________________
૭૪
અમર એટલે અવિનાશી. આત્મા તો અજર, અમર, અવિનાશીછે. “ભાસ્યું નિજ સ્વરૂપ તે, શુદ્ધ ચેતના રૂપ; અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ.’ શ્રી આત્મસિદ્ધ શાસ્ત્ર ગાથા ૧૨૦.
। એટલે આત્માના આનંદનો અનુભવ.
Jain Education International
ટૂંકમાં, અમરવરના આનંદનો અનુભવ
વિકલ્પ સૌ જ્ઞેય તણા વિસાર્યે, બને રહેવું અનુભૂતિ સારે; આત્મા રહે શેયરૂપે જ એક, અનન્ય રૂપે પરિણામ છેક. ૨૪ તેવી દશામાં સ્ફૂરી ઊઠતી કો, અપૂર્વ આનંદ-ઝરા સમી જો, ઊર્મિ ઉરે વિસ્તૃત થાય અન્ય, સ્વરૂપનું ભાન અકથ્ય ધન્ય ! ૨૫ એવો ન આનંદ જરા ય ભોગે, કહ્યો અતીન્દ્રિય મહાજનોએ;
ના એ અનુમાન, ન માત્ર શ્રદ્ધા, અનુભવે તે સમજે સ્વવેત્તા. ૨૬ શ્રી રાજચંદ્ર પ્રભુપાદ વંદું.
પ્રજ્ઞાવબોધ પુષ્પ ૯૭, આત્મભાવના : પ.પૂ.બ્રહ્મચારીજી
કૃપાળુ પ્રભુ પોતાની દશા ખુલ્લી કલમે ખુલ્લંખુલ્લા સ્પષ્ટ કરીને આપણા જેવા અનેકાનેક
૫૨ ૫૨મ કરુણા કરે છે, અત્ર એ જ દશા છે. આતમરામ આત્માકાર થઇને બેઠા છે, અનાદિ કાળનાં આવરણ આઘાં (દૂર) થયાં છે, ખસી ગયાં છે એટલે શુદ્ધાત્મા જળહળ જ્યોતિષ્માન છે અને એટલે સુરતિ-ચિત્ત પ્રસન્નતા હસી ઉઠે છે, ધ્યાનવૃત્તિ ખીલી ઉઠે છે, મુખમુદ્રા મુખરી ઉઠેછે, બ્રહ્મ સાથે એકાકારતા ઉદ્ભવે છે અને પ૨માત્મપદ સાથે તાળી દેતાં એકતાન થઇ, એકતાર થઇ, આત્માનું સંગીત રણઝણી ઉઠે છે.
ચિદાનંદકી મોજ મચી હૈ, સમતા ૨સકે પાનમેં; તાલી લાગી જબ અનુભવકી, તબ જાને કોઉ સાનમેં. હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં.
શ્રી શાન્તિનાથ સ્વામી સ્તવન : ઉપાધ્યાય શ્રી યશોવિજયજી
જાપ મરૈ, અજપા મરૈ, અનહદ ભી મર જાય, સુરત સમાની સબદમેં, તાહિ કાલ નહિ ખાય.
કબીરજી અને યોગીરાજ શ્રી આનંદઘનજી સુરતિને સ્મૃતિ, સુમિરન, સ્મરણના અર્થમાં ઘટાવીને તેને મૃત્યુંય કે કાલાતીત કહે છે. સ્મૃતિ જો સમ્યક્ અને સમગ્ર હોય તો તે જ સમાધિનું સિંહદ્વાર છે. આ તો શુદ્ધાત્માનો - પરમકૃપાળુ રાજપ્રભુનો રણકાર છે જ્યાંથી આપણને સંસારથી છૂટવાની વાર્તાનો ભણકાર થાય છે. અનાહત નાદ બજી રહ્યો છે.
કબીર સાહેબ
શુદ્ધતા વિચારે, ધ્યાવે, શુદ્ધતામેં કૈલિ કરે; શુદ્ધતામેં સ્થિર વહે,
અમૃતધારા બરસેં.
નાટક સમયસાર : શ્રી બનારસીદાસજી
For Private & Personal Use Only
www.jalnelibrary.org