________________
શ્રી ઉત્તરાધ્યયનજી સૂત્રમાં,
સ્તુતિ કરવાથી શો લાભ? શું ફળ? थवथुइमंगलेण भंते ! जीवे किं जणयइ ? थवथुइमंगलेण णाणदंसणचरित्तबोहिलाभं जणयइ। णाणदंसणचरित्तबोहिलाभंसंपन्ने य णं जीवे अंतकिरियं कप्पविमाणोविवत्तियं आराहणं आराहेइ।
અર્થાત, સ્તુતિ કરવાથી જીવ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ બોધિલાભ પામે છે. તેથી વૈમાનિક દેવ સુધી ઉચ્ચગતિગમન, અને રાગાદિક કષાય શાંત થાય છે.
જૈન સાહિત્યના પ્રાણપ્રતિષ્ઠાપક શ્રી સમંતભદ્રાચાર્ય ભગવંતના શબ્દોમાં, સ્તુતિ એટલે ‘પ્રશસ્ત પરિણામ ઉત્પાદ્રિા ' તથા ‘શત પરિણામ' (સ્વયંભૂ સ્તોત્ર ૨૧-૧).
શા માટે અરિહંતને પ્રાર્થના કરીએ છીએ? અરિહંત પ્રભુ ઉત્કૃષ્ટ નિમિત્ત છે. અરિહંત પ્રભુ સાક્ષાત્ કર્તા નથી. જેમ સૂર્યોદય થતાં ચોર ભાગી જાય, જેમ સૂર્યોદય થતાં કમળ વિકસી જાય તેમ પુરુષનું નામ લેતાં વિચાર પવિત્ર થઇ જાય છે.
તેથી અસત્ સંકલ્પ ઉઠતા નથી. આત્મામાં બળ, શક્તિ, સાહસનો સંચાર થાય છે. સ્વરૂપનું ભાન પ્રગટે છે અને કર્મબંધ નાશ પામે છે. જેમ લંકામાં બ્રહ્મપાશમાં બંધાયેલા હનુમાનજીને ભાન થયું કે, હું હનુમાન છું, આ બંધનને તોડી શકું છું. અને હકીકતમાં તોડી નાખ્યા !
શ્રી દેવચંદ્રજી મહારાજ શ્રીધર જિન સ્તવનમાં સ્તુતિ કરે છે, ભવરોગના વૈદ્ય જિનેશ્વર, ભાવૌષધ તુજ ભક્તિ, નિણંદજી.
દેવચંદ્રને શ્રી અરિહંતનો, છે આધાર એ વ્યક્તિ, નિણંદજી. પ્રાર્થના કરનાર જીવ (પ્રાર્થ)ના પ્રકાર :
આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને ભક્ત. ૧. આર્નઃ સંસારનાં કે શરીરનાં દુઃખથી પીડાઇને પ્રભુને પોકાર કરી ઉઠે તેવા.
૨. અર્થાર્થી: “પૈસા વિના પગ પણ ન મૂકાય’માં માનનારા અને માત્ર અર્થ એટલે લક્ષ્મીનો જ જેને અર્થ એટલે પ્રયોજન છે તેવા ‘પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ’ ચરિતાર્થ કરનારા. આજના સમયમાં Fast Foodની જેમ Fast Money making માં જ માનનારા માટે તેની યાચના કરનારા.
૩. જિજ્ઞાસુ જ્ઞી એટલે જાણવું. આત્મતત્ત્વને જાણવાની ઇચ્છા તે જિજ્ઞાસા. સત્ય-અસત્યનો, હિત-અહિતનો, હેય-શૈય-ઉપાદેયનો વિવેક કરવા માટેની ઇચ્છાવાળા.
“કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અંતર દયા, એ કહીએ જિજ્ઞાસ. ૧૦૮ તે જિજ્ઞાસુ જીવને થાય સદ્ગુરુબોધ, તો પામે સમક્તિને, વર્તે અંતરશો.” ૧૦૯
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org