊંઘ આપવા ખાટલો ભરવાની કાથી આપી, બળતણ માટે લાકડું આપ્યું. પોતે બળી જઇને ય બીજાના પેટની આગ ઠારી. બીજાનાં કરજ ચૂકવતાં થકા કૃપાળુદેવનાં કર્મ ખુદ બળીને ખાખ થઇ ગયાં !
સૂરજનો તાપ પોતે સહી લઇને ય માનવને પંખા માટે પાંદડાં આપ્યાં. અંગનાં બે ફાડચાં થાય તો ય કાચલી આપે. દેહ અને આત્મા, એ બે ફાડ જુદાં જ અનુભવતા હોય એવા દેહાતીત પુરુષને શો ફરક પડે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org