________________
૭૯
રસોઇમાં પણ, કોપરાપાક, કોપરાંની ચટણી, સંભારિયું શાક કે સુશોભન માટે જાત ખમણાઇ ગઇ પણ સ્વાદ-શોભા-તુષ્ટિ-પુષ્ટિ સરસ આપીને વિદાય લીધી કૃપાળુદેવે.
અતિથિના આદર સત્કાર માટે શ્રીફળે જળ આપ્યું. નિજ અંગ નીચોવાઇ ગયું, પીલાઇ ગયું તો ય માનવમસ્તિષ્કની શાંતિ માટે કોપરેલની બક્ષિસ આપી.
પાંદડાં છાપરાં ઢાંકવામાં, સાદડી બેસવામાં, પંખા હવા ખાવામાં (Electricity, Generator, Inverter etc. failure વખતે તો ખાસ, તેમ તનસુખ, મનસુખ અને ધનસુખ બધેથી પાછો પડે ત્યારે વાસ્તવિક સુખની લહેર લેવા), લૂછણિયાં કર્મ૨જ લૂછવામાં, ઉપયોગી છે તેમ “ઉપયોગી સદા અવિનાશ, મૂળ મારગ સાંભળો જિનનો રે.’
નાળિયેરીની ટોચે ઝૂલતા ઝૂલતા ગગનચુંબી પત્રોના મનમાં જીવનવ્રત જાગી ઊઠ્યું - જેના ઉદરમાંથી જન્મ લીધો એ મા ધરતીનાં ચરણે શીશ નમાવું. અત્યારે ભલે ને ઉચ્ચ સ્થાને વિરાજું પણ જીવું ત્યાં સુધી સેવામાં જ જીવન વિતાવું. અને એ સાવરણી બનીને ઘરઘરમાં પહોંચ્યા. સાવરણીનાં અંગ અંગ ઘસાયાં, છતાં ય વરણી તો સેવાની જ કરી. સા-વરણી ! સ્વચ્છતા, સેવાનું સમર્પણ વ્રત આજીવન જીવતું રાખ્યું.
સીતાફળ અને રામફળ તો આપ જાણો છો. લક્ષ્મણફળ પણ છે ! સીતાજીએ જેને લક્ષ્મણફળ નામ આપ્યું છે તે નાળિયેર. લક્ષ્મણજીનો બંધુપ્રેમ, નિર્મળતા અને સેવાવ્રત સુપ્રસિદ્ધછે. રામફળ-સીતાફળ થોડું વાપર્યું ન વાપર્યું કે એના ઠળિયા આડા આવે, વાગે. લક્ષ્મણફળમાં એવું કંઇ નહીં બલ્કે અમૃતમય પાણી આપણને પાણી-પાણી કરી નાખે ! પરમકૃપાળુ દેવે ‘પરમાર્થ બંધુ’ થઇને પરમાર્થની ભેટ આપીને ધન્ય ધન્ય કરી દીધા છે.
નાળિયેરીના આવા સમર્પણ ભાવની માનવે પણ યથાશક્તિ રૂડી કદર કરીછે. માંગલિક પ્રસંગોએ એને માનભર્યું સ્થાન આપ્યું. પ્રેમભાવે એનું પૂજન કર્યું, ખારવા-મરજીવા તો શ્રાવણી પૂર્ણિમાએ ખાસ દરિયાદેવનું નાળિયેરથી પૂજન કરે; પણ એથી પૂરો સંતોષ ન થયો. મુમુક્ષુ પણ ‘અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો અહો ! અહો ! ઉપકાર'ની પ્રણિપાત સ્તુતિ, ‘અહો શ્રી સત્પુરુષકે વચનામૃત જગહિતકર’નું મંગળાચરણ, ‘સુણાવો ધર્મનો સાર, ઉતારો ભવ પાર, હો પ્રભુજી મારા ! હું પૂજું ચરણ તમારાં’થી પૂજન કરે છે.
જીવનપથદર્શક મહાપુરુષો કે ૫૨માર્થપ્રકાશક સત્પુરુષોની સ્મૃતિ જીવંત રાખવા, કીર્તિ શાશ્વત રાખવા, કૃતિ ચિરંજીવ કરવા જેમ જયંતીઓ ઊજવીએ છીએ તેમ શ્રાવણી પૂનમને નાળિયેરી પૂનમ તરીકે ઊજવી, રક્ષાબંધન પર્વ તરીકે રાખી, જૈનોએ વાત્સલ્ય પૂનમ તરીકે વહેતી કરી તે બ્રાહ્મણોએ બળેવ બનાવી. બળેવ...બળ જછે, બળ જ મુખ્યછે, વતમ્ વમ્। નાળિયેર-નાળિયેરી બળ જ આપેછે. સત્પુરુષો પણ આત્મબળ, અનન્ય શરણ જ આપે છે. આપણે મુમુક્ષુઓ પણ યથાશક્તિ, યથાભક્તિ અને યથામતિ કૃપાળુદેવની જન્મકલ્યાણિકા કાર્તિકી પૂર્ણિમા અને આષાઢી પૂર્ણિમા એટલે કે ગુરુપૂર્ણિમા ઊજવીને ગુરુગૌરવ...પ્રભુ ગુણગાન સાથે ગરવા થઇએ
છીએ.
Jain Education International
શ્રીમદ્ રાજપ્રભુને પ્રણમું, શુદ્ધ સ્વરૂપે જે રમતા રે; પરિષહ સમ જંજાળ વિષે જે ધરતા મુનિવર સમ સમતા રે. બાવીસ પરિષહ મુનિને પીડે, અગણિત ગૃહસ્થની કેડે રે, અવિષમ ભાવે રહી જીતે તે શિવપદ, સુરપદને તેડે રે. પ્રજ્ઞાવબોધ, પુષ્પ ૬૫ : પ.પૂ.બ્રહ્મચારીજી
For Private & Personal Use Only
www.jainelibrary.org