________________
શ્રીરામ કેરાં કામ કીધાં, નામ રાખ્યું જગતમાં, સમરણ કરી જગનાથનું, પ્રથમે પૂજાણા ભગતમાં; અતિ હેતથી આશિષ પામ્યા, બોલતાં જય રામની;
મહાવીર શ્રી હનુમાન તમને, વંદના મારી ઘણી. મંગળકરણ મતિવાન થઇ, પ્રેમે કરી પ્રખ્યાત છો, સંસારતારણ, કર્મમારણ, ભક્ત કેરા ભ્રાત છો; વિશ્વાસથી આશા પૂરો છો, સર્વ જનના મન તણી, મહાવીર શ્રી હનુમાન તમને, વંદના મારી ઘણી.
સીતા સતીને લાવિયા, નીતિ નિયમમાં મન ધર્યું, જગમાંહી કહેવાણા જતિ, એ ઠીક કારણ શોધિયું; આ રાયચંદ વણિક વિનવે, હામથી હર્ષિત બની,
મહાવીર શ્રી હનુમાન, તમને વંદના મારી ઘણી. દોહરાઃ હેત ધરી હનુમાનજી, સમજું છું સુખકાર;
આશા અંતરની કરો, પૂરણ ભક્તાધાર. કવિતા: હામ ધરી હનુમંત પ્રેમે પરણામ કરું,
તોડો મારા તંત એની પૂરણ છે વિનંતિ; રામતણાં કામ કર્યા, કરોછો ભગત-કામ, જગત પૂજે છે વારંવાર, માગી સુમતિ; નિશદિન રટણ કરું છું આપ નામ તણું, માગું છું હું અલ્પમતિ આશા પૂરો હેતથી; ચરણકમળ તણી કરું નિત્ય નિત્ય પૂજા, દુઃખ ટાળનાર સ્વામી આપની ગતિ છતી. હનુમાનજી એટલે બાર કામદેવમાં આઠમા કામદેવ.
વજદંગી માટે બજરંગબલિથી ઓળખાતા હનુમાન એ જ પવનપુત્ર, અંજનાચુત કે અંજનીસુત કે જેમની ધજામાં કપિ (વાનર)નું નિશાન છે. બ્રહ્મમય જીવન હોવાથી અધ્યાત્મ દૃષ્ટિએ બ્રહ્મચારી કહેવાયા. કામદેવ પણ નિષ્કામ આત્માને ઓળખનારા, ચરમ શરીરી, તદ્દભવ મોક્ષગામી, અરે, સિદ્ધ ભગવંત જ કહો તેમની સ્તુતિ કૃપાળુદેવે રચી છે.
રામાયણમાં લંકાનગરીની અશોકવાટિકામાં સીતાજી રામનાં સ્મરણમાં રત હતાં ત્યાં હનુમાનજી ભાળ મેળવીને રામચંદ્રજીના હાલહવાલ અને ખબરઅંતર સુણાવીને પાછા જવાની તૈયારીમાં હતા ત્યાં રાવણે પુત્ર ઇન્દ્રજિતને મોકલ્યો. ઇન્દ્રજિતે બ્રહ્માસ્ત્ર છોડ્યું. જેને નાગપાશાસ્ત્ર પણ કહે છે. બ્રહ્મદેવના માન ખાતર મારુતિ બંધાયા. રાવણની હજૂરમાં લઈ જતાં હનુમાનજીએ તો સુંદરછટાદાર બોધ કર્યો. એ ભાષણથી તેઓ અસાધારણ લાગ્યા અને એટલે પૂંછડું સળગાવવામાં આવ્યું. સળગતે પૂંછડે ઠેકંઠેક કરવાથી ઠેકઠેકાણે લંકામાં આગ લાગી પણ કમળનાળથી બંધાયેલો હાથી કેટલીવાર બંધાયેલો રહે? તેમ હનુમાને નાગપાશ તોડી નાખીને, વિદ્યુતદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org