SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ છળી, રાવણના મુકુટને પાદપ્રહાર કરી કણશઃ ચૂર્ણ કર્યો અને સમગ્ર નગરીમાં તોડફોડ કરી નાખી. આ ક્યારે કરી શક્યા? હું તો હનુમાન છું, મારા આત્માની અનંત શક્તિ છે, રામચંદ્રજી જેવા સપુરુષનો સેવક છું, પરમાત્મા જેવો જ મારો આત્મા છે, સપુરુષનો જ આ શિષ્ય છે, દીન દાસ છે. ચાલો, અતુલ બળનો પરચો (પરિચય) કરાવું. શ્રી ચત્રભુજભાઇને ‘હનુમાન સ્તુતિ'તો રચી આપી પણ કહી દીધું કે, એ પ્રમાણેની આસ્થા ઉપયોગી નથી. ખરી આસ્થા અરિહંત પ્રભુ પર રાખવી ઘટે. તે માટે એક પ્રબંધ કરી આપશું. તેની સ્તુતિ સ્મરણ રાખશો. તે જ આ છત્રપ્રબંધ. ખરું પૂછો તો, આજે પણ જન્મથી જિન ધર્મ...દર્શન મળ્યા છતાં મોટાભાગના વર્ગને અરિહંતમાં વિશ્વાસ નથી, પ્રેમ નથી, પ્રતીતિ નથી ! થોડું શરણું અરિહંત ભગવંતનું, થોડું શરણ અન્ય સહુનું એમ ચાલે ? એક મ્યાનમાં બે તરવાર રહી શકે ખરી ? મેં તો જોઇ નથી ! No man can serve two masters. મનુષ્ય એક સાથે બે સ્વામીની સેવા કરી શકતો નથી. વચનામૃતજીમાં હાથનોંધ ૧/૧૪ ચોખ્ખુંચણક કહી દે છે“એહિ દિશાકી મૂઢતા હૈ, નહિ જિન પે ભાવ; (જિન=જિનેશ્વર, અરિહંત) જિન મેં ભાવ વિના કબૂ, છૂટત નહિ દુઃખદાવ.” (દાવ=પ્રકાર). શ્રી રવીન્દ્રનાથ ટાગોરજીના શબ્દોમાં, એકટિ નમસ્કારે પ્રભુ એકટિ નમસ્કાર / સકલ પ્રાણ ઉડે ચલુક મહામરણ પારે //. મહામરણને જીવનમાં અપનાવ્યા વિના મહાજીવનનો લાભ મળતો નથી. થોડા જ સમયમાં ચત્રભુજભાઇની શ્રદ્ધા બદલાઇ ગઇ. પોતે જ નોંધે છે કે, “એ (કૃપાળુદેવ) બીજ વાવી ગયા ત્યારે.” “જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં છે.” અનાદિકાળથી જીવ નિજછંદે ચાલી પરિશ્રમ કરે તો કલ્યાણ થાય નહીં. કલ્યાણ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઇએ. હનુમાનજીએ પણ આખરે તો રામચંદ્રજીની પણ પહેલાં અરિહંત દેવનું શરણ અંગીકાર કરી જિન દીક્ષા લઇ મોક્ષ સાધ્યો. કંઇ કેટલીય વાર એવું બને છે કે, આપણા હાથમાં નિષ્પત્તિ (પરિણામ, conclusions) રહી જાય પણ પ્રક્રિયા (Process) ખોવાઇ જાય છે. મંઝિલ રહી જાય ને રસ્તા ખોવાઈ જાય. શિખર દેખાઇ જાય પણ પગદંડી દેખાય નહિ જે ત્યાં પહોંચાડે. નવકાર મંત્રા” સ્મરણમાં રહી જાય પણ એમાં આત્માનું સ્મરણ જ બાકી રહી જાય ! ‘સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ' મંત્ર રટણ ચાલુ હોય પરંતુ સહજ સ્વરૂપનો લક્ષ લક્ષમાં યે ન હોય ! અર્થનું ભાન પણ ન હોય. પ્રાર્થના શા માટે ? સ્તુતિ શા માટે? પ્રાર્થના તો મોક્ષમંઝિલે પહોંચવાની નિસરણી છે. પ્રાર્થનારૂપી નિઃશ્રેણી (નિસરણી) નિઃશ્રેયસ (મોક્ષ) પ્રત્યે લઇ જાય છે. પ્રાર્થના આત્મામાંથી પરમાત્મા બનાવનાર રસાયણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001330
Book TitleRajchandra Nirvan Shatabdi Smaranika
Original Sutra AuthorN/A
AuthorSahaj Shrut Parab Rajkot
PublisherSahaj Shrut Parab Rajkot
Publication Year2001
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Rajchandra
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy